Home Blog Page 2919

CM શિંદેએ મરીન ડ્રાઈવ પરિસરનું નિરીક્ષણ કર્યું, અધિકારીઓને સૂચના આપી

મુંબઈઃ મુંબઈને સુંદર અને સુશોભિત કરીને તેની એક આંતરરાષ્ટ્રીય દરજ્જાનું શહેર બનાવવાની મહારાષ્ટ્ર સરકારની નેમ છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને મહત્ત્વની સૂચના આપી હતી. તેમણે નોંધ્યું હતું કે આ સ્થળે દરરોજ સવારે મોર્નિંગ વોક માટે અનેક લોકો આવતાં હોય છે. પરંતુ માત્ર એક જ જાહેર શૌચાલય કે સ્વચ્છતાગૃહ છે. તેમણે એ શૌચાલયની સાફસફાઈનું પણ નિરીક્ષણ કર્યું હતું.

બધું જોયા બાદ એમણે અધિકારીઓને સૂચના આપી હતી કે મરીન ડ્રાઈવ ખાતે ફરવા અને મોર્નિંગ વોક કરવા દરરોજ હજારો લોકો આવતાં હોય છે. તે છતાં અહીં માત્ર એક જ સ્વચ્છતાગૃહ છે તે પર્યાપ્ત નથી. તેની સંખ્યા વધારવી જોઈએ.

શિંદેએ તે ઉપરાંત મરીન ડ્રાઈવ જેટ્ટી પાસેની જગ્યાને સુંદર અને સુશોભિત કરવાની પણ અધિકારીઓને સૂચના આપી હતી. એ વખતે શિંદેની સાથે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર, પાલક પ્રધાન મંગલપ્રભાત લોઢા, મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હતા.

(તસવીર સૌજન્યઃ @CMOMaharashtra)

CMOવાળા ઠગ વિરાજ પટેલે મોડલ પર દુષ્કર્મ આચર્યું

વડોદરાઃ રાજ્યના મુખ્ય મંત્રીની ઓફિસ (CMO)ના એખ અધિકારી અને ગિફ્ટ સિટીનો અધ્યક્ષ બતાવીને એક મોડલને નોકરી આપવાનું વચન આપીને એના પર બળાત્કાર કરવાના આરોપમાં એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે, એમ એધિકારીએ જણાવ્યું હતું.

મુંબઇની મોડેલે એવો આક્ષેપ કર્યો હતો કે એક કો-ઓર્ડિનેટર મારફતે મારી પ્રોફાઇલ મગાવવામાં આવી હતી અને વિરાજ પટેલે મને એવું કહ્યું હતું કે ગુજરાતની ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સિલેક્શન થઈ ગયું છે અને તમારી ફાઇલ દિલ્હીથી સહી થઈને આવી ગઈ છે. ૨૪થી ૨૭ એપ્રિલ સુધી દુબઇમાં ગિફ્ટ સિટીનું શૂટિંગ હોવાથી તેના માટે પ્રાઇવેટ જેટમાં માલદીવ જવાનું છે. તેવું કહીને તે મને ગોવા લઈ ગયો હતો. ત્યાં કલંગુટ લી સિઝન્સ રિસોર્ટમાં લઈ ગયો હતો.અને ૧૯ સુધી તેણે મને લગ્નની લાલચ આપી મારા છોકરાને સ્વીકારવાનું જણાવી તેમ જ ફ્લેટ અપાવવાની લાલચ આપી મારી સાથે મરજી વિરૃદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.

તેણે મારા આઇસીઆઇસીઆઇ બેન્કના બે અને એચ.ડી.એફ.સી.બેન્કનું એક એટીએમ કાર્ડના પાસવર્ડ જાણી લઇ રૂ. ૨.૬૦ લાખ ઉપાડી લીધા હતા તેમ જ ઇન્ડસઇન્ડ બેન્કનું એટીએમ ચોરી રૂ. ૯૦,000 ઉપાડી લીધા હતા. ત્યાર બાદ ચાર દિવસ મુંબઇમાં મારા ઘરે પણ તેણે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને વડોદરાની  હોટલમાં પણ મારું શારીરિક શોષણ કર્યુ હતું.

આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે સિવિલ એન્જિનિયર છે.અને શાહ ગ્રુપ કંપનીમાં નોકરી કરે છે. તે કંપનીનું કામ ગિફ્ટ સિટીમાં ચાલી રહ્યું છે, પરંતુ પોલીસે તપાસ કરતા શાહ ગ્રુપ કંપનીમાં તે નોકરી કરતો નથી અને ગિફ્ટ સિટીમાં પણ આવી કોઈ કંપનીનું કામ ચાલી રહ્યું નથી. વિરાજ પટેલે પોલીસને કહ્યું હતું કે  મેં એમ.એસ. યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કર્યુ છે, પરંતુ પોલીસને આ ઠગની કોઈ વાત પર ભરોસો નથી. તે જેટલી પણ માહિતી આપી રહ્યો છે, તેનું ક્રોસ વેરિફિકેશન પોલીસ કરી રહી છે.

 

 

પતિ-પત્નીનાં સંબંધ સુધરવાની શક્યતા ન હોય તો તત્કાળ છૂટાછેડા મળશે

નવી દિલ્હીઃ લગ્નજીવનમાં સંબંધ સુધરવાની કોઈ શક્યતા ન દેખાય અને પતિ-પત્ની અલગ થવા દ્રઢનિશ્ચયી હોય તો એવી પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટ તાત્કાલિક છૂટાછેડા મંજૂર કરશે. એ માટે ફેમિલી કોર્ટમાં જઈને છ મહિના કે દોઢ વર્ષ સુધી રાહ જોવાની જરૂર નથી. આવું સુપ્રીમ કોર્ટે જ કહ્યું છે.

ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલે એમના અધ્યક્ષપદ હેઠળની બેન્ચ સમક્ષ આવેલા 2016ની સાલ જૂના એક કેસની સુનાવણી કરી હતી. એમની સાથે ખંડપીઠ પર અન્ય ન્યાયમૂર્તિઓ હતાઃ સંજીવ ખન્ના, એ.એસ. ઓકા, વિક્રમ નાથ અને એ.કે. મહેશ્વરી. એમણે કહ્યુ કે કલમ-142 અંતર્ગત બંને પક્ષને ન્યાય મળે એવો કોઈ પણ આદેશ આપવાનો સર્વોચ્ચ અદાલતને છે. દંપતીમાં સંબંધ સુધરવાની કોઈ શક્યતા ન હોય તો છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં જઈને છ મહિનાથી લઈને 18 મહિના સુધી રાહ જોવાની જરર નથી. સુપ્રીમ કોર્ટ તાત્કાલિક છૂટાછેડા આપી દેશે.

અદાણી ગ્રુપઃ સેબીએ આરોપીની તપાસ માટે વધુ સમય માગ્યો

નવી દિલ્હીઃ બજાર નિયામક સેબીએ અદાણી ગ્રુપની સામે આરોપોની તપાસ પૂરી કરવા માટે કોર્ટ પાસે છ મહિનાઓ વધુ સમય માગ્યો છે. અમેરિકી શોર્ટ સેલર હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યા પછી ભારે હંગામો થયો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર સ્ટોક મેનિપ્યુલેશન અને એકાઉન્ટિંગમાં છેતરપિંડીના આરોપ લગાવવામાં આવ્યા હતા. જેને પગલે ગ્રુપની કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે બીજી માર્ચે સેબીને બે મહિનામાં તપાસ કરીને રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યા હતા. આ મામલે અદાણી ગ્રુપનું પણ નિવેદન આવ્યું છે.

અદાણી ગ્રુપે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા સેબીની અરજીમાં કોઈ પણ ગરબડીનો કોઈ નિષ્કર્ષ નથી નીકળ્યો.

સેબીએ આ મામલે તપાસ કરીને બીજી મેએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રિપોર્ટ સુપરત કરવાનો હતો, પરંતુ હવે સેબીએ કોર્ટ પાસે આ તપાસ માચે વધુ સમય માગ્યો છે. કોર્ટમાં દાખલ અરજીમાં સેબીએ કહ્યું હતું કે નાણાકીય ખોટી નિવેદનબાજી, નિયમોની છેરપિંડી અને લેવડદેવડમાં છેતરપિંડી સંબંધિત સંભવિત ઉલ્લંઘનોને માલૂમ કરવાની કાર્યવાહી પૂરી કરવા માટે છ મહિનાનો વધુ સમય લાગશે.

સેબીએ શનિવારે અરજી કહ્યું હતું કે એને આ મામલામાં પ્રાથમિક દ્રષ્ટિએ અને અંતિમ નિષ્કર્ષ પહોંચવા માટે ઉલ્લંઘન નથી મળ્યું. સેબીઅ અરજીમાં કહ્યું હતું કે 12 સંદિગ્ધ વ્યવહારોની તપાસમાં માલૂમ પડે છે કે જે જટિલ છે અને એમાં પેટા વ્યવહારો સામેલ છે. આ લેવડદેવડની એક સખત તપાસ માટે વેરિફિકેશન સહિત વિગતવાર વિશ્લેષણ સાથે અલગ-અલગ સ્રોતોથી મળેલા આંકડાને તપાસવાની જરૂર હશે.

 

 

પુણેમાં એ.આર. રેહમાનનો સંગીત કાર્યક્રમ પોલીસે બંધ કરાવ્યો

પુણેઃ ‘સ્લમડોગ મિલિયોનેર’, ‘બોમ્બે’ અને ‘રોઝા’ જેવી ફિલ્મોમાં સંગીત આપવા સાથે દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલા સંગીતકાર એ.આર. રેહમાનનો કાર્યક્રમ પોલીસે બંધ કરાવ્યાની ઘટના બની છે. ગઈ કાલે રાતે અત્રેના રાજાબહાદૂર મિલ પરિસરમાં રેહમાનના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો આનંદ માણવા માટે એમના ચાહકો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા હતા.

પરંતુ રાતે 10 વાગ્યા બાદ પણ કાર્યક્રમ ચાલુ રખાતા પોલીસે તે બંધ કરવાની આયોજકોને ફરજ પાડી હતી. ઉલ્લેખનીય છે કે રાતે 10 વાગ્યા પછી કોઈ પણ કાર્યક્રમ ચાલુ રાખવાની ન્યાયતંત્રએ મનાઈ ફરમાવી છે. રાતે 10 વાગ્યા પછી પણ કાર્યક્રમ ચાલુ હોવાની ફરિયાદ મળતાં પોલીસ ટૂકડી ત્યાં દોડી ગઈ હતી અને આયોજકોને કાર્યક્રમ તત્કાળ બંધ કરવા કહ્યું હતું. આયોજકોએ તરત જ કાર્યક્રમ બંધ થયાની જાહેરાત કરી હતી. પોલીસે રેહમાનને પણ કાર્યક્રમ બંધ કરવાનું કહ્યું હતું. રેહમાન સ્ટેજ પર ઉતરીને રવાના થઈ ગયા હતા. સંગીતપ્રેમીઓ પણ ચૂપચાપ રવાના થઈ ગયા હતા.

કર્ણાટકમાં ભાજપના ઘોષણાપત્રમાં નડ્ડાએ આપ્યાં અનેક વચનો

નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 2023ને લઈને ભાજપે ઘોષણાપત્ર જાહેર કર્યું છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ વિઝન ડોક્યુમેન્ટ જારી કર્યું છે. ભાજપે આ ઘોષણાપત્રને પ્રજા ધ્વનિ નામ આપ્યું છે, જેમાં અનેક પ્રકારનાં વચન આપ્યાં છે. ભાજપના પ્રમુખ બેંગલુરુમાં મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈ અને પાર્ટીના યેદિયુરપ્પાની ઉપસ્થિતિમાં ઘોષણાપત્ર જારી કર્યું છે.

ભાજપના ઘોષણાપત્રમાંની મુખ્ય વાત

  • રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવાશે
  • રાજ્યનાં 10 લાખ બેઘર લોકોને મકાન આપવામાં આવશે.
  • મહિલા એસસી, સટી ઘરો માટે પાંચ વર્ષની રૂ. 10,000 FD કરાવવામાં આવશે
  • સરકારી સ્કૂલોને વિશ્વ સ્તરીય માપદંડો અનુસાર અપગ્રેડ કરવામાં આવશે.
  • સિનિયર સિટિઝન માટે પ્રતિ વર્ષ હેલ્થ ચેકઅપની સુવિધા મફત આપવામાં આવશે.
  • કલ્યાણ સરકિટ, બનવાસી સરકિટ, પરશુરામ સરકિટ, કાવેરી સરકિટ અને ગંગાપુરા સરકિટના વિકાસ માટે રૂ. 1500 કરોડ આપવામાં આવશે.
  • શહેરી દરીબો માટે રૂ. પાંચ લાખનું ઘર આપવાનું વચન
  • મફત ભોજન માટે અટલ આહાર કેન્દ્ર ખોલવામાં આવશે
  • વોક્કાલિંગા અને લિંગાયત માટે આરક્ષણ- બે-બે ટકા વધારવામાં આવશે
  • PFI અને જેહાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
  • રાજ્યમાં NRC લાગુ થશે અને ગેરકાયદે શરણાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવશે.
  • તિરુપતિ, અયોધ્યા, કાશી, રામેશ્વરમ, કોલ્હાપુર, શબરીમાલા અને કેદારનાથ જવા માટે ગરીબ પરિવારોને રૂ. 25,000ની મદદ
  • મંદિરોના વહીવટ માટે સ્વાયત્ત સમિતિ બનાવવામાં આવશે.
  • કૃષિ પર સૌથી વધુ ભાર આપવામાં આવશે.
  • ખેડૂત વીમા, વીજ ખરીદવા માટે રૂ. 10,000ની મદદ

નડ્ડાએ કહ્યું હતું કે અમારા ઘોષણાપત્ર કોંગ્રેસથી અલગ છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના યુવાઓ, ખેડૂતો, મહિલાઓ, મજૂરો, મધ્યમ વર્ગ- બધા વર્ગોની અપેક્ષોને પૂરી કરવામાં આવશે.

 

 

 

 

 

લેબર ડેઃ એનો ઇતિહાસ, મહત્ત્વ અને એને કેમ ઊજવવામાં આવે છે? જાણો…

નવી દિલ્હીઃ મજૂરો અને શ્રમિકોની ઉપલબ્ધિઓનું સન્માન કરવા અને તેમને તેમના અધિકારો પ્રત્યે જાગરુક કરીને પ્રોત્સાહિત કરવા માટે વિશ્વમાં પ્રતિ વર્ષે પહેલી મેએ આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ ઊજવવામાં આવે છે. એની ઉત્પત્તિ અમેરિકામાં શ્રમિક સંઘના આંદોલનમાં થઈ હતી, જેમણે એક દિવસમાં આઠ કલાક કામને લઈને આંદોલન શરૂ કર્યું હતું.

મજૂર દિવસનનો ઇતિહાસ અને મહત્ત્વ

ન્યુ યોર્કમાં શ્રમ દિવસને માન્યતાઆપનારું બિલ રજૂ કરનારું પહેલું રાજ્ય હતું, જ્યારે ઓરેગન 21 ફેબ્રુઆરી, 1887એ એના પર કાયદો પસાર કરનારું પહેલું રાજ્ય હતું. ત્યાર બાદ 1889માં માર્કસવાદી આંતરરાષ્ટ્રી સમાજવાદી કોંગ્રેસો ઓક પ્રસ્તાવ સ્વીકાર્યો હતો, જેમાં તેમણે માગ કરી હતી કે શ્રમિ પાસેથી દિવસમાં આઠ કલાકથી વધુ કામ ના કરાવવામાં આવે. એ સાથે એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે પહેલી મેએ લેબર ડેએ રજા જાહેર કરવામાં આવે.

 ભારતમાં લેબર ડેની ઉજવણી

ભારતે ચેન્નઈમાં પહેલી મે, 1923માં લેબર ડે ઊજવવાનું શરૂ કર્યું હતું. ભારતમાં એને કામગાર દિવસ, કામગાર દિન અને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે લેબર કિશાન પાર્ટી ઓફ હિન્દુસ્તાન દ્વારા ઊજવવામાં આવ્યો હતો. શ્રમ કે મે દિવસ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે, જેમાં કામગાર દિન (હિન્દી), કર્મિકાર દિનચારણે (કન્નડ), કર્મિકા દિનોત્સવ (તેલુગુ) કામગાર દિવસ (મરાઠી) ઉઝિપલાર દિનમ (તમિળ), ધોઝિલાલી નમ (મલયાલમ) સામેલ છે અને શ્રોમિક દિબોશ (બંગાળી)માં ઊજવવામાં આવે છે.

 

 

કોરાનાના 4282 નવા કેસો, 8નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 4282 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 8 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,49,671 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,547 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,43,70,878 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 6037 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 47,246એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.11 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.71 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 87,038 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.67 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.1 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,66,433 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 172 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

કમર્શિયલ એલપીજી સિલિન્ડર 171 રૂપિયા સસ્તું થયું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સંચાલિત પેટ્રોલિયમ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ વ્યાપારી વપરાશ માટેના 19 કિલોગ્રામ વજનના રાંધણગેસ (એલપીજી) સિલિન્ડરોની કિંમતમાં રૂ. 171.50નો ઘટાડો કર્યો છે. નવો ભાવ આજથી અમલમાં આવી ગયો છે.

આ ઘટાડાને પગલે મુંબઈમાં 19 કિ.ગ્રા.નું કમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે રૂ. 1,808ની કિંમતમાં મળશે, જે ગઈ કાલ સુધી રૂ. 1,980 હતી. કંપનીઓએ ગયા મહિને પણ આ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ. 91.50નો ઘટાડો કર્યો હતો.

ફેક કોલ્સ-મેસેજિસ રોકવા ટેલિકોમ કંપનીઓ આજથી AI-આધારિત સ્પેમ ફિલ્ટર્સનો ઉપયોગ કરશે

મુંબઈઃ દેશના ટેલિકોમ ક્ષેત્રની નિયામક સંસ્થા TRAI (ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના આદેશાનુસાર ભારતમાં ટેલિકોમ કંપનીઓ એમની સિસ્ટમમાં આજથી લાગુ થાય એ રીતે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેક્નોલોજી આધારિત ફિલ્ટર્સનો ઉમેરો/ઉપયોગ કરશે, જેનો હેતુ ગ્રાહકોને સતાવતા ફેક (નકલી) ફોન કોલ્સ અને સંદેશાઓને રોકવાનો છે.

આ નવા ફિલ્ટર્સ AI મારફત નકલી ફોન કોલ્સ અને એસએમએસ સંદેશાઓને શોધી કાઢશે અને એને બ્લોક કરી દેશે. વોડાફોન, એરટેલ, જિયો અને બીએસએનએલ જેવી ટેલિકોમ કંપનીઓ નિયામકના આદેશ બાદ એમની સેવાઓમાં AI-આધારિત ફિલ્ટર્સ બેસાડવામાં વ્યસ્ત છે. સ્પેમ (નકલી) કોલ્સ અને મેસેજિસની સમસ્યા ખૂબ વધી ગઈ છે અને ગ્રાહકોને તેનાથી સુરક્ષિત રાખવા માટે નિયામકે ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યો છે. એરટેલે જાહેરાત કરી દીધી છે તે એ તેના તમામ ગ્રાહકોને AI-ફિલ્ટર્સ પૂરા પાડશે જ્યારે જિયો તેવા ફિલ્ટર્સ ઈન્સ્ટોલ કરી રહી છે.

નવી ટેક્નોલોજીનો અમલ થયા બાદ 10 આંકડાવાળા ફોન નંબરો પર પ્રોમોશનલ કોલ્સ પર પ્રતિબંધ મૂકાઈ જશે. TRAI નિયામક ‘કોલર ID ફિચર’ શરૂ કરવા વિચારે છે, જે કોલ કરનારનું નામ અને ફોટો દર્શાવશે.