
અમિતાભ સાથેની લવસ્ટોરીના સવાલ પર શું કહ્યું જયા બચ્ચને?
અભિનેત્રી જયા બચ્ચને તાજેતરમાં જ પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને અમિતાભ બચ્ચન માટે પહેલી વાર પ્રેમ ક્યારે થયો, ત્યારે તેમણે રમુજી જવાબ આપ્યો.

જયા બચ્ચન તેના કડક સ્વભાવ માટે જાણીતા છે. તે ઘણીવાર પાપારાઝી પર ગુસ્સે થતાં જોવા મળે છે. તાજેતરમાં જયા બચ્ચને તેના લગ્ન જીવન વિશે ખુલ્લેઆમ વાત કરી. તેણે લગ્નના ખ્યાલ પર ટિપ્પણી કરતા કહ્યું, “તે દિલ્હીનો લાડુ છે; જો ખાઓ તો મુશ્કેલી ન ખાઓ તો પણ મુશ્કેલી.” અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તે નથી ઇચ્છતી કે તેની પૌત્રી નવ્યા લગ્ન કરે.
જયા બચ્ચને મોજો સ્ટોરી પર બરખા દત્ત સાથે આ વાતચીત કરી હતી. દત્તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાતચીતની એક ક્લિપ શેર કરી. તેમાં તેણી જયા બચ્ચનને પૂછે છે, “તમને પહેલી વાર ક્યારે ખ્યાલ આવ્યો કે તમે અમિતાભ બચ્ચનના પ્રેમમાં છો?” આના પર, બચ્ચન હસ્યા અને જવાબ આપ્યો, “શું જૂના ઘા ખોદવા જરૂરી છે?” તેણીએ ઉમેર્યું, “હું 52 વર્ષથી એક જ પુરુષ સાથે લગ્નના સંબંધમાં છું. હું તેને આનાથી વધુ પ્રેમ ન કરી શકું.”
જયા બચ્ચન અને અમિતાભ બચ્ચનના વિચારો એકબીજાથી અલગ
જયા બચ્ચને પોતાના લગ્ન વિશે વધુમાં કહ્યું કે લગ્ન અંગેના તેમના આધુનિક વિચારો હોવા છતાં તેમને અમિતાભ સાથે તરત જ પ્રેમ થઈ ગયો. તેમણે આગળ કહ્યું,”જ્યારે હું કહું છું કે લગ્ન ન કરો, ત્યારે તે જૂના જમાનાનું લાગશે… તે પહેલી નજરનો પ્રેમ હતો.” આ વાતચીત દરમિયાન જયા બચ્ચને એમ પણ કહ્યું કે તેમના અને અમિતાભ બચ્ચનના વિચારો એકબીજાથી તદ્દન અલગ છે.
તેમણે બિગ બી સાથે લગ્ન કેમ કર્યા
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અમિતાભ બચ્ચન લગ્ન અંગે સમાન વિચાર ધરાવે છે, ત્યારે જયાએ કહ્યું, “મેં તેમને પૂછ્યું નથી. તેઓ કદાચ ‘મારા જીવનની સૌથી મોટી ભૂલ’ કહેશે, પરંતુ હું તે સાંભળવા માંગતી નથી.” અમિતાભ બચ્ચન વિશે, જયા બચ્ચને કહ્યું, “તેમનું વ્યક્તિત્વ ખૂબ જ અલગ છે. કદાચ એટલા માટે મેં તેમની સાથે લગ્ન કર્યા. જો મેં મારા જેવા કોઈ સાથે લગ્ન કર્યા હોત તો? તે વૃંદાવનમાં હોત, અને હું બીજે ક્યાંક હોત.”
2025 મતદાર યાદી: 6 વિધાનસભા વિસ્તારોમાં 100% ડિજીટાઈઝેશન સંપન્ન
ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે પૈકી કુલ છ વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પૂરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા અને થરાદ, દાહોદની લીમખેડા અને રાજકોટની ધોરાજી અને જસદણ તથા આણંદની ખંભાત બેઠકનો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં 94.11 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.
ડિજીટાઈઝેશનમાં ટોપ-10 જિલ્લાઓની યાદી
| ક્રમ | જિલ્લો | ટકાવારી |
| 1 | ડાંગ | 94.11 |
| 2 | ગીરસોમનાથ | 90.72 |
| 3 | મોરબી | 90.26 |
| 4 | મહીસાગર | 89.98 |
| 5 | સાબરકાંઠા | 89.96 |
| 6 | છોટા ઉદેપુર | 89.95 |
| 7 | બનાસકાંઠા | 89.60 |
| 8 | અરવલ્લી | 89.36 |
| 9 | પાટણ | 89.24 |
| 10 | પંચમહાલ | 89.05 |
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 16.61 લાખ જેટલા અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 5.09 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા. સાથો-સાથ 26.26 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 3.06 લાખથી વધુ મતદારો રિપિટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOની અસરકારક કામગીરીને CEO કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથો-સાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
ભારતે દક્ષિણ આફ્રિકાને 359 રનનું આપ્યું લક્ષ્ય
રાયપુરઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજો વનડે આંતરરાષ્ટ્રીય મેચ છત્તીસગઢની રાજધાની રાયપુર સ્થિત શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના કપ્તાન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.
રોહિત શર્મા સારી લયમાં હોવા છતાં 8 બોલમાં 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી. ઋતુરાજ ગાયકવાડે 77 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે વિરાટ કોહલીએ 90 બોલમાં 53મી વનડે આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરી હતી.ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વનડેની શ્રેણીમાં યજમાન ટીમ હાલમાં 1-0 થી આગળ છે. કે. એલ રાહુલની આગેવાની હેઠળની ભારતીય વનડે ટીમે રાંચીના JSCA આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ કોમ્પલેક્સમાં રમાયેલી પ્રથમ મેચમાં 17 રનથી જીત મેળવી હતી.
Klassy and stylish! 😎#TeamIndia finish the innings on a high 🙌
Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#INDvSA | @IDFCFIRSTBank | @klrahul pic.twitter.com/NCfZdISnt2
— BCCI (@BCCI) December 3, 2025
બીજા વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને જીત માટે 359 રનનું લક્ષ્ય આપ્યું છે. ભારતે કે.એલ. રાહુલ, વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડની ઇનિંગ્સની મદદથી 50 ઓવરમાં પાંચ વિકેટ પર 358 રન બનાવ્યા હતા કે.એલ. રાહુલ 43 બોલમાં 66 અને રવીન્દ્ર જાડેજા 27 બોલમાં 24 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા કે.એલ. રાહુલે પોતાની ઇનિંગ્સ દરમ્યાન 6 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા રવીન્દ્ર જાડેજાએ બે ચોગ્ગા જ ફટકાર્યા હતા.

Samantha Wedding: લગ્ન બાદ અભિનેત્રીને મળી આ ભવ્ય ભેટ
સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુના લગ્ન 1 ડિસેમ્બર, 2025 ના રોજ થયા હતા. સિક્રેટ લગ્ન પછી રાજે તેની દુલ્હન સામંથાને એક ખાસ ભેટ આપી છે.

સામંથા રૂથ પ્રભુ અને દિગ્દર્શક-નિર્માતા રાજ નિદિમોરુના અફેરની ચર્ચા ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહી હતી. બંનેએ ડેટિંગની અફવાઓ પર મૌન સેવ્યુ હતું. જોકે, સોમવારે 1 ડિસેમ્બરના રોજ, તેમણે એક ખાનગી સમારોહમાં લગ્ન કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા. લગ્ન પછી રાજે સામંથાને એક ખાસ ભેટ આપી છે.
એક ખાનગી લગ્ન સમારંભ
સામંથા રૂથ પ્રભુ અને રાજે કોઈમ્બતુરના ઈશા યોગ કેન્દ્ર ખાતે લિંગ ભૈરવી મંદિરમાં લગ્ન કર્યા. આ દંપતીએ બધી વિધિઓ સાથે શપથ લીધા. લગ્ન ખૂબ જ ખાનગી સમારંભમાં થયા હતા જેમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. લગ્ન પછી, સામંથાની વીંટી, જેની કિંમત લગભગ ₹1.5 કરોડ હોવાનું કહેવાય છે, તે ચર્ચામાં છે. પરંતુ આટલું જ નહીં સામંથાના જીવનસાથી રાજે, તેણીને બીજી એક ખાસ ભેટ પણ આપી છે.
રાજે સામંથા માટે એક સુંદર ઘર ખરીદ્યું
લગ્ન પછી રાજે સામંથાને એક વૈભવી ઘર ભેટમાં આપ્યું. અહેવાલો અનુસાર રાજ નિદિમોરુએ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં એક સુંદર ઘર આપીને સામંથાને સરપ્રાઈઝ ભેટ આપી છે. એશિયાનેટ ન્યૂઝ અનુસાર, રાજે સામંથાને લગ્નની ભેટ તરીકે ઘરની ચાવીઓ આપી. આ ઘર તેમના માટે એક સુંદર યાદ બની ગયું છે.
નણંદ શીતલે સામંથા માટે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી. સામંથા અને રાજના લગ્ન બંને પરિવારોમાં ખુશીઓ લઈને આવ્યા છે. રાજની બહેન શીતલ નિદિમોરુએ તેની ભાભી સામંથા માટે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી, તેણીને લગ્ન માટે અભિનંદન આપ્યા. શીતલે એક કવિતા શેર કરી, જેમાં લખ્યું, “દરેકને એક એવો પ્રેમ મળે જે ખૂબ શાંત, આટલો સ્થિર અને આટલો સંપૂર્ણ લાગે.” સામંથાએ તેની ભાભીની પોસ્ટ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી, તેણીનો આભાર વ્યક્ત કર્યો.
આ સામંથા અને રાજના બીજા લગ્ન છે. સામંથાના પહેલા લગ્ન નાગા ચૈતન્ય સાથે થયા હતા. તેમણે 2017 માં લગ્ન કર્યા હતા, પરંતુ તેમના લગ્નજીવનમાં ખટાશ આવી ગઈ અને 2021 માં તેમના છૂટાછેડા થઈ ગયા. રાજના પહેલા લગ્ન શ્યામલી ડે સાથે હતા, જેમને તેમણે 2022 માં છૂટાછેડા આપી દીધા હતા.
કોલકાતા એરપોર્ટના રનવે પર મસ્જિદ કેવી રીતે?
કોલકાતાઃ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટોમાંનું એક કોલકાતા સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પોતાના બીજા રનવેના નિર્માણને લઈને મોટા વિવાદના કેન્દ્રમાં છે. આ રનવેના નિર્માણમાં એક મસ્જિદ અવરોધ બની રહી છે, જેને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)એ મુસાફરોની સુરક્ષા માટે ગંભીર જોખમી ગણાવી છે.
કોલકાતા એરપોર્ટના આધુનિકીકરણ અને વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે, જેનો હેતુ તેની યાત્રક્ષમતા બમણી કરવા છે. ઉડાનની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બીજા રનવેની તાત્કાલિક જરૂરિયાત છે. પરંતુ મસ્જિદ હટાવવાને મુદ્દે AAIને રાજ્ય સરકાર તરફથી કોઇ સકારાત્મક જવાબ મળ્યો નથી. બીજી તરફ હવે ભાજપે પણ આ મુદ્દે મમતા સરકારને ઘેરી છે. ભાજપના પ્રવક્તા અમિત માલવિયાએ આ મુદ્દો ઉઠાવતાં મમતા સરકાર પર તુષ્ટીકરણનો આરોપ મૂક્યો છે.
ભાજપનું કહેવું છે કે રાજ્ય સરકાર ધાર્મિક લાગણીઓને રાષ્ટ્રીય સુરક્ષા અને મુસાફરોની જાનથી ઉપર રાખી રહી છે અને આ એક બેદરકારી ભરેલો નિર્ણય છે. અમિત માલવિયાએ પોતાના X હેન્ડલ પર લખ્યું છે કે ભાજપ બંગાળ પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યે રાજ્યસભામાં એક મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો કે કોલકાતા એરપોર્ટના ઓપરેશનલ વિસ્તારમાં આવેલી મસ્જિદ વિશે અને હવે સરકારે તેને સત્તાવાર રીતે અવરોધ તરીકે સ્વીકારી છે.
BJP Bengal State President Samik Bhattacharya raised a crucial question in the Rajya Sabha about the Mosque inside the operational area of Kolkata Airport and the government has now officially confirmed the obstruction.
The Ministry of Civil Aviation has admitted that:
◼️ A… pic.twitter.com/cGlBikMJs2
— Amit Malviya (@amitmalviya) December 3, 2025
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્વીકાર્યું છે કે એક મસ્જિદ બીજા રનવેની નજીક આવેલી છે અને તે સુરક્ષિત કામગીરીમાં અવરોધ ઊભો કરે છે, જેને કારણે રનવે થ્રેશોલ્ડ 88 મીટર ખસકી ગયું છે. જ્યારે પહેલો રનવે ઉપલબ્ધ ન હોય ત્યારે આ સ્થિતિ રનવેના ઉપયોગને અસર કરે છે. મુસાફરોની સુરક્ષાને તુષ્ટીકરણના રાજકારણ માટે બલિ ચઢાવી શકાય નહીં. મમતા બેનર્જીએ આ સમજવું જોઇએ.
અલ-ફલાહના યુનિવર્સિટીમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારાઃ નર્સિંગ સ્ટાફનો ખુલાસો
નવી દિલ્હીઃ દિલ્હી બ્લાસ્ટના આતંકી મોડ્યુલનું સેન્ટર પોઇન્ટ બનેલી ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી વિશે ત્યાંના એક ભૂતપૂર્વ નર્સિંગ સ્ટાફે મોટો ખુલાસો કર્યો છે. કર્મચારીએ દાવો કર્યો છે કે યુનિવર્સિટીની મેડિકલ કોલેજ–હોસ્પિટલમાં દરરોજ 100થી 150 સુધી નકલી દર્દીઓની ફાઈલો તૈયાર કરવામાં આવતી હતી. આ કામ આતંકી ડો. મુજમ્મિલ શાકીલ અને સુસાઈડ બોમ્બર બનેલા ડો. ઉમર નબીના આદેશ પર કરાવવામાં આવતું. જે કર્મચારી ફાઈલ બનાવવામાં વાંધો કરતો, તેનું એબ્સેન્ટ માર્ક કરી પગાર કાપવામાં આવતો.
પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારાકર્મચારીએ જણાવ્યું હતું કે રાત્રીની પાળીમાં કામ કરતા કાશ્મીરી મેડિકલ સ્ટાફ અને ડોક્ટર ફરજ દરમ્યાન વારંવાર પાકિસ્તાનનાં વખાણ કરતા. ઘણી વાર મજાક–મજાકમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા પણ લગાવતા. ડો. શાહીન સઈદ પોતાના મિત્ર અને દિલ્હીના બ્લાસ્ટ મોડ્યુલના સદસ્ય ડો. મુજમ્મિલ સાથે NIT માર્કેટમાં વિસ્ફોટક માલસામાન અથવા બીજું સાહિત્ય ખરીદવા જતી હતી. સુરક્ષા એજન્સીઓ તેમની આવન-જાવન, ખરીદેલો સામાન, મળેલા લોકો વગેરેની તમામ માહિતી એકત્ર કરી રહી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
નર્સિંગ સ્ટાફે શું આરોપ લગાવ્યા?
રાજસ્થાનના રહેવાસી લખમણે 14 જુલાઈ, 2025એ અલ-ફલાહ મેડિકલ કોલેજમાં જોઇન કરી, પરંતુ 25 ઓક્ટોબરે નોકરી છોડી દીધી હતી. તે ICUમાં નરેસિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતો. લખમણે કહ્યુ હતું કે રાત્રી પાળીના સ્ટાફ પાસે નકલી ફાઈલો તૈયાર કરાવવામાં આવતી હતી. દરેક કર્મચારીને પાંચ ફાઈલો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવતો. આ નકલી ફાઈલો પર ડોક્ટરના સહી પહેલેથી જ હોય. સ્ટાફને માત્ર મેડિકલ ચાર્ટ નોટ્સ લખવાની હોય. આ ફાઈલોમાં એવી દવાઓનો રેકોર્ડ દાખલ કરવો પડતો જેને વાસ્તવમાં ઉપયોગ જ ન કરવામાં આવતી. સવારે આ ફાઈલ ડોક્ટર સાથે લઈ જતા. આ ફાઈલોના ઉપયોગ વિશે સ્ટાફને કંઈ કહેવાતું ન હતું.
ફંડિંગ માટે ફાઈલો બનતીલખમણને મતે આ નકલી ફાઈલો ‘ગરીબોના સારવાર’ને નામે બહારથી ફંડ એકત્ર કરવા માટે ઉપયોગમાં લેવાતી હતી. દરરોજ 100થી 150 સુધી નકલી ફાઈલો તૈયાર થાય. જો કોઈ કર્મચારી ફાઈલ બનાવવામાં વાંધો લેતો તો તેની સેલરી અટકાવી દેવામાં આવતી, પણ કાશ્મીરી સ્ટાફ સાથે આવું ક્યારેય ન થતું.
હિન્દુ દેવી-દેવતાઓ અંગે CM રેવંત રેડ્ડીની ટિપ્પણીથી વિવાદ
હૈદરાબાદઃ તેલંગાણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ હૈદરાબાદ સ્થિત ગાંધી ભવનમાં તેલંગાણા કોંગ્રેસ સમિતિની કાર્યકારિણી બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પાર્ટીના આંતરિક વૈવિધ્ય પર પ્રકાશ પાડ્યો અને હિંદુ ધર્મની સાથે તેની તુલના કરી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દરેક પ્રકારના લોકોને સાથે લઈને ચાલે છે. કોઈ કહે છે કે તે ભગવાન વેંકટેશ્વરની પૂજા કરશે, બીજો કહે છે કે તે હનુમાનજીની પૂજા કરશે. જ્યારે આપણે દેવતાઓ પર સહમતી બનાવી શક્યા નહીં, ત્યારે મને લાગતું નથી કે આપણે રાજકીય નેતાઓ અને ડીસીસી અધ્યક્ષોને લઈને પણ સહમતી બનાવી શકીશું.
તેમણે વધુમાં કહ્યું હતું કે હિંદુ ધર્મમાં કેટલા દેવતાઓ છે? કેટલા દેવતાઓ છે? ત્રણ કરોડ? કેમ? જે અવિવાહિત છે, તેમના માટે ભગવાન હનુમાન છે. જે બે વાર લગ્ન કરે છે, તેમના માટે એક બીજા દેવ છે. જે દારૂ પીએ છે, તેમના માટે અન્ય ભગવાન છે. યેલ્લમ્મા, પોચમ્મા, મૈસમ્મા. જે ચિકન માગે છે, તેમના માટે એક ભગવાન છે, અને જે દાળ-ભાત ખાય છે, તેમના માટે બીજા ભગવાન છે, બરાબર? બધા પ્રકારના દેવ છે.
ભાજપના નેતાઓએ કરી ટીકા
કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી અને બંદી સંજય કુમાર સહિત તેલંગાણા ભાજપના નેતાઓએ આ નિવેદનની આલોચના કરી હતી. કિશન રેડ્ડીએ એક નિવેદનમાં કહ્યું હતું કે મુખ્ય મંત્રીએ તાજેતરમાં જ જ્યુબિલી હિલ્સની પેટા-ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે કોંગ્રેસ એટલે મુસ્લિમ અને મુસ્લિમ એટલે કોંગ્રેસ.
VIDEO | Hyderabad: BJP workers protest outside party office against Telangana CM Revanth Reddy statement on Hindu Gods.
Drawing an analogy with the Hindu religion, CM Revanth Reddy, speaking during a Congress event, said there are many gods worshipped by the devotees.
“How many… pic.twitter.com/umHXUAeIrm
— Press Trust of India (@PTI_News) December 3, 2025
તેમણે કહ્યું હતું કે એવું લાગે છે કે AIMIM સાથેની મિત્રતાને કારણે મુખ્ય મંત્રી હિંદુઓ અને હિંદુ દેવી-દેવતાઓ વિશે અહંકારીયુક્ત ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે હવે તેલંગાણામાં પણ હિંદુઓએ એક થવાનો સમય આવી ગયો છે. રેવંત રેડ્ડી અને કોંગ્રેસ પાર્ટીને હિંદુઓની શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે.



