Home Blog Page 394

ગૌતમ અદાણી ધનબાદમા “પહલા કદમ સ્કૂલ”ની મુલાકાતે

ધનબાદ: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મંગળવારે નારાયણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘પહેલા કદમ’ સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે દિવ્યાંગ બાળકો સાથે વાતચીત કરી બાળકોનું મનોબળ વધાર્યુ એટલું જ નહીં તેમણે બાળકોને આત્મનિર્ભરતા તરફનો નવો માર્ગ પણ બતાવ્યો. 9 ડિસેમ્બરના રોજ ગૌતમ અદાણીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન પણ કર્યું હતું.‘પહેલા કદમ’ સ્કૂલની મુલાકાત પ્રસંગે ગૌતમ અદાણીએ દિવ્યાંગ બાળકો માટે ખાસ વિકસિત કાફે “નયી ઉડાન કાફે”નું ઉદ્ઘાટન કર્યું. આ કાફેનો ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોને ખાણી-પીણી સંબંધિત વ્યાવસાયિક તાલીમ આપવાનો છે, જેનાથી તેઓ આત્મનિર્ભર બની શકે અને સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે. “નયી ઉડાન કાફે” દિવ્યાંગ બાળકોને કાફે મેનેજમેન્ટ, રસોઈ, સેવા અને અન્ય સંબંધિત કુશળતા શીખવા માટે તાલીમ આપશે. આ કાર્યક્રમ બાળકોને રોજગારની તકો પૂરી પાડશે અને તેમનો આત્મવિશ્વાસ વધારશે.

ગૌતમ અદાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે, “આપણા સમાજનો દરેક વ્યક્તિ સમાન તકો મેળવાનો હકદાર છે, અને આપણે તે સુનિશ્ચિત કરવા ભરચક પ્રયાસ કરવો જોઈએ. વિકલાંગ બાળકોને તેમની ક્ષમતા અનુસાર તકો મળે તે ખુબ જરૂરી છે. ‘નઈ ઉડાન કાફે’ એક એવું પગલું છે જે દિવ્યાંગોને વ્યાવસાયિક કૌશલ્ય માત્ર શીખવશે જ નહીં પરંતુ સમાજમાં સમાન દરજ્જો પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે.”

ગૌતમ અદાણીએ વિકલાંગ બાળકો સાથે વાતચીત દરમિયાન તેમની લાગણીઓને ખૂબ જ નિષ્ઠાપૂર્વક સાંભળી. બાળકોએ તેમના અનુભવો અને આકાંક્ષાઓ શેર કરી, અને ગૌતમ અદાણીને ધ્યાનપૂર્વક સાંભળતા જોઈ તેમને એવું લાગ્યું કે કોઈ તેમને સમજે છે. જેનાથી તેમનામાં અપાર આનંદ અને આત્મવિશ્વાસ જાગ્યો. ગૌતમ અદાણીએ બાળકોને મળતી સારવાર અને તેમના વિકાસમાં પણ ઊંડાણપૂર્વક જાણકારી લીધી. તેમણે નિષ્ણાતોને દિવ્યાંગોને શ્રેષ્ઠ શક્ય સહાય મળે તે માટે જણાવ્યું તેમજ દિવ્યાંગોના જીવનને સુધારવાની સંપૂર્ણ પ્રતિબદ્ધતા દર્શાવી. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, બાળકો અને તેમના માતાપિતા ઉપરાંત અદાણી ગ્રુપના અધિકારીઓ અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા.

ક્યાંક તમને તો નથીને બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડર?

ઘડિયાળમાં રાત્રીના અઢી વાગ્યા હતા. આખું શહેર શાંત નિંદ્રામાં હતું, પણ શ્રુતિની આંખોમાં ઊંઘ નહોતી. એ પોતાના રૂમમાં ઉભી થઈ અને ધીમેથી અરીસા સામે જઈને ઊભી રહી.

દિવસભરના કૃત્રિમ પ્રકાશમાં તો એ ગમે એમ કરીને પોતાની જાતને સંભાળી લેતી,પણ રાતના આ એકાંતમાં એનું મગજ એક જ વાત પર અટકી જતું, એના વાળ પર શ્રુતિના વાળ થોડા વાંકડિયા અને ઘેરા રંગના હતા, પણ એને હંમેશાં લાગતું કે એ ખૂબ જ બરછટ, અને બેજાન છે.

એની કઝિને ક્યારેક મજાકમાં કહેલું કે, “શ્રુતિ, તારા વાળને ક્યારેક ઓઇલિંગ કર, જાણે સૂકા ઘાસ જેવા લાગે છે!”  બસ, આ એક નાનકડું વાક્ય એના મનમાં ઊંડે સુધી ઘર કરી ગયું હતું.

શ્રુતિ પોતાના વાળની એક-એક લટને અરીસામાં ચકાસતી હતી. એ સતત અન્ય લોકોના, ખાસ કરીને સોશિયલ મીડિયા પર દેખાતી સ્મૂથ અને સિલ્કી વાળ ધરાવતી યુવતીઓ સાથે પોતાની સરખામણી કરતી. એના મગજમાં સતત એક જ વિચાર ચાલતો રહેતો કે “આ બરછટ વાળને કારણે હું કેટલી અણગમતી લાગું છું.” શરમ અને ટીકાના ડરથી એ દિવસ દરમિયાન પોતાના વાળને હંમેશાં ચુસ્ત પોનીટેલમાં બાંધી રાખતી અને કોઈ પણ પાર્ટી કે પ્રસંગ હોય તો મોટાભાગે એ જવાનું ટાળતી. શ્રુતિ જે પીડામાંથી પસાર થઈ રહી હતી, એ સામાન્ય નહોતી, પણ એક ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યા છે, જેને બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડર  કહેવામાં આવે છે. પરંતુ આ વાતથી એ ખુદ અજાણ હતી. એને તો લાગતું કે મારા વાળના કારણે મને કોઈ સુંદર નહીં માને.

શરીર નહીં, સમાજની સમસ્યા

આજના સમયમાં બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડર ખરેખર આપણા શરીર વિશે નથી, પરંતુ એ સમાજ દ્વારા મહિલાઓને સતત એવું કહેવામાં આવે છે કે એમનામાં ક્યાંક કંઈક ખામી છે. મોટાભાગની યુવતીઓ તો એમના શરીરની કોઈ ખાસિયતની નોંધ પણ લેતી નથી, જ્યાં સુધી કોઈ વ્યક્તિ એના તરફ ધ્યાન દોરે નહીં. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડો. શ્લોકા સુથાર કહે છે કે,  “હિપ ડિપ્સ (Hip Dips) જે શરીરનો એકદમ કુદરતી ભાગ છે, પરંતુ ઓનલાઇન એને સુધારવા માટેના વીડિયો જોવા મળશે. જોકે, આ વસ્તુ સુધારવી શક્ય નથી. અને આ જ દબાણને કારણે, ઘણી યુવતીઓ ખૂબ વહેલી તકે કોસ્મેટિક પ્રોસિજર્સ કરાવી લે છે અને પછીથી પસ્તાય છે. જ્યારે આ અસુરક્ષા વર્ષો સુધી ટકી રહે છે, ત્યારે અંદરનો તણાવ કોર્ટિસોલનું સ્તર ઊંચું રાખે છે. આનાથી શરીર લાંબા ગાળાના હોર્મોનલ અસંતુલન તરફ ધકેલાય છે. આ સ્થિતિ ઇન્સ્યુલિન, ઓવ્યુલેશન અને એન્ડ્રોજનના સ્તરને ખલેલ પહોંચાડી શકે છે, અને ઘણી મહિલાઓ માટે એ પીસીઓએસની શરૂઆતનું કારણ બની જાય છે.”

સમય જતાં, આ જ તણાવ થાઇરોઇડ, માસિક ચક્ર, ત્વચા અને વજનને પણ અવ્યવસ્થિત કરી શકે છે; દુખાવો આપતા પીરિયડ્સ, ફાઈબ્રોઇડ્સ અને એન્ડોમેટ્રિઓસિસ જેવી ગંભીર સમસ્યાઓ પણ સર્જી શકે છે. એકવાર આ આંતરિક તણાવ ઘર કરી જાય, પછી એ ઊંડા હોર્મોનલ અને પ્રજનન સંબંધિત સમસ્યાઓના રૂપમાં દેખાય છે. મહિલાઓને ખરેખર જેની જરૂર છે તે છે જાગૃતિ, સ્વીકૃતિ અને વધુ અનુકૂળ વાતાવરણ  ન કે સુધારાની જરૂરિયાત. અને સાચું કહું તો, આપણા માટે એ સુનિશ્ચિત કરવું વધુ મહત્ત્વનું છે કે આવનારી પેઢી એ જ અસુરક્ષાઓ સાથે મોટી ન થાય, જેમાંથી આપણે પસાર થવું પડ્યું હતું. આપણે જે જૂની પીડાઓ સહન કરી છે, તેનું પુનરાવર્તન ન થાય, તેના કરતાં તેઓ વધુ સારા જીવનને પાત્ર છે.

બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડર (BDD) એટલે શું?

બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડર એક માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ છે, જેમાં વ્યક્તિ પોતાના શારીરિક દેખાવમાં રહેલી કાલ્પનિક અથવા નજીવી ખામી અંગે સતત ચિંતિત રહે છે અને એને ખૂબ જ ગંભીર માની લે છે. BDDનો ભોગ બનતી વ્યક્તિ આ ખામી વિશે એટલો વધુ પડતો વિચાર કરે છે કે એ એના દૈનિક જીવન, સામાજિક સંબંધો અને માનસિક શાંતિને અસર કરે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટિશિયન જુલી રોકડ કહે છે “મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે કારણ કે સૌંદર્યના સામાજિક ધોરણો  સ્ત્રીઓ માટે અત્યંત કઠોર હોય છે. વાળની ગુણવત્તા, ત્વચાનો રંગ, વજન, કદ કે શરીરના આકાર જેવા કોઈપણ ભાગ પર કોઈની નાનકડી નકારાત્મક ટકોર, અથવા સતત સોશિયલ મીડિયા પર દેખાતા આદર્શ શરીરની તસવીરો બીડીડીને ટ્રિગર કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત પોતાના ત્વચાના રંગને કારણે ટીકાનો ભોગ બને છે, ત્યારે એના મનમાં એ જ ખામી ઘર કરી જાય છે. એને લાગે છે કે આ સામાજિક ધોરણોએ વ્યક્તિને પોતાના સ્વરૂપનો સ્વીકાર કરવા દીધો નથી, જેના કારણે ઘણા લોકો સતત મેકઅપ અને ફિલ્ટર્સ પાછળ છુપાઈને જીવે છે.”

ખામી નજીવી પણ એનું અસ્તિત્વ મોટું લાગે છે

સોશિયલ મીડિયા પર દેખાતા ‘આદર્શ’ અને પાતળા શરીરના ચિત્રો યુવતીઓ પર બિનજરૂરી દબાણ સર્જે છે. કોઈ મહિલાને એના વજન કે કદ વિશે વારંવાર ટકોર કરવામાં આવે છે, ત્યારે એ પોતાને અન્ય લોકોની તુલનામાં નબળી માનવા લાગે છે. આ દબાણ જ યુવતીઓને અતિશય ડાયેટિંગ કે કસરત તરફ ધકેલે છે, જે BDDનું લક્ષણ બની જાય છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પ્રાચી પરમાર કહે છે કે “BDDમાં સૌથી મોટો પડકાર એ છે કે વ્યક્તિ પોતાના શરીરની નાની ખામીને પણ અતિશય મોટું સ્વરૂપ આપી દે છે.  ખીલના ડાઘ કે તલ જેવી સામાન્ય વસ્તુઓ પણ પીડિત વ્યક્તિ માટે જાણે આખા ચહેરા પરનો મોટો ‘ધબ્બો’ બની જાય છે. જ્યાં સુધી વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની મદદ ન લે, ત્યાં સુધી એને એ હકીકતનો અહેસાસ થતો નથી કે એની ખામી ખરેખર કેટલી નજીવી છે અને માત્ર એના મનમાં જ એનું અસ્તિત્વ મોટું છે.”

BDDથી પીડિત આ રીતે પુનરાવર્તિત વર્તન કરે છે

 

-અરીસામાં વારંવાર પોતાની જાતને ચકાસતા રહેવું.

-કપડાં, મેકઅપ કે અન્ય વસ્તુઓ દ્વારા ખામીને છુપાવવાનો સતત પ્રયાસ કરવો.

-અન્ય લોકોના દેખાવ સાથે પોતાની તુલના કરવી.

-કલાકો સુધી સજાવટ, વાળ બનાવવામાં કે ત્વચાની સારવારમાં સમય બગાડવો.

-શરમ કે ટીકાના ડરથી સામાજિક પ્રસંગો અને કાર્યોથી દૂર રહેવું.

-આત્મસન્માનમાં ભારે ઘટાડો થાય છે

– ચિંતા (Anxiety) અને ડિપ્રેશન વધે છે,  ગંભીર કિસ્સાઓમાં આત્મહત્યાના વિચારો પણ આવી શકે છે.

આ એક એવી સમસ્યા છે જેને માત્ર આત્મવિશ્વાસનો અભાવ કહીને અવગણી ન શકાય. BDD એક ગંભીર માનસિક રોગ છે જેને ગંભીરતાથી લેવો જોઈએ. એની સારવાર માટે સામાન્ય રીતે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી (CBT) અને અમુક કિસ્સાઓમાં દવાઓની જરૂર પડે છે. CBT વ્યક્તિને ખામી વિશેના નકારાત્મક વિચારોને પડકારવા અને પુનરાવર્તિત વર્તન ઘટાડવામાં મદદ કરે છે. સામાજિક સ્તરે, સૌએ સુંદરતાની વિવિધતાને સ્વીકારવાની અને શરીર પરની બિનજરૂરી ટિપ્પણીઓ ટાળવાની જરૂર છે.

હેતલ રાવ

દેશની તમામ સંસ્થાઓ પર RSSનો કબજોઃ રાહુલ ગાંધીનો આરોપ

નવી દિલ્હીઃ શિયાળુ સત્રના સાતમા દિવસે લોકસભામાં ચૂંટણી સુધારા અંગેની ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હોબાળો થયો હતો. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે ભાષણ આપતાં જ શરૂઆતમાં RSS પર નિશાન સાધતાં કહ્યું હતું કે દેશની તમામ સંસ્થાઓ પર RSSએ કબજો કરી લીધો છે.

રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો હતો કે દેશમાં મતચોરી ચાલી રહી છે. ચૂંટણી પંચ પર સીધો કબજો કરી લેવામાં આવ્યો છે અને તેઓ આ વાત કોઈ પુરાવા વગર કહી રહ્યા નથી – તેમના પાસે પાકા પુરાવા છે. ચૂંટણી પંચનો ઉપયોગ ભારતીય ચૂંટણીને પ્રભાવિત કરવા માટે થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે મતચોરી કરતાં મોટું રાષ્ટ્રવિરોધી કાર્ય બીજું કોઈ નથી.

ECની પસંદગીમાંથી CJIને કેમ દૂર કરવામાં આવ્યા?

રાહુલ ગાંધીએ પ્રશ્ન ઉઠાવ્યો કે ચૂંટણી કમિશનરની પસંદગીમાંથી મુખ્ય ન્યાયાધીશ (CJI)ને કેમ દૂર કરવામાં આવ્યા છે? જો ફક્ત વડા પ્રધાન અને ગૃહ મંત્રી જ રહેશે તો તેમની અવાજની કિંમત શું રહી જશે? PM મોદી અને અમિત શાહ પોતાની પસંદના ચૂંટણી કમિશનરને કેમ પસંદ કરવા માગે છે? CCTV સંબંધિત કાયદો કેમ બદલાયો છે? આ ડેટાનો નહીં, પરંતુ ચૂંટણી ચોરવાનો ખેલ છે. મુખ્ય ચૂંટણી કમિશનર તથા ચૂંટણી કમિશનરોને કાબૂમાં લઈ લેવા પાછળ શું રમત ચાલી રહી છે?

રાહુલ ગાંધીએ મતચોરીના આક્ષેપ લગાવ્યા

તેમણે RSSનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશની તમામ યુનિવર્સિટીના કુલપતિ RSSના છે. આ પર સત્તા પક્ષના સાંસદોએ હોબાળો શરૂ કર્યો. સ્પીકર ઓમ બિરલાએ રાહુલને વિષય પર જ વાત કરવાની સૂચના આપી અને કહ્યું હતું કે કોઈ સંસ્થાનું નામ ન લેવું.

એ દરમિયાન સંસદીય કાર્યપ્રધાન કિરણ રિજિજુએ કહ્યું હતું કે અહીં તમામ લોકો નેતા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની વાત સાંભળવા માટે જ બેઠા છે, જો તેઓ વિષય પર બોલતા નથી તો સૌનો સમય શા માટે બગાડી રહ્યા છે?

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણના મુખ્ય મુદ્દાઓ

લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે ચૂંટણી પંચની ભૂમિકા, મત ચોરી અને RSS પર નિશાન સાધ્યું. રાહુલે કહ્યું, “હું પુરાવા વિના બોલતો નથી. દેશની બંધારણીય સંસ્થાઓ પર કબજો કરવામાં આવી રહ્યો છે. RSS સભ્યોને યુનિવર્સિટીઓમાં કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચ શાસક પક્ષના ઈશારે કાર્ય કરી રહ્યું છે.”


રાહુલ ગાંધીએ કહ્યું કે CEC ની પસંદગીમાં શાસક પક્ષનો અંતિમ નિર્ણય છે. શાસક પક્ષ ચૂંટણી પંચને નિયંત્રિત કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ને નિયંત્રિત કરવાનો શું અર્થ છે. CEC ની નિમણૂકમાં મુખ્ય ન્યાયાધીશ કેમ સામેલ નથી?

કોંગ્રેસ સાંસદે કહ્યું કે ચૂંટણી પંચ સરકાર સાથે મિલીભગતમાં છે. અમે આના પુરાવા આપ્યા. CCTV ફૂટેજનો નાશ કરવાની સત્તા EC ને કેમ આપવામાં આવી? CEC માટે સજાની જોગવાઈ કેમ દૂર કરવામાં આવી? સરકાર ECનો ઉપયોગ કરી રહી છે.

રાહુલે કહ્યું કે ચૂંટણી પંચે ડુપ્લિકેટ મતદાનના મુદ્દા પર કોઈ જવાબ આપ્યો નથી. SIR પછી પણ બિહારમાં ડુપ્લિકેટ મતદારો છે. SIR પછી પણ બિહારમાં 150,000 ડુપ્લિકેટ ફોટા છે. EVM અમને સમીક્ષા માટે આપવા જોઈએ. મતદાર યાદીઓ એક મહિના પહેલા પૂરી પાડવી જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પંચને ચૂંટવા માટેના નિયમો બદલાયા હતા. ચૂંટણી પંચ પર કબજો કરવામાં આવ્યો છે. લોકશાહીનો નાશ કરવા માટે ECનો ઉપયોગ થઈ રહ્યો છે. CECની પસંદગી કરવામાં શાસક પક્ષનો અંતિમ નિર્ણય છે.

હરિયાણાની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે હરિયાણાની ચૂંટણીઓ ચોરી થઈ હતી. તેમણે બ્રાઝિલિયન મોડેલનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બ્રાઝિલિયન મોડેલનું નામ મતદાર યાદીમાં 22 વખત દેખાયું. એક મહિલાનું નામ મતદાર યાદીમાં 200 વખત દેખાયું.

કોંગ્રેસ સાંસદે કહ્યું કે SIR પ્રક્રિયા ભાજપના કહેવા પર કરવામાં આવી હતી. ડુપ્લિકેટ મતદારોના મુદ્દા પર EC પાસે કોઈ જવાબ નથી. રાહુલે કહ્યું કે મત ચોરી એ રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે. રાહુલે કહ્યું કે આપણો દેશ એક કાપડ જેવો છે. તેના બધા દોરા સમાન છે. બધા લોકો સમાન છે.

Enjoy Wealth, Don’t Become Its Slave: Gaurav Mashruwala

 

દારુબંધીને લઈને આનંદીબેન પટેલનું મોટું નિવેદન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, આ દરમ્યાન અમદાવાદમાં તેમના જીવન સંઘર્ષ પર લખાયેલ પુસ્તક ‘ચૂનોતિયા મુઝે પસંદ હૈ’ નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન આનંદી બેન પટેલે ગુજરાતમાં દારુબંધીને લઈને મોટું નિવેદન આપ્યું હતું.

અમદાવાદમાં આનંદીબેન પટેલનાના જીવન સંઘર્ષ પર લખાયેલા ‘ચૂનોતિયા મુઝે પસંદ હૈ’ નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં પુસ્તકમાં બાળપણથી રાજ્યપાલ સુધીનો સફર આવરી લેવાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પુસ્તકનું વિમોચન કરાયું હતું. આનંદીબેન પટેલે પોતાના સંબોધનમાં દારૂબંધી મુદ્દે બોલતા કહ્યું કે, મેં ત્યાં દારૂ છોડાવી દીધો અને અહીં દારૂ બંધી લોકો હટાવી રહ્યા છે લોકોને શુ થઈ રહ્યું છે. ગુજરાતમાં આ રીતે શાંતિ ભંગ ન થવા દેવી જોઈએ.

તેમણે આગળ કહ્યું કે, મેં સાંભળ્યું છે કે, તમે ગુજરાતમાં જે દારૂબંધી છે તેને કાઢવાની વાત કરો છો, મેં તો પેપરમાં વાંચ્યું છે સાચું ખોટું મને ખબર નથી. આપણે ત્યા છોકરીઓ ગુજરાતમાં ચાર-ચાર વાગ્યા સુધી ગરબા ગાઈ શકે છે, તેનું કારણ દારૂબંધી છે. ઉત્તર પ્રદેશમાં આજે પણ કેટલીક જગ્યાઓએ બહેનો બહાર નીકળી શકતી નથી, તેવી સ્થિતિ છે. ભવિષ્યમાં શું પરિણામ આવશે તે વિશે વિચાર કરીને કરવું પડશે.

ગુજરાત જે રીતે દીકરીઓ માટે એક શાંતિમય વાતાવરણ આપે છે. આજે જે પણ ઉચ્ચ હોદ્દાના લોકો કામ કરવા માટે રહ્યા, તેમના પરિવારો ક્યા વસ્યા છે તે તો જુઓ. ક્યા પાછા ગયા, ગુજરાતમાં જ વસ્યા ને. શું કામ ગુજરાતમાં વસ્યા. મહિલાઓને શાંતિ જોઈએ છે, અને એ શાંતિનો ભંગ ન થવો જોઈએ.

સાપુતારા નજીક માર્ગ અકસ્માત, 6 ના મોત

રાજયમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તે વાત નકારી શકાય તેમ નથી. ત્યારે આવી જ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સાપુતારા નજીક વહેલ સવારે ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ખીણમાં ખાબકી હતી અને 6 લોકોના મોત થયા હતા. મૃતક તમામ લોકો કચ્છના પાટીદાર સમાજના હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

સાપુતારા નજીક ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને કાર સીધી ખીણમાં ખાબકી હતી. કાર ખીણમાં ખાબક્તા છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જો કે, આ ઘટનાની જાણ થતાં થતા મહારાષ્ટ્ર પોલીસ, સ્થાનિક બચાવ દળ અને મંદિર પ્રશાસન ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. ખીણ ઊંડી હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી હતી. ટીમોએ મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

 

ગોવામાં નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગ બાદ સરકારની કાર્યવાહી

ગોવામાં નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગ બાદ સરકારે કડક વલણ અપનાવ્યું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના આદેશ બાદ, નાઈટક્લબ પર તોડી પાડવાનું કામ શરૂ થઈ ગયું છે. લુથરા બ્રધર્સના રોમિયો લેન બીચ ક્લબ પર પણ બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાગેટર વિસ્તારમાં રોમિયો લેન રેસ્ટોરન્ટનો એક ભાગ તોડી પાડવામાં આવી રહ્યો છે. તેના માલિકો ગૌરવ લુથરા અને સૌરભ લુથરા છે. આ બંને રોમિયો લેન નજીક બિર્ચના માલિક પણ છે, જ્યાં 7 ડિસેમ્બરે આગ લાગી હતી, જેમાં 25 લોકો માર્યા ગયા હતા.

લુથરા બ્રધર્સ સામે ઇન્ટરપોલ બ્લુ નોટિસ જારી

ગોવા પોલીસે ગોવા નાઈટક્લબના મુખ્ય આરોપી અને માલિકો સૌરભ અને ગૌરવ લુથરા સામે ઇન્ટરપોલ બ્લુ નોટિસ જારી કરવા માટે સીબીઆઈનો સંપર્ક કર્યો છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ દેશ છોડીને ભાગી ગયા છે. ગુનાહિત તપાસના સંદર્ભમાં વ્યક્તિની ઓળખ, સ્થાન અથવા પ્રવૃત્તિઓ વિશે માહિતી એકત્રિત કરવા માટે ઇન્ટરપોલ બ્લુ નોટિસ જારી કરવામાં આવે છે. ચાર્જશીટ દાખલ થયા પછી અને વોન્ટેડ વ્યક્તિ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી થયા પછી જ ભાગેડુ વ્યક્તિને અટકાયતમાં લેવા માટે રેડ નોટિસ જારી કરી શકાય છે.

 

અદાણીની પ્રી-પ્લેસમેન્ટ સાથે વાર્ષિક 50 પેઇડ ઇન્ટર્નશિપની ઘોષણા

ધનબાદ: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના શતાબ્દી સમારોહની ઉજવણીમાં એક મજબૂત સંદેશ આપ્યો. તેમણે કહ્યું હતુ કે ભારતે બાહ્ય પ્રભાવોથી મુક્ત વિકાસ માટે પોતાનો માર્ગ સ્વયં બનાવવો જોઈએ અને સંસાધનોના સાર્વભૌમત્વ અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 

વિદ્યાર્થીઓ, ફેકલ્ટીઝ અને મહાનુભાવોને સંબોધતાં તેમણે એ વાત પર ભાર મૂક્યો કે રાષ્ટ્ર માટે જે શ્રેષ્ઠ હોય તેને ધ્યાનમાં રાખીને જ આપણા નિર્ણયો લેવા જોઈએ. IIT-ISM ધનબાદમાં અદાણી ગ્રુપના ચેરમેને એ વાત પર ભાર મૂક્યો હતો કે કોઈ પણ રાષ્ટ્ર પોતાની માટીની શક્તિમાં નિપુણતા મેળવ્યા વિના નથી ઊભરી શકતું. 21મી સદીમાં સાચી સ્વતંત્રતા કુદરતી સંસાધનો અને ઉર્જા પ્રણાલીઓના નિયંત્રણ પર આધારિત છે.

તેમણે કહ્યું હતું કે બ્રિટિશ શાસન હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ખાણકામ અને ભૂસ્તરશાસ્ત્રમાં યુવાઓને પારંગત બનાવવાના વિઝન સાથે તેની સ્થાપના થઈ હતી. તેમણે આપણાં સંસાધનોમાં નિપુણતા અને આપણા ઉદયને બળ આપતી ઊર્જામાં નિપુણતાને આપણી આર્થિક સ્વતંત્રતાના બે સ્તંભો ગણાવ્યા હતા.

વૈશ્વિક ડેટાને ટાંકી નેરેટિવ કોલોનાઈઝેશન” કરતા દેશો સામે ચેતવણી ઉચ્ચારતાં તેમણે કહ્યું હતું કે અભૂતપૂર્વ ઉત્સર્જન ધરાવતા દેશો ભારત જેવા દેશો માટે વિકાસની પ્રાથમિકતાઓ નક્કી કરવાનો પ્રયાસ કરે છે. ભારતના ટકાઉપણાના પ્રદર્શનને ડાઉનગ્રેડ કરવાના પ્રયાસો વૈશ્વિક ESG ફ્રેમવર્કમાં પૂર્વગ્રહોને પ્રતિબિંબિત કરે છે. પ્રગતિ માટે ભારતે પોતાનાં ધોરણો જાતે નક્કી કરવાની હાકલ કરતાં તેમણે કહ્યું હતું કે જો આપણે આપણા નેરેટિવને નિયંત્રિત નહીં કરીએ તો આપણી આકાંક્ષાઓ ગેરકાયદે થઈ જશે.

ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતાં તેમણે ઉમેર્યું હતું કે આપણો દેશ વિશ્વના સૌથી ઓછા માથાદીઠ ઉત્સર્જકોમાંનો એક છે અને તે નિયત સમય પહેલાં 50 ટકા બિન-અશ્મિભૂત સ્થાપિત ક્ષમતાને વટાવી ગયો છે. તેમણે એવા વૈશ્વિક માળખાને પક્ષપાતી ગણાવી ટીકા કરી જે માથાદીઠ માપદંડો અને ઐતિહાસિક જવાબદારીને અવગણે છે. અદાણીએ ઓસ્ટ્રેલિયામાં કાર્માઇકલ ખાણને ભારતની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવી અને ગુજરાતમાં 30 GW ખાવડા પાર્ક સહિત ગ્રુપના નવીનીકરણીય ઊર્જા રોકાણો પર પ્રકાશ પાડ્યો હતો.

શતાબ્દી ઉજવણી નિમિત્તે તેમણે IIT-ISM માટે બે મહત્વપૂર્ણ પહેલોની જાહેરાત કરી. એક, પ્રી-પ્લેસમેન્ટ ઓફર્સ સાથે વાર્ષિક 50 પેઇડ ઇન્ટર્નશિપ અને બીજી અદાણી 3S માઇનિંગ એક્સેલન્સ સેન્ટર (TEXMiN) જેમાં મેટાવર્સ લેબ્સ, ડ્રોન ફ્લિટ્સ અને ચોકસાઇ ખાણકામ સાધનો જેવી અદ્યતન તક્નિકો સામેલ છે.

નવી પેઢીને પ્રેરણા આપતાં તેમણે વિદ્યાર્થીઓને નિર્ભયતાથી સ્વપ્ન જોવા, અવિરતપણે કાર્ય કરવા અને ભારતની પ્રમુખ ક્ષમતાઓના રક્ષક બની આત્મવિશ્વાસપૂર્ણ અને આત્મનિર્ભર રાષ્ટ્રને આકાર આપવા હાકલ કરી હતી.

અનિલ અંબાણીના પુત્ર પર રૂ. 228 કરોડની છેતરપિંડીનો કેસ

નવી દિલ્હીઃ CBIએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અનિલ અંબાણી વિરુદ્ધ કથિત છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આ કેસ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાને રૂ. 228.06 કરોડનું નુકસાન પહોંચાડવાના આરોપ સાથે સંબંધિત છે. બેંક દ્વારા કરવામાં આવેલી ફરિયાદને આધાર પર આ કાર્યવાહી થઈ છે. આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અણમોલ અંબાણીએ પોતાના જૂથની એક કંપની મારફતે બેંકમાંથી લોન લીધી હતી, પરંતુ બાદમાં લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેને કારણે બેંકને મોટા પાયે નાણાકીય નુકસાન થયું હતું. હવે CBI આ કેસમાં આગળની તપાસ કરી રહી છે, જેમાં ફંડના ઉપયોગ અને નાણાકીય ગેરરીતિઓની તપાસ કરવામાં આવશે.

રૂ. 450 કરોડની ક્રેડિટ સુવિધાનો કેસબેંકની ફરિયાદ મુજબ RHFLએ મુંબઈ સ્થિત બેંકની SCF શાખામાંથી પોતાની વેપારી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે રૂ. 450 કરોડની ક્રેડિટ લિમિટ મેળવી હતી. ક્રેડિટ સુવિધા આપતી વખતે બેંકે RHFL પર અનેક શરતો લગાવી હતી, જેમાં નાણાકીય અનુશાસન જાળવવું, સમયસર હપતા, વ્યાજ તથા અન્ય ચાર્જીસનો ભરપાઈ કરવી અને તમામ વેચાણની આવક બેંક ખાતા મારફતે જ ચલાવવી આવશ્યક હતી.

લોન ચૂકવવામાં ડિફોલ્ટ અને ફંડ ડાયવર્ઝન

કંપની સમયસર લોનના હપતા ચૂકવવામાં નિષ્ફળ ગઈ, જેને કારણે 30 સપ્ટેમ્બર, 2019એ આ ખાતાને NPA (Non-Performing Asset) જાહેર કરવામાં આવ્યું. બેંકની ફરિયાદના આધાર પર 1 એપ્રિલ, 2016થી 30 જૂન, 2019 સુધીના સમયગાળા માટે ગ્રાન્ટ થોર્નટન દ્વારા ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું. તપાસમાં સામે આવ્યું કે ઉધાર લેવાયેલા ફંડનો ખોટા રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફંડનું ડાયવર્ઝન થયું હતું અને રકમનો ઉપયોગ મૂળ વેપારી હેતુને બદલે અન્ય કામોમાં કરવામાં આવ્યો હતો.

છેતરપિંડીનો આરોપ

બેંકે સ્પષ્ટ આરોપ મૂક્યો છે કે આરોપીઓ, જે કંપનીના ભૂતપૂર્વ પ્રમોટર/ડિરેક્ટર હતા, તેમણે એકાઉન્ટમાં છેડછાડ કરીને ફંડનું કૌભાંડપૂર્વક હિસ્સાબુક વિરુદ્ધ અપપ્રોપ્રિએશન કર્યું. બેંક દ્વારા આપવામાં આવેલા નાણાંનો દુરુપયોગ કર્યો અને પૈસાનું સાઇફનિંગ કરીને અન્ય કાર્યોમાં લગાવ્યાં, જેના કારણે બેંકને રૂ. 228 કરોડનું નુકસાન થયું. CBIએ હવે આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે.