Home Blog Page 2660

PMની ગુજરાત મુલાકાતઃ એરપોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ  

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે રાજ્યને અનેક વિકાસલક્ષા પ્રોજેક્ટનું લોકાર્પણ તેમને હસ્તે થશે. વડા પ્રધાનને હસ્તે કુલ રૂ. 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું સૌરાષ્ટ્રમાં લોકાર્પણ થશે. તેઓ રાજકોટમાં ગ્રીનફીલ્ડ એરપોર્ટ લોકાર્પણ કરશે તેમ જ સૌરાષ્ટ્રવાસીઓ માટે સૌની યોજના લિન્ક-3ના પેકેજ 8 -9નું ઉદઘાટન કરશે. આ બંને પેકેજના ઉદઘાટનથી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાનાં 95 ગામના એક લાખથી વધુ લોકોને પીવાના પાણીનો લાભ મળશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બપોરે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરી રાજકોટમાં રેસકોર્સમાં જનસભામાં પધારશે. રેસકોર્સથી તેઓ રૂ. 394 કરોડને ખર્ચે સૌની યોજનાની લિન્ક 3ના પેકેજ પેકેજ 8-9, તેમ જ રાજકોટમાં રૂ. 129.53 કરોડને ખર્ચે કે.કે.વી. ચોક પર બનાવાયેલા સૌરાષ્ટ્રના સૌપ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું રિમોટ કંટ્રોલથી ઈ-લોકાર્પણ કરશે.

આ ઉપરાંત તેઓ રૂપિયા 100 કરોડ વિવિધ પ્રોજેક્ટોનું રિમોટથી લોકાર્પણ કરશે. જેમાં રાજકોટના વોર્ડ નંબર-18માં, અમૃત-1 યોજના અંતર્ગત, કોઠારિયામાં 15 એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂપિયા 24.72 કરોડના ખર્ચે નિર્માણ, વોર્ડ નંબર-6માં ગોવિંદ બાગ પાસે રૂ. 8.39 કરોડના ખર્ચે લાઇબ્રેરીનું નિર્માણ જેનું 1596 ચોરસ મીટર જેવી વિશાળ જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ત્રણ માળની લાઈબ્રેરીનું બાંધકામનો સમાવેશ થાય છે.

રાજ્યના બે દિવસના પ્રવાસ દરમ્યાન વડા પ્રધાન મંત્રી મંડળ સાથે બેઠક યોજશે. આ સાથે તેઓ આવતી કાલે સાંસદો, મુખ્ય પ્રધાન, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે લંચ લેશે.

 

 

 

કોરાનાના 42 નવા કેસો, એકનું પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 42 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,434 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,915 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,067 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 59 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1452એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 45,854 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.36 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,51,970 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 516 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

એક પંખી બેસે ને ડાળ તૂટી જાય ત્યારે…

મહિના પહેલાંની વાત. મુંબઈમાં ભણતો 17 વર્ષનો એક કિશોર રજામાં યુપી બાજુના પોતાના ગામમાં ગયો. થોડા દિવસ પરિવાર સાથે ગાળી એ પરત મુંબઈ પોતાના કાકાના ઘરે આવી ગયો. એ મુંબઈ આવ્યો પછી ગામમાં એના પિતાને શંકા ગઈ કે દીકરીનાં એટલે કે પેલા કિશોરની મોટી બહેનનાં લગ્ન માટે બચાવેલા પૈસા ગાયબ છે. એમણે મુંબઈ ભણતા દીકરાને ફોન કરીને પૃચ્છા કરતાં કિશોરે કબૂલ્યું કે એણે આશરે સવાલાખ રૂપિયા ચોરીને એમાંથી લેટેસ્ટ આઈફોન ખરીદ્યો છે. સાંભળીને પિતા ઔર ગુસ્સે થયા, ન કહેવાનું કહી બેઠા, તાબડતોબ ગામ આવી જવા કહ્યું. કિશોરને પિતાની વાતનું એટલું લાગી આવ્યું કે એણે આત્મહત્યા કરી નાખી.

એક કાંકરી મારતાં આખી ઈમારત તૂટી પડે તો એ ચણતરને કેટલું મજબૂત ગણવું? એક જ વાર ધોવાથી કપડું ચડી જાય કે રંગ સાવ ઊતરી જાય તો એને કેટલું ટકાઉ ગણવું? એક પંખી બેસે અને ડાળ ભાંગી જાય તો એ ઝાડ કેટલું બરડ કહેવાય? આજના મૉડર્ન યુગમાં જીવતા માણસનાં જીવન પણ મહદ અંશે આવાં જ થઈ ગયાં છે.

લેખના પ્રારંભમાં પિતા-પુત્રનો કિસ્સો ટાંક્યો છે એવી દરરોજ અસંખ્ય ઘટના ઘટે છે. આ કરુણ ઘટનામાં સહનશક્તિ, માફી, જતું કરવું જેવા ગુણોને બાજુ પર રાખીને કેવળ આઘાત સામે પ્રત્યાઘાતનો નિયમ વિચારીએ તો પણ અહીં નુકસાન થયું પાંચ રૂપિયાનું અને ચુકવણી કરી એનો કોઈ હિસાબ કોઈ મોલ નથી.

સમય એવો આવ્યો છે કે સંતાનોને અભ્યાસનું કહેવા માટે મા-બાપને ભય લાગે છે. એક કહેવત હતી કે સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઝમઝમ, પરંતુ આજે શિક્ષકથી થોડું વધારે કહેવાઈ જાય, માતા-પિતાથી ઠપકો અપાઈ જાય તો આજના બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ મૃત્યુ વહાલું કરે છે. અરે, સુખ-શાંતિભર્યાં ગૃહસ્થજીવન પણ સહેજ અમથી વાતમાં છૂટાછેડા અને આત્મહત્યા સુધી પહોંચી જાય છે, સુખી સંસાર વેરવિખેર થઈ જાય છે.

‘દુર્લભો માનુષો દેહ’ અર્થાત્ અતિશય દુર્લભ એવા મનુષ્યદેહની કિંમત જણાવતાં અમેરિકન પ્રોફેસર મોરોવિટ્સ કહે છે કે, ‘આત્મા વગરના કેવળ મનુષ્યદેહની કિંમત 6000 ટ્રિલિયન ડૉલર છે’.  શું અમુક વેણ, એક મોબાઈલ જેવાં કારણ દુર્લભ જીવતરને ટૂંકાવી દેવા માટે યોગ્ય છે? આવી રીતે રજનું ગજ કરવું યોગ્ય છે? થોડો વિચાર તો કરો.

સજ્જનતા અને માનવતાથી સજ્જડ અને મજબૂત એવો ભવ્ય વારસો ભૂલી, અસંયમિત અને અનિયંત્રિત એવા જીવનમાં ફસાઈ રહ્યો છે આજનો માનવી. કડવા શબ્દો બોલાઈ ગયા, ખાવાનું ખૂટી પડ્યું, મોબાઈલ ન મળ્યો જેવા નાના નાના પ્રશ્નો માટે જીવન વેડફતાં પહેલાં સહેજ વિચારવું તો જોઈએને.

મહારાષ્ટ્રના એક ગામમાં થોડાક મશ્કરા યુવકોએ કોઈ મહાત્માનું મૂંડન કરી, એમના માથે ચૂનો ચોપડી, ગળામાં શાકભાજીનો હાર પહેરાવી ગધેડા પર ઊંધા બેસાડી આખા ગામમાં ફેરવ્યા. છતાં એમનું રૂવાડુંય ન ફરક્યું. એ તો ઘરે જઈ પત્નીને કહે કે, “જમવા માટે શાકભાજી આવી ગયાં, આપણાં લગ્ન વખતે ફુલેકું નહોતુ થયું તે આજે થઈ ગયું, માથાનો ખોડો પણ વગર ખર્ચે મટી ગયો.”

એ મહાત્મા એટલે સંત તુકારામ. તેઓ આવું વર્તી શક્યા, કારણ કે તેઓના શાણપણયુક્ત વિચારો સ્પષ્ટ હતા. મહેલમાં રહેનારને એકાદ દિવસ મચ્છર કરડે તો તે મહેલનો ત્યાગ નથી કરતો. ગાડીનાં વાઈપર ન ચાલતાં હોય તો કોઈ ગાડી નથી ફેંકી દેતું. તેમ આપણે પણ નાનીસરખી વાતનો શોરબકોર કરવાને બદલે વિચારપૂર્વક, જાત પર થોડો સંયમ કેળવી સાચા અર્થમાં જીવન જીવતાં અને માણતાં શીખીએ તો?

એક અંગ્રેજી કાવ્યનો સાર છેઃ આઈ કૅન ટેલ યૂ હાઉ ટુ લિવ બટ ઈટ્સ અપ ટુ યૂ ટુ લિવ ઈટ અર્થાત્ કેવી રીતે જીવવું તેનો બોધ હું આપું, પરંતુ કેમ જીવવું તેનો નિર્ણય તો તમારા હાથમાં છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

ભારત-વિન્ડીઝ વચ્ચે આજે પહેલી વન-ડે મેચ

બ્રિજટાઉનઃ કેરિબીયન પ્રવાસે આવેલી ભારતીય ટીમ અને વેસ્ટ ઈન્ડિઝ ટીમ વચ્ચે બે-મેચની ટેસ્ટ શ્રેણી પૂરી થઈ ગઈ છે અને હવે આજથી ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી શરૂ થશે. આજે પહેલી વન-ડે મેચ બાર્બેડોસના બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણીમાં રમશે. બીજી બાજુ, વેસ્ટ ઈન્ડિઝ ટીમનો દેખાવ વર્લ્ડ કપ ક્વાલિફાઈંગ રાઉન્ડમાં અત્યંત ખરાબ રહ્યો હતો અને તે વર્લ્ડ કપ-2023માંથી બહાર ફેંકાઈ ગઈ છે.

(તસવીર સૌજન્યઃ @windiescricket)

ભારતીય સમય મુજબ આજે સાંજે 7 વાગ્યાથી મેચ શરૂ થશે. આ મેચનું દૂરદર્શનની ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. તદુપરાંત ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ અને ફેનકોડ એપ પર કરવામાં આવશે.

હેડ ટૂ હેડ રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં 139 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમાઈ ચૂકી છે. એમાં વેસ્ટ ઈન્ડિઝે 63માં જીત મેળવી છે જ્યારે ભારતે 70માં. બે મેચ અનિર્ણિત રહી હતી અને ચાર મેચનું પરિણામ આવ્યું નહોતું.

ભારતની સંભવિત ઈલેવનઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકૂર, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ.

વેસ્ટ ઈન્ડિઝની સંભવિત ઈલેવનઃ શે હોપ (કેપ્ટન, વિકેટકીપર), બ્રેન્ડન કિંગ, કાઈલ મેયર્સ, રોવમન પોવેલ, શિમરોન હેટમાયર, કેસી કાર્ટી, એલેક એથનેઝ, અલ્ઝારી જોસેફ, યાનિક કરિયા, રોમારિયો શેફર્ડ, ઓશેન થોમસ.

આજે મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિની આગાહી; મુંબઈમાં શાળા-કોલેજો બંધ છે

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત મુસળધાર વરસાદ પડી રહ્યો છે. અમુક જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણા સ્થળે પૂર આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યમાં અતિવૃષ્ટિ થઈ શકે છે. કેટલાક સ્થળો માટે રેડ એલર્ટ તો કેટલાક માટે ઓરેન્જ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યા છે.

ક્યાં રેડ એલર્ટ, ક્યાં ઓરેન્જ એલર્ટ

મુંબઈ, થાણે, પાલઘર, પુણે, સાતારા, રત્નાગિરી ચંદ્રપૂર, ગડચિરોલી જિલ્લાઓ માટે રેડ એલર્ટ છે જ્યારે રાયગડ, સિંધુદુર્ગ, કોલ્હાપૂર, ભંડારા, ગોંદિયા, નાગપૂર, યવતમાળ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ ઘોષિત કરાયું છે. ગઈ કાલે બેસુમાર વરસાદ પડતાં નિચાણવાળા અનેક ભાગોમાં પાણી ભરાયા હતા. મુંબઈમાં આજે વહેલી સવારે પણ ધોધમાર વરસાદ હતો, પણ વચ્ચે અમુક સમય માટે વરસાદ ધીમો પડતાં કે અટકી જતાં પાણી ઓસરી જાય છે.

બંગાળના અખાતમાં હવાના ઓછા દબાણનો પટ્ટો સર્જાયો છે. પવનની ગતિ વાયવ્ય ખૂણા તરફની રહેવાની સંભાવના છે. આગામી ચારથી પાંચ દિવસ સુધી મહારાષ્ટ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

મુંબઈમાં શાળા-કોલેજો આજે બંધ

મુંબઈમાં આજે રેડ એલર્ટ ઘોષિત કરાયું હોઈ મહાનગરપાલિકાએ તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને જુનિયર કોલેજોને બંધ રાખવાની જાહેરાત કરી છે. મુંબઈમાં ગઈ કાલે સવારે 8થી રાતના 10 વાગ્યા સુધીમાં 100 મિ.મી. વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, 2005ની 26 જુલાઈએ મુંબઈમાં આભ ફાટ્યું હતું અને અમુક જ કલાકોમાં મુંબઈ 33 ઈંચ વરસાદ પડ્યો હતો. એને કારણે શહેરના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા તેમજ અનેક લોકો તથા પશુઓનાં મોત નિપજ્યા હતા. મહાપાલિકા પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે આજે તેમણે અત્યંત જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળવું. જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં શહેરમાં 1,557.8 મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે. શહેરના ઈતિહાસમાં જુલાઈ મહિનામાં પડેલો અત્યાર સુધીનો આ સૌથી વધુ વરસાદ છે.

સુવિચાર – ૨૭ જૂલાઈ, ૨૦૨૩

સુવિચાર – ૨૭ જૂલાઈ, ૨૦૨૩

૨૭ જૂલાઈ, ૨૦૨૩

૨૭ જૂલાઈ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 27/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

રામપરાના ચિંકારા

બહુ ઓછા લોકો જાણતા હશે કે રાજકોટના પાદરમાં જ એક સુંદર વન્યપ્રાણી અભયારણ્ય આવેલું છે. જે ઘાસના મેદાનો અને લાયન જીનપુલના કેન્દ્ર માટે જાણીતું છે. અહીંના સુંદર ઢોળાવ વાળા ઘાસના મેદાનો અને તેમાં મુક્ત પણે વિહરતા ચિંકારા જોવા એ એક અદભૂત અનુભવ છે. ચિંકારાને અંગ્રેજીમાં “Indian gazelle” કહે છે. રામપરા વન્યજીવ અભયારણ્યમાં ચિંકારાની ખુબજ સારી કહી શકાય તેવી સંખ્યા રહે છે.

આ ઉપરાંત રામપરા અભયારણ્ય એ વિવિધ પ્રકારના વિશિષ્ટ ઘાસીયા મેદાનના પક્ષીઓ માટે પણ ખૂબજ જાણીતું છે.

 

પંચાંગ 27/07/2023