Home Blog Page 2661

મારા ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક મોટો દાવો કર્યો હતો. દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારત મંડપમ કન્વેન્શન સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં તેમની ત્રીજી ટર્મનો પ્રોજેક્ટ કરતાં તેમણે કહ્યું કે ભારત વિશ્વની અર્થવ્યવસ્થામાં ટોચના 3 પર રહેશે. પીએમ મોદીએ કહ્યું, ટ્રેક રેકોર્ડના આધારે હું કહી રહ્યો છું કે ત્રીજા કાર્યકાળમાં, ભારતનું નામ વિશ્વની પ્રથમ ત્રણ મોટી અર્થવ્યવસ્થાઓમાં એક હશે.” એટલે કે ત્રીજી ટર્મમાં ભારત પ્રથમ ત્રણ અર્થતંત્રોમાં ગર્વથી ઊભું રહેશે. 2024માં અમારા ત્રીજા કાર્યકાળમાં દેશની વિકાસ યાત્રા વધુ ઝડપથી આગળ વધશે. તમે તમારી આંખોની સામે તમારા સપના પૂરા થતા જોશો.

 

પીએમ મોદીના આ નિવેદનને લોકસભા ચૂંટણીમાં જીતના દાવા તરીકે જોવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમારા પ્રથમ કાર્યકાળની શરૂઆતમાં ભારત વિશ્વની અર્થવ્યવસ્થામાં દસમા ક્રમે હતું. તમે મને નોકરી પર રાખ્યો ત્યારે અમે દસમા નંબર પર હતા. બીજી ટર્મમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ કહી રહી છે કે ભારતમાં અત્યંત ગરીબી પણ ખતમ થવાના આરે છે.

 

શું કહ્યું પીએમ મોદીએ?

પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયા સ્વીકારી રહી છે કે ભારત ‘લોકતંત્રની માતા’ છે. આજે જ્યારે આપણે આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આ ‘ભારત મંડપમ’ આપણા ભારતીયો દ્વારા આપણી લોકશાહીને આપેલી સુંદર ભેટ છે. તેમણે કહ્યું કે થોડા અઠવાડિયા પછી અહીં G-20 સંબંધિત કાર્યક્રમો યોજાશે. વિશ્વના મોટા દેશોના વડાઓ અહીં હાજર રહેશે. સમગ્ર વિશ્વ આ ‘ભારત મંડપમ’માંથી ભારતના વધતા પગલાઓ અને ભારતનું વધતું કદ જોશે. તેમણે કહ્યું કે થોડા અઠવાડિયા પછી અહીં G-20 સંબંધિત કાર્યક્રમો યોજાશે. વિશ્વના મોટા દેશોના વડાઓ અહીં હાજર રહેશે. સમગ્ર વિશ્વ આ ‘ભારત મંડપમ’માંથી ભારતના વધતા પગલાઓ અને ભારતનું વધતું કદ જોશે.

કારગિલ વિશે ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ દરેક દેશવાસીઓ માટે ઐતિહાસિક દિવસ છે. આજે કારગિલ વિજય દિવસ છે. દેશના દુશ્મનોએ બતાવેલી હિંમતને ભારત માતાના પુત્ર-પુત્રીઓએ પોતાની બહાદુરીથી હાર આપી હતી. સમગ્ર રાષ્ટ્ર વતી હું કારગિલ યુદ્ધમાં પોતાના જીવનનું બલિદાન આપનાર દરેક નાયકને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

આઇસી15 ઇન્ડેક્સ 15 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ફેડરલ રિઝર્વની નાણાં નીતિની સમીક્ષા રજૂ થવા પહેલાં સાવચેતીરૂપે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી હતી. માર્કેટનો બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સ 15 પોઇન્ટ ઘટ્યો હતો. ઇન્ડેક્સના મોટાભાગના ઘટક કોઇનના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જેમાંથી સર્વાધિક ઘટાડો પોલીગોન, કાર્ડાનો, પોલકાડોટ અને અવાલાંશમાં થયો હતો. સોલાના, ડોઝકોઇન, એક્સઆરપી અને યુનિસ્વોપ 1-2 ટકાની રેન્જમાં વધ્યા હતા.

દરમિયાન, સ્પેનની ખાનગી ક્ષેત્રની એએન્ડજી બેન્કે દેશનું સર્વપ્રથમ ક્રીપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ ફંડ લોન્ચ કર્યું છે. એના મારફતે રોકાણની ઇનોવેટિવ પ્રોડક્સ્ટ ઓફર કરવામાં આવશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.04 ટકા (15 પોઇન્ટ) ઘટીને 38,627 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,642 ખૂલીને 38,957 પોઇન્ટની ઉપલી અને 38,520 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

OMG 2: રિલીઝ પહેલા અક્ષય કુમારની ફિલ્મને મોટો ફટકો

‘ઓહ માય ગોડ 2’ની રિલીઝ ડેટ ખૂબ જ નજીક આવી ગઈ છે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે, પરંતુ ફિલ્મ હજુ પણ સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનમાં અટવાયેલી છે. સેન્સર બોર્ડની રિવાઇઝિંગ કમિટીએ પણ ફિલ્મ સામે વાંધો વ્યક્ત કર્યો છે અને ફિલ્મના મેકર્સને 20 કટ સૂચવ્યા છે. એટલું જ નહીં, સેન્સર બોર્ડની રિવાઇઝિંગ કમિટીએ ફિલ્મને ‘A’ એટલે કે એડલ્ટ સર્ટિફિકેટ આપવાની વાત પણ કરી છે. સેન્સર બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા તમામ ફેરફારો પછી જ ‘ઓહ માય ગોડ 2’ને સેન્સર બોર્ડ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવી શકે છે.

આ ફિલ્મ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સેક્સ એજ્યુકેશન પર પણ છે

દર્શકોને જણાવી દઈએ કે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ માત્ર ધર્મ અને આસ્થા પર આધારિત ફિલ્મ નથી, પરંતુ તેની મૂળ થીમ સેક્સ એજ્યુકેશન છે. આવી સ્થિતિમાં સેન્સર બોર્ડ ધર્મ અને સેક્સ એજ્યુકેશનની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મને લઈને સાવચેતીભર્યું પગલું લઈ રહ્યું છે અને ‘આદિપુરુષ’ને પસાર કર્યા પછી મળેલી ટીકાને કારણે કોઈ જોખમ લેવા માંગતું નથી. આગામી થોડા દિવસોમાં એ સ્પષ્ટ થઈ જશે કે સેન્સર બોર્ડ નિર્માતાઓની માંગ પ્રમાણે ‘ઓહ માય ગોડ 2’ને સર્ટિફિકેટ આપે છે કે નહીં અને ફિલ્મ તેની નિર્ધારિત તારીખે રિલીઝ થઈ શકે છે કે નહીં. હાલમાં સેન્સર બોર્ડ અને ફિલ્મના નિર્માતાઓ વચ્ચેની ખેંચતાણને જોતા એવું લાગે છે કે ફિલ્મ તેની નિર્ધારિત તારીખ એટલે કે 11મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય.

ચેક બાઉન્સ કેસમાં અમીષા પટેલને રૂ.500નો દંડ કરાયો

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ સામે કરાયેલા ચેક બાઉન્સ કેસમાં ફરિયાદી પક્ષના સાક્ષીની ઉલટતપાસ કરવા માટે અમિષાનાં વકીલ હાજર ન રહેતાં ઝારખંડના રાંચી શહેરની સિવિલ કોર્ટે અમીષાને રૂ. 500નો દંડ ફટકાર્યો છે. કોર્ટે હવે આ કેસની સુનાવણી માટે 7 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.

ચેક બાઉન્સનો આ કેસ 2018ની સાલનો છે. અમીષાએ આપેલો ચેક બાઉન્સ થયા બાદ ઝારખંડનિવાસી ફિલ્મ નિર્માતા અજયકુમાર સિંહે એની સામે રાંચીની કોર્ટમાં કેસ કર્યો હતો.

નિર્માતાનો આરોપ છે કે એમની એક ફિલ્મમાં કામ કરવા માટે અમીષાએ તેમની પાસેથી રૂ. અઢી કરોડ લીધા હતા, પરંતુ ફિલ્મમાં કામ કરવા માટે તે હાજર થઈ નહોતી. નિર્માતા અને અમીષા વચ્ચે એક કરાર કરવામાં આવ્યો હતો. તે મુજબ, ફિલ્મ 2018માં રિલીઝ થઈ ન શકતાં નિર્માતાએ પોતાના પૈસા પાછા આપવાનું અમીષાને કહ્યું હતું. અમીષાએ એમને બે ચેક આપ્યાં હતા, પણ એ બંને બાઉન્સ થયા હતા. તેથી એમણે અમીષા સામે કેસ કર્યો હતો.

ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

દેશભરમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે. દેશના તમામ રાજ્યોમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગુજરાતમાં પણ મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમો ગુજરાત પરથી દુર થઇ છે. તેથી ભારે વરસાદનું સંકટ હવે રાજ્ય પર નથી. ત્યારે સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ શહેરમાં છૂટા છવાયા વરસાદની સંભાવના છે. સાથે જ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં સામાન્ય વરસાદની આગાહી છે. તથા રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ,દીવમાં પણ વરસાદ આવશે. તેમજ ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.

અવિરત વરસાદથી રાજ્યના લોકોને રાહત મળી શકે છે

ગુજરાતમાં પડી રહેલ અવિરત વરસાદથી રાજ્યના લોકોને રાહત મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી સિસ્ટમ નબળી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 4 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 85 ટકા વરસાદ નોંધાયો છે. આગાહી અનુસાર આગામી 4 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે છે. સૌરાટ્રમાં પણ એકાદ સ્થળે વરસાદ રહી શકે છે. ગુજરાતમાં ત્યાર સુધી સિઝનનો 37 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 605.7 mm વરસાદ રહ્યો છે.

સરકારે વાઇબ્રન્ટ સમિટ પહેલાં રૂ. 1360 કરોડના MOU કર્યા

ગાંધીનગરઃ રાજ્ય સરકારની ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ સમિટ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આવતા વર્ષે 11-13 જાન્યુઆરી, 2024માં યોજાવાની વકી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છેલ્લે વર્ષ 2019માં આયોજિત થઈ હતી. વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે.

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે. વાઇબ્રન્‍ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે વિવિધ ઉદ્યોગ ગૃહો દ્વારા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂ. ૧૩૬૦ કરોડનાં મૂડીરોકાણ માટે છ જેટલા MoU ગાંધીનગરમાં આજે કરવામાં આવ્યા હતા.

આ સદર્ભે એન્‍જિનિયરિગ સેક્ટરમાં કુલ રૂ. ૭૭૫ કરોડનાં મૂડીરોકાણો માટે ત્રણ ઉદ્યોગ ગૃહોએ MoU કર્યા હતા. આ ત્રણેય ઉદ્યોગ ગૃહો દ્વારા સાણંદ GIDC ફેઝ-૨માં ઉદ્યોગો શરૂ કરવામાં આવશે અને અંદાજે ૭૦૦ જેટલાં સંભવિત રોજગાર અવસરો પૂરા પાડવામાં આવશે.

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે રાજય સરકાર વતી અને ઉદ્યોગ ગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા. આ MoU અંતર્ગત ટેક્સટાઇલ સેક્ટરમાં એક MoU રૂ. ૨૯૪ કરોડના રોકાણો માટે કરવામાં આવ્યો હતો. તેના દ્વારા ૧૮૦૦ લોકોને અપેક્ષિત રોજગારી મળશે. આ સાથે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં થયેલા MoU અનુસાર બે ઉદ્યોગો રૂ. ૨૯૦ કરોડનું રોકાણ કરશે તથા ૫૦૦ જેટલી સંભવિત રોજગારીની તકોનું આ ઉદ્યોગમાં નિર્માણ થશે.

 

 

 

ગુજરાતમાં 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ પડ્યો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ ધરમપુરમાં 3.4 ઈંચ, કપરાડામાં 2.2 ઈંચ, વાપી અને પારડીમાં 3 ઈંચ, ખેરગામમાં 2.9 ઈંચ વરસાદ આવ્યો છે. ટંકારામાં 2.4 ઈંચ, ઉમરગામ, ગણદેવી, વાંસદામાં 2 ઈંચ, વલસાડ, વઘઈ, ભરુચ, ડોલવણમાં 1.9 ઈંચ સાથે ઝઘડિયા, આમોદ, સોજિત્રા, સાગબારામાં 1 ઈંચ વરસાદ આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તારાજીના ભારે દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે હવે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.

ગુજરાતમાં આજથી ભારે વરસાદની શક્યતા નહીંવત

ભારે વરસાદની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ગુજરાતમાં આજથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે, કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 83% વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝન કરતા 20% વધુ વરસાદ પડ્યો છે. ભાવનગર અને અમરેલી છુટા છવાયા વરસાદની આગાહી છે. તેમજ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં સામાન્ય વરસાદની આગાહી છે.

IT વિભાગે એક લાખ કરદાતાઓને નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ દેશની વસતિની દ્રષ્ટિએ વિશ્વમાં પહેલા ક્રમાંકે પહોંચી ગઈ છે, પરંતુ આવકવેરો ભરવામાં ઘણો પાછલા ક્રમાંકે છે. દેશની વસતિ વધીને 142 કરોડે પહોંચી છે, પણ દેશમાં ગયા વર્ષ સુધી ખરેખર કેટલા લોકોએ આવકવેરો ચૂકવ્યો હશે.  આ વર્ષે 31 જુલાઈ પછી ITR ભરવા પર દંડ નહીં ભરવો પડે. જોકે એક નિયમ હેઠળ 31 જુલાઈ પછી ITR ફાઇલ કરવા પર પેનલ્ટી નહીં ચૂકવવી પડે.

જોકે આવકવેરા વિભાગે દેશના એક લાખ કરદાતાઓને ખોટી માહિતી આપવા બદલ નોટિસ ફટકારી છે, એમ નાણાપ્રધાને જણાવ્યું હતું. નાણાપ્રધાને 164મા દિવસે આ માહિતી આપી હતી. નાણાપ્રધાને જણાવ્યું હતું કે એક લાખ કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી છે, જેમણે આવક જાહેર નથી કરી અથવા ઓછી બતાવી છે. આ સાથે જેમણે ITR ભરવા જરૂરી હતાં, પણ જેમણે હજી સુધી નથી ભર્યાં.

આકવકવેરા વિભાગ તરફથી પ્રાપ્ત આંકડા મુજબ 23 જુલાઈ સુધી ચાર કરોડ લોકોએ આ વર્ષે ITR ફાઇલ કર્યાં છે. વિભાગે જણાવ્યું હતું કે આ વખતે અત્યાર સુધી 80 લાખ લોકોને રિફંડ ઇસ્યુ કરવામાં આવ્યા છે.

જોકે આ પહેલાં આકારણી વર્ષ 2022-23 (હિસાબી વર્ષ 2021-22) માટે 740 લાખ રિટર્ન ભરાયાં હતાં, પરંતુ તેમાંથી 516 લાખ રિટર્નમાં કર જવાબદારી `શૂન્ય’ દર્શાવાઈ હતી. અર્થાત્ રિટર્ન ભરનારે કોઈ આવકવેરો ચૂકવવાનો ન હતો. માત્ર 224 લાખ લોકોએ આકારણી વર્ષ 2022-23 માટે શૂન્ય સિવાયની રકમ ભરવાપાત્ર આવકવેરા તરીકે દર્શાવી હતી.

સૌથી વધુ 39 લાખ બિન-શૂન્ય રિટર્ન મહારાષ્ટ્રમાંથી ભરાયાં હતાં. 19 લાખ રિટર્ન સાથે ઉત્તર પ્રદેશ બીજા ક્રમે આવે છે, જ્યારે તામિલનાડુમાંથી 18 લાખ બિન-શૂન્ય રિટર્ન ભરાયાં હતાં. માત્ર નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી દસ લાખથી વધુ બિન-શૂન્ય રિટર્ન ભરાયાં હતાં. તેમાં ઉપરોક્ત રાજ્યો સિવાય કર્ણાટક, ગુજરાત, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને તેલંગણાનો સમાવેશ થાય છે.

 

 

BRICS: ડોભાલે ચીન પર નિશાન સાધ્યું

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મંગળવારે ચીન પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે બ્રિક્સ જૂથ સંયુક્ત રાષ્ટ્રના આતંકવાદ વિરોધી પ્રતિબંધ શાસન હેઠળ આતંકવાદીઓ અને તેમના પ્રોક્સીઓને સૂચિબદ્ધ કરવા માટે સાથે મળીને કામ કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે પ્રક્રિયાને રાજકારણ અને બેવડા ધોરણોથી દૂર રાખવી જોઈએ. ડોભાલે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી. આ બેઠકમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના કહેવાતા વાંગ યીને મંગળવારે જ ચીનના વિદેશ મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે.


પાકિસ્તાન સાથે ચીનના સંબંધો

ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા સારા છે. તેમની મિત્રતા કોઈપણ દેશથી છુપી નથી. જેના કારણે ચીન આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં પણ અવરોધ ઉભો કરે છે. ચીનના સામ્યવાદી નેતૃત્વએ લશ્કર-એ-તૈયબા અને પાકિસ્તાનમાં આશ્રય આપનારા અન્ય આતંકવાદી સંગઠનો અને તેમના હેન્ડલર્સને આંતરરાષ્ટ્રીય આતંકવાદી તરીકે નિયુક્ત કરવાના યુએનના પગલાને વારંવાર અવરોધિત કર્યા છે.


ડોભાલનું નિશાન

ડોભાલે કહ્યું કે યુએન એન્ટી ટેરરિઝમ સેક્શન સિસ્ટમ દ્વારા આતંકવાદીઓ અને તેમના પ્રોક્સીઓની યાદી એ એક ક્ષેત્ર છે જેમાં બ્રિક્સ દેશો સાથે મળીને કામ કરી શકે છે. કોઈપણ દેશનું નામ લીધા વિના તેમણે કહ્યું કે યુએન સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિનો નિર્ણય રાજકારણ અને બેવડા ધોરણોથી મુક્ત હોવો મહત્વપૂર્ણ છે.


આ દેશોમાં આતંકવાદીઓ નિર્ભય છે

BRICS જૂથમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. 13મી BRICS NSA બેઠકમાં ડોભાલે કહ્યું કે આતંકવાદ રાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટેના મોટા ખતરાઓમાંનો એક છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો નિર્ભયપણે કામ કરી રહ્યા છે. આ બેઠકમાં ડોભાલે ભારતના વર્તમાન G20 અધ્યક્ષ પદ માટે દક્ષિણ આફ્રિકા દ્વારા આપવામાં આવેલા સમર્થનની પ્રશંસા કરી હતી. આ વર્ષે દક્ષિણ આફ્રિકાના BRICS અધ્યક્ષપદ માટે ભારતના સતત સમર્થનની ખાતરી પણ આપી.

ભારતના ચોખા નિકાસ પ્રતિબંધથી અમેરિકામાં હાહાકાર મચી ગયો

ભારતે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કર્યા બાદ સમગ્ર યુ.એસ.માં ચોખાની અછત નોંધાઈ છે. લોકોમાં અગાઉથી ચોખા ખરીદવાની હરીફાઈ શરૂ થઈ ગઈ છે. વધતી માંગના જવાબમાં ઘણા સ્ટોર્સે ચોખાના ગ્રાહકો ખરીદી શકે તેટલી થેલીઓની સંખ્યા પર નિયંત્રણો મૂક્યા છે. ભારતે 20 જુલાઈના રોજ સ્થાનિક પુરવઠો વધારવા અને આગામી તહેવારો દરમિયાન છૂટક કિંમતો પર નિયંત્રણ રાખવા માટે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ચોખાની અછતથી હાહાકાર મચી ગયો

નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ એ કોવિડ-19 રોગચાળા અને યુક્રેન યુદ્ધ પછી યુએસમાં શિશુ ફોર્મ્યુલાની અછતની યાદ અપાવે છે. અમેરિકામાં જ્યાં ચોખાની સૌથી વધુ અછત જોવા મળી છે તે શહેરોમાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે. આ ઉપરાંત પ્રતિબંધની અસર યુએસમાં મોટા બોક્સ વેરહાઉસ પર પણ જોવા મળી રહી છે. મેરીલેન્ડમાં સપના ફૂડ્સ જે સામાન્ય રીતે ડીસી, મેરીલેન્ડ અને વર્જિનિયા અથવા ડીએમવી વિસ્તારમાં સો કરતાં વધુ રિટેલ સ્ટોર્સ અને રેસ્ટોરન્ટ્સમાં ચોખા મોકલે છે. ન્યુ જર્સી અને અન્ય જેવા પડોશી રાજ્યોમાંથી પણ બલ્ક માંગ આવી રહી છે.

ભારતમાં લોકો 11% વધુ ચૂકવણી કરે છે

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતમાં એક મેટ્રિક ટન નોન-બાસમતી ચોખાની કિંમત લગભગ $330 હતી. કેન્દ્રીય ઉપભોક્તા બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અનુસાર ભારતમાં લોકો ચોખા માટે એક વર્ષ પહેલા કરતા 11.5 ટકા વધુ ચૂકવણી કરી રહ્યા છે.