‘બેલ બોટમ’ના સેટ પર અક્ષયકુમારના 53મા જન્મદિવસની ઉજવણી

લંડનઃ બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર આજે તેનો 53મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. તેના ફેન્સ તેને શુભકામનાઓ આપી રહ્યા છે. જોકે અક્ષયકુમારનું અસલી નામ રાજીવ ભાટિયા છે. તેનો જન્મ 1967માં પંજાબના અમૃતસરમાં એક સેના અધિકારીને ત્યાં થયો હતો. તેણે બોલિવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે. ‘ગુડ ન્યુઝ’ એક્ટરને તેના સહકલાકારો પણ જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અક્ષય હાલ ફિલ્મ ‘બેલ બોટમ’ના શૂટિંગ માટે સ્કોટલેન્ડમાં છે, તેણે સેટ પર જન્મદિવસ ઊજવશે.

ખિલાડી એક્ટરના મિત્ર અજય દેવગને અક્ષય માટે જન્મદિનના અભિનંદની શુભેચ્છાઓ આપવા માટે થાકેલા અક્ષયનો ફોટો સાથે ટ્વીટ કરતાં કહ્યું હતું કે જન્મદિન મુબારક હો અક્કી. મને ખબર છે કે તે સ્કોટલેન્ડમાં સેટ પર જન્મદિન ઊજવવાનો છે. સુરક્ષિત રહો, આવનારા સમય માટે શુભકામનાઓ.

અક્ષયની ‘બેલ બોટમ’ના સહ કલાકાર વાણી કપૂર અને લારા દત્તા ભૂપતિએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અક્ષયનો જન્મદિવસ ઊજવ્યો અને એક્ટરનો એક મોનોક્રોમ ચિત્ર શેર કર્યું હતું- ‘બેલ બોટમ’નો ફર્સ્ટ લુક. આ ફોટામાં અક્ષયને 80ના દાયકાનો રેટ્રો લુક આપવામાં આવ્યો છે, કેમ કે તેણે ટોમાં મૂછ અને એવિયેટર્સની સાથે સ્માર્ટ કપડાં પહેર્યાં છે. તે એક બેકડ્રોપના રૂપમાં પ્લેનની સાથે રનવે પર ઊભો જોવા મળે છે. ફોટાને શેર કરતા વાણી લખે છે કે 80ના દાયકામાં થ્રોબેક. તેણે લખ્યું છે રેટ્રો લુક ઓફ @akshaykumar from #Bellbottom!”

અક્ષયકુમારની કો-સ્ટાર કરીના કપૂર ખાને પણ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટો શેર કર્યો છે અને એક થ્રોબેક ખોટો પોસ્ટ કર્યો છે, જેમાં અક્ષયને કરીનાની બહેન કરિશ્મા કપૂરની સાથે જોવા મળ્યો છે. કરીનાએ લખ્યું છે કે  હું તમને કેવી રીતે ઓળખું છું…આ છે…જે મેં હંમેશાં તમને કેવી રીતે યાદ રાખીશ. અહીં હું તમને યાદ અપાવતી રહીશ કે લોકો તમારી પહેલી સહ-કલાકાર હતી અને તમે મારા સારા કો-સ્ટાર છો. અક્ષયકુમારને જન્મદિવસની શુભકામનાઓ.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]