Home Blog Page 2202

રાશિ ભવિષ્ય 25/12/2023 થી 31/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.


લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.


સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબ માં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


મિલન મુલાકાત કે હરવા ફરવા માં સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસ ના કોઈ જાહેર કાર્યક્રમ માં જવા ના યોગ છે તેમાં તમારી હાજરી નું વર્ચસ્વ પણ દેખાય.બજાર ના કામકાજ માં તમને ઉત્સાહ અને નવીન કાર્ય કરવા ની વૃતિ જાગે. યુવા વર્ગ ને તેમના મિત્ર વર્તુળ માંથી સારી જાણકારી કે વાત સંભાળવા મળે તેમજ મિત્ર વર્તુળ માંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખત થી કોઈ વાત મન માં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારો ની માયાજાળ માં ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજાર ના કામકાજ માં ધીરજ નો અને અનુભવ નો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજ માં દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફ થી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુ ભક્તિ માં ધ્યાન અને મન પોરવી રાખો તો ઘણી માનશીક શાંતિ નો અનુભવ કરી શકો.


મન ની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગી ની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિક કાર્ય માં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજાર ના કામકાજ માં કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસ માં વધારો કરી શકે છે. ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદ ની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થી વર્ગ કે યુવા વર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાય માં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.


વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્ન ની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવા વર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવા માં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજાર ના કામકાજ માં ગણતરી અને આયોજન પૂર્વક ના કામકાજ માં પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ ના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ ઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.


જાહેર જીવન માં તમને લોકો વચ્ચે થોડી મજાક મસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈ ની લાગણી ના દુભાય કે કોઈ ની ઉશ્કેરાટ ના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીક ના સગા સ્નેહી માં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવા ની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજાર ના કામકાજ માં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.


ધીરજનો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગ થી દુર રેહવાની જરૂર છે જેથી ખોટી વાત માં દોરવાઈ ના જવાય. બજાર ના કામકાજ માં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈ પણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પેહલા વિચાર કરવો જરૂ છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.


યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારા માં ધાર્મિક ભાવના,વધુ જાગે લોક કલ્યાણ ના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવા માં અઘરો પડતો હોય તો તે વિષય શીખવા માં વધુ મહેનત કરવાથી સરાફ ફળ ની પ્રાપ્તિ થઇ શકે છે.બજાર ના કામકાજ માં લાભ ની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્ન માટે ની વાતચીત ગોઠવવી અને તેમાં મિલન મુલાકાત કરવી તેમાં કોઈ નો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.


કામકાજ માં વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજ માં સમય નો વ્યય પણ વધુ થઇ શકે કોઈ નો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામ માં રચ્યા પચ્યા રેહવું વધુ યોગ્ય છે. બજાર માં કામકાજ દરમિયાન નિર્ણય શક્તિ નો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘર માં વડીલ વર્ગ કે ઓફીસ માં ઉપરી અધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવા ની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભ ની વાત ની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગા સ્નેહી સાથે મિલન મુલાકાત માં તમે તમારી કોઈ ગમતી વાત સંભાળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજાર ના કામકાજ માં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગ ક્ષેત્ર માં તમારી જૂની મિલન મુલાકાત ની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ નું આયોજન સંભવિત બની શકે છે.  પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલ વર્ગ ને જુના સંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.

રાશિ ભવિષ્ય 25/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

પતંગના માંજાથી ગળું ચીરાઈ જતાં પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ

મુંબઈઃ અહીંના સાંતાક્રુઝ (પૂર્વ)ના વાકોલા વિસ્તારમાં ગઈ કાલે એક દુઃખદ ઘટના બની હતી. એક પોલીસ કોન્સ્ટેબલ એમની ફરજ પૂરી થયા બાદ પોતાની મોટરસાઈકલ પર એમના ઘેર પાછા ફરતા હતા ત્યારે પતંગના માંજાથી એમનું ગળું ચીરાઈ જતાં એમનું મૃત્યુ નિપજ્યું હતું. સમીર જાધવ નામના કોન્સ્ટેબલ વરલી વિસ્તારની બીડીડી ચાલમાં રહેતા હતા. તેઓ ગોરેગાંવ (પૂર્વ)ના દિંડોશી પોલીસ સ્ટેશનમાં બીટ માર્શલ તરીકે ફરજ બજાવતા હતા. ગઈ કાલે બપોરે તેઓ એમની ફરજ પૂરી થયા બાદ એમની મોટરસાઈકલ પર એમના ઘેર જતા હતા ત્યારે વાકોલા પૂલ પર અચાનક એમની સામે એક પતંગનો માંજો આવ્યો હતો. જોતજોતામાં તે માંજો એમના ગળા ફરતે વીંટળાઈ ગયો હતો અને એમનું ગળું ચીરાઈ ગયું હતું. ગળામાંથી ખૂબ લોહી વહેવા લાગ્યું હતું. એમણે માંજો કાઢવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો, પણ એમ કરવા જતાં તેઓ મોટરસાઈકલ પરથી નીચે પડી ગયા હતા અને ગંભીર રીતે જખ્મી થયા હતા. અમુક રાહદારીઓએ તરત જ ખેરવાડી પોલીસને તેની જાણ કરી હતી.

પોલીસ જવાનો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં પડેલા સમીર જાધવને સાયન હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં ડોક્ટરોએ જાધવને મૃત ઘોષિત કર્યા હતા. જાધવના ખિસ્સામાંથી મળેલા ઓળખપત્રના આધારે દિંડોશી પોલીસ સ્ટેશન તથા જાધવના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

આજે ‘સુશાસન દિવસ’; ભૂતપૂર્વ PM સ્વ. વાજપેયીને શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે 25 ડિસેમ્બરનો દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ જ તારીખે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનો જન્મદિવસ પણ છે. તેથી વાજપેયીના નેતૃત્ત્વ તથા સમાજને એમણે આપેલા યોગદાન બદલ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સત્તા સંભાળી ત્યારથી દર વર્ષની 25 ડિસેમ્બરનો દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવે છે. મોદી સરકારે 2014ની 23 ડિસેમ્બરે વાજપેયીને ‘ભારત રત્ન’ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા. સાથોસાથ, જાહેરાત કરી હતી કે હવેથી દર વર્ષે દેશમાં 25 ડિસેમ્બરનો દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવશે.

સુશાસન દિવસે સરકારની જવાબદારીઓ અને ફરજો વિશે નાગરિકોને શિક્ષિત-જાગ્રત કરવામાં આવે છે. આની પાછળનો હેતુ નાગરિકો અને સરકાર વચ્ચેનું અંતર દૂર કરવાનો છે અને બંને પક્ષ તરફથી સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે. સરકાર 19 ડિસેમ્બરથી જ સુશાસન સપ્તાહ ઉજવણી શરૂ કરે છે. સપ્તાહ-લાંબા કાર્યક્રમનું 25 ડિસેમ્બરે સમાપન થાય છે. આ સપ્તાહ દરમિયાન સરકારના વિવિધ વિભાગો દ્વારા વહીવટીય સુધારા તથા જનતા તરફથી કરવામાં આવેલી ફરિયાદોનું નિવારણ કરવામાં આવે છે. એ માટે સેમિનાર, સંમેલનોનું આયોજન કરાય છે.

વાજપેયીનો જન્મ 1924ની 25 ડિસેમ્બરે થયો હતો. તેઓ ભારતના રાજકારણના દિગ્ગજ નેતા હતા અને દેશના 10મા ક્રમના વડા પ્રધાન બન્યા હતા. એમણે વડા પ્રધાન પદ ત્રણ વખત સંભાળ્યું હતું – 1996માં 13 દિવસની મુદત, 1998-1999 દરમિયાન 13 મહિનાની મુદત અને 1999-2004 સુધી પાંચ વર્ષની મુદત. વડા પ્રધાન તરીકે પાંચ વર્ષની મુદત પૂરી કરનાર તેઓ દેશના પહેલા બિન-કોંગ્રેસી નેતા બન્યા હતા. તેઓ દૂરદર્શી રાજનેતા, સાચા દેશભક્ત અને પ્રખર વક્તા હતા. ઉત્તમ કવિ અને લેખક પણ હતા. સંસદસભ્ય તરીકેની એમની કારકિર્દી પાંચ દાયકાથી લાંબી રહી હતી. લોકસભામાં તેઓ 10 વખત અને રાજ્યસભામાં બે વખત ચૂંટાઈ આવ્યા હતા. તેઓ લખનઉ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. 2009માં નાદુરસ્ત તબિયતને કારણે તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા હતા.

સુવિચાર – ૨૫ ડિસેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૨૫ ડિસેમ્બર, ૨૦૨૩

૨૫ ડિસેમ્બર, ૨૦૨૩

૨૫ ડિસેમ્બર, ૨૦૨૩

પંચાંગ 25/12/2023

અરબાઝ ખાન કરશે બીજા લગ્ન, શૌરા ખાન સાથે ફરશે સાત ફેરા

દિલનું બાળપણ છે, ઉંમર 56 વર્ષની છે, અરબાઝ ખાન ફરીથી ઘોડા પર સવારી કરવા તૈયાર છે, મલાઈકાથી છૂટાછેડા અને GF જ્યોર્જિયા સાથે બ્રેકઅપ બાદ લગ્નનો તાવ ફરી ચડ્યો છે. શહનાઈ ટૂંક સમયમાં ખાન પરિવારમાં ભજવવામાં આવશે. જી હા, સલીમ ખાનનો પુત્ર અને સલમાન ખાનનો નાનો ભાઈ અરબાઝ ખાન બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. અરબાઝે 6 વર્ષ પહેલા મલાઈકા અરોરાથી છૂટાછેડા લીધા હતા, ત્યારબાદ તે જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથેની નિકટતાને કારણે હેડલાઈન્સમાં રહ્યો હતો. પરંતુ, થોડા વર્ષો સુધી જ્યોર્જિયાને ડેટ કર્યા બાદ અરબાઝે પણ તેની સાથે બ્રેકઅપ કરી લીધું હતું. હવે 56 વર્ષના અરબાઝના જીવનમાં પ્રેમ ફરી આવ્યો છે અને અભિનેતા તેની સાથે લગ્ન કરવા તૈયાર છે. અરબાઝ તેની ગર્લફ્રેન્ડ શૌરા ખાન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. એટલું જ નહીં, અરબાઝ ખાનના લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે અને તેની સાથે ખાન પરિવારમાં નવી દુલ્હનના સ્વાગતની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

એકબીજાને સારી રીતે જાણ્યા બાદ હવે તેઓ લગ્ન કરીને તેમના જીવનની સફર શરૂ કરવા માટે તૈયાર છે. એક અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે – અરબાઝ અને શૌરાના લગ્ન અર્પિતા ખાન અને આયુષ શર્માના ઘરે થશે. અરબાઝ-શૌરાના લગ્નમાં ફક્ત તેમનો પરિવાર અને કેટલાક નજીકના લોકો જ હાજરી આપવાના છે. જ્યાં કપલ તેમના પ્રેમીજનો વચ્ચે લગ્નની ઉજવણી કરશે. જો કે, હજી સુધી ખાન પરિવારમાંથી કોઈએ આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ તેનો પણ ઇનકાર કરવામાં આવ્યો નથી.

ગત રાત્રે અરબાઝ મુંબઈમાં એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. જ્યાં તેને લગ્ન અંગે પ્રશ્નો પૂછ્યા હતા. લગ્નનો પ્રશ્ન સાંભળીને અભિનેતા શરમાવા લાગ્યો અને બધાને શાંત રહેવા કહ્યું. અરબાઝે હસીને કહ્યું કે શૌરા સાથે લગ્નના સમાચાર ખોટા નથી. તમને જણાવી દઈએ કે અરબાઝના પહેલા લગ્ન મલાઈકા સાથે થયા હતા. પરંતુ બંને 2017માં અલગ થઈ ગયા હતા. આ પછી તે એક્ટ્રેસ અને મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે સંબંધમાં આવી ગયો. પરંતુ અરબાઝ અને જ્યોર્જિયા વચ્ચેના સંબંધો પણ કામ ન કરી શક્યા. હવે ચાહકો અરબાઝ અને શૌરાના લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યા છે.

મુકેશ અંબાણીની કંપનીનીએ રોકાણકારોને કરાવી છપ્પરફાડ કમાણી

ગત સપ્તાહ શેરબજારમાં ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ટોપ-10 કંપનીઓમાંથી સાતના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ત્રણ કંપનીઓએ તેમના રોકાણકારોને મોટો નફો કર્યો હતો. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શેરધારકોને લાભ આપવાના મામલે ટોચ પર છે. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના રોકાણકારોએ ગયા સપ્તાહના પાંચ ટ્રેડિંગ દિવસોમાં લગભગ રૂ. 50,000 કરોડની કમાણી કરી છે. પીટીઆઈ અનુસાર, આ સમયગાળા દરમિયાન રિલાયન્સની માર્કેટ મૂડી (રિલાયન્સ MCap)માં રૂ. 47,021.59 કરોડનો વધારો થયો છે. આ પછી કંપનીનું મૂલ્ય પણ વધીને રૂ. 17,35,194.85 કરોડના સ્તરે પહોંચી ગયું છે. આ આંકડા સાથે મુકેશ અંબાણીની પેઢી મૂલ્યની દ્રષ્ટિએ નંબર-1 બની છે.

આ કંપનીઓએ મજા પણ પૂરી પાડી હતી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત, જે બે કંપનીઓનું બજાર મૂલ્ય વધ્યું છે તેમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) અને HDFC બેંક, ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન જ્યારે HUL MCap રૂ. 12,241.37 કરોડ વધીને રૂ. 6,05,043.25 કરોડે પહોંચ્યો હતો, ત્યારે HDFC બેન્કનું માર્કેટ કેપ રૂ. 11,049.74 કરોડનો વધારો નોંધાવ્યો હતો અને વધીને રૂ. 12,68,143.20 કરોડ થયો હતો.

TCS સહિતની આ કંપનીઓએ નાણાં ગુમાવ્યા

હવે જો આપણે એવી કંપનીઓ વિશે વાત કરીએ કે જેઓ તેમના રોકાણકારોની મહેનતથી કમાણી કરે છે, તો ICICI બેંકનું નામ સૌથી પહેલા આવે છે, જેની માર્કેટ કેપ ગયા સપ્તાહે રૂ. 30,235.29 કરોડનો ઘટાડો નોંધાવ્યો હતો અને તે નીચે આવ્યો છે. 6,97,095.53 કરોડ રૂપિયા રહ્યા. આ પછી ટાટા ગ્રુપની IT કંપની TCSનું માર્કેટ કેપ 12,715.21 કરોડ રૂપિયા ઘટીને 13,99,696.92 કરોડ રૂપિયા થઈ ગયું છે. દેશની સૌથી મોટી બેંક SBIનું મૂલ્ય પણ ઘટીને રૂ. 5,68,185.42 કરોડ થયું હતું અને રોકાણકારોને રૂ. 10,486.42 કરોડનું નુકસાન થયું હતું. માર્કેટ કેપમાં ઘટાડા સાથે અન્ય કંપનીઓમાં, ઈન્ફોસિસ (ઈન્ફોસિસ MCap)નું મૂલ્ય રૂ. 7,159.5 કરોડ ઘટીને રૂ. 6,48,298.04 કરોડ થયું હતું, ITC MCap રૂ. 3,991.36 કરોડ ઘટીને રૂ. 5,67,645.03 કરોડ થયું હતું, જ્યારે ભારતીનું એરએમસીએપ રૂ. 2,108.17 કરોડથી રૂ. 5,56,134.58 કરોડ બાકી. ટોપ-10 કંપનીઓમાં સામેલ LICનું માર્કેટ વેલ્યુએશન રૂ. 2,087.25 કરોડ ઘટીને રૂ. 5,01,635.57 કરોડ થયું હતું.

સેન્સેક્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું

ગયા અઠવાડિયે, સતત વધારા વચ્ચે, BSE સેન્સેક્સમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને તે 376.79 પોઈન્ટ અથવા 0.52 ટકા ઘટ્યો હતો. બજાર મૂલ્ય અનુસાર દેશની ટોચની 10 કંપનીઓ વિશે વાત કરીએ તો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ટોચ પર હતી, ત્યારબાદ અનુક્રમે TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર (HUL), સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI), ITC, એરટેલ અને LIC.

Birthday : અનિલ કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાર દાયકાની શાનદાર સફર કરી

અનિલ કપૂરે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાર દાયકાની શાનદાર સફર કરી છે. 66 વર્ષની ઉંમરે પણ અનિલ કપૂર ફિલ્મોમાં ખૂબ જ સક્રિય છે. તેને હજુ પણ ફિલ્મોમાં સારી ભૂમિકાઓ મળે છે અને તે તેને ખૂબ સારી રીતે ભજવે છે. અનિલ કપૂર આજે જે સ્થાને પહોંચ્યા છે તે કોઈ પરિચયની જરૂર નથી. પરંતુ પ્રખ્યાત નિર્માતા સુરિન્દર કપૂરનો પુત્ર હોવા છતાં અનિલ કપૂર માટે શરૂઆતના વર્ષો સરળ નહોતા. અનિલ કપૂરે હાલમાં જ કહ્યું હતું કે તેના પિતાએ સ્પષ્ટ કહ્યું હતું કે તેની મદદ વિના આ ઈન્ડસ્ટ્રીમાં તેણે પોતાનો રસ્તો બનાવવો પડશે. અનિલ કપૂરની ફિલ્મ જર્ની પરથી જાણવા મળ્યું કે સ્ટાર કિડ હોવા છતાં તેની સફર પડકારજનક હતી. એક ઈન્ટરવ્યુમાં અનિલ કપૂરે તેના પિતા સુરિન્દર કપૂરને યાદ કર્યા, જેનું 2011માં નિધન થયું હતું. તેમના પિતાને પ્રામાણિક, શિષ્ટ અને અંતર્મુખી વ્યક્તિ તરીકે વર્ણવતા અનિલ કપૂરે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ રૂઢિચુસ્ત, ફિલ્મી કે આક્રમક નથી.

પિતાએ અનિલ કપૂરને મદદ ન કરી

અનિલ કપૂરે શેર કર્યું કે તેના પિતાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તે તેની કારકિર્દીને આગળ વધારવા માટે કંઈ કરી શકે તેમ નથી. અને રસપ્રદ રીતે અભિનેતાએ ક્યારેય આ પ્રકારની મદદ મેળવવાની અપેક્ષા રાખી નથી. તેમના પિતાના આ નિવેદનથી અનિલ કપૂરને તેમના અંતરાત્મા પર વિશ્વાસ કરવાની પ્રેરણા મળી. તેમના પિતા પાસેથી આ સાંભળ્યા પછી અનિલ કપૂરને સમજાયું કે તેમના માટે ફિલ્મ ઉદ્યોગમાં સ્વતંત્ર રીતે કામ કરવાનો અને હિંમતભેર પડકારોનો સામનો કરવાનો સમય આવી ગયો છે. જો કે, ફિલ્મ ઉદ્યોગમાં અનિલ કપૂરની સફર એટલી સરળ ન હતી જેટલી કોઈની અપેક્ષા હતી. તકોના અભાવે તેને ઘણી અસર કરી કારણ કે તે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માંગતો હતો. તેણે કહ્યું, “તે કંટાળાજનક, નિરાશાજનક હતું. હું વધુ ખરાબ દેખાતો હતો, મને વધુ ખરાબ લાગતું હતું. હું મારા મિત્રો સાથે બેસીને રમ પીતો હતો. હું કડવાશથી ભરાઈ ગયો હતો. જો કે, તેણે તે હતાશા અને કડવાશને પોતાના કામમાં સમાવી લીધી. આરાગી અને મશાલ જેવી ફિલ્મો તેની દબાયેલી લાગણીઓને વ્યક્ત કરવાનું માધ્યમ બની.

‘એનિમલ’ની સફળતાનો આનંદ માણી રહ્યો છું

અનિલ કપૂરે તેલુગુ ફિલ્મ ‘વંશ વૃક્ષમ’થી તેની અભિનય યાત્રા શરૂ કરી હતી. જો કે આ પહેલા તેણે હિન્દી ફિલ્મ ‘હમારે તુમ્હારે’માં નાનો રોલ કર્યો હતો. જોકે, અનિલ કપૂરને તેની વાસ્તવિક ઓળખ 1983માં આવેલી ફિલ્મ ‘વો સાત દિન’થી મળી હતી. ત્યારપછી અનિલ કપૂરે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે, જેની સફર હજુ અટકી નથી. અભિનેતા હાલમાં સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત હિટ ફિલ્મ ‘એનિમલ’ સાથે તેની તાજેતરની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાન્ના અને બોબી દેઓલ જેવા ઘણા સ્ટાર્સ સામેલ છે.