નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. એમણે કહ્યું હતું કે કોરોના વાઈરસ (કોવિડ-19) રોગચાળા સામેની લડાઈ લાંબી છે અને દેશના લોકોને પડી રહેલી સમસ્યાઓ પર ધ્યાન આપવા કેન્દ્ર સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે.
મોદીએ કહ્યું કે, આગળ માર્ગ લાંબો છે. આપણે એક એવા રોગચાળા સામે લડી રહ્યા છીએ જે વિશે અગાઉ કોઈને ભાગ્યે જ ખબર હતી.
સ્થળાંતરિત કામદારો-મજૂરોની યાતના વિશે મોદીએ કહ્યું કે દેશભરમાં માઈગ્રન્ટ મજૂરોને જે પીડાનો અનુભવ થયો છે એનું વર્ણન શબ્દોમાં થઈ શકે એમ નથી. એમની સંભાળ લેવા માટે સરકાર એના બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.
મોદીએ પુનરોચ્ચાર કર્યો કે કોરોના વાઈરસનું જોખમ હજી દૂર થયું નથી અને દરેક જણે સોશિયલ ડિસ્ટન્સિંગ (વ્યક્તિગત અંતર) નિયમનું પાલન કરવાનું જ છે. ભારતની વસ્તી વિશાળ છે તેથી પડકાર પણ મોટો છે.
વડા પ્રધાને કહ્યું કે અર્થતંત્રનો મોટો હિસ્સો હવે ખુલ્લો મૂકી દેવાયો છે. આપણે હજી વધુ સંભાળ રાખવાની છે. કોવિડ-19 સામેની લડાઈમાં દરેક ભારતીયએ પોતપોતાની રીતે ભૂમિકા નિભાવી છે.
નવી દિલ્હી: કોરોના જેવી અણધારી આફતને પગલે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને પગલે આ વર્ષે ઉનાળામાં પરિવાર સાથે બહાર ફરવા જવાની યોજના પર પાણી ફરી વળ્યું છે. તમે આ વર્ષે પરિવાર સાથે ક્યાય બહાર ફરવા ન જઈ શકો તો જરા પણ ચિંતા ન કરશો. તમે વર્ચુઅલ ટ્રાવેલ તો કરી જ શકો છો…
વર્ચુઅલ ટ્રાવેલ માટે તમારે ટ્રાવેલર્સના બ્લોગ્સ પર જવાનું રહેશે. જ્યાંથી તમે અલગ અલગ સ્થળોની સુંદર તસવીરોની સાથે એ રમણિય સ્થળોના વિડિયો પણ જોવા મળશે જેને જોઈને તમે દંગ રહી જશો. આ બધુ જોઈને તમને ફરવા જવાનો વાસ્તવિક આનંદ મળી જશે. આ ઉપરાંત બ્લોગર્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તમને તસવીરોની સાથે સાથે આસપાસના માહોલની ઓડિયો દ્વારા માહિતી પણ મળશે.
અહીં એક વાત યાદ રાખો આ ખરાબ સમય પણ પસાર થઈ જશે. આપણે આપણી જાતને ભવિષ્ય માટે તૈયાર રાખવી પડશે. બ્લોગર અને ટ્રાવેલર ઉપરાંત ઘણા દેશોના પ્રવાસન વિભાગ દ્વારા પણ વર્ચુઅલ ટૂર કરાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ અબુધાબીના સંસ્કૃતિ અને પર્યટન વિભાગે પણ એક નવું વર્ચુઅલ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. જેમાં લોકોને ત્યાંની સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવી રહી છે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે પણ “દેખો અપના દેશ” નામથી એક વેબિનાર શરુ કર્યો છે.
મિત્રો ક્યાંક ઢળતી સાંજે ગ્રીસની તસવીર તો ક્યાંક ઈટલીની ચમકદાર સવારનો નજારો તો ક્યાંક લંડનમાં ખિલી ઉઠેલા ફુલોની વચ્ચે પસાર થતો દિવસ. તો રાહ શેની જૂઓ છો….તમારા સ્માર્ટફોન પર જ કરો દુનિયાના અદભૂદ નજારાનું વર્ચુઅલ ટ્રાવેલ અને માણો પ્રકૃતિના રંગોને તમારી નરી આંખો થી!
કોરોનાની આફત વેળા એ શહેરમાંથી પલાયન કરતાં હજારો લોકો સૌએ જોયાં. ગ્રામ્ય જીવન છોડી આજ માણસોએ શહેરીકરણ ને અપનાવવા દોટ મુકી ત્યારે પશુ પંખીઓ પલાયન થવા માંડ્યા. જ્યારે માણસ ગામ તરફ ભાગ્યા ત્યારે વગડામાં રહેતા પશુ પક્ષીઓ શહેરમાં દેખાવા માંડ્યા.
વધતી વસ્તી અને શહેરમાં ભળતાં ગામડાંથી વનવગડામાં ફરતાં જીવો પર માઠી અસર પડી રહી છે. કોરોનાની મહામારી અને ડરને કારણે લૉકડાઉન જાહેર થયું એટલે બે મહિનાથી માણસો કામ સિવાય માર્ગો પર દેખાતા નથી.
માણસો ઘરમાં જ પુરાઈ રહેતા ખેતરો, જંગલો અને નદીના ભેખડોમાં ફરતાં જીવો શહેરના માર્ગો પર દેખાવા માંડ્યા છે. અબોલ પશુ પંખીઓ માટે ચણ,ખોરાક, પાણી જે જગ્યાએ મુકવામાં આવે છે. એ સ્થળો પર પાણી ખોરાક ની શોધ માં વગડામાં રહેતા પશુ પક્ષીઓ પણ ભુખ તરસ છીપાવી જાય છે.
આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળી શકે, ધાર્મિક સ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.
આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજના યોગ છે, આરોગ્યબાબત કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે માટે આજે શાંતિ રાખવી સારી કહી શકાય.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીન ઓળખાણ પણ થઈ શકે છે, તમારા કે અન્ય માટેના શુભ પ્રસંગ અંગે ચર્ચા વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. એકંદરે દિવસ શાંતિથી પસાર કરવો.
તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરાકરવા માટેકે તમારા લગ્ન અથવા કોઈના લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય, પ્રિયજન સાથે દિવસ સારી રીતે પસાર થાય.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિક કે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે, તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરાવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.
આજે થોડી માનસિક ચિંતા કે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર બાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીનાદર્દ હોય તેવા લોકો માટે આજે પરેજી પાળવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે. દિવસ શાંતિથી પસાર કરવો.
આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈ કામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિક આસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુના સંબંધ અચાનક યાદ આવે તેવું પણ બની શકે છે. કોઈના લગ્નબાબત વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડીક માનસિક વિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્ય બાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.
આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે અને ઉત્સાહિત થવાય તેવું બની શકે છે.
આજે એકલા હાથે ઘણા કામકરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય.ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1.82 લાખે પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધીને 1,82,143એ પહોંચી ગઈ છે અનમે અત્યાર સુધી 5164 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 8380 નવા કેસ નોંધાયા છે અને 193 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. પાછલા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આ વાઇરસથી અત્યાર સુધી 86,984 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે.
વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર
વિશ્વભરમાં કોરોના વાઇરસ 213 દેશોમાં ફેલાયો છે અને કોરોના સંક્રમિતોની સંખ્યા 61, 53,000 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં દોઢ લાખ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. વિશ્વમાં અત્યાર સુધી કોરોનાથી 3,70,870 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં મૃતકોની સંખ્યામાં 4454નો વધારો થયો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા 18,16,820એ પહોંચી છે. અમેરિકામાં અત્યાર સુધી આ વાઇરસથી 1.55 લાખનાં મોત થયાં છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને કારણે ગઈ 25 માર્ચથી લાગુ કરાયેલા અને 30 જૂન સુધી લંબાવી દેવાયેલા દેશવ્યાપી લોકડાઉનના સંદર્ભમાં કેટલીક ચીજવસ્તુઓ તથા સેવાઓની હોમ ડિલિવરી માટે કેન્દ્ર સરકારે છૂટ આપી છે. હવે સરકાર ગ્રાહકોની સુવિધા માટે પેટ્રોલ અને સીએનજી જેવા ઈંધણની પણ હોમ ડિલિવરી શરૂ કરવા વિચારે છે.
અમુક શહેરોમાં સરકારે ડિઝલની હોમ ડિલિવરી શરૂ કરી પણ દીધી છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને 11 રાજ્યોમાં 56 નવા સીએનજી સ્ટેશનના વર્ચુઅલ ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું કે સરકાર તમામ પ્રકારના ઈંધણ (પેટ્રોલ, ડિઝલ, સીએનજી, એલએનજી અને એલપીજી) એક જ સ્થળે ઉપલબ્ધ થાય એવી નવા જ પ્રકારની ફ્યુઅલ રીટેઈલિંગ વ્યવસ્થા શરૂ કરાવવા વિચારી રહી છે.
દેશની સૌથી મોટી ફ્યુઅલ રીટેલર કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને 2018ના સપ્ટેંબરમાં એક મોબાઈલ ડિસ્પેન્સરના માધ્યમથી ડિઝલની હોમ ડિલિવરી શરૂ કરી હતી. જો કે આ સેવા હજી પણ અમુક શહેરોમાં જ ઉપલબ્ધ છે.
કહેવાય છે કે, પેટ્રોલ અને સીએનજી જેવા ઈંધણ અત્યંત જ્વલનશીલ હોવાથી એની હોમ ડિલિવરી ખૂબ જ જોખમી બનશે. તેથી સંબંધિત સત્તાવાળાઓ તરફથી મંજૂરી મેળવવી જરૂરી બનશે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે જારી રહેલા લોકડાઉનને સરકારે 30 જૂન સુધી વધારવાનો નિર્ણય લીધો છે. જોકે આ વખતે સરકારે કન્ટેનમેન્ટ ઝોન સિવાય અન્ય જગ્યાઓએ મોલ અને રેસ્ટોરાંને ખોલવાની મંજૂરી આપી દીધી છે. હવે આઠ જૂનથી મોલ અને રેસ્ટોરાં ખૂલી શકશે. ગૃહ મંત્રાલય (MHA)એ કન્ટેનમેન્ટ ઝોનથી બહારનાં ક્ષેત્રોને ફરીથી ખોલવા માટે નવા દિશા-નિર્દેશ જારી કર્યા છે. આ દિશા-નિર્દેશો પહેલી જૂન, 2020થી લાગુ પડશે અને 30 જૂન, 2020 સુધી અમલમાં રહેશે.
ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે નવા દિશા-નિર્દેશ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે વ્યાપક વિચારવિમર્શને આધારે જારી કરવામાં આવ્યા છે. નવા દિશા-નિર્દેશો અનુસાર કન્ટેનમેન્ટ ઝોનથી બહાર એ બધી કામગીરી ફરીથી શરૂ થઈ શકશે, જેના પર અત્યાર સુધી પ્રતિબંધિત હતી, પણ એને તબક્ક્વાર રીતે ખોલવામાં આવશે.
દેશમાં વધુ છૂટછાટો સાથે લોકડાઉન વધારાયું
નિયંત્રિત ક્ષેત્રોની બહાર પ્રતિબંધિત કામગીરીને તબક્ક્વાર ખોલવામાં આવશે
આઠ જૂનથી જે કામગીરીને મંજૂરી આપવામાં આવશે, એમાં લોકો માટે ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરાં અને અન્ય હોટેલ સેવાઓ સામેલ હશે.
આઠ જૂનથી શોપિંગ મોલ ખોલવાની મંજૂરી
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે વિચારવિમર્શ કરીને સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક ટ્રેનિંગ, કોચિંગ સંસ્થાઓ ખોલવામાં આવશે.
શૈક્ષણિક સંસ્થાઓને જુલાઇથી ખોલવામાં માટે વિચાર કરવામાં આવશે
રાત્રે કરફ્યુના સમયની સમીક્ષા થશે, સમગ્ર દેશમાં હવે રાત્રે નવથી સવારે પાંચ કલાક સુધી લોકોના હરવા-ફરવા પર પ્રતિબંધ હશે.
આગળ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આંતરાષ્ટ્રીય હવાઈ સેવા, મેટ્રો ટ્રેન, સિનેમા હોલ, જિમ, રાજકીય સભાઓ વગેરે પણ નિર્ણય લેવામાં આવશે.
કોરોના વાઇરસના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે દેશભરમાં 25 માર્ચથી લોકડાઉન જારી છે. હાલ લોકડાઉનનો ચોથો તબક્કો જારી છે, જે 31 મેએ પૂરો થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિક્રેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ વર્ષ કમાણી કરવાને મામલે તમામ ભારતીય ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. તે ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરવાવાળા ટોપ 100 એથ્લીટની યાદીમાં સામેલ એકલો ભારતીય ક્રિક્રેટર છે. ફોર્બ્સ અનુસાર કોહલીની કમાણી 26 મિલિયન ડોલર્સ (196 કરોડ રૂપિયા) છે, એમાં 24 મિલિયન ડોલર તેને જાહેરાતથી અને બે મિલિયન ડોલર તેને સેલરી મળે છે. આ વર્ષની યાદીમાં તે 66મા સ્થાને છે.
કોહલીએ 30 ક્રમાંકની છલાંગ લગાવી
ફોર્બ્સ પત્રિકાએ વર્ષ 2020માં સૌથી વધુ પૈસા કમાણી કરવાવાળો એથ્લીટની યાદી જાહેર કરી હતી. આ લિસ્ટમાં સામેલ થનારો વિરાટ એકલો ક્રિક્રેટર છે. તેની કમાણી આશરે 26 મિલિયન ડોલર (2.6 કરોડ ડોલર) બતાવવામાં આવી. વર્ષ 2019માં જાહેર કરવામાં આવેલી લિસ્ટમાં કોહલીએ 30 ક્રમાંકથી વધુની છલાંગ લગાવી છે. પાછલા વર્ષે ટોપ 100માં જગ્યા બનાવનાર એકલો ભારતીય ખેલાડી કોહલીએ આ યાદીમાં 66મું સ્થાન હાંસલ કર્યું હતું. આશરે 25 મિલિયન ડોલરથી કમાણી કરીને 2019માં તે 100મા ક્રમાંકે હતો.
રોજર ફેડરર 106 મિલિયન ડોલરની કમાણી સાથે પહેલા ક્રમાંકે
સ્વિટઝર્લેન્ડના ભૂતપૂર્વ નંબર એક ટેનિસ ખેલાડી રોજર ફેડરરે આ વર્ષે કમાણી કરવાને મામલે સૌને પાછળ છોડતાં પહેલું સ્થાન હાંસલ કર્યું હતું. તે એવું કરવાવાળો વિશ્વનો પહેલો ટેનિસ ખેલાડી બન્યો છે. તેની પાછલા વર્ષની કમાણી આશરે 106 મિલિયન ડોલર બતાવવામાં આવી હતી.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 105 મિલિયન ડોલરની કમાણીની સાથે બીજા ક્રમાંકે
સૌથી વધુ કમાણી કરવાવાળા ખેલાડીઓની યાદીમાં ફૂટબોલનો સ્ટાર સામેલ છે. પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 105 મિલિયન ડોલરની કમાણીની સાથે બીજા ક્રમાંકે છે. ત્રીજા સ્થાન પર આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનલ મેસીનો છે, જેણે આઈ વર્ષ 104 મિલિયન ડોલરની કમાણી કરી છે અને ત્યાર બાદ બ્રાઝિલના સ્ટ્રાઇકર નેમાર છે, જેની કમાણી કુલ 95.5 મિલિયન ડોલરની રહી છે.
ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં 1 જૂન, 2019થી 1 જૂન, 2020 સુધી ખેલાડીઓની કમાણીનું આકલન કરવામાં આવ્યું હતું. આમાં તમામ ખેલાડીઓને તેમના બોર્ડ દ્વારા મળનારી સેલરી, કોન્ટ્રેક્ટનું બોનસ, પ્રાઇઝ, મની, બ્રાન્ડ, પ્રમોશનથી મળનારા પૈસા અને રોયલ્ટી સામેલ છે.
નવી દિલ્હીઃ મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ આજે પૂર્ણ થઈ ચૂક્યું છે. આવામાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. રાજનાથે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર વાત કરતાં કહ્યું હતુ કે એ ભારતનો હિસ્સો છે અને સંસદે પણ આ પ્રસ્તાવને પાસ કર્યો છે. જ્યારે રાજનાથ સિંહને કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે PoK ફરી ભારતમાં સામેલ થશે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની સંભાવનાને નકારી શકાય નહીં.
હવામાન વિભાગે PoKની મોસમ બતાવવું સામેલ કર્યું
ભારતીય હવામાન વિભાગે હાલમાં PoKનું હવામાન જણાવવાનું પણ શરૂ કર્યું છે, જેના પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. આ સિવાય પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ અનેક વાર કહી ચૂક્યા છે કે મોદી સરકાર PoK કબજો કરે એવી શક્યતા છે.
પાકિસ્તાન સરકાનું અસ્તિત્વ જ ભારતનો વિરોધ કરવામાં છે
પાકિસ્તાન પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે ભારતનો વિરોધ કરતા રહેવાને કારણે પાકિસ્તાનની સરકારનું અસ્તિત્વ રહેલું છે, પરંતુ પાકિસ્તાન ગોળીબાર કરશે તો એને કડક જવાબ મળશે, પછી એ સર્જિકલ સ્ટ્રાઇક હોય અથવા પછી એક સ્ટ્રાઇક હોય. આનાથી પાકિસ્તાનમાં કેટલો ડર છે, એ તો એ જ જણાવી શકે.
ભારતીય મુસલમાનોને ભડકાવતું પાકિસ્તાન
રાજનાથ સિંહે કહ્યું હતું કે પાકિસ્તાન સમયાંતરે ભારતીય મુસલમાનોને ભડકાવવાની કોશિશ કરતો રહે છે, પણ અમારા મુસલમાન અમારા પરિવારના સભ્ય છે અને દરેક જણ ભારતીય છે. સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે આજે બોર્ડર પર સતત સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યાં રહેતા લોકોને દરેક પ્રકારની મદદ કરવામાં આવી રહી છે,પણ કોઈ દેશની સીમા પર અમે અતિક્રમણ નથી કરી રહ્યા.