Home Blog Page 2563

જામા મસ્જિદ સહિત દિલ્હીની 123 મહત્વની મિલકતો સરકાર પરત લેશે

કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે વક્ફ બોર્ડની 123 મિલકતો પરત લેવા માટે નોટિસ જારી કરી છે. જે મિલકતો પરત લેવામાં આવી રહી છે તેમાં દિલ્હીની પ્રખ્યાત જામા મસ્જિદ પણ સામેલ છે. પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની સરકાર વખતે જામા મસ્જિદ વક્ફ બોર્ડને આપવામાં આવી હતી. હવે સરકારે દિલ્હીની 123 મહત્વની મિલકતો પરત લેવા માટે નોટિસ જારી કરી છે. આ 123 સ્થળોમાં મસ્જિદ, દરગાહ અને કબ્રસ્તાનનો સમાવેશ થાય છે. પ્રશ્નમાં રહેલી મિલકતો એક સમયે સરકારની માલિકીની હતી. જો કે મનમોહન સિંહ સરકાર દરમિયાન આ મિલકતો વકફ બોર્ડને આપવામાં આવી હતી. હવે સરકાર બોર્ડને કેટલાક મહત્વના દસ્તાવેજો બતાવવા માટે કહી રહી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તેણે આ મિલકતો શા માટે પોતાની પાસે રાખવી જોઈએ. વક્ફ બોર્ડે હાઈકોર્ટ પાસે મદદ માંગી હતી, પરંતુ હાઈકોર્ટે તેમને જોઈતી મદદ ન આપી.

દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અને AAP ધારાસભ્ય અમાનુતલ્લાહ ખાનને એક પત્ર મોકલીને આ નિર્ણયની જાણકારી આપવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો જૂથ અમુક મિલકતોનો દાવો કરવા માંગે છે, તો તેમણે યોગ્ય કાગળ બતાવવો પડશે. જૂથે પહેલાથી જ વિશેષ અદાલતની મદદ માંગી હતી, પરંતુ કોર્ટ સમસ્યાનો ઉકેલ લાવી શકી ન હતી. સરકારના પગલાનો ઉદ્દેશ્ય આ મહત્વપૂર્ણ સંપત્તિઓનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા અને સમુદાય કલ્યાણ માટે તેમના ઉપયોગની સુવિધા આપવાનો છે. આ મિલકતો પર ફરીથી નિયંત્રણ મેળવીને, સરકાર તેમના સાંસ્કૃતિક મહત્વને સુરક્ષિત રાખવાની અને ભવિષ્યની પેઢીઓ માટે તેમનું રક્ષણ કરવાની આશા રાખે છે.

‘ગદર 2’ના નિર્માતાઓએ રક્ષાબંધન પર Buy 2 Get 2 Free ની બમ્પર ઑફર આપી

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’એ થિયેટરોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મે થોડા જ દિવસોમાં 450 કરોડ રૂપિયાથી વધુની બમ્પર કમાણી કરી લીધી છે. આવી સ્થિતિમાં, ફિલ્મના નિર્માતાઓએ તેને રક્ષાબંધનના અવસર પર એક ખાસ ભેટ આપવાનું નક્કી કર્યું છે. ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી, થિયેટરોમાં દર્શકોની સંખ્યા 3 કરોડને વટાવી ગઈ છે અને તેણે બોક્સ ઓફિસ પર તોફાન કર્યું છે અને હજુ પણ અટકવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી.

રાખી પર ‘ગદર 2’ માટે બે સાથે બે ટિકિટ ફ્રી

  • રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટના રોજ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. ચાહકોને એક ખાસ ભેટ આપતા ‘ગદર 2’ના નિર્માતાઓએ નિર્ણય લીધો છે કે તેઓ બે ટિકિટ ખરીદવા પર 2 ટિકિટ મફત આપશે.
  • અમે તમને જણાવી દઈએ કે આ ઑફર માત્ર 29 ઓગસ્ટ 2023 થી 3 સપ્ટેમ્બર 2023 સુધી જ માન્ય છે. આ માટે તમારે પ્રોમો કોડ ગદર 2 નો ઉપયોગ કરવો પડશે.
  • તમે જે પણ એપ્લિકેશન પરથી ટિકિટ બુક કરશો, તમને અનલોક ઑફરનો વિકલ્પ દેખાશે અથવા પ્રોમો કોડ લાગુ કરો. તેના પર ક્લિક કર્યા પછી તમારે GADAR2 લખવાનું રહેશે.

 

ગદર 2નું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું છે?

ફિલ્મને લઈને પ્રેક્ષકોમાં સર્જાયેલા ક્રેઝને ધ્યાનમાં રાખીને, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ તેની રિલીઝના ત્રીજા સપ્તાહમાં પણ રેકોર્ડ તોડશે અને કમાણી કરશે. ફિલ્મ ‘ગદર 2’ની વાત કરીએ તો, આ વખતે તારા સિંહ તરીકે સની દેઓલ પોતાના પુત્ર જીતને બચાવવા પાકિસ્તાન જાય છે અને ત્યાં દુશ્મનોને માર મારે છે. આ વખતે પણ ફિલ્મ પ્રેમ, લાગણીઓ અને એક્શનથી ભરપૂર છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત અને ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મમાં સુપરસ્ટાર સની દેઓલ અને અમીષા પટેલ ઉપરાંત ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ એ તેની રિલીઝના માત્ર બે અઠવાડિયામાં જ કુલ 450 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.

ચંદ્રયાન-3 મિશન: રોવર પ્રજ્ઞાને લેન્ડર વિક્રમને કહ્યું- Smile Please, ફોટો કર્યો ક્લિક

રોવર પ્રજ્ઞાન જે છેલ્લા એક અઠવાડિયાથી ચંદ્રની સપાટી પર ફરે છે, તેણે લેન્ડર વિક્રમનું સંપૂર્ણ દૃશ્ય ચિત્ર ક્લિક કર્યું છે જેણે તેને દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ આપ્યું હતું. ઈસરોએ થોડા સમય પહેલા ટ્વીટ કરીને આ તસવીરો જાહેર કરી છે. ઈસરોએ ટ્વીટ કરીને કહ્યું કે, રોવર પ્રજ્ઞાને આજે સવારે વિક્રમ લેન્ડરની તસવીર ક્લિક કરી છે. આ તસવીર પ્રજ્ઞાનમાં લગાવેલા રોવર કેમેરાથી ક્લિક કરવામાં આવી છે. આ પહેલા ઈસરોએ દાવો કર્યો હતો કે રોવરે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રની સપાટીમાં ઓક્સિજન શોધી કાઢ્યો છે અને તે હાઈડ્રોજનની શોધ કરી રહ્યું છે. હાઇડ્રોજનની શોધ થતાં જ ચંદ્ર પર પાણીની હાજરી જાણી શકાશે, જો આ શક્ય બનશે તો આ દિશામાં ખૂબ જ ક્રાંતિકારી પગલું હશે.

ઓક્સિજન સિવાય બીજું શું મળ્યું?

ISROએ કહ્યું, ‘વૈજ્ઞાનિક પ્રયોગો ચાલુ છે, રોવર પર લગાવેલા લેસર ઓપરેટેડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LBS)એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટીમાં સલ્ફરની હાજરીની પુષ્ટિ કરી છે. બેંગલુરુમાં ISROના મુખ્યમથકે જણાવ્યું હતું કે, ‘અપેક્ષા મુજબ એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ મળી આવ્યા છે. હાઇડ્રોજનની શોધ ચાલુ છે. LBS સાધન ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ્સ, બેંગલુરુની લેબોરેટરીમાં વિકસાવવામાં આવ્યું છે. ઈસરોનું મહત્વાકાંક્ષી મિશન ‘ચંદ્રયાન-3’ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું, જેની સાથે ભારતે ઈતિહાસ રચ્યો હતો. ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બન્યો જ્યારે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો.

CM ભૂપેન્દ્ર પટેલે કરી રક્ષાબંધનની ઉજવણી

આજે ગુજરાત સહીત દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતનાઓએ ટ્વિટ કરી દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગરમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આજે રક્ષાબંધન નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલના મહિલા પોલીસ અધિકીરી, મહિલા નેતાઓએ રાખડી બાંધી હતી.

 

CM નિવાસસ્થાને કરી રક્ષાબંધનની ઉજવણી

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી છે. ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસસ્થાન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મહિલા પોલીસ અધિકારી અને મહિલા નેતાઓએએ રાખડી બાંધી હતી. જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ CMને રાખડી બાંધી હતી તો મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દિપીકા સરવડાએ પણ મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી.

 

325 ફૂટ લાંબી રાખડી CMને ભેટ આપી

સાધના વિનય મંદીર શાળા અમદાવાદ દ્વારા G20, ચંદ્રયાન-3 ની થીમ પર બનાવાયેલ 325 ફૂટ લાંબી રાખડી CMને ભેટ આપી હતી. આ સાથે મહિલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધવામાં આવી હતી.

રાશિ ભવિષ્ય 30/08/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનુ આયોજન થઈ શકે છે તેમા ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમા નાનુ અને અનુભવમુજબનુ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમા પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, વણમાગી સલાહકે સુચન આજના દિવસે ના આપવી ઈછાનીય છે. વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, યુવાવર્ગે કોઈનીસાથે અર્થહીન વાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમા સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનારવર્ગથી દુર રહેવુ જરૂરી છે, ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવુ, ઉશ્કેરાટથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમ ન કરવુ, ઉતાવળિયા નિર્ણયથી બચવુ.


આજનો દિવસ સામાન્ય છે, મનમા થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમા સમયનો દુરવ્યય થાય, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણ ના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવુ, નોકરી-ધંધામા પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગને ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, વેપારમા કોઈ મોટાજોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમા કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવુ બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમા કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામા થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બને તેમજ જો નસીબ સાથ આપેતો ઘણુ બધુ કાર્ય થઇ શકશે, મુસાફરીના યોગ છે, વેપારમા લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમા મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમા કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતીકે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

નોટ આઉટ @ 83 : સુશીલાબહેન સૂચક

છેલ્લાં ઘણાં વર્ષોથી મુંબઈમાં, દર ગુરુવારે, સાહિત્ય-સંસદની પ્રવૃત્તિમાં ઉત્સાહભેર, સક્રિય ભાગ લેતાં, સુશીલાબહેન સૂચકની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

સુશીલાબહેનનો જન્મ ભરૂચના, વસ્તારી, સુખી કુટુંબમાં. તેઓ પાંચ બહેનો અને એક ભાઈ. પિતાને બિલ્ડીંગ-મટીરીયલનો વેપાર હતો. સુશીલાબહેનનો શાળાનો અભ્યાસ ભરૂચની પારસી સ્કૂલમાં થયો. સ્પોર્ટ્સ અને વાંચનનો બાળપણથી શોખ. સુશીલાબહેન ભણવામાં હોશિયાર, કાયમ પહેલા નંબરે પાસ થાય. એસએસસીમાં તેમનો ભરૂચ-કેન્દ્રમાં પ્રથમ નંબર આવેલો. તેમણે ભરૂચથી BA, નવસારીથી MA કર્યું. લગ્ન પછી સંયુક્ત કુટુંબમાં રહેતાં. મન-ગમતી પ્રવૃત્તિ કરવા બિલ્ડર-પતિએ જુહુ-સ્કીમમાં બે ગેરેજ ભેગા કરી સરસ જગ્યા આપી. સુશીલાબહેને ત્યાં બુટીક કર્યું, જેનું  ઉદ્ઘાટન પ્રસિદ્ધ અભિનેત્રી જયા બચ્ચને કર્યું હતું. અભિનેતા-અભિનેત્રીઓ, નાટક અને ટીવીની નાયિકાઓ વગેરે તેમના માનવંતા ગ્રાહકો. સુશીલાબહેન સમયસર અને સારા ફીટીંગનાં વસ્ત્રો કરી આપતાં. 18 વર્ષ તેમનું બુટીક બહુ સરસ ચાલ્યું. તેઓ ખાર રહેવા ગયાં પછી બુટીક બંધ કર્યું. તેમના પતિદેવ કનુભાઈએ કલા-ગુર્જરી નામની સંસ્થા શરૂ કરી.

સમય મળતાં, 30 વર્ષ પછી પાછાં કોલેજીયન થયાં! બીજીવાર સંસ્કૃતમાં(અલંકાર શાસ્ત્રમાં) MA કર્યું! પતિએ તેમને સાથ આપવા 54 વર્ષે ગુજરાતીમાં MA કર્યું! તે દરમ્યાન અમેરિકા ગયેલો, MS. PhD ભણેલો, મોટો દીકરો નાનકડી માંદગીમાં ઓચિંતો અવસાન પામ્યો. જીવનમાં મહા-કષ્ટ આવી પડ્યું! તેઓ ચોપાસ હતાશા અને નિરાશાથી  ઘે

રાઈ ગયાં. જીવનમાંથી હતાશા દૂર કરવા, સંગીતનો સહારો લીધો. રોજ ઘરે સંગીત શીખતાં. નાનો દીકરો પણ અમેરિકા સ્થાયી થયો. તેઓ વર્ષમાં બે-ત્રણ મહિના યુએસએ રહેતાં. સંસ્કૃતના વિદ્વાન-ગુરુ કુલકર્ણીસાહેબ પાસે તેઓ સંસ્કૃત ભણ્યાં અને 65 વર્ષે પીએચડી કર્યું! પ્રશંસાની વાત છે કે જીવનની દરેક પ્રવૃત્તિ પતિ-પત્નીએ  એકબીજાના સહયોગથી કરી!

 

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે પૂજા-પાઠ અને વાંચનમાં તેમનો સમય જાય. મહારાજ રસોઈ કરે તેથી રસોઈમાં સમય જતો નથી. 15 વર્ષ રોજ યોગ કરતાં પણ પગનાં ઓપરેશન પછી હવે યોગ થતાં નથી. એક કલાક પ્રાણાયામ કરે છે. સાહિત્યની ઘણી પ્રવૃત્તિ કરે છે, કાવ્ય-સ્પર્ધા, સુગમ-સંગીત, વાર્તા-સ્પર્ધા, ગરબા-સ્પર્ધા, નિબંધ-સ્પર્ધા વગેરેમાં નિયમિત ભાગ લે છે. સંસ્કૃત શીખવા વિદ્યાર્થીઓ ઘરે આવે છે! એક પૌત્ર (૨૦ વર્ષ) અને એક પૌત્રી (૧૬ વર્ષ) છે. હવે તો બંને યુવાન થઈ ગયાં છે. તેમની સાથે રહેવા અને તેમને ભારતીય સંસ્કૃતિનો વારસો આપવા તેઓ વર્ષમાં ત્રણ-ચાર મહિના યુએસએ હોય છે. પૌત્ર-પૌત્રી માતૃભાષામાં અને સંસ્કૃતમાં વાતચીત કરી શકે છે, તેમને પ્રાર્થના, સુભાષિતો વગેરે પણ આવડે છે!

શોખના વિષયો : 

વાંચનનો, સાહિત્યનો અને સંગીત શોખ છે. પાકશાસ્ત્રનો શોખ હજી છે. પારંપરિક મીઠાઈઓ શીખવે છે!  ફરવાનો શોખ. ટ્રેકિંગ કરવું બહુ ગમે. દરવર્ષે હિમાલય જતાં!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:  ભગવાનની દયાથી તબિયત સારી છે. બંને પગનાં ઓપરેશન કર્યાં છે, પણ એ સિવાય કોઈ મોટી તકલીફ નથી. સારી-તબિયત વારસાગત હશે અને થોડું પ્રાણાયામને લીધે પણ હશે!

યાદગાર પ્રસંગ:  

સુશીલાબહેન શાળાની સ્પર્ધાઓમાં, દર વર્ષે પ્રથમ આવે. પારસી-શાળાને 50 વર્ષ થયાં તે પ્રસંગે વાર્ષિક મહોત્સવમાં તેમને ઘણાં ઇનામો મળ્યાં. તેમનું નામ વારે-ઘડીએ બોલાય! મહેમાન તરીકે આવેલ વકીલ-સાહેબ મોતીલાલકાકા સુશીલાબહેનના પપ્પાને ઓળખે. તેમણે હસતાંહસતાં કહેવડાવ્યું :”ઇનામો લઈ જવા માટે ગાડું લઈને આવજો!”

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

પોતે ટેકનોલોજી ઓછી વાપરે છે, પણ તેમના પતિદેવને ટેકનોલોજીનો ઘણો શોખ છે, તેથી ટેકનોલોજીનું મહત્વ જાણે છે. તેઓ  મોબાઇલ, ઇમેલ, youtube, ઝૂમ-મીટીંગ વગેરેથી પરિચિત છે અને બધાંનો સારી રીતે ઉપયોગ કરે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પ્રગતિ અને પરિવર્તન તો સંસારનો નિયમ છે! જેમ બધું જ સારું નથી, તેમ બધું ખરાબ પણ નથી! ટેકનોલોજી તો એક શંભુ-મેળો છે! નીર-ક્ષીર વિવેક આપણે જાળવવાનો છે. ટેકનોલોજીથી નજીકનાં લોકો દૂર થયાં તેવા ભાવની કવિ ભાસ્કર વોરાની પંક્તિ ટાંકે છે : શ્યામ, તમે સાવ રે નજીક અને તોય કેટલા દૂર!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને યુવાનો સાથે વાતો કરવાનું ગમે અને તેમને સલાહ આપવી પણ ગમે! જેમ બાળકોને એડોપ્ટ કરે છે તેમ ઘણાં બધાં યુવાનોએ તેમને, મા-બાપને એડોપ્ટ કર્યાં છે! સુશીલાબહેનને તો “મા” જ કહે છે!

સંદેશો :  

આનંદ જ જીવનનું ધ્યેય છે! આનંદ આપવો અને આનંદ લેવો! ગમતી પ્રવૃત્તિ કરવી. કોઈને નડવું નહીં અને કોઈને નડવા દેવું નહીં!

શ્રી શ્રી રવિશંકર: શ્રધ્ધાનું બળ

શ્રધ્ધા એ માનવજાતના અસ્તિત્વનો મુખ્ય મર્મ છે. શ્રધ્ધા જીવન ટકાવી રાખે છે અને મુશ્કેલ સમયમાં વ્યક્તિને આગળ ધપાવે છે. શ્રધ્ધા આચ્છાદિત રહેલી હિંમત અને ક્ષમતાને એક કરતાં વધુ રીતે વ્યક્ત કરે છે. શ્રધ્ધા હોવી એનો અર્થ એ થાય કે ઈશ્વર તમારી રક્ષા કરી રહ્યો છે તેવી ખાતરી હોવી. જીવનમાં આગળ વધવા માટે આ ખાતરી હોવી પૂરતું છે.
શ્રધ્ધા ત્રણ પ્રકારની છે: પોતાનામાં શ્રધ્ધા, દુનિયામાં શ્રધ્ધા અને ઈશ્વરમાં શ્રદ્ધા. આ બધા પ્રકારની શ્રધ્ધા સંકળાયેલી હોય છે.


ઈશ્વર તમારી પાસે માત્ર એક અપેક્ષા રાખે છે: તમારી અડગ શ્રધ્ધા. અણધારી આફત આવતાં જેની શ્રધ્ધા ડગી જાય છે તે મુશ્કેલ સમય દરમ્યાન સ્મિત જાળવી શકતા નથી. જો તમારામાં શ્રધ્ધાનો અભાવ હોય અને જો સંજોગો તમને ડરાવતા હોય તો તમે ફોંતરાની જેમ ફેંકાઈ જાવ છો, ભટક્યા કરો છો અને ઠરીઠામ થઇ શકતા નથી. પરંતુ જો તમને શ્રધ્ધા હોય કે બધું બરોબર થઈ જશે તો તમને દ્રઢતા મળે છે અને બધું થાળે પડી જાય છે.

જે સામાન્ય માન્યતા છે તેનાથી વિપરીત, શ્રધ્ધા તર્કનો વિરોધ નથી કરતી. જો વ્યક્તિના જીવનમાં જ્ઞાન દ્રઢ રીતે સ્થપાયું હોય તો તેને શ્રધ્ધા કહેવાય.”મને આશીર્વાદ મળતા રહે છે” એ જ્ઞાનને તમારું સાથી બનાવો અને જે અનંત છે તેનામાં શ્રધ્ધા રાખો.

“મને આશીર્વાદ મળતા રહે છે” નો અહેસાસ તમને કોઈ પણ અડચણ પાર કરવામાં સહાય કરી શકે છે. એક વાર તમને
ખાતરી થઈ જાય કે તમને આશીર્વાદ મળતા રહે છે તો ફરીયાદો, કચવાટ અને અસલામતી જતા રહે છે. દુનિયામાં હંમેશા બધું જ સીધુ સાદુ નથી રહેતું. જો તમે દ્રઢ શ્રધ્ધા ધરાવતા હોવ તો તમે વિકાસ સાધી શકો છો અને સમતા જાળવી શકો છો.

શ્રધ્ધા પ્રાર્થના તરફ દોરી જાય છે અને તમારા જીવનને બહેતર બનાવવા માટે પ્રાર્થના એક અગત્યનું સાધન છે. પ્રાર્થના વફાદારી અને પ્રમાણિકતા જેવા મુલ્યોને પોષે છે. પ્રાર્થના બે પરિસ્થિતિઓમાં થતી હોય છે અથવા પરિસ્થિતિઓના સંયોજનને લીધે થતી હોય છે. તમને કૃતજ્ઞ લાગે ત્યારે તમે પ્રાર્થના કરો છો અથવા તમને સાવ નિઃસહાય લાગે ત્યારે. બન્ને વખતે તમારી પ્રાર્થનાને પ્રતિભાવ મળે છે. જો તમે કૃતજ્ઞ કે પ્રાર્થનામય નથી થઈ શકતા તો તમે દુખી થશો.
આપણા પ્રેમ, શ્રધ્ધા અને માન્યતાના મૂળ ઊંડા હોવા જોઈએ. દુનિયા એક ઉત્સવ છે અને તમે જીવનમાં ખુશ રહેવા જોઈએ. જીવનના તમામ પાસામાં ચડ ઉતર થતી હોય છે. વ્યક્તિએ સુનિશ્ચિત કરવું પડે કે પોતાનામાં ખુશી હંમેશા જળવાયેલી રહે. આવી બિનશરતી ખુશી માત્ર ઊંડા મૂળ ધરાવતા પ્રેમ, શ્રધ્ધા અને માન્યતાઓથી સંભવી શકે.

વ્યક્તિના જીવનને ઘડવામાં શ્રધ્ધા અગત્યનો ભાગ ભજવે છે.”હું કશામાં નથી માનતો” કહેનાર પોતાના શબ્દોમાં તો વિશ્વાસ રાખે છે!તમે તમારો વિશ્વાસ શેના પર રાખો છો તે અગત્યનું છે.એક નાસ્તિકની પદાર્થો પ્રત્યેની શ્રધ્ધા દેખાઈ આવે છે,લોકો પ્રત્યેની તેની શ્રધ્ધા તરલ હોય છે અને આ સર્જન કરનારી અદ્રશ્ય શક્તિ પરની સંશયાત્મક હોય છે.પરંતુ એક આસ્તિકની અદ્રશ્ય શક્તિ પ્રત્યેની શ્રદ્ધા ઉચ્ચતમ હોય છે, લોકો પ્રત્યે મામૂલી અને પદાર્થોની તેને કોઈ રીતે પડી નથી હોતી.

ભૌતિકવાદી દુનિયામાં શ્રધ્ધાનું મહત્વ ઘણું વધારે દ્રશ્યમાન હોય છે. શ્રધ્ધા વ્યક્તિને આત્મઘાતી વૃત્તિથી બચાવે છે અને જે સ્પષ્ટ જણાય છે તેની પણ પેલે પાર લોકોને જોઈ શકવામાં સહાય કરે છે. જ્યારે જીવન શ્રધ્ધા પર આધારિત હોય છે ત્યારે વ્યક્તિ બદલો લેવાની ભાવના અને ધિક્કારમાં ફસાઈ જવાને બદલે માનસિક સ્વસ્થતા જાળવે છે. જો એવી શ્રધ્ધા હોય કે બધું બરોબર થઈ જશે તો બધું વ્યવસ્થિત થઈ જાય છે. શ્રધ્ધા એટલે તમને જે વસ્તુની જરૂર છે તે હંમેશા મળી જશે એવો વિશ્વાસ. શ્રધ્ધા એટલે ઈશ્વરને કામ કરવા એક તક આપવી.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

૩૦ ઓગસ્ટ, ૨૦૨૩

૩૦ ઓગસ્ટ, ૨૦૨૩

પંચાંગ 30/08/2023

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફર અને ઓક્સિજન, હાઇડ્રોજનની શોધ ચાલુ

ભારતના મિશન ‘ચંદ્રયાન-3’ દ્વારા વધુ એક મોટી સફળતા મળી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં સલ્ફર, ઓક્સિજન અને અન્ય તત્વોની હાજરી રોવર પર પેલોડ દ્વારા મળી આવી હતી. પુષ્ટિ કરી. સ્થળ પર હાઈડ્રોજનની શોધ ચાલુ છે. ISRO એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઈન-સીટુ (સીટુ) વૈજ્ઞાનિક પ્રયોગો પ્રગતિમાં છે… ઇન-સીટુ માપન દ્વારા, રોવર-માઉન્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ ‘લેસર-ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ’ (LIBS) સ્પષ્ટપણે દક્ષિણ ધ્રુવ શોધી કાઢ્યો. નજીકમાં ચંદ્રની સપાટીમાં સલ્ફર (એસ) ની હાજરીની પુષ્ટિ કરે છે. Al, Ca, Fe, Cr, Ti, Mn, Si, અને O (ઓક્સિજન) અપેક્ષિત છે. હાઇડ્રોજન (H) ની શોધ ચાલુ છે.” ISRO એ જણાવ્યું છે કે LIBS નામનો આ પેલોડ બેંગલુરુમાં ઈલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS) માટે ISROની લેબોરેટરીમાં વિકસાવવામાં આવ્યો છે.

 

આ સંદર્ભમાં ISRO એ તેની વેબસાઈટ પર તારીખ ’28 ઓગસ્ટ’ સાથે એક લેખ પણ પ્રકાશિત કર્યો છે, જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે LIBS ચોક્કસ ઇન-સીટુ માપન દ્વારા ચંદ્રની સપાટી પર સલ્ફર (S) શોધવામાં સક્ષમ છે. હાજરીની પુષ્ટિ કરે છે. ના સલ્ફરની હાજરીની પુષ્ટિ એ એવી વસ્તુ છે જે ઓર્બિટર પરના સાધનો (પેલોડ) વડે શોધવાનું શક્ય ન હતું. ઈસરોના જણાવ્યા અનુસાર, આ પ્રયોગ દક્ષિણ ધ્રુવની નજીક ચંદ્રની સપાટીની મૂળભૂત રચના પર કરવામાં આવ્યો છે.

 

LIBS કેવી રીતે કામ કરે છે?

ISRO એ કહ્યું છે કે LIBS એ એક વૈજ્ઞાનિક ટેકનિક છે જે સામગ્રીના સંરચનાને તીવ્ર લેસર કઠોળના સંપર્કમાં લઈને તેનું વિશ્લેષણ કરે છે. ઉચ્ચ ઊર્જા લેસર કઠોળ ખડક અથવા માટી જેવી સામગ્રીની સપાટી પર કેન્દ્રિત છે. લેસર પલ્સ અત્યંત ગરમ અને સ્થાનિક પ્લાઝ્મા પેદા કરવા માટેનું કારણ બને છે. તેનું વિશ્લેષણ કરીને, સામગ્રીની મૂળભૂત રચના જેવી માહિતી નક્કી કરવામાં આવે છે.

ચંદ્ર પર શું મળ્યું?

ઈસરોએ ગ્રાફ દ્વારા ચંદ્રની સપાટી પર મળી આવેલા તત્વો વિશે જણાવ્યું છે. ISRO અનુસાર, ચંદ્રની સપાટી પર એલ્યુમિનિયમ (Al), સલ્ફર (S), કેલ્શિયમ (Ca), આયર્ન (Fe), ક્રોમિયમ (Cr) અને ટાઇટેનિયમ (Ti) ની હાજરી મળી આવી છે. વધુ માપથી મેંગેનીઝ (Mn), સિલિકોન (Si) અને ઓક્સિજન (O) ની હાજરી જાહેર કરી. હાઈડ્રોજનની હાજરી અંગે સઘન તપાસ ચાલી રહી છે.