Home Blog Page 2379

ઓનલાઈન સટ્ટાબાજીની એપ કેસમાં રેપર બાદશાહ પર પણ તવાઈ

ઓનલાઈન સટ્ટાબાજીની કંપનીની એપ ફેરપ્લે કેસના તાર હવે રેપર અને ગાયક બાદશાહ સાથે પણ જોડાયેલા હોવાનું જણાય છે. વાસ્તવમાં સોમવારે મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલે બાદશાહની ઓનલાઇન સટ્ટાબાજી કંપની એપ ફેરપ્લેના મામલામાં પૂછપરછ કરી હતી. તાજેતરમાં ઓનલાઈન સટ્ટાબાજીની કંપની એપ ફેરપ્લે કેસમાં રેપર બાદશાહની મુશ્કેલીઓ વધી ગઈ છે. સાયબર સેલ મુંબઈમાં રેપર બાદશાહની પૂછપરછ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં બાદશાહ સિવાય 40 સેલિબ્રિટીના નામ સામે આવી રહ્યા છે, જેમની મુંબઈ પોલીસ પૂછપરછ કરવા જઈ રહી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મહાદેવ એપની સિસ્ટર એપ ફેરપ્લે એપના પ્રચાર માટે ગાયક-રેપરને બોલાવવામાં આવ્યા છે. એવા પણ સમાચાર છે કે આ ઓનલાઈન એપ સટ્ટાબાજીનો બિઝનેસ ચલાવી રહી હતી, જેને બાદશાહ કથિત રીતે પ્રમોટ કરી રહ્યો હતો. એવા પણ સમાચાર છે કે ફેરપ્લેએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023નું સ્ક્રીનિંગ કર્યું હતું અને વાયાકોમ 18 એ એપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફેરપ્લે એપ મહાદેવ એપ સાથે લિંક છે

તમને જણાવી દઈએ કે ફેરપ્લે એપ મહાદેવ એપથી સંબંધિત છે, જેને સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હાલમાં મની લોન્ડરિંગ માટે મહાદેવ બુક એપની તપાસ કરી રહી છે. આ કેસના સંદર્ભમાં રણબીર કપૂર, હુમા કુરેશી, કપિલ શર્મા અને શ્રદ્ધા કપૂર સહિત અનેક સેલિબ્રિટીઓને સમન્સ પાઠવવામાં આવ્યા હતા.આ વર્ષે ફેબ્રુઆરીમાં ચંદ્રાકરના લગ્નમાં સંજય દત્ત, સુનીલ શેટ્ટી અને ટાઈગર શ્રોફ જેવા બોલિવૂડ દિગ્ગજો હાજરી આપી હતી.

કેન્દ્રની વીજઉત્પાદન પર ટેક્સ વસૂલતાં રાજ્યો પર લાલ આંખ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યો હતો કે તેમની પાસેના સ્રોત- કોલસા, પાણી,  હવા કે સોલર એનર્જીથી વીજ ઉત્પાદન કરવા પર ટેક્સ કે ચાર્જ લગાવવાનો અધિકાર નથી. આ પ્રકારનો કોઈ પણ ચાર્જ કે ટેક્સ ગેરકાયદે છે.

કેટલાંક રાજ્ય સરકારો વીજ ઉત્પાદન પર ડેવલપમેન્ટ ફ્રી, ચાર્જ, અને ફંડની આડમાં કેટલાય સ્રોતોથી વીજ ઉત્પાદન પર વધારાનો ચાર્ચ લગાવ્યો છે. જેથી કેન્દ્રીય વીજ મંત્રાલયે 25 ઓક્ટોબરે એક સરક્યુલરમાં કહ્યું છે કે વીજ ઉત્પાદન કરવા પર કોઈ પણ કર અથવા શૂલ્ક રૂપે કોઈ પણ પ્રકારનો ચાર્જ અથવા ફીને કવર કરવી ગેરકાયદે અને ગેરબંધારણીય છે.  કેન્દ્ર સરકારે એપ્રિલમાં રાજ્યોને ખાસ કરીને હાઇડ્રો પ્રોજેક્ટથી વીજ ઉત્પાદન પર કોઈ ટેક્સ કે ચાર્જ નહીં લગાવવા માટે નિર્દેશ આપ્યા હતા.

કેટલાંક રાજ્યોએ વીજ ઉત્પાદન કરવા માટે પાણીના ઉપયોગ પર સેસ લગાડવાની આડમાં ટેક્સ કે  ચાર્જ લગાવ્યો હતો. રાજ્ય એને આ જળ સેસ કહી શકે છે, પરંતુ વાસ્તવમાં એ વીજ ઉત્પાદન પર એક ટેક્સ છે.

મંત્રાલયે કહ્યું હતું કે સાતમી અનુસૂચિની યાદીની કહ્યું હતું કે કોઈ પણ ટેક્સ કે ચાર્જ જેનો ખાસ કરીને ઉલ્લેખ કરવામાં નથી આવ્યો- રાજ્ય સરકારો દ્વારા કોઈ પણ આડ લઈને ના લગાવી શકાય. એનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે જ છે.

 

 

 

 

 

જમ્મુ-કાશ્મીર : 24 કલાકમાં બીજો આતંકવાદી હુમલો

આતંકીઓએ 24 કલાકની અંદર કાશ્મીરમાં બીજો આતંકી હુમલો કર્યો છે. સોમવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ પરપ્રાંતિય કામદારોને ગોળીઓથી નિશાન બનાવ્યા હતા. જેના કારણે કામદારનું મોત થયું છે. આ પહેલા રવિવારે બપોરે શ્રીનગરમાં એક આતંકીએ પોલીસ ઈન્સ્પેક્ટરને ગોળી મારી દીધી હતી. પોલીસ અધિકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની હાલત હજુ પણ નાજુક છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, પુલવામાના તુચી નૌપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ કાર્યકરને ગોળી મારી દીધી હતી. કામદારની ઓળખ 38 વર્ષીય મુકેશ કુમાર તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના ભાટપુરાનો રહેવાસી હતો. આ હુમલામાં કામદારે જીવ ગુમાવ્યો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આતંકીઓની શોધ ચાલી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મજૂર મુકેશ ઈંટના ભઠ્ઠામાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સોમવારે બપોરે હું મારો સામાન લેવા નજીકની દુકાને જતો હતો. આ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો, જેના કારણે તેમનું મોત થયું.

જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે બંને હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે કેટલાક તત્વો એવા છે જે રાજ્યની શાંતિથી પરેશાન છે. શ્રીનગરમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર અને પુલવામામાં એક ગરીબ પરિવારના પુત્ર પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. તે પરપ્રાંતિય મજૂર માત્ર કામ કરવા માટે કાશ્મીર આવ્યો હતો. ADGP કાશ્મીર વિજય કુમાર અને અન્ય પોલીસ અધિકારીઓ કેસની તપાસ કરી રહ્યા છે. આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં. ડીજીપીએ આ વાત અનંતનાગના મટ્ટનમાં મોડલ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન દરમિયાન કહી હતી.

વડા પ્રધાન મોદીએ અંબાજી મંદિરમાં પૂજા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબર, સોમવારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી અને ત્યાં અંબામાતાના મંદિરમાં જઈ દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી.

ડુંગળીની કિંમતો ચાર દિવસમાં બમણી થઈ

નવી દિલ્હીઃ ગરીબની કસ્તૂરી ડુંગળીની કિંમતો ચાર દિવસમાં બમણી થઈ ગઈ છે. થોડા સમય પહેલાં રૂ. 20થી રૂ. 40માં મળતી ડુંગળી રિટેલ માર્કેટમાં રૂ. 80-90એ પહોંચી છે. ડુંગળીની વધતી કિંમતોથી માત્ર જનતા જ નહીં પણ સરકારો પણ પરેશાન છે, કેમ કે આવનારા દિવસોમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી છે. જોકે ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે સરકારે તૈયારી શરૂ કરી છે.

આ વર્ષે ડુંગળી પેદા કરતાં રાજ્યો –મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઓછા પડેલા વરસાદને લીધે ડુંગળીની ઊપજ ઓછી થઈ છે. આ ઉપરાંત એની પાછળ જમાખોરી પણ એક કારણ છે. સ્ટોકિસ્ટોએ ઊંચી કિંમતે ડુંગળી વેચવા માટે કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોક કરી રાખ્યો છે.

સરકારે હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવાં રાજ્યોમાંથી ડુંગળીનો સ્ટોક મગાવ્યો છે. સરકારે આ સીઝન માટે ડુંગળીનો બફર સ્ટોક પાંચ લાખ ટનનો રાખ્યો હતો, પરંતુ એમાંથી બે લાખ ટન વેચી ચૂકી છે. જેથી સરકાર હવે અન્ય રાજ્યોમાંથી બે લાખ ટન ડુંગળી ખરીદવાની તૈયારી કરી રહી છે.

સરકારે રિટેલ બજારમાં ડુંગળી ઉપલબ્ધતા જાળવી રાખવા નિકાસ પ્રતિ ટન લઘુતમ નિકાસ કિંમત 800 અમેરિકી ડોલર રાખી છે. જોકે હવે સરકાર ડુંગળીની કિંમતોને અંકુશમાં રાખવા માટે સ્ટોક મર્યાદા મૂકે એવી શક્યતા છે. જો સરકાર ડુંગળી પર સ્ટોકમર્યાદા મૂકશે તો કોલ્ડ સ્ટોરેજોમાં મૂકેલો માલ બજારમાં આવવા લાગશે. જો આ માલ બજારમાં આવશે તો રિટેલ બજારમાં ડુંગળીની કિંમતો કાબૂમાં રહેવાની ધારણા છે.

 

 

 

 

 

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલને લીધું હિંસક સ્વરૂપઃ NCP વિધાનસભ્યનું ઘર સળગાવાયું

બીડ (મહારાષ્ટ્ર): મરાઠા સમુદાય માટે સરકારી નોકરીઓમાં અને શિક્ષણ ક્ષેત્રમાં બેઠકો અનામત રાખવાની માગણી કરી રહેલા એક જૂથના દેખાવકારોએ આજે અહીં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય પ્રકાશ સોલંકેના ઘરને આગ લગાડી હતી. સોલંકેએ કહ્યું છે કે પોતે અને એમના પરિવારજનો સુરક્ષિત છે. આગમાં એમના ઘરને મોટું નુકસાન થયું છે. સોલંકેએ વધુમાં કહ્યું, ‘હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે હું મારા ઘરમાં જ હતો. સદ્દનસીબે, મને કે મારા પરિવારજનોને કે અમારા ઘરના સ્ટાફનાં સભ્યોને કોઈ ઈજા નથી થઈ. અમે બધા જ સુરક્ષિત છીએ, પણ અમારા ઘરને ઘણું નુકસાન પહોંચ્યું છે.’

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગણી પર મનોજ જરાંગે પાટીલ નામના કાર્યકર્તા ગઈ 25 ઓક્ટોબરથી જાલના જિલ્લામાં અંતરવાલી સરાટી ગામમાં બેમુદત ઉપવાસના આંદોલન પર ઉતર્યા છે. એનસીપીના વિધાનસભ્યના ઘરને આગ ચાંપવાની ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે, મનોજ જરાંગે પાટીલે સમજવું જોઈએ કે એમના આંદોલને કેવો હિંસક વળાંક લીધો છે. આ આંદોલન ખોટી દિશામાં જઈ રહ્યું છે. જે લોકો હિંસા કરી રહ્યા છે તેઓ એ વાત ધ્યાનમાં રાખે કે આને લીધે મરાઠા સમાજને અને એમના પરિવારજનોને ભોગવવું પડી રહ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી નવનાં મોત

અમદાવાદઃ રાજ્યમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકને કારણે નવ લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં પાટણ, વડોદરા, ભાવનગર અને સુરતમાં નવ લોકોનાં હાર્ટ એટેકનાં મોત થયાં છે. આ ઉપરાંત વડોદરાના એક યુવાનનું કુવૈતમાં મોત થયું હોવાના અહેવાલ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવનગરમાં હાર્ટ એટેકને કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં જગદીશ જાદવ, લક્ષ્મણદાસ આસવાણી અને ભાવનગર આવી રહેલા ઉમેશ માંડલિયાનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. તે ઉપરાંત સુરતમાં પણ હાર્ટ એટેક ગોઝારો સાબિત થયો છે. શહેરમાં એક જ દિવસમાં ત્રણ લોકોનાં હૃદયના હુમલાથી મોતને થયા છે. સુરતના અમરોલીમાં સાહિલ રાઠોડ, પાંડેસરામાં સંજય સહાની અને વરાછામાં મહેશ ખામ્બરનું મોત થયાં છે.

વડોદરાના નાગરવાડા વિસ્તારના પ્રકાશ ચૌહાણને કુવૈતમાં હાર્ટ એટેક આવ્યો હતો. હવે કુવૈતથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે. તે ઉપરાંત પાટણમાં પણ એક આધેડનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું છે. ચાણસ્માના રણાસણ ગામના સરપંચના પતિ કાનજીભાઈ પરમાર સિદ્ઘપુરમા દીકરીને ત્યાં ગયા હતાં અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

 રાજ્યમાં નવરાત્રિ પર 766 લોકોને હાર્ટ એટેક

રાજ્યમાં નવરાત્રિમાં હાર્ટ એટેકથી 36 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે કુલ 766 કેસો સામે આવ્યા હતા. સાંજે છ કલાકથી રાત્રે બે કલાકની વચ્ચે હાર્ટ એટેકના સૌથી વધુ કેસ આવ્યા હતા. આમાં અમદાવાદમાં ત્રણનાં મોત થયાં હતાં, જ્યારે સૌરાષ્ટ્રમાં 16, દક્ષિણ ગુજરાતમાં 15 અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બે લોકોનાં મોત થયાં હતા.અમદાવાદમાં નવરાત્રિમાં પ્રતિ દિન 22 હાર્ટ એટેક સંબંધિત કોલ્સ કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જે લોકો ગંભીર રીતે કોરોનાથી પીડિત થયા હતા તેમણે થોડાક સમય માટે આકરી મહેનત કે કપરી કસરતો કરવાનું બંધ કરી દેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ICMRએ રિસર્ચમાં નોંધ્યું છે કે જે લોકો કોરોનાથી ગંભીર રીતે પીડિત હતા તેમણે થોડાક સમય માટે આકરી મહેનત કરવાનું પડતું મૂકવું જોઈએ. તેમણે એક કે બે વર્ષ માટે કસરત કે જિમથી બ્રેક લેવો જોઈએ.

 

 

મહિલા ગ્રાહક પર બળાત્કાર કરવાના આરોપમાં ડિલિવરી બોયની ધરપકડ

નોએડાઃ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડામાં એક આશ્ચર્યજનક ઘટનામાં એક સોસાયટીમાં 23 વર્ષીય મહિલાના ઘરે કરિયાણાનો સામાન આપવા આવનાર ડિલિવરી બોયે યુવતી પર બળાત્કાર કર્યો હતો. પોલીસે આ ઈ-કોમર્સ કંપનીના એજન્ટની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સાથે કરેલી અથડામણ પછી એની ધરપકડ કરી છે. આરોપી ડિલિવરી બોય ગ્રાહકને ઘરમાં એકલી જોઈને લાભ ઉઠાવ્યો હતો. જેથી આ વિસ્તારના લોકો ગુસ્સામાં હતા.

આ આરોપીની ઓળખ સુમિત સિંહ તરીકે થઈ છે અને પોલીસે એની ધરપકડ કરી છે. મહિલાએ 27 ઓક્ટોબરે મોબાઇલ એપથી ખરીદેલા કરિયાણાના સામાનને પહોંચાડવા માટે સુમિત તેના ઘરે ગયો હતો.

અહેવાલ અનુસાર મહિલા તેના ઘરમાં એકલી હોવાનું જાણ થતાં ડિલિવરી બોય સુમિત સિંહ તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણે મહિલા સાથે જબરજસ્તી કરીને બળાત્કાર કર્યો હતો. આ ઘટના પછી પીડિત મહિલાએ દુષ્કર્મની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ ફરિયાદને આધારે પોલીસે સુમિતની ધરપકડ કરીને મામલાની તપાસ શરૂ કરી હતી. 

પોલીસ જ્યારે આ કેસમાં સુમિતની ધરપકડ કરવા ગઈ હતી, ત્યારે તે કોન્સ્ટેબલને ચકમો આપવામાં સફળ રહ્યો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની ટીમોએ તેના પર ગોળીઓ ચલાવી હતી.  પોલીસની ગોળીઓના જવાબમાં તેણે પણ ફાયરિંગ કર્યું હતું, જેમાં સુમિતના પગમાં ગોળી વાગી હતી. સુમિત હાલ હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. સુમિતની આ પહેલાં ગેરકાયદે દારૂ વેચવાના આરોપમાં ધરપકડ થઈ ચૂકી છે.

 

 

 

 

પેટ્રોનેટ એલએનજી દહેજમાં રૂ.20,685 કરોડનું મૂડીરોકાણ કરશે

દહેજ (ગુજરાત): પ્રવાહી કુદરતી ગેસની ભારતની સૌથી મોટી આયાતકાર કંપની પેટ્રોનેટ એલએનજી લિમિટેડે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના નેટ પ્રોફિટમાં 9 ટકાનો વધારો નોંધાવ્યો છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો રૂ. 855.74 કરોડ અથવા રૂ. 5.70 પ્રતિ શેર હતો. ગયા વર્ષના આ જ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 785.73 કરોડ હતો.

કંપનીએ જણાવ્યું છે કે ગુજરાતના દહેજમાં પેટ્રોકેમિકલ પ્લાન્ટનું નિર્માણ કરવા માટે તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે રૂ. 20,685 કરોડના ઈન્વેસ્ટમેન્ટના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપનીનો પેટ્રોકેમિકલ પ્લાન્ટ તેના સૌથી મોટા એલએનજી ઈમ્પોર્ટ પ્લાન્ટની બાજુમાં જ ઊભો કરવામાં આવશે. તે વાર્ષિક 7,50,000 ટન પ્રોપેન ડાહાઈડ્રોજનેશન ઉત્પાદન પ્લાન્ટ અને 5,00,000 ટન પોલી-પ્રોપીલીન પ્લાન્ટ હશે. આ યોજનાથી પોલી-પ્રોપીલીન, પ્રોપીલીન, પ્રોપેન, હાઈડ્રોજન અને ઈથેનના વેચાણથી કંપનીને આવક થશે.

 

કોઈ ક્રિકેટરને 10-કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી નથીઃ રતન ટાટા

મુંબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાને કે કોઈ ક્રિકેટરને કોઈ ઈનામ આપવાની પોતે કોઈ જાહેરાત કરી હોવાના અહેવાલોને ઉદ્યોગપતિ રતન ટાટાએ રદિયો આપ્યો છે. એમણે X ટ્વિટર પર પોસ્ટ કરેલા સંદેશમાં ખુલાસો કર્યો છે કે, ‘કોઈ પણ ખેલાડીને દંડ ફટકારવા કે ઈનામ આપવા વિશે મેં આઈસીસી સંસ્થાને કે કોઈ ક્રિકેટરને કોઈ પ્રકારનું સૂચન કર્યું નથી. ક્રિકેટ સાથે મારે કોઈ જ પ્રકારનો સંબંધ નથી. મારા સત્તાવાર પ્લેટફોર્મ્સ પરથી આવ્યા ન હોય તો મહેરબાની કરીને આ પ્રકારના વોટ્સએપ ફોરવર્ડ્સ કે વીડિયો પર વિશ્વાસ કરતા નહીં.’

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર એવા વોટ્સએપ ફોરવર્ડ્સ અને વીડિયો ફરી રહ્યા છે જેમાં એવો દાવો કરાયો છે કે હાલ ભારતમાં રમાતી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધામાં અફઘાનિસ્તાને તેની રાઉન્ડ રોબિન લીગ મેચમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ રતન ટાટાએ રશીદ ખાનને રૂ. 10 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જોકે રતન ટાટાએ સ્વયં આ દાવાને રદિયો આપ્યો છે.