‘યશસ્વી જાયસ્વાલ છે ભારતીય ક્રિકેટનો નવો સુપરસ્ટાર’

મુંબઈઃ ભૂતપૂર્વ ક્રિકેટર રોબીન ઉથપ્પાનું માનવું છે કે યુવા બેટર યશસ્વી જાયસ્વાલ ભારતીય ક્રિકેટના નવા સુપરસ્ટાર્સમાંનો એક છે. આઈપીએલ-2023માં રાજસ્થાન રોયલ્સ વતી રમતા ઓપનર જાયસ્વાલે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ગયા રવિવારની મેચમાં જોરદાર સદી ફટકારી હતી. એણે 62 બોલમાં 18 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 124 રન ફટકાર્યા હતા. આ વખતની આઈપીએલ મોસમમાં આ સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બન્યો છે. આઈપીએલમાં આ તેની પહેલી જ સદી છે.

જિયોસિનેમા પર આઈપીએલ એક્સપર્ટ રોબીન ઉથપ્પાએ જાયસ્વાલની પ્રશંસા કરતાં કહ્યું કે, તેણે એના દાવના આરંભથી જ એનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. એણે નિર્ભય બેટિંગ કરી. તેનો અભિગમ અત્યંત બહાદૂરીભર્યો હતો. એ ચોક્કસપણે ભારતીય ક્રિકેટનો નવો સુપરસ્ટાર છે.