Home Blog Page 2778

વાસ્તુ: શિવલિંગ પર કેવડાના અત્તરથી અભિષેક કરવાથી આર્થિક છેતરપીંડી ઘટે

શું તમે ક્યારેય છેતરાયા છો? મોટા ભાગના લોકોનો જવાબ હા જ હશે. દરેકે દરેક વ્યક્તિ પોતાના જીવન કાળ દરમિયાન ક્યારેક તો છેતરાય જ છે. ક્યારેક આર્થિક, ક્યારેક માનસિક તો ક્યારેક સામાજિક બાબતો તેની સાથે જોડાયેલી હોય છે. કોઈનું ભલું કરવા જતા છેતરાઈ ગયાની લાગણી અનુભવાય તો શું કરવું જોઈએ? જે તે વ્યક્તિને એના કર્મના ભરોસે છોડી દેવા જોઈએ. એક માણસ છેતરાય છે ત્યારે એક સજ્જન વ્યક્તિના સ્વભાવમાં બદલાવ આવી શકે. એટલે કે એક સારી વિચારધારાનું ખૂન થાય છે. તેથીજ છેતરપીંડી કરનાર વ્યક્તિ કદાચ એકાદ ક્ષણ માટે રાજી થઇ શકે પણ સુખી તો ન જ થાય. ભારતીય નિયમો મુજબ વાસ્તુની ઉર્જાની સાથે વ્યક્તિના કર્મોની ઉર્જા પણ કામ કરે જ છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. જો આપને કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારો સ્વભાવ ખુબ લાગણી સભર છે. ભૂતકાળમાં મેં ભૂખ્યા રહીને પણ લોકોને જમાડ્યા છે. પણ હવે સમય બદલાયો છે. કોરોના કાળ પછી મારા આખા પરિવારે નવા કપડા ન લેવાનો, તહેવારો ન ઉજવવાનો, સાદું ખાવાનો નિર્ણય લીધો. અમે જરૂરીયાતમંદ લોકોની મદદ કરવા પ્રયત્ન કર્યો. પણ જેવી ખબર પડી કે અમે મદદ કરીએ છીએ. જેમની પાસે પુરતું હતું એ પણ અમને દબાણ કરીને મદદ લેવા આવી ગયા. એક હદ પછી અમે ના પાડી એટલે એમણે અમારા વિષે ખુબ ખરાબ વાતો કરવાની શરુ કરી દીધી. તો શું કોઈને મદદ ન કરવી જોઈએ? શું અમે ખોટા હતા? અમે અમારા મોજશોખ છોડીને સમાજને મદદ કરવા નીકળ્યા અને જે અનુભવ થયા એ પછી કોઈને મદદ કરવાનું મન નથી થતું. શું સારા માણસો રહ્યા જ નથી?

જવાબ: સુપાત્રને દાન. આ વાક્ય ખુબ સમજીને લખાયું હશે. દયામણા બનીને કોઈનો ઉપયોગ કરી લેવો એવી ખાસિયત વાળા લોકો બધાને મળી જાય છે. કર્મના સિદ્ધાંતને સમજવા વાળા લોકો ઘટી ગયા છે. અંતે સાથે કશુજ નથી આવવાનું એ પણ લોકો કદાચ ભૂલી રહ્યા છે. દેખાદેખી, મોજશોખ, એ જીવન નથી. કોઈક નેતા સાથે ફોટા પડાવીને લોકોને ઠગવા વાળા લોકો પણ દેખાય છે. તમે તમારી સારપ ન છોડો. જે લોકો માત્ર સ્વાર્થ માટે જ જીવે છે એમનો જીવનકાળ પણ સુખમય નથી હોતો. માણસને અમે એની જરૂરીયાતને સમજી અને મદદ કરો. ભીખ આપવી એ પણ ગુન્હો છે. કોઈ ગમે તે બોલે, દબાણમાં આવીને પણ કોઈને પૈસા ન અપાય. એવું કરીને તમે આવી પ્રવૃતિને પ્રોત્સાહન આપશો. તમે જેમને ખરા ટાણે મદદ કરી એ પણ તમારું અહિત ઈચ્છે છે એ સાચે જ ખરાબ કહેવાય. તમે એમના જીવનનો અભ્યાસ કરો. એ લોકો આંતરિક રીતે ક્યારેય સુખી નહિ હોય. અન્યના સુખમાં બાધક વ્યક્તિ સુખી ન જ થાય. તમે મદદ કરીને સુખી રહો. માત્ર ગમે તેને મદદ ન કરો. જોઈ વિચારીને મદદ કરો.

સવાલ: મેં સોસીયલ મીડિયા પર કોઈને મદદ માટેની અપીલ જોઈ અને જરા પણ વિચાર્યા વગર યથાશક્તિ મદદ કરી. મને એ વ્યક્તિ સારા લાગ્યા જે અન્યને મદદ કરવા લોકોને સમજાવતા હોય. એમના અન્ય એક કાર્યમાં મેં પૈસા આપ્યા અને હવે એમનો વ્યવહાર બદલાઈ ગયો છે. શું આગળ પણ જે રજૂઆત હતી એ માત્ર પોકળ જ હશે? શું ત્યારે પણ મારા પૈસાનો દુરુપયોગ જ થયો હશે? આવું થવાનું કારણ શું?

જવાબ: દરેક વ્યક્તિ એના સંજોગો પ્રમાણે વ્યવહાર કરે છે. બહુ ઓછા લોકો સ્થીતપ્રગ્ય રહી શકે છે. બની શકે કે પહેલી વખતની અપીલ સાચી હોય. જરૂર કરતા વધારે બહોળો પ્રતિસાદ મળ્યા બાદ એ વ્યક્તિના વિચારો બદલાયા હોય. કોઈ એક વ્યક્તિ અનેક વ્યક્તિને છેતરી શકે છે. અનેક વ્યક્તિઓ એક વ્યક્તિને વારાફરતી છેતરી શકે છે. પણ એક વ્યક્તિ એની એ વ્યક્તિને વારંવાર છેતરી ન શકે. કોઈના પણ આંખો મીંચીને વિશ્વાસ ન કરો. એની સામે દરેક વ્યક્તિ પર અવિશ્વાસ પણ ન કરો. પણ વિચારીને, સંજોગોને સમજીને અને રજૂઆતની સત્યતા જોઇને પછી નિર્ણય લો. કેટલાક લોકો ભલા માણસોને મુર્ખ સમજતા હોય છે. જયારે ઇશાનથી વાયવ્યની વચ્ચે બે થી બધારે દોષ હોય અને અગ્નિનો દોષ હોય ત્યારે વ્યક્તિને અન્યને છેતરવાનું સુજે. અને વાયવ્યના અમુક દોષના કારણે વ્યક્તિ છેતરાય. તમારો આશય સારો હતો એટલે એક નહિ તો બીજી રીતે તમારા પૈસા પાછા આવી જશે. સામે વાળાના કર્મ એના પોતાના હોય છે.

સુચન: શિવલિંગ પર કેવડાના સાચા અત્તરથી અભિષેક કરવાથી આર્થિક છેતરપીંડી ઘટે છે.( જોકે જાણકાર પાસે અભિષેકની સમગ્ર રીત જાણવી જરૂરી છે.)

Email: vastunirmaan@gmail.com

દુઃખ તથા સુખનો આધાર છે આપણા વિચારો

ઘટનાઓ તથા દુર્ઘટનાઓના કુચક્ર થી ભરેલ વર્તમાન સમયે માનવીની સાથે તથા તેની આજુબાજુ ના વાતાવરણમાં પણ અનેક ગમતી તથા અણગમતી ઘટનાઓ બનતી જ રહે છે. ક્યારેક આપણને અપમાનીત થવાની અનુભૂતિ થાય છે, કોઈ જગ્યાએથી આપણી ઇચ્છા મુજબ વ્યવહાર નથી થતો, ક્યારેક કોઈ મોટી બીમારી જીવન જીવવાની ઈચ્છાને સમાપ્ત કરી દે છે. ક્યારેક ધનની અછતના કારણે એક ખૂણામાં બેસીને આંસુ વહેવડાવવા પડે છે, ક્યારેક તણાવથી ભરેલ સંબંધોમાં શ્વાસ રૂંધાય છે તો ક્યારેક અજાણી ભયંકર શારીરિક તથા માનસિક યાતનાઓને સહન કરવી પડે છે. જો આપણે આ બાબતો અંગે વારંવાર વિચારીશું તો વર્તમાન સમયે દુઃખી થઈશું તથા બીજા માટે સમસ્યા ઊભી થઇ જશે. એ સંપૂર્ણ રીતે સત્ય છે કે વર્તમાન સમયે સંસારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેવો પણ પાગલ છે તેના 90 ટકા લોકો ભૂતકાળની દુઃખ આપનાર યાદ યાદોના કારણે જ પોતાના મનનું સંતુલન ગુમાવવા માટે નિમિત્ત બને છે.

ભગવાન શિવ પણ વ્યર્થની સ્મૃતિના વિષય માટે એ જ કહે છે કે જ્યારે મનુષ્યની સામે ભૂતકાળની ન ગમતી બાબતો આવે છે ત્યારે તે અંગે ખૂબ વિચારીને તેમાં પ્રાણ પૂરી દે છે. પરિણામે તે ખૂબ દુઃખી-અશાંત બની જાય છે. અંતમાં સાગર પરમાત્માની યાદમાં ‘બીતી સો બીતી” કરી તે વ્યર્થ બાબતોને મનમાંથી દૂર કરવી જ પડે છે. માનવ જીવનની સૌથી મોટી સમસ્યા એ છે કે તે ભૂલી જવા વાળી બાબતોને યાદ રાખે છે અને યાદ રાખવા જેવી બાબતોને ભૂલી જાય છે. આપણે વ્યર્થને ભૂલવા તથા સમર્થને ધારણ કરવાની કળા વિકસિત કરવી પડશે.

આ પ્રક્રિયામાં આપણા મનોબળનો ખૂબ મોટો હાથ છે. એ એક સનાતન સત્ય છે કે માનવને કોઈ દુઃખી નથી કરી શકતું. તે પોતાના વિચારો થી જ દુઃખી થાય છે. જૂની સ્મૃતિઓના આધાર પર આપણા વર્તમાનમાં વિચારો ઉત્પન્ન થાય છે જે આપણને દુ:ખી બનાવી દે છે. પરિણામે વર્તમાનના પડકારોનો સ્વીકાર કરવાની શક્તિ પણ સમાપ્ત થઈ જાય છે. સંસારની દરેક પ્રકારની પરિસ્થિતિઓ દરરોજ બદલાતી રહે છે.

 

એક શિક્ષક કે જેણે તમને સ્કૂલમાં માર માર્યો હતો. આજે તમે ઊંચા હોદ્દા પર હોવાના કારણે તમારું સન્માન કરે છે, તો શું તમે સ્કૂલની વાતને યાદ રાખીને તેમના થી નફરત કરશો? એક મિત્રએ તમને નવી નોકરી મેળવવા માટે સહયોગ નહોતો આપ્યો, પરંતુ આજે તે તમારા માટે કાંઈ પણ કરવા તૈયાર છે. તો શું તમે તેને તેજ નજર થી જોશો? એવી અનેક ઘટનાઓ છે કે જે સમયની સાથે બદલાઈ ગયેલ છે. પરંતુ જો તમે જૂની કડવી વાતોને જ યાદ રાખશો તો શું પ્રાપ્ત થશે? ફક્ત વર્તમાનમાં દુઃખ. ઘટનાઓની સાથે-સાથે માનવ દરેક સેકન્ડે બદલાતો જ રહે છે. એક સુંદર અંગ્રેજી કહેવત છે – “Every saint has a past and every sinner has a future.” આ વાક્ય નો સાર એ છે કે “આજનો ડાકુ કાલે સંત બની શકે છે તથા આજે જે સંત છે ભૂતકાળમાં ડાકુ હોઈ શકે છે.” માટે જ વર્તમાનમાં થયેલ પરિવર્તનની પ્રશંસા કરી પ્રસન્નતાનો અનુભવ કરવો તથા ભૂતકાળની દુઃખી કરવા વાળી બાબતોને ભૂલવું તે જ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

 

કોરાનાના 96 નવા કેસો, એક પણ મોત નહીં  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 96 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,93,282 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,893 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,59,372 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 146 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2017એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 79,408 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.16 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,32,370 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 445 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૬ જૂન, ૨૦૨૩

૧૬ જૂન, ૨૦૨૩

Chitralekha Gujarati – June 26, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

બિપરજોય વાવાઝોડાએ તબાહી મચાવી, ગુજરાતના 940 ગામોમાં વીજકાપ, સેંકડો વૃક્ષો ધરાશાયી

ચક્રવાત બિપરજોયનું કચ્છમાં લેન્ડફોલ શરૂ થયું છે. આ દરમિયાન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાએ લેન્ડફોલ કર્યું છે. હવે તે નબળા પડ્યા બાદ રાજસ્થાન તરફ વળ્યા છે. જો કે તે પહેલા કચ્છ, જામનગર અને દ્વારકામાં ભારે પવનના કારણે વીજ થાંભલા અને વૃક્ષો પડી ગયાના ચિત્રો બહાર આવી રહ્યા છે. આ વિસ્તારોમાં વીજળી પણ બંધ થઈ ગઈ છે.

ચક્રવાતી તોફાન બિપરજોયના ખતરાને લઈને કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સુધી દરેક લોકો એલર્ટ પર છે. NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો ગુજરાતમાં તૈનાત છે. સાથે જ નેવીના 4 જહાજોને હાલમાં સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. દરિયાકાંઠે રહેતા 74,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યો ચક્રવાતથી પ્રભાવિત છે. આ 9 રાજ્યો લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને રાજસ્થાન (પશ્ચિમ) છે.

ગુજરાતમાં તોફાનના કારણે 22 લોકો ઘાયલ થયા છે

ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે તોફાનના કારણે લગભગ 22 લોકો ઘાયલ થયા છે. જો કે હજુ સુધી કોઈનું મોત થયું નથી. 23 પશુઓએ જીવ ગુમાવ્યા છે. 524 વૃક્ષો પડી ગયા છે. કેટલીક જગ્યાએ વીજ થાંભલા પણ પડી ગયા છે. 940 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

પીએમ મોદીએ સીએમ પટેલ પાસેથી પરિસ્થિતિની માહિતી લીધી

વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી ફોન પર વાવાઝોડાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ તોફાનથી થયેલા નુકસાન અને એશિયાઈ સિંહો વિશે પણ પૂછપરછ કરી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચક્રવાતી તોફાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે મોડી રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપી હતી.

ગુજરાતમાં 18 જૂન સુધી 99 ટ્રેનો રદ

ચક્રવાત બિપરજોયના કારણે રેલ સેવાઓ પ્રભાવિત થઈ છે. જે વિસ્તારોમાં બિપરજોય અસરગ્રસ્ત છે, તે વિસ્તારોમાંથી પસાર થતી, દોડતી અથવા સમાપ્ત થતી 99 ટ્રેનો રદ કરવામાં આવી છે. 23 વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે, 3 ટ્રેનો ટૂંકી થઈ છે અને 7 ટ્રેન ટૂંકી થઈ છે. અત્યાર સુધીમાં 99 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, જ્યારે 39 ટ્રેનોને ટૂંકા ગાળા માટે રદ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે

હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ ચાલુ રહેશે. ત્યાર બાદ તોફાનની તીવ્રતા ઘટશે.

મહાતુફાનનો લેન્ડફોલ મોડી રાત સુધી ચાલશે, ઘણા વિસ્તારોમાં પાવર કટ

IMD અનુસાર, વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા સાંજે 6.30 વાગ્યે શરૂ થઈ હતી, જે મધરાત સુધી ચાલુ રહેશે. જેના કારણે ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ વચ્ચે-વચ્ચે વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ જાળ બંદરથી આગળ નલિયામાં પવનની મહત્તમ ઝડપ 95 કિમી પ્રતિ કલાકની રહી હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. તકેદારીના ભાગરૂપે માંડવી, મુન્દ્રા, નલિયા અને લખાપતમાં વીજળી ડુલ થઈ ગઈ હતી.

દ્વારકામાં અનેક વૃક્ષો ધરાશાયી, હોર્ડિંગ્સ પડી ગયા

ગુજરાતના દ્વારકામાં સુપર વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક હોર્ડિંગ્સ પડી ગયા. બિપરજોયના કારણે જિલ્લામાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

નવસારી જિલ્લાની તમામ શાળાઓ 16 જૂન સુધી બંધ રહેશે

ચક્રવાત બિપરજોયને જોતા ગુજરાતના નવસારી જિલ્લાની તમામ શાળાઓ 16 જૂને બંધ રહેશે.

ચક્રવાતની ધીમી ગતિને કારણે લેન્ડફોલની પ્રક્રિયામાં સમય લાગી રહ્યો છે

ચક્રવાત બિપરજોયનું લેન્ડફોલ કચ્છના દરિયાકાંઠે શરૂ થઈ ગયું છે. હાલમાં 115 થી 125 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે, લેન્ડફોલ સમયે 150 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતની ધીમી પ્રગતિને કારણે આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી રહ્યો છે.

વાવાઝોડું : અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં શુક્રવારે શાળા બંધ રાખવાનો નિર્ણય

બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થઈ ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળી રહી છે. તો બીજી તરફ રાજ્યના શહેરોની શાળાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

વાવાઝોડાની ગંભીર અસરને જોતા અમદાવાદમા શુક્રવારે શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલે અમદાવાદ શહેર અને જિલ્લાનીની શાળાઓ બંધ રહેશે. વાવાઝોડાની અસરને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદવાદનાં DEO એ પરિપત્ર જાહેર કરી તમામ શાળાઓને જાણ કરી છે.

તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 16 જૂને શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાના કારણે સંભવિત અસરને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ 13 થી 15 જુન સુધી શાળા બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. હવે વધું એક દિવસ શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બિપોરજોય વાવાઝોડાને લઈ પાટણ વહીવટી તંત્રએ પણ સાવચેતીના પગલાં લીધા છે. પાટણ જિલ્લામાં શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં તા,15 થી 17 સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. આંગણવાડી,પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા,તેમજ કોલેજોમાં 3 દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તારિખ 17ના રોજ સમગ્ર જિલ્લામાં પ્રાથમિક, માધ્યમમિક, અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંદ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા પત્ર વ્યવહાર દ્વારા શાળા કોલેજોને જાણ કરવામાં આવી છે. શૈક્ષણિક કાર્ય બંદ રહેશે પરંતુ આ દરમિયાન કર્મચારીઓને સ્થળ પર હાજર રહેવા સૂચન કરવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રહેશે

બિપોરજોય વાવાઝોડા અન્વયે બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ ૧૬મી અને ૧૭મી જૂને બંધ રાખવામાં આવશે છે.

વડોદરાની શાળા કોલેજો આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય

બિપોરજોય વાવાઝોડાને લઈ વડોદરાની શાળા કોલેજો આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આવતીકાલે વડોદરા શહેરની તમામ શાળાઓ અને કોલેજ બંધ રહેશે.  કલેકટર અતુલ ગોરે આદેશ જાહેર કર્યો છે.

વાવાઝોડું બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. ગુજરાતમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 12 km ની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જખૌ પોર્ટ પર ગમે ત્યારે ટકરાશે. હાલમાં 115 થી 125 km ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જો કે, જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ હવનની

બિપરજોય વાવાઝોડાને પગલે GSSSB અને GPSCની વર્ગ-2ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ

GPSC દ્વારા તારીખ 19 જૂનના રોજ આયોજિત મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની મુખ્ય પરીક્ષા વાવાઝોડાને કારણે હાલ પૂરતી મોકૂફ રખાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે બાકીની પરીક્ષાની તારીખો યથાવત રહેશે. જેમાં તારીખ 21 અને 23 જૂન 2023ના રોજની પરીક્ષા પેપર-3, 4 અને 5 યથાવત રાખવામાં આવી છે.

19 જૂનની મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની મુખ્ય પરીક્ષા મુલતવી 

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2ની મુખ્ય પરીક્ષા (લેખિત) તારીખ 19, 21 અને 23 જૂન 2023ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈને તારીખ 19 જૂન-2023ના રોજ યોજાનાર પેપર-1 અને 2ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં વર્તાઇ રહી છે. તેવામાં મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે તારીખ 21 અને 23 જૂન 2023ના રોજની પરીક્ષા પેપર-3, 4 અને 5 યથાવત રાખવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

 


GSSSB દ્વારા લેવાનાર ગુજરાતી સ્ટેનોગ્રાફરની પરીક્ષા પણ મોકૂફ

બિપરજોય વાવાઝોડાને પગલે GPSC દ્વારા તારીખ 19 જૂનના રોજ આયોજિત મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની મુખ્ય પરીક્ષા વાવાઝોડાને કારણે હાલ પૂરતી મોકૂફ રખાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવામાં હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાનાર ગુજરાતી સ્ટેનોગ્રાફરની પરીક્ષા પણ મુલતવી રખાવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાનાર ગુજરાતી સ્ટેનોગ્રાફરની પરીક્ષા સ્ટેનોગ્રાફર ગ્રેડ-2, વર્ગ-3 સંવર્ગની કૌશલ્ય કસોટીની પરીક્ષા અગાઉ 17 અને 18 જૂનના રોજ યોજાવાની હતી જે હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુલતવી રખાયેલ પરીક્ષાની નવી તારીખ મંડળ તરફથી જાહેર કરવામાં આવશે.

પંચાંગ 16/06/2023