વોશિંગ્ટનઃ અમેરિકાએ પોતાના બે સૈનિકોના મોતનો બદલો લેવા માટે સિરિયામાં ‘ઓપરેશન હોકઆઈ’ (Operation Hawkeye) શરૂ કર્યું છે. શુક્રવારે અમેરિકન લડાકુ વિમાનો દ્વારા સિરિયામાં સક્રિય આતંકી સંગઠન ISISના અનેક સ્થાનોઓ પર ભારે હુમલા કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી 13 ડિસેમ્બરે થયેલા તે હુમલાના જવાબમાં કરવામાં આવી છે, જેમાં બે અમેરિકન સૈનિકો અને એકનાં મોત થયાં હતાં.
ઓપરેશન હોકઆઈ શું છે?
અમેરિકન સેનાએ સિરિયા સામે કરવામાં આવેલી આ જવાબી કાર્યવાહીને ‘ઓપરેશન હોકઆઈ’ નામ આપ્યું છે. આ નામ શહીદ થયેલા બે સૈનિકોના વતન રાજ્ય આયોવાના સન્માનમાં રાખવામાં આવ્યું છે, જેને ‘હોકઆઈ સ્ટેટ’ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યાનુસાર આ હુમલાઓમાં ISIS સાથે જોડાયેલાં માળખાં, હથિયારોના સંગ્રહ કેન્દ્રો અને ગુપ્ત સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. તાજેતરમાં હાથ ધરાયેલા 10 અલગ-અલગ અભિયાનો દરમિયાન જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી મળેલી ગુપ્તચર માહિતીને આધારે આ સ્થાનોની ઓળખ કરવામાં આવી હતી.
આ ઓપરેશનમાં અમેરિકા સાથે જોર્ડન જેવા દેશોએ પણ ભાગ લીધો હતો. 13 ડિસેમ્બરના હુમલા બાદ અત્યાર સુધી અમેરિકા અને તેના સહયોગી દળોએ સિરિયામાં કુલ 10 મોટાં ઓપરેશન કર્યાં છે. આ ઓપરેશનોમાં લગભગ 23 આતંકીઓ માર્યા ગયા છે અથવા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સિરિયામાં બચેલા ISISનાં તત્વોને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ બદલો લેવાની જાહેરાત છે
અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે આ કોઈ યુદ્ધની શરૂઆત નથી, પરંતુ બદલો લેવાની જાહેરાત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકા પોતાના લોકોને સુરક્ષિત રાખવા માટે ક્યારેય અચકાતું નથી અને ન તો ક્યારેય પાછળ હટશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકન સૈનિકો પર થનારા કોઈપણ હુમલાને અમેરિકા સહન નહીં કરે અને તેનું પરિણામ પણ એટલું જ ભયંકર હશે.


ઉપયોગિતા મૂલ્ય વિશે વાત કરી છે. જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય એ વસ્તુ સુખ આપી શકે નહીં એ બાબતે એમણે ચર્ચા કરી હતી. એમણે કહ્યું હતું કે ઉપયોગિતા મૂલ્ય અને સુખ એ બન્નેની ભેળસેળ કરવી જોઈએ નહીં.

શબ્દ કેવી રીતે આવ્યો એની વાત બહુ રસપ્રદ છે. સલમાનની ઘરની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ (1998) ના મુખ્ય સંગીતકાર જતિન – લલિત હતા પણ ફિલ્મ માટે ‘ઓઢલી ચુનરિયા’ ગીત જ્યારે સંગીતકાર હિમેશ રેશમિયા અને ગીતકાર સુધાકર શર્માએ તૈયાર કર્યું અને સંભળાવ્યું ત્યારે નિર્દેશક સોહેલ ખાન સહિતનાને બહુ પસંદ આવ્યું અને એમણે કહ્યું કે આ ટીમનું જ બીજું એક ગીત તૈયાર કરો.






જો કે, નેમિષ શાંતિલાલ શાહે પોતાના પાવર, પોતાની પ્રસિદ્ધિ માટે અને પોતાના ઈરાદાઓ પાર પાડવા અહીં સૂર્યકિર્તિ ભગવાનને બિરાજમાન કરવા ઉપર ચેરિટી કમિશનર પાસે જઈને ખોટી રીતે ગેરકાયદેસર સ્ટે લઈ આવ્યા હતા. તેમણે છળ કપટથી, પ્રપંચો કરીને અહીં ઈલેક્ટ્રોનિક્સ ડિજીટલ પ્રોજેક્ટ બનાવવા માટે જીદ કરીને, જબરદસ્તીથી પ્રમુખ હસમુખભાઈ વોરા પાસે ગેરકાયદેસર રીતે આ પ્રોજેક્ટનું નિર્માણ કરવાનું નક્કી કરાવડાવ્યું હતું. જો કે, સમય જતાં સમાજને અને ટ્રસ્ટીઓને ખબર પડી હતી કે, આ ઈલેક્ટ્રોનિક્સ ડિજીટલ પ્રોજેક્ટમાં મોટાં પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, લાઈટોનો ઉપયોગ થવાનો છે અને મોટાં-મોટાં એસી લાગવાના છે. વળી, તેમાં ભારે માત્રામાં પાણીનો પણ ઉપયોગ થવાનો છે. આ વિશાળ પ્રોજેક્ટના કારણે જૈન ધર્મના સિધ્ધાંતો મુજબ છ કાયના જીવોની મોટી હિંસા થાય તેવી ભીતિ છે. જે અમારા પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીની આજ્ઞાની વિરૂધ્ધ છે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટનું નિર્માણ અમારા ટ્રસ્ટના બંધારણના ઉદ્દેશ વિરૂધ્ધ છે અને નીતિ નિયમોનું ઘોર ઉલ્લંઘન છે.


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા હિમાલયન સમર્પણ ધ્યાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત તેમજ ધ્યાનના માર્ગદર્શક તરીકે હિમાલયન સમર્પણ ધ્યાનના પ્રણેતા પરમ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજીની વિશેષ ઉપસ્થિત રહેશે.