Home Blog Page 2717

EDએ મનીષ સિસોદિયા સહિત અન્યની રૂ. 52 કરોડની સંપત્તિ જપ્ત કરી?

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) દિલ્હીની લિકર નીતિથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ડેપ્યુટી મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા, તેમની પત્ની સીમા અને કેટલાક અન્ય આરોપીઓની રૂ. 52 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. રૂ. 52.24 કરોડની જે સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, એમાં રૂ. 7.29 કરોડની અચલ સંપત્તિ સામેલ છે, જેમાં મનીષ સિસોદિયા અને તેમનાં પત્ની સીમા સિસોદિયાની બે અચલ સંપત્તિઓ, રાજેષ જોશીની ચેરિયટ પ્રોડક્શન મિડિયા પ્રા. લિ.ની જમીન-ફ્લેટ અને ગૌતમ મલ્હોત્રાના જમીન-ફ્લેટ સામેલ છે.

આ સાથે મનીષ સિસોદિયાના બેન્કમાં જમા રૂ. 11.49 લાખ રોકડ, બ્રિડકો સેલ્સ પ્રા. લિ.ના બેન્ક બેલેન્સ સહિત રૂ. 44.29 કરોડ પણ આ જપ્તીમાં સામેલ છે.આ કૌભાંડમાં જપ્ત કરવામાં આવેલા પહેલા આદેશ હેઠળ વિજય નાયર, સમીર મહેન્દ્રુ, અમેતિ અરોડા, અરુણ પિલ્લઇ અને અન્યના રૂ. 76.54 કરોડની ચલ-અચલ સંપત્તિને જપ્ત કરવામાં આવી હતી.દિલ્હી લિકર નીતિ કેસમાં રૂ. 1934 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. EDએ અત્યાર સુધી કુલ રૂ. 128.78 કરોડની સંપત્તિ જપ્ત કરી છે, જ્યારે આ કેસમાં 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ED આ કેસમાં બિઝનેસમેન દિનેશ અરોડાની ધરપકડ કરી હતી, EDની FIR મુજબ અરોડાએ એક્સાઇઝ નીતિને લઈને દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલથી મુલાકાત કરી હતી. તે આપ નેતા વિજય નાયરની સાથે મળીને કામ કરી રહ્યા હતા.

EDએ મેમાં સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો હતો કે દિનેશ, સિસોદિયાના છે. તેઓ એક અન્ય બિઝનેસમેન અમિત અરોડાથી પૈસા લઈને સિસોદિયા સુધી પહોંચાડતા હતા. તેમણે અમિતને લાભ પહોંચાડવા અને લિકર કેસમાં સિસોદિયાએ આશરે રૂ. 2.2 કરોડની લાંચ લીધી હતી.

 

 

પશ્ચિમ બંગાળમાં હિંસાની વચ્ચે મતદાન જારીઃ છ લોકોની હત્યા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી માટે સવારે સાત કલાકથી મતદાન શરૂ થયું છે. કુલ 63,229 ગ્રામ પંચાયત સીટો પર મતદાન થશે. 9730 પંચાયત સમિતિ સીટો અને 928 જિલ્લા પરિષદ સીટો પર ચૂંટણી થઈ રહી છે. બીજી બાજુ, સીતાઈ, કૂચબિહારમાં પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ થવા પર અજાણ્યા ઉપદ્રવીઓએ 6-130 બૂથ, બરવિટા પ્રાઇમરી સ્કૂલમાં તોડફોડ કરી હતી.

રાજ્યમાં આઠ જૂનથી માંડીને અત્યાર સુધી હિંસાની કેટલીય ઘટનાઓ બની ચૂકી છે. અત્યાર સુધી 15 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. મતદાન દરમ્યાન સુરક્ષા માટે 70,000 રાજ્ય પોલીસની સાથે કેન્દ્રીય દળોને તહેનાત કરવામાં આવ્યા છે. રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી ચૂંટણીમાં 73,887 સીટો પર મતદાન જારી છે, એમાં કુલ 2.06 લાખ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં મતદાનની વચ્ચે અત્યાર સુધી કુલ છ લોકોની હત્યા કરવામાં આવી છે. ગઈ કાલે રાત્રે મૃતકોમાં પાંચ TMCના તો એક ભાજપનો કાર્યકર્તા સામેલ છે. મુર્શિદાબાદમાં સમસેરગંજમાં એક TMC કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના શુલિતલા વિસ્તારમાં બૂથ નંબર 16ની છે.

પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામ બ્લોક એકના રહેવાસીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તેમનું કહેવયું છે કે જ્યાં સુધી મહમ્મદપુર નંબર બે ક્ષેત્રમાં બૂથ સંખ્યા 67 અને 68 પર કેન્દ્રીય દળ તહેનાત નથી કરવામાં આવ્યા, ત્યાં સુધી તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. એક મતદાતાએ કહ્યું હતું કે અહીં કોઈ કેન્દ્રીય દળ નથી. TMC દ્વારા અહીં બૂથ કેપ્ચરિંગ થતી રહે છે.

 

 

 

 

કોરાનાના 49 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 49 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,543 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,912 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,168 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1463એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 54,175 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.28 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,43,227 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 967 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ગુલકંદ – ૦૮ જૂલાઈ, ૨૦૨૩

ગુલકંદ – ૦૮ જૂલાઈ, ૨૦૨૩

૦૮ જૂલાઈ, ૨૦૨૩

૦૮ જૂલાઈ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 08/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

બંગાળી બપ્પીદાનો હિન્દી ફિલ્મોમાં સંઘર્ષ

બંગાળથી હિન્દી ફિલ્મોમાં કારકિર્દી બનાવવા આવેલા સંગીતકાર બપ્પી લાહિરી માટે સફળતા મેળવવાનું સરળ રહ્યું ન હતું. માતા બંસરી અને પિતા અપરેશ બંગાળમાં જાણીતા ગાયક રહ્યા હતા. મૂળ નામ અલોકેશ હતું પણ નાનપણથી બપ્પી તરીકે જ ઓળખ ઊભી થઈ હતી. બપ્પીએ ચાર વર્ષની ઉંમરે તબલા વગાડવાનું શરૂ કર્યું હતું. તે માતા-પિતા સાથે શૉમાં જતો હતો ત્યારે એક વખત લતા મંગેશકરે એનું કામ જોઈને વખાણ કર્યા હતા. લતાજી જ્યારે બપ્પીના પિતાના સંગીતમાં એક ગીત ‘એકબાર બિદાય દે’ ગાવા કલકત્તા આવ્યા ત્યારે એ પણ હાજર રહ્યો હતો. બપ્પીએ ૧૧ વર્ષની ઉંમરે દુર્ગા પૂજા વખતે પ્રાઈવેટ આલબમના એક ગીતમાં સંગીત આપ્યું હતું અને એમાં પિતાએ ગાયું હતું.

બપ્પી ભણતો હતો ત્યારે સંગીતકાર તરીકેની પહેલી બંગાળી ફિલ્મ ‘દાદુ’ મળી હતી. એમાં લતાજી, આશાજી અને મન્ના ડેએ ગીત ગાયા હતા. બપ્પીને ભણવામાં રસ ન હતો. એણે પિતાને સંગીતમાં કારકિર્દી બનાવવાની વાત કરી ત્યારે એમણે પહેલાં ભણવાનું પૂરું કર્યા પછી સંગીતમાં સંપૂર્ણ સમય આપવા કહ્યું હતું. ૧૯ વર્ષની ઉંમરે બપ્પીએ મુંબઈમાં કારકિર્દી બનાવવા માતા- પિતા સાથે પગ મૂક્યો ત્યારે હિન્દી ફિલ્મોમાં સંગીતકાર તરીકે શરૂઆત કરવાનું ખૂબ જ મુશ્કેલ હતું. એસ. ડી. બર્મન, આર. ડી. બર્મન, ઓ. પી. નૈયર, શંકર- જયકિશન, મદન મોહન, કલ્યાણજી- આણંદજી, લક્ષ્મીકાંત- પ્યારેલાલ વગેરે દિગ્ગજ સંગીતકારોનું રાજ હતું. પરંતુ પિતા બંગાળના જાણીતા ગાયક અને સંગીતકાર હોવાથી શરૂઆતમાં હિન્દી ફિલ્મોમાં કામ મળી ગયું.

તનૂજાના પતિ શોમુ મુખર્જીની ફિલ્મ ‘નન્હા શિકારી’ (૧૯૭૩) મળી એ નિષ્ફળ રહી. એ પછી પણ ફિલ્મો ચાલી નહીં ત્યારે પિતાએ એને સૂચન કર્યું કે હજુ થોડા વર્ષ પ્રયત્ન કરી જો. સફળતા નહીં મળે તો પાછા બંગાળ જતાં રહીશું. માતા- પિતા ગાયક તરીકે પ્રવૃત્ત હતા અને આર્થિક રીતે સંપન્ન હતા એટલે બીજો કોઈ પ્રશ્ન ન હતો. એક હિટ ફિલ્મની સતત શોધ રહેતી હતી. સમય જતાં ફિલ્મ ‘એક લડકી બદનામ સી’ (૧૯૭૪) નું લતા મંગેશકર અને કિશોરકુમારે ગાયેલું ‘રહે ના રહે ચાહે હમ ઔર તુ’ લોકપ્રિય રહ્યું અને પ્રશંસા થઈ. આ ગીત સાંભળીને તાહિર હુસેને ફિલ્મ ‘જખ્મી’ (૧૯૭૫) માં મોટો બ્રેક આપ્યો. ફિલ્મના ‘જલતા હૈ જીયા મેરા ભીગી ભીગી રાતોં મેં’ અને બીજા ગીતો બહુ લોકપ્રિય થયા પછી બપ્પીને સંગીતકાર તરીકે હિન્દી ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. ફિલ્મ ‘આપ કી ખાતિર’ (૧૯૭૭) નું ‘બમ્બઇ સે આયા મેરા દોસ્ત’ ગીત સુપરહિટ રહ્યા પછી સંગીતકાર જ નહીં ગાયક તરીકે પણ બપ્પી લહેરી મુંબઈમાં જામી ગયા હતા.

સર સલામત તો પગડી હજાર

“વસવાટના સ્થળે કોઈ શત્રુ કે રાજા હેરાન કરતો હોય અથવા ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તેને લીધે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પછી પોતાના પ્રાણનો નાશ થવાનું જોખમ હોય એવા સ્થળનો સત્સંગી ગૃહસ્થે તરત જ ત્યાગ કરી દેવો. એ સ્થળ પોતાના મૂળ ગરાસનું હોય કે વતનનું હોય તોપણ વિવેકબુદ્ધિ વાપરીને ગૃહસ્થે ત્યાંથી નીકળી જવું અને એવા દેશ કે પ્રદેશમાં જવું જ્યાં સુખેથી રહી શકાતું હોય.” શિક્ષાપત્રીના 153 અને 154મા શ્લોકનો આ સાર છે.
આ શ્લોક પરથી ‘ભાગ મિલખા ભાગ ફિલ્મ’ યાદ આવે છે. ભારતના ભાગલા વખતે મિલખાના પરિવારે પાકિસ્તાનના ભાગે આવેલા વિસ્તારમાં રહેવાનું પસંદ કર્યું અને મિલખાનાં બહેન-બનેવી તથા જે લોકો ત્યાંથી નીકળી ગયાં એ બધાં ભારતમાં આવીને બચી ગયાં. 1972માં યુગાંડાથી યુનાઇટેડ કિંગડમમાં સ્થળાંતર કરી ગયેલા મૂળ ભારતીય પરિવારોના કિસ્સામાં પણ એવું જ બન્યું હતું.

ઉપરોક્ત બન્ને કિસ્સાઓમાં કારણ રાજકીય પરિસ્થિતિનું હતું. આમ, એ ઘટનાઓ માનવસર્જિત હતી. કેટલીક વાર કોઈક કુદરતી આફત આવવાનું જોખમ હોય અથવા તો આફત આવી રહી હોય એવા સમયે પણ લોકોએ સ્થળાંતર કરી લેવું જરૂરી બને છે. ગુજરાતમાં સરદાર સરોવર બંધ બંધાતી વખતે ઘણા ગ્રામવાસીઓ પાણીને કારણે સર્જાનારી આફતનો તાગ પામીને વતન છોડીને બીજે જતા રહ્યા હતા.

સ્થળાંતર કાયમી કે કામચલાઉ હોઈ શકે છે.

જે. પી. દત્તાની ફિલ્મ – ‘બોર્ડર’માં પાકિસ્તાની હુમલાથી તારાજ થવાનું જોખમ ધરાવતા વિસ્તારમાંથી ગ્રામવાસીઓને દૂર મોકલી દેવાયા હતા, જેથી જાનહાનિ થાય નહીં. આ સ્થળાંતર કામચલાઉ સ્વરૂપનું કહેવાય. આ બધાં શિક્ષાપત્રીમાં કહેલી વાતને લાગુ પડતાં ઉદાહરણો છે. જ્યાં માનવસર્જિત કે કુદરતી આપદાઓ હોય ત્યાંથી પોતાના પરિવાર સાથે તથા સંપત્તિ સાથે સ્થળાંતર કરી લેવું જોઈએ. “આ તો મારું જન્મસ્થળ છે, હું અહીંથી ક્યાંય જઈશ નહીં” એવી જિદ કરીને સ્થળાંતર કરવાનું ટાળવાની માનસિકતા પણ જોવા મળી શકે છે. આથી જ શિક્ષાપત્રીમાં બોધ આપવામાં આવ્યો છે કે પોતાના જન્મસ્થળની કે વતનની પ્રીત છોડીને પણ બીજે ચાલ્યા જવું જરૂરી છે. એવા સમયે લાગણીશીલ બનવાને બદલે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.

આપણે યાદ રાખવું જોઈએ કે મોટાભાગની મનુષ્ય જાતિઓ પહેલેથી ભટકતી જાતિઓ જ રહી છે. આપણા પૂર્વજો મધ્ય એશિયાથી આવ્યા હતા. પારસીઓ છેક ઇરાનથી ગુજરાતના સંજાણમાં આવીને વસ્યા હતા. આર્યો અને મોગલો પણ બીજેથી જ આવ્યા હતા. ફક્ત ભારતમાં આવું થયું છે એમ નથી. અમેરિકા તો આખેઆખું વસાહતીઓથી જ ભરેલું છે. મૂળ અમેરિકન લોકો તો ઘણા ઓછા છે.

આપણા વડવાઓ પોતપોતાનાં જન્મસ્થળ છોડીને સ્થળાંતર કર્યું તેનાં ફળ આજે આપણે ચાખી રહ્યા છીએ. શિક્ષાપત્રીની ઉક્ત બાબત નાણાકીય ક્ષેત્રે કઈ રીતે લાગુ પડે છે એ હવે જોઈએ. ફાઇનાન્શિયલ પ્લાનરો હંમેશાં કન્ટિન્જન્સી ફંડ રાખવાનું કહેતા હોય છે. તાકીદના સમયે કામ આવે એવું આ ભંડોળ હોય છે. આપણે પહેલેથી નક્કી કરીને કે પછી અચાનક સ્થળાંતર કરી જવું હોય ત્યારે રોજિંદા ખર્ચ પૂરા કરવા માટે એ રકમ ઉપયોગી થાય છે. સામાન્ય રીતે ત્રણથી પાંચ મહિનાનો ઘરખર્ચ નીકળી જાય એટલું ભંડોળ રાખવાની ભલામણ કરવામાં આવે છે. કોઈ પણ આફતને પહોંચી વળવા કે તેમાંથી કળ વળવા માટે 90 દિવસનો સમય પૂરતો હોય છે. અંગ્રેજીની કહેવત છે કે ટાઇમ ઇઝ ધ ગ્રેટ હીલર અર્થાત્ સમય જતાં ઘા રૂઝાઈ જાય છે. કોઈ પણ મોટી દુર્ઘટના બને ત્યારે તત્કાળ વ્યવહારુ નિર્ણય લઈ શકાતા નથી. 90 દિવસની અંદર કળ વળે પછી માણસ વ્યવહારુ-તર્કબદ્ધ નિર્ણય લેવાની સ્થિતિમાં આવી જાય છે.

તાકીદના ભંડોળમાં ઘરમાં એક અઠવાડિયું ચાલે એટલી રોકડ રાખવી અને બાકીની રકમ ફિક્સ્ડ ડિપોઝિટ સાથે સંકળાયેલા સેવિંગ્સ બૅન્ક અકાઉન્ટમાં રાખવી. આ નાણાં સહેલાઈથી મળી શકવાં જોઈએ. પરિવારના સભ્યોને એટીએમ કે ડેબિટ કાર્ડની સુવિધાની જાણ હોવી જોઈએ તથા તેમને તેનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. ઘણા લોકોને રિયલ એસ્ટેટ પ્રત્યે ઘણી પ્રીતિ હોય છે. અહીં એ યાદ રાખવું કે રિયલ એસ્ટેટ સ્થાયી સંપત્તિ છે. વખાના માર્યા બીજે ક્યાંય જવું પડે તો રિયલ એસ્ટેટ સાથે લઈને જવાનું શક્ય હોતું નથી. આથી ફક્ત રિયલ એસ્ટેટમાં રોકાણ કરતાં જવાનું હિતાવહ નથી. અલગ અલગ પ્રકારની અસેટ્સમાં રોકાણ કરવાની સલાહ આપવા પાછળનું આ પણ એક કારણ છે.
કપરો સમય દરેક મનુષ્યના જીવનમાં આવતો જ હોય છે. એવા વખતે માણસ લાગણીઓમાં તણાઈ જાય છે. આથી જ, શાસ્ત્રોમાં કહેલી વાતને ધ્યાનમાં લઈને આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. આપણાં શાસ્ત્રો ફક્ત મનની શાંતિ માટે નથી, વ્યવહારમાં અમલી બનાવાયા એવાં પણ છે. ઉક્ત શ્લોક દ્વારા શિક્ષાપત્રી “સર સલામત તો પગડી હજાર”નો બોધ આપે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

પંચાંગ 08/07/2023

00

ચોમાસાના વરસાદમાં ભીંજાતું મુંબઈઃ શહેરના નામાંકિત ફોટોજર્નાલિસ્ટ્સે પાડેલી ઉત્કૃષ્ટ તસવીરોનું એક્ઝિબિશન

મુંબઈ અને ચોમાસાની મોસમ અને તેના ધોધમાર વરસાદ વચ્ચે ખટમીઠો સંબંધ રહ્યો છે. દર વર્ષે જૂન-સપ્ટેમ્બરના મહિનાઓમાં નૈઋત્યનું ચોમાસું આ મહાનગરમાં 100થી પણ વધારે ઈંચ વરસાદ ખાબકી જાય છે. આ સંબંધ-સમીકરણની ઉજવણી સ્વરૂપ શહેરમાં એક અનોખું તસવીર-પ્રદર્શન યોજવામાં આવ્યું છે. શહેરના પ્રચારમાધ્યમોના કેટલાક નામાંકિત ફોટોજર્નાલિસ્ટ્સ દ્વારા મુંબઈમાં છેલ્લા અનેક વર્ષોમાં વરસાદની મોસમ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ભારે તકલીફ વેઠીને, કઠિન-પડકારજનક સંજોગોમાં ખેંચવામાં આવેલી લગભગ 100 જેટલી શ્રેષ્ઠતમ તસવીરોને આ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આ પ્રદર્શન દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં NCPA સ્થિત દિલીપ પિરામલ આર્ટે ગેલેરી ખાતે 8 જુલાઈના શનિવારથી શરૂ થશે અને 23 જુલાઈ સુધી ચાલશે. પ્રદર્શન જોવા માટેનો સમય છેઃ બપોરે 12થી રાતે 8 વાગ્યા સુધીનો. આ પ્રદર્શન ઉક્ત ગેલેરીના ક્યૂરેટર અને ભૂતપૂર્વ ફોટોજર્નાલિસ્ટ મુકેશ પારપિયાની દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું શિર્ષક છે ‘મુંબઈ મોન્સૂન બીયોન્ડ 24×7’. પ્રદર્શનમાં મુંબઈના નિચાણવાળા ભાગોમાં ભરાતા પાણી, એને કારણે કામ-ધંધે જતાં નાગરિકોને નડતી હાડમારી, પૂરની સ્થિતિ વગેરે દ્રશ્યોની એક્સક્લુઝિવ તસવીરો જોવા મળશે.

આ પ્રદર્શનમાં ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટકે પાડેલી એક તસવીરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉક્ત તસવીરમાં ડાબી બાજુની તસવીર મૌલિકભાઈ દ્વારા લેવામાં આવેલી છે. જુહૂ વિસ્તારમાં લીધેલી આ તસવીર કહે છેઃ ધોધમાર વરસાદને કારણે રસ્તો જળબંબાકાર થઈ ગયો હોવા છતાં વહેલી સવારે એક દૂધવાળો તેની સેવા બજાવવા રાબેતા મુજબ નીકળ્યો છે અને તેની મોટરબાઈકને પાણી વચ્ચેથી પસાર કરાવી રહ્યો છે. સાથોસાથ બીજા હાથમાં મોબાઈલ ફોન પણ બ્રાઉઝ કરી રહ્યો છે… ભારે હિંમતબાજ…! ઉલ્લેખનીય છે કે મૌલિકભાઈ એક અચ્છા ફોટોગ્રાફર પણ છે અને તેમની ફોટોગ્રાફી કળા પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવી છે. એમણે મુંબઈના સ્થળોએ ફરતાં ફરતાં પાડેલી ઉત્કૃષ્ટ તસવીરોની કોફી ટેબલ બુક ‘લાઈફ ઓન જુહૂ બીચ’નું 2019માં મુંબઈમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

મુકેશ પારપિયાનીએ કહ્યું છે કે, આ પ્રદર્શન ત્રણ દિગ્ગજ ફોટોજર્નાલિસ્ટ – વિવેક બેન્દ્રે, પ્રશાંત નાડકર અને મહેન્દ્ર પરીખને શ્રદ્ધાંજલિ રૂપે છે, જેઓ આ ફાની દુનિયાને છોડી ગયા છે.

(તસવીરઃ દીપક ધુરી)