Home Blog Page 2959

કોરાનાના 9108 નવા કેસો, 24નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 9108 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 24 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,48,27,226 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,141 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,42,35,772 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 6313 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 60,313એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.13 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.68 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,08,436 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.38 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 6.78 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 4.49 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,26,522 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 198 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

ભારતમાં મોટા વિસ્તરણનો અમે આરંભ કર્યો છેઃ એપલ

મુંબઈઃ અમેરિકાની આઈફોન ઉત્પાદક એપલ કંપનીએ ભારતમાં બિઝનેસ કરવાના 25 વર્ષ પૂરા કર્યા છે. તેની ઉજવણી રૂપે એણે ભારતમાં પોતાના બે ‘એપલ સ્ટોર’ શરૂ કર્યા છે. ભારતમાં તેના આ પ્રથમ બ્રાન્ડેડ રીટેલ સ્ટોર છે. મુંબઈમાંના એપલ સ્ટોરનું 18 એપ્રિલના મંગળવારે અને નવી દિલ્હીમાંના સ્ટોરનું 20 એપ્રિલે ઉદઘાટન કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23માં ભારતમાંથી એપલ ઉત્પાદનોની નિકાસનો આંક પાંચ અબજ ડોલરને પાર કરી જશે એવો કંપનીને અંદાજ છે. કંપનીએ ભારતમાં તેના આઈફોનનું ઉત્પાદન 2017માં શરૂ કર્યું હતું.

એપલના સીઈઓ ટીમ કૂકે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘બંને સ્ટોરની ડિઝાઈન સ્થાનિક સ્વરૂપ અને અનુભૂતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ભારત સુંદર સંસ્કૃતિ ધરાવતો તેમજ અદ્દભૂત ઊર્જાવાન લોકોનો દેશ છે. માનવજાતની સેવા બજાવી શકે એવી નવીનતાઓ સાથે વધારે ઉજ્જવ ભવિષ્યનું નિર્માણ કરવા માટે અમે આ દેશમાંના અમારા ગ્રાહકોને મદદરૂપ થવા, સ્થાનિક સમુદાયોમાં મૂડીરોકાણ કરવા સાથે મળીને કામ કરવા માટે ખૂબ જ રોમાંચિત છીએ.’

કાર્યક્રમનું યોગ્ય રીતે આયોજન કરાયું નહોતું: ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ ગઈ કાલે પડોશના રાયગડ જિલ્લાના નવી મુંબઈ શહેરના ખારઘર ઉપનગરના આંતરરાષ્ટ્રીય કોર્પોરેટ પાર્ક મેદાન ખાતે મહારાષ્ટ્ર સરકાર પ્રેરિત ‘મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ’ એનાયત કાર્યક્રમ યોજાઈ ગયો. એમાં મહારાષ્ટ્રના જાણીતા સમાજસેવક આપ્પાસાહેબ ધર્માધિકારીને એવોર્ડ આપવામાં આવ્યો હતો. એ વખતે મેદાનમાં વિશાળ જનમેદની એકત્ર થઈ હતી, પરંતુ કાળઝાળ ગરમીને કારણે લૂ લાગવાથી કાર્યક્રમમાં હાજર રહેલાઓમાંના 11 જણનાં કરૂણ મરણ નિપજ્યા છે અને બીજા ઘણા લોકો બીમાર પડી ગયાં છે. મૃતકો આપ્પાસાહેબના શિષ્યો હતા. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ ઘટના વિશે દુઃખ વ્યક્ત કરી, આયોજકોની આકરી ટીકા પણ કરી છે.

ઉદ્ધવ ગઈ કાલે રાતે બીમાર લોકોને હોસ્પિટલમાં જોવા ગયા હતા અને ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે, ‘બે દર્દીની હાલત ગંભીર છે. તે કાર્યક્રમનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવ્યું નહોતું. આની તપાસ કોણ કરશે? પુરસ્કાર વિતરણ કાર્યક્રમનો સમય ખરાબ હતો અને આયોજન ભૂલભરેલું હતું. અમિત શાહની અનુકૂળતાને ખાતર કાર્યક્રમનું આયોજન બપોરના સમયે કરાયું હોય તો એ કમનસીબ બાબત કહેવાય.’ વિરોધ પક્ષના નેતા અજિત પવાર પણ હોસ્પિટલમાં દર્દીઓની ખબર કાઢવા ગયા હતા. એમણે પણ પત્રકારોને કહ્યું, ‘આ ઘટના કાર્યક્રમ પર એક કાળા ડાઘ સમાન છે. કાર્યક્રમ સાંજના સમયે રખાયો હોત તો સારું થાત.’

તે કાર્યક્રમમાં સમાજસેવક આપ્પાસાહેબ ધર્માધિકારીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા એમના અન્ય સાથી પ્રધાનો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સુવિચાર – ૧૭ એપ્રિલ, ૨૦૨૩

સુવિચાર – ૧૭ એપ્રિલ, ૨૦૨૩

૧૭ એપ્રિલ, ૨૦૨૩

૧૭ એપ્રિલ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 17/04/2023 થી 23/04/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે,  કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.

સખત મહેનતથી સફળતા નથી મળતી

બાળપણથી જ લોકોએ હંમેશા આપણને કહ્યું હતું, ‘ભણવામાં સખત મહેનત કરો. જયારે કામ કરો ત્યારે ખુબ મહેનતથી કરો.” કોઈએ અમને કહ્યું નહીં કે આનંદપૂર્વક ભણવું જોઈએ કે પ્રેમપૂર્વક કામ કરવું જોઈએ. ના. તમારે ભણવા માટે સખત મહેનત કરવી જોઈએ અને કામ કરવા માટે ભારે પરિશ્રમ કરવો જોઈએ. લોકો બધી વસ્તુઓ મહેનત લગાવીને કરે છે, પરંતુ તેમ કરીને અંતે ફરિયાદ કરે છે કે જીવન હજી સરળ નથી બન્યું.

‘ઇગો’ કે ‘અહમ’નો સ્વભાવ એવો છે કે તે બધી વસ્તુઓ મહેનતથી કરવા માંગે છે. તમે શું કરો છો તેનાં વિષે અહમને કોઈ ચિંતા નથી. તેનો હેતુ માત્ર બીજાથી એક પગલું આગળ રહેવાનો જ છે. આ રીતે જીવવું તે ખુબ દુ:ખદ છે પરંતુ તે અહમનો મૂળ સ્વભાવ છે. તેથી, જયારે તમામ પ્રયત્નો કોઈનાથી આગળ રહેવા માટેનો છે, ત્યારે દરેક વસ્તુઓ મહેનતથી કરવી, તે લોકો માટે કુદરતી રીતે સંતોષનું મૂળ કારણ બની જાય છે. જો તેઓ બધી વસ્તુઓ આનંદપૂર્વક કરે છે તો તેમને એવું લાગે છે કે જાણે તેમણે કંઈ કર્યું જ ન હોય.

શું તે અદ્દભૂત નથી કે તમે ઘણાં કામ કરો છતા તમને એમ લાગે કે જાણે તમે કંઈ કર્યું નથી? તે આવું જ હોવું જોઈએ. જો તમે દિવસના ૨૪ કલાક કામ કરતા હો, પરંતુ તમને એવું લાગે કે તમે કંઈ કર્યું જ નથી તો એવું કરવાથી તમે બધી વસ્તુઓનો બોજો તમારી ઉપર નથી લેતા. તમે માત્ર તમારું જીવન, તમારી ક્ષમતાઓને સંપૂર્ણપણે વ્યકત કરીને પસાર કરો. જો તમે આ બધું તમારા માથે લઈને ફરો તો તમારી ક્ષમતાઓને ક્યારેય સંપૂર્ણ અભિવ્યક્તિ નહીં મળે અને તમને તે બધી બીમારીઓ થશે જે આજકાલ વધુને વધુ સામાન્ય બની રહી છે જેમકે – બ્લડ પ્રેશર, ડાયાબીટીસ અને અલ્સર.

 

જો તમારા મન અને તમારી વચ્ચે, તમારા શરીર અને તમારી વચ્ચે, આજુબાજુની દરેક વસ્તુ અને તમારી વચ્ચે થોડું અંતર રાખવામા આવે, તો તે તમને એક પ્રકારની સ્વતંત્રતા આપશે કે જેના વડે તમે જીવન સાથે જે પણ ઈચ્છો તે કરી શકો અને જીવનની તમારી ઉપર કોઈ આડઅસર પણ નહીં થાય. તે તમને કોઈપણ રીતે ઈજા પહોંચાડી નહીં શકે. તાર્કિક રીતે તમે તે નિષ્કર્ષ કાઢશો, કે આમ થવાથી તમે જગતથી દુર થઇ જશો, પરંતુ તે સાચું નથી. એક સ્તર પર તમને કોઈ અસર નહીં થાય પરંતુ બીજા સ્તર પર તમે એટલા સામેલ રહેશો કે દરેક વસ્તુ, તમારો એક ભાગ બની જશે. તમે તમારી જાતને દરેકના જીવનમાં સામેલ કરી શકશો- જાણે કે એ તમારું પોતાનું હોય. જયારે ફસાવવાનો અને દુઃખ કે નુકશાન થવાનો ભય નથી રહેતો ત્યારે તમે પોતે જીવનમાં સંપૂર્ણપણે ઝંપલાવીને દરેક વસ્તુમાં પૂરી રીતે સામેલ થઇ શકો છો -કોઈ પણ ખચકાટ વગર.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

 

પંચાંગ 17/04/2023

રાશિ ભવિષ્ય 17/04/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે,  વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે,  વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહમાં મોટી ભીડ ઉમટી, ગરમીથી 8ના મોત, 120 બીમાર

એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ ગરમીએ પોતાનો દેખાવ શરૂ કરી દીધો છે. મહારાષ્ટ્રના નવી મુંબઈમાં ગરમીના કારણે 8 લોકોના મોત થયા છે. નવી મુંબઈના ખારઘરમાં રવિવારે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ખુલ્લા મેદાનમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ખેતરમાં સૂર્યપ્રકાશને કારણે લોકોની તબિયત લથડવા લાગી હતી.

120 લોકોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવાર સાંજ સુધીમાં હીટસ્ટ્રોકના કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. 24 લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મૃતકોના પરિજનોને વળતર તરીકે 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે કહ્યું છે કે તમામ દર્દીઓને સરકાર દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવે.

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડનો કાર્યક્રમ ખારઘરમાં 306 એકરમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ રવિવારે સવારે 11:30 થી બપોરે 1 વાગ્યા સુધી ચાલ્યો હતો. શનિવારથી જ ઘણા લોકો મેદાનમાં આવી ગયા હતા. પ્રબળ સૂર્યપ્રકાશ અને ખેતરમાં ડિહાઇડ્રેશનના કારણે લોકોની તબિયત લથડવા લાગી હતી.