આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામજ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
દેશ આખાને પ્રતીક્ષા છે જાન્યુઆરી 22 ની. લગભગ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને ઇંતજાર પછી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક અવસર આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ચિત્રલેખા.કોમ ના વાચકો માટે આ વિશેષ લેખમાળા… સાત દિવસ માટે.
——————————————————————————————————
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશમાં તૈયારીઓ થઈ રહી છે ત્યારે દીર્ઘ સમયનું એક સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.આ સમયે નામદાર સુપ્રીમ કોર્ટ,આપણા વડાપ્રધાન તથા તમામ પ્રદાન કર્તાઓએ મંદિરના નિર્માણને ફળીભૂત કરવા માટે જે ભાગ ભજવ્યા તેની કદર કરીને સ્વીકારવું જ જોઈએ. અયોધ્યામાં રામ મંદિર વિષયક વાતો પ્રસંગકથાઓ અને રહસ્યોથી ભરપૂર છે.
2002 ના ઉનાળામાં તત્કાલીન વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ અશોક સિંઘલ અમારા બેંગલોર આશ્રમમાં મને મળવા આવ્યા હતા.તેઓ કાંચીપુરમમાં તત્કાલીન કાંચી શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદના વિખવાદના સંદર્ભમાં મળીને આવ્યા હતા. શંકરાચાર્ય અને અગ્રણી મુસલમાન નેતાઓ વચ્ચેની વાતચીત નિષ્ફળ ગઈ તે પછી તરતની આ વાત છે.
હવે અશોકજી ઈચ્છતા હતા કે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી રામ મંદિરના નિર્માણ માટે ત્વરિત નિર્ણાયક થઈને માર્ગ મોકળો કરે.આ એમનો એક મુદ્દાનો કાર્યક્રમ હતો.તેમની કેટલીક માંગણીઓ વાજપેયીજી ગઠબંધન સરકાર ચલાવતા હતા તેને અનુલક્ષીને ગેરવ્યાજબી હતી.
હું 2001 માં વર્લ્ડ ઈકોનોમીક ફોરમમાંથી ભારત પરત આવ્યો હતો ત્યારે વાજપેયી મને મળ્યા હતા અને અમે ત્યારથી અયોધ્યા સમસ્યા બાબતે સંપર્કમાં રહ્યા હતા.તેમણે લાંબા ગાળાથી ચાલ્યા આવતા આ વિખવાદનું શાંતિમય અને સર્વસંમત નિરાકરણ લાવવાનું કામ મને સોંપ્યું.તેના સંદર્ભમાં મેં મુસ્લિમ વર્ગના નેતાઓ અને પ્રભાવશાળી સભ્યો સાથે અનેક વાર વાતચીત ગોઠવી હતી.આ ચર્ચા વિચારણાઓની સૂક્ષ્મતા એ અલગથી કરવી પડે તેવી વાતો છે.
રસપ્રદ વાત એ છે કે અશોકજીનો તે સમયે વડાપ્રધાન વાજપેયી સાથે વાત કરવાનો સંબંધ નહોતો, ખાસ કરીને જ્યારે અયોધ્યા વિખવાદ મામલે તેઓએ જે આમરણાંત ઉપવાસની ઝુંબેશ ઉપાડી હતી ત્યારે વાજપેયીજીએ તેમને જબરજસ્તીથી ખવડાવ્યું હતું ત્યારથી. આથી, હવે તેઓ મને એવું સમજાવવા આશ્રમમાં આવ્યા હતા કે હું રામ જન્મભૂમિ બાબતનું કાયમી નિરાકરણ આવે એ માટે કાયદો લાવવા વાજપેયીજીને મનાવી લઉં. તેઓ માનતા હતા કે ભલે તેમ કરવામાં સરકાર તૂટી પડે.તેઓ બોલ્યા, “મને નથી પડી.”
તે સમયે અશોકજી,મારા કરતાં દોઢ ગણા મોટા,76 વર્ષના હતા. તેમનામાંથી અતિ ઉત્સાહસભર જુસ્સો ઝરમરતો હતો અને આંખોમાં ચમક હતી; એ ચમક એમના જુસ્સા,સકારણ રોષ અને હતાશા વ્યક્ત કરતી હતી..તેમણે મને પૂછ્યું શું મંદિર ક્યારેય બંધાશે ખરું?તેમને તેમના જીવનકાળમાં તે જોવા મળશે?તે સમયે મને અંતઃસ્ફૂરણા થઈ કે ઓછામાં ઓછા બીજા 14 વર્ષ સુધીમાં મંદિર બંધાવાનું નથી. મને યાદ છે કે મેં તેમને કહ્યું હતું,”તેને માટે પ્રાર્થના કરો અને તમારા સંકલ્પથી બધું શક્ય છે.”મેં જે કહ્યું તેનાથી થોડા સંતુષ્ટ થઈને અશોકજીએ આશ્રમથી વિદાય લીધી.
બીજા દિવસે સવારે ધ્યાન કરતી વખતે મને એક જીર્ણ થઈ ગયેલા અને તળાવ સાથેના દેવી મંદિર,જેને પુનઃસ્થાપિત કરવાની જરૂર હતી, એની ઝાંખી થઈ. એ સમયે મેં એ બાબત પર કંઈ ધ્યાન ના આપ્યું. થોડા દિવસ પછી તામિલનાડુથી એક વૃધ્ધ નાડી સિધ્ધર આશ્રમની મુલાકાતે આવ્યા હતા અને મને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓએ પૌરાણિક તાડના પાન પરના લખાણ વાંચ્યા અને નમ્ર અધિકારથી જણાવ્યું, “ગુરુદેવ,અહીં એવું લખ્યું છે કે તમારે રામ જન્મભૂમિના મામલાને સુલઝાવવા બન્ને ધર્મના લોકોને ભેગા કરીને ભાગ ભજવવો પડશે.” તેમણે ઉમેર્યું,”નાડીના પાન એવું પણ દર્શાવે છે કે શ્રી રામના કૂળદેવી દેવકાળીનું મંદિર એકદમ ઉપેક્ષિત અવસ્થામાં પડ્યું છે. એનું પુનઃસ્થાપન નહીં કરવામાં આવે ત્યાં સુધી અયોધ્યામાં રામ મંદિરની આસપાસ હિંસા અને સંઘર્ષ નહીં અટકે.” તેમણે જે રીતે પુનરોચ્ચાર કરતાં કહ્યું,”આ કામ કરવું જ પડશે !” તેનાથી તાકીદે તે વિશે યોગ્ય કરવાની આવશ્યકતા અને તેમની દ્રઢ માન્યતા વ્યક્ત થયા.
એ નાડી સિધ્ધર કે હું આવા કોઈ મંદિરના અસ્તિત્વ વિશે જાણતા નહોતા.મેં કેટલાક સ્રોત થકી અયોધ્યામાં કાળી મંદિરો વિશે પૂછપરછ કરી.અમને એ માહિતી મળવામાં બહુ સમય ના લાગ્યો કે હકીકતમાં ત્યાં બે કાળી મંદિર હતા.એક શહેરમાં વચ્ચે હતું,જે છોટી દેવકાલી મંદિર તરીકે ઓળખાતું ,જ્યારે બીજું થોડું દૂર હતું જે દેવકાલી મંદિર તરીકે જાણીતું હતું.
દેવકાલી મંદિરની ઈમારત ખંડેર થઈ ગઈ હતી, તેનું મધ્યસ્થ તળાવ કચરો ફેંકવાનું સ્થાન બની ગયું હતું.મેં અમારા દિલ્હી અને લખનૌના સ્વયંસેવકોનો એ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું અને તળાવની કાયાકલ્પ કરવાનું કામ શરુ કરવા સંપર્ક કર્યો. સપ્ટેમ્બરની મધ્ય સુધીમાં તેઓએ સફળતાપૂર્વક એ કામ પાર પાડ્યા.
હું 18 સપ્ટેમ્બરે થોડા લોકો સાથે અયોધ્યા પહોંચ્યો. અમારી હનુમાન ગઢી,શ્રી રામ જન્મસ્થાન અને અન્ય પવિત્ર સ્થળોની મુલાકાત શહેરની સાંકડી ગલીઓ અને કચરાથી ભરપૂર રસ્તાઓ થકી થઈ જે શહેરની થઈ રહેલી સંપૂર્ણ અવગણનાનો ચિતાર આપતા હતા. લોકોમાં ડરની લાગણી વ્યાપેલી હતી.હું જ્યાં ગયો તે દરેક જગ્યાએ લોકો પાસે આ લાંબા સમયથી ચાલતા વિખવાદ દરમ્યાન કેટલાય સાધુ સંતોએ પોતાના જાન ગુમાવ્યાની વાતો હતી.આ સાધુઓ કે જેમના કોઈ ચોક્કસ આશ્રમ નહોતા,કુટુંબ કે કોઈ સ્થાનિક સંપર્કો નહોતા, તેમના માટે રજુઆત કરવાની કોઈ હિંમત કરી શકતું નહોતું.તેમના દુખની વાતો સાંભળવાનું હ્રદયદ્રાવક હતું.આ હકીકતોને પ્રસાર માધ્યમોમાં ક્યારેય સ્થાન મળ્યું નહોતું.
19 સપ્ટેમ્બર,2002 ની સવારે દેવકાલી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.અમારા આશ્રમના પંડિતોના એક સમૂહે મારી ઉપસ્થિતિમાં પૂજા વિધિઓ કરી.જ્યારે મેં પવિત્ર અગ્નિમાં પૂર્ણાહુતિ અર્પણ કરી ત્યારે એ મંદિરના વૃધ્ધ પૂજારીની આંખોમાં મેં આનંદ અને કૃતજ્ઞતાના અશ્રુ જોયા.દેવકાલી તેમના સંપૂર્ણ ઓજસમાં દેદીપ્યમાન દેખાતા હતા.
મેં ડૉ.બી. કે.મોદી,જે પણ તે દિવસે ત્યાં ઉપસ્થિત હતા તેમને, મને જે ઝાંખી થઈ હતી પરંતુ ગણકારી નહોતી તેની અને નાડી સિધ્ધરની ભવિષ્ય વાણીની વાત કરી.આશ્ચર્યજનક એ છે કે એ મંદિરમાં પૂજા પછી અયોધ્યામાં કોમી હિંસાને લીધે કોઈ હત્યા કે હુલ્લડ થયા નથી.એક આગાહી સાચી પડી હતી.તે દિવસે ત્યાં અશોક સિંઘલ પણ ઉપસ્થિત હતા અને મને ફરીથી એ જ અંર્તસ્ફૂરણા થઈ હતી કે રામ મંદિર બાબતે અંતિમ ઉકેલ માટે ગતિવિધિ પકડવામાં ઓછામાં ઓછા બીજા 14 વર્ષ નીકળી જશે.
તે દિવસે મોડી સાંજે દેવકાલી મંદિરના પટાંગણમાં એક સંત સમાગમ યોજાયું હતું,જેમાં અમે હિંદુ અને સૂફી બન્ને સંતોને નિમંત્ર્યા હતા.હજાર કરતાં વધારે લોકો સત્સંગમાં જોડાયા હતા.દરેકે વિખવાદનો શાંતિમય ઉકેલ આવે એ માટે સામૂહિક પ્રાર્થના કરી.મેં મુસ્લિમ નેતાઓનું અભિવાદન કર્યું અને તેમણે મને કુરાનની સાથે સાથે તુલસી રામાયણના પુસ્તકો ભેટ આપ્યા તથા તેમને શ્રી રામ માટે ઊંડો આદર છે તે વાત જણાવી.તેમની અભિવ્યક્તિમાં સ્પષ્ટ ભ્રાતૃભાવ દેખાતો હતો.તેનાથી મારી માન્યતા દ્રઢ થઈ કે માત્ર સ્થાપિત હિતો ધરાવનાર લોકો જ બન્ને ધર્મના લોકો વિભાજીત રહે એવું ઈચ્છે છે.
આ સદીઓ જૂના વિખવાદમાં પૂરતું લોહી વહી ચૂક્યું હતું.હવે એવા ઉકેલની જરૂર હતી જે સમયના વહેણ સામે ટકી રહે.આ હકીકતને ધ્યાનમાં રાખીને ૨૦૦૩ માં મેં કોર્ટની બહાર સમાધાન કરવા ભલામણ કરી,જેમાં મુસ્લિમ વર્ગ શુભ લાગણીની અભિવ્યક્તિ તરીકે હિંદુઓને રામ જન્મભૂમિની બક્ષિસ આપે અને વળતામાં હિંદુઓ તેમને ૫ એકર જમીન આપે અને મસ્જિદ બાંધવામાં સહાય પણ કરે.એનાથી બન્ને ધર્મોની આવનાર અનેક પેઢીઓ સુધી ભ્રાતૃભાવનો સ્પષ્ટ સંદેશો જશે.
દેવકાલી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી અશોકજીએ મને તેમના અલ્હાબાદના પૌરાણિક ઘરમાં આવવા આમંત્રણ આપ્યું હતું.એક સામુહિક ધ્યાન કરાવ્યા પછી મેં અશોકજીને કહ્યું કે કોઈ પણ કાર્ય ફળીભૂત થવામાં માત્ર માનવીય પ્રયત્ન એકલો નહીં પરંતુ દિવ્ય શક્તિ પણ ભાગ ભજવે છે.અને એ માટે આપણામાં ધીરજ હોવી જરૂરી છે.આમ,મેં તેમને સંકેત આપ્યો કે તેમણે ઉતાવળમાં કંઈ ના કરવું જોઈએ.સાંજ પૂરી થતાં સુધીમાં તે ઘણા રાહતમાં અને આશ્વસ્ત લાગ્યા.તેમનું વાજપેયી સરકાર પ્રત્યેનું વલણ પણ કૂણું પડ્યું.
વર્ષો વીતી ગયા.2017 માં બન્ને ધર્મના નેતાઓના અને પછી સુપ્રીમ કોર્ટના કહેવાથી મેં રામ જન્મ ભૂમિ બાબતે મારા પ્રયાસો પુનઃ શરુ કર્યા.અંતે સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન મંદિર બાંધવા માટે આપવા અને ૫ એકર જમીન મસ્જિદ માટે ફાળવવા ચુકાદો આપ્યો.એ એક મહત્વશીલ પ્રસંગ હતો જ્યારે ૫૦૦ વર્ષ જૂના વિખવાદનો શાંતિમય ઉકેલ આવ્યો.
ઘણી વાર સ્થૂળ દેખાતી ઘટનામાં કોઈ સૂક્ષ્મ પાસું છુપાયેલું હોઈ શકે છે.આપણે સ્થૂળ જગતમાં કારણ-અને-અસર અનુસાર ગતિવિધિઓ કરતા હોઈએ છીએ,અને ભાગ્યે જ આપણી કલ્પના એનાથી આગળ દોડાવીએ છીએ.સત્ય એ છે કે સૂક્ષ્મ જગતના બળોની આપણા ભૌતિક જગતના પરિણામો પર નોંધપાત્ર અસર હોય છે-આપણે રહીએ છીએ તે ગૂઢ દુનિયાનું આ એક વધુ રહસ્ય છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 313 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,22,793 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 665 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 199 કેસો નોંધાયા છે અને કેરળમાં 148 કેસ નોંધાયા છે. આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 139, તામિલનાડુમાં 26,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં 30, દિલ્હીમાં 21 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.
દેશમાં અત્યાર સુધી 5,33,428 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,87,992 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 600 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2041 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,84,211 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 270 લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
‘રામાયણ’ સિરિયલમાં શ્રીરામની ભૂમિકા કરીને લોકપ્રિયતા મેળવનાર અરુણ ગોવિલની હીરો તરીકે ફિલ્મ હિટ થઈ હોવા છતાં કામ મળ્યું ન હતું. અને ‘રામ’ તરીકે પણ પહેલાં સ્ક્રીન ટેસ્ટમાં નાપાસ થયો હતો. સ્કૂલ પછી કોલેજમાં પણ અરુણ નાટકમાં કામ કરતો રહ્યો હતો પરંતુ ક્યારેય અભિનેતા બનવાનો વિચાર કર્યો ન હતો. વિજ્ઞાનમાં સ્નાતક સુધી અભ્યાસ કરીને દિલ્હી ખાતે ભાઈના ધંધામાં જોડાઈ ગયો હતો. થોડા સમય પછી એમ લાગ્યું કે એમની સાથે પોતાની કોઈ સ્વતંત્ર ઓળખ ઊભી થઈ શકે એમ નથી એટલે બીજું કોઈ કામ કરવાનું વિચાર્યું. અભ્યાસ એટલો હતો કે સારી નોકરી મળે એવી શક્યતા ન હતી. આખરે ફિલ્મોમાં નસીબ અજમાવવાનો નિર્ણય કર્યો હતો.
અરુણ ફિલ્મોમાં કામ મેળવવા મુંબઈ આવીને સંઘર્ષ કરવા લાગ્યો. નસીબ જોર કરતું હતું એટલે રાજશ્રી પ્રોડકશન્સની ફિલ્મ ‘પહેલી’ (૧૯૭૭) માં પહેલો બ્રેક સાઈડ હીરો તરીકે મળી ગયો. બાકી ખુદ અરુણ પોતાના અભિનયથી સંતુષ્ટ ન હતો. જ્યારે રાજકુમાર બડજાત્યાએ સ્ક્રીન ટેસ્ટ લીધો અને એ જોઈને અરુણને જ અભિપ્રાય આપવા કહ્યું ત્યારે સ્ક્રીન પર પોતાનો ટેસ્ટ જોયો અને એટલો ખરાબ લાગ્યો કે સ્પષ્ટ કહી દીધું હતું કે જો એમની જગ્યાએ એ હોય તો ના પાડી દે. સ્ક્રીન ટેસ્ટ દરમ્યાન દ્રશ્ય એવું હતું કે એ પોતાને અસહજ મહેસૂસ કરી રહ્યો હતો. રાજકુમારને અરુણની આ પ્રામાણિક્તા બહુ ગમી અને સ્ક્રીન ટેસ્ટમાં પાસ થયેલો જાહેર કરી દીધો! પહેલા દ્રશ્યનું જ્યારે શૂટિંગ શરૂ થયું ત્યારે અરુણના પગ ધ્રૂજતા હતા. પછી ધીમે ધીમે એ સહજ થતો ગયો અને ‘પહેલી’ માં અરુણનું કામ રાજશ્રીમાં એટલું પસંદ કરવામાં આવ્યું કે એને હીરો તરીકે ત્રણ ફિલ્મો માટે કરારબધ્ધ કરી લેવામાં આવ્યો. એમાંથી બે ફિલ્મો ‘રાધા ઔર સીતા’ અને ‘સાંચ કો આંચ નહીં’ ખાસ ચાલી ન હતી પણ ઝરીના વહાબ સાથેની ‘સાવન કો આને દો’ (૧૯૭૯) મોટી સફળ રહી હતી. એના ટાઇટલ સહિતના ગીતો લોકપ્રિય થયા હતા.
અરુણને એમ હતું કે હવે ઘણું કામ મળશે અને સ્ટાર અભિનેતા બની જશે. પણ કામ કેમ ના મળ્યું એનું કારણ ક્યારેય સમજી શક્યો નથી. હીરો તરીકે કે અન્ય પાત્રોમાં મહત્વની ફિલ્મો ના મળી એટલે ફરી સંઘર્ષ શરૂ થઈ ગયો. અરુણને દક્ષિણની ફિલ્મો પરની જીતેન્દ્ર અભિનિત હિમ્મતવાલા, જુદાઇ વગેરે ઘણી ફિલ્મોમાં નાની -મોટી ભૂમિકાઓ મળી હતી. એમાંની એક ‘જસ્ટિસ ચૌધરી’ માં અરુણનો અભિનય જોઈ શાંતિ સાગરે સાગરના કેમ્પમાં મિથુન સાથે ‘બાદલ’ (૧૯૮૫) માટે નિર્દેશક આનંદ સાગરને ભલામણ કરી. ‘બાદલ’ ને કારણે સાગરની સિરિયલ ‘વિક્રમ વેતાલ’ માં વિક્રમની મુખ્ય ભૂમિકા મળી ગઈ. દરમ્યાનમાં અરુણને જાણવા મળ્યું કે રામાનંદ સાગર દૂરદર્શન માટે ‘રામાયણ’ (૧૯૮૭) સિરિયલ બનાવી રહ્યા છે.
અરુણને એમાં રામની ભૂમિકા ભજવવાની ઈચ્છા થઈ. મિત્રો- સંબંધીઓને પોતાનો વિચાર વ્યક્ત કર્યો ત્યારે એમણે ના પાડી. એમનું કહેવું હતું કે આવી ભૂમિકાઓનું ભવિષ્ય નથી અને ઇમેજ બદલાઈ જશે. પણ ભૂમિકા કરવી હતી એટલે એ સાગર પાસે ગયો અને સામે ચાલીને રામની ભૂમિકાની માગણી કરી. રામાનંદે સ્ક્રીન ટેસ્ટ લેવડાવ્યો. એમાં અરુણ ગોવિલ નાપાસ થયા હતા એટલે ભરત, લક્ષ્મણ વગેરેમાંથી કોઈ એક ભૂમિકા પસંદ કરવા કહ્યું. પણ અરૂણે નક્કી કર્યું હતું કે તેણે ‘રામ’નું પાત્ર નથી ભજવવું એમનું ચરિત્ર નિભાવવું છે. એટલે કહી દીધું કે ભજવશે તો રામનીજ ભૂમિકા બીજી કોઈ નહીં. પછી શું બન્યું એની અરુણને ખબર નથી પણ આખરે સાગરે હા પાડીને કહ્યું કે ‘રામ’ તરીકે અમને તારા જેવો અભિનેતા મળવાનો નથી. અને અરુણ ગોવિલની ‘રામ’ બનવાની ઈચ્છા પૂર્ણ થઈ.
અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થઈ રહ્યાં છે. ત્યારે સમગ્ર દેશમાં ખુશીભર્યું પવિત્ર વાતાવરણ છે. લોકો દિવાળીની જેમ આ દિવસ ઉજવવાના છે. ઘેર ઘેર દીવા પ્રગટાવી ઘરના મંદિરમાં પણ પ્રસાદ ધરાવાશે!
કેરળની મીઠાઈ પાલ કેક (મિલ્ક કેક), જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીથી બહુ જ ઝટપટ બની જાય છે. આ સ્વાદિષ્ટ મીઠાઈ શ્રીમંતથી લઈને સામાન્ય પરિવારના લોકો પણ સહેલાઈથી બનાવીને પોતાના ઘરના મંદિરમાં બિરાજમાન રામ લલ્લાને ધરાવી શકે છે!
સામગ્રીઃ
દહીં ¼ કપ
દેશી ઘી 1 ટે.સ્પૂન
મિલ્ક પાઉડર 2 ટે.સ્પૂન
ઘઉંનો લોટ ½ કપ
મેંદો ½ કપ (મેંદો ના લેવો હોય તો આ મીઠાઈ ફક્ત ઘઉંના લોટમાં પણ બની શકે છે.)
બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન
ચપટી મીઠું
એલચી પાઉડર ¼ ટી.સ્પૂન
તેલ મીઠાઈ તળવા માટે
સજાવટ માટે ખમણેલા ડ્રાયફ્રુટ, ચાંદીનો વરખ (optional)
ચાસણી માટેઃ
સાકર 2 કપ
ખાવાનો પીળો રંગ અથવા કેસરના તાંતણા 10-15
એલચી પાઉડર ¼ ટી.સ્પૂન
રીતઃ
ચાસણીઃ એક પહોળી કઢાઈ અથવા પેનમાં સાકર નાખી તેમાં સાકર જેટલું જ એટલે કે 2 કપ પાણી મેળવી ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં કેસરના તાંતણા અથવા પીળો રંગ ઉમેરી ઉકળવા દો. સાકર ઓગળીને ચાસણી થોડી ચિપચિપી બને એટલે 2-3 મિનિટ ઉકાળીને ગેસ બંધ કરીને તેમાં એલચી પાઉડર ઉમેરીને ચાસણી એકબાજુએ મૂકી દો.
એક મોટા બાઉલ અથવા વાસણમાં દહીં, ઘી, મિલ્ક પાઉડર, બેકીંગ સોડા, ચપટી મીઠું લઈને જેરણીથી 2 મિનિટ માટે ફેંટી લો. ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ, મેંદો તથા એલચી પાઉડર મેળવીને રોટલીના લોટ કરતાં થોડો કઠણ લોટ બાંધી દો. જો લોટ સૂકો હોય અને ન બંધાતો હોય તો થોડું થોડું દૂધ ઉમેરીને લોટ બાંધવો. લોટ ઉપર ઘી ચોપડીને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો.
10 મિનિટ બાદ લોટને કુણી લેવો અને એનો જાડો રોટલો વણી લો. ત્યારબાદ આ રોટલાની કિનારી કટ કરીને તેનો ચોરસ આકાર રાખી, તેમાંથી 1 ઈંચની લાંબી અને ½ ઈંચ પહોળી પટ્ટી કટ કરી લો.
એક કઢાઈમાં તેલ મધ્યમ ગરમ કરી લો. ત્યારબાદ ગેસની આંચ ધીમી કરીને એક એક પટ્ટી તળવા માટે નાખો. ગેસની ધીમી જ આંચે પટ્ટી સોનેરી રંગની તળીને ઝારા વડે બહાર કાઢી લીધા બાદ તેને ચાસણીમાં નાખો. ચાસણી ગરમ હોવી જોઈએ. આ મીઠાઈને 10-15 મિનિટ માટે ચાસણીમાં રાખ્યા બાદ તેને બહાર કાઢીને પ્લેટમાં ગોઠવી દો. તેની ઉપર ખમણેલા ડ્રાયફ્રુટ તેમજ ચાંદીના વરખથી સજાવી લો.
અમદાવાદઃસતત ત્રણ દિવસના પ્રત્યાઘાતી ઘટાડા પછી શેરબજાર ફરી તેજીને પંથે છે. વૈશ્વિક સ્તરે પ્રોત્સાહક સંકેતોએ બજારને સારો ટેકો આપ્યો હતો. બજારની તેજીમાં આજે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 4.7 લાખ કરોડનો વધારો થયો છે. આ પહેલાં ત્રણ દિવસમાં રોકાણકારોએ રૂ. 6.6 લાખ કરોડ ગુમાવ્યા છે.
સપ્તાહના અંતે સેન્સેક્સ 496.37 પોઇન્ટની તેજી સાથે 71,68323 અને નિફ્ટી 160.15 પોઇન્ટ ઊછળી 21,622.40 પર બંધ થયા હતા. નિફ્ટીના મોટા ભાગના સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા એકમાત્ર બેન્ક નિફ્ટી સપાટ બંધ આવ્યો હતો. સાપ્તાહિક આધારે સેન્સેક્સ અને નિફ્ટીમાં આ સપ્તાહે એક ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, છેલ્લા ત્રણ મહિનામાં સાપ્તાહિક આધારે આ સૌથી મોટો ઘટાડો છે. જ્યારે નિફ્ટી બેન્કમાં આ સપ્તાહે એક વર્ષનો સૌથી મોટો ઘટાડો છે.
BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આજે રૂ. 373.56 લાખ કરોડે પહોંચ્યું હતું, જે ગઈ કાલે રૂ. 369.50 લાખ કરોડ હતું. આમ રોકાણકારોની સંપત્તિમાં રૂ. ચાર લાખ કરોડનો વધારો થયો હતો.
BSE પર લિસ્ટેડ 3912 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2468 શેરોમાં તેજી રહી હતી અને 1337 શેરોમાં ઘટાડો થયો હતો, જ્યારે 107 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સાથે 389 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી અને 10 શેરો 17 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યા હતા. આ સાથે આઠ શેરો અપર સરકિટની ઉપર પહોંચ્યા હતા, જ્યારે બે શેર લોઅર સર્કિટ પર આવી ગયા હતા.
અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. આ દરમિયાન રામલલાની પ્રથમ ઝલક જોવા મળી છે. ગર્ભગૃહમાં ભગવાન રામ રાજ્યાભિષેક થયા છે. બુધવારે રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી.
શહેરના રાણીપ, નિર્ણયનગર વિસ્તારમાં આવેલું નિશાન શૈક્ષણિક સંકુલ આમ તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતું છે, કારણ કે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરેક ચૂંટણીમાં પોતાનો અમૂલ્ય વોટ આપવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી રાણીપ નિર્ણયનગરના આ સંકુલમાં જ આવે છે.
શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાને પણ રાણીપ વિસ્તાર અને નરેન્દ્ર મોદી સાથે અનોખું જોડાણ છે. દેશમાં જ્યારે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામની લગની લાગી છે. સૌકોઈ ઉત્સવ, મહોત્સવ, પૂજા, પાઠ, કથા , ભજન કીર્તન સાથે પોતાની આગવી કલા પ્રદર્શિત કરી રહ્યું છે.
રાણીપના નિશાન શૈક્ષણિક સંકુલમાં બાળકોએ રામાયણના 17 ભાગ સુંદર રીતે તૈયાર કરી રામલલ્લાને પોતાની કૃતિ સમર્પિત કરી છે.
નિશાન શૈક્ષણિક સંકુલનાં આચાર્યા રિદ્ધિ જોશી ચિત્રલેખા.કોમને કહે છે, શ્રીરામ અને અયોધ્યા મંદિર સાથે સૌકોઈ લાગણીથી જોડાયા છે. અમારા શૈક્ષણિક સંકુલના નર્સરીથી માંડી બારમા ધોરણ સુધીનાં બાળકોએ રામાયણના જુદા-જુદા પ્રસંગોમાં ભાગ લીધો. આબેહૂબ રામાયણનાં પાત્રોની વેશભૂષા કરી અને પ્રસંગોને પ્રસ્તુત કર્યા.
બાળ રામાયણ સ્વયંવર, કોપ ભવન, રામ વનવાસ, સીતા હરણ, લંકાદહન, હનુમાન, સંજીવની, રામસેતુ, રામ-રાવણ યુદ્ધ અને સીતાની અગ્નિ પરિક્ષા જેવા પ્રસંગ ઉત્કૃષ્ટ રીતે કર્યા છે.
રિદ્ધિબહેન કહે છે, બાળકો આવા ભવ્ય પ્રસંગ સાથે જોડાય તેમ જ રામ, અયોધ્યા અને રામાયણના પ્રસંગોથી વાકેફ થાય. આપણા પરંપરાનું જ્ઞાન મળે એ ઉદ્દેશથી અમે આ પ્રકારના કાર્યક્રમ કરીએ છીએ.
અયોધ્યામાં રામલલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલાં સમગ્ર વિશ્વના સનાતન પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ છે. પ્રભુ રામ પ્રત્યેનો પ્રેમ આસ્થા, ભક્તિ સૌ પોતાના અંદાજમાં રજુ કરે છે.
અમદાવાદના એક યુવાન ડિઝાઈનરે ભગવા કલરનો કુર્તો શેરવાની તૈયાર કર્યો. આ શેરવાની પર પેઇન્ટિંગ અને સ્ટિચિંગ કરી અયોધ્યા, રામ, નરેન્દ્ર મોદી અને રામાયણની વાતોને રજુ કરી છે.
અયોધ્યા રામ અને નરેન્દ્ર મોદીને સમર્પિત શેરવાની તૈયાર કરનાર ડિઝાઈનર હેનિશ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે. રામ પ્રત્યે મને અપાર શ્રધ્ધા છે. સનાતન ધર્મને વેગવાન બનાવનાર નરેન્દ્ર મોદીને મારી આ કલાકૃતિ અર્પણ કરુ છું. આ શેરવાની પર રામ, રામ સીતા, શ્લોક સાથે રામ લક્ષ્મણ સીતા વનવાસ તરફ, નરેન્દ્ર મોદી અયોધ્યામાં, રામ ભજન, રામ હનુમાન, રામાયણના કાંડ – એક શ્લોકી સાર, રામબાણ સાથેનું પ્રચલિત ચિત્ર, પાછળના ભાગમાં અયોધ્યા મંદિર તૈયાર કર્યુ છે. આ તમામ સ્ટિચિંગ વર્ક તેમજ પેઇન્ટિંગ જાતે તૈયાર કર્યુ છે.
હેનિશ કહે છે, રામ મંદિર અયોધ્યા નગરી હાલ ખૂબજ ચર્ચામાં છે. સનાતન ધર્મ, સંસ્કૃતિ વધુ પ્રસરે એ માટેનો એક નાનકડો પ્રયાસ છે.
અમદાવાદના આ કલાકારે ભગવા શેરવાની પર ટુંક જ સમયમાં પેઈન્ટિંગ અને સ્ટિચિંગ ધ્વારા રામાયણ, અયોધ્યા, ભજન અને શ્લોકો તૈયાર કર્યા છે.