Home Blog Page 2351

શું પાણી અને જમીન પર રહેતા કાચબા અલગ પ્રકારના હોય છે?

(પાણીમાં રહેતા કાચબા)

અંગ્રેજીમાં શબ્દ છે tortoise and Turtle જેને સામાન્ય ભાષમાં વર્ણાવીએ તો એક જમીન પર રહેતા કાચબા અને બીજા પાણીમાં અને જમીન બંને પર રહી શકતા કાચબા. જમીન પર રહેતા કાચબામાં તેની પીઠ પર જે કવચ હોય છે તે પ્રમાણમાં વધુ ગોળાકાર ઉંચુ અને વજનદાર હોય છે. તેના પગની રચના એવી હોય છે કે સરળતા થી જમીન પર ચાલી શકે. પાણીમાં રહેતા કાચબાની પીઠ પરનું કવચ પ્રમાણમાં હલકુ હોય છે અને આકારમાં પણ અલગ હોય છે. પાણીમાં રહેતા કાચબાની પગની રચના પણ તે સરળતાથી પાણીમાં તરી શકે તે પ્રકારે હોય છે.

(જમીન પર રહેતા કાચબા)

જમીન પર રહેતા કાચબા એ શાકાહાર અને માંસાહાર બંને પ્રકારના ભોજન કરતા હોય મિશ્રાહારી હોય છે. જમીન પર રહેતા કાચબાનું આયુષ્ય પાણીમાં રહેતા કાચબાથી વધુ હોય છે.

સામાન્ય રીતે લોકો અજાણ હોય છે કે કોઈપણ પ્રકારના કાચબાને ઘરે પાળવા એ વન્યપ્રાણી સંરક્ષણ કાયદા મુજબ ગુનો બને છે.

રાશિ ભવિષ્ય 09/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

પંચાંગ 09/11/2023

ગાર્ડનમાં બેઠેલા સગીર વયનાં છોકરા-છોકરીને ધમકાવનાર લોયરની ધરપકડ

મુંબઈઃ અહીંના પરેલ ઉપનગરમાં આવેલા આર્યભટ્ટ ઉદ્યાનમાં બેઠેલાં 17 વર્ષના એક છોકરા અને એની 15-વર્ષીય ગર્લફ્રેન્ડને ધમકી આપવા અને એમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયત્ન કરવા બદલ એક લોયર અને એની બે મહિલા સાગરિતની પોલીસે ધરપકડ કરી છે. લોયરનું નામ છે આકાશ આઢવ. એક મહિલા આઢવની પત્ની સાક્ષી છે અને બીજી છે શિવાની વાઈરકર. પોલીસે આ ત્રણેય જણ સામે ખંડણી, ક્રિમિનલ ધમકી અને ઈરાદાપૂર્વક અપમાન કરવાના ગુના નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

બનાવની વિગત એવી છે કે, છોકરો રાબેતા મુજબ સાંજે 6 વાગ્યે કોલેજથી ઘેર પહોંચી જતો. પરંતુ ગયા સોમવારે 6.40 થવા છતાં ન આવતાં એના ભાઈએ તેને ફોન કર્યો હતો, પણ કોઈ જવાબ મળતો નહોતો. બાદમાં છોકરાના ફોન પરથી આકાશ આઢવે ફોન કર્યો હતો અને ધમકી આપી હતી કે તારો ભાઈ એક છોકરી સાથે ફરે છે એટલે પોલીસને કહી દઈશ. છોકરાનો ભાઈ તરત જ આર્યભટ્ટ ઉદ્યાનમાં પહોંચ્યો હતો. ત્યાં ત્રણેય લોયરે છોકરા અને છોકરી, બંને પાસેથી રૂ. 15,000ની માગણી કરી હતી. આખરે એમણે રકમ ઘટાડીને રૂ.8,000 કરી હતી. આઢવની ધમકીથી ડરી જઈને છોકરાએ દોઢ હજાર ચૂકવ્યા હતા અને બીજા દિવસે રૂ. 8,000 ચૂકવી દેશે એમ કહ્યું હતું. યોગાનુયોગ, એ જ વખતે ત્યાં એક પોલીસ વાન આવી પહોંચી હતી અને છોકરાઓએ એમને ઊભા રાખીને જાણ કરી હતી. પોલીસોએ તરત જ આઢવ અને એની બંને મહિલા સાગરિતને કસ્ટડીમાં લીધા હતા.

આઇસી15 ઇન્ડેક્સમાં 752 પોઇન્ટનો વધારો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં એક દિવસ નરમાશ રહ્યા બાદ ફરીથી તેજીનો પવન ફૂંકાયો છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.72 ટકા (752 પોઇન્ટ) વધીને 44,547 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 43,795 ખૂલ્યા બાદ 45,037ની ઉપલી અને 43,380ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના બીએનબી સિવાયના તમામ ઘટકો વધ્યા હતા. 8.63 ટકા વૃદ્ધિ સાથે પોલીગોન ટોચનો વધેલો કોઇન હતો. સોલાના, યુનિસ્વોપ અને ચેઇનલિંક 5થી 6 ટકાની રેન્જમાં વધ્યા હતા.

દરમિયાન, ક્રીપ્ટો ઉદ્યોગ માટે નિયમનકારી માળખું ઘડનારા દેશોમાં હવે કેન્યા પણ સામેલ થયું છે. દેશના સંસદસભ્યોએ બ્લોકચેઇન એસોસિયેશન ઓફ કેન્યાને વર્ચ્યુઅલ સર્વિસ પ્રોવાઇડર્સ બિલ ઘડવાનું કહ્યું છે. બીજી બાજુ, યુએઈની કેન્દ્રીય બેન્કે તથા અન્ય નિયમનકારોએ વર્ચ્યુઅલ એસેટ્સ સર્વિસ પ્રોવાઇડર્સ માટે નવી સંયુક્ત માર્ગદર્શિકા જાહેર કરી છે.

 

ઇન્ડોનેશિયામાં 6.9 તિવ્રતાનો ભૂકંપ આવ્યો

ઈન્ડોનેશિયાના બાંદા સમુદ્રમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. યુએસજીએસએ જણાવ્યું છે કે ભૂકંપની તીવ્રતા 6.9 નોંધવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ઈન્ડોનેશિયાના સમય મુજબ સવારે 10.23 કલાકે દેશના બાંદા સમુદ્રમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. દરિયામાં આવેલા આ ભૂકંપે સૌમલાકી શહેરને હચમચાવી નાખ્યું હતું. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. સમાચાર એજન્સી એએફપીએ સૌમલાકી શહેરના એક રહેવાસીને ટાંકીને જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા તીવ્ર હતા.

જ્યારે ભૂકંપમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા

ગયા વર્ષે નવેમ્બરમાં ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાબામાં 5.6ની તીવ્રતાના ભૂકંપમાં 602 લોકોના મોત થયા હતા. વર્ષ 2004માં સુમાત્રા ક્ષેત્રમાં 9.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ આ વિસ્તારમાં 2 લાખ 20 હજાર લોકોના મોત થયા હતા. જેમાં 1 લાખ 70 હજાર લોકો માત્ર ઈન્ડોનેશિયાના હતા.

ઈન્ડોનેશિયામાં સતત ભૂકંપ આવે છે

ઈન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર પર આવેલું છે, જેના કારણે ત્યાં ભૂકંપ આવતા રહે છે. રીંગ ઓફ ફાયર પેસિફિક, કોકોસ, ભારતીય-ઓસ્ટ્રેલિયન, જુઆન ડી ફુકા, નાઝકા, નોર્થ અમેરિકન અને ફિલિપાઈન ટેકટોનિક પ્લેટોને જોડે છે. ઇન્ડોનેશિયા, પાપુઆ ન્યુ ગિની, ચિલી, એક્વાડોર, પેરુ, રશિયા, જાપાન, ફિલિપાઇન્સ, ઓસ્ટ્રેલિયા, બોલિવિયા, કોસ્ટા રિકા, ન્યુઝીલેન્ડ, ગ્વાટેમાલા, મેક્સિકો, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને એન્ટાર્કટિકા રિંગ ઓફ ફાયર પર સ્થિત છે.

મહિલાઓ મુદ્દે નિવેદન બાદ થયો હંગામો, નીતિશ કુમારે વિધાનસભામાં માફી માંગી

બિહાર વિધાનસભામાં મહિલાઓ પર ટિપ્પણી કર્યા બાદ નીતિશ કુમારે માફી માંગી છે. તેણે કહ્યું કે મેં માત્ર મહિલા શિક્ષણની વાત કરી છે. મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. જો મેં કંઈપણ ખોટું કહ્યું હોય, તો હું માફી માંગુ છું. મેં જે કહ્યું તે હું પાછું લઉં છું. વાસ્તવમાં નીતિશ કુમાર વસ્તી નિયંત્રણની વાત કરી રહ્યા હતા. તેમનો કહેવાનો મતલબ એ હતો કે જો સ્ત્રી ઈચ્છે તો તે વસ્તીને નિયંત્રિત કરી શકે છે. તે તેના પતિને સેક્સ કરતા રોકી શકે છે.

નીતિશ કુમારના આ નિવેદન બાદ વિવાદ ઉભો થયો હતો. તમને જણાવી દઈએ કે નીતીશ કુમાર સેક્સ એજ્યુકેશન વિશે વાત કરી રહ્યા હતા પરંતુ તેમણે તેને ખૂબ જ હળવી ભાષામાં સમજાવ્યું. નીતીશ કુમારના આ નિવેદનથી ખાસ કરીને મહિલા ધારાસભ્યોને દુઃખ થયું છે. બધાએ મુખ્યમંત્રીના નિવેદનોની સખત નિંદા કરી. બિહાર વિધાન પરિષદની મહિલા MLC નિવેદિતા સિંહે નીતિશ કુમાર પર જોરદાર પ્રહારો કર્યા હતા.

નીતીશના આ નિવેદન બાદ તે ગૃહમાંથી બહાર નીકળી ગઈ અને રડવા લાગી. નિવેદિતા સિંહે કહ્યું કે નીતિશ કુમારે મહિલાઓનું અપમાન કર્યું છે. તેમણે જે વાતો કહી તે વિશે બધા જાણે છે પરંતુ તેમણે ગૃહમાં જાહેરમાં આવા નિવેદનો ન કરવા જોઈએ.

વર્લ્ડ એનેસ્થેસિયા વીક નિમિત્તે ‘નેશનલ કોન્ફરન્સ’નું આયોજન

ચાંગાઃ ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સ (BDIPS)ના ઓપરેશન થિયેટર એન્ડ એનેસ્થેસિયા ટેક્નોલોજી વિભાગ દ્વારા   વર્લ્ડ એનેસ્થેસિયા વીક નિમિત્તે “બિયોન્ડ0 ધ બ્લોક: એક્સપ્લોરિંગ રિસન્ટ એડવાન્સમેન્ટ્સ ઇન એનેસ્થેસિયા” નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

નેશનલ કોન્ફરન્સનું ઉદઘાટન PDPIASના પ્રિન્સિપાલ અને રિસર્ચ ડીન ડો. દર્શન પટેલ, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના ડીન ડો. ધ્રુવ દવે,  BDIPS ના પ્રિન્સિપાલ પ્રો. હેમંત કુમારને હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

ડો. દર્શન પટેલે જણાવ્યું હતું કે ઓપરેશન થિયેટર એન્ડ એનેસ્થેસિયા ટેક્નોલોજી વિભાગનું મેડિકલ ફીલ્ડમાં માતબર પ્રદાન છે. આ વિભાગના વિદ્યાર્થીઓએ કોવિડ-19ના કપરા સમયમાં અવિસ્મરણીય પ્રદાન આપ્યું છે, જે પ્રશંસનીય છે. આ વિભાગનું અનોખું મહત્ત્વ છે, કારણ કે તેમાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને કાર્યરત સ્ટાફનો દર્દીઓ સાથે 24X7 ગાઢ સંપર્ક હોય છે અને તેઓ દર્દીઓને માનસિક સપોર્ટ આપતા હોય છે. ઓપરેશન થિએટરમાં ઓપરેશન દરમિયાન એનેસ્થેસિયા આપતી વખતે દર્દીઓ સાથેની આત્મીયતા દર્શાવતા હોય છે, જેનાથી તેમનાં દુઃખદર્દ ઓછાં થઇ જાય છે. 

આ કોન્ફરન્સમાં ગુજરાત અને અન્ય રાજ્યોની વિવિધ મેડિકલ યુનિવર્સિટીઓમાંથી 137 ડેલિગેટ્સ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં એનેસ્થેસિયા ટેક્નોલોજી અને AIની એપ્લિકેશન વિશે પ્રસિદ્ધ વક્તાઓ દ્વારા વિવિધ ચાવીરૂપ પ્રવચનો આપવામાં આવ્યાં હતાં. સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના સાગર પાટીલ દ્વારા રિજિયોનલ એનેસ્થેસિયામાં ઊભરતી પ્રથાઓ અને જટિલ  એરવે સિસ્ટમની સમજ અને ક્રિટિકલ કેર પ્રોસીજર્સમાં તેના મેનેજમેન્ટ વિશે પ્રવચનો યોજાયાં હતાં. દરેક મહત્વપૂર્ણ વકતાઓ દ્વારા નિપુણ અનુભવો સાથે નિયમિત પ્રેક્ટિસની ખૂબ જ સરળ સમજ આપવામાં આવી હતી.

 

 

 

 

 

 

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ-2023 સેમી ફાઈનલ ક્યારે, ક્યાં, કોની સામે રમશે?

મુંબઈઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધામાં અત્યાર સુધીમાં ત્રણ ટીમ સેમી ફાઈનલમાં પ્રવેશ કરી ચૂકી છે – ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. પણ ભારતીય ટીમ સેમી ફાઈનલમાં કયા દિવસે, ક્યાં અને કઈ ટીમ સામે રમશે એ પ્રશ્ન ક્રિકેટચાહકોને મૂંઝવી રહ્યો છે. રોહિત શર્માના સુકાનીપદ હેઠળની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર પર છે. ટીમે અત્યાર સુધીમાં તેની તમામ આઠ મેચ જીતીને 16 પોઈન્ટ હાંસલ કર્યા છે. હાલની સ્થિતિમાં બીજી કોઈ ટીમ 16 પોઈન્ટ મેળવી શકી નથી. તેથી પહેલા નંબર પર તો ભારત જ રહેશે. લીગ રાઉન્ડમાં પહેલા નંબર પર રહેલી ટીમની સેમી ફાઈનલ મેચ 15 નવેમ્બરે નિર્ધારિત કરાઈ છે. તે મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. લીગ રાઉન્ડમાં પહેલા ક્રમે રહેલી ટીમ ચોથા ક્રમે રહેનાર ટીમ સામે સેમી ફાઈનલમાં રમશે.

તેથી ભારત સામેની ટીમ કઈ તે પ્રશ્ન હજી ઉકેલાયો નથી. યાદીમાં બીજા ક્રમે રહેલી સાઉથ આફ્રિકાના 12 પોઈન્ટ છે અને ત્રીજા ક્રમે રહેલી ઓસ્ટ્રેલિયાના પણ 12 પોઈન્ટ છે. પરંતુ વધારે સારા રનરેટના આધારે સાઉથ આફ્રિકા બીજા સ્થાને છે. તેનો નેટ રનરેટ +1.376 છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો +0.861.

ચોથા ક્રમ માટે 3 ટીમ વચ્ચે જંગ ચાલુ છે – ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. આ ત્રણેય ટીમના 8-8 પોઈન્ટ છે. આ ત્રણ ટીમમાંથી SF માટે પહેલી દાવેદાર છે ન્યૂઝીલેન્ડ. જો તે આવતીકાલે બેંગલુરુમાં તેની આખરી લીગ મેચમાં શ્રીલંકાને પરાજય આપશે તો એ ચોથા ક્રમની ટીમ તરીકે સેમીમાં ભારત સામે રમશે.

પાકિસ્તાનનો ચાન્સ કેટલો?

ચોથું સ્થાન પ્રાપ્ત કરવા માટે બીજી પ્રબળ દાવેદાર ટીમ છે પાકિસ્તાન. ન્યૂઝીલેન્ડ કરતાં તેનો રનરેટ ઓછો છે. પરંતુ, જો પાકિસ્તાન 11 નવેમ્બરે કોલકાતામાં તેની આખરી લીગ મેચમાં ઈંગ્લેન્ડને આવશ્યક મોટા માર્જિનથી હરાવી દે તો સેમી ફાઈનલમાં ભારત સામે રમવા માટે તે ક્વાલિફાય થઈ જાય. પરંતુ, અહીં એક બાબત એ યાદ રાખવાની છે કે આઈસીસી સંસ્થાએ એ જાહેરાત કરી દીધી છે કે સેમી ફાઈનલમાં જો ભારત અને પાકિસ્તાન આમનેસામને આવશે તો તે મેચનું સ્થળ મુંબઈ નહીં રખાય. તે સંજોગોમાં બંને ટીમ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમશે અને બીજા-ત્રીજા ક્રમની ટીમો વચ્ચેની બીજી સેમી ફાઈનલ મેચ મુંબઈમાં રમાશે.

અફઘાનિસ્તાન ટીમ છે ત્રીજી દાવેદાર. તે રનરેટની દ્રષ્ટિએ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન કરતાં ઘણી પાછળ છે. પરંતુ જો એ 10 નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે મોટા માર્જિનથી જીતી જાય તો ભારત સામે સેમીમાં રમવાનો એને મોકો મળી શકે એમ છે. તેથી હવે જોવાનું એ છે કે ભારતીય ટીમને સેમી ફાઈનલમાં ક્યાં, ક્યારેય અને કોની સામે રમવાનું આવે છે.

નોઈડા પોલીસે સાપના ઝેરના મામલામાં એલ્વિશ યાદવની પૂછપરછ કરી

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવની નોઈડા પોલીસે સાપના સ્થળના કેસમાં પૂછપરછ કરી છે. એલ્વિશ યાદવ મંગળવારે મોડી રાત્રે ગુપ્ત રીતે સેક્ટર-20 પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોતે હાજર થયો. જ્યાં DCP અને ACP સ્તરના અધિકારીઓએ લગભગ 3 કલાક સુધી તેની પૂછપરછ કરી. રાત્રે 2 વાગ્યાની આસપાસ તે મીડિયાને ટાળીને પોલીસ સ્ટેશનથી નીકળી ગયો હતો. આજે બુધવારે નોઇડા પોલીસ આ કેસમાં ધરપકડ કરાયેલા 5 આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી શકે છે. આ પછી નોઇડા પોલીસ આમાંથી એક આરોપી રાહુલ સાથે રૂબરૂ બેસીને એલ્વિશ યાદવની પૂછપરછ કરશે. અગાઉ પોલીસે તેને મંગળવારે હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું.

શું છે આરોપ?

જણાવી દઈએ કે 3 નવેમ્બરના રોજ નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં કથિત રીતે સાપના ઝેરનો ઉપયોગ કરવા બદલ સોશિયલ મીડિયા પ્રભાવક અને OTT રિયાલિટી શો બિગ બોસના વિજેતા એલ્વિશ યાદવ સહિત છ લોકો વિરુદ્ધ વાઈલ્ડ લાઈફ (પ્રોટેક્શન) એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડ હેઠળ કેસ નોંધ્યો હતો. ની જોગવાઈઓ હેઠળ FIR નોંધવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પાર્ટી વેન્યુ ‘બેન્ક્વેટ હોલ’માંથી પાંચ કોબ્રા સહિત નવ સાપ મળી આવ્યા હતા જ્યારે 20 મિલી શંકાસ્પદ સાપનું ઝેર પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

અધિકારીઓએ સોમવારે કહ્યું હતું કે સ્થાનિક સેક્ટર 49 પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેના ઈન્ચાર્જ સબ ઈન્સ્પેક્ટરને હટાવી દેવામાં આવ્યા છે. આ મામલે પોલીસનું કહેવું છે કે એલ્વિશ યાદવની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. તે જ સમયે, યુટ્યુબર એલ્વિશ યાદવે તેની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને પોલીસ તપાસમાં સહકાર આપવાનું કહ્યું છે. આ કેસ એનિમલ રાઈટ્સ ગ્રુપ પીએફએ (પીપલ્સ ફોર એનિમલ્સ)ના અધિકારીની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો.