રાજ્યમાં પાંચ જૂલાઇ સુધી વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગે આગામી પાંચમી જુલાઈ સુધી દરેક જિલ્લમાં હળવાથી મધ્યમ તથા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં પાછલા બે દિવસથી ખુબ જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ચાર અને પાંચ તારીખે વરસાદની કોઈ ચેતવણી નથી. પાટણમાં પણ એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ચાર અને પાંચ તારીખે વરસાદની કોઈ ચેતવણી નથી.

કેટલાક વિસ્તારોમાં તો ઓછા સમયમાં વધારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગઇકાલ સાંજે વરસાદે ધમધમાટી બોલાવતા ઠેર-ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સહિત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પણ અમદાવાદમાં આખો દિવસ વરસાદી માહોલ બનેલો રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વિસાવદર અને જૂનાગઢમાં ધોધમાર વરસાદના કારણે જીવનની દોરીમાં ખલેલ પડી છે. તેમજ નદીનાળા પાણીથી છલકાઈ ગયાં છે. નદીઓ પણ હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે.

મહેસાણામાં એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પાંચમી જુલાઈએ પણ વરસાદી માહોલ બનેલો રહી શકે છે.

સાબરકાંઠા જિલ્લામા પણ એકથી ત્રણ જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત પાંચ તારીખ સુધી વરસાદી વાતાવરણથી લોકોની આંખોને ઠંડક મળતી રહી શકે છે. બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં પણ પાંચ તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે.

અરવલ્લી અને ખેડા જિલ્લામાં પણ પાંચ તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી આજે વરસાદનું યલો એલર્ટ છે પણ આવતીકાલથી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, આણંદ અને વડોદરામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દાહોદ, મહિસાગર, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ આગામી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે લોકો મજા માણી શકે છે. નર્મદા જિલ્લામાં આજે યલો એલર્ટ છે પણ આવતીકાલથી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથેની આગાહી છે.

ભરૂચ અને સુરતમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો 2 જૂલાઇએ સુરતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ત્રણથી પાંચ તારીખ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં 2 જૂલાઇએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ત્રણ જુલાઈથી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. તાપી જિલ્લામાં આવતી કાલથી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. દાદરા નગર હવેલી અને દમણમાં 2 જૂલાઇથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં આગામી પાંચ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરાઇ છે.

રાજકોટમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. જામનગરમાં આવતી કાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદરમાં આગામી બે દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યાર બાદ પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે.

જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં આવતીકાલે યલો એલર્ટ છે. પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે.

મોરબીમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. દેવભૂમી દ્વારકામાં આવતીકાલે યલો એલર્ટ છે. જ્યારે પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે.

બોટાદમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. કચ્છમાં ત્રણ તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે. જ્યારે ચારથી પાંચ જુલાઈ સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.