Home Blog Page 2686

સીમા હૈદરને પાકિસ્તાનની બોર્ડર પર ફેંકી આવીશું: કરણી સેના

નવી દિલ્હીઃ સીમા હૈદર અને સચિન મીણાથી UP ATS પૂછપરછ કરી રહી છે. અનેક વાતોનો ખુલાસો થઈ રહ્યો છે. સીમાના પતિ ગુલામ હૈદરે ખુલાસો કર્યો છે કે સીમાના કાકા અને ભાઈ પાકિસ્તાન સેનામાં તહેનાત છે. તેના કાકા ગુલામ અકબર પાકિસ્તાની સેનામાં અધિકારી છે. તેમનું પોસ્ટિંગ ઇસ્લામાબાદમાં છે, જ્યારે આસિફ સેનામાં સૈનિક છે અને કરાચીમાં પોસ્ટેડ છે. સોશિયલ મિડિયામાં સીમા હૈદરની ચોરને ચોટે ચર્ચા થઈ રહી છે. તેના વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે તે પાકિસ્તાની જાસૂસ છે. સુરક્ષા એજન્સીઓની એની દરેક હિલચાલ પર નજર છે.

બીજી બાજુ કરણી સેના સીમા હૈદરને લઈને ગુસ્સામાં છે. કરણી સેનાએ ધમકી આપી છે કે જો સીમા હૈદરની વિરુદ્ધ કોઈ પગલાં નહીં લેવામાં આવે તો તેને પાકિસ્તાનની બોર્ડર પર ફેંકી આવીશું. કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકેશ સિંહ રાવલે કહ્યું હતું કે ભારત કોઈ અનાથાલાય નથી, જ્યાં કોઈ પણ પોતાના મનથી ચાલ્યું આવે અને રહેવા લાગે. તેમનું કહેવું છે કે સીમા પાકિસ્તાની એજન્ટ છે અને જે રીતે તે ભારતમાં આવી છે એ શંકાસ્પદ છે. ભારતમાં ઘૂસતા સમયે તેની કોઈ તપાસ નહોતી કરવામાં આવી?

આવી વ્યક્તિને હું આતંકવાદી કહીશ. તેના શરીરમાં કોઈ ચિપ હોઈ શકે, જેથી એના શરીરને સ્કેન કરવામાં આવવું જોઈએ. પાકિસ્તાન સાથે ભારતના સંબંધો સારા નથી. અમે એને બિલકુલ સહન નહીં કરીએ. 15 ઓગસ્ટ આવવાની છે. આ કોઈ પાકિસ્તાનનું ષડયંત્ર પણ હોઈ શકે. જો સીમા હૈદરની સામે કોઈ પગલાં નહીં લેવાય તો અમે તેને પાકિસ્તાનની બોર્ડર પર ફેંકી આવીશું.

 

 

 

 

નીતીશકુમારનો INDIA નામનો વિરોધ કેમ?: BSP સામેલ નહીં

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી હવે નજીક છે. સત્તાધારી ગઠબંધન અને વિપક્ષી ગઠબંધનની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ સહિત NDAને ટક્કર આપવાના પ્રયાસમાં 26 વિરોધ પક્ષોએ ગઠબંધનને ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્ઝુસિવ એલાયન્સ (INDIA) નામ પર ચર્ચા થઈ હતી, ત્યારે જેણે સવાલ ઊભો કર્યો હતો, એ નીતીશકુમાર હતા. આ બેઠકમાં તેમણે સવાલ ઊભો કર્યો હતો કે કોઈ વિપક્ષી ગઠબંધનનું નામ INDIA કેવી રીતે રાખી શકાય છે?

નીતીશકુમારે NDA અક્ષરોવાળા સંક્ષિપ્ત નામ પર વાંધો ઉઠાવ્યો હતો. ડાબેરીઓ પણ આ નામથી ખચકાટ અનુભવી રહ્યા હતા- તેમણે અલગ-અલગ વિકલ્પ સૂચવ્યા હતા. જોકે મોટા ભાગના પક્ષોએ INDIA નામને મંજૂરી આપી હતી. જે પછી બિહારના મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે જો તમને બધાને INDIA નામથી સહમતી હોય તો ઠીક છે.મમતા બેનરજી વિપક્ષના વડા પ્રધાનનો ચહેરો

બેંગલુરુમાં ગઈ કાલે થયેલી વિપક્ષની મીટિંગ પછી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે કોંગ્રેસને પાવર અથવા PM પદમાં કોઈ રસ નથી. આવામાં TMC નેતે માગ કરી હતી કે મમતા બેનરજીને ઉમેદવાર બનાવવામાં આવે. TMC નેતા શતાબ્દી રોયે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે મમતા બેનરજી PM પદનો ચહેરો બને.

 BSP વિપક્ષના ગઠબંધન INDIAમાં સામેલ નહીં

BSPનાં અધ્યક્ષ માયાવતીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તેમની પાર્ટી વિરોધ પક્ષના ગઠબંધન INDIAમાં સામેલ નહીં થાય. માયાવતીએ વિરોધ પક્ષોના ગઠબંધનને આ ઘોષણા સાથે જોરદાર આંચકો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે આવનારી રાજ્યોની ચૂંટણીમાં અમે એકલા ચૂંટણી લડીશું.

 

 

 

‘મહાભારતના સભાપર્વ’ વિશે કાંદિવલીમાં શનિવારે યોજાશે અનોખું વ્યાખ્યાન

મુંબઈઃ અત્રેના કાંદિવલી (વેસ્ટ)સ્થિત કે.ઈ.એસ. (કાંદિવલી એજ્યુકેશન સોસાયટી) સંચાલિત ગુજરાતી ભાષા ભવન અને કળા-સાહિત્ય, સંસ્કૃતિના પ્રસાર માટે કાર્યરત સંસ્થા ‘સંવિત્તિ’ના સંયુક્ત ઉપક્રમે ‘મહાભારતનું બીજું પર્વ – સભાપર્વ’ વિશે એક વ્યાખ્યાનનું આયોજન કાંદિવલીમાં કરવામાં આવ્યું છે. જેના વક્તા છે મહાભારત-ગીતાના પ્રખર અભ્યાસી, વિચારક-ચિંતક ડો. સુનિલ શાસ્ત્રી.

જ્યેષ્ઠ પાંડવબંધુ યુધિષ્ઠિરની રાજસૂય યજ્ઞની કલ્પના, નારદમુનિ સાથેનો સંવાદ, જરાસંઘ અને શિશુપાલનો શ્રીકૃષ્ણ અને પાંડવો સામેનો વિરોધ, દ્યૂત (જૂગટું) કયા સંજોગોમાં રમાયું હતું અને દ્રૌપદીનું ચીરહરણ વગેરે સમાન વિચારપ્રેરક મુદ્દા આ વ્યાખ્યાનમાં આવરી લેવાશે.

સભા એટલે શું? મહાભારતના કાળમાં સભાઓ કેવી રીતે રચાતી હતી? યુધિષ્ઠિરની સભામાં વૈશિષ્ઠ્ય કયું હતું? આ સભા બન્યા પછી યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞાની કલ્પના કઈ રીતે કરી હતી? નારદ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ કેવો હતો? જરાસંઘ અને શિશુપાલ, આ બંને રાજાઓનો શ્રીકૃષ્ણ અને પાંડવો સામેનો વિરોધ કયા પ્રકારનો હતો? દ્યૂત કયા સંજોગોમાં રમાયું હતું અને દ્રૌપદીનાં ચીર હરાયાં, વગેરે પ્રસંગોની સૂક્ષ્મ માહિતીને આ વ્યાખ્યાનમાં સમાવી લેવાશે.

આ વિષયની ગહનતા અને વિશાળતાને ધ્યાનમાં રાખીને આ વ્યાખ્યાનને બે અંકમાં પ્રસ્તુત કરવામાં આવશે. પ્રથમ દોઢ કલાક પછી વીસ મિનિટનો ચા-નાસ્તાનો વિરામ આપવામાં આવશે તે પછી અંક-બીજો એક કલાકનો રહેશે.

કાર્યક્રમનો દિવસ અને સમય: શનિવાર તા. 22/07/2023, સાંજે 5.00 (સમયસર)થી 8.00.

સ્થળ: કે.ઈ.એસ. ઈન્ટરનેશનલ સ્કૂલ, ભોંયતળિયે, ઈરાનીવાડી નં.3, એશિયન બેકરીની સામેની ગલીનાં બીજા છેડે, કાંદિવલી- પશ્ચિમ.

 

રાજ્યમાં શ્રીકાર વરસાદઃ સુત્રાપાડા, વેરાવળ અને તાલાલામાં જળબંબોળ

અમદાવાદઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં આભ ફાટ્યું છે. સુત્રાપાડામાં 22 ઈંચ, વેરાવળમાં 20 ઈંચ વરસાદ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. માંગરોળમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે.  હીરણ ડેમ-2ના તમામ દરવાજા સંપૂર્ણ ખોલાતાં ચારેકોર પાણી ફરી વળ્યાં છે.  રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી અને ગાડીઓ છાતી સમાણાં પાણીના ભારે પ્રવાહમાં તણાઈ હતી. રાજ્યમાં ભારે વરસાદથી સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 176 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. 13 તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ, 50થી વધુ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 43 જળાશયો એલર્ટ પર છે. રાજ્યમાં સીઝનનો કુલ 53 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સરકારે ભારે વરસાદને પગલે NDRFની છ ટીમો તહેનાત કરી છે અને જ્યાં ભારે વરસાદ છે, ત્યાં મોકલી આપી છે. STની પણ 250 બસોની સેવાઓ રદ કરવામાં આવી છે. ભાવનગરમાં પણ શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો છે.  

રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં છેલ્લા 24 કલાકમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે. તાલાલાના હીરણ ડેમ-2ના તમામ દરવાજા મધ્ય રાત્રિએ સંપૂર્ણ ખોલવામાં આવ્યા હતા. જેથી પૂરનાં પાણી શહેરના રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યાં હતાં. રસ્તાઓ પર અનેક વાહનો તણાયા હતા. મોડી રાત્રિએ સમયે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. પાણીના ભારે પ્રવાહમાં ગાડીઓ તણાતી જોવા મળી હતી. ત્યારે એક છકડો પાણીમાં તણાયા બાદ ડૂબી ગયો હતો.

તાલાલામાં અનેક ઘરોમાં ઘરવખરી સહિતનો માલસામાન પાણીમાં તરવા લાગ્યો હતો. તાલાલામા જળતાંડવ જોયું. પોલીસ અને વહીવટી તંત્ર સહીત સેવાભાવી લોકોએ લોકોને સાવચેત કરી અને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. જ્યાં બીજી બાજુ નદીનાં પાણી સાથે મગર પણ શહેરમાં આવી પહોંચ્યા હતા.

રાજ્યના 44 જળાશયો હાઈએલર્ટ પર

રાજ્યના 206 જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે, જેમાં સિંચાઈ વિભાગ દ્વારા 43 જળાશયોને હાઈએલર્ટ પર, 18 જળાશયો એલર્ટ પર અને 19 જળાશયો વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે.

રાજ્યમાં સીઝનનો કુલ 53 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 112.24 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સીઝનનો 51 ટકા વરસાદ ખાબક્યો છે. મધ્ય ગુજરાતમાં સીઝનનો 41 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો 70.10 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 43.51 ટકા વરસાદ નોંધાયો છે.

 

 

 

 

કોરાનાના 52 નવા કેસો, એકનું પણ મોત નહીં  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 52 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,955 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,915 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,625 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 22 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1464એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 45,220 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.32 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,48,097 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 537 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

પેસિફિક મહાસાગરમાં 6.5ની તીવ્રતાના ભૂકંપથી મધ્ય અમેરિકામાં ધ્રૂજારી

સેન સાલ્વાડોરઃ એલ સાલ્વાડોર દેશના સમુદ્રકાંઠા નજીક પ્રશાંત (પેસિફિક) મહાસાગરમાં મંગળવારે 6.5ની તીવ્રતાના ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો હતો. એને કારણે નિકારાગુઆથી લઈને ગ્વાટેમાલા સુધી મધ્ય અમેરિકાના ઘણા ખરા ભાગો હચમચી ગયા હતા અને કેટલાક શહેરોમાં લોકો ગભરાટના માર્યા એમના ઘરો અને મકાનોમાંથી રસ્તાઓ પર દોડી ગયા હતા.

યૂએસ જિઓલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ, દરિયાઈ ભૂકંપનું કેન્દ્રબિંદુ એલ સાલ્વાડોરના ઈન્તીપુકા શહેરની દક્ષિણ બાજુએ જમીનથી 70 કિલોમીટર ઊંડે હોવાનું માલુમ પડ્યું હતું. આ સ્થળ ફોન્સેકા અખાતની બહાર આવેલું છે જેને હોન્ડુરાસ, એલ સાલ્વાડોર અને નિકારાગુઆ દેશોના સમુદ્રકાંઠા છે. ભૂકંપનો આંચકો લાગ્યા બાદ એલ સાલ્વાડોરના પાટનગર શહેર સેન સાલ્વાડોરમાં રહેવાસીઓ ગભરાઈને રસ્તાઓ પર દોડી ગયા હતા. ભૂકંપને કારણે ક્યાંય કોઈ પ્રકારનું નુકસાન થયાના કે કોઈને ઈજા થયાના અહેવાલો નથી. સેન સાલ્વાડોરના સંસદભવનમાં પણ સભ્યો ગભરાઈને એમની ડેસ્ક છોડીને મકાનની બહાર દોડી ગયા હતા.

નિકારાગુઆના પાટનગર માનાગુઆમાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ કર્યો હતો. પેસિફિક મહાસાગરનો સમગ્ર કાંઠાવિસ્તાર ભૂકંપના આ આંચકાથી હચમચી ગયો હતો.

મુંબઈમાં તાવનો વાયરોઃ 16 દિવસમાં મેલેરિયાના 355 કેસ

મુંબઈઃ શહેરમાં ચોમાસાના વરસાદનું જોર વધવાની સાથોસાથ દૂષિત પાણી અને રોગવાહક જંતુઓથી ફેલાતી બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે. છેલ્લા એક પખવાડિયામાં મેલેરિયા, ડેંગ્યૂ, ગેસ્ટ્રો, સ્વાઈન ફ્લૂ, લેપ્ટોસ્પાઈરોસિસ, હેપેટાઈટીસ જેવી બીમારીઓએ મુંબઈને ઝપટમાં લીધું છે.

1થી 16 જુલાઈ દરમિયાન શહેરમાં મેલેરિયાના 355, ડેંગ્યૂના 264, લેપ્ટોના 104 અને ગેસ્ટ્રોના 932 દર્દીઓનું નિદાન થયું છે. એ પહેલાં, ગઈ 23 જૂને નાયર હોસ્પિટલમાં 38 વર્ષની એક મહિલાનું લેપ્ટોનો ચેપ લાગવાને કારણે મૃત્યુ થયું હતું. આમ, છેલ્લા અનેક દિવસોથી મુંબઈ રોગચાળાથી ઘેરાયેલું છે.

ચોમાસામાં મેલેરિયા, ડેંગ્યૂ, લેપ્ટો, સ્વાઈન ફ્લૂ જેવા રોગોમાં વધારો થતો હોય છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, ઉક્ત બીમારીઓનું નિદાન થયેલા મોટા ભાગનાં દર્દીઓની સારવાર બાહ્યદર્દી વિભાગ (ઓપીડી) મારફત કરવામાં આવી રહી છે.

રાશિ ભવિષ્ય 19/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

નોટ આઉટ @ 85 : ધનબહેન દસ્તુર

ગુજરાતની પહેલી વિમેન્સ હોમગાર્ડ્ઝ ટીમ (નવસારી)નાં સભ્ય જેમણે લગ્ન પછી પણ હૉકી અને બાસ્કેટ-બોલની રમત ચાલુ રાખી, તેવાં ખેલાડી ધનબહેન દસ્તુરની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અને અભ્યાસ સુરતમાં. એસ.એસ.સી. સુધી પારસી પટેલ સ્કૂલમાં ભણ્યાં. એક ભાઈ અને એક બહેનનું નાનું કુટુંબ હતું. પિતા ખેતી કરતા. ધનબહેનની 11 વર્ષની ઉંમરે જ માતા ગુજરી ગયાં. તે સમયે તેમની નાની બહેન તો માત્ર નવ મહિનાની હતી! પણ, સુરતમાં નાના-નાની અને મામા-મામી સાથે બહુ પ્રેમથી બાળપણ વિતાવ્યું. 19 વર્ષે બહેરામગોર દસ્તુર (પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર અને રાઈટર) સાથે લગ્ન થયા. ધનબહેન પોતે પણ એકદમ પોઝિટીવ વિચારધારા ધરાવે છે. પતિ હોમગાર્ડસ અને સ્પોર્ટ્સમાં આગળ પડતો ભાગ લેતા હતા તેથી તેમની સાથે ધનબહેનને પણ સ્પોર્ટ્સમાં ભાગ લેવાનો લાભ મળતો! અમદાવાદ આવ્યાં પછી તેમણે ગર્લ્સ પોલિટેકનિકમાં પાંચ વર્ષ કામ કર્યું હતું. બાળકોના જન્મ પછી તેઓ ઘરે જ ટ્યુશન આપતાં. તેમને બે દીકરી, એક દીકરો, છ પૌત્ર-પૌત્રીઓ તથા ત્રણ પ્રપૌત્રીઓ છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે નાહી-ધોઈને પ્રાર્થના કરી જાતે જ રસોઈ બનાવે છે. ઘરની સાફ-સૂફી પણ જાતે કરે છે. કસરત કે યોગ વગેરે નથી કરતાં. ઘરનું કામ-કાજ પતાવી ભરવા-ગુંથવાનું અને કટીંગ, નીટીંગ તથા સિલાઈનું કામ કરે છે. સમય મળે ત્યારે છાપું વાંચે અને છાપામાં Cross-Word તથા Sudoku રમે. દોઢ-બે વાગ્યે જમીને બપોરે આરામ કરે. ઊઠીને સાંજની રસોઈ બનાવે. સાંજે ક્યારેક નીચે ગાર્ડનમાં વોક લેવા જાય. કેમ્પસમાં બહેનો અને બાળકો સાથે હળે-મળે. તેમની એક દીકરી નજીક જ રહે છે તેથી તેની હુંફ રહે છે.

શોખના વિષયો : 

ભરત, ગુંથણ અને કલા-કારીગીરીની વસ્તુઓ બનાવવાની સાથે-સાથે ઘરને શણગારવાનું બહુ ગમે છે. પોતાનાં કપડાં અને ઘરની બધી દીકરીઓનાં કપડાં જાતે જ સીવે છે! તે ઉપરાંત જાત-જાતની કળા-કારીગરીવાળી ફ્રેમ બનાવે છે, સ્વેટર બનાવે છે…વાંચવાનું પણ બહુ ગમે છે. છાપામાંથી દરરોજ ક્રોસ વર્ડ અને સુડોકુ ગેમ ચોક્કસ રમે છે. પ્રિન્ટેડ છાપાં અને મેગેઝીનને બદલે વાંચવા માટે ટેબલેટનો ઉપયોગ કરે છે.

 ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. વજન ઘણું ઓછું છે અને એકવડો બાંધો છે જેથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને ઘણું કામ કરી શકે છે. દર બે ત્રણ વર્ષે અમેરિકા દીકરાને ઘેર જાય છે. પાંચેક વર્ષ પહેલા કિડનીની તકલીફ થતાં એક કિડની કાઢી નાખી છે, એટલે અત્યારે એક જ કિડનીથી કામ ચાલે છે. બીપીનો પ્રોબ્લેમ રહે છે. બીપી વધી જાય તો આંખમાં તકલીફ થાય છે. પણ એકંદરે તંદુરસ્ત છે.

યાદગાર પ્રસંગ:  

પૌત્ર-પૌત્રીઓ સાથે સમય ગાળવા દીકરાને ઘેર વડોદરા ચાર વર્ષ રહ્યાં. બાળકો સાથે ગાળેલો તે સમય બહુ યાદગાર બની ગયો છે. નાની દીકરીને ઘરે દીકરીનો જન્મ થતાં, બધી બહેનો માટે એક સરખા ડ્રેસ બનાવ્યા! એક દીકરી માટે તો ચાલે જ નહીં! દીકરાને ઘેર અમેરિકા છ મહિના રહે તો ત્યાં પણ તેમનું ભરત-ગુંથણનું કામ ચાલુ જ હોય!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

તેઓ ટેકનોલોજી માટે એકદમ પોઝિટિવ છે. છાપાં અને મેગેઝીન વાંચવા ટેબલેટનો ઉપયોગ કરે છે. વાતોચીતો કરવા અને WHAT’SAPP માટે મોબાઈલ વાપરે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તેઓ વર્તમાનમાં જ જીવે છે અને એટલે તેમને લોકોમાં કે લોકોની વર્તણુકમાં કોઈ ફેર લાગતો નથી! દેશ-પરદેશ ફરતાં રહે છે અને જાતજાતનાં લોકોને મળતાં રહે છે અને જીવનનો આનંદ માણતાં રહે છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

ઘરમાં જ ચાર પેઢીનાં બાળકો છે! કુટુંબનાં બાળકો અને દીકરા-દીકરીઓ સાથે સારો સંપર્ક છે. બધાંને મનગમતા પોશાકો જાતે સીવી-બનાવી આપે છે, તેથી બધાંને દાદી ઉપર ખૂબ પ્રેમ છે! અમેરિકા નિયમિત જાય છે અને ત્યાંના બાળકોને પણ મળતાં રહે છે જેથી સંપર્ક બની રહે છે.

સંદેશો : 

સીવણ-ભરત-ગુંથણ એ પણ એક કળા છે. બધું જ તૈયાર લેવા કરતાં જાતે આ કળા શીખો અને મનગમતી વસ્તુઓ જાતે જ બનાવો!

વાહ ભાઈ વાહ! – ૧૯ જૂલાઈ, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૧૯ જૂલાઈ, ૨૦૨૩