Home Blog Page 2600

પાકિસ્તાનમાં ઇશનિંદાથી ચર્ચોને આગ લગાડાઈઃ USએ વ્યક્ત કરી ચિંતા

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ધર્મને નામે અલ્પસંખ્યકોની વિરુદ્ધ અત્યાચાર કરવો એ કોઈ નવી વાત નથી. અહીં વારંવાર ઇશનિંદાને નામે કે અન્ય બહાને અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવે છે. પંજાબ પ્રાંતના ફૈઝલાબાદના જરાનવાલા વિસ્તારમાં ઇશનિંદાના આરોપોને લઈને કેટલાય ગિરજાઘરોમાં તોડફોડ અને આગ ચાંપવાના બનાવ બન્યા હતા. ખ્રિસ્તીઓ પર ઇશનિંદાનો આરોપ લગાવ્યા પછી પૂર્વ પાકિસ્તાનમાં સેંકડો મુસ્લિમોએ પાંચ ચર્ચોમાં આગ લગાડી દીધી હતી અને ચર્ચની આસપાસ રહેતા ખ્રિસ્તીઓના ઘરોમાં તોડફોડ કરી હતી. તેમની સાથે મારપીટ કરી હતી.  લોકોએ આરોપ મૂક્યો હતો ખ્રિસ્તી સમાજના લોકોએ કુરાનનું અપમાન કર્યું છે. આ ઘટના સામે અમેરિકાએ ગુસ્સો વ્યક્ત કરતાં ચિંતા વ્યક્ત કરી હતી.

પાકિસ્તાનમાં કુરાનની ટીકા કરવાને નામે પાંચ ચર્ચો તોડવામાં આવ્યાં હતાં. આ ઘટનાથી વ્યથિત અમેરિકાએ હુમલાની તપાસ કરવાનો આગ્રહ કર્યો હતો. ચર્ચની આસપાસ રહેતા લોકોનાં ઘરોને સળગાવી દેવામાં આવ્યાં હતાં અને મારપીટ કરવામાં આવી હતી તેમ જ લૂંટફાટ પણ કરવામાં આવી હતી. આ ઘટના દરમ્યાન પોલીસ પણ હાજર હતી, જે તમાશો જોઈ રહી હતી. જોકે એ પછી ખ્રિસ્તી સમાજની સુરક્ષા માટે પાકિસ્તાની રેન્જર્સને બોલાવવામાં આવ્યા હતા.

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે અમે એ વાતથી બહુ ચિંતિત છીએ કે પાકિસ્તાનમાં કુરાનના અપમાનના જવાબમાં ચર્ચો અને ઘરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે અમેરિકા સ્વતંત્ર અભિવ્યક્તિને ટેકો આપે છે, પણ હિંસા કે હિંસાની ધમકીને ક્યારેય પણ અભિવ્યક્તિ તરીકે સ્વીકાર્ય નથી.

 

 

 

 

 

 

 

કોરાનાના 33 નવા કેસો, બે જણનાં મોત      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,96,426 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,924 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,63,066 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 45 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1436એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 26,298 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.43 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,58,967 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 519 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

જીવ્યું સાર્થક થયું છે ખરું?

અધિક માસ પૂરો થયો ને પવિત્ર આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો. આપણાં પુરાણોમાં કારતક, ચૈત્ર, શ્રાવણ, ભાદરવો જેવા માસને દાન કરવા યોગ્ય ગણાવવામાં આવ્યા છે. જો કે ચાર માસ જ શું કામ, જો નિરંતર બીજાનાં દુ:ખ જોઈને મન દ્રવિત થતું હોય તો તમે દાનવીર છો. કુદરત પણ પોતે રચેલી સૃષ્ટિથી આપણને સતત આપવાનો પાઠ ભણાવે છે. સૂર્ય, પુષ્પો, વૃક્ષો, નદી, આપણને ટ્વેન્ટી-ફૉર-બાય-સેવન આપતાં ને આપતાં જ રહે છે આમ છતાં એમનો સ્ટૉક કદીયે ઓછો થતો નથી.

1888માં ફ્રાન્સમાં મૂળ સ્વીડિશ એન્જિનિયર-બિઝનેસમૅન લુડવિગ નૉબેલનું મૃત્યુ થયું. બીજા દિવસે ફ્રાન્સનાં દૈનિકોમાં એમના મૃત્યુના સમાચાર પ્રકાશિત થયા, પરંતુ મુશ્કેલી એ થઈ કે અહેવાલમાં લુડવિગના બદલે એમના ભાઈનું નામ છપાયું, જે જીવિત હતા.

જે જીવંત વ્યક્તિના મૃત્યુના સમાચાર છપાયા તે પોતે એક મહાન વિજ્ઞાની હતો, જેણે સાડાત્રણસો જેટલાં સંશોધન કરેલાં. પોતાના મૃત્યુના સમચાર વાંચી તે અકળાઈ ગયો. ના, અકળામણનું કારણ પોતાના મૃત્યુના ખોટા સમાચાર નહોતા, પરંતુ તેના વિશે છાપાંએ જે લખ્યું તે હતું. એની (એટલે કે લુડવિગની) ઓળખ આપતાં લખ્યું હતું, ‘મૃત્યુના સોદાગરનું મૃત્યુ.’

લુડવિગના ભાઈએ (જે જીવિત હતો તેણે) કરેલાં અનેક સંશોધનોમાં એક હતું વિસ્ફોટ કરવા માટે વપરાતું ડાયનેમાઈટ. તેણે પોતાની જાતને પૂછ્યું, ‘શું લોકો મને મૃત્યુના સોદાગર તરીકે યાદ કરશે?’ એ જ દિવસે એણે પોતાની ૯૪ ટકા સંપત્તિ વિશ્વની સુખાકારી માટે કામ કરનારને એવૉર્ડ તરીકે આપવાનું નિરધાર્યું. મિસ્ટર લુડવિગનો એ ભાઈ એટલે નૉબેલ પારિતોષિકના જનક આલ્ફ્રેડ નૉબેલ.

માણસ વિશ્વને શું પ્રદાન આપે છે, બીજાના ઉત્કર્ષ માટે, બીજાના ભલા માટે તે શું કરે છે તેના આધારે તેનું વ્યક્તિત્વ નક્કી થાય છે. એક તત્ત્વચિંતક કહે છે, ‘આજ સુધી કોઈ પણ વ્યક્તિનું સમ્માન એણે સમાજ પાસેથી શું અને કેટલું લીધું એ કારણસર કરવામાં નથી આવ્યું. હા, એટલા માટે જરૂર કરવામાં આવ્યું છે કે એણે સમાજને શું અને કેટલું આપ્યું’

ખરેખર, બીજાનું ભલું કરવું, બીજા માટે ઘસાવું. આવી પરોપકારી ભાવનાથી વ્યક્તિ સમ્માનીય, આદરણીય અને સ્મરણીય બને છે. પેલી કહેવત છેનેઃ ‘કર ભલા તો હો ભલા. બીજાના હિત માટે કરેલો નાનામાં નાનો પ્રયત્ન પણ પરમાત્માથી અપરિચિત નથી રહેતો. ભગવાન તેનું યોગ્ય ફ્ળ આપે જ છે. અહીં આ પ્રસંગ ઉલ્લેખનીય છેઃ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એક વાર અમેરિકામાં ધર્મયાત્રાએ ગયેલા. ત્યાં એમને એક પત્ર મળ્યો. હિંમતનગર નજીકના હિંગટિયા ગામના એક આદિવાસી ભાઈએ લખેલો એ સ્વામીજીએ વાંચ્યો, પણ અક્ષર વાચ્ય નહોતા. માત્ર પોસ્ટલ સ્ટૅમ્પથી જાણ થઈ કે પત્ર હિંમતનગર વિસ્તારનો છે. તરત સ્વામીજીએ એ વિસ્તારના સંતોને કહેવડાવ્યું કે તમે ત્યાં તપાસ કરો કે આવો પત્ર કોણે લખ્યો છે અને તેમનો શું પ્રશ્ન છે.’

તપાસ કરતાં ખબર પડી પત્ર લખનારના ગામનો હૅન્ડપમ્પ બગડી ગયો છે. સ્વામીજીએ તરત સંતોને આદેશ આપતાં કહ્યું કે, ‘બને એટલો જલદી આ ગામનો પંપ રિપૅર કરાવી આપો. જરૂર જણાય તો નવો પંપ નખાવી આપજો.’ આટઆટલી વ્યસ્તતા અને આવાં આંતરરાષ્ટ્રીય મહાનગરોમાં વિચરતા સ્વામીશ્રી નાનામાં નાના દુખિયારાની સંભાવના કરતા. તેઓની આધ્યાત્મિકતાનું અને ભલમનસાઈનું આ અનોખું દર્શન હતું.

એક ગામમાં કોઈ કિશોર નદીમાં ડૂબી રહ્યો હતો. મદદ માટે એની બૂમાબૂમ સાંભળી ત્યાંથી પસાર થતા એક માણસે તેને બચાવી લીધો. પેલા છોકરાએ આભારવશ કહ્યું, ‘ધન્યવાદ.’

માણસે પૂછ્યું ‘ધન્યવાદ? શા માટે?’

છોકરાએ પ્રત્યુત્તર આપ્યો, ‘મારી જિંદગી બચાવવા માટે.’

એ માણસે છોકરાને કહ્યું, ‘દોસ્ત, જ્યારે તું મોટો થાય ત્યારે સાર્થક કરજે કે તારી જિંદગી બચાવવાલાયક હતી.’

આપણે પણ જીવનને એવી રીતે સાર્થક કરીએ કે જીવન આપનારને થાય કે આને જિંદગી આપવાલાયક હતી.

સુવિચાર – ૧૭ ઓગસ્ટ, ૨૦૨૩

સુવિચાર – ૧૭ ઓગસ્ટ, ૨૦૨૩

૧૭ ઓગસ્ટ, ૨૦૨૩

૧૭ ઓગસ્ટ, ૨૦૨૩

થોડી વાત ખાનગી જીવન જીવતા “ખડમોર” વિશે….

ઘોરાડ કુળના સૌથી નાના ખાનગી જીવન જીવતા “ખડમોર” (Lesser florican) ના નામ થી જ ખબર પડે કે “ખડ” એટલે કે ઘાસનું મોર જેવુ પક્ષી દેશમાં ખુબજ જુજ બચેલા આ પક્ષી ચોમાસામાં ગુજરાતના વિવિધ ઘાસવાળા ક્ષેત્રો અને ખાસ કરીને બ્લેકબક નેશનલ પાર્ક વેળાવદરમાં મહત્તમ જોવા મળે છે.

કયારેક વેળાવદર આસપાસના જુવારના ખેતરમાં પણ જોવા મળી જાય.

હજી સુધી ખડમોરના માઈગ્રેશનની પેટર્ન અને સ્થળોની ચોક્કસ વિગતો પ્રાપ્ત નથી પણ તેના પર સંશોધન હાલ ચાલુ છે. નર ખડમોરનો ઘાસના મેદાનોમાં માદા ખડમોરને રીઝવવા માટે કરવામાં આવતો ડિસ્પલે ડાન્સ ખુબજ દર્શનીય હોય છે.

ખડમોર પોતાના ઈંડાને જમીન પર તણખલાનો નાનો માળો બનાવીને મુકે છે. જે ઘણો જ અસુરક્ષીત હોવાના કારણે પણ ખડમોરની વસ્તી સરળતાથી વધતી નથી. ખડમોરના માટે રખડતા કુતરા (feral Dogs) , ખરાબામાં થતા ઘાસનું નિકંદન, ખેડૂતો દ્વારા વધારે પડતી જંતુનાશન દવાનો છંટકાંવ, ગેરકાયદે ખનન જેવા અનેક ભય સ્થાનો છે.

આ બધા વચ્ચે પણ ગુજરાત વન વિભાગ દ્વારા ખડમોરના સંવર્ધન માટે એક પ્રોજેક્ટ શરુ કર્યો છે. જે પ્રગતિ હેઠળ છે. આપણે સૌ સાથે મળીને ખડમોરનું ખુબ સારુ સંવર્ધન ગુજરાત અને ભારતવર્ષમાં થાય તેવા પ્રયત્ન કરીએ.

રાશિ ભવિષ્ય 17/08/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે..

પંચાંગ 17/08/2023

ભારતનું શસ્ત્ર બળ વધુ મજબૂત, ચીન સાથે લડવા માટે 7300 કરોડના નવા શસ્ત્રોનો સમાવેશ

ચીનના ખતરાનો સામનો કરવા માટે ભારતીય સેનાએ ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને સ્થાનિક ઉત્પાદકો પાસેથી 7300 કરોડ રૂપિયાના શસ્ત્રોનો ઓર્ડર આપ્યો છે. જેમાં રૂ. 7,000 કરોડનો બીજો ઓર્ડર પ્રાપ્તિના અંતિમ તબક્કામાં છે અને આગામી સપ્તાહમાં તે પૂર્ણ થવાની શક્યતા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, રૂ. 7,600 કરોડની 49 યોજનાઓનો કરાર કરવામાં આવ્યો છે અને રૂ. 7,000 કરોડની 34 વધુ યોજનાઓ પ્રાપ્તિના અંતિમ તબક્કામાં છે.

ઓર્ડર કરાયેલા સાધનોની યાદીમાં ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ્સ, ઓટોમેટેડ સ્પેક્ટ્રમ મોનિટરિંગ સિસ્ટમ્સ, હળવા શસ્ત્રો, સિમ્યુલેટર્સ, કમ્યુનિકેશન સિસ્ટમ્સ અને વાહનોનો સમાવેશ થાય છે. ભારતીય દળોને બે વખત ઈમરજન્સી પાવર આપવામાં આવ્યો હતો. એકવાર, 2020 માં ગાલવાન કટોકટીના પગલે અને બીજું, બાલાકોટ એરસ્ટ્રાઇક પછી. 13 અને 14 ઓગસ્ટના રોજ ભારત અને ચીન વચ્ચેની બેઠકમાં, ભારતે ચીન પર ડેપસાંગ અને ડેમચોક અને અન્ય ઘર્ષણ બિંદુઓમાંથી સૈનિકો વહેલી તકે પાછા ખેંચવા માટે દબાણ કર્યું. આ બેઠકમાં પ્રદેશમાં એકંદરે તણાવ ઘટાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે સરહદ વિવાદ પર ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટો બે દિવસ સુધી ચાલી અને બે દિવસમાં કુલ 17 કલાક ચર્ચા થઈ.

 

34 યોજનાઓ અંતિમ તબક્કામાં

વર્તમાન કટોકટીની સત્તાઓ માત્ર ભારતીય કંપનીઓને આપવામાં આવેલા ઓર્ડર માટે આરક્ષિત છે. મોટાભાગના ઓર્ડર આપવામાં આવ્યા હતા અને જે અંતિમ તબક્કામાં હતા તે ભારતીય ખાનગી ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થયા હતા. ગયા વર્ષે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે દળોને ઈમરજન્સી પાવર હેઠળ રૂ. 300 કરોડના સાધનો ખરીદવાની સત્તા આપી હતી. બાદમાં, પ્રાપ્તિના પ્રથમ ત્રણ હપ્તા માટે છઠ્ઠી યોજનાઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમની કિંમત 6,600 કરોડ રૂપિયા હતી. હવે રૂ. 7000 કરોડની અન્ય 34 યોજનાઓ અંતિમ તબક્કામાં છે.

બાલાકોટ હુમલા બાદ સૈનિકોને વિશેષ સત્તા મળી હતી

ગયા ઓગસ્ટમાં, સંરક્ષણ અધિગ્રહણ પરિષદે વર્ષોથી ચાલતી પ્રાપ્તિ પ્રક્રિયાને સમાપ્ત કરીને, કટોકટીની કલમ હેઠળ ₹300 કરોડ સુધીના સાધનો ખરીદવા માટે દળોને સત્તા સોંપી હતી. 2020 માં શરૂ થયેલા ગલવાન સંકટના પગલે અને બાલાકોટ એરસ્ટ્રાઇક પછી, સુરક્ષા દળોને અગાઉ બે વાર કટોકટીની સત્તા આપવામાં આવી હતી. જો કે, ભૂતકાળના એક મોટા ફેરફારમાં, વર્તમાન કટોકટીની સત્તાઓ માત્ર ભારતીય કંપનીઓને આપવામાં આવેલા ઓર્ડર માટે આરક્ષિત છે. મોટાભાગના ઓર્ડર આપવામાં આવ્યા છે અને જે અંતિમ તબક્કામાં છે તે ભારતીય ખાનગી ક્ષેત્ર દ્વારા લેવામાં આવ્યા છે.

‘મારા ટેબલ પર ગણેશની મૂર્તિ હંમેશા હોય છે’ : ઋષિ સુનક

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે મંગળવારે સંત મોરારી બાપુની રામ કથામાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે તે આ વાર્તામાં વડાપ્રધાન તરીકે નહીં પરંતુ એક હિન્દુ તરીકે આવ્યો છે. આ દરમિયાન તેમણે ‘જય સિયા રામ’ના નારા લગાવ્યા હતા. બ્રિટિશ પીએમએ કહ્યું કે ભારતના સ્વતંત્રતા દિવસના અવસર પર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આયોજિત મોરારી બાપુની રામ કથામાં સામેલ થવું સન્માનની વાત છે. ઋષિ સુનકે કહ્યું, ‘વિશ્વાસ મારા માટે ખૂબ જ અંગત બાબત છે. તે મને જીવનના દરેક વળાંક પર રસ્તો બતાવે છે. વડા પ્રધાન બનવું એ એક મહાન સન્માનની વાત છે પરંતુ તે સરળ નથી. આ પદ પર કામ કરવું સરળ નથી. ઘણા મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે.તેમણે વધુમાં કહ્યું, ‘વિશ્વાસ મને દેશ માટે સારું કામ કરવાની હિંમત અને તાકાત આપે છે.’

મારા ટેબલ પર ગણેશની મૂર્તિ રાખવામાં આવી છે

બ્રિટનના વડાપ્રધાન સુનકે કહ્યું કે જે રીતે હનુમાનજીની મૂર્તિને મોરારી બાપુની સીટની પાછળ રાખવામાં આવી છે, તેવી જ રીતે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં મારી ઓફિસના ટેબલ પર ગણેશજીની મૂર્તિ રાખવામાં આવી છે. ભગવાન ગેમશાની મૂર્તિ મને સતત યાદ અપાવે છે કે કંઈપણ કરતા પહેલા સાંભળો અને વિચારો.

આ દરમિયાન સુનકે એમ પણ કહ્યું કે જ્યારે તેઓ બ્રિટિશ ચાન્સેલર (2020) હતા, ત્યારે તેમણે સત્તાવાર નિવાસસ્થાન 11 ડાઉનિંગ સ્ટ્રીટ પર દિવાળીના દિવસે પહેલીવાર દીવો પ્રગટાવ્યો હતો. બ્રિટિશ પીએમે કહ્યું કે તેઓ દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ દરમિયાન જન્માષ્ટમી નિમિત્તે હું મારી પત્ની સાથે ભક્તિવેદાંત મનોર મંદિરે જન્માષ્ટમીની ઉજવણી કરવા ગયો હતો.