૨૧ ઓક્ટોબર, ૨૦૨૩
૨૧ ઓક્ટોબર, ૨૦૨૩
ફારૂખ શેખે ‘ચશ્મે બદ્દુર’ પોતાની કિંમતે કરી
વકીલાતનો અભ્યાસ કરતા ફારૂખ શેખ નાટકોમાં અભિનય કરી રહ્યા હતા પણ ક્યારેય ફિલ્મોમાં કામ કરવાનો ઇરાદો
કે વિચાર ન હતો. પરિવારનું કોઈ ફિલ્મોમાં પણ ન હતું કે એ ક્ષેત્રમાં જવાનું કારણ બની શકે. એમણે વકીલાતનો વ્યવસાય કરવાનું નક્કી કર્યું હતું. એની પાછળ કારણ એવું હતું કે સવારથી સાંજની ચોક્કસ સમયની નોકરી કે પછી કોઈ ધંધો કરવાનું મન ન હતું. વકીલાત એમના સ્વભાવને અનુકૂળ આવે એવું કામ હતું. પણ નસીબમાં અભિનય લખાયો હતો. એક પછી એક ફિલ્મો મળતી ગઈ અને ફારૂખ અભિનયમાં જ રહ્યા. એટલું જ નહીં પોતાની મરજી અને કિંમતે ફિલ્મો કરી.
વકીલાતના છેલ્લા વર્ષમાં ભણતા હતા ત્યારે ‘ઇપ્ટા’ ના નાટકોમાં સક્રિય હતા. દરમ્યાનમાં નિર્દેશક એમ.એસ. સત્યુએ નવા કલાકારો સાથે ફિલ્મ ‘ગર્મ હવા’ (૧૯૭૩) બનાવવાનું નક્કી કર્યું અને એમાં બલરાજ સહાનીના પુત્રની ભૂમિકા ફારૂખને કરવા કહ્યું. ફારૂખે માત્ર શોખ ખાતર ફિલ્મ કરી લીધી. વિવેચકોએ એની ખૂબ પ્રશંસા કરી. એ ફિલ્મ જોઈ નિર્દેશક સત્યજીત રેએ ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ (૧૯૭૭) માં એક ભૂમિકા માટે ફારૂખને પસંદ કરી ફોન કર્યો ત્યારે એ વિદેશમાં રજાઓ ગાળવા ગયા હતા. રેએ જ્યારે ફારૂખને ફોન કરી પોતાના ભારેખમ અવાજમાં અંગ્રેજીમાં કહ્યું કે પહેલી હિન્દી ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ બનાવવા જઈ રહ્યા છે એમાં એક ભૂમિકા કરવાની છે.

ફારૂખને સાચું ના લાગ્યું. એણે કહ્યું કે તમારો ખૂબ આભાર. અત્યારે હું રજા પર છું. ફરી ક્યારેક વાત કરીશું. અને ફોન મૂકી દીધો. રેને ખ્યાલ આવી ગયો અને એમણે ફરી ફોન કરી કહ્યું કે હું સત્યજીત રે બોલી રહ્યો છું. ‘શતરંજ કે ખિલાડી’ માં તારે કામ કરવાનું છે. ફારૂખે માફી માગી અને ફિલ્મ સ્વીકારી લીધી પણ કહ્યું કે બે મહિના પછી ભારત આવી શકશે. રેએ કહ્યું કે એનું કામ પછીથી જ રહેશે એટલે વાંધો નથી. આ ફિલ્મ જ્યારે મુઝફ્ફરઅલીએ જોઈ ત્યારે પોતાની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘ગમન’ (૧૯૭૮) માં એક ટેક્સી ડ્રાઈવરની ભૂમિકા માટે પૂછ્યું. ફારૂખે હા પાડી દીધી. એ પછી ‘નૂરી’ કરી અને એ લોકપ્રિય ગીત-સંગીત સાથે બહુ સફળ રહી. એ કારણે થયું એવું કે ‘જંગલ કી નૂરી’ જેવા અજીબ નામવાળી અનેક ફિલ્મોની ઓફર આવી. પણ વાર્તામાં કોઈ નવીનતા ન હોવાથી દોઢ- બે વર્ષ સુધી કોઈ ફિલ્મ ના કરી.
એક દિવસ સઈ પરાંજપેનો ફોન આવ્યો. એમણે કહ્યું કે એમની પાસે એક વાર્તા છે અને ફિલ્મ બનાવવા માગે છે. ફારૂખ એમના ઘરે ગયા અને ‘ચશ્મે બદ્દુર’ (૧૯૭૧) ની આખી વાર્તા સાંભળી. ફારૂખને એ એટલી પસંદ આવી કે કામ કરવા હા પાડી દીધી. સઈએ નિર્માતા ગુલ આનંદને મળી લેવા કહ્યું. એમણે ચર્ચા કરીને જ્યારે ફી કહી ત્યારે ફારૂખે કહી દીધું કે તે આટલી ઓછી કિંમતે કામ કરશે નહીં. એમણે કહ્યું કે ફિલ્મ બહુ સારી રીતે રજૂ કરવાના છે. ફારૂખે કહી દીધું કે તે ઓછી કિંમતે ફિલ્મ કરશે નહીં. બે વર્ષથી ઘરે બેઠો છું તો વધુ એક વર્ષ બેસી રહીશ. ગુલ માન્યા નહીં. પછી જ્યારે ગુલે સઇને કહ્યું કે એ કિંમત ઘટાડતો નથી. ત્યારે સઈએ કહ્યું કે મારે આ જ અભિનેતા જોઈએ છે. તમે ક્યાંક એડજસ્ટ કરી લેજો. ગુલે ફારૂખને બોલાવીને એની કિંમત આપવા સંમતિ આપી દીધી. એ પછી ફારૂખને ગુલ આનંદ સાથે સારી મિત્રતા થઈ ગઈ હતી.
રાશિ ભવિષ્ય 21/10/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય..
આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.
વોર્નરની તોફાની સેન્ચુરી; ‘પુષ્પા’ સ્ટાઈલમાં કર્યું સેલિબ્રેશન
બેંગલુરુઃ 36 વર્ષની ઉંમરે પણ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરની રન-ભૂખ ગજબની છે. આજે અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં વિસ્ફોટક, વિક્રમસર્જક સેન્ચુરી ફટકારી. એ 124 બોલમાં 163 રન કરીને આઉટ થયો હતો. એના દાવમાં 14 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ હતો. એણે સાથી ઓપનર તથા ‘બર્થડે બોય’ મિચેલ માર્શ (121)ની સાથે મળીને 259 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ તેના હિસ્સાની 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 367 રનનો સ્કોર ખડો કર્યો હતો.
વોર્નરે તેની ફાંકડી સદીની ઉજવણી આગવી સ્ટાઈલમાં કરી હતી. દક્ષિણ ભારતીય ફિલ્મો પ્રત્યે વોર્નરનો પ્રેમ જગજાહેર છે. એ ઘણી વાર દક્ષિણ ભારતીય ફિલ્મોનાં ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો છે. એ સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુનનો ચાહક છે. આજે 85 બોલમાં, સાત ચોગ્ગા, છ છગ્ગા સાથે સદી ઠોક્યા બાદ એણે પોતાના ટ્રેડમાર્ક અંદાજમાં હવામાં ઉછળીને અને પછી અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ની સ્ટાઈલમાં – ગળા પર હાથ ફેરવીને ઉજવણી કરી હતી. એની સ્ટાઈલ જોઈને ચાહકો એની પર ફિદા થઈ ગયા હતા.
વન-ડે ક્રિકેટમાં વોર્નરની આ 21મી સદી છે. પાંચમી ઓવરમાં ઉસામા મીર ફિલ્ડરે મિડ-ઓન ક્ષેત્રમાં વોર્નરનો અત્યંત આસાન કેચ પડતો મૂક્યો હતો. એ વખતે વોર્નરે માત્ર 10 રન કર્યા હતા. તે જીવતદાનનો વોર્નરે પૂરો લાભ ઉઠાવ્યો હતો અને વધુ 153 રન ઠોકી દીધા.
વર્લ્ડ કપમાં વોર્નરની આ પાંચમી અને પાકિસ્તાન સામે સતત ચોથી ODI સદી છે. આ સાથે વોર્નર વર્લ્ડ કપમાં કુલ પાંચ સદી સાથે રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) અને કુમાર સાંગકારા (શ્રીલંકા)ની સિદ્ધિ સાથે જોડાયો છે. યાદીમાં ભારતનો કેપ્ટન રોહિત શર્મા સાત વર્લ્ડ કપ સદી સાથે મોખરે છે. બીજા ક્રમે સચીન તેંડુલકર છે – 6 સદી.
રસ્તા પર વેચાતા રાવણના પૂતળાં

તહેવારોની સીઝનમાં ડુંગળીની કિંમતો જનતાને રડાવશે?
નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં ડુંગળીની કિંમતો સામાન્ય જનતાને પરેશાન કરી શકે છે. હવે ડુંગળીની કિંમતો પણ વધવી શરૂ થઈ છે. મહારાષ્ટ્રની જથ્થાબંધ મંડીઓમાં ડુંગળીની કિંમતોમાં એક સપ્તાહમાં 30 ટકાનો ભાવવધારો થઈ ચૂક્યો છે. જે ડુંગળીની કિંમતો ગયા સપ્તાહે ક્વિન્ટલદીઠ રૂ. 2650 હતી, એ રૂ. 3250 પ્રતિ ક્વિન્ટલ થઈ ચૂકી છે.
દેશમાં ડુંગળી રસોઈનો મુખ્ય ખાદ્ય પદાર્થ છે. ડુંગળીની વધતી કિંમતો પર અંકુશ લગાવવા માટે કેન્દ્ર સરકારનો હાલ હસ્તક્ષેપ થાય એવી સંભાવના ઓછી છે. વળી, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને એ પછી લોકસભાની ચૂંટણી માથે છે. ત્યારે વિપક્ષ ડુંગળીની વધેલી કિંમતનો મુદ્દો ઉપાડે એવી પણ શક્યતા છે. દેશમાં ખરીફ પાકોની આવકમાં વિલંબ અને રવીની વાવણી પર ચિંતાઓને કારણે ડુંગળીની કિંમતો વધવાની શરૂ થઈ ગઈ છે.
સ્થાનિક રિટેલ માર્કેટમાં ડુંગળીની કિંમતો સરેરાશ કિલોદીઠ રૂ. 32 રહ્યા પછી હાલ પ્રતિ કિલો રૂ. 40એ પહોંચી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મોડા પડેલા વરસાદને કારણે ખરીફ લાલ ડુંગળીનો પાક આવવામાં વિલંબ થયો છે, જેથી બજારમાં ડુંગળીની ઓછી આવકો થઈ રહી છે.
એશાયાના સૌથી મોટા મહારાષ્ટ્ર ને પિંપલગાંવ તેમ જ લાસલગાંવની જથ્થાબંધ બજારોમાં ડુંગળીની કિંમતો મોંઘી થવાનુ શરૂ થયું છે. સરકારે નિકાસ ઓછી કરવા માટે 20 ઓગસ્ટે નિકાસ શૂલ્ક 40 ટકા લગાવ્યો હતો. આ સાથે સપ્લાયની અછતને કારણે પણ ભાવમાં વધારો થઈ રહ્યો છે.એ સાથે કર્ણાટકમાં ઉત્પાદન પણ ઓછું રહેવાની વકી છે.
આઇસી15 ઇન્ડેક્સમાં 1,727 પોઇન્ટની વૃદ્ધિ
મુંબઈઃ અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કરવામાં નહીં આવે એવો સંકેત આપ્યો એને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. બિટકોઇન ઈટીએફને મંજૂરી મળવાની આશાએ પણ આ વૃદ્ધિમાં ફાળો આપ્યો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.87 ટકા (1,727 પોઇન્ટ) વધીને 37,189 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,462 ખૂલ્યા બાદ 37,413ની ઉપલી અને 35,450ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. સોલાના 12.75 ટકા સાથે ટોચનો વધેલો કોઇન હતો. બાકીના કોઇનમાંથી એક્સઆરપી, પોલીગોન, યુનિસ્વોપ અને બિટકોઇનમાં 5થી 8 ટકા વૃદ્ધિ થઈ હતી.
દરમિયાન, યુનાઇટેડ આરબ એમિરેટ્સે નવું આરએકે ડિજિટલ એસેટ ઓએસિસ શરૂ કર્યું છે. આ વિસ્તાર ફ્રી ઈકોનોમિક ઝોન છે, જેમાં ડિજિટલ એસેટ્સ, વેબ3, બ્લોકચેઇન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસ માટે કાર્ય કરવામાં આવશે. ભારતમાં કર્ણાટક સરકાર ભારત વેબ3 ફાઉન્ડેશનની મદદથી બ્લોકચેઇન અને વેબ3 જેવી ટેક્નોલોજીના વિકાસ માટે રેગ્યુલેટરી સેન્ડબોક્સ વિકસાવવાની છે.
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૨૦ ઓક્ટોબર, ૨૦૨૩
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૨૦ ઓક્ટોબર, ૨૦૨૩
નવરાત્રીના છેલ્લા 3 દિવસ: મુંબઈમાં રાતે 12 વાગ્યા સુધી ગરબા-દાંડિયાની પરવાનગી
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત રાજ્યના અનેક શહેરોમાં નવરાત્રી તહેવાર નિમિત્તે ગરબા-દાંડિયા રમવા માટે લોકોમાં જોવા મળેલા ઉત્સાહને ધ્યાનમાં રાખીને મહત્ત્વનો નિર્ણય લીધો છે. સરકારે નવરાત્રીના બાકી રહેલા ત્રણ દિવસ માટે રાતે 12 વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપી છે.
અત્યાર સુધી લાઉડસ્પીકર પર ગીત-સંગીત વગાડવાની છૂટ માત્ર રાતના 10 વાગ્યા સુધી જ હતી. એને કારણે 10 વાગ્યે ગરબા બંધ કરી દેવા પડતા હતા. પરંતુ હવે છેલ્લા ત્રણ દિવસ માટે રાતે 12 વાગ્યા સુધી પરવાનગી અપાઈ છે એટલે લાઉડસ્પીકર પર ગીત-સંગીત વગાડવા મળશે. પોલીસ અટકાવશે નહીં.
અગાઉ એવી જાહેરાત કરાઈ હતી કે નવરાત્રી-2023ના માત્ર બે જ દિવસ – 22 અને 23 ઓક્ટોબરની રાતે જ 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરના ઉપયોગ સહિત ગરબાની પરવાનગી રહેશે. પણ હવે 21 ઓક્ટોબરના શનિવાર માટે પણ પરવાનગી મળી છે.












