ફેબ્રુઆરી આવતા જ મોટાભાગના ઘરોનું વાતાવરણ બદલાઈ જાય છે. મહત્વના કામો મોકૂફ રાખવામાં આવે છે. મમ્મી-પપ્પાનું ધ્યાન માત્ર બાળકોની પરીક્ષા પર જ કેન્દ્રિત થઈ જાય છે. હેલ્ધી ફૂડ, પૂરતી ઊંઘ અને ઘોંઘાટ વગરનું શાંત વાતાવરણ હવે જરૂરી બની જાય છે, કેમ કે તેમના બાળકનું ભવિષ્ય બોર્ડ પરીક્ષાઓ પર આધારિત છે—એમ તેઓ માને છે. તેમને ખબર છે કે જો કંઈપણ ગડબડ થશે તો તેની સીધી અસર પરિણામ પર પડશે.
કમનસીબે, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં બાળકોની કાબેલિયત માત્ર એક માર્કશીટ પરના ગુણોથી આંકવામાં આવે છે, જ્યાં નક્કી થાય છે કે તે ભવિષ્યમાં શું બનશે. ખેર, આ બધું આપણા હાથમાં નથી હોતું, પરંતુ જે આપણા હાથમાં છે તે એ છે કે આપણે શું કરવાનું છે.
આપણું મગજ કેવી રીતે શીખે છે
આપણા મગજના કોષો, એટલે કે ન્યુરોન, એવી રીતે કાર્ય કરે છે કે તેઓ લાંબા ગાળે એકધારું ભણવા કરતાં નાનાં-નાનાં અંતરાલમાં શીખેલી વસ્તુઓ વધુ સારી રીતે યાદ રાખી શકે છે. તેને Spaced Repetition કહેવામાં આવે છે. સ્ટેનફોર્ડ અને હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસોમાં સાબિત થયું છે કે 10-12 કલાક સતત ભણવા કરતાં 45 મિનિટના સત્ર બાદ બ્રેક લઈ પુનરાવર્તન કરવાથી મગજ વધુ અસરકારક રીતે માહિતી સંભાળી શકે છે.
એવી જ રીતે Active Recall—જેમાં પોતાને પ્રશ્નો પૂછીને તેના જવાબો લખવામાં આવે—અભ્યાસની ઉત્તમ પદ્ધતિ માનવામાં આવે છે.
તણાવ કેટલો જરૂરી?
તણાવ હંમેશા નુકસાનકારક જ હોય એવું નથી. સામાન્ય ચિંતા આપણા મનની એક સ્વાભાવિક પ્રક્રિયા છે, જે આપણને સજાગ રાખે છે અને પ્રદર્શન સુધારવામાં મદદ કરે છે. પરંતુ જો તેની અસર ઊંઘ અને ખોરાક પર પડવા લાગે, તો ચેતવું જરૂરી છે.
તે માટે પ્રાણાયામ, હળવી કસરત કે થોડો વિરામ લેવો લાભદાયક સાબિત થઈ શકે છે. ઘણી વખત વધુ ટેન્શનને કારણે બ્લડ પ્રેશર પર અસર પડે છે, ત્યારે લીંબુ શરબત કે વિટામિનવાળા પીણાં લેવાથી તાજગી અનુભવાઈ શકે છે.
તુલનાત્મક અભિગમ કેટલો નુકસાનકારક?
ભણવાના મહત્વના દિવસો લગભગ પસાર થઈ ગયા છે; હવે જે છે તે આપણે જાણીએ જ છીએ. પરંતુ આ સમયે બીજાઓ સાથે તુલના કરવી ટાળવી જોઈએ. ખાસ કરીને માતા-પિતાએ પોતાના જમાનાની વાતો યાદ કરીને દબાણ ન બનાવવું જોઈએ.
તેના બદલે, “હવે શું કરી શકાય?” તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ લાભદાયક છે. કારણ કે બોર્ડ પરીક્ષા આપણી ક્ષમતાનો આખરી નિર્ણય નથી. માતા-પિતાએ બાળકોને સકારાત્મક રીતે પ્રેરણા આપવી જોઈએ.
માર્કશીટની બહારની દુનિયા
બોર્ડ પરીક્ષા એ અનુશાસન અને શીખવાનો અવસર છે. અહીંથી અનુભવ મેળવી આગળ વધી શકાય છે, શિસ્ત અને સિસ્ટમના પાઠ શીખી શકાય છે. આ કોઈ ભયજનક અંત નથી જ્યાં બધું સમાપ્ત થઈ જાય; આ તો એક વ્યવસ્થા છે જ્યાં પોતાની ક્ષમતાને ઓળખીને આગળ વધુ મહેનત કરી શકાય છે.
જો તમારા બાળકો પણ બોર્ડ પરીક્ષા આપી રહ્યા હોય, તો તેમને નવા દૃષ્ટિકોણથી સમજાવો કે જીવનની સાચી પરીક્ષાઓના કોઈ સમયપત્રક કે નિશ્ચિત સ્થળ નથી હોતાં. તે તો જીવનમાં અચાનક આવી જાય છે. આ પરીક્ષા તો માત્ર એક વ્યવસ્થા છે—અહીં માર્ક્સ કરતાં સકારાત્મક અભિગમ વધુ મહત્વનો છે, જે કોઈપણ મુશ્કેલ પડાવ પાર કરવામાં મદદરૂપ બની શકે છે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)
એકાદ નવાં ઠેકાણાં-પર્યટન સ્થળે જવાનું હોય તો તે પર્યટન સ્થળ વિશે જે કાંઈ સાંભળ્યું હોય, નેટ પર જોયું હોય, અભ્યાસ કર્યો હોય તે બધું હું મનમાંથી કાઢી નાખવાનો એક નવો પ્રયોગ હાલમાં હું પોતાની પર કરી રહી છું. મનની પાટી સંપૂર્ણ ધોઈ લૂછીને કોરી કરકરતી કરવાની અને નવી નવલાઈથી, અનોખા કુતૂહલથી અને જિજ્ઞાસુ માનસિકતાથી તે પર્યટન સ્થળ પર સવારી કરવાની. જે જે દેખાય, અનુભવવા મળે તે લેતા રહેવાનું, તેનું નિરીક્ષણ પરીક્ષણ અવલોકન બધું જ કરતા રહેવાનું અને કોઈ પણ પૂર્વગ્રહ વિના તે પર્યટન સ્થળનો આનંદ લેવાનો. આ પ્રયોગ મેં મારા થોડા મહિના પૂર્વેના આર્જેન્ટિનાના પ્રવાસમાં કર્યો. વીણા વર્લ્ડની પહેલી જાહેરાતમાં, એટલે કે, બાર વર્ષ પૂર્વે અમે પેરિતો મોરેનો ગ્લેશિયરનો ફોટો વાપર્યો હતો અને પર્યટકોના મનમાં, `આહાહા! ક્યાંનો ફોટો છે આ?’ એવું કુતૂહલ જાગૃત કર્યું હતું.
બાર વર્ષ થયા આ જાહેરાતને, પરંતુ તે ગ્લેશિયર જે આર્જેન્ટિનામાં એલ કાલાફાતેલા છે ત્યાં કાંઈ જવાનું થયું નહોતું. એકાદ તીર્થક્ષેત્રે જવાની જેમ ઈચ્છા હોય તેવી મને આ નિસર્ગ ક્ષેત્રે જવાની ઈચ્છા હતી. આટલું વર્લ્ડ ફેમસ ગ્લેશિયર ધરાવતા આ ગામ અલાસ્કામાંના અથવા આલ્પ્સમાંના એકાદ ગામની જેમ હશે એ કોઈ પણ પર્યટકોની જેમ મારી અપેક્ષા હતી. દુનિયાની ટોચ પરના ઉશુઆયા પરથી અમે જ્યારે એલ કાલાફાતે એરપોર્ટમાં ઊતર્યાં ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે મારી અપેક્ષા અને વાસ્તવિકતામાં પ્રચંડ તફાવત હતો. એટલે કે, કોમનસેન્સ હતું અને અમારી ટુરમાં આ અનેક વાર અમે પર્યટકોને બતાવીએ છીએ, તેમના સહેલગાહ કાર્યક્રમમાંની કોપીઝ મેં અનેક વાર લખી છે પણ મનની પાટી સંપૂર્ણ કોરી કરી હતી ને. અલાસ્કા અને આલ્પ્સના સ્વપ્નરંજનમાંથી હું ડાયરેક્ટ્લી એલ કાપાફાતેના રણ પ્રદેશમાં ફેંકાઈ ગઈ હતી. ડ્રાયેસ્ટ ડેઝર્ટે અમારું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી ગામ પચીસ કિલોમીટર્સના પ્રવાસમાં હું સુધીરને વારંવાર કહેતી હતી, “સુધીર, મને એમ શા માટે લાગે છે કે અહીં આવી ગયાં છીએ? આ બધું મને બહુ પરિચિત લાગી રહ્યું છે, પોતીકું લાગી રહ્યું છે. હું ગત જન્મમાં તો…? તેની પર સુધીરે મને એવો કાંઈ લૂક આપ્યો કે મેં મારી બડબડ બંધ કરી અને વિચાર કરવા લાગી. તે સમયે મારા ધ્યાનમાં આવ્યું કે `અરે આ તો આપણા લેહ લડાખની પ્રતિકૃતિ છે.’ લેહ લડાખમાં મેં કેટલી ફેરી કરી છેતેની કોઈ ગણતરી નથી. અગાઉ લેહની ભૂમિમાંહું પગમાં ભીંગરી લગાવી હોય તેમ ભટકી છું, સેમ લેન્ડસ્કેપ ફક્ત પેરિતો મોરેનો અથવા ત્યાંના અનેક ભવ્ય સ્નો ગ્લેશિયર્સ જેવા ગ્લેશિયર્સ ત્યાં નથી. જોકે તે વિવિધરંગી પર્વમાળા, તેમના માથા પરનો બરફ, ક્યાંક વચ્ચેથી જ દેખાતી લીલોતરી, વિશાળ લેક્સ, બધું જાણે જેવુંનું તેવું. સો, ગત જન્મમાં નહીં પણઆ જ જન્મમાં મેં દુનિયાના બે છેડા પર, હજારો માઈલ પર, એરિયલ ડિસ્ટન્સ કહીએ તો સત્તર હજારકિલોમીટર્સ પર એકદમ સેમ-સેમ બાબતોનો નુભવ લેતી હતી અને નિસર્ગની અનોખી અપ્રતિમ સમાનતાથી આશ્ચર્યચકિત થતી હતી.
એક વાર હું અલાસ્કાની ટુર કરતી હતી. અલાસ્કા અમે ક્રુઝ થકી બતાવીએ છીએ અથવા વન વે ક્રુઝ અને વન વે રોડ ટ્રિપ એ રીતે ટુર કરીએ છીએ. મારી પહેલી અલાસ્કાની ટુર મેં આ રીતે કરી હતી. આ પ્રવાસમાં અમારો એક મુકામ દેનાલીમાં હતો. સાઈઠ લાખ એકર્સ જગ્યામાં પથરાયેલો આ નેશનલ પાર્ક છે. બે રાતનો મુકામ હતો અને ત્યાં પણ મને આવો જ ગત જન્મનો સાક્ષાત્કાર થયો. હું અહીં અગાઉ સો ટકા આવી હતી અને ગત જન્મમાંથી બહાર આવ્યા પછી ફરી `યુરેકા’ અરે આ તો આપણું `સેમ ટુ સેમ’ મનાલી. નામમાં પણ સામ્યતા, મનાલી અને દેનાલી. તેવાં જ ઘર, સફેદ બરફથી ઢંકાયેલા પર્વત, ઊંચાં ઊંચાં પાઈનનાં ઝાડ, ઠંડી હવા અને એક ગૂઢ શાંતિ. મનાલીમાં મેં મારા કરિયરની શરૂઆતમાં લગભગ પંદર વર્ષ ટુર મેનેજર તરીકે ટુર્સ કરી છે. આથી ત્યાંની રજેરજ માહિતી છે. એક સરળ રેખા દોરવામાં આવે તો મનાલી દેનાલી એકમેકથી દસ હજાર કિલોમીટર્સ અંતરે હશે, પરંતુ તે છતાં ઘરો અને લોકોની આદતો આટલી સેમ કેમ કઈ રીતે? આ પ્રશ્ન મારા મનમાં તે સમયે પણ હતોઅને આજે પણ છે.
બે ઠેકાણાં, બે ખંડ, બે સંસ્કૃતિ… છતાં તે ઠેકાણાં સમાન કેમ દેખાય છે? આ તેમના ભૌગોલિક સ્થાનનો જાદુ છે કે હવામાનની સમાનતા છે કે વધુ કોઈ ઘેરું, જૂનું, અદ્રશ્ય, અકલ્પનીય એવું કાંઈક તેમાં દટાયેલું છે?
એશિયન માર્કેટ્સમાં અમુક દુકાનો પર ઘણી વાર એક મજેદાર વાક્ય દેખાય છે, `સેમ સેમ બટ ડિફરન્ટ.’ આ વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું જણાશે પરંતુ તેમાં મને આ સેમ સેમમાંની બાબતોની ગોપનીયતા દટાયેલું છે એવું લાગે છે.
દુનિયામાં અમે જ્યારે પ્રવાસ કરીએ છીએ ત્યારે આવી અનેક બાબતો જણાય છે જે નકશા પરના સીમાપાર હોય છે. થાઈલેન્ડમાં મંદિરોના પેગોડાની છતની ટોચ જેમ આકાશ તરફ હોય છે તે જ રીતે તે આપણા મણિપુરમાં પણ દેખાય છે. ઈટાલીમાં ચર્ચીસ અને ગોવાનાં પ્રાર્થનાસ્થળો એક જ પ્રકારના ઘંટનાદનો પવિત્ર નાદ આપણને જણાય છે. આફ્રિકાના એકદમ ગ્રામીણ ભાગમાં દેખાતા કીચડમાટીનાં ગોળ ઘરો અને કચ્છમાં ભૂંગા ઘરે એકસમાન છે. ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં દેખાતા, પાણીની કમતરતા ભરી કાઢવા માટે બનાવાયેલી અંડરગ્રાઉન્ડ વાવ- કૂવા અને ઈરાનમાં કાના અથવા મધર વેલ, તેમાં ઘણી સામ્યતા છે. જાપાનમાં ક્ટોતોનાં લાકડાનાં ઘરમાં વચ્ચોવચ આંગણું અથવા આપણા મહારાષ્ટ્રમાં પેશવાકાલીન વાડાઓમાં મોકળી જગ્યા એટલે એક જ વિચારધારાનાં બે રૂપ હોય તેવું છે. થોડા સમય પૂર્વે મોરોક્કોમાં ગઈ હતી ત્યારે તે ઘરોના લાકડાના દરવાજા પર કરેલું કોતરકામ અને અલગ અલગ ડિઝાઈન્સે આપણા રાજસ્થાનમાંના જોધપુર જેસલમેરની યાદ અપાવી.
કયારેક ક્યારેક તો નિસર્ગ પણ કોપી પેસ્ટ કરે છે એવું લાગે છે. સિક્કીમમાંના પાઈનફરનો સુગંધ અને સ્વિત્ઝર્લેન્ડમાંના માઉન્ટન્સમાંનો સુગંધ એક જ કુટુંબના જણાય છે. જેસલમેરનો ઉષ્ણ પવન અને ઈજિપ્તમાં રણમાં પવન એકસમાન પ્રકારનો અનુભવ કરાવે છે. કુર્ગમાં ધુમ્મસ અને સ્કોટલેન્ડમાં ધુમ્મસ ગુમ ડુંગર નિસર્ગે એક જ બ્રશ સ્ટોકમાં ચીતરેલા દેખાય છે. દુનિયામાં ક્યાંય પણ જાઓ છતાં આકાશનો રંગ વાગળી જ અને પવન વહેવાની પદ્ધતિ એકસમાન હોય છે. આ સમાન ધાગો હશે કે આ હજારો માઈલ પર મળી આવતી સમાનતાનો? હવામાન સાથે કપડાં અને આદતો સમાન હોય છે. લડાખ, તિબેટ, ઉઝબેકિસ્તાન, પેરુ જેવા પ્રદેશમાં ત્યાંની સ્ત્રીઓ ઉબદાર રંગીન સ્કાર્ફમાં લપેટાયેલી દેખાય છે. કચ્છથી કઝાકસ્તાન સુધી, મંગોલિયાથી માથેરાન સુધી ઉબદાર શાલ વાપરવાની પદ્ધતિ એકસમાન છે. થોડા ગરમ પ્રદેશમાં, કેરળમાં મુંડુ, ઝાંઝિબારનો કફતાન, ઈન્ડોનેશિયામાં સરાંગ, અરબી પોશાખ દિશાદાશા અથવા આબોહવા હવામાન અનુસાર બનાવાયેલાં ઢીલાં કપડાં એક જ કલ્પનાનો અથવા જરૂરતનો વિસ્તાર હોય તેવું લાગે છે. ભોજનમાં પણ આપણને ઘણી વાર સમાનતા જણાય છે. ગ્રીક ટાપુ પર, એશિયાની બજારોમાં અથવા આપણાં ગામોમાં ચોખા, દાળ, શાકભાજી, મીઠા પદાર્થ આ બધું એકત્ર ખાવાની પદ્ધતિ `સેમ સેમ બટ ડિફરન્ટ’નો પરચો કરાવે છે. શિષ્ટાચારનો વિચાર કરીએ તો જાપાનમાં ઝૂકીને નમન કરાય છે, ભારતમાં નમસ્તે કહીને હાથ જોડવામાં આવે છે. બંનેમાં આદર સમાન છે. કમ્બોડિયા, વિયેતનામ, ભારત, કેનિયા, મેક્સિકો જેવાં અનેક ઠેકાણે મહેમાનો આવતાં જ ચા-પાણી પૂછવામાં આવે છે. નાના બાળકો વડીલો સામે ધીમેથી બોલે છે, સિનિયરો નાનાઓને માથા પર, પીઠ પર હાથ ફેરવીને આશીર્વાદ આપે છે. થોડું અલગપણું હોય તો પણ મહેમાનગતીની ઉબ સર્વત્ર સમાન જ છે.
દુનિયાની અલગ અલગ સંસ્કૃતિમાં પણ આપણને ઉપર કહ્યું તેમ એક લયબદ્ધ પ્રતિધ્વનિ સાંભળવા મળે છે. હંગેરીમાં બોનફાયર નાઈટ, પંજાબની લોહરી, ઈરાનમાં ચહારશનબે સુરી… અહીં ઠંડી પૂરી થયાનું સ્વાગત અગ્નિની સાક્ષીમાં કરાય છે. વેનિસનો માસ્ક ફેસ્ટિવલ અને કેરળનું થેય્યમ નૃત્ય આ બંનેમાં ચહેરો છુપાવીને સત્ય કહેવામાં આવે છે. ગ્વાટેમાલાના વણાટકામમાં અને નાગાલેન્ડનાં વણાટ કરેલાં વસ્ત્રોમાં એક જ રેખા હોય છે, એક જ સૂર્ય અને એક જ વરસાદનું પ્રતીક હોય છે. હવે જુઓ ને, ક્યાંય ગ્વાટેમાલા અને ક્યાં નાગાલેન્ડ. ભાષાનો વિચાર કરાય તો આઈઆ શબ્દ અનેક ભાષામાં `મ’ અક્ષરથી શરૂ થાય છે. મમા, મામા, મધર, મેહ, માતકા, માદાર, મીતેરા, માત, મુદેર મૂતેર, મૂદરે, માદરે, મેહેર, મામાન, માન,મા, માતા… લગભગ સમાન શબ્દ. `આઈ’ આ એક ભાવના જ જાણે આ શબ્દની પાછળ છે.
તો પછી પ્રશ્ન એ પડે છે કે બધું આવું સેમ સેમ કઈ રીતે સર્જાયું હશે? ભગવાન અથવા નિસર્ગે દુનિયામાં સર્વત્ર જ્યાં જ્યાં માનવી વસતિ છે ત્યાં ત્યાં બધાને સમાન કોયડો ઉકેલવા આપ્યો છે કે કેમ? અને તો પછી તે દરેકે પોતપોતાની રીતે તેને ઉકેલ્યો છે. કદાચ એવું પણ આપણા મનમાં ક્યાંક એક સામાયિક કલેક્ટિવ અંડરર્સ્ટેન્ડિંગ છે અથવા તેની પાર વધુ કાંઈક એકાદ અદભુત, અલૌકિક ધાગો છે જે આપણને સમજાશે નહીં, પરંતુ તેનાથી આપણે અજાણતા જોડાઈ ગયા છીએ. હવે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે, પરંતુ તે સમયે ગૂગલ મેપ્સ, યુટ્યુબ, ઈન્ટરનેટ કશું જ નહોતું ત્યારે આપણા પૂર્વજોએ દુનિયાના અલગ અલગ ખૂણામાં એકસમાન ઘરો, એકસમાન પ્રાર્થના, એકસમાન ગીત, એકસમાન રમત કઈ રીતે તૈયાર કર્યાં હશે? વધુ ઊંડો વચાર કરાય તો એવું લાગે છે કે ઉત્તર આસાન છે અને તે છે `માણસ.’ માણસ સર્વત્ર સમાન છે. તેનો પ્રેમ, તેની જરૂરત, તેની સર્જનશીલતા બધું જ એક જ નિસર્ગના પુસ્તકમાંથી આવ્યું છે. અને તેથી જ ક્યારેક કોઈક દૂરના દેશમાં જો આપણને આપણું પ્રતિબિંબ દેખાય તો તે અલગ દુનિયા આપણને વધુ નજીકની લાગે છે. પેરુમાંના એકાદ લાલ દરવાજા પર જો મદુરાઈના મંદિરની ઝલક દેખાય અથવા ઉત્તર ધ્રુવ પર લેપલેન્ડમાં અંગાઈ ગીતથી જો આપણને આપણી દાદીની યાદ કરી અપાય તો સમજવું, આપણે અલગ નથી. આપણે વાયર્ડ છીએ, જોડાયેલા છીએ. આપણેવિચાર કરીએ તેના કરતાં અત્યંત વધુ એકત્ર છીએ. સેમ સેમ બટ ડિફરન્ટ.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર નીતિ સાથે જોડાયેલા ચર્ચિત CBI કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના ટોચના નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને વિજય નાયરને મોટી રાહત આપતાં તમામ આરોપોમાંથી બરી જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે CBI આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી અને કેસમાં ન તો કોઈ આપરાધિક ષડયંત્ર દેખાય છે અને ન જ કોઈ વિશ્વસનીય પુરાવા મળ્યા છે.
કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
આ કેસમાં સ્પેશિયલ જજ જિતેન્દ્ર સિંહે આદેશ આપ્યો. કોર્ટે જણાવ્યું હતું કે કોઈ સામૂહિક કાવતરું અથવા ક્રિમિનલ ઇરાદો સામે આવ્યો નથી. કોર્ટે CBIને પુરાવા વિના ફસાવવાના પ્રયાસ બદલ ફટકાર લગાવી અને કહ્યું હતું કે વિશદ ચાર્જશીટમાં અનેક ખામીઓ છે, જેણે કોઈ સાક્ષી કે નિવેદનથી સમર્થન મેળવ્યું નથી.
કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે મનીષ સિસોદિયા સામે કોઈ પ્રાથમિક દ્રષ્ટિએ કેસ બનેલો નથી. જજે એ પણ ટિપ્પણી કરી હતી કે અરવિંદ કેજરીવાલને કોઈ મજબૂત આધાર વગર આરોપી બનાવવામાં આવ્યા હતા.
CBIને કોર્ટની ફટકાર
કોર્ટે CBIની તપાસ પદ્ધતિ પર સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે એજન્સી યોગ્ય, તર્કસંગત અને નિષ્પક્ષ તપાસ કરવામાં નિષ્ફળ રહી છે. ન્યાયસંગત ટ્રાયલ ત્યારે જ શક્ય છે જ્યારે તપાસ પણ નિષ્પક્ષ હોય, અને આ કેસમાં તપાસ તે માપદંડ પર ઊતરી નથી.
आख़िर में अधर्म और अन्याय हारता है और सच ही जीतता है।
રાઉઝ એવન્યુ કોર્ટે જણાવ્યું હતું કે સિસોદિયા સામે કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી. પ્રોસિક્યુશન પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે CBI દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં કોઈ વજન નથી અને કોઈ આપરાધિક કાવતરું સામે આવ્યું નથી.
કેજરીવાલને પણ ક્લીનચિટ
કોર્ટે કહ્યું હતું કે કેજરીવાલ સામે લગાવવામાં આવેલા આરોપોનો કોઈ આધાર નહોતો. તેમને કોઈ મજબૂત સામગ્રી વિના કેસમાં સામેલ કરવામાં આવ્યા હતા.
એપ્સ્ટેઈન કેસમાં પ્રશ્નોનો સામનો કરી રહેલા ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ સમક્ષ જુબાની આપી છે, અને કહ્યું છે કે તેમને જેફરી એપ્સ્ટેઈન કે તેમના સહયોગી ઘિસ્લેઈન મેક્સવેલના ગુનાઓ વિશે કોઈ જાણકારી નહોતી.
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને ન્યૂ યોર્કમાં અમેરિકાના પ્રતિનિધિ ગૃહની સમિતિ સમક્ષ જુબાની આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમને જેફરી એપ્સ્ટેઇન કે તેમના સહયોગી ઘિસ્લેન મેક્સવેલના ગુનાઓ વિશે કોઈ જાણકારી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને ક્યારેય એપ્સ્ટેઇનને મળ્યાનું યાદ નથી. આ પૂછપરછ ન્યૂ યોર્કના ચપ્પાક્વામાં બંધ દરવાજા પાછળ થઈ હતી, જ્યાં ક્લિન્ટન પરિવાર રહે છે. આ બે દિવસની પ્રક્રિયામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની પણ પૂછપરછ કરવામાં આવશે. આ પહેલી વાર છે જ્યારે કોઈ ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિને કોંગ્રેસ સમક્ષ જુબાની આપવાની ફરજ પાડવામાં આવી છે.
એપ્સ્ટેઈન કેસ શું છે?
જેફરી એપ્સ્ટેઈન એક શ્રીમંત ફાઇનાન્સર હતા જેમના પર સગીર છોકરીઓના ગંભીર જાતીય શોષણનો આરોપ હતો. 2019માં તે ન્યૂ યોર્ક જેલમાં ટ્રાયલની રાહ જોઈ રહ્યો હતો ત્યારે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ કેસને સત્તાવાર રીતે આત્મહત્યા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. એપ્સ્ટેઈને 2008 માં ફ્લોરિડામાં એક સગીરાને વેશ્યાવૃત્તિ માટે આગ્રહ કરવાનો ગુનો કબૂલ્યો હતો, પરંતુ તે સમયે તે આરોપોથી બચી ગયો હતો. કોંગ્રેસ હવે તપાસ કરી રહી છે કે તે સમયે કડક પગલાં કેમ લેવામાં આવ્યા ન હતા.
ક્લિન્ટન કપલને સવાલ કેમ?
રિપબ્લિકન પાર્ટીના નેતા અને હાઉસ ઓવરસાઇટ કમિટીના અધ્યક્ષ જેમ્સ કોમરે ક્લિન્ટન પરિવારને પૂછપરછ કરવાની માંગ કરી હતી અને ફોજદારી તિરસ્કારની ધમકી પણ આપી હતી. કેટલાક દસ્તાવેજોમાં બિલ ક્લિન્ટનના એપ્સ્ટેઈન સાથેના ફોટોગ્રાફ્સ જાહેર થયા હતા. જો કે, તેમની સામે કોઈ ફોજદારી આરોપો દાખલ કરવામાં આવ્યા નથી. હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે તેમના પતિ કેટલીક ચેરિટી ટ્રિપ્સમાં એપ્સ્ટેઈન સાથે હતા, પરંતુ તેમને વ્યક્તિગત રીતે મળ્યાનું યાદ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ક્લિન્ટન ફાઉન્ડેશનના કાર્યક્રમોમાં મેક્સવેલને મળ્યા હતા.
ટ્રમ્પનું નામ પણ સમાચારમાં છે
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે એપ્સ્ટેઇન કેસની કેટલીક ફાઇલો જાહેર કરી હતી. હવે, ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ ઇચ્છે છે કે ટ્રમ્પ આ મામલે જુબાની આપે. કેલિફોર્નિયાના કોંગ્રેસમેન રોબર્ટ ગાર્સિયાએ કહ્યું કે જો બિલ ક્લિન્ટન જુબાની આપી શકે છે, તો ટ્રમ્પે પણ સમિતિ સમક્ષ હાજર થવું જોઈએ. જોકે, સમિતિના અધ્યક્ષે કહ્યું કે આ રીતે વર્તમાન રાષ્ટ્રપતિને સમન્સ પાઠવી શકાય નહીં.
યુનાઇટેડ સ્ટેટ્સમાં રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે
એપ્સ્ટિન કેસ હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં ફક્ત કાનૂની મુદ્દો જ નહીં, પણ રાજકીય મુદ્દો પણ બની ગયો છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. કેટલાક ડેમોક્રેટિક નેતાઓએ એમ પણ કહ્યું છે કે કોઈપણ પ્રભાવશાળી વ્યક્તિને બક્ષવામાં ન આવે અને પીડિતોને ન્યાય મળવો જોઈએ. હિલેરી ક્લિન્ટને એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ પણ એપ્સ્ટિનના ગુનાઓથી ભયભીત છે અને માનવ તસ્કરી સામે તેમનું કાર્ય ચાલુ રહેશે.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાને ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. અફઘાન સરકારનો દાવો છે કે તેમણે પાકિસ્તાની સેનાના એક હેડક્વાર્ટર અને 19 ચોકીઓ પર કબજો જમાવ્યો છે. બીજી તરફ, પાકિસ્તાની સેનાએ “ઓપરેશન ગજબ લિલ હક” શરૂ કર્યું છે. પાકિસ્તાનની વાયુસેનાએ કાબુલ, નંગરહાર પ્રાંત સહિત અનેક શહેરોમાં એરસ્ટ્રાઈક કરી છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ શુક્રવારે અફઘાન તાલિબાન સરકાર સામે ખુલ્લા યુદ્ધની જાહેરાત કરી છે. ખ્વાજા આસિફે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, “અમારી ધીરજ હવે ખતમ થઈ ગઈ છે. હવે અમારા અને તમારા વચ્ચે ખુલ્લું યુદ્ધ છે.” પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યું હતું કે અમારી સશસ્ત્ર દળોની પ્રતિક્રિયા વ્યાપક અને નિર્ણાયક છે. જે લોકો અમારી શાંતિને કમજોરી સમજે છે, તેમને આકરો જવાબ મળશે અને કોઈ પણ બચી નહીં શકે.
Pakistan’s defence minister Khawaja Asif declares an “open war” against Taliban.
Pak airforce has struck several locations in Afg including Kabul.
One Muslim country has declared war on another Muslim country in the month of Ramzan. pic.twitter.com/geU8q6Xy92
પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ નાગરિકોને નિશાન બનાવવા બદલ અફઘાન તાલિબાનની નિંદા કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા X પર જાહેર કરાયેલા નિવેદનમાં તેમના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાની સશસ્ત્ર દળોએ અફઘાન તાલિબાનની ખુલ્લી આક્રમકતાનો મક્કમ જવાબ આપ્યો છે.
તેમણે કહ્યું હતું કે અફઘાન તાલિબાને હુમલો કરીને મોટી ભૂલ કરી છે. તેમને તેના ગંભીર પરિણામો ભોગવવાં પડશે. અમે અમારી સુરક્ષાને જોખમમાં મૂકવા નહીં દઈએ.
પાકિસ્તાને ક્યાં-ક્યાં એરસ્ટ્રાઈક કરી?
પાકિસ્તાની સશસ્ત્ર દળોએ હવાઈ હુમલા કર્યા છે અને કાબુલ, કંધાર અને પક્તિયામાં અફઘાન તાલિબાનનાં મહત્વપૂર્ણ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યાં છે. અહેવાલ મુજબ કાબુલમાં બે બ્રિગેડ મુખ્યાલય નષ્ટ થયા છે, જ્યારે કંધારમાં એક કોર મુખ્યાલય અને એક બ્રિગેડ મુખ્યાલય ધ્વસ્ત થયા છે. ઉપરાંત, કંધારમાં એક ગોળા-બારુદ ડેપો અને લોજિસ્ટિક્સ બેઝને પણ નષ્ટ કરી દેવાયાં છે. પક્તિયામાં એએ કોર્પ્સ મુખ્યાલયને પણ તબાહ કરાયું છે.
અફઘાનિસ્તાનનો શો દાવો?
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 2611 કિમી લાંબી ડુરંડ લાઇન પર ગુરુવારે કરાયેલી જવાબી કાર્યવાહીમાં 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. મંત્રાલયના નિવેદન અનુસાર આ ચાર કલાકનું અભિયાન 26 ફેબ્રુઆરીએ રાત્રે 8 વાગ્યે શરૂ થયું હતું, જે રમઝાનનો નવમો દિવસ હતો.
અફઘાન દળોએ દાવો કર્યો કે પક્તિકા, પક્તિયા, ખોસ્ટ, નંગરહાર, કુનર અને નૂરિસ્તાન નજીક આવેલી ચોકીઓને નિશાન બનાવવામાં આવી. બે ઠેકાણાં નષ્ટ કરાયાં, 19 ચોકીઓ પર કબજો જમાવ્યો અને હથિયારો તેમ જ વાહનો જપ્ત કરવામાં આવ્યાં. નંગરહારમાં એક શરણાર્થી કેમ્પ પર મિસાઇલ હુમલામાં આઠ અફઘાન લડાકુઓ માર્યા ગયા અને 11 ઘાયલ થયા, જ્યારે 13 નાગરિકો પણ ઘાયલ થયા.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
ટી20 વર્લ્ડકપના સુપર 8 રાઉન્ડમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામે ધમાકેદાર પ્રદર્શન કરીને શાનદાર જીત નોંધાવી હતી. મુકાબલામાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારતના બેટરો સામે તેમનો આ નિર્ણય ભારે પડ્યો હતો.
ભારતે પ્રથમ બેટિંગ કરતાં શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. ટોપ ઓર્ડરે ઝડપી રનગતિ જાળવી રાખતા સ્કોરબોર્ડ સતત દોડતું રહ્યું હતું. મધ્યક્રમના બેટરોએ પણ તાબડતોબ બાઉન્ડરી અને છગ્ગાની વરસાદ કરી ઇનિંગને વધુ મજબૂત બનાવી હતી. પરિણામે ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 256 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો, જે ટી20 ફોર્મેટમાં પ્રતિસ્પર્ધી ટીમ માટે પડકારજનક સાબિત થયો. ભારતે આ મેચ 72 રનથી જીતી લીધી હતી. 257 રનનો લક્ષ્યાંક નક્કી કરીને ઝિમ્બાબ્વે 6 વિકેટે માત્ર 184 રન જ બનાવી શક્યું હતું.
A comprehensive victory 🙌#TeamIndia clinch the #INDvZIM clash by 7️⃣2️⃣ runs courtesy of an all-round effort!
ઝિમ્બાબ્વેની શરૂઆત સારી હતી, પરંતુ ધીમી હતી. બ્રાયન બેનેટ અને તાદિવાનાશે મારુમાનીએ 6.2 ઓવરમાં 44 રન ઉમેર્યા. અક્ષર પટેલે મારુમાનીને (20 રન) આઉટ કરીને આ ભાગીદારી તોડી. ત્યારબાદ વરુણ ચક્રવર્તીએ ડીયોન માયર્સને માત્ર 6 રનમાં આઉટ કર્યો. ત્યાંથી, કેપ્ટન સિકંદર રઝા અને બ્રાયન બેનેટે ત્રીજી વિકેટ માટે 72 રન ઉમેર્યા. રઝાએ 21 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું, જેમાં બે છગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ થાય છે.
ઝિમ્બાબ્વેની ઇનિંગની 17 મી ઓવરમાં સિકંદર રઝાને અર્શદીપ સિંહે આઉટ કર્યો. ત્યારબાદ અર્શદીપે રાયન બર્લને 0 રન પર આઉટ કર્યો. ત્યારબાદ અર્શદીપે ટોની મુન્યોંગાને આઉટ કર્યો, જેણે ફક્ત 11 રન બનાવ્યા. મુશેકિવાએ શિવમ દુબે દ્વારા આઉટ થયા પહેલા 7 રન બનાવ્યા. વિકેટ પડવાની વચ્ચે, ઓપનર બ્રાયન બેનેટ અંત સુધી ક્રીઝ પર રહ્યા. બેનેટે 59 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને અણનમ 97 રન બનાવ્યા.
Clearing the ropes 1⃣7️⃣ times 💥
Contributions from top to bottom 🤝
ટોસ ઝિમ્બાબ્વેના કપ્તાન Sikandar Raza એ જીત્યો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ ભારતીય બેટ્સમેનોએ આ નિર્ણયને સંપૂર્ણપણે ખોટો સાબિત કરતાં 4 વિકેટે 256 રન બનાવી આ વર્લ્ડ કપનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો.
ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવ્યો. સંજુ સેમસન અને અભિષેક શર્માએ પ્રથમ વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી. સંજુ 24 રન બનાવી બ્લેસિંગ મુઝરબાનીની બોલિંગ પર રાયન બર્લના હાથમાં કેચ આપી પેવેલિયન પરત ફર્યા. શરૂઆત સારી હોવાને કારણે ભારતીય ઇનિંગ્સને મજબૂત આધાર મળી ગયો.
Pandya Power on display in a crucial game 💪🔥
Hardik Pandya is the Player of the Match for his quickfire fifty 👏
અભિષેક શર્મા અને ઇશાન કિશને બીજી વિકેટ માટે 72 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી. અભિષેકે ફક્ત 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી અને આ વર્લ્ડ કપમાં પ્રથમ વખત 50 નો આંક પાર કર્યો. તેમણે 30 બોલમાં 55 રન બનાવ્યા, જેમાં 4 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેમની આ આક્રમક ઇનિંગ્સે મેચનો રુખ સંપૂર્ણપણે ભારત તરફ ફેરવી દીધો.
ઇશાન કિશન 38 રન બનાવી આઉટ થયા. તેમને સિકંદર રજાએ રિચર્ડ નગારવાના હાથમાં કેચ કરાવ્યા. ત્યારબાદ થોડા જ સમયમાં અભિષેક પણ ટિનોટેન્ડો માપોસાની બોલિંગ પર આઉટ થયા. જોકે, ભારતીય ટીમનો રનરેટ જળવાઈ રહ્યો અને મધ્યક્રમમાં પણ તોફાની બેટિંગ જોવા મળી.
કપ્તાન સૂર્યકુમાર યાદવે માત્ર 13 બોલમાં 33 રનની ઝડપી ઇનિંગ્સ રમી, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થયો. તેમની આક્રમક બેટિંગે અંતિમ ઓવરોમાં રનની ગતિ વધુ તેજ કરી. તેમનું વિકેટ પણ રિચર્ડ નગારવાએ જ મેળવ્યું.
અંતમાં હાર્દિક પંડ્યાએ શાનદાર ફિનિશિંગ આપતા નોટઆઉટ 50 રન નોંધાવ્યા અને ટીમનો સ્કોર 256/4 સુધી પહોંચાડ્યો. સાથે તિલક વર્માએ પણ નોટઆઉટ 44 રન બનાવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. બંનેએ અંતિમ ઓવરોમાં ઝડપી રન બનાવી જિમ્બાબ્વેના બોલરોને દબાણમાં મૂકી દીધા.
આ મુકાબલામાં બંને ટીમોની પ્લેઇંગ 11 માં ફેરફાર જોવા મળ્યો. ભારત તરફથી રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદરને બહાર રાખવામાં આવ્યા અને તેમની જગ્યાએ સંજુ સેમસન તથા અક્ષર પટેલને તક આપવામાં આવી. જિમ્બાબ્વે તરફથી ગ્રીમ ક્રેમરની જગ્યાએ ટિનોટેન્ડો માપોસાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા.
256 રનનો લક્ષ્યાંક આ વર્લ્ડ કપ 2026 નો સૌથી મોટો સ્કોર સાબિત થયો છે. Super-8 રાઉન્ડમાં આટલો વિશાળ સ્કોર બનાવવાથી ભારતે નેટ રન રેટમાં પણ મોટો ફાયદો મેળવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે જિમ્બાબ્વે સામે આ ટાર્ગેટ હાંસલ કરવો મુશ્કેલ પડકાર બની ગયો છે.
ચેન્નઈના ગરમ વાતાવરણ અને પ્રેશર ભરેલી પરિસ્થિતિમાં ભારતીય બેટિંગ લાઇનઅપે જે પ્રદર્શન કર્યું છે તે ટૂર્નામેન્ટના આગળના મુકાબલાઓ માટે પણ સંકેતરૂપ માનવામાં આવી રહ્યું છે. અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યાની ફિફ્ટીએ ટીમને આત્મવિશ્વાસ આપ્યો છે અને ફેન્સમાં જીતની આશા વધુ મજબૂત બનાવી છે.
EY રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2027 માં ભારતનો વિકાસ દર 6.8 થી 7.2 ટકાની વચ્ચે રહેશે. આંતરરાષ્ટ્રીય વેપાર કરારો અને તાજેતરના સુધારાઓએ અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે. આવકવેરા અને GST માં ફેરફારથી જાહેર ખરીદ શક્તિમાં વધારો થયો છે. કર વસૂલાતમાં ઘટાડો થવા છતાં, સરકાર તેના રાજકોષીય ખાધ લક્ષ્યને પ્રાપ્ત કરે તેવી અપેક્ષા છે.
ભારતનું અર્થતંત્ર આગામી વર્ષોમાં એક નવા અને મજબૂત ઉછાળા માટે તૈયાર છે. અગ્રણી નાણાકીય સલાહકાર કંપની EY ઇકોનોમી વોચના તાજેતરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2027 માં દેશનો વિકાસ દર 6.8 થી 7.2 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. આ ઝડપી આર્થિક વૃદ્ધિ સીધી રીતે નવી રોજગારીની તકોનું સર્જન અને બજારમાં પ્રવાહિતામાં વધારો સૂચવે છે. આ આર્થિક વૃદ્ધિ પાછળના મુખ્ય ડ્રાઇવરો સરકાર દ્વારા લેવામાં આવેલા તાજેતરના કડક નીતિગત પગલાં અને મજબૂત મધ્યમ ગાળાની સંભાવનાઓ છે. આ પ્રગતિ સામાન્ય માણસની નાણાકીય પરિસ્થિતિ સુધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
વેપાર કરારો આર્થિક પરિદૃશ્યમાં ફેરફાર કરે છે
ભારતના આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય વેપાર કરારો દેશના અર્થતંત્રને સીધો ફાયદો પહોંચાડી રહ્યા છે. EY ઇન્ડિયાના મુખ્ય નીતિ સલાહકાર ડીકે શ્રીવાસ્તવ આ અહેવાલમાં સમજાવે છે કે અન્ય મુખ્ય અર્થતંત્રો અને મુખ્ય આર્થિક જૂથો સાથે ભારતનું વેપાર નેટવર્ક નોંધપાત્ર રીતે વિસ્તર્યું છે.
આ વેપાર કરારોએ ભારતની વૃદ્ધિની સંભાવનાઓને નોંધપાત્ર રીતે ઉજ્જવળ બનાવી છે. દેશમાં ચાલી રહેલા સતત માળખાકીય સુધારાઓએ નાણાકીય પરિદૃશ્યને સંપૂર્ણપણે ફરીથી આકાર આપ્યો છે. આ સુધારાઓ અને કરારો વૈશ્વિક શક્તિ તરીકે ભારતીય બજારની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યા છે.
સામાન્ય જનતા પર કર માળખામાં ફેરફારોની અસર
ચાલુ નાણાકીય વર્ષમાં, સરકારે વ્યક્તિગત આવકવેરા અને માલ અને સેવા કર (GST) માળખામાં ઘણા નોંધપાત્ર ફેરફારો કર્યા છે. આ નીતિગત ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય પરિવારોની નિકાલજોગ આવક વધારવાનો છે. જ્યારે લોકોના હાથમાં વધુ પૈસા હશે, ત્યારે તેઓ તેમની જરૂરિયાતો પર વધુ ખર્ચ કરી શકશે.
આ વધેલો ખર્ચ અને માંગ કોઈપણ દેશના આર્થિક વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે. જો કે, આ કર વિરામો સરકાર માટે નોંધપાત્ર આવક નુકસાન પણ પહોંચાડી રહ્યા છે. રિપોર્ટમાં અંદાજ છે કે નાણાકીય વર્ષ 2026 ના બજેટમાં નિર્ધારિત કુલ કરવેરા આવક લક્ષ્યો સંપૂર્ણપણે પ્રાપ્ત થઈ શકશે નહીં.
2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય
સરકારે ‘વિકસિત ભારત 2047’ નું લાંબા ગાળાનું વિઝન ઘડ્યું છે. રિપોર્ટ અનુસાર, આ ઉચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કર-થી-જીડીપી ગુણોત્તરમાં સતત વધારો મહત્વપૂર્ણ છે. સરકારે પહેલાથી જ મોટા કર સુધારાઓ અમલમાં મૂક્યા હોવાથી, હવે ધ્યાન નવા માળખાકીય ફેરફારોને બદલે કર પાલનને કડક બનાવવા પર રહેશે. મહેસૂલ ખાધ અંગે ચિંતા હોવા છતાં, બજાર અને આર્થિક વિશ્લેષકો સરકારની નીતિઓમાં વિશ્વાસ રાખે છે. તેઓ માને છે કે સરકાર આ વર્ષે તેના રાજકોષીય ખાધ લક્ષ્યને સફળતાપૂર્વક પૂર્ણ કરશે.