અમેરિકાના નિયામકોએ ફર્સ્ટ રિપબ્લિક બેન્કને સીઝ કરી

વોશિંગ્ટનઃ અમેરિકાની ફર્સ્ટ રિપબ્લિક બેન્કને રેગ્યુલેટર્સે નિયંત્રણમાં લઈ લીધી છે. બેન્કને ડૂબવાથી બચવા માટેના પ્રયાસોને નિષ્ફળ રહ્યા પછી રેગ્યુલેટર્સે આ પગલું લીધું છે. પ્રાપ્ત માહિતી મુજબ આ બેન્કને જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીને વેચવામાં આવશે. કેલિફોર્નિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ પ્રોટેક્શન એન્ડ ઇનોવેશન (DFPI)એ એક નિવેદનમાં કહ્યું હતું કે જેપી મોર્ગન ફર્સ્ટ રિપબ્લિકની મોટા ભાગની સંપત્તિઓ અને જમા રકમની જવાબદારી લેશે, એમાં એ જમા રકમ પણ સામેલ છે, જેનો વીમો નથી. DFPIએ સેન ફ્રાન્સિસ્કોની વડી મથકવાળી બેન્ક માટે ફેડરલ ડિપોઝિટલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનને રિસીવર નિયુક્ત કર્યા છે. DFPIએ એક નિવેદનમાં કહ્યું હતું કે બધી જમા રકમ લાગુ સીમા સુધી FDIC દ્વારા ઇન્શ્યોર છે.

જેપી મોર્ગન અમેરિકાની સૌથી મોટી બેન્ક છે. આ વ્યવહાર પછી એ હવે વધુ મોટી બેન્ક બની જશે. અત્યાર સુધી અમેરિકી રેગ્યુલેટર્સ જેપી મોર્ગનની એવી સ્થિતિને મૂકવામાંથી બચતા રહ્યા હતા. હાલના નિયામકીય પ્રતિબંધ, જેપી મોર્ગનને અમેરિકામાં કદ અને ડિપોઝિટને સામાન્ય પરિસ્થિતિઓમાં વધુ વધવાથી રોકે છે.

ફર્સ્ટ રિપબ્લિક કોઈ પણ અસરકાર બચાવ પ્લાન આપવામાં નિષ્ફળ રહ્યું હતું. ગયા સપ્તાહે એ જાહેરાત કરી હતી કે બેન્કને 100 અબજ ડોલરની ડિપોઝિટનું પહેલા ત્રિમાસિકમાં નુકસાન ભોગવવું પડ્યું હતું. જેનાથી બેન્કના શેરમાં કડાકો બોલી ગયો હતો. આ બેન્કની 80થી વધુ બ્રાન્ચ હતી. વર્ષ 2022ના અંત સુધી બેન્કમાં આશરે 7200થી વધુ લોકો કામ કરતા હતા. આ પહેલાં માર્ચમાં  અમેરિકામાં સિલિકોન વેલી અને સિગ્નેચર બેન્ક નાદાર જાહેર થઈ હતી. ફર્સ્ટ રિપબ્લિક આ વર્ષે નાદાર જનારી ત્રીજી અમેરિકી બેન્ક છે.

અમેરિકામાં ફર્સ્ટ રિપબ્લિક બેન્ક બીજી મોટી બેન્ક છે, જેની સંપત્તિ 233 અબજ ડોલર છે અને એ નિષ્ફળ થઈ હોય. આ પહેલાં 2008માં લેહમેન બ્રધર્સ બેન્ક નાદાર જાહેર થઈ હતી.