Home Blog Page 2530

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ રાજ્યની મુલાકાતેઃ ઈ-વિધાનસભાનું કરશે લોકાર્પણ

અમદાવાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  12-13 સપ્ટેમ્બરે રાજ્યની મુલાકાત છે. તેઓ આવતી કાલે ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે અને ઇ-વિધાન એપ્લિકેશન-NEVAનું લોન્ચિંગ કરશે.  આ ઉપરાંત તેઓ વિધાનસભાને સંબોધિત પણ કરશે. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિને વિશેષ આમંત્રણ આપીને મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું. આ સિવાય રાષ્ટ્રપતિ રાજભવનથી આયુષ્માન ભવ: એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરશે.

રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર આવતી કાલથી શરૂ થવાનું છે. આ સત્ર પેપરલેસ હશે. રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસે હોવાથી મુખ્ય મંત્રી ભૂપેન્‍દ્ર પટેલ આજે નાગરિકો, પ્રજા વર્ગો,સાંસદો, ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓને મૂલાકાત માટે મળી શકશે નહીં.

નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી હવે વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્યો ટેબ્લેટની મદદથી ટેકનોલોજી આધારિત કામગીરીમાં જોડાશે. ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારી તેની સાથે રાજ્યના નાગરિકોને જોડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજિટલી ત્વરિત નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાશે. વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી તમામ બાબતોને આ એપ્લિકેશનમાં આવરી લઈ ધારાસભ્યો પણ આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે. ઉપરાંત, ગૃહમાં આવેલા પ્રસ્તાવ પર પોતાનો મત તથા તેમની હાજરી પણ એપ્લિકેશનના માધ્યમથી આપી શકશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 15મી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 13 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે બોલાવ્યું છે. આ સત્ર ત્રણ દિવસનું ટૂંકું સત્ર હશે. રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં બે બિલ રજૂ કરવામાં આવશે. તેમાં મેડિકલ યુનિવર્સિટી બિલ અને કોમન યુનિવર્સિટી બિલનો સમાવેશ થાય છે.

 

UPમાં ભારે વરસાદથી 19નાં મોતઃ 31 જિલ્લામાં એલર્ટ

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનો કહેર છે. સતત થઈ રહેલા વરસાદને લીધે અત્યાર સુધી 19 લોકોનાં મોત થયાં છે, જેમાં ચાર મોત હરદોઈમાં, ત્રણ બારાબંકીમાં, પ્રત્પગંજ અને કન્નોજમાં બે-બે, અમેઠી, દેવરિયા, જાલૌન, કાનપુર, ઉન્નાવ, સંભલ, રામપુર અને મુઝફ્ફરનગર જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. IMDએ જણાવ્યું હતું કે UPના 31 જિલ્લામાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રાજ્યમાં વરસાદની સાથે-સાથે વીજળી પડવાની ઘટનાઓ પણ બની છે. ઘર ધરાશાયી થવાથી જાન-માલનું નુકસાન પણ થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને પણ નુકસાન થયું છે. રવિવાર રાતથી સોમવારે મોટી રાત સુધીમાં 19 લોકોનાં મોત થયાં છે.

રાજ્યના કેટલાય જિલ્લાઓમાં સ્કૂલ, કોલેજો બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31.8 મિમી સરેરાશ વરસાદ પડયો છે. રાજ્યના 25 જિલ્લાઓમાં 168 ગામો પૂરથી અસરગ્રસ્ત થયાં છે. વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્ચ અને રેસ્ક્યુ માટે NDRF, SDRF અને PACની કુલ ચાર ટીમો કામ કરી રહી છે.

રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સંબંધિત જિલ્લાઓના અધિકારીઓને રાહત કાર્ય પૂર્ણ તત્પરતાથી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને વિસ્તારની મુલાકાત લઈને રાહત કાર્ય પર નજર રાખવા કહ્યું છે. તથા આપત્તિથી અસરગ્રસ્ત લોકોને અનુમતિપાત્ર રાહત રકમનું તાત્કાલિક વિતરણ કરવું અને પાણી ભરાઈ જવાના કિસ્સામાં ડ્રેનેજની અસરકારક વ્યવસ્થા કરવા કરવા જણાવ્યું છે. અધિકારીઓને નદીઓના જળ સ્તરનું સતત નિરીક્ષણ કરવા કહ્યું છે.

16 સપ્ટેમ્બર સુધી પૂર્વી ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તાર સહિત તરાઈ બેલ્ટ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં ગાજ-વીજ સાથે હળવાથી મધ્ય વરસાદ પડી શકે છે. સુલતાનપુર, રાયબરેલી, અમેઠી, અયોધ્યા અને અંબેડકરનગરમાં મંગળવારે ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પૂર્વ યુપીના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ છે.

 

 

 

 

 

પાકિસ્તાને ડ્રોનથી મોકલેલું કરોડોનું હેરોઇન BSF દ્વારા જપ્ત

તરનતારઃ ભારત- પાકિસ્તાન સરહદે જિલ્લાની નજીક હેરોઇનની બોટલને BSFએ જપ્ત કરી છે. આ બોટલમાં 1.330 કિલોગ્રામ હેરોઇન ભરેલી હતી. પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે કેસ નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

BSFની 101 બેટેલિયનના જવાનો દ્વારા ભારત-પાક સરહદ નજીક તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, ત્યારે BSFના જવાનોએ 1.330 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરી હતી. એ હેરોઇન કઈ રીતે દાણચોરી કરીને લાવવામાં આવી હતી, એની તપાસ શરૂ કરવામાં આવી હતી. જપ્ત કરવામાં આવેલી હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. છ કરોડથી વધુ છે. એ હેરોઇન ડ્રોન દ્વારા પાકિસ્તાન તરફથી આવી હોવાની પણ આશંકા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

ગઈ કાલે રાત્રે પાકિસ્તાની ડ્રોન ભારતીય ક્ષેત્રમાં દેખાં દીધું હતું. સરહદ પર તહેનાત BSFની 101 બેટેલિયનના જવાન ડ્રોનનો અવાજ સાંભળતાં જ સતર્ક થઈ ગઈ હતી. SP (I) વિશાલજિત સિંહે જણાવ્યું હતું કે ખેમકરણ પોલીસ સ્ટેશનની પોલીસ અને BSFના જવાનો દ્વારા મળીને સરહદી ક્ષેત્રને સીલ કરતાં તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી., પરંતુ કોઈ પણ સંદિગ્ધ ચીજવસ્તુ જપ્ત નહોતી થઈ.

 

 

 

 

 

 

બાપ એવા બેટા અને વડ એવા ટેટાં

           

    બાપ એવા બેટા અને વડ એવા ટેટાં

 

જેના અંગમાંથી પોતાનું ઘડતર થયું હોય એના ગુણ સ્વાભાવિક રીતે જ જે તે વ્યક્તિમાં આવે છે. વડના બી ભલે ખસખસ જેટલા નાના હોય પણ એ અંકુરિત થાય ત્યારે એમાંથી છોડ અને છોડનો વિકાસ થઈ ઘેઘૂર વડલો બને છે.

આમ ભલે ગંગા નદી એના ઉદગમસ્થાને નાનું ઝરણું હોય, આગળ જતાં એ મહાનદ બનીને વહે છે. પોતાના વડવા હોય તેના ગુણ બાળકમાં ઉતરે જ છે. આ કારણથી કહેવત પડી છે કે બાપ એવા બેટા અને વડ એવા ટેટાં.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

ઓ.પી. નૈયરની ‘નયા દૌર’ ના દૌરની વાતો

સંગીતકાર ઓ. પી. નૈયરના ગીતોને કારણે વધુ જાણીતી રહેલી ફિલ્મ ‘નયા દૌર’ (૧૯૫૭) ના સંગીતની નવી-જૂની ઘણી વાતો છે. બી. આર. ચોપડાની આ ફિલ્મમાં લતા મંગેશકરનું એક પણ ગીત નથી અને એમણે જ નહીં દિલીપકુમારે પણ એના સંગીતની ક્યારેય પ્રશંસા ના કરી એનું કારણ પરાગ ડિમરીના ઓ. પી. નૈયર વિશેના પુસ્તકમાંથી જાણવા મળે છે. ‘નયા દૌર’ માટે ચોપડાએ પહેલાં શંકર- જયકિશનને લેવાનું વિચાર્યું હતું. પરંતુ એમણે એવી શરત મૂકી હતી કે એમના સંગીતવાળી ફિલ્મમાં શૈલેન્દ્ર કે હસરત જયપુરી જ ગીતો લખશે. જ્યારે ચોપડા પોતાના માનીતા ગીતકાર સાહિર લુધિયાનવી પાસે ગીતો લખાવવા માગતા હતા. ત્યારે કે.કે.કપૂરે ચોપડાને સૂચન કર્યું કે તમને જેવું પંજાબી સંગીત જોઈએ છે એ આજના દૌરમાં ઓ. પી. નૈયર જ આપી શકે છે.

કપૂરનું નૈયર પર જૂનું અહેસાન હતું એટલે એમના કહેવાથી પોતાની બજાર કિંમત કરતાં ઓછામાં સંગીત આપવા તૈયાર થઈ ગયા પણ એમણે એવી શરત મૂકી કે એ લતા મંગેશકર પાસે એકપણ ગીત ગવડાવશે નહીં. એમને લતાજી સાથે મતભેદ ચાલી આવતો હતો. ચોપડાએ નૈયરનું લતાજી સાથે સમાધાન કરાવવાની વાત કરી ત્યારે એમણે એમ કહીને ટાળી દીધી કે લતાજીના અવાજને અનુરૂપ એ સંગીત આપી શકતા નથી. ચોપડા પાસે કોઈ વિકલ્પ ન હતો એટલે રાજી થઈ ગયા. જ્યારે ફિલ્મનો પ્રિમીયર યોજાયો એમાં લોકોને ગીતો પર તાળીઓ અને સીટીઓ વગાડતા જોઈ દિલીપકુમારે એ વાતની ખુશી વ્યક્ત કરી ત્યારે નૈયરે કહ્યું કે મારુ સંગીત જ એવું છે કે એના પર એક થર્ડ ગ્રેડનો અભિનેતા પણ સારો લાગે છે અને લોકોને પસંદ આવે છે.

નૈયરની આ વાતથી દિલીપકુમારને આઘાત લાગ્યો હતો અને એ પછી ક્યારેય એમના સંગીતવાળી ફિલ્મમાં કામ કર્યું ન હતું. બી.આર. ચોપડાએ પણ પછી નૈયરથી દૂરી બનાવી લીધી હતી. કેમકે નૈયરે ફિલ્મ વિશે એવું બયાન આપ્યું હતું કે એમને ફિલ્મ ‘નયા દૌર’ માં કોઈ નવો દૌર જોવા મળ્યો ન હતો અને લોકોએ કહ્યું હતું કે ફિલ્મની સફળતામાં સંગીતનો મોટો હાથ છે. જોકે, ચોપડા એમના સંગીતથી પ્રભાવિત થયા હતા એટલે નવી ફિલ્મ માટે નૈયરને વાત કરી ત્યારે મોટી રકમ માંગી તેથી એમને પડતા મૂક્યા હતા અને સંગીતકાર તરીકે રવિને લીધા હતા. રવિને એમણે સ્પષ્ટ કહ્યું હતું કે તમારે નૈયરની ટક્કરનું સંગીત આપવાનું છે. રવિએ એમને નિરાશ કર્યા નહીં. 50 વર્ષ પછી જ્યારે ‘નયા દૌર’ ને રંગીન બનાવીને ફરી રજૂ કરવામાં આવી ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં નૈયર હયાત ન હતા પણ ફિલ્મ સાથે સંકળાયેલા કોઈએ એમના સફળ સંગીતના યોગદાન વિશે વાત કરી ન હતી. ઓ. પી. નૈયર પ્રત્યેની નારાજગી એવી જ રહી હતી.

કોરાનાના 40 નવા કેસો, એકનું પણ મોત નહીં    

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 40 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,97,820 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,027 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,288 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 42 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 505 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 27,635 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.50 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,69,142 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 147 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

5.2ની તીવ્રતાના ધરતીકંપે ઈશાન ભારતને ધ્રૂજાવી દીધું

ગુવાહાટીઃ ઈશાન ભારત આઠ રાજ્યોનો સમૂહ છે. આમાં સાત રાજ્યોને ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આ સાત રાજ્યો એટલે – અરૂણાચલ પ્રદેશ, આસામ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા. એમની સાથે ઉમેરો થયો છે સિક્કીમ રાજ્યનો, જેને ‘સેવન સિસ્ટર્સ’નાં ‘ભાઈ’ તરીકે ઓળખવામાં આવે છે. સાત રાજ્યોની ધરતી ગઈ કાલે મોડી રાતે ધરતીકંપના તીવ્ર આંચકાને કારણે હચમચી ગઈ હતી. રાત્રે લગભગ 11 વાગ્યાના સુમારે ધરતીકંપ આવ્યો હતો. રીક્ટર સ્કેલ પર એની તીવ્રતા 5.1 નોંધાઈ હતી.

સદ્દભાગ્યે ધરતીકંપમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તમામ રાજ્યોનાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને સૌ પોતપોતાનાં ઘરની બહાર દોડી ગયાં હતાં. ભૂકંપનું કેન્દ્રબિંદૂ મણીપુરમાં, મ્યાનમાર દેશ નજીકના ઉખરૂલ જિલ્લામાં જમીનની સપાટીથી 20 કિ.મી. નીચે હોવાનું માલૂમ પડ્યું હતું. ઉખરૂલમાં ભૂકંપની અસર વધારે વર્તાઈ હતી. બે દિવસ પહેલાં પણ આસામમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ઈશાન ભારતમાં આ પાંચમી વખત ધરતીકંપનો આંચકો આવ્યો હતો.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૩

૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 12/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.