Home Blog Page 4661

‘બેલ બોટમ’ના સેટ પર અક્ષયકુમારના 53મા જન્મદિવસની ઉજવણી

લંડનઃ બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર આજે તેનો 53મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. તેના ફેન્સ તેને શુભકામનાઓ આપી રહ્યા છે. જોકે અક્ષયકુમારનું અસલી નામ રાજીવ ભાટિયા છે. તેનો જન્મ 1967માં પંજાબના અમૃતસરમાં એક સેના અધિકારીને ત્યાં થયો હતો. તેણે બોલિવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે. ‘ગુડ ન્યુઝ’ એક્ટરને તેના સહકલાકારો પણ જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અક્ષય હાલ ફિલ્મ ‘બેલ બોટમ’ના શૂટિંગ માટે સ્કોટલેન્ડમાં છે, તેણે સેટ પર જન્મદિવસ ઊજવશે.

ખિલાડી એક્ટરના મિત્ર અજય દેવગને અક્ષય માટે જન્મદિનના અભિનંદની શુભેચ્છાઓ આપવા માટે થાકેલા અક્ષયનો ફોટો સાથે ટ્વીટ કરતાં કહ્યું હતું કે જન્મદિન મુબારક હો અક્કી. મને ખબર છે કે તે સ્કોટલેન્ડમાં સેટ પર જન્મદિન ઊજવવાનો છે. સુરક્ષિત રહો, આવનારા સમય માટે શુભકામનાઓ.

અક્ષયની ‘બેલ બોટમ’ના સહ કલાકાર વાણી કપૂર અને લારા દત્તા ભૂપતિએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અક્ષયનો જન્મદિવસ ઊજવ્યો અને એક્ટરનો એક મોનોક્રોમ ચિત્ર શેર કર્યું હતું- ‘બેલ બોટમ’નો ફર્સ્ટ લુક. આ ફોટામાં અક્ષયને 80ના દાયકાનો રેટ્રો લુક આપવામાં આવ્યો છે, કેમ કે તેણે ટોમાં મૂછ અને એવિયેટર્સની સાથે સ્માર્ટ કપડાં પહેર્યાં છે. તે એક બેકડ્રોપના રૂપમાં પ્લેનની સાથે રનવે પર ઊભો જોવા મળે છે. ફોટાને શેર કરતા વાણી લખે છે કે 80ના દાયકામાં થ્રોબેક. તેણે લખ્યું છે રેટ્રો લુક ઓફ @akshaykumar from #Bellbottom!”

અક્ષયકુમારની કો-સ્ટાર કરીના કપૂર ખાને પણ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટો શેર કર્યો છે અને એક થ્રોબેક ખોટો પોસ્ટ કર્યો છે, જેમાં અક્ષયને કરીનાની બહેન કરિશ્મા કપૂરની સાથે જોવા મળ્યો છે. કરીનાએ લખ્યું છે કે  હું તમને કેવી રીતે ઓળખું છું…આ છે…જે મેં હંમેશાં તમને કેવી રીતે યાદ રાખીશ. અહીં હું તમને યાદ અપાવતી રહીશ કે લોકો તમારી પહેલી સહ-કલાકાર હતી અને તમે મારા સારા કો-સ્ટાર છો. અક્ષયકુમારને જન્મદિવસની શુભકામનાઓ.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

દીપિકા પદુકોણે સલૂનમાં જઈ નવો લૂક અપનાવ્યો…

બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ તેની એક નવી હિન્દી ફિલ્મના શૂટિંગ માટે ગોવા જઈ રહી છે. તે પૂર્વે, 8 સપ્ટેમ્બર, મંગળવારે એણે મુંબઈમાં એક સલૂનમાં જઈને હેરસ્ટાઈલ બદલીને પોતાનો નવો લૂક ધારણ કર્યો હતો. એની તસવીરો દીપિકાએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. દીપિકા બ્લેક ટી-શર્ટ અને કાળા રંગના માસ્કમાં સજ્જ હતી. દીપિકા સાથે નવી ફિલ્મમાં અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી પણ કામ કરી રહ્યાં છે. દીપિકા અને એનાં પતિ રણવીર સિંહની ફિલ્મ ’83 તૈયાર છે અને આ વર્ષના નાતાલ તહેવારમાં રિલીઝ કરવાનું નિર્ધારિત છે.

ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે T20I સિરીઝ 2-1થી જીતી…

ઈંગ્લેન્ડે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝમાં હરાવી દીધું છે. 3-મેચની સિરીઝ એણે 2-1થી જીતી લીધી છે. 8 સપ્ટેમ્બર, મંગળવારે રમાઈ ગયેલી ત્રીજી અને આખરી મેચ જોકે ઓસ્ટ્રેલિયા પાંચ-વિકેટથી જીતી ગયું હતું, પણ પહેલી બે મેચમાં જીત મેળવીને ઈંગ્લેન્ડે સિરીઝ પોતાના કબજામાં કરી લીધી હતી. પહેલી બે મેચમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન ઓઈન મોર્ગન હતો, ત્રીજી મેચમાં મોઈન અલીએ સુકાન સંભાળ્યું હતું. ઈંગ્લેન્ડે ત્રીજી મેચમાં 20 ઓવરમાં 6-વિકેટે 145 રન કર્યા હતા. આરોન ફિન્ચની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે 19.3 બોલમાં પાંચ વિકેટે 146 રન કરીને મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના મિચેલ માર્શ (39)ને પ્લેયર ઓફ ધ મેચ અને ઈંગ્લેન્ડના જોસ બટલરને પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરાયો હતો. ઉપરની તસવીરમાં મોઈન અલી (ડાબે) અને ઓઈન મોર્ગન વિજેતા ટ્રોફી સાથે છે.

આખરી T20Iમાં ઈંગ્લેન્ડને હરાવી ઓસ્ટ્રેલિયા ICC રેન્કિંગ્સમાં ફરી No.1

સાઉધમ્પ્ટનઃ અહીંના એજીસ બાઉલ મેદાન પર ગઈ કાલે રમાઈ ગયેલી ત્રીજી અને સિરીઝની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયાએ આઈસીસી T20I ટીમ રેન્કિંગ્સમાં ફરી ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે. જોકે ત્રણ-મેચની સિરીઝ ઓસ્ટ્રેલિયા 1-2થી હારી ગયું છે.

આરોન ફિન્ચની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે આ સિરીઝનો આરંભ કર્યો હતો ત્યારે એના 278 પોઈન્ટ્સ હતા. ઈંંગ્લેન્ડ તેનાથી 10-પોઈન્ટ પાછળ હતું, પણ પહેલી બે T20I મેચ જીતીને ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા કરતાં આગળ નીકળી ગયું હતું. એ તબક્કે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા, બંનેના 273 પોઈન્ટ હતા, પણ ડેસિમલ પોઈન્ટ્સના આધારે ઈંગ્લેન્ડ સહેજ આગળ હતું. આખરે ત્રીજી મેચ જીતીને ઓસ્ટ્રેલિયા ફાયદો મેળવી લીધો.

ઓસ્ટ્રેલિયાએ મોઈન અલીના નેતૃત્ત્વવાળી ઈંગ્લેન્ડ ટીમનો સ્કોર 20 ઓવરમાં  6 વિકેટે 145 રન સુધી સીમિત રાખ્યો હતો. બાદમાં ઓસ્ટ્રેલિયાએ 3 બોલ ફેંકાવાના બાકી હતા ત્યારે ટાર્ગેટ હાંસલ કરીને મેચ જીતી લીધી હતી.

એ સાથે જ ઓસ્ટ્રેલિયાના હવે 275 પોઈન્ટ થયા છે જ્યારે ઈંગ્લેન્ડના 271 છે.

ભારત આવતા વર્ષે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની વર્લ્ડ કપ યોજવાનું છે. ભારત 266 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે અને પાકિસ્તાન 261 સાથે ચોથા ક્રમે છે.

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા હવે આવતા શુક્રવારથી 3-મેચોની વન-ડે સિરીઝ રમવાનું શરૂ કરશે. પહેલી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે.

નોબેલ શાંતિ પારિતોષિક માટે ડોનાલ્ડ ટ્રમ્પના નામની ભલામણ કરાઈ

વોશિંગ્ટનઃ ઈઝરાયલ અને સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર કરાવવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વર્ષ 2021ની સાલના નોબેલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

બંને દેશ વચ્ચેનો પ્રશ્ન 26 વર્ષથી સળગતો રહ્યો હતો. ઈઝરાયલ અને કોઈ આરબ દેશ વચ્ચે થયેલો આ પ્રકારનો પહેલો જ કરાર છે.

એક અખબારી અહેવાલ અનુસાર, આ નોમિનેશન નોર્વેના સંસદસભ્ય ક્રિસ્ચન ટાઈબ્રિંગ-જેડએ નોંધાવ્યું છે.

ટાઈબ્રિંગ-જેડનું કહેવું છે કે બે દેશ વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે નોબેલ શાંતિ પારિતોષિક માટેના બીજા ઉમેદવારો કરતાં ટ્રમ્પે વધારે પ્રયાસો કર્યા છે.

ટાઈબ્રિંગ-જેડે 2018માં પણ સિંગાપોર શિખર સંમેલન માટે ટ્રમ્પનું નામ નોબેલ શાંતિ ઈનામ માટે સૂચવ્યું હતું. સિંગાપોર શિખર સંમેલન ટ્રમ્પે ઉત્તર કોરિયાના સર્વેસર્વા નેતા કિમ જોન્ગ-ઉન સાથે યોજ્યું હતું. તે પછી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના સંબંધોમાંની કડવાશ દૂર થઈ હતી.

ટ્રમ્પે કરાવેલા શાંતિ કરાર અનુસાર, ઈઝરાયલ અને યૂએઈ પરસ્પર દૂતાવાસ શરૂ કરવા અને રાજદૂતોની નિમણૂક કરવા, શિક્ષણ, આરોગ્ય, વ્યાપાર, સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહકાર શરૂ કરવા સહમત થયા છે. આ કરાર 2020ની 13 ઓગસ્ટે અમેરિકા, ઈઝરાયલ અને યૂએઈ વચ્ચે કરવામાં આવ્યો હતો.

નોબેલ શાંતિ પારિતોષિક દર વર્ષની 10 ડિસેમ્બરે એનાયત કરવામાં આવે છે. 2020ની સાલના એવોર્ડ માટે 318 ઉમેદવારોના નામ નોંધાયા હતા.

નોબેલ શાંતિ પારિતોષિક માટે ડોનાલ્ડ ટ્રમ્પના નામની ભલામણ કરાઈ

વોશિંગ્ટનઃ ઈઝરાયલ અને સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર કરાવવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વર્ષ 2021ની સાલના નોબેલ શાંતિ પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

 

બંને દેશ વચ્ચેનો પ્રશ્ન 26 વર્ષથી સળગતો રહ્યો હતો. ઈઝરાયલ અને કોઈ આરબ દેશ વચ્ચે થયેલો આ પ્રકારનો પહેલો જ કરાર છે.

એક અખબારી અહેવાલ અનુસાર, આ નોમિનેશન નોર્વેના સંસદસભ્ય ક્રિસ્ચન ટાઈબ્રિંગ-જેડએ નોંધાવ્યું છે.

ટાઈબ્રિંગ-જેડનું કહેવું છે કે બે દેશ વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે નોબેલ શાંતિ પારિતોષિક માટેના બીજા ઉમેદવારો કરતાં ટ્રમ્પે વધારે પ્રયાસો કર્યા છે.

ટાઈબ્રિંગ-જેડે 2018માં પણ સિંગાપોર શિખર સંમેલન માટે ટ્રમ્પનું નામ નોબેલ શાંતિ ઈનામ માટે સૂચવ્યું હતું. સિંગાપોર શિખર સંમેલન ટ્રમ્પે ઉત્તર કોરિયાના સર્વેસર્વા નેતા કિમ જોન્ગ-ઉન સાથે યોજ્યું હતું. તે પછી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના સંબંધોમાંની કડવાશ દૂર થઈ હતી.

ટ્રમ્પે કરાવેલા શાંતિ કરાર અનુસાર, ઈઝરાયલ અને યૂએઈ પરસ્પર દૂતાવાસ શરૂ કરવા અને રાજદૂતોની નિમણૂક કરવા, શિક્ષણ, આરોગ્ય, વ્યાપાર, સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહકાર શરૂ કરવા સહમત થયા છે. આ કરાર 2020ની 13 ઓગસ્ટે અમેરિકા, ઈઝરાયલ અને યૂએઈ વચ્ચે કરવામાં આવ્યો હતો.

નોબેલ શાંતિ પારિતોષિક દર વર્ષની 10 ડિસેમ્બરે એનાયત કરવામાં આવે છે. 2020ની સાલના એવોર્ડ માટે 318 ઉમેદવારોના નામ નોંધાયા હતા.

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21થી 25 સપ્ટેમ્બર સુધી યોજાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આવતી 21થી 25 સપ્ટેમ્બર સુધી, એમ પાંચ દિવસ માટે મળશે. જેમાં 24 સુધારા સાથેનાં ખરડા રજૂ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વિધાનસભાનું સત્ર અંગે તારીખ નક્કી કરવામાં આવી છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ વિશે પત્રકારોને જણાવ્યું હતું. તેમણે આ વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે વિધાનસભા સત્રમાં 24 પ્રકારના વિવિધ કાયદાઓ અને કાયદા સુધારક વિધેયક લવાશે. જેમાં ભૂમાફિયાઓ સામ લેન્ડ ગ્રેબિંગ એક્ટ, પાસાના સુધારા, ગુંડા નાબૂદી ધારા, મહેસૂલ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારા જેવા સુધારા વિધેયક લાવવામાં આવશે.

શોક પ્રસ્તાવ
તેમણે જણાવ્યું હતું કે 21મી સપ્ટેમ્બરે ચોમાસુ સત્રના પહેલા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનને પગલે શોક પ્રસ્તાવ લાવવમાં આવશે. આ ઉપરાંત લોકડાઉન અને અનલોકમાં કોરોના વોરિયર્સે કરેલી કામગીરીને બિરદાવવામાં આવશે.

વિધાનસભામાં રોજ 10 કલાક સત્ર ચાલશે
ચોમાસું સત્રમાં પાંચ દિવસ માટે દરરોજ 10 કલાક વિધાનસભાની કામગીરી ચાલશે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને કારણે સમગ્ર વહીવટી તંત્ર અને સચિવોને વિવિધ જિલ્લામાં સંક્રમણ અટકે તેની જવાબદારી આપવામાં આવી છે. તેથી સચિવો પણ સંકલનમાં જિલ્લાના હેડક્વાર્ટરમાં ફરજ પર છે. તેથી વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરી છે કે તારાંકિત પ્રશ્નોતરી ના આવે, અધ્યક્ષ સૂચવશે તો ટૂંકી મુદ્દતના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.

વિધાનસભામાં તમામના કોવિડ ટેસ્ટ થશે
હાલ ચાલી રહેલા કોરોના કાળમાં ચોમાસું સત્ર મળી રહ્યું છે ત્યારે કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવશે. જાડેજાએ જણાવ્યું હતું કે સંક્રમણ ખાળવા માટે વિધાનસભા સત્ર પહેલાં મુખ્ય પ્રધાનથી લઈ ધારાસભ્ય અને અધિકારીઓ, સલામતી અધિકારીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. એ પછી જ પ્રવેશ મળશે.

મિડિયા કર્મચારીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે

સામાજિક અંતર સાથે વિધાનસભા સત્ર મળશે. જેને લઇને અધિકારી અને પ્રેક્ષક ગેલેરીમાં પણ ધારાસભ્યોને બેસાડવામાં આવશે. આ સાથે જ વિધાનસભામાં હાજર રહેનાર તમામના ફરજિયાત ટેસ્ટ થશે. મિડિયા કર્મચારીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

કંગના મુંબઈ પાછી ફરીઃ ઠાકરેને તૂંકારે-આક્રમક શૈલીમાં સંભળાવ્યું

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત મહારાષ્ટ્ર સરકાર, ખાસ કરીને શિવસેના પાર્ટીને ફેંકેલા પડકાર મુજબ તેની માતૃભૂમિ મનાલીમાંથી આજે બપોરે તેની કર્મભૂમિ મુંબઈમાં પાછી ફરી હતી.

સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુના કેસમાં તપાસ કરનાર મુંબઈ પોલીસની આકરી ટીકા કર્યા બાદ મહારાષ્ટ્ર સરકાર અને કંગના વચ્ચે મોટી તકરાર ઊભી થઈ છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કંગનાને મુંબઈ ન આવવાની ચેતવણી-ધમકી આપી હતી. એ પડકારને ઝીલી લઈને કંગના આજે પાછી ફરી છે.

શિવસેના અને કંગના વચ્ચેની તકરારે આજે મોટા તમાશાનું સ્વરૂપ ધારણ કર્યું છે.

કંગના કેન્દ્રીય અર્ધલશ્કરી દળના કમાન્ડોના કડક સુરક્ષા પહેરા (Y-Plus કેટેગરીની સુરક્ષા) હેઠળ બાન્દ્રા (વેસ્ટ) સ્થિત એનાં ઘેર પહોંચી હતી. ઘેર પહોંચીને તરત જ એણે તેનાં નિવાસસ્થાનમાંની ઓફિસમાં શિવસેના સંચાલિત મહાનગરપાલિકાએ કરેલી તોડકામની કાર્યવાહીનો વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. એ સાથે જ તેણે એક વિડિયો નિવેદન પણ બહાર પાડ્યું છે. જેમાં તેણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર સીધો અને આકરો પ્રહાર કર્યો છે. વિડિયોની ઉલ્લેખનીય બાબત એ છે કે કંગનાએ ઉદ્ધવને માનવાચક નહીં, પણ તૂંકારે બોલાવ્યા છે. એણે કહ્યું છે, ‘ઉદ્ધવ ઠાકરે, તુજે ક્યા લગતા હૈ? કે તેં ફિલ્મ માફિયાની સાથે મળીને મારું ઘર તોડીને મારી સાથે મોટો બદલો લીધો છે. આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે. યાદ રાખજે.. બધું હંમેશાં એક સરખું રહેતું નથી. અને મને લાગે છે કે તેં મારી પર મોટો ઉપકાર કર્યો છે… મને એ તો ખબર હતી કે કશ્મીર પંડિતો પર કેવું વીત્યું હશે, આજે મેં મહેસુસ કર્યું છે. અને આજે હું આ દેશને વચન આપું છું કે હું માત્ર અયોધ્યા વિષય પર જ નહીં, પણ કશ્મીર વિશે પણ ફિલ્મ બનાવીશ.. હું દેશવાસીઓને જાગૃત કરીશ. મને હતું જ કે આવું કંઈક થશે તો ખરું… પરંતુ મારી સાથે એ થયું છે એની પાછળ કોઈક મતલબ છે, હેતુ છે… ઉદ્ધવ ઠાકરે આ જે ક્રૂરતા અને આતંક છે, એ મારી સાથે થયું એ સારું થયું… કારણ કે એનો કોઈક હેતુ છે.’

સંબોધનના અંતે કંગનાએ ‘જય હિંદ, જય મહારાષ્ટ્ર’ કહ્યું હતું.

કંગનાએ જે વિડિયો વિઝ્યૂઅલ્સ શેર કર્યા છે એમાં જોઈ શકાય છે કે એક બુલડોઝર વડે કંગનાના ઓફિસ-મકાન પર તોડકામ કરવામાં આવી રહ્યું છે.

અગાઉ, કંગના એરપોર્ટ પર આવી પહોંચી એ પહેલાંથી જ શિવસેનાના કાર્યકર્તાઓ એનો વિરોધ કરવા એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તેઓ કાળા વાવટા-ઝંડા ફરકાવતા હતા અને કંગના વિરુદ્ધ નારા લગાવતા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે કંગનાને એરપોર્ટ પર પાછળની બાજુએથી બહાર લઈ જવામાં આવી હતી.

સિલ્વર લેકે રિલાયન્સ રિટેલમાં રૂ.7500 કરોડમાં 1.75% હિસ્સો ખરીદ્યો

નવી દિલ્હીઃ અમેરિકાની ખાનગી ઈક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સ (SLP) રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા હિસ્સો હસ્તગત કરશે. આ સોદો 7500 કરોડ રૂપિયામાં થયો છે. આ મૂડીરોકાણ રિલાયન્સના રિટેલના 4.21 લાખ કરોડ રૂપિયાના મૂલ્યાંકને આધારે કરવામાં આવ્યું છે. આ પહેલાં સિલ્વર લેકે અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ની ડિજિટલ શાખા જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં પણ મૂડીરોકાણ કર્યું છે. આ પ્રકારે સિલ્વર સિલ્વર લેક રિલાયન્સ ગ્રુપની બે કંપનીઓમાં મૂડીરોકાણ કરી ચૂકી છે.  

જિયો પ્લેટફોર્મ્સમાં મૂડીરોકાણ કર્યા પછી સિલ્વર લેક હવે રિલાયન્સ રિટેલમાં પણ મૂડીરોકાણ કરી રહી છે. સિલ્વર લેકને વિશ્વમાં ટેક્નોલોજી ક્ષેત્ર મોટા રોકાણકારોમાં ગણવામાં આવે છે. સિલ્વર લેકે રિલાયન્સ રિટેલમાં મૂડીરોકાણ કરતાં એ વાતનો સંકેત મળે છે કે રિલાયન્સ રિટેલમાં મોટી ખિલાડી તરીકે ઊભરી રહી છે. રિલાન્ય રિટેલે ફ્યુચર ગ્રુપનું હસ્તાંતરણ કર્યું હતું.

જિયોમાં મૂડીરોકાણ

સિલ્વર લેકે આ પહેલાં 1.35 અબજ ડોલર એટલે કે 10,200 કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ જિયો પ્લેટફોર્મ્સમાં કરી ચૂકી છે. રિલાયન્સ રિટેલ અને જિયો પ્લેટફોર્મ્સનું કુલ વેલ્યુએશન નવ લાખ કરોડ રૂપિયાને પાર થયું છે. દેશનાં અનેક શહેરોમાં ફેલાયેલા રિલાયન્સ રિટેલના 12,000થી વધુના સ્ટોર્સમાં આશરે 64 કરોડનો ફૂટફોલ પ્રતિ વર્ષ છે.  રિલાયન્સના માલિક મુકેશ અંબાણીએ આ નેટવર્થથી ત્રણ કરોડ કરિયાણાના સ્ટોર્સ અને 12 કરોડ ખેડૂતોને જોડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. કંપનીએ હાલમાં જ જિયો માર્ટને પણ લોન્ચ કરી છે, જે ગ્રોસરીનો ઓનલાઇન સ્ટોર છે. જિયોમાર્ટ પર પ્રત્યેક દિવસે આશરે ચાર લાખ કરોડ ઓર્ડર બુક થઈ રહ્યા છે.

સિલ્વર લેકના સોદા અંગે ખુશી વ્યક્ત કરતાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અમને ખુશી છીએ કે નાના વેપારીઓની સાથે ભાગીદારી કરીને અમારી પરિવર્તનતશીલ વિચારથી સિલ્વર લેક મૂડીરોકાણના માધ્યમથી જોડાયેલું છે.

બીજી બાજુ સિલ્વર લેકના CO-CEO અને મેનેજિંગ ડિરેક્ટર એગોન ડરબને કહ્યું હતું કે મુકેશ અંબાણી અને રિલાયન્સની ટીમના પ્રયાસોથી રિકેલ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં લીડરશિપ હાંસલ કરી છે. આટલા ઓછા સમયમાં જિયોમાર્ટની સફળતા, ખાસ કરીને ત્યારે ભારત અને વિશ્વ કોવિડ-19 રોગચાળાની ઝઝૂમી રહ્યાં છે, વાસ્તવમાં આ અભૂતપૂર્વ છે.

કંગનાની ઓફિસમાં તોડકામની કાર્યવાહી મુંબઈ હાઈકોર્ટે અટકાવી

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત સામે દેખીતી રીતે જ ખૂન્નસ રાખીને શિવસેનાના શાસનવાળી મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ અહીં બાન્દ્રા (વેસ્ટ)ના વિસ્તારમાં કંગનાની ઓફિસમાં તોડકામની કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ કંગનાની પીટિશન બાદ મુંબઈ હાઈકોર્ટે વધુ તોડકામ કરવાની BMCને મનાઈ ફરમાવી દીધી છે.

કંગનાએ પાલી હિલ રોડ વિસ્તારમાં એનાં બંગલોમાં ઓફિસ બનાવી છે. એમાં ‘ગેરકાયદેસર બાંધકામ’ કરાયું છે એવું કારણ આપીને મહાપાલિકાએ એમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી. છેલ્લા કેટલાક વખતથી હિમાચલ પ્રદેશમાં પોતાનાં વતન મનાલીમાં રહેનાર કંગનાએ તેનાં વકીલ મારફત આ ડિમોલિશનને પડકારતી પીટિશન મુંબઈ હાઈકોર્ટમાં નોંધાવી હતી અને તોડકામની કાર્યવાહી સામે સ્ટે ઓર્ડર આપવાની માગણી કરી હતી. હાઈકોર્ટે તેનો સ્વીકાર કર્યો છે.

હાઈકોર્ટે મહાનગરપાલિકાને આદેશ આપ્યો છે કે તે કંગનાએ નોંધાવેલી અરજી ઉપર આવતીકાલ સુધીમાં તેનો જવાબ આપે. કોર્ટે આ કેસમાં વધુ સુનાવણી આવતીકાલ પર મુલતવી રાખી છે.

ઉલ્લેખનીય છે કે, બોલીવૂડના સહ-કલાકાર સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુનો કેસ ઉકેલવામાં મુંબઈ પોલીસે કરેલી તપાસ સામે કંગનાએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેનાં વિરોધને વ્યાપક બળ મળ્યા બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર કેસની તપાસ મુંબઈ પોલીસ પાસેથી છીનવી લઈને સીબીઆઈને સોંપી છે. દેખીતી રીતે જ, આને કારણે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ બે સહયોગી પાર્ટીઓ – શિવસેના અને કોંગ્રેસ ભડકી ગઈ છે. શિવસેના સંચાલિત મહાપાલિકાએ કંગનાની ઓફિસમાં તોડકામનો આદેશ આપ્યો તો કોંગ્રેસી ગૃહપ્રધાન અનિલ દેશમુખે દાવો કર્યો છે કે ડ્રગ્સના સેવન અને વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કંગનાની કથિત સંડોવણીની પોતે મુંબઈ પોલીસ દ્વારા તપાસ કરાવશે.

કંગનાનાં વકીલ રિઝવાન સિદ્દિકીએ કહ્યું છે કે કંગનાની ઓફિસમાં તોડકામની નોટિસ ગેરકાયદેસર રીતે આપવામાં આવી હતી અને બીએમસીના ડિમોલિશન વિભાગના માણસો ગેરકાયદેસર રીતે કંગનાની ઈમારતમાં પ્રવેશ્યા હતા. ઈમારતમાં એવું કોઈ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું નથી.

કોરોના સંક્રમિતોની સંખ્યા 43 લાખને પારઃ ઓક્સફર્ડે કોવિડ વેક્સિનનું ટ્રાયલ અટકાવ્યું

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 89,706 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1115 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 43,70,129 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 73,890 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 33,98,844 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,97,394 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.77 ટકા થયો છે.

એક વ્યક્તિ બીમાર પડતાં એસ્ટ્રાજેનકાએ પરીક્ષણ અટકાવ્યું

એસ્ટ્રાજેનકા  અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વેક્સિનના ટ્રાયલને માનવ પરીક્ષણમાં એક વ્યક્તિના બીમાર પડ્યા બાદ અટકાવી દેવામાં આવ્યું છે. એસ્ટ્રાજેનકાએ કહ્યું છે કે આ એક રૂટિન બ્રેક છે કારણ કે પરીક્ષણમાં સામેલ વ્યક્તિની બીમારી વિશે હજુ સુધી કંઈ સમજમાં નથી આવી રહ્યું.

આ વેક્સિનનું નામ AZD1222 રાખવામાં આવ્યું હતું. WHO મુજબ દુનિયાના અન્ય વેક્સિન ટ્રાયલની તુલનામાં આ વેક્સિનની ટ્રાયલ સૌથી આગળ ચાલી રહ્યું હતું. અહીં ત્રીજા ચરણના ટ્રાયલ થઈ રહ્યું છે અને ખૂબ આશા છે કે બજારમાં સૌથી પહેલાં આવનારી વેક્સિનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી જ હશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.