Home Blog Page 2755

ગોલ્ડન કટારના ગનર દ્વારા એક્સ-સર્વિસમેન રેલીનું આયોજન

અમદાવાદઃ ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે 25 જૂને “ગોલ્ડન કટાર ગનર” દ્વારા એક્સ-સર્વિસમેન રેલીનું આયોજન કરવામા આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લાના 1000 સેવાનિવૃત્ત સૈનિકો, વીર નારીઓ અને શહીદ જવાનોની વિધવાઓએ રાષ્ટ્ર પ્રત્યે એકતાના તેમના દ્રઢ સંકલ્પ સાથે ભાગ લીધો હતો. આ રેલીને સૈન્ય અને નાગરિક પ્રશાસનના કેટલાક ઉચ્ચ રેન્કિંગ અધિકારીઓએ સંબોધિત કરી હતી. સેવાનિવૃત્તિ સૈનિકો અને વીર નારીઓને ફરી ખાતરી આપવામાં આવી હતી કે તેઓ હંમેશાં સશસ્ત્ર દળોના સભ્યો માટે પ્રેરણાસ્રોત રહેશે અને તેમના કલ્યાણ તેમ જ સુખાકારી માટે સૈન્ય હંમેશાં પ્રતિબદ્ધ છે. આ રેલીનું આયોજન જિલ્લા બોર્ડ, નાગરિક પ્રશાસન અને જિલ્લાઓની વિવિધ નાગરિક એજન્સીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું.

સેવાનિવૃત્ત જવાનો સાથે સંકળાયેલી વિવિધ બાબતો પર ધ્યાન આપવા માટે અહીં સંખ્યાબંધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં એક્સ-સર્વિસમેન કોન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમ, પુનર્સ્થાપન, સૈનિક બોર્ડ, હેલ્પલાઇન રેકોર્ડ ઓફિસ, સૈન્ય ભરતી સંગઠન, સુવિજ્ઞા અને સ્પર્શ સેલ પણ સામેલ હતા. મુલાકાતીઓના મેડિકલ ચેકઅપ માટે આર્યુર્વેદિક ક્લિનિકની સાથે સાથે સંપૂર્ણ આધુનિક સાધન-સામગ્રીથી સજ્જ મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક તપાસ અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આનાથી સેવા નિવૃત્ત સૈનિકોને સીધા જ અધિકારીઓ સમક્ષ તેમની ચિંતા વ્યક્ત કરવાનો મંચ પ્રાપ્ત થયો હતો.

તમામ સેવાનિવૃત્ત સેનિકો અને વીર નારીઓએ ગોલ્ડન કટાર ગનર દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલની પ્રશંસા કરી હતી અને તેમની ફરિયાદોનું નિવારણ કરવા બદલ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

કાશ!  વ્હાઇટ હાઉસમાં ‘છૈયા-છૈયા’ ગીત વખતે હું હાજર હોતઃ ખાન

મુંબઈઃ શાહરુખ ખાનને 25 જૂને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 31 વર્ષ પૂરાં કર્યાં હતાં. 1992માં તેની પહેલી ફિલ્મ ‘દીવાના’ રિલીઝ થઈ હતી. આ ખાસ પ્રસંગને એક્ટરે ફેન સાથે સવાલોના જવાબ આપીને માણ્યો હતો.  રવિવારે ટ્વિટર પર ‘Ask SRK’ સેશનમાં એક ફેને શાહરુખને વડા પ્રધાન મોદીની હાલની અમેરિકા યાત્રામાં ‘છૈયા-છૈયા’ વિશે પૂછ્યું હતું, ત્યારે તેણે કહ્યું હતું કે કાશ, હું ત્યાં હોત તો ડાન્સ કરવા લાગત, પણ તેઓ ટ્રેનની અંદર નહીં જવા દે. શાહરૂખ ખાનના ફની અંદાજથી લોકોને ખૂબ મજા પડી હતી.  

એક દક્ષિણ એશિયન ગ્રુપ પેન મસાલાએ વ્હાઇટ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત સમારોહમાં શાહરુખ ખાનનું લોકપ્રિય ગીત ‘છૈયા-છૈયા’ વગાડવામાં આવ્યું હતું.એનો વિડિયો સોશિયલ મિડિયમાં છવાયેલો છે.

આ વિડિયોમાં 19 લોકો ગીત ગાતા નજરે ચઢી રહ્યા છે. બધા કાળ રંગના સુટમાં દેખાઈ રહ્યા છે. એ દરમ્યાન વંદે માતરમ ભારત માતાની જય અને મોદી-મોદી જેવાં સૂત્રો પણ સાંભળવા મળ્યા હતા.

અન્ય એક ફેને શાહરુખને પૂછ્યું હતું કે 57 વર્ષની વયે પણ તું એક્શન અને સ્ટંટ કઈ રીતે કરી લે છે, જેના જવાબમાં તેણે કહ્યું હતું કે બહુ પેઇનકીલર્સ ખાવી પડે છે, ભાઈ. શાહરુખ ખાનની આગામી એક્શન ફિલ્મ ‘જવાન’ આવવાની છે, જે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે અને જે હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

 

 

 

અવંતિકા એક્સપ્રેસનો AC કોચ બન્યો વોટરફોલ

નવી દિલ્હીઃ મુંબઈ-ઇન્દોરની વચ્ચે ચાલતી અવંતિકા એક્સપ્રેસના એક સેકન્ડ AC કોચનો વિડિયો સોશિયલ મિડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે. એ યાત્રી દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં કોચની છતથી પાણી વહી રહ્યું છે.

યાત્રીએ જણાવ્યું હતું કે AC કોચની છતમાંથી પાણી વહેવાથી યાત્રીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ વિડિયોને લીધે રેલવે વહીવટી તંત્રની ચોમેરથી ટીકા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે રેલવેની લાપરવાહીને કારણે જો ટ્રેનમાં કરન્ટ ફેલાઈ જાય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે. આ વિડિયો 25 જૂનનો જણાવવામાં આવી રહ્યો છે. હાલ રેલવે અધિકારીઓને તત્કાળ તપાસના આદેશ આપ્યા છે.

કોંગ્રેસે AC કોચનો વિડિયો શેર કરતાં કહ્યું છે કે કાશ, કોરા પ્રચારને બદલે રેલવે એ કંઈક કામ કર્યું હતું. કોંગ્રેસ કટાક્ષ કરતાં લખ્યું હતું કે લીલી ઝંડી બતાવનાર  વડા (રેલવે) પ્રધાન હાલ વિદેશમાં છે, જ્યારે રેલવેપ્રધાને આ બાબતે ત્વરિત ધ્યાન આપવું જોઈએ.

મહિલા કોંગ્રેસના કાર્યવાહક અધ્યક્ષ નેટ્ટા ડિસુઝાએ ટ્વિટ કરતાં કહ્યું હતું કે ભારતીય રેલવેની દુર્દશા માટે કોણ જવાબદાર છે? એક અન્ય ટ્વિટર યુઝરે વ્યંગ કરતાં કહ્યું હતું કે ભારતીય રેલવેએ ઓપન શવરની સાથે નવો સુટ કોચ લોન્ચ કર્યો છે. એક અન્ય યુઝરે કહ્યું હતું કે ભારતીય રેલવે આ ટ્રેનોમાં શોવર જેલ, શેમ્પુ અને બાથરોબ ઉપલબ્ધ કરાવવા માટે ચર્ચા કરી રહી છે.

પશ્ચિમ રેલવેએ કહ્યું હતું કે આ મામલે તરત ધ્યાન આપવામાં આવ્યું છે અને અવંતિકા એક્સપ્રેસના બધા કોચોની તપાસ કરવામાં આવી છે અને હવે એવી કોઈ સમસ્યા નથી.

 

 

 

 

કોરાનાના 47 નવા કેસો, 220.67 કરોડ ડોઝ અપાયા   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 47 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,93,999 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,903 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,60,441 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 62 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1655એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 25,224 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.22 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,36,967 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 145 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 26/06/2023 થી 02/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.


નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિકકે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને  ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી  શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.


કામકાજમા ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમા રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.

જાગૃત વપરાશ – જીવન જીવવાની એક સમજદાર રીત તરફ આગેકુચ

પીયુષ: શું ઉપભોક્તાવાદ અથવા ‘કન્ઝૂમરીઝમ’ ખરેખર ગાંડપણથી પ્રેરિત છે? લોકો છ સાડીઓ ખરીદે છે કારણકે તેઓને બીક છે કે જયારે તે કોઈ પાર્ટીમાં જશે, ત્યારે ત્યાં બીજું કોઈ તેવી જ સાડી પહેરીને આવ્યું હશે. લોકો નવો મોબાઈલ ફોન ખરીદે છે કારણકે બીજા કોઈ એ પણ નવો મોબાઈલ ફોન લીધો છે. હું જયારે જુવાન હતો ત્યારે કોઈએ મને મારા ખોરાક સાથે ટેકો આપવા વધારાના ફૂડ સપ્લીમેન્ટસ આપ્યા ન હતાં, પરંતુ આજે આપણે આપણા બાળકોને દરેક પ્રકારની વસ્તુઓ ખવડાવીએ છીએ.

સદગુરુ: તમે તેને ‘કન્ઝૂમરીઝમ’ કે ‘ઉપભોક્તાવાદ’ કહો કે બીજું કંઈ, કોઈપણ જાતનો ‘ઈઝમ’ ‘-વાદ’ તમને બુદ્ધિહીનતા તરફ લઇ જશે. બુદ્ધિહીન ઉપભોક્તાવાદ ચોક્કસપણે મનુષ્યના હિતમાં માટે નથી. તમે જાણો છો ‘કનઝમ્પશન’ (ફેફસાના ક્ષયરોગનું પ્રાચીન નામ) એક રોગ હતો? હાલમાં પણ તે એક પ્રકારની માંદગી છે. એટલે કે, આપણે આપણા જીવન માટે શું જરૂરી છે તે નથી કરતાં પરંતુ બીજાઓની અપેક્ષ પ્રમાણે જીવીએ છીએ. જે લોકો તમારી પાસે વસ્તુઓની અપેક્ષા રાખે છે, તેઓ પોતાના જીવન વિષે કશું જાણતા નથી. જો તમે બીજા લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે જીવતા હોવ તો દેખીતી રીતે તમારું જીવન પણ ભટકી જશે.

બુદ્ધિહીનતા નો અર્થ છે કે તમે માત્ર કંઈ કરતા રહો છો. એકવાર બુદ્ધિહીનતાની શરૂઆત થશે પછી સમાજ કશે નહીં પહોંચે, તે એક ચક્રમાં ચાલ્યા જ કરશે. તે સમાજમાં કોઈ ઊંડાણ કે ગહનતા નહીં રહે. બધું દુષિત થઇ જશે. હાલમાં આપણે ઝડપથી તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. ભારત એક એવી સંસ્કૃતિ હતી કે જેમાં જીવનના દરેક પાસાનો એક ઊંડો અર્થ અને ગહેરા મૂળ હતા. સાદી વસ્તુઓ પણ- જેમકે કેવી રીતે બેસવું, ઉભા રહેવુ, કેવી રીતે ખાવું તે બધાનો ઊંડો સાંકેતિક અર્થ હતો. તેના કારણે, ભલે ગમે તેટલા પ્રકારની મુશ્કેલીઓ આપણી સામે આવી બાહ્ય પરિસ્થિતિઓના રૂપમાં જેમકે આક્રમણ, દુકાળ, કે બીજું કંઈ પણ, ભારતનો જુસ્સો હંમેશા અકબંધ રહ્યું છે.

જો તમે આ જુસ્સો મનુષ્યોમાંથી કાઢી લો અને તેમને કોઈ મોલમાં જીવવાની ફરજ પાડો તો તેઓ આસાનીથી પડી ભાંગશે. લગભગ ૨૦ વર્ષ પહેલાં, એવા લોકો જે માનસિક રીતે અસ્થિર હતાં, તેમની માત્રા ખુબ ઓછી હતી. તમે કહી શકો છો કે આ ગણતરી ખોટી હતી કારણકે વ્યવસ્થિત નોંધણી નહોતી થઈ, જે એક હકીકત છે, તેમ છતા, આટલા લાખો લોકોની સરખામણીમાં જે લોકો અસ્થિર હતાં તે ઘણાં ઓછા છે, કારણકે આ જુસ્સાના લીધે દરેક સાદી વસ્તુનો એક ઊંડો અર્થ અથવા એક ઊંડી શક્યતા હતી. જો તમે અમેરિકાની વસ્તીની ટકાવારી જુઓ, કે જેઓ ડિપ્રેશન અવરોધક દવાઓ કે ‘એન્ટીડિપ્રેસન્ટસ’નું સેવન કરે છે, તો તેઓ એક સ્વસ્થ સમાજ નથી, જે ઘણી બધી રીતે બુદ્ધિહીન ઉપભોક્તાવાદનું પરિણામ છે.

મને લાગે છે કે જીવવાની એક વધારે સમજદાર રીત શક્ય છે. એનો અર્થ એવો નથી કે તમે તમારા જીવનની મઝા ન માણી શકો, અથવા તમારે વસ્તુઓ વસાવવી ન જોઈએ. બધાની પાસે આવશ્યક વસ્તુઓ હોવી જોઈએ. પરંતુ કોઈકના મંતવ્ય સંતોષવા માટે આ ગ્રહને ઉખેડી કાઢવો તે માત્ર બુદ્ધીહીનતા જ કહેવાય. હું અહીં પર્યાવરણના હિતમાં કોઈ સંદેશ આપવાનો પ્રયત્ન નથી કરી રહ્યો. મારી ચિંતા મનુષ્યો વિષે છે. આ પેલા કહેવતવાળી વાર્તા જેવું છે કે જેમાં એક માણસ જે ડાળી ઉપર બેઠો છે તેને જ કાપવાનો પ્રયત્ન કરે છે. એટલે જો તે આ કાપવાના પ્રયાસમાં સફળ થશે, તો તે નીચે પડશે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

 

શ્રેયસ ઐયર હજી સાજો થયો નથી, કદાચ એશિયા કપ ચૂકી જશે

મુંબઈઃ ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર બેટર શ્રેયસ ઐયર પીઠના દુખાવાની તકલીફથી લાંબા સમયથી ટીમની બહાર છે. એને આ વર્ષની શરૂઆતમાં બોર્ડર-ગાવસકર ટ્રોફીની મેચ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી. ત્યારબાદ એની સર્જરી પણ થઈ છે. તે આ વર્ષની આઈપીએલ સ્પર્ધામાં પણ રમી શક્યો નહોતો. હજી પણ એ મેદાન પર જલદી પાછો ફરે એવી શક્યતા નહીંવત્ છે.

ઐયરને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જનારી ભારતીય ટીમમાં સામેલ કરાયો નથી અને અખબારી અહેવાલો અનુસાર, એને મેચ ફિટનેસ પ્રાપ્ત કરતાં હજી લગભગ ત્રણ મહિના જેટલો સમય લાગશે. એનો મતલબ એ થયો કે તે આ વર્ષની એશિયા કપ સ્પર્ધા તો ચૂકી જ જશે, પણ ભારતમાં જ નિર્ધારિત વર્લ્ડ કપ-2023માં રમવાનું પણ એને માટે મુશ્કેલ બનશે.

યૂટ્યૂબર ‘Mr Beast’ના બે કરોડ બચી ગયા, જાન પણ બચી ગયો

ન્યૂયોર્કઃ એક સદીથી પણ વધુ સમય પૂર્વે એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલા વૈભવશાળી ટાઈટેનિક જહાજનો ભંગાર નિહાળવા માટે મોંઘેરા ગ્રાહકોને લઈને ગયેલી ટાઈટન સબમરીન ડૂબી જવાની ઘટનાએ દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. તે દુર્ઘટનામાં પાંચ જણના મૃત્યુ થયા છે અને ટ્રિપનું આયોજન કરનાર ઓસનગેટ કંપની બદનામ થઈ ગઈ છે, કે એણે યોગ્ય પરીક્ષણો કર્યા વગર ટ્રિપનું આયોજન કર્યું હતું. હવે યૂટ્યૂબ ચેનલ પર જાણીતા થયેલા એક જણે એવો દાવો કર્યો છે કે એને પણ ટાઈટન સબમરીન પ્રવાસે જવાનું આમંત્રણ મળ્યું હતું.

‘Mr Beast’ તરીકે જાણીતા જેમ્સ સ્ટીફન ડોનાલ્ડસને એમના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ટાઈટન સબમરીન વિસ્ફોટને કારણે ડૂબી ગઈ એના અમુક જ દિવસો પહેલાં એમને પણ તે યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું હતું. ‘Mr Beast’ દુનિયાના સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ ધરાવનાર વ્યક્તિગત યૂટ્યૂબર છે. અમેરિકામાં તેઓ સૌથી ધનવાન સોશિયલ મિડિયા સ્ટાર છે.

એમણે કહ્યું છે કે, ઓસનગેટ કંપની દ્વારા આયોજિત ટાઈટન સબમરીન યાત્રા પર જવાનું એમને પણ જણાવવામાં આવ્યું હતું, પરંતુ પોતે તે ઓફર નકારી કાઢી હતી. ‘ટાઈટેનિક સબમરીનની યાત્રામાં જોડાવાનું મને આ મહિનાના આરંભમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ મેં ના પાડી દીધી હતી. મને તો એ વિચાર આવતાં જ કંપારી છૂટે છે કે હું પણ એમાં હોત.’ આ લખાણ સાથે ‘Mr Beast’ એક સ્ક્રીનશોટ શેર કર્યો છે જેમાં એક વ્યક્તિ એમને ટાઈટેનિક જહાજનો ભંગાર જોવા  માટેની યાત્રા પર લઈ જવાની તેમને ઓફર કરે છે.

આ કરોડોપતિ ટ્યૂબરે એમના ફોન પરની એક ટેક્સ્ટ શેર કરી છે, જેમાં આમ વંચાય છેઃ હું પણ આ મહિનાના અંતમાં એક સબમરીનમાં બેસીને ટાઈટેનિક ખાતે જવાનો છું. તમે પણ સાથે આવશો તો ટીમ ઉત્સાહિત થશે.

ઉલ્લેખનીય છે કે ઓસનગેટ કંપની દ્વારા સબમરીન ટ્રિપ માટે વ્યક્તિ દીઠ ટિકિટ માટે અઢી લાખ યૂએસ ડોલર લેવામાં આવ્યા હતા, જે કિંમત રૂ. બે કરોડ જેટલી થાય. ‘મિસ્ટર બીસ્ટ’ને તો એટલી રકમની ટિકિટ ખરીદવી પોષાય એમ હતી, કારણ કે તેઓ 10 કરોડ 50 લાખ ડોલર (રૂ. 860 કરોડ)ની સંપત્તિના માલિક છે.

ડૂબી ગયેલી ટાઈટન સબમરીનમાં માર્યા ગયેલાઓના નામ છેઃ બ્રિટિશ ઉદ્યોગપતિ હેમિશ હાર્ડિંગ, પાકિસ્તાની ઈન્વેસ્ટર શાહઝાદા દાઉદ અને એમનો પુત્ર સુલેમાન, ફ્રેન્ચ ડાઈવર અને ટાઈટેનિક એક્સપર્ટ પૌલ-હેન્રી નાર્ગોલેટ અને ઓસનગેટના સીઈઓ સ્ટોકટન રશ.

સુવિચાર – ૨૬ જૂન, ૨૦૨૩

સુવિચાર – ૨૬ જૂન, ૨૦૨૩

૨૬ જૂન, ૨૦૨૩

૨૬ જૂન, ૨૦૨૩