Home Blog Page 2237

આ ફાર્મા કંપની હવે સેવા સાથે કામ કરશે

અમદાવાદ: કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને તેની CSR શાખા ઈન્દ્રશીલ કાકા બા અને કલાબુધ  પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટે, મહિલા સશક્તીકરણ અને ગ્રામ વિકાસ માટે કાર્યરત સ્વનિર્ભર મહિલાઓના સંગઠન (SEWA) સાથે હાથ મિલાવ્યા છે. આ સહયોગનો ઉદ્દેશ ગ્રામ સમુદાયોમાં અને ખાસ કરીને  મહિલા સશક્તીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને હકારાત્મક પરિવર્તન લાવવાનો છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને લોક સ્વાસ્થ્ય સેવા ટ્રસ્ટ (LSTT) સાથે મળીને અમદાવાદ અને ભરૂચ જિલ્લાનાં 10 ગામમાં સેવા શક્તિ કેન્દ્રોની શરૂઆત કરી છે.

સેવા શક્તિ કેન્દ્રો આરોગ્ય અને સ્વચ્છતા, શિક્ષણ, પર્યાવરણ, અને ગામડાંની માળખાગત સુવિધાઓ જેવા સ્થાનિક ધોરણે સ્પર્શતા મુદ્દા હલ કરવામાં મહત્વની ભૂમિકા બજાવશે. આ કેન્દ્રો સમૂહ બેઠકો, સભાઓ, ઘેરેઘેર સર્વેક્ષણ વગેરે હાથ ધરશે તથા અન્ય અસરકારક ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કોમ્યુનિકેશન (IEC) ટેક્નિક્સ મારફતે સરકારની કલ્યાણ યોજનાઓ અંગે જાગૃતિ પેદા કરશે.

કેડિલા ફાર્માસ્યુટિકલ્સની સખાવતી શાખા ઇન્દ્રશીલ કાકા બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. ભરત ચાંપાનેરિયા જણાવે છે કે આ સહયોગ તથા સમગ્રલક્ષી સામુદાયિક વિકાસના સમન્વયથી અમે સેવા (SEWA) સાથે સહયોગ કરીને ગ્રામ્ય ગુજરાતના સમુદાયોની મહિલાઓ અને વિવિધ સમુદાયોમાં તેમની જરૂરિયાતો સંતોષીને, પર્યાવરણલક્ષી વિકાસને પ્રોત્સાહન આપીને તથા તેમના આરોગ્યલક્ષી તથા હિતકારી મુદ્દા હલ કરીને  દૂરગામી  અસર સર્જવા માગીએ છીએ.આ સહયોગ અંગે પ્રતિભાવ આપતાં સેવા (SEWA)નાં નેશનલ કો-ઓર્ડિનેટર, હેલ્થ એન્ડ ચાઈલ્ડકેર, સુસાન થોમસ જણાવે છે અમે સાથે મળીને ગ્રામ વિસ્તારની મહિલાઓના આરોગ્ય, શિક્ષણ અને આર્થિક હિત જેવા વિવિધ મુદ્દા હાથ ધરીને તેમના જીવનમાં હકારાત્મક અને દૂરગામી પરિવર્તન લાવવા માગીએ છીએ.

સેવા કેન્દ્રો સમુદાયના સભ્યોને વિધવા પેન્શન, વૃદ્ધાવસ્થા પેન્શન, સ્કોલરશિપ્સ વગેરે માટેની  તથા અન્ય પ્રક્રિયાઓ હાથ ધરીને અને કેટલાક કિસ્સાઓમાં 10થી 20 વર્ષથી બંધ થયેલી  સરકારી સહાય મેળવવા માટે દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં યોગ્ય દરમ્યાનગીરી કરીને સહાયક બનશે.  એક સર્વેક્ષણમાં જણાયું છે કે પોતાના દસ્તાવેજોમાં વિસંગતતાને કારણે સમુદાયના અંદાજે 10,000 સભ્યોને સરકારી સહાય મેળવવામાં અવરોધ નડી રહ્યો છે. તેમની ટીમ જુલાઈ સુધીમાં આવા 90 ટકા કેસ હલ કરવાનુ ધ્યેય ધરાવે છે.

 

 

 

નાગાલેન્ડ પોલીસે  હેરોઇન નેટવર્કનો પર્દાફાશ કર્યોઃ બે લોકોની ધરપકડ

કોહિમાઃ નાગાલેન્ડમાં પૂર્વોત્તરનાં રાજ્યો અને પંજાબથી સંકળાયેલા ડ્રગ્સની દાણચોરીના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે કહ્યું હતું કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમના પર રૂ. 400 કરોડના મૂલ્યની આશરે 60 કિલોગ્રામ હેરોઇનની દાણચોરીનો સંદેહ છે. મણિપુરના બે ડ્રગ દાણચોરોની કોહિમા જિલ્લાના સેચુ જુજ્બાથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી હેરોઇન જપ્ત કરવામાં આવી હતી.

નાગાલેન્ડના પોલીસ વડા રૂપિન શર્માએ કહ્યું હતું કે તેમણે પૂર્વોત્તરનાં રાજ્યો અને પંજાબની વચ્ચે ચાલતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ બે લોકોની તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે બંને આરોપીઓ પર વર્ષમાં આશરે રૂ. 400 કરોડના મૂલ્યની 60 કિલોગ્રામ હેરોઇનની દાણચોરી કરવાનો સંદેહ છે. પોલીસે અત્યાર સુધી 12 લોકોની ધરપકડ કરી છે, જે આંતરરાજ્ય ડ્રગ નેટવર્કનો હિસ્સો છે.

તેમણે કહ્યું હતું કે નેટવર્ક મુખ્યત્વે નાગાલેન્ડ, મણિપુર, આસામ, અરુણાચલ પ્રદેશ, પંજાબ અને દેશનાં અન્ય રાજ્યોમાં સક્રિય છે. આ વર્ષે જાન્યુઆરીમાં શર્માના DGP બન્યા પછી નાગાલેન્ડ પોલીસે ડ્રગ્સની દાણચોરીની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. પોલીસે કહ્યું હતું કે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સટેન્સ (NDPS) અધિનિયમના સંબંધમાં અત્યાર સુધી 318 કેસ નોંધવામાં આવ્યા છે અને 456 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

 

 

 

 

કોરાનાના 252 નવા કેસો, એકનું મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 252 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,03,593 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,309 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,69,336 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 145 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1185 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,78,611 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 138 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

સંસદ સુરક્ષાવ્યવસ્થા છેદનો મુખ્ય કાવતરાખોર કોઈ અલગ છેઃ દિલ્હી પોલીસ

નવી દિલ્હીઃ ગઈ કાલે અત્રેના સંસદભવનમાં બે અજાણ્યા શખ્સે સુરક્ષા વ્યવસ્થાને ભેદીને કરેલા સ્મોક હુમલાના બનાવમાં દિલ્હી પોલીસે કડક એવા ગેરકાયદે પ્રવૃત્તિઓ (પ્રતિબંધ) કાયદા (UAPA) હેઠળ કેસ નોંધ્યો છે. ગઈ કાલે લોકસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કલાકની કાર્યવાહી ચાલુ હતી એ વખતે સાગર શર્મા અને મનોરંજન ડી. નામના બે શખ્સ મુલાકાતીઓની ગેલેરીમાંથી કૂદીને લોકસભા ચેંબરમાં ઘૂસી ગયા હતા અને ગેસ ભરેલા બે કેનિસ્ટર (ડબ્બા) ફેંક્યા હતા જેને કારણે ગૃહમાં પીળા રંગનો ધૂમાડો ફેલાઈ ગયો હતો. કેટલાક સાંસદોએ બંને પકડી લીધા હતા.

એ જ વખતે સંસદભવનની બહાર પણ બે જણે કેનિસ્ટર્સમાંથી રંગીન ગેસ છોડ્યો હતો અને તાનાશાહી નહીં ચલેગી નારા લગાવ્યા હતા. પોલીસે આ બનાવના સંદર્ભમાં કુલ છ જણ સામે કેસ નોંધ્યો છે અને પાંચની ધરપકડ કરી છે. એક જણ ફરાર છે.

પોલીસે ઈન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ છ ગુનેગારોના એક ગ્રુપ સામે ક્રિમિનલ ષડયંત્ર, ઘૂસણખોરી, રમખાણો કરાવવાના ઈરાદે ઉશ્કેરણીજનક નારા લગાવવા, જાહેર કાર્યક્રમો વખતે સરકારી કર્મચારીઓને એમની ફરજ બજાવતા રોકવા, સરકારી કર્મચારીઓને એમની ફરજ બજાવતા રોકવા ક્રિમિનલ બળનો ઉપયોગ કરવા કે હુમલો કરવાના ગુના નોંધ્યા છે. આ ઉપરાંત UAPA કાયદાની બે કલમ હેઠળ પણ કેસ નોંધ્યા છે.

પોલીસનું કહેવું છે કે આ નિયોજીત હુમલાનો મુખ્ય કાવતરાખોર કોઈક અલગ છે. ગુનેગારોએ બુધવારના હુમલા પૂર્વે સંસદભવનની રેકી કરી હતી. તેઓ ઈન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત એકબીજાના સંપર્કમાં રહેતા હતા.

પોલીસે મૈસૂરુનિવાસી મનોરંજન ડી. લખનઉ નિવાસી સાગર શર્મા, હરિયાણાના જિંદ શહેરની નિવાસી નીલમ, મહારાષ્ટ્રના લાતૂરના નિવાસી અમોલ શિંદે અને ગુરુગ્રામના રહેવાસી વિક્રમ ઉર્ફે વિક્કી શર્માની ધરપકડ કરી છે. લલિત ઝા નામનો છઠ્ઠો ગુનેગાર ફરાર છે. એને પકડવાના પ્રયાસો ચાલુ છે.

હિન્દૂ અમેરિકન લોકો દીવડા પ્રગટાવીને રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગ ઉજવશે

શિકાગોઃ અમેરિકામાં વસતાં હિન્દૂ લોકોએ નક્કી કર્યું છે કે આવતા મહિને, 22 જાન્યુઆરીએ, અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન કરાશે એ દિવસે તેઓ અમેરિકામાં પોતપોતાનાં ઘરમાં ઓછામાં ઓછા પાંચ દીવડા પ્રગટાવશે અને પાવન-યાદગાર પ્રસંગની ઉજવણી કરશે. ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપ રામલલાને 22 જાન્યુઆરી 2024ના રોજ તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે.

હિન્દૂ સમાજનાં લોકોએ તે પવિત્ર પ્રસંગ નિમિત્તે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન યોજવાનું પણ નક્કી કર્યું છે. જેમ કે, અમેરિકાના અનેક શહેરોમાં તેઓ કાર રેલી યોજશે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના ભવ્ય પ્રસંગનું લાઈવ સ્ક્રીનિંગ યોજશે, મિલન સમારંભો યોજશે અને પાર્ટીઓ યોજી આનંદ માણશે. શિકાગોમાં વસતા હિન્દૂ સમાજના આગેવાન ડો. ભરત બારાઈનું કહેવું છે કે, ‘અમારા સૌનું સપનું સાકાર થયું છે. આ દિવસ જોવા મળશે એવું અમે જિંદગીમાં ક્યારેય વિચાર્યું પણ નહોતું. એ ઘડી આવી પહોંચી છે. અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનની ઉજવણી કરવાનો સમય આવી ગયો છે.’

22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગ વખતે હાજર રહેવાનું ડો. ભરત બારાઈને મંદિરના સત્તાધિશો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. અમેરિકામાં ઉજવણી કાર્યક્રમોમાં આગેવાની વિશ્વ હિન્દૂ પરિષદ ઓફ અમેરિકા (VHPA) દ્વારા લેવામાં આવી છે. આ સંસ્થાએ જ અમેરિકામાં વસતાં હિન્દૂઓને વિનંતી કરી છે કે તેઓ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગની ઉજવણી રૂપે પોતપોતાનાં ઘરમાં ઓછામાં ઓછા પાંચ દીવડા પ્રગટાવે. ઉજવણી કરવા માટે હિન્દૂ અમેરિકનોમાં ભારે ઉત્સાહ પ્રવર્તે છે. ઘણા અમેરિકન-ભારતીયો ઐતિહાસિક પ્રસંગ નિહાળવા માટે અયોધ્યા જવા વિચારે છે.

સુવિચાર – ૧૪ ડિસેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૧૪ ડિસેમ્બર, ૨૦૨૩

૧૪ ડિસેમ્બર, ૨૦૨૩

૧૪ ડિસેમ્બર, ૨૦૨૩

જીવનમાં સ્પીડબ્રેકર તો આવવાનાં જ…

થોડા સમય પહેલાં જેની પૂર્ણાહુતિ થઈ એ ક્રિકેટ વર્લ્ડ કપમાં રવીન્દ્ર અનિરુદ્ધસિંહ જાડેજાએ તેના ઑલરાઉન્ડ પરફોરમન્સથી સૌને ચકિત કરી દીધા. જામનગર નજીકના નવાગામમાં જન્મેલા રવીન્દ્રના પિતા એક કંપનીમાં સિક્યૉરિટી ગાર્ડ હતા અને માતા નર્સ હતાં. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે જાડેજાપરિવારના પુત્રનો ક્રિકેટર બનવાનો પ્રવાસ સરળ રહ્યો નહોતો. આમ છતાં એણે ભારતીય ક્રિકેટટીમમાં પોતાનું સ્થાન કંડાર્યું. તો 13 વર્ષની વયે આંખોનાં તેજ ગુમાવનાર જર્મનીના એરિક વેનમાયર એવરેસ્ટની ટોચ આંબી ગયા. કારણ? શારીરિક પડકાર હતા, પરંતુ એ તેના ધ્યેયને અંધ નહોતા કરી શક્યા.

વિષમ પરિસ્થિતિમાં એડનમાં સામાન્ય નોકરી કરનાર ધીરુભાઈ અંબાણીને આર્થિક ભીંસ ક્યાં ઓછી હતી? છતાં પરિસ્થિતિની સામે મંડ્યા રહેવાના અભિગમથી ધીરુભાઈ પ્રગતિના પર્વત ચઢી શક્યા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું સામ્રાજ્ય સ્થાપી શક્યા. બીજા વિશ્વયુદ્ધ વખતે જપાનને ક્યાં અગમચેતી મળેલી? પરંતુ પરિસ્થિતિને તાબે થયા વિના સકારાત્મક વલણ રાખીને અને સંપીને સૌ એક દિશામાં આગળ વધ્યા, જેના કારણે જપાન થોડા સમયમાં બેઠું થઈ ગયું.

અમેરિકન લેખક હેન્રી ડેવિડ થોરોએ ગ્રૅજ્યુએટ થયા પછી પ્રોફેસર થવા એક કૉલેજમાં અરજી કરી, તેઓ નપાસ થયા, પરંતુ હાર્યા કે થાક્યા વિના વિઘ્નોનો સામનો કરતા રહ્યા. આજે એ જ કૉલેજમાં, યુનિવર્સિટીમાં થોરોનાં પુસ્તક અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે.

જીવનમાં વિઘ્નો તો આવવાનાં જ. કોઈ તેને રોકી નથી શકવાનું, પરંતુ હા, તેનો સામનો કરીને વિઘ્નને પડકારી જરૂર શકાય. આવા સમયે આપણો અભિગમ જ આપણી પ્રતિભાનું પ્રતિબિંબ છે. કમનસીબે, આજે માણસ આ જગ્યાએ થાપ ખાતો જોવા મળે છે અને આત્મહત્યાના બનાવ વધતા જાય છે.

એક શબ્દમાં જોઈએ તો પડકાર એટલે આવ્હાન. બીજી રીતે કહીએ તો જીવનમાં પ્રતિકૂળ સંજોગોનું ઓચિંતું આગમન. પડકારની અભિવ્યક્તિ જુદી જુદી હોઈ શકે છે. જેમ કે, અકસ્માતમાં શરીરનાં અંગને ખોવાનો વારો આવે તે શારીરિક પડકાર. ધંધામાં આર્થિક ખેંચ ઊભી થાય તે આર્થિક પડકાર અને કુદરત તરફથી આવતી આપત્તિઓ નૈસર્ગિક પડકાર. આમ, લૌકિક ક્ષેત્રે આગળ વધેલી વ્યક્તિઓએ પડકાર સામે ટક્કર ઝીલી તો સફળતા પામ્યા.

હવે એથી જરા આગળ વધીને કહીએ કે, આપણા પોતાના માટે તો આપણે કદાચ ગમે એવી પ્રતિકૂળ પરિસ્થિતિ સામે લડી શકીએ. ધારો કે મુંબઈના ચર્ચ ગેટ વિસ્તારમાં ફોરેનના વિઝા મેળવવા 10 વાગ્યાની ઍપોઈન્ટમેન્ટ છે. તમારે ઈશાન મુંબઈના પરા મુલુંડથી લોકલ ટ્રેનમાં ધસારાના સમયે પ્રવાસ કરીને, દાદર ટ્રેન બદલીને જવાનું છે. પણ જવાનું છે એટલે જવાનું જ છે. હવે આવો જ પ્રવાસ તમારે કોઈ પારકા માટે કરવાનો આવે તો? ગમે એવા ખમતીધરનાં ખમીર ડગી જાય, ખરુંને? હા, એ પારકું પોતીકું હોય એટલે તમે સાવ ના તો પાડી ન શકો, પણ કહો ખરા કે “દોસ્ત, 10ને બદલે બપોરના એકાદ વાગ્યાનું રાખને. પીક અવર્સની ભીડ જરા ઓછી થાય”.

બીજા માટે પણ જરાયે અકળાયા વિના, પડકારોને પડકારનાર હતા વિરલ સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ. જીવનમાં ઘણાં કાર્યો કરનાર આ વિભૂતિનું કોઈ એક કાર્ય મોખરે મૂકવું હોય તો તેઓશ્રીએ કરેલું જનજાગૃતિનું. 1987ના કારમા દુષ્કાળ વખતે મૂક પશુઓ અને તેમના માલિક-ખેડૂતોની વેદનાને પામીને પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતમાં ચાર ઠેકાણે કૅટલકેમ્પ કરેલા. આ પ્રકલ્પમાં જ્યારે આર્થિક ખેંચ ઊભી થઈ ત્યારે સ્વામીશ્રીએ કાર્યકર્તાઓને કહ્યું, “હું ચાર ગામડાં વધુ ફરીશ, પણ આ સેવાકાર્ય તો ચાલુ રાખવાનું જ છે.”

આ કથનમાં એમનો અભિગમ કેટલો હકારાત્મક છે તે જણાય છે. સ્વામીશ્રીએ ખૂબ મક્કમતાથી આર્થિક અને કુદરતી વિઘ્નોને ગણકાર્યા વિના કાર્ય કર્યું છે, તેથી આજે ન કેવળ ગુજરાત પરંતુ આખું વિશ્વ તેઓનું સ્મરણ કરે છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

રાશિ ભવિષ્ય 14/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

સિંહણ વૃક્ષની કાંટાવાળી ડાળી કેમ ચાવતી હશે?

આમતો કહેવત છે કે, “સિંહ કયારેય ઘાંસ ન ખાય” ભૂખ્યો રહે. આપણે કયારેક જંગલમાં જઈએ ત્યારે સિંહ કે સિંહણ કાંટાવાળી વૃક્ષની ડાળીને ચાવતા દેખાય તો ઘણુ આશ્ચર્ય થાય કે આ સિંહ કે સિંહણ કાંટાવાળી ડાળીને કેમ ચાવતા હશે?.

હકીકત એ છે કે માણસની જેમ સિંહ-સિંહણને પણ દાંતમાં શિકારના હાડકાની કરચ કે અન્ય કોઈ પદાર્થ ફસાઈ જાય તો દાંતની સફાઈ માટે આ રીતે ચોક્કસ પ્રકારના કાંટાવાળી ડાળીને ચાવતા હોય છે અને દાંતમાં ફસાયેલ પદાર્થને બહાર કાઢવા પ્રયત્ન કરે છે.