Home Blog Page 4676

‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પમાં રમકડાં બજારનું મોટું મહત્ત્વઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ સામેના જંગમાં દેશની જનતાએ સંયમ અને સાદગીના અભૂતપૂર્વ દર્શન કરાવ્યા છે. આ સંકટકાળમાં પણ લોકોએ શિસ્તની સાથે ધાર્મિક પૂજા-ઉત્સવ ઉજવણીમાં ઉત્સાહ ટકાવી રાખ્યો છે એ મહત્ત્વની બાબત છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં જણાવ્યું હતું.

‘મન કી બાત’ કાર્યક્રમની આ 68મી આવૃત્તિ હતી.

મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત સંકલ્પમાં રમકડાં ઉદ્યોગે મોટી ભૂમિકા અદા કરવાની છે. વર્ચ્યુઅલ ગેમ્સ હોય કે રમકડાં ઉદ્યોગ હોય, એમણે બહુ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે અને એમને માટે આ એક અવસર પણ છે. આજથી સો વર્ષ પહેલાં જ્યા મહાત્મા ગાંધીજીએ અસહયોગ આંદોલન શરૂ કર્યું હતું ત્યારે એમણે લખ્યું હતું કે, અસહયોગ આંદોલન દેશવાસીઓમાં આત્મસમ્માન અને આપણી શક્તિઓનું દર્શન કરવાનો એક પ્રયાસ છે. આજે જ્યારે આપણે આત્મનિર્ભર ભારત બનાવવા માગીએ છીએ ત્યારે આપણે પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું છે. આપણે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનું છે.

મોદીએ કહ્યું કે, આજે આપણા ચિંતનનો વિષય રમકડાં છે અને ખાસ કરીને ભારતીય રમકડાં. અમે એ બાબત પર મંથન કર્યું કે ભારતનાં બાળકોને નવા નવા રમકડાં કેવી રીતે મળી શકે. ભારતને દુનિયામાં રમકડાં ઉત્પાદનનું એક મોટું કેન્દ્ર કેવી રીતે બનાવી શકાય. જોકે આજે મન કી બાત સાંભળી રહેલાં બાળકોનાં માતા-પિતાની હું ક્ષમા માગીશ, કારણ કે મારી આ વાત સાંભળીને એમની સમક્ષ રમકડાંની નવી માગણીઓ સાંભળવાનું એક નવું કામ ઊભું થશે. રમકડાં આપણી આકાંક્ષાઓને એક છલાંગ અપાવે છે. રમકડાં આપણું મન પ્રફુલ્લિત કરે છે એટલું જ નહીં, એ મનને બનાવે પણ છે અને ઉદ્દેશ્યનું ઘડતર પણ કરે છે.

મોદીએ કહ્યું કે, આજે આખો દેશ કોરોના મહાબીમારી સામે લડી રહ્યો છે ત્યારે ઘણી વાર મને મનમાં વિચાર આવતો રહ્યો છે કે આટલો લાંબો સમય સુધી ઘરમાં રહેવાથી મારા નાનકડા બાળ-મિત્રોનો સમય કેવી રીતે પસાર થતો હશે. એટલે જ મેં ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટી, જે દુનિયામાં એક અલગ જ પ્રયોગ છે, અમે એ વિશે મંથન કર્યું કે આપણે બાળકો માટે શું કરી શકીએ છીએ. મારા માટે આ નવી વાત હતી અને નવું શીખવાનો મોકો પણ હતો.

રાજ્યો કન્ટેનમેન્ટ ઝોનની બહાર લોકડાઉન લાગુ કરી નહીં શકે

નવી દિલ્હીઃ દેશ કોરોના વાઈરસ મહાબીમારીનો સામનો કરી રહ્યું છે કે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આર્થિક પ્રવૃત્તિઓને ધીમે ધીમે ફરી શરૂ કરવા માટે ‘અનલોક’ યોજના અંતર્ગત અનલોક-4 હેઠળ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જે 30 સપ્ટેંબર સુધી અમલમાં રહેશે. અનલોકના આ નવા તબક્કામાં ઘણા પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે જેમાં રાજ્યોની અંદર અને બે રાજ્યની વચ્ચે પ્રવાસ કરી શકાશે તેમજ મેટ્રો રેલવેમાં પણ પ્રવાસ કરવા મળશે.

જોકે કન્ટેનમેન્ટ ઝોન ઘોષિત કરાયેલા વિસ્તારોમાં જૂના નિયંત્રણો સાથે લોકડાઉન ચાલુ જ રહેશે.

વાઈરસને કાબૂમાં રાખવા માટે અનેક રાજ્યોએ જુદા જુદા પ્રકારે લોકડાઉન લાગુ કર્યું છે. જોકે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા અંતર્ગત એવું જુદા જુદા પ્રકારનું લોકડાઉન હવે ચાલુ નહીં રહે.

કેન્દ્રીય નોટિસમાં જણાવાયું છે કે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી વગર કન્ટેનમેન્ટ ઝોન્સની બહારના કોઈ પણ ભાગમાં કોઈ પણ પ્રકારનું સ્થાનિક લોકડાઉન લાગુ કરી નહીં શકે.

નવી માર્ગદર્શિકા અનુસાર, કન્ટેનમેન્ટ ઝોન્સનું સીમાંકન રેખાઓ જિલ્લા સત્તાધીશો માઈક્રો લેવલ પર કરશે. કન્ટેનમેન્ટ ઝોન્સમાં કડક નિયંત્રણો યથાવત્ રહેશે અને માત્ર આવશ્યક પ્રવૃત્તિઓ માટે જ પરવાનગી અપાશે.

નવી માર્ગદર્શિકા અનુસાર, કન્ટેનમેન્ટ ઝોન્સને સંબંધિત જિલ્લા કલેક્ટરોએ તથા સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વેબસાઈટ્સ પર નોટિફાય કરવાના રહેશે. એ જ માહિતી કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય સાથે શેર પણ કરવાની રહેશે.

વાહ ભાઈ વાહ! ૩૦ ઓગસ્ટ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૩૦ ઓગસ્ટ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 30/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ, માથા, આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,  હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે, ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.

૩૦ ઓગસ્ટ ૨૦૨૦

૩૦ ઓગસ્ટ ૨૦૨૦

પંચાંગ 30/03/2020

હોલિસ્ટીક હેલ્થ ગુરૂ મિકી મહેતા ટર્ન્સ 50!!

જાણીતા હોલિસ્ટીક હેલ્થ ગુરૂ અને કોર્પોરેટ લાઇફ કોચ મિકી મહેતા માટે યોગ અને વેલનેસ એ ફ્કત કોવિડના સમયગાળામાં ઇમ્યુનિટી વધારવા માટેના ઉપાય માત્ર નથી, એમના માટે તો એ જીવનશૈલી છે અને એ પોતે એ જીવતા આવ્યા છે. આજે એમના પચાસમા જન્મદિવસે એમના ચાહકો-મિત્રો-શુભેચ્છકોએ એમના પર અભિનંદન અને શુભેચ્છાઓની વર્ષા કરી હતી.

મુંબઇસ્થિત હેલ્થ ગુરૂ અને વેલનેસ કોચ મિકી મહેતા માને છે કે, યોગ એ કુદરતી પોષણ છે. યોગ એ ફક્ત શરીરનું વજન ઘટાડવા માટે કે શરીરને સુડોળ બનાવવા માટે નથી, પણ યોગ એ જીવનશૈલી છે. લોકોએ જીવનમાં યોગને એક અર્થપૂર્ણ જિંદગી બનાવવા માટે કરવા જોઇએ.

એ કહે છે, કોવિડ-19 ના આ સમયગાળામાં લોકડાઉનમાં ખરેખર તો યોગ દ્વારા આપણી અંદરની શક્તિઓને અનલોક કરવાની જરૂર છે. આ જ શ્રેષ્ઠ સમય છે, યોગ દ્વારા આપણી શક્તિઓને ઉજાગર કરવાનો. બાલ્કનીમાં ઉગતા સૂર્યની સાક્ષીએ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવીને આંતરિક નિરિક્ષણ કરવાનો.

યોગ અને ધ્યાન શરીરની ઉર્જાને યોગ્ય દિશા આપે છે. તમારા શરીરની, આત્માની શાશ્વત ઉર્જાને ઓળખો. ગૌરવ, ક્રોધ, વાસના, ઇર્ષ્યા, ખાઉધરાપણું અનેઆળસ તમને પતન તરફ લઇ જશે. યોગના અષ્ટ અંગ-આઠ અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધરણ, ધ્યાન અને સમાધિ માણસની ચેતનાનું ઉચ્ચતમ સ્તર છે.

પોતાના પચાસમા જન્મદિવસે મિત્રો, શુભેચ્છકો અને ચાહકોની શુભેચ્છાઓ સ્વીકારીને મિકી મહેતાએ એક વિડીયો પણ પોતાની યુ-ટ્યુબ ચેનલ પર શેર કર્યો છે:

ચિત્રલેખા પરિવાર પણ મિકી મહેતાને કહે છે, હેપ્પી બર્થી ડે, મિકી મહેતા!!

 

રાજ્યમાં ક્યાંક મેઘમહેર કયાંક મેઘકહેરઃ ત્રણ દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર ચાલુ રહી છે. રાજ્યમાં ક્યાંક મેઘમહેર થઈ છે તો ક્યાંક મેઘકહેર પણ થઈ છે. અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 110 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લામાં સીઝનનો 226 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અબડાસામાં માત્ર પાંચ કલાકના ગાળામાં જ 10 ઇંચ વરસાદ વરસ્યો હતો.અબડાસામાં 10 ઇંચ વરસાદ

ભારે વરસાદની આગાહીને પગલે કચ્છના અબડાસામાં ભારે વરસાદ ખાબક્યો હતો. અબડાસામાં માત્ર પાંચ કલાકના ગાળામાં જ 10 ઇંચ વરસાદ વરસતાં રસ્તાઓ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. અબડાસામાં આ વરસાદથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલાં પાણીથી સ્થાનિક લોકોની મુસીબતોમાં વધારો થયો હતો. અબડાસા ઉપરાંત મુંદ્રામાં ચાર ઇંચ, નખત્રાણામાં ત્રણ ઇંચ, ભૂજ અને લખપતમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો.

ભરૂચ જિલ્લાનાં 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં

ઉપરવાસમાંથી પાંચ  ક્યુસેક પાણીની આવક થતાં રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી આજે 131.25 મીટર પહોંચી છે. જેને પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નર્મદા ડેમમાંથી હાલ 3.65 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સરદાર સરોવરમાંથી પાણી છોડાતાં ભરૂચ જિલ્લાનાં 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા હાલમાં અંકલેશ્વર, ઝગડિયા અને ભરૂચના કાંઠા વિસ્તારના લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

 દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

 દક્ષિણ ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી એક વાર વરસાદ વરસ્યો છે.  વલસાડના ઉમરગામમાં 79 મિ.મી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરવાની સ્થિતી સર્જાઇ છે.. દક્ષિણ ગુજરાતના પાંચેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

બેરાજા ગામે નદીમાં ઘોડાપૂર

દેવભૂમિ દ્વારકાનાં ખંભાળિયામાં ભારે વરસાદથી બેરાજા ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બેરાજા ગામના કોઝવે પર પાણીનો ભારે પ્રવાહ આવતા પાણીના પ્રવાહમાં એક ઊંટ તણાયું હોવાનો વિડિયો વાયરલ થયો હતો. ખંભાળિયામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. .

દોઢ કલાકમાં ચાર ઇંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. એમાં પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીં દોઢ કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે ગામની નદીઓમાં ધસમસતા પૂર આવી ગયાં હતાં.

કચ્છમાં સૌથી વધુ વરસાદ

ઝોન પ્રમાણે  જોઈએ તો અત્યાર સુધી કચ્છમાં સૌથી વધુ 226.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 144.74 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 96 ટકા, દક્ષિણ ગુજરાતમાં 95.20 ટકા અને મધ્ય ગુજરાતમાં 81.59 ટકા વરસાદ વરસ્યો છે.

29, 30 અને 31 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં  અત્યાર સુધી મોસમનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 29, 30 અને 31 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદ પડશે લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે રાજ્યમાં ફરી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યના 141 ડેમ હાઇ એલર્ટ પર

રાજ્યમાં સતત વરસતા વરસાદને લઈ જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. રાજ્યમાં 96 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યાં છે, જ્યારે 141 ડેમ હાઈએલર્ટ પર છે અને 16 ડેમ એલર્ટ પર છે.

 

 

 

 

BSFને ભારત-પાક સરહદે 170 મીટર લાંબી સુરંગ મળી

જમ્મુઃ સીમા સુરક્ષા દળોએ ફરી એક વાર પાકિસ્તાનના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. ભારતીય સરહદમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવા માટે બનાવવામાં આવેલી સુરંગની માહિતી મળી છે. આ સુરંગ સાંબા જિલ્લામાં સરહદની સાથે બનાવવામાં આવી હતી, જે પાકિસ્તાનમાં શરૂ થતી હતી અને સાંબામાં પૂરી થતી હતી. આ સુરંગનો ઉપયોગ સંભવતઃ આતંકવાદીઓની ઘૂસણખોરી અને માદક પદાર્થો તથા હથિયારોની દાણચોરી માટે કરવામાં આવતો હતો.

સુરંગનું મોં ત્રણ-ચાર ફૂટ પહોળું

જમ્મુ BSFના IG એનએસ જમ્વાલે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે તપાસ દરમ્યાન જવાનોને આ સુરંગ મળી આવી હતી.  આ સુરંગની માહિતી માટે વિશેષ ટીમ રચવામાં આવી છે. આ સુરંગ ઝીરો લાઇનથી 170 ગજ લાંબી છે. આટલું જ નહીં, આ સુરંગનું મોં કાકરા અને ઝાડ પાનથી બંધ કરવામાં આવ્યું હતું, જેથી કોઈને એની જાણ ના થાય. સુરંગનું મોં ત્રણ-ચાર ફૂટ પહોળું હતું.

આ સુરંગનું મોં છુપાવવા માટે જે કાંકરાવાળી બેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એ શકરગઢ, કરાચી સ્થિત સિમેન્ટ ફેક્ટરીનું નામ અંકિત છે. BSFના અધિકારીએ જણાવ્યું હતું કે એ સુરંગ સાંબાના ગલર ગામમાં મળે છે. જે જગ્યાએ આ સુરંગનો મો ખૂલે છે, એ જગ્યા આંતરરાષ્ટ્રીય સરહદથી ભારતીય સીમા બાજુ આશરે 170 મીટર દૂર છે.

IG BSF જમ્વાલે એ પણ કહ્યું હતું કે કાંકરાવાળી બેગ પર કરાચીનું નામ એ દર્શાવે છે કે સુરંગ બનાવવા પાછળ પાકિસ્તાનનો હાથ છે. આ સુરંગ યોજના અને એન્જિનિયરિંગના પ્રયાસોથી ખોદવામાં આવી છે. આ બધા પુરાવાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાની રેન્જર્સ સહિત અન્ય એજન્સીઓ પણ આમાં સંડોવાયેલી છે, કેમ કે આટલી મોટી સુરંગ તેમના સહયોગ વિના બનાવવી મુશ્કેલ છે.

પહેલાં પણ સીમા પર સુરંગ મળી હતી

આ પહેલાં પણ સીમા પર સુરંગ મળી ચૂકી છે. આ પહેલાં 14 ફેબ્રુઆરી, 2017માં પણ BSFની 62મી બેટેલિયને રામગઢના ચમલિયાલ ગામના છન્ની ફતવાલ વિસ્તારમાં પાકિસ્તાની વિસ્તારમાંથી બનાવવામાં આવેલી 20 મીટર લાંબી સુરંગને શોધી કાઢી હતી. આ પહેલાં વર્ષ 2016માં પાકિસ્તાનના છન્ની ફતવાલમાં 80 મીટર સુરંગ બનાવવામાં આવી હતી. ભારતીય જવાનોએ ના માત્ર સુરંગ શોધી કાઢી હતી, પણ એના દ્વારા ભારે જથ્થામાં ગોલાબારુદને લઈને ઘૂસી રહેલા બે આતંકવાદીઓને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા.

રાષ્ટ્રપતિપદ માટે કમલા હેરિસ કરતાં ઇવાન્કા ટ્રમ્પ વધુ સારાં : ટ્રમ્પ

ન્યુ હેમ્પશાયરઃ અમેરિકામાં ત્રીજી નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. રિપબ્લિકન પાર્ટી તરફથી ફરી એક વાર ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તેમનો સામનો ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડનથી થશે. ડેમોક્રેટિક તરફથી ઉપ-રાષ્ટ્રપતિપદ માટે ભારતીય મૂળનાં કમલા હેરિસ ચૂંટણી મેદાનમાં છે. ટ્રમ્પે હેરિસ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે તે રાષ્ટ્રપતિ બનવા માટે સક્ષમ નથી.

ન્યુ હેમ્પશાયરમાં આયોજિત કેમ્પેન રેલીમાં સમર્થકોથી સંબોધિત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અમેરિકામાં એક મહિલા રાષ્ટ્રપતિને જોવાનું વધુ પસંદ કરશે, પણ તેમણે સૂચન કર્યું હતું કે તેમની પુત્રી અને વ્હાઇટ હાઉસની વરિષ્ઠ સલાહકાર ઇવાન્કા ટ્રમ્પ આ પ્રકારની ભૂમિકા માટે સારી ઉમેદવાર છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે તમે જાણો છો કે હું પણ પહેલી મહિલા રાષ્ટ્રપતિ જોવા ઉત્સુક છું, પણ કોઈ મહિલા રાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસ સક્ષમ નથી. તેના કરતાં ઇવાન્કા ટ્રમ્પ વધુ સારાં ઉમેદવાર છે. જેથી ટ્રમ્પના કેટલાક સમર્થકો  ઇવાન્કા ટ્રમ્પના નામનો સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ લોકો કહી રહ્યા છે કે અમને ઇવાન્કા જોઈએ. હું તેમને જવાબદાર નથી ઠેરવતો, એમ ટ્રમ્પે કહ્યુ હતું.

કમલા હેરિસ ભારતીય મૂળનાં

55 વર્ષી કમલા હેરિસ પાછલા વર્ષ સુધી રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાં હતાં, પણ જનતાની વચ્ચે સમર્થનમાં ઘટાડાને કારણે તેઓ આ રેસમાંથી બહાર થયાં હતાં. ત્યાર બાદ તેઓ ચર્ચામાં ત્યારે આવ્યાં, જ્યારે જો બાઇડને ઉપ-રાષ્ટ્રપતિ પદની દાવેદારી માટે તેમનું સમર્થન કર્યું હતું. કમલા હેરિસના પિતા જમૈકન અને માતા ભારતીય મૂળનાં છે. તેઓ પહેલા ભારતીય-અમેરિકી અને અશ્વેત મહિલા છે, જે આ પદ પર ઉમેદવારી માટે નોમિનેટ થયાં હતાં.