Home Blog Page 3017

ભારત ChatGPTનું પોતાનું વર્ઝન લોન્ચ કરશે

ભારત ChatGPTનું પોતાનું વર્ઝન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની ટિપ્પણી બાદ આ અટકળો લગાવવામાં આવી રહી છે. તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત પાસે ChatGPTનું પોતાનું વર્ઝન હશે? આના જવાબમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું, ‘થોડા અઠવાડિયા રાહ જુઓ. મોટી જાહેરાત કરવામાં આવશે. અશ્વિની વૈષ્ણવે સોમવારે તાજ પેલેસ હોટેલમાં ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં બોલતા આ વાત કહી. તેમણે કહ્યું કે આજે વિશ્વમાં ભારતની ઓળખ ટેકનોલોજીની દ્રષ્ટિએ એક સમૃદ્ધ દેશ તરીકે થાય છે. તેમણે કહ્યું, ‘એક સમય હતો જ્યારે ભારત માત્ર ટેકનોલોજીનો ઉપભોક્તા હતો. પરંતુ આજે એવો સમય આવી ગયો છે જ્યારે વિશ્વના મોટા ટેક ડેવલપર્સ ઈચ્છે છે કે કોઈ ભારતીય સ્ટાર્ટઅપ અથવા બિઝનેસમેન તેમની સાથે ભાગીદારીમાં કામ કરે.

ભારતમાં ઝડપથી વધી રહેલા સ્ટાર્ટઅપ સેક્ટરના સમુદાય અંગે તેમણે કહ્યું કે આપણે આમાં રાજદ્વારીઓને પણ લેવા જોઈએ, જેઓ સમગ્ર વિશ્વમાં આપણી ક્ષમતા વિશે જણાવે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ સિલિકોન વેલી બેંકના ડૂબવાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ સંકટ સમયે પણ અમે ભારતીય સ્ટાર્ટઅપ્સને બચાવ્યા. વૈષ્ણવે કહ્યું કે સિલિકોન વેલી બેંકની કટોકટીમાં અમે ભારતીય સ્ટાર્ટઅપ્સને સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ ભારતીય બેંકોમાં તેમની થાપણો જમા કરાવવા માટે ગમે તે કરી શકે છે. પ્રક્રિયા સરળ રીતે ચાલી અને ભારતના કોઈપણ સ્ટાર્ટઅપને તેની અસર થઈ ન હતી. તેમણે કહ્યું કે અમે હવે 6G ટેલિકોમ સર્વિસ પર કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે 4G અને 5Gના સંદર્ભમાં વિશ્વ સાથે સ્પર્ધા કરી છે. હવે આપણે 6G ટેક્નોલોજી દ્વારા નેતૃત્વની ભૂમિકામાં જોવા મળશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમને 6G ટેલિકોમ ટેક્નોલોજી માટે 127 પેટન્ટ મળી ચૂક્યા છે.

આકાંક્ષા દુબેના મૃત્યુ કેસમાં ભોજપુરી ગાયક સમર સિંહ સહિત બે વિરૂદ્ધ નોંધાયો કેસ

ભોજપુરી ફિલ્મ અભિનેત્રી આકાંક્ષા દુબેના મોત કેસમાં નવો વળાંક આવ્યો છે. એપિસોડમાં, સારનાથ પોલીસ સ્ટેશનની પોલીસે ભોજપુરી ગાયક સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવા સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. મુંબઈથી વારાણસી પહોંચેલી આકાંક્ષાની માતાની ફરિયાદ પર પોલીસે આ કાર્યવાહી કરી છે. આકાંક્ષાની માતા મધુએ કહ્યું કે મારી દીકરી ખૂબ જ હિંમતવાન હતી. તે આત્મહત્યા કરી શકે નહીં. તેણે પોલીસ-પ્રશાસનને ન્યાય માટે અપીલ કરી હતી. આકાંક્ષા દુબેની માતા અને ભાઈ સોમવારે સવારે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પિતા છોટે લાલ દુબે હજુ ટ્રેનમાં છે. મધુએ જણાવ્યું કે તેણે શનિવારે સાંજે સાત વાગ્યે આકાંક્ષા સાથે મોબાઈલ પર વાત કરી હતી. ત્યારે તે ખુશ હતો. કોઈ સમસ્યાનો ઉલ્લેખ કર્યો નથી. મેં રાત્રે 12 વાગ્યે ફોન કર્યો તો તેણે ફોન ઉપાડ્યો નહીં. કોઈ પાર્ટીમાં જવાની વાત પણ નથી કહી.

સમર સિંહ આકાંક્ષાને અવારનવાર મારતો હતો

આરોપ છે કે આઝમગઢનો રહેવાસી ભોજપુરી સિંગર સમર સિંહ આકાંક્ષાને ખૂબ ટોર્ચર કરતો હતો. તેણે કહ્યું કે સમર સિંહ ઇચ્છે છે કે આકાંક્ષા માત્ર તેની સાથે જ કામ કરે અને અન્ય કોઈની સાથે નહીં. સાથે કામ કરવા માટે પૈસા આપ્યા નથી. તે બીજાની ફિલ્મ કે ગીતમાં કામ કરવા બદલ માર મારતો હતો. ઘણી વખત જ્યારે આકાંક્ષાએ તેની પાસે પૈસા માંગ્યા તો તેણે તેની સાથે મારપીટ પણ કરી.

આકાંક્ષાએ તેને રડતાં રડતાં બધું કહી દીધું. 21 માર્ચે આકાંક્ષા બસ્તીમાં શૂટિંગ કરી રહી હતી. ત્યારબાદ ભોજપુરી સિંગર સમરના ભાઈ સંજય સિંહનો મોબાઈલ પર ફોન આવ્યો. તે ફોન પર ધમકી આપતો હતો કે તને મારી નાખીશ. આકાંક્ષાની સહાયક રેખાએ પણ જણાવ્યું કે મેડમ સેટ પર જોરથી બોલતા હતા. આરોપી ભોજપુરી ગાયક સમર સિંહ રવિવારથી ગુમ છે. એડિશનલ પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહે કહ્યું કે યુવતીએ આત્મહત્યા કરી છે, તે સ્પષ્ટ છે. આપઘાતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ ડોક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવશે. યુવતીની માતાની ફરિયાદ પર સમર સિંહ અને સંજય સિંહ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ચર્ચા વિચારણા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સમર સિંહે એક ઈમોશનલ પોસ્ટ કરી હતી

આકાંક્ષા દુબેના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ ભોજુપ્રી સિંગર અને એક્ટર સમર સિંહે એક ઈમોશનલ પોસ્ટ કરી હતી. આમાં, તેણે બે રડતા ઇમોજી પોસ્ટ કર્યા અને લખ્યું – નિશબ્દ. રીપ. હેશટેગની સાથે અભિનેત્રીનું નામ પણ લખવામાં આવ્યું હતું.

ચૈત્ર મહિનો: લીમડાના પાન ફૂલ મંજરીનો ધમધમતો વેપાર

અમદાવાદ: ચૈત્ર મહિનાની શરૂઆત થતાં જ શહેરના માર્ગો પર લીમડાનો મોર એટલે કે એની ફૂલમંજરીનું વેચાણ ઠેર ઠેર થતું જોવા મળે છે.

ઉત્સવો, તહેવારોમાં ચીજવસ્તુઓ વેચતા લોકો હવે ઋતુને માફક આવતી ઔષધિઓનું પણ વેચાણ કરવા માંડ્યા છે.

કુદરતી રીતે આંબળા, લીમડા, કુંવારપાઠુ જેવી અનેક ઔષધિ સ્વરૂપે આપણી આસપાસ ઉગતી વસ્તુઓ પહેલાં લોકો જાતે એકઠી કરી ઉપયોગમાં લેતા હતા. હવે આયુર્વેદિક સ્ટોર, આયુર્વેદાચાર્યો અને જાણકારી ધરાવતા લોકો જુદા જુદા સ્વરૂપે ‘પેકિંગ’ કરીને વેચી રહ્યા છે.

માર્ગો પર જ મોસમી વેપાર કરતાં લોકો પણ માર્કેટમાં અને લોકોની જરૂરિયાતોને જાણી ગયા છે. શહેર, ગામડાની આસપાસમાં થતાં લીમડાના પાન, ડાળીઓ અને ફૂલ-માંજરો-મોર તોડી એનો વેપાર કરવા માંડ્યા છે.

આયુર્વેદ પધ્ધતિ મુજબ લીમડાના પાન, છાલ અને ફૂલ માંજરો શરીરમાં થતી જુદી જુદી વ્યાધિઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

સલમાનને ધમકી આપનાર 3-એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ઈમેલના માધ્યમથી જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ ધાકડ રામને સ્થાનિક અદાલતે 3 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે જેથી આ કેસમાં પોલીસ યોગ્ય રીતે તપાસ હાથ ધરી શકે.

આરોપી રાજસ્થાનના જોધપુર જિલ્લાના લુની ગામનો રહેવાસી છે. મુંબઈના બાન્દ્રા પોલીસ સ્ટેશન અને લુની નગરના પોલીસ મથકના જવાનોએ ગઈ કાલે સાથે મળીને ઓપરેશન હાથ ધરીને ધાકડની ધરપકડ કરી હતી. બાદમાં મુંબઈ પોલીસ ધાકડનો કબજો લઈ એને મુંબઈ લાવી હતી.

સલમાન ખાનને વારંવાર મળતી ધમકીઓને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારના આદેશને પગલે મુંબઈ પોલીસે એક્ટરને વાઈ-પ્લસ કેટેગરીનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે.

નીતિન ગડકરીએ આપ્યો રાજકારણમાંથી નિવૃત્તિનો સંકેત

મુંબઈઃ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ રાજકારણમાંથી નિવૃત્ત થવાનો ફરી સંકેત આપ્યો છે. તેઓ આવો સંકેત અગાઉ પણ આપી ચૂક્યા છે. એમને હવે સમાજકારણ કરવામાં રસ છે.

એક પુરસ્કાર વિતરણ સમારોહમાં ગડકરીએ કહ્યુ ંકે, મેં લોકોને ઘણી વાર કહ્યું કે હું ચૂંટાઈ તો આવી ગયો. હવે ઘણું થયું. જો તમને મારું કામ પસંદ હોય તો મહેરબાની કરીને વોટ આપજો, જો પસંદ ન પડ્યું હોય તો વોટ નહીં આપતાં. હું તમને વધારે પડતા મસ્કા મારવાનો નથી. મારી રુચિ સામાજિક કાર્યોમાં છે. એટલે એ કામ પર વધારે સમય આપવા માગું છું.

એ.એમ. નાઈકને નીતિન ગડકરીના હસ્તે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત

મુંબઈ: પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત, અગ્રણી ભારતીય પરોપકારી અને એલએન્ડટી ગ્રુપના ચેરમેન એ.એમ. નાઈકને ચોથી મિન્ટ ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ સમિટ એન્ડ એવોર્ડ્સ 2023માં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. એસ.એન. સુબ્રહ્મણ્યન, સીઇઓ અને એમડી, એલએન્ડટીએ એ.એમ. નાઈક વતી એવોર્ડ સ્વીકાર્યો હતો.

તેમના વર્ચ્યુઅલ અભિવાદન ભાષણમાં, ભારત સરકારના માનનીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ નાઈકની પ્રદર્શિત નેતૃત્વ ક્ષમતાઓ અને ભારતમાં અને વૈશ્વિક સ્તરે વેપારી સમુદાય અને સમાજમાં વ્યાપક યોગદાનની પ્રશંસા કરી હતી.

આ બહુમાન પ્રાપ્ત કરવા અંગે એ.એમ. નાઈકે જણાવ્યું હતું કે, “હું આ બહુમાનથી  વિનમ્રતાની લાગણી વ્યક્ત કરું છું, અને આ પુરસ્કાર માટે મને ધ્યાનમાં લેવા બદલ મિન્ટ જ્યુરીનો આભાર માનું છું. મારા માટે સન્માનની વાત છે કે એલએન્ડટીના અધ્યક્ષ તરીકે રાષ્ટ્ર નિર્માણમાં મારા યોગદાન અને આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં ભારતના નાગરિકો પ્રત્યેના મારા પરોપકારી યોગદાનને સ્વીકૃતિ અને માન્યતા મળી છે. આ પુરસ્કાર પ્રાપ્ત કરવાથી મને રાષ્ટ્રનિર્માણ અને પરોપકાર માટેના મારા પ્રયત્નો વધુ જોરશોરથી ચાલુ રાખવાની પ્રેરણા મળે છે. તે મને યાદ કરાવે છે કે આ વિશ્વને વધુ સારું સ્થાન બનાવવા માટે યોગદાન આપવાની જવાબદારી આપણા બધાની છે અને હું મારી ભૂમિકા ભજવવા માટે પ્રતિબદ્ધ છું.”

આ પ્રતિષ્ઠિત સન્માન એ.એમ. નાઈકની કંપની પ્રત્યેની મહેનત અને સમર્પણનું પ્રમાણ છે. આ પુરસ્કાર તેમની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને માન્યતા આપે છે અને તેઓ જે ટીમ, સંસ્થા તથા સમુદાયમાં મૂલ્યો લાવે છે તે પ્રદર્શિત કરે છે.

એ.એમ. નાઈકના મજબૂત નેતૃત્વએ કંપનીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ મોટા પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે સક્ષમ બનાવી અને તમામ હિસ્સેદારો માટે મૂલ્યમાં વૃદ્ધિ કરી. તેમના નિર્દેશન હેઠળ એલએન્ડટીએ અસાધારણ વ્યાપાર સફળતા અને સેક્ટર-વ્યાપી આવક વૃદ્ધિ જોઈ અને તેમના ક્યારેય ન સમાપ્ત થતા પ્રયત્નો અને સમર્પણ વૈશ્વિક સ્તરે કંપનીના ઉન્નતિ માટે નિર્ણાયક રહ્યા છે.

એ.એમ. નાઈક એક અસાધારણ વ્યક્તિ છે જેમના સકારાત્મક પ્રભાવે અનેક જીવન પર અસર છોડી છે. તેમણે લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જે દેશભરમાં અનેક સ્થળોએ કૌશલ્ય પ્રશિક્ષણ સહિત સમુદાય વિકાસ પહેલના વિશાળ પરિપ્રેક્ષ્યમાં રોકાયેલ છે. તેમણે ભારતના વડા પ્રધાન દ્વારા નિમણૂંક પર નવેમ્બર 2018 થી એપ્રિલ 2022 સુધી રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમના અધ્યક્ષ તરીકે સેવા આપી છે.

તેમની વ્યક્તિગત ક્ષમતામાં, એ.એમ. નાઈક સમુદાય માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે. તેમણે તેમની 75% સંપત્તિ આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં સામાજિક કારણો માટે ખર્ચવાનું વચન આપ્યું છે.

મુંબઈ હાઈકોર્ટ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગવર્નર કોશ્યારીની તરફેણમાં

મુંબઈઃ છત્રપતિ શિવાજી મહારાજ તથા અન્ય મહાપુરુષો અંગે ટિપ્પણી કરવા બદલ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને ભાજપના સંસદસભ્ય સુધાંશુ ત્રિવેદી સામે પગલું ભરવાની દાદ ચાહતી પીટિશનોને મુંબઈ હાઈકોર્ટે ફગાવી દીધી છે અને એમ કહ્યું છે કે બંને નેતાઓની ટિપ્પણી કોઈ ફોજદારી કાયદા અનુસાર ગુનો બનતી નથી.

ઉલ્લેખનીય છે કે, કોશ્યારીએ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજને જૂના જમાનાના મહાપુરુષ કહ્યા હતા જ્યારે ત્રિવેદીએ એક કાર્યક્રમમાં એમ કહ્યું હતું કે શિવાજી મહારાજે મુગલ બાદશાહ ઔરંગઝેબની માફી માગી હતી. એ ટિપ્પણીઓ મહાપુરુષો વિશે શ્રોતાગણને સમજાવવાનો ઉદ્દેશ્ય સાથે નેતા-વક્તાઓની ધારણા અને અભિપ્રાયને દર્શાવે છે. એમનો ઈરાદો સમાજને વધુ સારી રીતે બોધ આપવાનો હતો.

નવી મુંબઈના પનવેલ શહેરના રહેવાસી અને અનુસૂચિત જાતિ સમાજના સભ્ય રામ કટારનાવરેએ કોશ્યારી અને ત્રિવેદી સામે પગલું ભરવાની માગણી સાથે હાઈકોર્ટમાં પીટિશન નોંધાવી હતી.

લેડીઝલોગ, કાલ પર કન્ટ્રોલ મેળવવો છે?

તો ‘હાઉ ટુ મેક મની’ સાથે ‘હાઉ ટુ મેનેજ મની’ની કળા પણ શીખી લો

આત્મનિર્ભર બનવું એટલે માત્ર કમાવું જ નહીં, યોગ્ય નાણાકીય આયોજન પણ એટલું જ જરૂરી.

મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. મની મેનેજમેન્ટની વાતમાં પણ આજે સિનેરિયો સતત બદલાઈ રહયો છે. પહેલાં નાણાકીય નિર્ણયો પુરુષો લેતાં. આજે સ્ત્રીઓ પૈસા કમાઈ લે છે, પણ હજુ એને મેનેજ કરતી વખતે લેવાતાં નિર્ણયો માટે એને દ્વિઘા થયા કરતી હોય છે. કારણકે સ્ત્રીઓને નાનપણથી એવું જ કહેવામાં આવ્યું હોય છે કે ધીસ ઇઝ નોટ યોર કપ ઓફ ટી. આ માઇન્ડ સેટને બ્રેક કરવાની જરૂર છે. છેલ્લા સત્તર વર્ષથી ફાઇનાન્સિયલ પ્લાનર તરીકે કાર્યરત ફોરમ શાહ કહે છે, ‘મહિનાના ઘરખર્ચના પૈસામાંથી બચત કરવાની સ્ત્રીઓમાં જન્મજાત આવડત હોય છે. અને વર્કિંગ વુમનના કેસમાં પણ એ એટલું જ સાચું છે. બેસિકલી મહિલાઓ સેવિંગ ઓરિએન્ટેડ હોય છે અને આ જ ફાઇનાન્સિયલ પ્લાનિંગનો બેઝ છે.’

ફોરમ શાહ

સ્ત્રી એટલે ઘરની ચીફ ઇનવેસ્ટમેન્ટ ઓફિસર(CIO). તમે ચાહો એટલી બચત અને રોકાણ તમે કરી શકો છો. છેલ્લા દસ વર્ષથી સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર તરીકે સક્રિય ચાર્મી શાહ કહે છે, ‘તમે હાઉસ વાઇફ છો તો તમારે રોજેરોજની બચત કરવાની. એક બોકસમાં તમારી જે-તે દિવસની બચત ઉમેરતાં જાવ. મહિનો શરૂ થયો એટલે પહેલે દિવસે તમે જો એક રૂપિયો મૂકો તો બીજી તારીખે બે રૂપિયા અને એ જ રીતે આગળ વધતા એકવીસ તારીખે એકવીસ રૂપિયા અને ત્રીસ તારીખે ત્રીસ રૂપિયા એ બોકસમાં મૂકાવા જ જોઈએ. એ ઉપરાંત ખરીદી કરતી વખતે તમે બાર્ગેન કરેલી રકમ પણ એ બોકસમાં ઊમેરી દો. આ થઈ તમારી બચત.’

તો વર્કિંગ વુમન માટે 50:30:20નો સિક્રેટ ફોર્મ્યુલા એકદમ પરફેક્ટ છે. ચાર્મી કહે છે, ‘ધારો કે, તમે સો રૂપિયા કમાઓ છો તો એમાંથી તમારા ખાવાપીવા, ઇન્સોયરન્સ કે લોનના હપ્તા જેવા કમ્પલસરી ખર્ચા માટે તમે 50 રૂપિયા વાપરો છો. એનિવર્સરી પાર્ટી, ફરવા જવું કે શોપિંગ એટલે કે  લાઇફસ્ટાઇલ એક્સપેન્સિસ માટે 30 રૂપિયા અને બેલેન્સ રહેલા 20 રૂપિયા તમારી બચત થઈ. જેનું તમે યોગ્ય વળતર મળે એ રીતે રોકાણ કરો છો.’

રોકાણની રણનીતિ સમજવા બે વસ્તુનો તફાવત બરાબર સમજી લેવો જરૂરી છે. એક છેઃ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો ડિફરન્સ અને બીજો છેઃ ફાઇનાન્સિયલ લિટરસી અને ફાઇનાન્સિયલ પ્લાનિંગ.

માનો કે, વર્કિંગ વુમનના બેન્કમાં અને હાઉસવાઇફની બરણીમાં દસ હજાર રૂપિયા બચ્યા છે. પણ એ દસ હજારની કિંમત વરસ પછી શું? ચાર્મી કહે છે, ‘બરણીમાંની રકમ વરસ પછી ઇન્ફ્લેશન (મોંઘવારી)ને હિસાબે 9800 જ ગણાશે. અને અહીં જ રોકાણની રણનીતિ કામ કરી જાય છે. આ બચતને તમે એવી રીતે રોકો કે જે ભવિષ્યમાં એ મોંઘવારીને ટપાવી શકે.’

ચાર્મી શાહ

મહેમાનો આવે ત્યારે ઘરની સ્ત્રીઓ મહેમાન નવાઝીમાં ક્યાંય ઊણી નથી ઉતરતી. પણ હસબન્ડે કે પિતાએ પોતાના માટે અને પરિવાર માટે શું કર્યું છે એ વિશેની લિટરસીનું શું? ચાર્મી કહે છે, ‘ઇન્સ્યોરન્સ, ઇન્વેસ્ટમેન્ટ કે ટેક્સ ફાઇલિંગ બાબતની કોઈ પણ વાતનું ડિસકશન થતું હોય ત્યારે તમને કોઈ ઇનવાઇટ કરે કે ન કરે તમારે ત્યાં જઈને બેસવું જરૂરી જ છે. દાખલા તરીકે, તમારા હસબન્ડે મેડિકલ, લાઇફ કે ટર્મ ઇન્સ્યોરન્સ લીધો હોય તો એ વિશેની માહિતી સહિત એ એજન્ટના ફોન નંબર તમારા મોબાઇલમાં સેવ થયેલા હોવા જોઈએ. અનફોર્ચ્યુનેટલી, પરિવારના પુરુષને કંઈક થાય કે હોસ્પિટલમાં દાખલ કરે ત્યારે લેડિઝને ખબર જ નથી હોતી કે શું કરવું? ઇમરજન્સી કે ડેથ વખતે પહેલો ફોન ડોક્ટરને તો બીજો ફોન ઇન્સ્યોરન્સ એજન્ટને કરવો જરૂરી છે. આ જ રીતે લગ્ન પછી ફાઇનાન્સ હેન્ડલ કરવા વિશે પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે છે. સૌથી પહેલાં તમારે મેરેજ સર્ટિફિકેટ રજિસ્ટર કરાવવાનું રહે છે. ત્યાર બાદ પેન કાર્ડ, આધાર કાર્ડમાં નામ ચેન્જ અને પછી બેંક અકાઉન્ટ ઓપન કર્યા બાદ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરો.’

તમારો પૈસો તમારા જ લાભ માટે કામ કરે તો એનાથી રૂડું બીજું શું?

હવે બીજો પાર્ટ છે ફાઇનાન્સિયલ પ્લાનિંગ. દીકરા-દીકરીનાં ઉચ્ચ શિક્ષણ, લગ્ન કે ઘર લેવું જેવી નીડ(જરૂરીયાત) અને ડ્રીમ (સપનું) પ્રત્યેક પરિવાર ધરાવે છે. આવે વખતે તમારી લિમિટેડ કે પર્ટિક્યુલર ઇન્કમમાંથી પૈસો ભેગો કરીને ઉત્તમ વળતર મેળવીને તમારાં ભવિષ્ય માટેનું પ્લાનિંગ એટલે ફાઇનાન્સિયલ પ્લાનિંગ.

ઇક્વીટી, ડેડ ફન્ડ્સ, ગોલ્ડ, સિલ્વર, મ્યુચ્યઅલ ફન્ડ, ઇન્સ્યોરન્સ જેવા માર્કેટમાં અનેક ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ હોય છે. ફાઇનાન્સિયલ પ્લાનરને માર્કેટની આ ગતિવિધિની જાણ હોય છે. જે રીતે ડોક્ટર, સીએ, લોયર જેવા પ્રોફેશનલ પાસે આપણે જઈએ છીએ એ જ રીતે બેસ્ટ ઇનવેસ્ટમેન્ટ માટે ફાઇનાન્સિયલ પ્લાનરની મદદ લઈ શકાય છે.

તમારી નીડ અને ડ્રીમ્સ તેમ જ તમારા રિસ્ક એપિટાઇટ પ્રમાણે જે-તે પ્રોડક્ટમાં રોકાણ કરાવીને ફાઇનાન્સિયલ પ્લાનર મેક્સિમમ રિટર્ન મેળવી આપે છે.

ચાર્મી કહે છે, ‘તમારી પાસે પૈસો છે, પણ પરિવાર સાથે સમય ગાળવાનો ટાઇમ નથી. અથવા તમારી પાસે પરિવાર છે, પણ પૈસો નથી. તો આ બંને વચ્ચેની પાતળી ભેદરેખાને સમજો. તમારો પૈસો એવી રીતે ઇનવેસ્ટ કરો કે તમે એને ફેમિલી સાથે સ્પેન્ડ કરી શકો. ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડાયનેમિક છે. રોજ નવા રુલ્સ અને નોર્મ્સ આવતા રહેવાને લીધે એક્ટિવ અને એલર્ટ રહેવું પડે. પ્લાન તો બધા ફાઇનાન્સિયલ પ્લાનર કરી આપતા હોય છે, પણ એમાં યુનિકનેસ હોવી જરૂરી છે. અલગ-અલગ ફાઇનાન્સિયલ પ્રોડક્ટનો અભ્યાસ કરીને તમારી અત્યારની પરિસ્થિતિ અને ભવિષ્યની આર્થિક જરૂરિયાત, તમારા ગોલ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી સમજીને તમારો પોર્ટફોલિયો પ્લાન કરવો એ ફાઇનાન્સિયલ પ્લાનરનું કામ છે.’

બેન્ક અકાઉન્ટ માટે એલર્ટનેસ અને રિટાયરમેન્ટનો એન્ગલ

આર્થિક આયોજન કરતી વર્કિંગ વુમને બેંક અકાઉન્ટ બાબતે ખાસ કેરફુલ રહેવું જોઈએ. ફોરમ કહે છે, ‘નોકરી બદલવાની સાથે નવા સેવિંગ અકાઉન્ટ ખોલાય છે. અને ત્યાર પછી એ વધારાના બેન્ક અકાઉન્ટ સામાન્ય રીતે બંધ કરી દેવાતા હોય છે. પણ જો તમે એ બેન્કમાંથી લિન્ક કરીને કોઈ ઇનવેસ્ટમેન્ટ કર્યું હોય અને ભૂલમાં એ અકાઉન્ટ બંધ કરાવી દો તો પૈસા રીડિમ કરતી વખતે સમસ્યા ઊભી થાય છે. આવે વખતે ઇનવેસ્ટમેન્ટ માટેનો એક બેન્ક અકાઉન્ટ સેપરેટ રાખી શકાય અને વધારાના કે નહીં કામના બેન્ક અકાઉન્ટ બંધ કરાવી દેવા જોઈએ.’

આજે સંયુક્ત કુટુંબ ઓછા થતાં જાય છે. બાળકો પણ પરદેશ સેટલ થતા જાય છે. આવા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ માટે પણ મહિલાઓએ પ્રિપેર થવાની જરૂર છે. ફોરમ કહે છે, રિટાયરમેન્ટ પછીની મોનેટરી બાબતને લઈને મહિલાઓ બિલકુલ આંખ આડા કાન કરે છે. રિટાયરમેન્ટ પછી તે ઘર-ગૃહસ્થી કે બીજી કોઈ એક્ટિવિટીમાં જાતને બિઝી રાખી શકે છે, તો એની સાથે નાણાંકીય રીતે પણ તે બિલકુલ પાછળ ન રહેવી જોઈએ. એટલે ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરતી વખતે મહિલાઓએ રિટાયરમેન્ટના એન્ગલ તરફ પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.’

વર્ક-ફ્રોમ-હોમ પદ્ધતિ અંગે એપલ કંપનીએ વલણ બદલ્યું

ન્યૂયોર્કઃ હાલ દુનિયાભરમાં ટેક્નોલોજી જોબ માર્કેટમાં અસ્થિરતા વ્યાપી ગઈ છે. અનેક કંપનીઓ સ્ટાફમાં છટણી કરી રહી છે. એમેઝોન, ગૂગલ, ટ્વિટર, મેટા જેવી કંપનીઓ અત્યાર સુધીમાં હજારો કર્મચારીઓને નોકરીમાંથી છૂટાં કરી ચૂકી છે. પરંતુ આ ટ્રેન્ડમાં એપલ કંપની સામેલ થઈ નથી. એણે હજી સુધી કર્મચારીઓને છૂટા કરવાની કોઈ જાહેરાત કરી નથી. જોકે કંપનીના કામકાજને લગતા નિયમોનું પાલન ન કરનાર કર્મચારીઓ સામે કડક પગલું ભરવાની તેણે જાહેરાત જરૂર કરી છે. આ ચેતવણીમાં એવા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની પણ વાત સામેલ છે.

અહેવાલો અનુસાર, એપલ કંપનીના મેનેજમેન્ટે તેના સ્ટાફને સૂચના આપી છે કે કર્મચારીઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ઓફિસમાં આવીને કામ કરવાનું રહેશે. જે લોકો આ નિયમનું પાલન નથી કરતાં એમને ગંભીર ચેતવણીઓ આપવામાં આવી રહી છે. આ ત્રણ દિવસ એટલે દર મંગળવાર અને ગુરુવાર તથા ત્રીજો દિવસ ટીમ કેપ્ટન નક્કી કરે એ પ્રમાણેના રહેશે.

વાસ્તવમાં, કંપનીના સીઈઓ ટીમ કૂકે ગયા વર્ષના માર્ચમાં કર્મચારીઓ માટે વર્ક-ફ્રોમ-હોમ પદ્ધતિ કે સુવિધાની તરફેણ કરી હતી. એમણે એમ પણ કહ્યું હતું કે ઓફિસથી દૂર રહીને ઓફિસનું કામ કરવું એ પણ કામ કરવાનો એક ઈચ્છનીય પ્રકાર છે. આમ કહીને એમણે વર્ક-ફ્રોમ-હોમ પદ્ધતિને ‘તમામ પ્રયોગોની જનની’ તરીકે ઓળખાવી હતી.

સુવિચાર – ૨૭ માર્ચ, ૨૦૨૩

સુવિચાર – ૨૭ માર્ચ, ૨૦૨૩