Home Blog Page 2975

કોરાનાના 5676 નવા કેસો, 21નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 5676 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 21 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,68,172 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,000 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,42,00,079 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3761 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 37,093એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.08 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.73 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,96,796 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.25 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 3.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.02 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,23,885 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 358 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

વાત દેવની ‘ગાઇડ’ ના ગીતની 

ફિલ્મ ‘ગાઇડ’ (૧૯૬૫) નું દેવ આનંદને નાપસંદ એક ગીત સૌથી વધુ લોકપ્રિય બની ગયું હતું. દેવ આનંદે ફિલ્મ ‘ગાઇડ’ નું આયોજન કર્યું અને સંગીતની જવાબદારી સચિનદેવ બર્મનને સોંપી. અચાનક બર્મનદાને હ્રદયરોગનો હુમલો થતાં આરામ ફરમાવવાની જરૂર ઊભી થઇ અને લાંબો સમય કામ કરી શકે એમ ન હતા. બીજા નિર્માતાઓએ એસ. ડી. બર્મનને બદલે અન્ય સંગીતકારને કામ સોંપી દીધું ત્યારે દેવ આનંદ એમની પાસે જ સંગીત તૈયાર કરાવવા માગતા હોવાથી છ મહિના માટે શુટિંગ અટકાવી દીધું હતું. બર્મનદા સાજા થઇને પાછા ફર્યા અને કહેવાય છે કે પાંચ જ દિવસમાં એમણે બધાં ગીતો તૈયાર કરી આપ્યા હતા. દેવને એમના પર બહુ વિશ્વાસ હતો એટલે ક્યા સે ક્યા હો ગયા, પિયા તોસે નૈના લાગે રે, દિન ઢલ જાયે… વગેરે બધાં જ ગીતો યોગ્ય માની લીધા. પરંતુ ન જાણે કેમ લતા મંગેશકરે ગાયું હોવા છતાં ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ ગીત ખાસ પસંદ આવી રહ્યું ન હતું.

દેવને એમ લાગ્યું હતું કે બર્મનદાએ ઉતાવળમાં આ ગીત બરાબર તૈયાર કર્યું નથી. જ્યારે ફિલ્મની યુનિટના સભ્યોએ આ ગીત સાંભળ્યું ત્યારે બધાંને પસંદ આવ્યું અને એમણે પ્રશંસા કરી. છતાં દેવ આ ગીત લેવાના પક્ષમાં ન હતા. નિર્દેશક વિજય આનંદે એમ કહીને વાત ટાળી દીધી કે ગીતનું શુટિંગ કરી લઇએ. જો પછીથી યોગ્ય નહીં લાગે તો બીજું ગીત તૈયાર કરાવીશું. ગીતનું શુટિંગ થઇ રહ્યું હતું ત્યારે દેવ આનંદે એક વાતની ખાસ નોંધ લીધી કે સેટ પર યુનિટના દરેક સભ્ય ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ શબ્દો ખુશીથી ગણગણતા રહેતા હતા.

સેટ પર લોકોને વારંવાર ગાતા સાંભળ્યા પછી દેવ આનંદ માની ગયા અને મહોર મારી દીધી કે આ ગીત ફિલ્મમાં રહેશે અને જેવું છે એવું જ રહેશે. એમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. એસ. ડી. બર્મને તૈયાર કરેલા ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ ગીતની બીજી એક વિશેષતાની બહુ ઓછાને ખબર પડે છે. સામાન્ય રીતે ગીત ગાતી વખતે મુખડા પછી અંતરાને અલગ રીતે ઉઠાવવામાં આવે છે. આ ગીત બર્મનદાએ એવું બનાવ્યું છે કે એના અંતરામાં પણ મુખડાની જ ધૂન છે. જે ધૂનમાં મુખડું છે એમાં જ ‘કાંટો સે ખીંચ કે યે આંચલ’ કે ‘મેં હૂં ગુબાર યા તૂફાં હૂં’ જેવા તમામ અંતરાને રાખવામાં આવ્યા છે. દેવ આનંદને જેના માટે શંકા હતી એ જ પાછળથી એક અમર ગીત બની ગયું હતું. આ ગીત માટે ફિલ્મફેરમાં લતા મંગેશકરનું ‘સર્વશ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકા’ની કેટેગરીમાં નામાંકન પણ થયું હતું.

મુંબઈ એરપોર્ટ પર ડિજિટલ ખંડણીઃ 20 અધિકારીની બદલી

મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે અમુક કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા જ વિમાન પ્રવાસીઓ સાથે ડિજિટલ ખંડણીના ગુના આચરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું. આખરે તંત્રએ સપાટો બોલાવીને 20 કસ્ટમ્સ સુપ્રીન્ટેન્ડન્ટ્સની વાર્ષિક સામાન્ય બદલી પ્રક્રિયા પૂર્વે જ બદલી કરી દેવામાં આવી છે.

આ અધિકારીઓ તલાશી, ગુપ્તચર અને એર કાર્ગો વિભાગોમાં હતા. ડિજિટલ ખંડણીનું કૌભાંડ ચલાવાતું હોવાનું માલૂમ પડ્યા બાદ કસ્ટમ્સ વિભાગે પોતાના જ નાલાયક અધિકારીઓની વિરુદ્ધ મોટા પાયે અને અત્યંત કડક ઓપરેશન હાથ ધર્યું હતું. 20 અધિકારીઓની બદલી કરી દેવાયા બાદ એમની જગ્યાએ નવા અધિકારીઓની પસંદગી કરવામાં એમના બેકગ્રાઉન્ડનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું છે.

ઉચ્ચ પદ પર રહેલા અમુક કસ્ટમ્સ અધિકારીઓ વિમાન પ્રવાસીઓ પાસે ડિજિટલ ખંડણીની માગણી કરીને એમને પરેશાન કરતાં હોવાના કિસ્સાઓ વધી ગયા હતા. તે અધિકારીઓ સોનાની દાણચોરીના નકલી કેસના બહાને પ્રવાસીઓને ધમકાવી પૈસા વસૂલ કરતા હતા. એ માટે અધિકારીઓ લોડર્સ (માલ ઉતારનારાઓ)ના ગૂગલ-પે એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હતા. છેલ્લા 60 દિવસમાં આવા 13 ગુના નોંધાયા હતા. ઘણા કેસોમાં આવા અધિકારીઓ પ્રવાસીઓને એમની પર ખોટા કેસ લગાડીને એમને ધમકી આપતા હતા.

કેટલાંક નામ, ડબ્બા ટ્રેડિંગથી સાવધ રહેવાની શેરબજારના રોકાણકારોને ચેતવણી

મુંબઈઃ શેરબજારમાં રોકાણ કે ટ્રેડિંગ કરવા બાબતમાં “શ્રી પારસનાથ કોમોડિટી પ્રાઈવેટ લિમિટેડ”, “શ્રી પારસનાથ બુલિયન પ્રાઈવેટ લિમિટેડ” અને “ફેરી ટેલ ટ્રેડિંગ પ્રાઈવેટ લિમિટેડ” “ડિસન્ટ વેલ્થ મેનેજમેન્ટ” અને “મની ફોરેસ્ટ” નામ તમારા ધ્યાનમાં આવે યા તમારી સમક્ષ આ નામો સાથે કોઈ ગેરેન્ટેડ રિટર્નની ઓફર આવે તો સજાગ થઈ જજો, આ નામો સાથે જોડાયેલી કેટલીક હસ્તીઓ ચોકકસ મોબાઈલ નંબરથી રોકાણકારોને ખાતરીબંધ વળતરની ઓફર આપી રહી છે, જેમાં રોકાણકારો ફસાઈ જશે તો તેમને એકસચેંજ કે અન્ય નિયમન સંસ્થા તરફથી કોઈ રક્ષણ મળી શકશે નહી. આવી કથિત કંપનીઓ સાથે સંકળાયેલી હસ્તીઓમાં કીર્તિ પટેલ (મોબાઈલ નંબર “9016478696” અને  “7862029937”) સિક્યિરિટીઝ બજારમાં રોકાણકારોને ટીપ્સ અને રોકાણ પર ખાતરીબંધ વળતર ઓફર કરી લલચાવે છે એવું નેશનલ સ્ટોક એકસચેંજ (એનએસઈ)ના ધ્યાનમાં આવ્યું છે. આ માટે નેશનલ સ્ટોક એકસચેંજ તરફથી રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આવી ખાતરીબંધ વળતરની યોજનાઓ અને પ્રોડક્ટ્સમાં રોકાણ ન કરે, કારણ કે તેના પર કાનૂની પ્રતિબંધ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના કોઈ પણ રજિસ્ટર્ડ મેમ્બર કે રજિસ્ટર્ડ મેમ્બરના અધિકૃત વ્યક્તિ તરીકે રજિસ્ટર્ડ નથી. આ માહિતી એનએસઈની અખબારી યાદીમાં અપાઈ છે.

આ ઉપરાંત અમુક હસ્તીઓ  9311846594, 8178244970, 9354777452, 9911454997, 8076002410, 011-43037399, 011-61331024, 011-61331028, 011-41320191 નંબરો સાથે અને “parasnathcommodity” નામની ટેલિગ્રામ ચેનલ સાથે ગેરંટેડ રિટર્ન્સ સાથે ડબ્બા/ગેરકાયદેસર વેપારની પ્રવૃત્તિઓ પણ કરે છે.

સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 (એસસીઆરએ)ની કલમ 23(1)ની જોગવાઈઓ મુજબ કોઈપણ સંસ્થા/વ્યક્તિ કે જે એસસીઆરએની કલમ 13, 16, 17 અથવા 19નું ઉલ્લંઘન કરે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો તે દોષિત ઠરશે તો તેને દસ વર્ષ સુધીનો જેલવાસ અથવા રૂ. 25 કરોડ સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. એસસીઆરએની કલમ 25 મુજબ, કલમ 23 હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973ના અર્થમાં કોગ્નિઝેબલ અપરાધો છે અને તે માટે રાજ્યના કાયદાપાલક સત્તાધીશો પણ તેમાં તપાસ કરી શકે છે. સિક્યોરિટીઝ કાયદાઓનું ઉલ્લંઘન કરવા ઉપરાંત, ડબ્બા ટ્રેડિંગ ભારતીય દંડ સંહિતા, 1870ની કલમ 406,420 અને કલમ 120-બીના કાર્યક્ષેત્રમાં પણ આવે છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૧ એપ્રિલ, ૨૦૨૩

૧૧ એપ્રિલ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 11/04/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 11/04/2023

IPL 2023 : લખનૌએ રોમાંચક મેચમાં છેલ્લા બોલ પર બેંગ્લોરને 1 વિકેટથી હરાવ્યું

IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સનો 1 વિકેટે વિજય થયો હતો. ટૂર્નામેન્ટમાં લખનૌની આ ત્રીજી જીત છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 212 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 9 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આરસીબી માટે વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ અને ગ્લેન મેક્સવેલે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. આ સાથે જ સિરાજ અને પાર્નેલને 3-3 વિકેટ મળી હતી.

માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરને લખનૌને શાનદાર જીત અપાવી

213 રનનો પીછો કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆતમાં ખરાબ બેટિંગ જોવા મળી હતી. ટીમે પહેલી જ ઓવરમાં 1 રનમાં કાયલ મેયર્સ (0)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા દીપક હુડ્ડા પણ લાંબો સમય ટકી શક્યો ન હતો અને 10 બોલમાં 9 રન બનાવીને વેઈન પાર્નેલનો શિકાર બન્યો હતો. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા માર્કસ સ્ટોઇનિસે થોડો સમય સંભાળીને 30 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 65 રનની ઝડપી ઇનિંગ રમી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી.

કેપ્ટન કેએલ રાહુલ અને માર્ક સ્ટોઇનિસે ચોથી વિકેટ માટે 40 બોલમાં 76 રનની ભાગીદારી કરી હતી. જોકે બંને ક્રિઝ પર વધુ સમય વિતાવી શક્યા ન હતા. 11મી ઓવરમાં કર્ણ શર્માએ સ્ટોઈનિસને અને 12મી ઓવરમાં મોહમ્મદ સિરાજે કેએલ રાહુલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રાહુલ 20 બોલમાં માત્ર 18 રન બનાવીને આઉટ થયો હતો. 6ઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરને ટીમને જીતની આશા આપી હતી. પુરણે માત્ર બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 63 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 326.32 હતો. પૂરન અને આયુષ બદોનીએ મળીને છઠ્ઠી વિકેટ માટે 84 રન જોડ્યા હતા. જોકે સિરાજે પુરનની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. છેલ્લા બોલ પર સિંગલની જરૂર હતી અને તે બાય દ્વારા આવ્યો.

આ પછી 19મી ઓવરમાં સારી બેટિંગ કરી રહેલા આયુષ બદોનીએ હેડ વિકેટ દ્વારા પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. બદોની 24 બોલમાં 30 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી માર્ક વૂડ (1) અને જયદેવ ઉનડકટ (9)એ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

આ મેચમાં RCC તરફથી મિશ્ર બોલિંગ જોવા મળી હતી. કેટલાક બોલરોએ ઓછા રન ખર્ચ્યા તો કેટલાક બોલરો વધુ ખર્ચાળ હતા. મોહમ્મદ સિરાજ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સિવાય વેઇન પાર્નલે 4 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ લીધી હતી. બીજી તરફ કર્ણ શર્માએ 3 ઓવરમાં 48 રન આપીને સફળતા અપાવી હતી. બાકીના બોલરોમાં હર્ષલ પટેલે 4 ઓવરમાં 48 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટ્રેલર રિલીઝ

બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ભાઈજાનના ચાહકો માટે આ ટ્રેલર કોઈ વિઝ્યુઅલ ટ્રીટથી ઓછું નથી. ટ્રેલરમાં રોમાન્સ-એક્શન-ડ્રામા-ડાન્સ બધું જ ભરેલું છે.

કેવું છે ટ્રેલર?
સલમાન ફિલ્મના ટ્રેલરની શરૂઆત સંસ્કૃત શ્લોકથી કરે છે. ટ્રેલરમાં સલમાન ખાન અને પૂજા હેગડેની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ફરી એકવાર સલમાન તેના પ્રેમ માટે જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે. ટ્રેલરમાં સલમાન ખાન બે લુકમાં જોવા મળી રહ્યો છે. સલમાન લાંબા વાળ, સિક્સ પેક એબ્સમાં ટશન બતાવતો જોવા મળ્યો છે. ફિલ્મની આખી વાર્તા પૂજા હેગડે અને સલમાનની પ્રેમકથાની આસપાસ વણાયેલી છે. ફિલ્મની વાર્તા પણ દક્ષિણની પૃષ્ઠભૂમિ ધરાવે છે. ચાહકોને ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સલમાનની આ ફિલ્મને ઈદ પર કેવો રિસ્પોન્સ મળે છે.

સલમાને સ્વેગ બતાવ્યો 
ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં સ્ટાર્સ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા. અભિનેતા સલમાન ખાન બ્લેક અને પ્રિન્ટેડ પેન્ટમાં પોતાનો સ્વેગ બતાવતો હતો. કાળા ચશ્મા તેના પર સુંદર દેખાતા હતા. તે જ સમયે શહનાઝ ગિલ પણ બ્લેક લુકમાં જોવા મળી હતી. શહનાઝ ગીલે લોન્ગ બ્લેઝર, શોર્ટ સ્કર્ટ, નેટ ટોપ અને હાઈ હીલ્સમાં તેની તીવ્ર સ્ટાઈલ બતાવી હતી.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ઈદના અવસર પર 21 એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ સલમાન ખાને કર્યું છે. સલમાન આ ફિલ્મથી બે નવા ચહેરાઓને લોન્ચ કરી રહ્યો છે. એક પલક તિવારી અને બીજી શહનાઝ ગિલ. બંને અભિનેત્રીઓની આ પ્રથમ બોલિવૂડ ફિલ્મ છે. જણાવી દઈએ કે પલક તિવારી ફિલ્મ રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટરથી ડેબ્યૂ કરવાની હતી. જોકે, ફિલ્મની રિલીઝ ડેટને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે.
ફિલ્મમાં પૂજા હેગડે લીડ રોલમાં છે. જેમાં અભિનેતા દગ્ગુબાતી વેંકટેશ, સિદ્ધાર્થ નિગમ, રાઘવ જુયાલ, ભૂમિકા ચાવલા જેવા સ્ટાર્સ છે. સાઉથ એક્ટર રામ ચરણે ફિલ્મના ગીત ‘યેતમમા’માં કેમિયો કર્યો છે. ફિલ્મના ગીતોએ ખૂબ જ ધૂમ મચાવી છે.