00
ચોમાસાના વરસાદમાં ભીંજાતું મુંબઈઃ શહેરના નામાંકિત ફોટોજર્નાલિસ્ટ્સે પાડેલી ઉત્કૃષ્ટ તસવીરોનું એક્ઝિબિશન



(તસવીરઃ દીપક ધુરી)
‘ગુજરાતી ભાષાનાં અભ્યાસનું મહત્ત્વ અને રોજગારની તકો’ વિષય પર વ્યાખ્યાન
મુંબઈઃ “ગુજરાતી ભાષાનાં અભ્યાસનું મહત્ત્વ અને રોજગારની તકો” વિષય પર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 8 જુલાઈ, 2023ના શનિવારના રોજ યોજવામાં આવનાર આ કાર્યક્રમમાં વક્તા તરીકે એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી, મુંબઈનાં ગુજરાતી વિભાગનાં પ્રોફેસર કવિત પંડ્યા ઉપસ્થિત રહેશે.
સ્થળ: જોગર્સ પાર્ક, જિમ્નેશિયમ પાછળ, ચિકુવાડી, શિમ્પોલી મેટ્રો સ્ટેશન નજીક, બોરીવલી (વેસ્ટ). સમયઃ સાંજે ચાર થી પાંચ
વિશ્વમાં તંબાકુ ઉપભોક્તા દેશોમાં ભારત બીજા ક્રમાંકે
નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે તંબાકુના સેવનથી વર્ષેદહાડે આશરે 80 લાખ લોકોનાં મોત થાય છે, જેમાં ભારતમાં એકલા 13 લાખ લોકો એનો શિકાર થાય છે. દેશમાં પુરુષો ને મહિલાઓમાં થતા કેન્સરનો ક્રમશઃ અડધાથી વધુ એક ચતુર્થાંશ કેન્સર તંબાકુ અને એને લગતા પદાર્થોના સેવનથી થાય છે, એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો ડેટા કહે છે.
ભારતમાં આશરે 26.7 કરોડ યુવા-જેમની વય 15 વર્ષથી વધુ છે અને દેશની વસતિની યુવા જનસંખ્યા 29 ટકા છે – તંબાકુ ઉત્પાદનોનું સેવન કરે છે. તંબાકુ અને એના સંબંધિત ઉત્પાદનોના અંધાધૂધ ઉપયોગે ભારતને વિશ્વમાં ચીન (30 કરોડ) પછી બીજા સૌથી મોટા તંબાકુ ઉપભોક્તા દેશની શ્રેણીમાં આવે છે. અત્યાર સુધી સંશોધનો મુજબ તંબાકુમાં બેન્ઝિન, નિકોટિન, હાઇડ્રોડજન સાઇનાઇડ, એલ્ડિહાઇડ સીસું, આર્સેનિક ટાર અને કાર્બન મોનોઓક્સાઇડ વગેરે જેવા 70 ખતરનાક તત્ત્વ સામેલ હોય છે, જેનાથી આપણા આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડે છે.
ભારતના રાષ્ટ્રીય કેન્સર રજિસ્ટ્રેશનના આંકડા અનુસાર 2012-16ની વચ્ચે કેન્સરના કુલ કેસોમાં 27 ટકા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તંબાકુથી સંબંધિત છે. તંબાકુથી કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓ અને હાર્ટ અટેકની આશંકા વધી જાય છે. એ આપણી કલ્પના શક્તિ, માનસિક ચેતના અને સ્થિરતાને અસર કરે છે, જેનાથી સુસ્તીને પણ પ્રભાવિત કરે છે, જેનાથી સુસ્તી અને લકવા જેવી બીમારી પણ થઈ શકે છે.દેશમાં એકલા રાજસ્થાનમાં વર્ષેદહાડે રૂ. 22,000 કરોડની તંબાકુ ખાવામાં આવે છે.
આઇસી15 ઇન્ડેક્સમાં 864 પોઇન્ટનો ઘટાડો
મુંબઈઃ અમેરિકામાં વ્યાજદરમાં વધારો કરાવાની શક્યતા હજી ઊભી છે અને દેશના વૃદ્ધિદર બાબતે પણ ચિંતા પ્રવર્તે છે એવી સ્થિતિમાં શુક્રવારે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો હતો. માર્કેટના બેન્ચમાર્ક આઇસી15 ઇન્ડેક્સના તમામ ઘટક કોઇનમાં ઘટાડો નોંધાયો હતો, જેમાંથી લાઇટકોઇન, શિબા ઇનુ, ચેઇનલિંક અને ઈથેરિયમ ચારથી આઠ ટકાની રેન્જમાં સૌથી વધુ ઘટનારા કોઇન હતા. બિટકોઇનમાં ફરીથી ઘટાડો થતાં ભાવ 31,000 ડોલરની નીચે પહોંચી ગયો હતો.
દરમિયાન, નામીબિયાની સંસદે ક્રીપ્ટોકરન્સી, ડિજિટલ એસેટ્સના નિયમન માટે ખરડો પસાર કર્યો છે, જેથી ગ્રાહકોનું રક્ષણ કરી શકાય. યુનાઇટેડ આરબ એમીરેટ્સે બિટકોઇન માઇનિંગનું કેન્દ્ર બને એ માટેના પ્રયાસ સ્થાનિક સરકારે શરૂ કર્યા છે. એના માટે ભરપૂર પ્રમાણમાં ઊર્જા, કરવેરાના લાભ અને માઇનર્સ માટે બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.11 ટકા (864 પોઇન્ટ) ઘટીને 40,012 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,876 ખૂલીને 40,988ની ઉપલી અને 39,670 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
હાઇકોર્ટના ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં લડીશું: ચાવડા
અમદાવાદઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અરજી પર હાઇકોર્ટે આપેલા ચુકાદા પર પ્રતિક્રિયા આપતાં પાર્ટીના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ચુકાદાની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં જશે ને કાનૂની લડાઈ લડશે. તેમણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે જ્યારથી રાહુલ ગાંધી સવાલ પૂછી રહ્યા છે- મોદીજી અને અદાણી વચ્ચે શો સંબંધ છે. 
દેશમાં મહિલાઓની વિરુદ્ધ અત્યાચાર, બળાત્કાર થઈ રહ્યા છે, દેશમાં રાહુલજીએ રોજગારી મુદ્દે સવાલ કર્યા છે, દેશની સરહદ ચીન અને પાકિસ્તાન દ્વારા કબજો કરવામાં આવી રહ્યો છે. આમ કરીને રાહુલજીનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
सत्य का सूरज एक दिन निकलेगा जरूर
कोर्ट का फैसला भी एक दिन बदलेगा जरूरसमय है सरकार, हमेशा बदलता है
कालचक्र का पहिया भी एक दिन घूमेगा जरूरकितना भी कुचल ने की कोशिश कर लो
तुम हमारी आत्माओ को
कांग्रेस के योद्धाओं का दिल है साहब
देश और राहुल जी के लिए धड़केगा जरूरना हारेंगे… pic.twitter.com/QP5jPMDnUy
— Amit Chavda (@AmitChavdaINC) July 7, 2023
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલજીએ કહ્યું છે કે ડરો નહીં. તમે સંસદમાંથી કાઢો, ઘર ખાલી કરાવી દો, જેલમાં નાખો, પરંતુ દેશના લોકોનો અવાજ ઉઠાવવાથી મને કોઈ અટકાવી શકે. રાહુલજી એકમાત્ર એવા નેતા છે, જે દેશના લોકોની સાથે છે તેમના નેતૃત્વમાં લોકોને આશા છે, એમ કોંગ્રેસના પાર્ટીના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું.

દેશની અલગ-અલગ શહેરોની કોર્ટમાં તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ આવા કેસોમાં દરેક પ્રકારની જોગવાઈ હોવા છતાં એક પછી એક ચુકાદા એવા અપાઈ રહ્યા છે, જેનાથી લાગે છે દેશમાં લોકશાહી ખતમ કરીને તાનાશાહનું શાસન આવી ગયું છે. આ નવી આઝાદીની લડાઈ છે અને રસ્તાથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈ અમે લડીશું.
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૦૭ જૂલાઈ, ૨૦૨૩
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૦૭ જૂલાઈ, ૨૦૨૩
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ ચેખલા ગામે ‘સખી મંડળ’નાં બહેનોની લીધી મુલાકાત
અમદાવાદઃ અહીં ચાલી રહેલા ‘U20 મેયરલ સમીટ’ના ચર્ચા સત્રોના ચાર વિષયો પૈકી એક છે – “વિકાસના મુખ્ય પ્રવાહમાં મહિલાઓનો સમાવેશ”. આ હેતુને ચરિતાર્થ કરતો પ્રશંસનીય પ્રયાસ અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ કર્યો છે.
આ જ શૃંખલામાં તેઓ સાણંદ તાલુકાના ચેખલા ગામે પહોંચ્યા હતા. જ્યાં ગામમાં ઉપલબ્ધ વિવિધ સરકારી સુવિધાઓ તેમજ નિર્માણ કાર્યોની સમીક્ષા કરી તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત તેમણે ‘સખી મંડળ’ની બહેનો સાથે પણ વિચારવિમર્શ કર્યો હતો. સખી મંડળના માધ્યમથી મહિલાઓ ઊનની હાથવણાટની વિવિધ વસ્તુઓ બનાવે છે. આ પ્રવૃત્તિને કારણે મહિલાઓ આર્થિક ઉપાર્જન તો કરી જ રહી છે. સાથોસાથ આત્મવિશ્વાસમાં વધારો થવાની સાથે તેમને પગભર પણ બનાવે છે. દવેએ સખીમંડળની બહેનો દ્વારા હાથવણાટથી બનાવાયેલા ઊનના રૂમાલની ખરીદી કરી હતી અને બહેનોને વધુ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે પ્રેરિત કરી હતી.
ચેખલા ગામે કુલ ૪૮ સખી મંડળો કાર્યરત છે. જેમાં ૫૧૦થી વધુ મહિલાઓ જોડાઈ છે. આ મહિલાઓ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મળતા ધિરાણનો ઉપયોગ કરીને ચોખાનાં પાપડ, તોરણ, હાથવણાટની વિવિધ વસ્તુઓ, કટલરી સ્ટોર સહિતની આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ છે.
Nutshell In 99
Nutshell In 99
















