Home Blog Page 3032

કોરાનાના 1133 નવા કેસો, બેનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1133 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે પાંચ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.65 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,46,98,118 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,813 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,60,279 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 662 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 7026એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.79 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,03,831 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.05 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.08 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.9 ટકા છે.

દેશમાં 220.65 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,65,21,180 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 7673 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

માતા લક્ષ્મીજીનું અપમાનઃ તાપસી પર નેટયૂઝર્સ ભડક્યાં

મુંબઈઃ તાપસી પન્નૂ બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રી છે, પરંતુ તેની એક હરકતે ઈન્ટરનેટ યૂઝર્સને ગુસ્સે કરી દીધાં છે. એક ફેશન શોમાં તાપસીએ લાલ રંગનાં બોલ્ડ ડ્રેસની સાથે ગળામાં પહેરેલાં એક હારને કારણે ઘણાં લોકો એની પર ભડકી ગયાં છે. તે હારમાં હિન્દૂધર્મીઓનાં આસ્થાસમા માતા લક્ષ્મીજીનું ચિત્ર પણ હતું.

(તસવીરઃ તાપસી પન્નૂ ઈન્સ્ટાગ્રામ)

ફોટોશૂટ અને ફેશન શો વખતની પોતાની આ તસવીરો અને વિડિયો ખુદ તાપસીએ જ પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યાં છે. કાર્યક્રમ હતો રિલાયન્સ જ્વેલ્સ અક્ષય તૃતિયા કલેક્શન. એમાં તાપસીએ લાલ રંગનો ઉત્તેજક, ડીપ પ્લન્જિંગ નેકલાઈનવાળો ગાઉન પહેર્યો હતો. લોકોને વાંધો આ ડ્રેસ સામે નહીં, પરંતુ એની સાથે તાપસીએ એનાં ગળામાં પહેરેલા એક નેક્લેસ સામે છે, જેમાં માતા લક્ષ્મીજીની એક આકૃતિ હતી.

અનેક નેટયૂઝર્સે તાપસીને વખોડી કાઢતી કમેન્ટ્સ લખી છે. એક જણે લખ્યું છે કે તાપસીએ એનાં રીવીલિંગ ડ્રેસની સાથે લક્ષ્મીમાતાની આ આકૃતિ પહેરવી જોઈતી નહોતી.

એક અન્ય જણે લખ્યું છે, તાપસી તને શરમ આવવી જોઈએ. અત્યંત ઘૃણાસ્પદ. કોઈ પણ ધર્મના પ્રતિકને કેવી રીતે પ્રસ્તુત કરવું જોઈએ એની તને એક સેલિબ્રિટી હોવાને નાતે ખબર હોવી જોઈએ.

એક અન્ય જણે લખ્યું છેઃ આવા અશ્લિલ ફોટોમાં માતા લક્ષ્મીજીનો હાર પહેર્યો છે…. તાપસી તને શરમ આવવી જોઈએ.

6.5ની તીવ્રતાના ભૂકંપે પાકિસ્તાનમાં 9નો ભોગ લીધો

ઈસ્લામાબાદઃ ગઈ મોડી રાતે લગભગ 10.20 વાગ્યે આવેલા 6.5ની તીવ્રતાના ભૂકંપને કારણે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ઓછામાં ઓછા 9 જણના મરણ થયા છે. 100 જેટલા લોકોને પ્રાંતના સ્વાત વેલી વિસ્તારની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં હિન્દૂ કૂશ પ્રાંતમાં, જુર્મ નગરની દક્ષિણ બાજુએ ધરતીથી 40 કિ.મી. ઊંડે હોવાનું માલૂમ પડ્યું હતું. પ્રાંતના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે ભૂકંપને કારણે ઓછામાં ઓછા 19 મકાનને આંશિક રીતે નુકસાન પહોંચ્યું છે.

ભૂકંપનો આંચકો જમ્મુ-કશ્મીર સહિત ઉત્તર ભારતમાં પણ લાગ્યો હતો અને અમદાવાદ, વડોદરામાં પણ લોકોએ એનો અનુભવ કર્યો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં તીવ્ર આંચકો આવતાં લોકો ગભરાટના માર્યા પોતપોતાનાં ઘર-મકાનમાંથી રસ્તા પર દોડી ગયાં હતાં. ઉત્તર ભારતમાં ધરતી બે વાર ધ્રૂજી ઊઠી હતી. લગભગ 10 સેકંડ સુધી જમીનમાંથી ધ્રૂજારી આવતી રહી હતી.

વાહ ભાઈ વાહ! ૨૨ માર્ચ, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! ૨૨ માર્ચ, ૨૦૨૩

૨૨ માર્ચ, ૨૦૨૩

૨૨ માર્ચ, ૨૦૨૩

નોટ આઉટ @ 104 : વ્રજલાલભાઈ મહેતા 

104 વર્ષે શેરબજારના કામમાં સક્રિય અને સાથે-સાથે જૈન ધાર્મિક-ક્રિયાઓ કરવામાં પણ એટલા જ ઉત્સુક એવા વ્રજલાલભાઈ મહેતાની વાત સાંભળીયે તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ અમરેલીમાં, એક ભાઈ, છ બહેનોનું બહોળું કુટુંબ.  બાપુજી મુંબઈ સર્વિસ કરતા (નામુ લખતા), વ્રજલાલભાઈનું  ભણતર ચોથા ધોરણ સુધી પણ ગણતર ઘણું! આઝાદીની લડતમાં ભાગ લીધો હતો, રોજ સવારે પ્રભાત-ફેરીમાં જતા અને રેંટીયો કાંતતા. 19 વર્ષે મુંબઈ નોકરી કરવા ગયા, તેમના મોતીના દાણા જેવા સુંદર અક્ષરમાં છૂટક નામા લખતા, 1939માં 15 રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી હતી! અમરેલી પાછા આવ્યા બાદ નામું લખવાની સાથે ખાંડનો છૂટક ધંધો કરતા.

નિવૃત્તિની પ્રવૃત્તિ :  

સવારે શાંતિથી ઊઠે, પથારીમાં જ નવકાર-વાળી કરે. પછી નવકારસી કરી છાપુ વાંચે અને ટીવી સામે આસન જમાવે. ટીવી ઉપર શેરબજારને લગતું ડિસ્કશન સાંભળી, પોતાની રીતે એનાલિસિસ કરી, અમદાવાદના જાણીતા બ્રોકરને ફોનથી સોદા લખાવે. સોદાનાં બિલ આવે તે ખૂબ ધ્યાનથી અને ચીવટથી તપાસે! યોગ્ય લાગે ત્યારે લીધેલા શેર વેચી નફો બુક કરે. લગભગ 1982થી શેરબજારના કામકાજમાં પ્રવૃત્ત છે. બજાર બંધ થાય પછી ચારેક વાગે ટીવી પર ક્યારેક ધાર્મિક-પ્રોગ્રામ જુએ, સમાચાર જુએ અથવા ટીવી બંધ કરી ધાર્મિક ક્રિયા-કર્મ ઉપર લાગી જાય. લોગસ્સ, કાઉસ્સગ વગેરે ધાર્મિક કાર્યો કરે અને રાત્રે જમીને સમયસર સુઈ જાય.

શોખના વિષયો :  

ખાવા-ખવડાવવાનો બહુ શોખ, નવી-નવી વાનગીઓ બનાવડાવે, મીઠાઈઓ ખાસ! ઘરમાં ધાર્મિક પ્રસંગ કરવવા બહુ ગમે. સાધુ-સાધ્વી પ્રત્યે બહુ અહોભાવ, ઘણા ઉમંગથી તેમને પોતાના ઘેર ઊતારવાનું બહુ ગમે. પ્રવાસનો શોખ ખરો? એ પ્રશ્નના ઉત્તરમાં હસતા હસતા કહે: પ્રવાસનો શોખ ક્યાંથી હોય? પૈસા હોય તો શોખ થાયને!

 

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. બીપી, ડાયાબિટીસ જેવો કોઈ રોગ નથી. કાનની તકલીફ ખરી, જોઈ/વાંચી શકે છે એટલે પાટી પર લખીને કોમ્યુનિકેશન કરી શકે છે. ચાલવામાં થોડી તકલીફ થાય છે એટલે ઘોડીથી જ ચાલે છે. ક્યારેય કસરત,યોગ કે પ્રાણાયામ કર્યાં નથી. થોડાં વર્ષો પહેલાં સુધી શહેરનું બધું કામ તેઓ કરતા અને શાકભાજી પણ લઈ આવતા! તંદુરસ્તીના રહસ્ય માટે તેમના વહુ વર્ષાબહેનનું માનવું છે કે જમીને ડાબા પડખે સુઈ જાય છે અને સૂંઠ વધારે વાપરે છે તે કારણ હોઈ શકે.

યાદગાર પ્રસંગ: 

યાદશક્તિ ઘણી સારી છે! સમેત-શિખરની જાત્રા કરી હતી ત્યારના પ્રસંગો હજુ યાદ છે! દીકરાએ સિદ્ધચક્ર-પૂજન અને 109 પાર્શ્વનાથ-પૂજન કરાવ્યાં હતાં તે અમૂલ્ય પ્રસંગો પણ યાદ છે. દીકરા દવાના વેપારમાં છે, એટલે 94 વર્ષની ઉંમર સુધી વ્રજલાલભાઈ ચોપડા લખતા તે પણ હરખભેર યાદ કરે છે! એકવાર અમરેલીના મહારાજ-સાહેબ ઘરે આવ્યા હતા તો તેમણે અમરેલીની અને આસપાસના સ્થળોની બધી જ યાદ તાજી કરાવી દીધી હતી!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજી ઘણી ઓછી વાપરે, પણ પોતાની જરૂરિયાત જેટલું તો કરી જ લે! જાતે ટીવી ચાલુ કરી પોતાને જરૂરી શેર-બજારની ચેનલ ઉપર પહોંચી શકે, જાતે ફોન કરી શેર-બ્રોકર સાથે  ભાવની ઊતર-ચઢ કન્ફર્મ કરી લે-વેચ કરી શકે અને પોતાના શેરબજારના કામકાજનો હિસાબ જાતે રાખી શકે! બધાં વાતોમાં હોય કે મોબાઈલમાં, તેમને બહુ ફરક પડે નહીં. પોતાની મરજી! જાતે પૈસા કમાય અને ખર્ચે એમાં શું બોલવાનું? પણ આવક પ્રમાણે જ ખર્ચો કરવો જોઈએ એવું ચોક્કસ માને.

 શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

બહુ ફેર થઈ ગયો છે! સમયકાળ જ બદલાઈ ગયો છે! સમય-પલટો થઈ ગયો છે! ભાવ 100 ગણા વધી ગયા છે! સીંગતેલ એક રૂપિયામાં 20 કિલો મળતું, ₹50નું તોલો સોનુ લીધેલું! અત્યારે મોંઘવારી ઘણી વધી ગઈ છે. સામાન્ય માણસો મૂંઝાય છે કે જીવવું કેમ?

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ચાર પુત્રો, નવ પૌત્ર-પૌત્રીઓ અને 17 ભાણી-ભાણીયાથી ભર્યું-ભર્યું કુટુંબ છે, ચાર પેઢી જોઈ છે. બધાં સાથે સરસ સંપર્કમાં છે. પાડોશીઓનાં બાળકોને પણ બહુ સરસ રીતે રાખે છે. પુત્રના ઘરમાં આરએસએસના યુવાનો આવે તો તેમની સાથે પણ હળે-મળે અને દેશની તથા સમાજની પૂછપરછ કરે!

સંદેશો : 

જૈન-ધર્મ મળવો મુશ્કેલ છે માટે ધર્મ-ધ્યાન કરવું. સારી વર્તણુંક રાખવી. દુખિયારા માણસોને મદદ કરવી. જરૂર હોય તેને દવાના અને ભણવાના પૈસા આપવા. દિલમાં દયા રાખવી. અબોલ પ્રાણીઓનું રક્ષણ કરવું. નીતિ-દયા-ધર્મ ક્યારેય છોડવાં નહીં.

રાશિ ભવિષ્ય 22/03/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 22/03/2023

ગુજરાતમાં આજે કોરોનાના 176 કેસ નોંધાયા, 1નું મોત

ગુજરાતમાં બે દિવસની રાહત બાદ કોરોના ફરી વકર્યો છે. આજે કોરોનાના રાજ્યમાં વધુ 176 કેસ સામે આવ્યા છે. જ્યારે કે ભરૂચમાં એક મોત નીપજ્યું છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 90 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, હોળી – ધુળેટીના તહેવારો બાદ રોગચાળાનું પ્રમાણ વધતું હતું તેમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે વધી રહ્યું છે ત્યારે લોકોએ હવે સાવચેતીના ભાગરૂપે સતર્ક રહેવું પડશે નહીંતર બીજા વેવ જેવી પરિસ્થિતિ ઉદભવે તો નવાઈ નહીં.

ક્યાં શહેર – જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની યાદી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોપોરેશન 89 અમદાવાદ 1 અમરેલી 3 ભરૂચ 1 ભાવનગર કોપોરેશન 2 દાહોદ 1 દેવભૂમિ દ્વારકા 1 ગાાંધીનગર 4 ગાાંધીનગર કોપોરેશન 2 જામનગર કોપોરેશન 2 જુનાગઢ કોપોરેશન 1 ખેડા 2 મહેસાણા 16 નવસારી 3 પાટણ 1 પોરબંદર 3 રાજકોટ 4 રાજકોટ કોપોરેશન 15 સુરત 3 સુરત કોપોરેશન 15 સુરેન્દ્રનગર 1 વડોદરા કોપોરેશન 6 કેસ નોંધાયો છે.

એક્ટીવ કેસનો આંક 916, 3 દર્દી વેન્ટિલેટર ઉપર

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 176 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 90 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 69 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 916 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં ચાર દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે.

 

દિલ્હી NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા

દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ  ભૂકંપના આંચકા રાત્રે 10.17 કલાકે અનુભવાયા હતા.આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 45 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.