Home Blog Page 2658

કેન્દ્રમાં બીજી સરકાર હોત તો મોંઘવારી માઝા મૂકતઃ PM

રાજકોટઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. તેમણે કહ્યું હતું કે સૌરાષ્ટ્રની સાથે ગુજરાત માટે મોટો દિવસ છે, પણ હું એ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છે, જેમને કુદરતી ઘટનાઓમાં નુકસાન વેઠવું પડ્યું છે. રાજ્યમાં પહેલા વાવાઝોડું અને ત્યાર પથી વરસાદે વિનાશ વેર્યો છે. રાજયની જનતાએ અને સરકારે સાથે મળીને એનો મક્કમતાથી સામનો કર્યો છે.

વડા પ્રધાને હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે કેકેવી ચોક પર ફ્લાયઓવર બ્રિજ સહિત સૌરાષ્ટ્રનાં રૂ. 2033 કરોડનાં કામોનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે સભા સંબોધી હતી.તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારે મોંઘવારી ઘટાડી ન હોત તો દૂધ આજે રૂ. 300 લિટર અને દાળ રૂ. 500 રૂપિયે કિલો હોત. આ જ સુશાસનનું મોડલ છે.તેમણે જણાવ્યું હતું કે  બેંક તમારા મોબાઈલ ફોનમાં છે. રાજ્યમાં રૂ. 60,000 પરિવારે કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લીધો છે.  સૌરાષ્ટ્રના લોકો સિવાય કોણ જાણી શકે કે પાણીની સમસ્યા શું છે. સૌની યોજનાથી હજારો ચેકડેમ પાણીના સ્ત્રોત બની ગયા છે. આજે નલ જળ મળી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર તમારી આકાંક્ષા પૂરી કરવા માટે કોઈ કસર છોડશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે  ભ્રષ્ટાચાર અને પરિવારવાદવાળાઓએ પોતાની જમાતનું નામ બદલી નાખ્યું છે. પરંતુ તેનો ઇરાદો આજે એ જ છે. વડા પ્રધાનના આગમન પહેલાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રાજકોટ આવી પહોંચ્યા હતા. બન્નેનું રાજકોટ એરપોર્ટ પર કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, વિનોદ ચાવડા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સી.આર. પાટીલ પણ રાજકોટ પહોંચ્યા હતા.

 

 

 

 

IND vs WI : ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ બાર્બાડોસમાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ મુકેશ કુમારને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં 4 ફાસ્ટ અને 2 સ્પિન બોલર રાખ્યા છે.

 

રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ ટેસ્ટ શ્રેણી જીતી છે. હવે બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ ટેસ્ટ બાદ વનડેનો પણ ભાગ બનશે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાએ કેટલાક નવા ખેલાડીઓને પણ તક આપી છે. તેને પ્લેઈંગ ઈલેવનમાં પણ સ્થાન મળી શકે છે. ટેસ્ટમાં હાર બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ વાપસી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

મુકેશ કુમાર ડેબ્યૂ વનડે મેચ રમશે

મુકેશ કુમાર ટીમ ઈન્ડિયા માટે વનડે ડેબ્યૂ મેચ રમશે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ ટેસ્ટ મેચ રમી હતી. મુકેશના ડેબ્યૂ અંગે બીસીસીઆઈએ ટ્વીટ કર્યું છે.


ભારતની પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન – રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મુકેશ કુમાર

મુંબઈમાં વરસાદનું ‘રેડ એલર્ટ’ શુક્રવાર સવાર સુધી લંબાવાયું

મુંબઈઃ આજે મહારાષ્ટ્રભરમાં ભારે વરસાદે જનજીવનને પાંગળું કરી દીધું છે. આમાં મુંબઈ શહેર પણ બાકાત રહ્યું નથી. મુંબઈગરાઓ માટે હવામાન વિભાગની ચેતવણી છે કે ભારે વરસાદનું રેડ એલર્ટ, જે આજ માટે ઘોષિત કરવામાં આવ્યું છે, તે આવતીકાલે સવારે 8 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકા પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સાવચેત રહે. આવતીકાલે સવારે 8 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે. તેથી નાગરિકોએ ખાસ કામ વગર ઘરની બહાર નીકળવું નહીં.

આજે સવારથી ચાલુ થયેલા અને બપોરે તથા સાંજે અતિશય જોર સાથે ખાબકેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દક્ષિણ મુંબઈના મરીન લાઈન્સ અને ચર્ચગેટ સ્ટેશનમાં રસ્તાઓ પર ભરાયેલા પાણીની તસવીરો અને વિડિયો ઈન્ટરનેટ પર ફરી રહ્યા છે. માટુંગા ઉપનગરમાં હાઈવે એપાર્ટમેન્ટ નજીકના રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદમાં નબીરાઓ બેફામ ! નશાની હાલતમાં BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો

ઇસ્કોન બ્રિજ નો અકસ્માત ભુલાયો નથી ત્યાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદના માણેકબાગ નજીક એક નબીરાએ BMW કારથી અકસ્માત સર્જો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ત્યારે અમદાવાદમાં બેફામ નબીરાઓને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ ગઈ કાલે મોડી રાત્રે શહેરના માણેકબાગ વિસ્તારમાં બીએમડબલ્યૂ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માત GJ-01-KA-6566 નંબરની BMW કારે અકસ્માત સર્જ્યો હતો.જજીસ બંગલોથી માણેકબાગ વચ્ચે નશામાં ધૂત BMW કાર ચાલક કમલેશ બિશ્નોઈ નામના વ્યક્તિએ અકસ્માત કર્યો છે.

એક અઠવાડિયામાં અકસ્માતની ત્રીજી ઘટના

ઈસ્કોન બ્રિજ અક્સમાત બાદ શહેરમાંથી અનેક આી ઘટનાઓ સામે આવી, જેમાં થોડા દિવસ પહેલા પણ મણીનગરમાં એક નશામાં ધૂત નબીરાએ પુરપાટ ઝડપે કાર ચલાવીને જઈ રહેલા નબીરાએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પહેલા બાંકડાને ટક્કર મારી હતી. એક જ દિવસે ઉસ્માનપુરામાં પણ આ પ્રકારની અકસ્માતની ઘટના બની હતી. તેમજ બે દિવસ પહેલા જ શહેરના બોપલ વિસ્તારમાં એક કારચાલકે બાઈકસવારને અડફેટે લીધો હતો. જેમા બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું. આમ અમદાવાદમાં એક અઠવાડિયામાં અકસ્માતની ત્રીજી ઘટના સામે આવી છે.

કાર ચાલકની અટકાયત

જાણવા નશામાં ધૂત નબીરાએ અલગ અલગ જગ્યાએ ગાડી અથડાવી હોવાની પણ વિગતો સામે આવી છે.નશામાં ધૂત કાર ચાલક નો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું, ઘટનાને પગલે સેટેલાઈટ પોલીસ દ્વારા કાર ચાલક કમલેશની અટકાયત કરવામાં આવી છે.

પોલીસની મેગા ડ્રાઈવ

શહેરમાં નબીરાઓ બેફામ બન્યા હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ત્યારે શહેરમાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. બે દિવસ પહેલા જ રાજ્યમાં મેગા ટ્રાઈવ શરુ કરવામા આવી છે. જેમાં બેફામ વાહન હંકારતા વાહન ચાલકોને ઝડપી પાડી કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યો છે.

કાંદા-પાપડનું શાક

ભારે વરસાદના આ દિવસોમાં બહાર શાક મળવા મુશ્કેલ છે. તો ઘરમાં હંમેશા ઉપલબ્ધ રહેતી હોય એવી સામગ્રી એટલે કે, કાંદા તેમજ પાપડમાંથી શાક બનાવી શકાય છે. જે બહુ જ ઝડપથી બની જાય છે!

સામગ્રીઃ

  • કાંદા 2
  • અળદના પાપડ (બીજા કોઈપણ પાપડ ચાલશે)
  • લીલાં મરચાં 2
  • વઘાર માટે તેલ 2 ટે.સ્પૂન
  • રાઈ ¼ ટી.સ્પૂન
  • હીંગ ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • ખમણેલું આદુ 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • ધાણાંજીરુ ½ ટી.સ્પૂન
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 3-4 ટીપાં
  • ધોઈને ઝીણી સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન

રીતઃ પાપડને શેકી લો. કાંદાને ઝીણાં સમારી લેવા. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડાવો. 1 લીલું મરચું ગોળ સમારીને તેમાં નાખો. ત્યારબાદ તેમાં કાંદા નાખીને સાંતળો. કાંદા સાંતળીને તેમાં હળદર, ધાણાજીરૂ, મરચાં પાવડર  ઉમેરીને 1-2 મિનિટ સાંતળો, મીઠું થોડું ઓછું નાખવું કારણ કે, પાપડમાં નમક હોય છે. હવે 1 ટે.સ્પૂન જેટલું પાણી નાખીને ફરીથી 2 મિનિટ થવા દો.

હવે તેમાં શેકેલા પાપડના નાના ટુકડા કરીને મેળવી દો અને લીંબુનો રસ 3-4 ટીપાં મેળવી દો (લીંબુનો રસ નાખવો optional છે.). 2 મિનિટ બાદ તેની ઉપર કોથમીર ભભરાવીને ગેસ બંદ કરીને ઉતારી લો.

આ તૈયાર થયેલું શાક ગરમાગરમ પીરસો.

આફ્રિકી દેશ નાઇઝરમાં તખતાપલટનો દાવો

નવી દિલ્હીઃ પશ્ચિમી આફ્રિકાના દેશ નાઇઝરમાં તખતાપલટો થયો છે. તેમણે રાષ્ટ્રપતિ મોહમ્મદ બજોમનો તખતાપલટ થયો છે. સૈનિકોએ તખતાપલટની ઘોષણા રાષ્ટ્રીય ટેલિવિઝન પર કરી છે. નાઇઝર સૈનિકોની ઘોષણાના કેટલાક કલાકો પછી રાષ્ટ્રપતિની સુરક્ષામાં લાગેલા કુલિન ગાર્ડે બજોમને તેમના સત્તાવાર નિવાસસ્થાને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

કર્નલ-મેજર અમાદો અબ્દમાને ટીવીમાં કહ્યું હતું કે સુરક્ષા અને સુરક્ષા દળોએ એ શાસનને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી તમે પરિચિત છો. આ સુરક્ષામાંથી થઈ રહેલા સતત ઘટાડા, ખરાબ સામાજિક અને આર્થિક વહીવટનું પરિણામ છે.

દેશની સરહદો સીલ

નાઇઝરમાં તખતાપલટ પછી દેશની બધી સરહદો સીલ કરી દેવામાં આવી છે. સેનાએ દેશવ્યાપી કર્ફ્યુ જાહેર કર્યો છે. ટીવી પર સૈનિકોએ જ્યારે દેશને નાં સંબોધન વાંચ્યું તો કર્નલ-મેજર અબ્દમાનની સાથે નવ અન્ય અધિકારીઓ હાજર હતા. અહેવાલો મુજબ રાષ્ટ્રપતિનો વિરોધ કરવાવાળા ગાર્ડ રાજધાની નિયામીમાં રાષ્ટ્રપતિ મહલની અંદર તેમને પકડવા ઇચ્છતા હતા. રાષ્ટ્રપતિ મહેલ અને એની બાજુનાં મંત્રાલયોને સેનાની ગાડીઓએ ઘેર્યાં હતાં.જેથી કર્મચારીઓ ઓફિસો સુધી નહોતા પહોંચી શક્યા.

જોકે અમેરિકાએ બજોમને છોડી મૂકરવા આહવાન કર્યું હતું. વિદેશપ્રધાન એન્ટની બ્લિકને ન્યુ ઝીલેન્ડમાં કહ્યું હતું કે મેં આજ સુધી રાષ્ટ્રપતિ બજોમથી વાત કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા નાઇઝરના લોકતાંત્રિક રૂપથી ચૂંટાયેલા રાષ્ટ્રપતિને ટેકો આપે છે. અમે તેમના છુટકારાની માગ કરીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

સંકલ્પ, સિદ્ધિ અને ભક્તિનું સાયુજ્યઃ અધિક-શ્રાવણ

એ માલિક તેરે બંદે હમ..,હમકો ઇતની શક્તિ દેના મન વિજય કરે..,ઇતની શક્તિ હમેં દેના દાતા..,હે પરમેશ્વર મંગલ દાતા છીએ અમે સૌ તારા બાળ..આવી તો કેટલીય પ્રાર્થના બાળપણમાં આપણે શાળામાં શીખેલા અને બોલતા હતા. પરંતુ જેમ જેમ સમય વીત્યો એમ આપણે મોટા બની ગયા, એટલા કે ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરવા જેટલો પણ સમય નીકાળી શકતા નથી. પણ આજે વાત કરવી છે એવા લોકોની જે નિયમિત પ્રભુમય બને કે નહીં પરંતુ અધિક-શ્રાવણ માસમાં વિશેષ નિયમ ધારણ કરે.

સુનિતા વિલિયમ્સે અવકાશયાત્રા કરી ત્યારે પોતાની સાથે ભગવદ્ ગીતા લઇને ગયા હતા. કેમ ?  વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને તો કોઇ સંબંથ નથી તો..?  પણ સુનિતાને બંનેમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે. આધુનિત યુગમાં ધર્મ અને આધ્યાત્મિક્તા વિશે ઘણો બદલાવ આવ્યો છે. આપણી જનરેશન નેક્સ્ટ જેમાંના કોઇ વિજ્ઞાનના માણસ છે, કોઇ ગણિતના તો કોઇ સાહિત્યાના. પરંતુ ઉચ્ચ ડિગ્રી, સારો અભ્યાસ અને મોર્ડન જીવનશૈલી વચ્ચેય તેઓ ઇશ્વરની શક્તિ પર અખૂટ શ્રદ્ધા રાખે છે. એટલું જ નહી પણ પવિત્ર શ્રાવણ માસ હોય કે ત્રણ વર્ષે એકવાર આવતો પુરૂષોતમ (અધિક)માસ હોય, ભાવથી ઉપવાસ અને એકટાણા કરે છે.

મહાદેવ મારા મિત્ર..

ઓમ નમઃશિવાય..ઓમ નમઃશિવાય, ઘરમાં જ્યાં જગ્યા મળે, ઘર મંદિર હોય કે ડ્રોઇંગ રૂમ, કે પછી પોતાનો રૂમ પણ મીતના હાથમાં રૂદ્રાક્ષની માળા અને ઓમ નમઃશિવાયનો મંત્ર હોય. નિત્યક્રમ પુર્ણ કરી, શાળાએથી આવીને આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો મીત બારોટ ભોળાનાથની ભક્તિ કરે. વાત થોડી નવાઇ લાગે એવી છે, આજના ફાસ્ટફૂડ પિઝા-બર્ગર યુગમાં 13 વર્ષનો દિકરો અધિક-શ્રાવણ માસના ઉપવાસ કરે તે માનવામાં ન આવે. પરંતુ આ વાત બિલકુલ સાચી છે. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મીત બારોટ કહે છે, “અમારુ સંયુક્ત પરિવાર છે, બા, દાદા, પપ્પા-મમ્મી નાની બહેન બધા સાથે રહીએ છીએ. બાળપણથી જ બા અને મમ્મીને જુદા-જુદા વ્રત ઉપવાસ કરતા જોતો આવ્યો છું. મને પણ ભગવાનમાં અતુટ શ્રદ્ધા છે, પ્રભુ શિવ મારા મિત્ર હોય તેમ મને લાગે છે. મહાદેવના મંદિર જઇને, પૂજા-અર્ચના કરતા તેમની સાથે ઘણી વાતો સેર કરું છુ. સાચું કહું તો બારે મહિનામાં મારો પ્રિય મહિનો શ્રાવણ માસ છે. મે ગયા વર્ષે પણ આખો મહિનો એકટાણા કર્યા હતા અને આ વર્ષે અધિક માસ કર્યો છે અને શ્રાવણ માસ પણ કરીશ. ભગવાનની વધુ નજીક આવવાનો આ સમય છે. ઉપવાસ કરવાથી મારામાં નવી ઉર્ઝા આવે છે.”

પ્રભુ શિવ અને હું પરસ્પર વાતો કરીએ છીએ

દેવાધિદેવ મહાદેવને જળ ન ચઢાવું ત્યાં સુધી હું પાણી પણ પીતી નથી, આ શબ્દો છે પીનલ રાવલના. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પીનલ કહે છે, “ભગવાનમાં શ્રદ્ધા તો હોય પરંતુ જ્યારે તમારું ધાર્યુ કોઇ કામ ન થાય તો દોષ પણ ભગવાનને જ આપીએ છીએ. પરંતુ મારું તો એક જ સૂત્ર છે મન કી હો તો અચ્છા ના હો તો જ્યાદા અચ્છા. મારા વડીલો હંમેશા કહે છે કે ભગવાન જે કરે છે તે સારા માટે અને આ સાંભળીને જ હું મોટી થઈ છું માટે મને તો ક્યારેય પ્રભુ પાસે ફરિયાદ થતી જ નથી. મારે તો કોઇ પણ કાર્ય કરવું હોય અને મૂંઝવણમાં હોવ તો શિવશંભુ પાસે એક ચીઠ્ઠી મૂકુ છું અને તેમાં મારી સમસ્યાનું સમાધાન મળી જાય છે. મારા ભોળાનાથ મને ક્યારેય નિરાશ નથી કરતા. પ્રભુ શિવ અને હું પરસ્પર વાતો કરીએ છીએ.”

ભગવાનનો આભાર માનવા માટે જ હું શ્રાવણ માસ કરું છું

મને તો ભગવાનમાં જરાય શ્રદ્ધા ન હતી, આ શબ્દો છે 22 વર્ષના યુવાન ક્રિષી શાહના. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ક્રિષી શાહ કહે છે, “મારા મમ્મી ખુબ જ ધાર્મિક પણ હું જાણે એટલો જ નાસ્તિક હતો. આખો દિવસ સુતા રહેવું, કોઇ કામમાં મન ન લાગવું, કશુ કરવાનું ગમે નહીં, કોઇ કશુ કહે તો સામે જવાબ આપવો આ બધી મારી કુટેવ. પણ ધોરણ 12 માં મારું જીવન બદલાઈ ગયું. નાની ઉંમરમાં મને અનેક સમસ્યાઓ સતાવી રહી હતી, પરંતુ તેના જવાબ મારી પાસે ન હતા. મેં ધાર્મિક ગંથ્રો વાંચવાનું શરૂ કર્યુ, તેમાંથી મને જ્ઞાન મળ્યું કે ઉપવાસ કરવાથી મન પર કંટ્રોલ કરી શકાય છે. પહેલા તો વિશ્વાસ ન થયો પરંતુ જ્યારે મેં પ્રથમ વખત શ્રાવણ માસ કર્યો ત્યારે ધીમે-ધીમે મારા માં બદલાવ આવવા લાગ્યો. જેમ તેમ અને ગમે ત્યારે જમવાનું બંધ થયું, જેના કારણે મારામાં શરીરમાં ચેન્જીસ આવ્યા, મેદસ્વીતા ઓછી થઈ, પોઝિટિવીટી આવી, ભણવામાં, ઇતર પ્રવૃતિમાં મન લાગવા લાગ્યું. ભગવાનમાં અતુટ વિશ્વાસ થયો, ભગવાનના હોવાનો વારંવાર અનુભવ થયો. મારું જીવન સંર્પુણરીતે બદલાઈ ગયું. આ વર્ષે 19 વર્ષ પછી અધિક શ્રાવણ માસનો સંયોગ છે માટે મેં અધિક શ્રાવણ માસ અને શ્રાવણ મહિનો બંને કરીશ. ભગવાને નાની ઉંમરે ઘણું આપ્યું છે હવે તો ભગવાનનો આભાર માનવા માટે જ હું શ્રાવણ માસ કરું છું.”

ત્રણ વર્ષે એક વાર આવતો અધિક માસ હોય કે પછી દર વર્ષે આવતો પવિત્ર શ્રાવણ માસ હોય આજની પેઢી પણ શિવમય બની જાય છે. આઇ.આઇ.એમમાં મેનેજમેન્ટના ક્લાસ એટેન્ડ કરતો વિદ્યાર્થિ હોય કે આકાશમાં રોકેટ ઉડાડવાના સપના જોતી કોઇ વિજ્ઞાનની સ્ટુડન્ટ હોય, કે પછી રોજ સવારે છાપું નાંખતા ફેરિયા હોય બધા એટલું તો જરૂર કહે જ છે કે ‘ગોડ તુસી ગ્રેટ હો’.

(હેતલ રાવ,પ્રજ્ઞેશ વ્યાસ)

PM મોદી ડિગ્રી વિવાદમાં કેજરીવાલને 11મીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ

PM મોદીની ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી વિવાદમાં કેજરીવાલની મુશ્કેલી વધી છે. જેમાં PM મોદી ડિગ્રી વિવાદમાં કેજરીવાલને 11મીએ કોર્ટમાં હાજર રહેવા તાકીદ કરી છે. કોર્ટમાં રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિની અરજી આપતાં કોર્ટ નારાજ થઇ હતી. જેમાં કેજરીવાલ-સંજયસિંહ વારંવાર ગેરહાજર રહેતા હોવાથી હુકમ કરવામાં આવ્યો છે. ફરિયાદી તરફ એડવોકેટ અમિત નાયરે કોર્ટમાં બન્નેના વોરંટ કાઢવા માટે અરજી કરી હતી.

ગુજરાત યુનિવર્સિટીએ કરેલા બદનક્ષીના કેસમાં હાજર થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદને લઇ ગુજરાત યુનિવર્સિટીએ કરેલા બદનક્ષીના કેસમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહ સામે થયેલ બદનક્ષી કેસમાં રૂબરૂ કોર્ટમાં હાજર ન રહીને તેમના વકીલ તરફ્થી કોર્ટ સમક્ષ હાજર રહેવામાંથી મુકિત માટેની અરજી(એકઝમ્પ્શન અરજી) આપી હતી. પરંતુ વારંવાર બન્ને ગેરહાજર રહેતા હોવાથી મેટ્રોપોલીટન કોર્ટ નારાજ થઇ હતી.

બન્નેને 11મી ઓગષ્ટના રોજ હાજર રહેવા તાકીદ કરી

બીજી તરફ્ ફરિયાદી તરફ્ કેજરીવાલ અને સંજયસિંહનું વોરંટ કાઢવા અરજી કરી હતી. જો કે, ત્યારબાદ બન્નેના વકીલોએ આગામી મુદતે હાજર રહેશે તેવી બાંહેધરી આપી હતી. જેથી કોર્ટે વોરંટની અરજી પર કોઈ નિર્ણય લેવાના બદલે બન્નેને 11મી ઓગષ્ટના રોજ હાજર રહેવા તાકીદ કરી છે.

આઇસી15 ઇન્ડેક્સમાં 606 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 25 બેઝિસ પોઇટનો વધારો કર્યો એને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વધારો થયો હતો. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના તમામ ઘટક કોઇનના ભાવ વધ્યા હતા, જેમાંથી સોલાના, ચેઇનલિંક, પોલીગોન અને કાર્ડાનો 3થી 8 ટકાની રેન્જની વૃદ્ધિ સાથે મોખરે હતા.

દરમિયાન, અમેરિકન સંસદની નાણાકીય સેવાઓની સમિતિએ ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગ માટેનું નિયમનકારી માળખું ઘડનારો ફાઇનાન્શિયલ ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ફોર ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી એક્ટ એન્ડ બ્લોકચેઇન રેગ્યુલેટરી સર્ટેન્ટી એક્ટ પસાર કર્યો છે. બીજી બાજુ, દક્ષિણ કોરિયાએ ક્રીપ્ટોકરન્સીને લગતા ગુનાઓનો સામનો કરવા માટે સંયુક્ત તપાસ કેન્દ્ર શરૂ કર્યું છે. આ કેન્દ્ર કરવેરાની ચોરી, ગેરકાનૂની ટ્રેડિંગ તથા વોલેટિલિટીનાં જોખમો સંબંધે પણ લક્ષ રાખશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.57 ટકા (606 પોઇન્ટ) વધીને 39,233 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,627 ખૂલીને 39,379 પોઇન્ટની ઉપલી અને 38,609 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

અંજુએ પતિને કહ્યું, હું તકલીફમાં આવી જઈશ

ગ્વાલિયરઃ પ્રેમીથી મળવા પતિને છોડે પાકિસ્તાન ગયેલી અંજુએ દેશમાં હંગામો મચાવી દીધો છે. ક્યારેક બંનેનાં લગ્ન કર્યાની વાત સામે આવે છે તો ક્યારેક બંને લગ્નથી ઇનકાર કરે છે. સોશિયલ મિડિયા પર બંનેના વિડિયો વાઇરલ થઈ રહ્યા છે, જેમાં અંજુ અને પાકિસ્તાની પ્રેમી હાથોમાં હાથ પકડીને નજરે ચઢે છે.

અંજુના પાકિસ્તાન ગયા પછી તેના પિતાએ કહ્યું હતું કે અંજુ સનકી સ્વભાવની છે. તેઓ તેની સાથે લાંબા સમયથી સંપર્કમાં નથી. અંજુના પિતાએ એ પણ કહ્યું હતું કે વગર કોઈને બતાવ્યે તેનું પાકિસ્તાન જવું ખોટું છે. તેમણે કહ્યું હતું કે તેને ભારત પરત આવવાનો કોઈ અધિકાર નથી. જો તે પરત ફરી તો તેણે આકરી સજા ભોગવવી પડશે. અંજુએ જે કર્યું છે એ ખોટું છે અને જે લોકો આવું કરે છે તેઓ સજાને પાત્ર છે. ભારત એક સન્માનિત દેશ છે અને તેણે જે કર્યું તેના માટે હું શરમ અનુભવું છું અને સરકારથી માફી માગું છું. તેને બાળકોને લઈ જવાનો કોઈ અધિકાર નથી. તેને બાળકોને અડવાનો કોઈ અધિકાર નથી.

હાલમાં અંજુએ પતિને ફોન કરીને કહ્યું છે કે તે કોઈ મુશ્કેલીમાં ફસાય એવી શક્યતા છે. તેણે કહ્યું હતું કે કેટલાક દસ્તાવેજ છએ, જેને છુપાડવા જરૂરી છે, નહીં તો તે મુશ્કેલીમાં પડી જશે. પાકિસ્તાનમાં બેઠેલી અંજુ કયા દસ્તાવેજને છુપાડવા ઇચ્છે છે?