મુંબઈઃ મૂળ શ્રીલંકાની અને બોલીવુડની અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝે મુંબઈમાં એક નવો આલિશાન ફ્લેટ ખરીદ્યો છે. તેનો વિડિયો અને ફોટા ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે. જેક્લીને આ ફ્લેટ બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં જ્યાં ધનવાન લોકો મોટી સંખ્યામાં રહે છે તે પાલી હિલ વિસ્તારમાં ખરીદ્યો છે. સલમાન ખાન, સૈફ અલી ખાન-કરીના કપૂર, રણબીર કપૂર-આલિયા ભટ્ટ જેવી અનેક બોલીવુડ હસ્તીઓ આ જ વિસ્તારમાં રહે છે.
જેક્લીન આ પહેલાં વિલે પારલે (વેસ્ટ)ના જુહૂ વિસ્તારમાં રહેતી હતી. તે ફ્લેટમાં એની પહેલાં અન્ય બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા રહેતી હતી. એ જ ફ્લેટ ખરીદીને જેક્લીન ત્યાં રહેતી હતી. પાપારાઝી વિરલ ભાયાણીએ જેક્લીનનાં નવા ફ્લેટની બહારનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. બિલ્ડિંગનું નામ છે – ‘અશર નવરોઝ’. 17-માળના આ ટાવરમાં સ્વીટ્સ, પેન્ટહાઉસ, સ્કાઈ વિલા, મેન્શનનો સમાવેશ થાય છે. દરેક ફ્લેટ 2,600 સ્ક્વેર ફૂટથી વધારે એરિયાના છે. બિલ્ડિંગની અંદર વિશાળ સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ અને સુંદર લાઉન્જ પણ છે.
છે. આ રહેણાક બિલ્ડિંગ સંકુલમાં સૌથી સસ્તા ફ્લેટની કિંમત 12 કરોડ રૂપિયા છે. જેક્લીને ફ્લેટ કેટલી કિંમતે ખરીદ્યો છે તે હજી જાણવા મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, રૂ. 200 કરોડના મની લોન્ડ્રિંગ પ્રકરણમાં સંડોવાયેલા ઉદ્યોગપતિ અને ઠગ તરીકે કુખ્યાત સુકેશ ચંદ્રશેખર સાથે જેક્લીનનું નામ જોડાયું છે. બંનેની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના અધિકારીઓએ આ પ્રકરણના સંબંધમાં જેક્લીનની પૂછપરછ પણ કરી છે. ઈડીનો દાવો છે કે સુકેશે શ્રીલંકામાં જેક્લીન માટે એક આલિશાન ઘર ખરીદ્યું છે.
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.
વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.
સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.
આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો સારો ઉપયોગ કરી શકો.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
શરદ પવારની એનસીપીને અજિત પાવરે સંપૂર્ણપણે ઉડાવી દીધી હતી અને તેને એનડીએના ખોળામાં નાખીને શિંદે સરકારનો હિસ્સો બનાવ્યો હતો. આ સાથે મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર રસપ્રદ બન્યું છે. ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા પછી, અજિત પવારે તેમના કાકા દ્વારા રચાયેલી પાર્ટી પર દાવો કરતા કહ્યું કે, અમે વાસ્તવિક NCP છીએ અને NCPના તમામ ધારાસભ્યો અમારી સાથે આવ્યા છે. અજિત પવારના આ નિર્ણય બાદ મહાવિકાસ આઘાડી ‘શિવસેના-કોંગ્રેસ-એનસીપી ગઠબંધન’ને મોટો ઝટકો લાગ્યો છે.
NCPમાંથી બળવો કર્યા બાદ અજિત પવારે કહ્યું, ‘આજે અમે મહારાષ્ટ્ર સરકારને સમર્થન આપવાનું નક્કી કર્યું છે અને મંત્રી તરીકે શપથ લીધા છે. પોર્ટફોલિયો વિશે પછીથી ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને, અમે વિચાર્યું કે આપણે વિકાસને ટેકો આપવો જોઈએ. તેમણે કહ્યું કે અમે NCPના લગભગ તમામ ધારાસભ્યો સાથે મળીને શિંદે ફડણવીસ સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અમે શપથ લીધા. તેમણે કહ્યું કે તેમણે 9 મંત્રીઓ સાથે શપથ લીધા છે. આગામી વિસ્તરણમાં અન્ય કેટલાક મંત્રીઓને ઉમેરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં ભાજપ સાથે મળીને તમામ ચૂંટણી લડીશું
અજિત પવારે કહ્યું, ‘અમારી પાસે તમામ નંબર છે, તમામ ધારાસભ્યો મારી સાથે છે. અમે અહીં એક પક્ષ તરીકે આવ્યા છીએ. અમે તમામ વરિષ્ઠ નાગરિકોને પણ જાણ કરી છે. લોકશાહીમાં બહુમતીને મહત્વ આપવામાં આવે છે. અમારી પાર્ટી 24 વર્ષની છે અને યુવા નેતૃત્વએ આગળ આવવું જોઈએ.
અજિત પવારે એમ પણ કહ્યું કે, ‘પીએમ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. તે અન્ય દેશોમાં પણ લોકપ્રિય છે. દરેક વ્યક્તિ તેને ટેકો આપે છે અને તેના નેતૃત્વની પ્રશંસા કરે છે. અમે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી તેમની (ભાજપ) સાથે મળીને લડીશું અને તેથી જ અમે આ નિર્ણય લીધો છે.
છગન ભુજબળે કહ્યું- મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવા પાછળ કોઈ દબાણ નથી
અજિત પવાર સાથે આજે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયેલા NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળે કહ્યું, “તેઓ (વિપક્ષ) કહી રહ્યા છે કે અમે અહીં છીએ કારણ કે અમારી વિરુદ્ધ કેસ છે અને અમે દબાણમાં છીએ.” આપણામાંના મોટા ભાગના લોકો પાસે અત્યારે કેસ નથી અથવા તપાસ હેઠળ છે. કોર્ટે કોઈ સુનાવણી હાથ ધરી નથી. અમારી વિરુદ્ધ કોઈ જબરદસ્તીભર્યું પગલાં લેવામાં આવ્યાં નથી કારણ કે અમારી વિરુદ્ધ કંઈ નક્કર નથી. તેથી અમે દબાણમાં હતા એટલે અમે જોડાયા એ યોગ્ય નથી.
ઝિમ્બાબ્વે માટે માત્ર કેપ્ટન સીન વિલિયમ્સે પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. આ સિવાય બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઝિમ્બાબ્વેના કેપ્ટન સીન વિલિયમ્સે 57 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. શ્રીલંકાના બોલરોની વાત કરીએ તો મહિષ તિક્ષ્ણ સૌથી સફળ બોલર હતો. મહિષ તિક્ષ્ણાએ 8.2 ઓવરમાં 25 રન આપીને 4 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે દિલશાન મધુશંકાને 3 સફળતા મળી હતી. આ સિવાય મહિથા પાથિરાનાએ 2 વિકેટ લીધી હતી. દાસુન શનાકાએ 1 વિકેટ પોતાના નામે કરી હતી. મહિષ તિક્ષાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ઝિમ્બાબ્વેના 165 રનના જવાબમાં શ્રીલંકાની ટીમે 32.1 ઓવરમાં 1 વિકેટે 169 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શ્રીલંકા તરફથી ઓપનર પથુમ નિશંકાએ શાનદાર સદી ફટકારી હતી. આ બેટ્સમેને 102 બોલમાં અણનમ 101 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે કુસલ મેન્ડિસ 42 બોલમાં 25 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે દિમુથ કરુણારત્નેએ આઉટ થતા પહેલા 56 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વે માટે એકમાત્ર સફળતા રિચર્ડ નગારાવાને મળી હતી.
નોએડા (ઉત્તર પ્રદેશ): રિલાયન્સ રીટેલ કંપનીની માલિકીની રોબોટિક્સ કંપની એડવર્બ ટેક્નોલોજીઝ આવતા પાંચ વર્ષમાં રૂ. 8,000 કરોડથી વધુની કમાણી કરવા ધારે છે. આ માટે તે એની ઉત્પાદન ક્ષમતાને વધારશે અને બજારના પાયાના લક્ષ્યમાં વિવિધતા લાવશે.
એડવર્બના સહ-સ્થાપક અને સીઈઓ સંગીત કુમારનું કહેવું છે કે એમની કંપની ગ્રેટર નોએડા સ્થિત તેના રોબોટ ઉત્પાદક પ્લાન્ટમાં રૂ. 500 કરોડનું તબક્કાવાર ઈન્વેસ્ટમેન્ટ કરશે. ઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ કંપની એક અબજ યૂએસ ડોલર (રૂ. 8,000 કરોડથી વધારે) કમાણી કરતી થઈ જશે એવી અમને આશા છે.
કંપનીએ હાલ તેના પ્લાન્ટમાં રૂ. 200 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. ફેક્ટરીનું ઉદઘાટન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગયા અઠવાડિયે કર્યું હતું.
કંપની હાલ વેરહાઉસ અને ફેક્ટરીઓ સહિતના ઔદ્યોગિક ગ્રાહકોને પોતાના ઉત્પાદનો પૂરા પાડે છે, પરંતુ આ વર્ષના અંત સુધીમાં તે હોસ્પિટલોમાં વાપરી શકાય એવા રોબોટ્સ પૂરા પાડવા ધારે છે.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ દેશના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને કેન્દ્રિય ગૃહ અને વિદેશ મંત્રાલયોને લેખિતમાં વિનંતી કરી છે કે તેઓ પાકિસ્તાન ટીમને આવતા ઓક્ટોબર-નવેમ્બરમાં આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ-2023માં રમવા માટે ભારત જવાની મંજૂરી આપે. પત્રમાં પીસીબીને એવી સલાહ આપવાની વિનંતી કરવામાં આવી છે કે શું પાકિસ્તાની ટીમે ભારતના પ્રવાસે જવું જોઈએ? અને જો જવું જોઈએ તો, શું ત્યાંના પાંચ સ્થળોમાંથી ભારતીય ટીમ જ્યાં રમવાની હોય એવા કોઈ સ્થળને માટે વાંધો દર્શાવવો જોઈએ કે નહીં?
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદી સંગઠનો દ્વારા છેલ્લા અનેક વર્ષોથી ભારતમાં આતંકવાદી હુમલાઓ અને ભારત-વિરોધી આતંકી પ્રવૃત્તિઓ કરતી હોવાથી ભારતે આ પડોશી દેશ સાથેના દ્વિપક્ષી ક્રિકેટ સંબંધો પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા ભારત આયોજિત વર્લ્ડ કપ-2023ના કાર્યક્રમ અનુસાર, પાકિસ્તાન ટીમે ભારતમાં પાંચ શહેરોમાં 9 મેચ રમવાની રહેશે. આમાંની એક હશે, 15 ઓક્ટોબરે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામેની મેચ.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ 2016 પછી ભારતમાં ફરી રમવા આવી નથી. 2016માં તે મેન્સ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રમવા આવી હતી.
પાકિસ્તાનની હાલની સરકારની મુદત આવતા ઓગસ્ટ મહિનામાં પૂરી થાય છે. તેથી એ પાકિસ્તાન ટીમના ભારત પ્રવાસ અંગે સત્તાવાર નિર્ણય લેવાનું મોટે ભાગે ટાળવાનું પસંદ કરશે અને નવી સરકાર સત્તા પર આવે તેની પર છોડશે. 2016માં, તે વખતના વડા પ્રધાન નવાઝ શરીફની સરકારે તેમના દેશની ટીમને ભારતમાં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રમવા જવાની છેલ્લી ઘડીએ પરવાનગી આપી હતી. આ વખતે પણ કદાચ એવું જ થઈ શકે છે.
હવામાન વિભાગે આગામી પાંચમી જુલાઈ સુધી દરેક જિલ્લમાં હળવાથી મધ્યમ તથા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં પાછલા બે દિવસથી ખુબ જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ચાર અને પાંચ તારીખે વરસાદની કોઈ ચેતવણી નથી. પાટણમાં પણ એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ચાર અને પાંચ તારીખે વરસાદની કોઈ ચેતવણી નથી.
કેટલાક વિસ્તારોમાં તો ઓછા સમયમાં વધારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગઇકાલ સાંજે વરસાદે ધમધમાટી બોલાવતા ઠેર-ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સહિત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પણ અમદાવાદમાં આખો દિવસ વરસાદી માહોલ બનેલો રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વિસાવદર અને જૂનાગઢમાં ધોધમાર વરસાદના કારણે જીવનની દોરીમાં ખલેલ પડી છે. તેમજ નદીનાળા પાણીથી છલકાઈ ગયાં છે. નદીઓ પણ હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે.
મહેસાણામાં એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પાંચમી જુલાઈએ પણ વરસાદી માહોલ બનેલો રહી શકે છે.
સાબરકાંઠા જિલ્લામા પણ એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત પાંચ તારીખ સુધી વરસાદી વાતાવરણથી લોકોની આંખોને ઠંડક મળતી રહી શકે છે. બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં પણ પાંચ તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે.
અરવલ્લી અને ખેડા જિલ્લામાં પણ પાંચ તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી આજે વરસાદનું યલો એલર્ટ છે પણ આવતીકાલથી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, આણંદ અને વડોદરામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દાહોદ, મહિસાગર, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ આગામી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે લોકો મજા માણી શકે છે. નર્મદા જિલ્લામાં આજે યલો એલર્ટ છે પણ આવતીકાલથી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથેની આગાહી છે.
ભરૂચ અને સુરતમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો 2 જૂલાઇએ સુરતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ત્રણથી પાંચ તારીખ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં 2 જૂલાઇએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ત્રણ જુલાઈથી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. તાપી જિલ્લામાં આવતી કાલથી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. દાદરા નગર હવેલી અને દમણમાં 2 જૂલાઇથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં આગામી પાંચ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરાઇ છે.
રાજકોટમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. જામનગરમાં આવતી કાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદરમાં આગામી બે દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યાર બાદ પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે.
જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં આવતીકાલે યલો એલર્ટ છે. પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે.
મોરબીમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. દેવભૂમી દ્વારકામાં આવતીકાલે યલો એલર્ટ છે. જ્યારે પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે.
બોટાદમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. કચ્છમાં ત્રણ તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. જ્યારે ચારથી પાંચ જુલાઈ સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.