નીરજ ચોપરાએJSW સ્પોર્ટ્સથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે પોતાની એથ્લીટમેનેજમેન્ટ કંપની શરૂ કરીને આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. બે વખતનાઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએJSW સ્પોર્ટ્સ સાથેની લગભગ દાયકા જૂની ભાગીદારીનો અંત લાવ્યો છે. તેમણે પોતાની એથ્લીટમેનેજમેન્ટ કંપની, વેલ સ્પોર્ટ્સ શરૂ કરી છે.
નીરજ ચોપરા 2016 થી JSW સ્પોર્ટ્સ સાથે જોડાયેલા હતા, આ સમય દરમિયાન તેમની કારકિર્દી નવી ઊંચાઈએ પહોંચી છે. તેમના નિર્ણય અંગે 27 વર્ષીય ખેલાડીએ કહ્યું, “છેલ્લા દાયકામાં અમારી સફર વૃદ્ધિ, વિશ્વાસ અને સિદ્ધિઓથી ભરેલી રહી છે. JSW સ્પોર્ટ્સે તેમની કારકિર્દીને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, અને તેઓ હંમેશા તેમના સમર્થન અને દ્રષ્ટિકોણ માટે આભારી રહેશે.”
નીરજે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકરણના અંત સાથે તેઓ તે જ મૂલ્યોને તેમની કારકિર્દીના આગામી તબક્કામાં આગળ લઈ જઈ રહ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો પરસ્પર સંમતિથી અલગ થઈ રહ્યા છે. JSW સ્પોર્ટ્સનાCEO દિવ્યાંશુસિંહે કહ્યું, “નીરજ સાથે કામ કરવું અમારા માટે એક અદ્ભુત અનુભવ રહ્યો છે. તેમની સફળતા શ્રેષ્ઠતા અને હેતુના અમારા સહિયારાદ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. અમને અમારી સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે અને તેમના ભવિષ્યના તમામ પ્રયાસોમાં તેમને શુભેચ્છા પાઠવું છું.”
નોંધનીય છે કે નીરજ ચોપરાએ 2021 ટોક્યોઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો પહેલો ઓલિમ્પિકગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ તેણે 2023 વર્લ્ડ એથ્લેટિક્સચેમ્પિયનશિપમાંગોલ્ડ અને 2024 પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વૈશ્વિક મંચ પર તેણે અનેક પોડિયમ ફિનિશ પણ કર્યા છે. નીરજ હવે આ વર્ષની એશિયનગેમ્સ અને આગામી ઓલિમ્પિકગેમ્સ પર નજર રાખી રહ્યા છે.
ગાંધીનગરઃ મધ્ય પ્રદેશના ઇન્દોર બાદ હવે ગુજરાતમાંથી ગંદું પાણી પીવાને કારણે બાળકો બીમાર પડ્યાનો કેસ સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની સપ્લાયને કારણે 100થી વધુ બાળકો બીમાર થયાં છે. જેમાંથી ઘણાં બાળકોને ટાઇફોઇડ થયો છે. સ્થિતિ એટલી બગડી કે સિવિલ હોસ્પિટલમાં બાળકોને દાખલ કરવા માટે નવો વોર્ડ ખોલવો પડ્યો છે.
પરિસ્થિતિ બગડી, એક બાળકીનું મોત
બીમાર બાળકોની સંખ્યા ઝડપથી વધતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધારાનો વોર્ડ શરૂ કરવો પડ્યો છે. હાલમાં 94 દર્દીઓની સારવાર સિવિલ હોસ્પિટલ તેમ જ સેક્ટર-24 અને 29ના અર્બન હેલ્થ સેન્ટર (UHC)માં ચાલી રહી છે. સારવાર બાદ 19 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ મામલામાં ટાઇફોઇડને કારણે એક છ વર્ષની બાળકીનું મોત પણ થયું છે. એ જ પરિવારનો બીજો બાળક સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. પરિવારનાં ચારેય બાળકોની તબિયત ખરાબ હોવાનું જાણવામાં મળ્યું છે.
આરોગ્ય ટીમોની તહેનાત
ગાંધીનગરના સેક્ટર 24, 26, 28 અને આદિવાડા વિસ્તારને સૌથી વધુ પ્રભાવિત માનવામાં આવે છે. અહીં સર્વે અને દેખરેખ માટે 75 આરોગ્ય ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધીમાં 20,800થી વધુ ઘરોમાં સર્વે કરીને આશરે 90,000 લોકોની તપાસ કરવામાં આવી છે. એ સાથે-સાથે પ્રભાવિત વિસ્તારોમાં 24×7 OPD સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે.
દવાઓનું વિતરણ
રોગની અટકાયત માટે પ્રશાસન દ્વારા 30,000 ટાઇફોઇડની ગોળીઓ અને 20,000થી વધુ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાણી ઉકાળીને જ પીવે અને સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્તારમાં નળોમાંથી પાણી નથી આવતું અને મોટર દ્વારા જે પાણી મળે છે તેમાં ભારે દુર્ગંધ આવે છે. લોકોનું માનવું છે કે આ દૂષિત પાણીને કારણે જ રોગ ફેલાયો છે. નગર નિગમે દાવો કર્યો છે કે સોમવાર સુધી 24 કલાક પાણીની સપ્લાય માટે સ્વિચઓવરનું કામ પૂર્ણ કરી લેવામાં આવશે.
નવી દિલ્હીઃ દિલ્હીનાં રમખાણોના આરોપી શરજિલ ઇમામ અને ઉમર ખાલિદની જામીન અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી છે. કોર્ટે માન્યું છે કે બંને આરોપીઓ પર લાગેલા આરોપો માત્ર અલગ જ નથી, પરંતુ ગંભીર પણ છે. જોકે સુપ્રીમ કોર્ટે અન્ય પાંચ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સ્વીકાર્યું હતું કે દિલ્હી રમખાણોના કાવતરામાં શરજિલ ઇમામ અને ઉમર ખાલિદની કથિત ભૂમિકા વધુ રહી છે. તેમ છતાં કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે સાક્ષીઓની તપાસ પૂર્ણ થયા પછી અથવા વધુમાં વધુ એક વર્ષની અંદર, બંને આરોપીઓ ફરીથી નીચલી કોર્ટમાં જામીન માટે અરજી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને એ પણ જણાવ્યું છે કે તે આ આદેશથી પ્રભાવિત થયા વગર પોતાના સ્તરે મામલે વિચાર કરે.
પાંચ આરોપીઓને જામીન
આ જ કેસમાં સુપ્રીમ કોર્ટે અન્ય પાંચ આરોપીઓ — ગુલફિશા ફાતિમા, મીરાન હૈદર, શિફા ઉર રહમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાદાબ અહમદના સતત કારાવાસને જરૂરી ન માન્યો અને તેમની જામીન અરજી મંજૂર કરી.
દિલ્હી પોલીસ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ, જ્યારે આરોપીઓ તરફથી વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ, અભિષેક સિંઘવી, સિદ્ધાર્થ દવે, સલમાન ખુર્શીદ અને સિદ્ધાર્થ લૂથરાની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 10 ડિસેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
શરજિલ-ઉમર પર શું હતા આરોપ?
ઉમર ખાલિદ, શરજિલ ઇમામ અને અન્ય લોકો સામે UAPA અને IPCની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, કારણ કે તેમના પર રમખાણોના મુખ્ય ષડયંત્રકર્તા હોવાનો આરોપ છે. નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને એનઆરસી (NRC)ના વિરોધ પ્રદર્શન દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં ઉત્તર-પૂર્વ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં 53 લોકોનાં મોત થયાં હતાં અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા.
મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતના દરેક રાજ્યોનું પોતાનું રાજ્ય પક્ષી પણ છે? 5 જાન્યુઆરી, રાષ્ટ્રીય પક્ષી દિવસ (National Bird Day) પર, બધા ભારતીય રાજ્યોના રાજ્ય પક્ષીઓની સંપૂર્ણ યાદી અને તેમની વિશેષતાઓ વિશે જાણીએ.
દર વર્ષે 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ (National Bird Day) ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય પક્ષીઓનું સંરક્ષણ, તેમના કુદરતી રહેઠાણોનું રક્ષણ અને જાગૃતિ ફેલાવવાનો છે. દરેક વ્યક્તિ જાણે છે કે ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતના દરેક રાજ્યએ એક ચોક્કસ પક્ષીને તેના કુદરતી અને સાંસ્કૃતિક પ્રતીક તરીકે અપનાવ્યું છે. આ રાજ્ય પક્ષીઓ માત્ર જૈવવિવિધતાને પ્રતિબિંબિત કરતા નથી પરંતુ તે પ્રદેશની ઓળખ અને પર્યાવરણીય સંતુલનનું પણ પ્રતીક છે. રાષ્ટ્રીય પક્ષી દિવસ નિમિત્તે, ભારતના વિવિધ રાજ્યોના રાજ્ય પક્ષીઓ અને તેમની વિશેષતાઓ વિશે જાણીએ.
ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતના રાજ્ય પક્ષીઓ
આંધ્ર પ્રદેશનું રાજ્ય પક્ષી પોપટ છે, જેને હરિયાળી અને જીવંતતાનું પ્રતીક માનવામાં આવે છે.
અરુણાચલ પ્રદેશે હોર્નબિલને અપનાવ્યું છે, જે આદિવાસી સંસ્કૃતિમાં ખૂબ જ આદરણીય છે.
આસામનું સફેદ પાંખવાળું બતક દુર્લભ પક્ષીઓમાંનું એક છે.
બિહારની ચકલીને પસંદ કરવામાં આવી હતી કારણ કે તે રોજિંદા જીવન સાથે સંકળાયેલું પક્ષી છે.
છત્તીસગઢનું પહાડી મૈના માનવ અવાજોની નકલ માટે પ્રખ્યાત છે.
ગોવાનું બુલબુલ રાજ્યની જૈવવિવિધતાને પ્રતિબિંબિત કરે છે.
ગુજરાતનું ગ્રેટર ફ્લેમિંગો ખારા પાણીના તળાવોનું ગૌરવ છે.
હરિયાણાનું કાળું તિતરું ખેતરો અને ગ્રામીણ વાતાવરણ સાથે સંકળાયેલું પક્ષી છે.
હિમાચલ પ્રદેશનું જુજરાના પહાડી વન્યજીવનનું પ્રતીક છે.
પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના રાજ્ય પક્ષીઓ
ઝારખંડનું રાજ્ય પક્ષી, કોયલ, તેના મધુર અવાજ સાથે સંકળાયેલું છે.
મણિપુર અને મિઝોરમ બંનેનું Mrs. Hume’s Pheasant (નોંગિન) એક દુર્લભ અને સુરક્ષિત પક્ષી છે.
મેઘાલયનું Hill Myna (મૈન) ત્યાંના ગાઢ જંગલોનું લક્ષણ છે.
નાગાલેન્ડનું બ્લિથ ટ્રેગોપન તેના રંગબેરંગી પીંછા માટે જાણીતું છે.
ત્રિપુરાનું ગ્રીન ઈમ્પીરીયલ કબૂતર એક શાંત પક્ષી છે જે ઊંચા વૃક્ષોમાં રહે છે.
પશ્ચિમ બંગાળનું સફેદ ગળાવાળું કિંગફિશર (શંખચિલ) પાણીના સ્ત્રોતો પાસે સરળતાથી જોઈ શકાય છે.
સિક્કિમનું બ્લડ તેતર હિમાલય પ્રદેશની જૈવવિવિધતાને પ્રતિબિંબિત કરે છે.
કર્ણાટક, ઓડિશા અને તેલંગાણાનું રાજ્ય પક્ષી ભારતીય રોલર છે, જેને શુભ માનવામાં આવે છે.
કેરળનું ગ્રેટ હોર્નબિલ વરસાદી જંગલોની સમૃદ્ધિનું પ્રતીક છે.
તમિલનાડુનું એમેરાલ્ડ ડવ શાંતિ અને હરિયાળીનો સંદેશ આપે છે.
આંધ્રપ્રદેશનું પોપટ અને કેરળનું હોર્નબિલ દર્શાવે છે કે દક્ષિણ ભારત પક્ષી વિવિધતામાં કેટલું સમૃદ્ધ છે.
બરેલી: સોશિયલ મિડિયા પર થયેલી બોલાચાલી બાદ 16 વર્ષના એક દલિત કિશોરનું કથિત રીતે અપહરણ કરી તેને નિર્વસ્ત્ર બનાવવામાં આવ્યો અને મારપીટ કરવામાં આવી હતી. આ મામલે બે સગીર સહિત ત્રણ લોકોને ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના બરેલીમાં જ રેકોર્ડ કરવામાં આવી હતી. બે અન્ય આરોપીઓ હાલ ફરાર છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ ઘટના 31 ડિસેમ્બરની રાત્રે બની હતી અને મારપીટનો વિડિયો શનિવારે સામે આવ્યો. સર્કલ ઓફિસર (સીઓ) આશુતોષ શિવમે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 137 (અપહરણ), 191 (દંગો), 115(2) (સ્વેચ્છાએ ઇજા પહોંચાડવી), માહિતી ટેક્નોલોજી અધિનિયમની કલમ 67B તેમ જ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓની નારાજગી સોશિયલ મિડિયા પર કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે ઊભી થયેલી હતી. આરોપીઓનો દાવો છે કે પીડિતે તેમનામાંથી એકની બહેન વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે પીડિત જે એક દૈનિક મજૂરના પુત્ર છે અને આરોપીઓ બંને એક જ મહોલ્લામાં રહેતા હતા. યુવકની માતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર તેમનો પુત્ર સાંજે ફરવા નીકળ્યો હતો, ત્યારે આરોપીઓ (નામ ગુપ્ત રાખવામાં આવ્યાં છે) મોટરસાઇકલ પર આવ્યા અને બંદૂકની નોકે તેનું અપહરણ કરીને તેને એક તળાવ પાસેની એકાંત જગ્યાએ લઈ ગયા હતા.
પોલીસની માહિતી મુજબ આરોપીઓએ ચાકુ અને બંદૂકો લહેરાવ્યા, યુવકનાં કપડાં ઉતારી નાખ્યાં અને તેની નિર્મમ રીતે મારપીટ કરી. મારપીટ દરમિયાન તેમણે કથિત રીતે ઘટનાનો વિડિયો પણ બનાવ્યો, જેથી તેને વધુ ડરાવી શકાય અને અપમાનિત કરી શકાય. યુવક કોઈ રીતે બચી ગયો અને ઘરે પહોંચીને તેણે પોતાની આપવીતી પરિવારને કહી. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.
સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.
ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે, જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.
કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.
રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે, લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.
તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.
પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.
મુસાફરી થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.
નવી દિલ્હીઃ જો રશિયન તેલને મુદ્દે ભારત સહકાર નહીં આપે તો અમેરિકા ભારતમાંથી આવતા માલ પર ટેરિફ વધારે એવી શક્યતા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જાહેર ભાષણ દરમિયાન આ વાત કહી હતી. ટ્રંપે ફરી એક વાર સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઈચ્છે છે કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરે. ટ્રંપે આ ચેતવણીને ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વાતચીત સાથે જોડીને કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે તેઓ ખરેખર મને ખુશ કરવા માગતા હતા. વડા પ્રધાન મોદી ખૂબ જ સારા માણસ છે. તેઓ સારી વ્યક્તિ છે. તેમને ખબર હતી કે હું ખુશ નહોતો. મને ખુશ કરવું જરૂરી હતું. તેઓ ટ્રેડ કરે છે અને અમે તેમના પર ખૂબ જ ઝડપથી ટેરિફ વધારી શકીએ છીએ.
ટ્રંપ તરફથી આવેલી આ ટિપ્પણીઓ રશિયા સાથે ભારતના ઊર્જા સંબંધોને લઈને તણાવને ફરી એક વાર વધારી રહી છે. થોડા મહિના પહેલાં ટ્રંપે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરી દેશે, પરંતુ ભારતે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે ટ્રંપ અને મોદી વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી.
રશિયન તેલની ભારે ખરીદી માટે સજા તરીકે અમેરિકા ગયા વર્ષે ભારતીય માલના આયાત પર ટેરિફ બમણા કરીને 50 ટકા કરી દીધા હતા. બંને દેશ હાલમાં એક સંભવિત ટ્રેડ ડીલ પર ચર્ચા કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ નથી.
વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારત ડિસ્કાઉન્ટેડ રશિયન સમુદ્રી કાચા તેલનો સૌથી મોટો ખરીદદાર બની ગયો. જોકે પશ્ચિમી દેશો તેનો વિરોધ કરે છે. તેમણે રશિયાના ઊર્જા ક્ષેત્ર પર પ્રતિબંધો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેલમાંથી મળતી આવક રશિયાના યુદ્ધ પ્રયાસોને નાણાકીય મદદ પૂરી પાડે છે.
સદ્ગુરુ: આ એક ગણતરી, “ધ્યાનથી મને શું મળશે?” એને છોડી દેવી જ જોઇએ. તમારે કંઈપણ મેળવવાની જરૂર નથી. તમારે આનો લાભ લેવાની જરૂર નથી. દરરોજ થોડી મિનિટો બગાડો – થોડો સમય બગાડતા શીખો, બસ. કંઇ થવાની જરૂર નથી. આ તંદુરસ્ત બનવા અથવા પ્રબુદ્ધ બનવા અથવા સ્વર્ગ સુધી પહોંચવા વિશે નથી – આ ફક્ત સમયનો બગાડ છે.
આ દિવસોમાં ઘણી બધી આધુનિક પરિભાષાઓ ચાલે છે, “આજના સત્સંગથી શું મેળવ્યું?” જો તમે ફક્ત મેળવવાની ઝંખના કરો છો, તો તમે ફક્ત નાની વસ્તુ જ લેશો. વાસ્તવિક વસ્તુ તમારી સાથે ક્યારેય આવશે નહીં. જો તમને વાસ્તવિક વસ્તુ જોઈએ છે, તો ફક્ત મેળવવાનો વ્યવસાય બંધ કરો. સરળ રીતે રહો, કંઇ થાય એવું જરૂરી નથી. જો તમે તમારા જીવનની દરેક બાબતમાં આ એક ગણતરી છોડી દો – “હું શું મેળવી શકું?” – તમે ખરેખર અમર્યાદિત અને સંપૂર્ણ કરુણામયી બનશો. બીજો કોઈ રસ્તો નથી. તમારે ફક્ત આ એક સામાન્ય ગણતરી છોડવી પડશે કારણ કે તે તમારા આખા મન અને માનસિક પ્રક્રિયાની ચાવી છે. તે મનમાં થઈ રહેલી બધી પ્રવૃત્તિની ચાવી છે.
તે ફક્ત એટલા માટે કે લોકોમાં માત્ર હોવાની સરળ જાગરૂકતા ન હતી, માટે તે વૈકલ્પિક રીતે સૂચવવામાં આવ્યું હતું કે તમે ફક્ત પ્રેમમાં હોવા જોઈએ. કારણ કે તે એક એવી અવસ્થા છે જ્યાં અમુક હદ સુધી – હું બધી રીતે નહીં કહું – પરંતુ અમુક અંશે તમે કોઈ મેળવ્યા વગર હોઈ શકો. પ્રેમ અથવા કરુણાની ઊંડી ભાવના વિકસાવવા વિશેની બધી વાતો ફક્ત આ તરફ જ છે કે તમે અપેક્ષાને દૂર કરી રહ્યા છો. કોઈના પ્રત્યે તીવ્ર ભાવના ઉત્પન્ન કરીને, “મને શું મળવું જોઈએ?” એને દૂર કરવામાં આવી રહ્યું છે.
જો તમે આ એક ગણતરી તમારા જીવનમાં છોડી દો, તો નેવું ટકા કામ પૂરું થઈ ગયું; બીજા દસ ટકા જાતે જ થશે. તે સાપ-સીડીની રમત જેવું છે. ત્યાં ઘણી સીડી અને ઘણા સાપ છે. ઉપર અને નીચે મુસાફરી થશે, પરંતુ એકવાર તમે છેલ્લા પગથિયે પહોંચો, તે પછી ત્યાં વધુ સાપ નથી. તમારે ફક્ત એક અને એક અને એક મેળવવાનું છે અને તમે ત્યાં છો; તમને ખાઈ જવા માટે વધુ સાપ નથી. આ તેના જેવું જ છે. જો તમે ફક્ત આ એક ગણતરી છોડી દો, તે પછી, વધુ સાપ નહીં. તમે ત્યાં પહોંચો તે માત્ર સમયનો જ પ્રશ્ન છે.
ઓઇલ મુદ્દે સહકાર નહીં અપાય તો ભારત પર ટેરિફ વધારાશેઃ ટ્રંપની ધમકી
નવી દિલ્હીઃ જો રશિયન તેલને મુદ્દે ભારત સહકાર નહીં આપે તો અમેરિકા ભારતમાંથી આવતા માલ પર ટેરિફ વધારે એવી શક્યતા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જાહેર ભાષણ દરમિયાન આ વાત કહી હતી. ટ્રંપે ફરી એક વાર સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઈચ્છે છે કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરે. ટ્રંપે આ ચેતવણીને ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વાતચીત સાથે જોડીને કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે તેઓ ખરેખર મને ખુશ કરવા માગતા હતા. વડા પ્રધાન મોદી ખૂબ જ સારા માણસ છે. તેઓ સારી વ્યક્તિ છે. તેમને ખબર હતી કે હું ખુશ નહોતો. મને ખુશ કરવું જરૂરી હતું. તેઓ ટ્રેડ કરે છે અને અમે તેમના પર ખૂબ જ ઝડપથી ટેરિફ વધારી શકીએ છીએ.
ટ્રંપ તરફથી આવેલી આ ટિપ્પણીઓ રશિયા સાથે ભારતના ઊર્જા સંબંધોને લઈને તણાવને ફરી એક વાર વધારી રહી છે. થોડા મહિના પહેલાં ટ્રંપે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરી દેશે, પરંતુ ભારતે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે ટ્રંપ અને મોદી વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી.
રશિયન તેલની ભારે ખરીદી માટે સજા તરીકે અમેરિકા ગયા વર્ષે ભારતીય માલના આયાત પર ટેરિફ બમણા કરીને 50 ટકા કરી દીધા હતા. બંને દેશ હાલમાં એક સંભવિત ટ્રેડ ડીલ પર ચર્ચા કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ નથી.
વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારત ડિસ્કાઉન્ટેડ રશિયન સમુદ્રી કાચા તેલનો સૌથી મોટો ખરીદદાર બની ગયો. જોકે પશ્ચિમી દેશો તેનો વિરોધ કરે છે. તેમણે રશિયાના ઊર્જા ક્ષેત્ર પર પ્રતિબંધો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેલમાંથી મળતી આવક રશિયાના યુદ્ધ પ્રયાસોને નાણાકીય મદદ પૂરી પાડે છે.