Home Blog Page 2604

કોરાનાના 39 નવા કેસો, એકનું મોત     

 નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 39 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,96,313 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,922 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,63,021 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 60 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1450એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,206 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.41 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,58,448 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 95 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 16/08/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

નોટ આઉટ @ 84 રામ ગઢવી 

છેલ્લાં 25 વર્ષથી ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ-અમેરિકાના પ્રેસિડેન્ટનું પદ શોભાવતા રામ ગઢવીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

વલ્લભીપુર નજીકના નાનકડા ગાયકવાડી ગામ રતનપુરમાં તેમનો જન્મ. માતા-પિતા બંને સાત ધોરણ સુધી ભણેલાં હતાં. રામભાઈનો પ્રાથમિક અભ્યાસ રતનપુરમાં. આગળનો અભ્યાસ ભાવનગરમાં. ભાવનગરની ગઢવી જ્ઞાતિની હોસ્ટેલમાં રહીને, શરૂઆતમાં નૂતન વિદ્યાલય અને પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા. શાળાની લાઇબ્રેરીમાં અને બાર્ટન-લાઇબ્રેરીમાં ઘણું વાંચન કર્યું, ડીબેટ સોસાયટીમાં સક્રિય હતા. એસએસસીના સારા પરિણામ પછી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી બીઈ કર્યું. કોલેજમાં મેસ ચલાવી, એનસીસીમાં ભાગ લીધો, નાટકોમાં અને વાર્ષિકોત્સવમાં પણ ભાગ લેતા એટલે ઘણા મિત્રો હતા. તે વખતે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી વિદ્યાર્થીઓ અમેરિકા જતા. મિત્રો સાથે તેમણે પણ અમેરિકા જવાનું વિચાર્યું. થોડો વખત ભાવનગર અને મુંબઈ કામ કર્યું. દરમિયાન ભાનુબેન સાથે યુગાન્ડા(આફ્રિકા)માં લગ્ન થયા. યુગાન્ડામાં સેટલ થવાની તૈયારીમાં હતા ત્યાં અમેરિકાનું એડમિશન આવી ગયું અને તેઓ અમેરિકા ગયા. ત્યાં વધુ અભ્યાસ(એમએસ અને એમબીએ) કર્યો અને જુદી-જુદી કંપનીઓમાં, જુદા-જુદા શહેરોમાં યુટાહ, બોસ્ટન, ન્યૂજર્સી જેવી જગ્યાઓએ કામ કર્યું.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

અત્યારે કોઈ કોમર્શિયલ કામ કરતા નથી, પણ ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ-અમેરિકાની પ્રવૃત્તિમાં સક્રિય છે. સવારે સાડા-સાત વાગે ઊઠે. બોર્ડિંગની ટેવ મુજબ પ્રાણાયામ-કસરત-યોગ કરે! પછી ચા-કોફી પીએ. ચાલવાનું બંધ થઈ ગયું છે તેનો અફસોસ છે. દીકરો અને દીકરી, બંને પ્રખ્યાત બોસ્ટન કોલેજમાંથી ભણ્યાં છે. ત્રણ પૌત્રો અને ત્રણ પૌત્રીઓ છે. તેઓ વેઇન(ન્યૂજર્સી)માં આવેલ ઇન્ડિયા કલ્ચરલ  સોસાયટીના ચેરમેન છે. ત્યાં ગાંધી-મંદિર બનાવ્યું છે. ગાંધીજીની ફિલોસોફીને લગતા પ્રોગ્રામ કરતા. ગાંધી-મંદિરને બદલે હવે ત્યાં સર્વ-ધર્મ મંદિર બનાવ્યું છે. સાહિત્ય-સંગીતના પ્રોગ્રામ થાય છે. અનુવાદ, નાટકો અને બુક પબ્લિશ કરવા જેવા કામોમાં લોકલ-ટેલેન્ટને પ્રમોટ કરવાના પ્રયત્નો ચાલુ છે.

શોખના વિષયો : 

ભાવનગરનો સાહિત્યનો વારસો એટલે સાહિત્ય, સંગીત, નાટકો, ચર્ચા વગેરેમાં બહુ મજા આવે! શરૂઆતમાં લોકલ કલાકારો સાથે બોસ્ટનમાં સુગમ-સંગીતના પ્રોગ્રામ ગોઠવતા. ન્યૂજર્સી આવીને પણ સાહિત્ય-સંગીતની ઘણી પ્રવૃત્તિઓ કરતા. 1981માં ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ-અમેરિકા સંસ્થા બની, તેઓ મેમ્બર બન્યા. સોશિયલ-પ્રવૃત્તિઓ કરે, નાટકો જોવાં ગમે, રમતગમત જોવી ગમે, વાંચન ઘણું ગમે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

ભગવાનની મહેરબાનીથી તબિયત સારી છે. શાળા-કોલેજની કસરતની ટેવનો પ્રભાવ હશે! હમણાંથી ચાલવામાં થોડા ધીમા થઈ ગયા છે. તબિયતની સંભાળ રાખવામાં અને સામાજિક કર્યો કરવામાં પત્ની ભાનુબહેનનો સપોર્ટ ઘણો સારો રહે છે.

યાદગાર પ્રસંગ:  

રતનપુરથી ભાવનગર નૂતન વિદ્યાલયમાં આવ્યા પછી  શાળાની પહેલી જ માસિક પરીક્ષામાં ગણિતમાં પહેલા નંબરે પાસ થયા! રતનપુરમાં અંગ્રેજી ભણાવતા નહીં જેથી અંગ્રેજીની પરીક્ષામાં નાપાસ થયા! “ગણિતના પેપરમાં ચોરી તો નહીં કરી હોય ને?” એવી સહેજે શંકા થાય! પણ પછી તો જુદા-જુદા વિષયોની પરીક્ષાઓમાં સરસ પરિણામ લાવતા ગયા અને છ મહિનામાં તો અંગ્રેજી પણ શીખી લીધું.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશનમાં ચેરમેન હતા ત્યારે તેમણે ન્યૂયોર્કમાં ઇન્ડિયા-ડે પરેડ શરૂ કરાવી. દરવર્ષે ગ્રાન્ડ-માર્શલ તરીકે પ્રખ્યાત વિભૂતિઓને મહેમાન તરીકે બોલાવે છે. ફિલ્મી-કલાકારો રાજ કપૂરથી શરૂ કરી મીનાક્ષી શેષાદ્રી અને સામાજિક ગુરુ મોરારીબાપુ (આ વર્ષે શ્રી શ્રી રવિ) જેવા મહાનુભાવોએ તે સ્થાન શોભાવ્યું છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

મોટાભાગનું કામ લેપટોપ ઉપર જ કરે છે. અમેરિકામાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ રહ્યો. ટેકનોલોજી બાળકોને સ્વતંત્રતા આપે છે, પણ તેના ઉપયોગ કે દુરુપયોગ માટે તો પેરેન્ટિંગ ઉપર જ આધાર રહે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તેઓ રતનપુરમાં હતા ત્યારે તો ત્યાં લાઈટ પણ ન હતી! હવે ભણતર, આર્થિક સગવડો અને પ્રવૃત્તિઓ ઘણી વધી ગઈ છે, પણ તે સાથે દૂષણો પણ એટલાં જ આવ્યાં છે! જે લાગણી ગામડામાં હતી એ તો ગામડામાં જ જોવા મળે, બીજે ક્યાંયે નહીં!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

એકેડેમીના કામને લીધે, યુવાનોને તેમાં પ્રવૃત્ત કરવા માટે, યુવાનો સાથે પ્રયત્ન કરીને તેઓ સંપર્કમાં રહે છે.  યુવાન-મહેમાનોને બોલાવે છે. થોડા વખત પહેલાં RJ ધ્વનિતને બોલાવ્યા હતા. નાટ્ય-નિર્દેશક અને કલાકાર સૌમ્ય જોશીને બોલાવ્યા હતા. અપૂર્વ આશર અને  રામ મોરી જેવા મહાનુભાવોને બોલાવે છે, જેથી યુવાનો એકેડેમીના કામમાં પ્રવૃત્ત થાય.

સંદેશો : 

ભારતની સાહિત્ય-સંસ્થાઓ પરદેશની સાહિત્ય-સંસ્થાઓને મદદ કરે તો “વસુધૈવ કુટુંબકમ્” બની શકે!

વાહ ભાઈ વાહ! – ૧૬ ઓગસ્ટ, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૧૬ ઓગસ્ટ, ૨૦૨૩

૧૬ ઓગસ્ટ, ૨૦૨૩

૧૬ ઓગસ્ટ, ૨૦૨૩

પંચાંગ 16/08/2023

ભારત અને ચીન વચ્ચે કમાન્ડર લેવલની બેઠક યોજાઈ

ભારત-ચીન: વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. કમાન્ડર સ્તરની બેઠકનો આ 19મો રાઉન્ડ હતો, જે 13 ઓગસ્ટે યોજાયો હતો. -14. તેનું આયોજન સરહદ પરના ચુશુલ-મોલ્ડો મીટિંગ પોઈન્ટ પર કરવામાં આવ્યું હતું. ચીન સાથે સૈન્ય વાટાઘાટો પર, વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત અને ચીન વચ્ચેના બાકી રહેલા મુદ્દાઓના નિરાકરણ પર પશ્ચિમી ક્ષેત્રમાં LAC પર બંને પક્ષો વચ્ચે સકારાત્મક, રચનાત્મક અને ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. બંને પક્ષો આ મુદ્દાઓને વહેલી તકે ઉકેલવા અને વારંવાર વાટાઘાટો કરવા સંમત થયા હતા.

LAC પર સૈનિકો પાછા ખેંચવાના મુદ્દે ચર્ચા

બંને પક્ષોએ પૂર્વી લદ્દાખમાં LAC પર સૈનિકોને પાછા ખેંચવા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. મીટિંગમાં, ભારતે ડેપસાંગ અને ડેમચોક સહિતના અન્ય ઘર્ષણ બિંદુઓથી સૈનિકોને વહેલી તકે પાછા ખેંચવા માટે ચીન પર દબાણ કર્યું. આ સાથે વિસ્તારમાં તણાવ ઓછો કરવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

બ્રિક્સ સમિટ પહેલા આયોજિત બેઠક

તમને જણાવી દઈએ કે આ સૈન્ય વાતચીત દક્ષિણ આફ્રિકામાં યોજાનારી BRICS સમિટના એક સપ્તાહ પહેલા થઈ હતી. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભાગ લેશે. અગાઉ 23 એપ્રિલે 18માં રાઉન્ડની વાતચીત થઈ હતી. આ દરમિયાન પણ ભારતે ડેપસાંગ અને ડેમચોકમાંથી સેના હટાવવાનો આગ્રહ કર્યો હતો. બંને પક્ષોએ પશ્ચિમી ક્ષેત્રમાં LAC પર સંબંધિત મુદ્દાઓના નિરાકરણ પર નિખાલસ અને ઊંડાણપૂર્વક ચર્ચા કરી જેથી કરીને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ-શાંતિ પુનઃસ્થાપિત કરી શકાય, જેનાથી દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ થાય. રાજ્યના નેતાઓ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અને માર્ચ 2023માં બંને વિદેશ મંત્રીઓ વચ્ચેની બેઠકના અનુસંધાનમાં, તેઓએ ખુલ્લા અને નિખાલસ રીતે વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

નૂહ હિંસાના આરોપી બિટ્ટુ બજરંગીની ધરપકડ

હરિયાણા પોલીસે મંગળવારે નાહમાં હિંસા ભડકાવવાના આરોપી બિટ્ટુ બજરંગીની ધરપકડ કરી હતી. ગૌ રક્ષક બજરંગ દળના ફરીદાબાદ યુનિટના વડા બિટ્ટુ બજરંગી પર ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે. બજરંગી પર આરોપ છે કે તેણે મેવાતના મુસ્લિમોને કહ્યું હતું કે હું મારા સાસરે આવું છું, શું તમે તમારા જીજાનું સ્વાગત નહીં કરો? હકીકતમાં નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદની યાત્રા પર પથ્થરમારો થયા બાદ હિંસા શરૂ થઈ હતી.

બિટ્ટુ બજરંગીએ શું કહ્યું?

નૂહમાં હિંસાના દિવસના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં બિટ્ટુ બજરંગી કથિત રીતે કહી રહ્યો છે કે, યે બોલેંગે કે એવું કહેવામાં આવ્યું નહોતું કે અમે અમારા સસરાના ઘરે આવ્યા અને મળ્યા નહીં, ફૂલોના હાર તૈયાર રાખો, જીજા આવી રહ્યા છે.

નૂહમાં હિંસા ક્યારે શરૂ થઈ?

31 જુલાઈના રોજ વિશ્વ હિન્દુ પરિષદની મુલાકાત પર ટોળાએ હુમલો કર્યા બાદ નૂહમાં હિંસા શરૂ થઈ હતી. બાદમાં આ હિંસાની આગ ગુરુગ્રામ સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી. જેમાં બે હોમગાર્ડ અને એક ઈમામ સહિત છ લોકોએ જીવ ગુમાવ્યો હતો. હિંસા બાદ સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે 8 ઓગસ્ટ સુધી નૂહમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. બાદમાં તેને 13 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી.

‘વરસાદી સાંજે હાસ્યની હેલી’ કાર્યક્રમઃ વરસાદ વિના પણ શ્રોતાઓ ભરપૂર ભીંજાયા

મુંબઈઃ ગયા શનિવારે સાંજે કાંદિવલીમાં ‘હાસ્યની હેલી’ આવી હતી. વરસાદ સાથે હાસ્યના વિષયને આવરી લઈ યોજાયેલા નિબંધ-લેખ અને કાવ્ય પઠનના રસપ્રદ કાર્યક્રમને શ્રોતાઓએ મનભરી માણ્યો હતો. અહીં કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત ‘ગુજરાતી ભાષાભવન’ અને પરિવર્તન પુસ્તકાલય દ્વારા સંયુક્તપણે યોજાયેલા ભાષા-સાહિત્યલક્ષી રસપ્રદ કાર્યક્રમમાં ગુજરાતી રંગભૂમિનાં સુપ્રસિદ્ધ અને સન્માનનીય એવા મીનળ પટેલ, યામિની પટેલ સહિતના કલાકારોએ વિવિધ લેખકોના સર્જનનું પઠન કરીને એવી જમાવટ કરી હતી કે સભાગ્રુહમાં હાસ્યના ફુવારા ઉડ્યા હતા.

આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના મૂર્ધન્ય અને સીમાસ્તંભરૂપ સાહિત્યકારોની સુંદર હાસ્ય ગદ્ય-પદ્ય કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કે.ઈ.એસ.ની જયંતિલાલ પટેલ લૉ કૉલેજનાં હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં કે.ઈ.એસ.ના ભૂતપૂર્વ વિધાર્થિની નિકિતા પોરિયા, સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિધાલયનાં શિક્ષિકા દીપ્તિ રાઠોડ અને યુવા કલાકાર વત્સલ પૂજારાએ પણ પોતપોતાની આગવી શૈલીમાં પઠન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન પ્રા. ડૉ.કવિત પંડ્યાના હતા. આ વાચિકમમાં તેમણે પણ ભાગ લીધો હતો.

કાર્યક્રમનાં પ્રારંભે કે.ઈ.એસ.ના ટ્રસ્ટી વાઈસ પ્રેસિડન્ટ મહેશ શાહે આ સુંદર કાર્યક્રમનાં આયોજન બદલ અભિનંદન આપતા કહ્યું હતું કે, હાસ્યની વાત નિરાળી છે. રડવામાં દરેક અક્ષર જુદા-જુદાં છે, જ્યારે હાસ્યમાં ‘હા’ છે અને ‘સ’ તેમજ ‘ય’ એટલે કે મન અને આનંદ બંને ભેગા છે, આ બંને સાથે હોય ત્યારે જ ‘હાસ્ય’ આવે. બધાંને હસવું ગમતું હોય છે. મન અને આનંદ વચ્ચે બહુ ફરક હોય છે, કિંતુ હાસ્યમાં મન અને આનંદ ભેગા થાય છે.

ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ અને ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સર્જક ડો. દિનકર જોશીએ સૌને આવકાર્યા હતા અને જયોતિન્દ્ર દવે તેમ જ ચુનીલાલ મડિયા વિશેના એમના રસપ્રદ અનુભવો શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુત કર્યા હતા.

આદરણીય રંગકર્મી મીનળ પટેલે મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’ની વરસાદકેન્દ્રી બે ઉત્તમ રચનાઓની પ્રસ્તુતિ કરી શ્રોતાઓને રસતરબોળ કરી ખડખડાટ હસાવ્યા હતાં. હાલની ૭૯ વરસની ઉંમરે પણ એમનું રંગભૂમિ અને કલા પ્રત્યેનું સમર્પણ સૌ માટે પ્રેરણારૂપ બની રહ્યું.

ત્યારબાદ યામિની પટેલે હાસ્યસમ્રાટ બકુલ ત્રિપાઠીનો સુંદર હાસ્ય નિબંધ અને ગૌરાંગ ઠાકરની એક વરસાદી કવિતા પ્રસ્તુત કરી સૌને હાસ્યથી ભીંજવી દીધાં હતાં. યુવાકલાકાર નિકિતા પોરિયાએ કવિ, નિબંધકાર ચંદ્રકાન્ત શેઠના હાસ્યનિબંધ ‘વરસાદ અને વહુ’ની હળવીશૈલીમાં સુંદર પ્રસ્તુતિ કરી હતી. વત્સલ પૂજારા અને દીપ્તિ રાઠોડે ગુજરાતી ભાષાના શિરમોર કવિ રમેશ પારેખ અને ચંદ્રકાન્ત શાહના વરસાદી કાવ્યોની રજૂઆત કરી હતી.

એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ અનુસ્નાતક ગુજરાતી વિભાગના અધ્યાપક કવિત પંડ્યાએ ઉત્તમ નવલકથાકાર અને નિબંધકાર વીનેશ અંતાણીના સુંદર વરસાદી નિબંધની પ્રસ્તુતિ કરી દરેકને પોતપોતાના વરસાદની અનુભૂતિ કરાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરતી વખતે કીર્તિ શાહે કેઈએસ  સંસ્થાની ગુજરાતી ભાષાના સંવર્ધન માટેના સાતત્યપૂર્ણ પ્રયાસોને, શિક્ષણની ઉત્તમ ગુણવત્તા જાળવવાના ધ્યેયને, ગુજરાતી ભાષા ભવનની સ્થાપનાને તેમ જ અનેકવિધ સાહિત્યલક્ષી પ્રવૃતિઓને બિરદાવી હતી.

અંતમાં ગુજરાતી ભાષા ભવન-પરિવર્તન પુસ્તકાલયના સંયોજક જયેશ ચિતલિયાએ સૌનો આભાર માની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં જાણીતાં લેખિકા વર્ષા પાઠક, ‘પ્રબુધ્ધ જીવન’ના તંત્રી સેજલ શાહ, કવિ સંજય પંડયા, સાંઈ સાર્વજનિક ટ્રસ્ટના એ.બી. મહેતા સહિત અનેક રસિકજનોએ હાજર રહી કાર્યક્રમને માણ્યો અને બિરદાવ્યો હતો.

એશિયન ગેમ્સ 2023: વિનેશ ફોગાટ એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં

એશિયન ગેમ્સ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ એશિયન ગેમ્સનો ભાગ નહીં બને. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિનેશ ફોગાટ 13 ઓગસ્ટના રોજ ઘાયલ થઈ હતી. વિનેશ ફોગાટ આ ઈજાને કારણે એશિયન ગેમ્સમાં રમી શકશે નહીં. વિનેશ ફોગાટનું એશિયન ગેમ્સમાં ન રમવું એ ભારતીય ચાહકો માટે મોટો ફટકો માનવામાં આવે છે. ભારતીય મહિલા કુસ્તીબાજ ફોગાટે કહ્યું કે તે એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં કારણ કે તેને રવિવારે ઈજા થઈ હતી.

વિનેશ ફોગાટે ટ્વીટ કરીને સર્જરીની જાણકારી આપી હતી

ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે એક ટ્વિટ કર્યું. આ ટ્વિટમાં તેણે લખ્યું કે તે ઘૂંટણની ઈજાને કારણે એશિયન ગેમ્સ 2023માંથી બહાર છે. આ સાથે તેમણે જણાવ્યું કે 17 ઓગસ્ટે ઘૂંટણની સર્જરી થશે. સ્કેન કર્યા બાદ ડોક્ટરોએ કહ્યું કે મારા માટે સર્જરી જ એકમાત્ર વિકલ્પ છે. આ સર્જરી 17 ઓગસ્ટે મુંબઈમાં થવાની છે. જોકે, વિનેશ ફોગાટનું એશિયન ગેમ્સમાંથી બહાર થવું ભારત માટે મોટો ફટકો માનવામાં આવે છે. એશિયન ગેમ્સમાં ભારતીય પ્રશંસકો વિનેશ ફોગાટ પાસેથી મેડલની આશા રાખતા હતા, પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે તે ટૂર્નામેન્ટનો ભાગ નહીં બને.

‘એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું મારું સપનું હતું, પરંતુ…’

વિનેશ ફોગાટે ટ્વીટમાં કહ્યું કે 17 ઓગસ્ટે મુંબઈમાં મારી સર્જરી થશે, ભારત માટે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું મારું સપનું હતું, જે મેં 2018માં જકાર્તામાં જીત્યું હતું. તેણી આગળ લખે છે કે આ વખતે ઈજાના કારણે મારી આશાઓને મોટો ફટકો પડ્યો છે. મેં મારી વાત સંબંધિત અધિકારીઓને જણાવી છે, જેથી કરીને રિઝર્વ ખેલાડીને એશિયન ગેમ્સ માટે મોકલી શકાય.