અદાણી ગ્રુપઃ સેબીએ આરોપીની તપાસ માટે વધુ સમય માગ્યો

નવી દિલ્હીઃ બજાર નિયામક સેબીએ અદાણી ગ્રુપની સામે આરોપોની તપાસ પૂરી કરવા માટે કોર્ટ પાસે છ મહિનાઓ વધુ સમય માગ્યો છે. અમેરિકી શોર્ટ સેલર હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યા પછી ભારે હંગામો થયો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર સ્ટોક મેનિપ્યુલેશન અને એકાઉન્ટિંગમાં છેતરપિંડીના આરોપ લગાવવામાં આવ્યા હતા. જેને પગલે ગ્રુપની કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે બીજી માર્ચે સેબીને બે મહિનામાં તપાસ કરીને રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યા હતા. આ મામલે અદાણી ગ્રુપનું પણ નિવેદન આવ્યું છે.

અદાણી ગ્રુપે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલા સેબીની અરજીમાં કોઈ પણ ગરબડીનો કોઈ નિષ્કર્ષ નથી નીકળ્યો.

સેબીએ આ મામલે તપાસ કરીને બીજી મેએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રિપોર્ટ સુપરત કરવાનો હતો, પરંતુ હવે સેબીએ કોર્ટ પાસે આ તપાસ માચે વધુ સમય માગ્યો છે. કોર્ટમાં દાખલ અરજીમાં સેબીએ કહ્યું હતું કે નાણાકીય ખોટી નિવેદનબાજી, નિયમોની છેરપિંડી અને લેવડદેવડમાં છેતરપિંડી સંબંધિત સંભવિત ઉલ્લંઘનોને માલૂમ કરવાની કાર્યવાહી પૂરી કરવા માટે છ મહિનાનો વધુ સમય લાગશે.

સેબીએ શનિવારે અરજી કહ્યું હતું કે એને આ મામલામાં પ્રાથમિક દ્રષ્ટિએ અને અંતિમ નિષ્કર્ષ પહોંચવા માટે ઉલ્લંઘન નથી મળ્યું. સેબીઅ અરજીમાં કહ્યું હતું કે 12 સંદિગ્ધ વ્યવહારોની તપાસમાં માલૂમ પડે છે કે જે જટિલ છે અને એમાં પેટા વ્યવહારો સામેલ છે. આ લેવડદેવડની એક સખત તપાસ માટે વેરિફિકેશન સહિત વિગતવાર વિશ્લેષણ સાથે અલગ-અલગ સ્રોતોથી મળેલા આંકડાને તપાસવાની જરૂર હશે.