અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે ખૂલી ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પછી મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી રહેલા ફોટોમાં જોઈ શકાય છે કે સામાન્ય લોકોની લાંબી લાઇનો મંદિરની બહાર લાગી છે. ઉત્તર પ્રદેશ પોલીસના જવાનોને સુરક્ષા વ્યવસ્થા સંભાળવા માટે તહેનાત કરવામાં આવ્યા છે.
રામ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ એકત્ર થઈ છે. એને કારણે શ્રદ્ધાળુઓને રામ મંદિર પ્રવેશદ્વાર પર અટકાવી દીધા છે. ગર્ભગૃહની અંદર ભક્તોની ભારે ભીડને પગલે લોકોને અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે ભક્તોના ધસારાને જોતાં રામ પથ પર વાહનોની આવ-જા પર બંધ કરી દેવામાં આવી છે. લોકોને માત્ર પગપાળા ચાલવાની મંજૂરી છે.
મંગળવારે સવારથી જ રામ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ એકત્ર થવા લાગી હતી. કેટલાયક લોકો રાતથી જ દર્શન માટે રાહ જોઈ રહ્યા હતા. અયોધ્યામાં દર્શન માટે અલગ-અલગ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. લોકો ભગવા ઝંડા સાથે પ્રવેશ કરી રહ્યા છે.
રામ મંદિર પ્રાંગણમાં આવેલા શ્રદ્ધાળુઓને અટકાવવા માટે દોરી લગાવવામાં આવી છે, જેથી ભક્તોને રામલલ્લાના દર્શન માટે મોકલી શકાય છે. જોકે તેમ છતાં પોલીસ માટે ભીડને કાબૂમાં કરવી મુશ્કેલ થઈ રહી છે. પોલીસ અને વહીવટ તંત્રએ –બંનેએ લોકોને અરજ કરી છે કે મંદિરમાં દર્શન માટે ધક્કામુક્કી ના કરો. આવનારા સમયમાં અહીં લાખ્ખો લોકો આવવાના છે, એવામાં સુરક્ષા વ્યવસ્થાને કડક કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 236 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,24,190 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 12 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી સૌથી વધુ 512 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 483 કેસો નોંધાયા છે અને કેરળમાં 182 કેસ નોંધાયા છે. આ સાથે ગોવામાં 47, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાં 139, તામિલનાડુમાં 26,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં 30, દિલ્હીમાં 21 અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.દેશમાં અત્યાર સુધી 5,33,439 લોકોનાં મોત થયાં છે.
દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,88,720 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 229 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2031 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,84,533 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 75 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
માણસ દેવામાં ડૂબ્યો હોય એ મુશ્કેલીની પરિસ્થિતી છે. પણ હોશિયાર અને મહેનતુ માણસ ભાગ્યનો સાથ મળે એટલે દેવામાંથી બહાર નીકળીને તરતો થઈ જાય છે. એની વેળા વળે છે.
એટલે કહેવાયું છે કે ધનનો ગરીબ હોય તેની વેળા વળે અથવા સ્થિતિમાં સુધારો થાય. પણ મનનો ગરીબ એટલે કે કંજૂસ હોય તેની માનસિકતા બદલાતી નથી. એની પાસે ગમે તેટલો પૈસો આવે તો પણ કંજૂસ કંજૂસ જ રહે છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.
આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.
લેખક જોડી સલીમ- જાવેદે ફિલ્મ ‘શોલે’ ની સંપૂર્ણ સ્ક્રીપ્ટ લખી ત્યારે એમાં પાણીની ટાંકી પર ચઢીને ધર્મેન્દ્ર મરવાની ધમકી આપે છે એ દ્રશ્ય ન હતું. ફિલ્મ પૂરી થયા પછી એ ઉમેરવામાં આવ્યું હતું. અને એ પણ જાવેદ અખ્તરે છેલ્લી ઘડીએ લખ્યું હતું. એ સિવાય ફિલ્મની સ્ક્રીપ્ટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર થયા પછી શુટીંગ થયું અને જ્યારે બધાએ સાથે મળીને એનું અંતિમ પરિણામ જોયું ત્યારે એવું લાગ્યું કે બીજા ભાગમાં ધર્મેન્દ્ર હાઇલાઇટ થાય એવું એક દ્રશ્ય હોવું જોઈએ. કેમકે બીજા ભાગમાં ધર્મેન્દ્રનું પાત્ર એકદમ સપાટ લાગતું હતું. ત્યારે ચર્ચા કરીને નક્કી કર્યું કે ધર્મેન્દ્ર ‘બસંતી’ હેમા સાથે લગ્ન કરવા પાણીની ટાંકી પર ચઢી જશે અને બોલશે.
ફિલ્મમાં ધર્મેન્દ્ર દારૂની બોટલ સાથે પાણીની ટાંકી પર ચઢી જઈને ‘કૂદ જાઉંગા… મર જાઉંગા’ કહીને બૂમો પાડે છે. લોકો એને અટકાવે છે ત્યારે એ કહે છે કે,‘વો હી કર રહા હૂં જો મજનૂને લૈલા કે લિયે કિયા થા…’ પછી એને આગળ પૂછવામાં આવે છે ત્યારે કહે છે કે એનું બસંતી સાથે લગ્ન થવાનું હતું પણ એની માસીએ વચ્ચે ફાંસ મારી દીધી છે. ધર્મેન્દ્ર જ્યારે કહે છે કે,‘ગાંવવાલો મેં જા રહા હૂં, ભગવાન મેં આ રહા હૂં’ ત્યારે હેમામાલિની આવે છે અને અમિતાભ પાસે જાય છે. અને બચાવવા કહે છે. ત્યારે અમિતાભ બેફિકર થઈ કહે છે કે,‘જબ દારુ ઉતરેગી તો યે ભી ઉતર આયેગા.’ પણ બસંતી અને એની માસી લગ્ન માટે હા પાડે છે ત્યારે ધર્મેન્દ્ર નીચે ઉતરે છે. પાંચ મિનિટના આ દ્રશ્યને લખવા જાવેદે બહુ સમય લીધો હતો. એની વાત એમણે ‘શોલે’ પાકિસ્તાનમાં રજૂ થઈ ત્યારે ‘અનટોલ્ડ સ્ટોરીઝ’ ના એક ઇન્ટરવ્યુમાં યાદ કરી હતી.
જાવેદ દિવસે શુટિંગમાં જતા હતા અને સાંજે આવ્યા પછી થાકી જવાથી બધા મહેફિલમાં બેસતા અને દિવસ પૂરો થઈ જતો હતો. ધર્મેન્દ્રના એ દ્રશ્યના સંવાદ લખવાનું લંબાતું જ જતું હતું. બન્યું એવું કે છેલ્લો દિવસ આવી ગયો અને સવારે એમને બહાર જવાનું થયું. એમણે વિચાર્યું કે સવારે વહેલા ઊઠીને લખી નાખીશ. પણ ઉઠવામાં મોડું થયું એટલે કારમાં લખતા રહ્યા. કાર એરપોર્ટ પર પહોંચી ગઈ પણ સંપૂર્ણ દ્રશ્ય અને સંવાદ લખી શકાયા નહીં. એમણે કારમાંથી ઉતરીને બાકીનું લખાણ બોનેટ પર કાગળ મૂકીને જેમતેમ પૂરું કરી આપ્યું હતું. ફ્લાઇટનો બોર્ડિંગનો ટાઈમ થયો ત્યાં સુધી એ લખતા રહ્યા હતા. જાવેદ પોતે લખેલું એ દ્રશ્ય ફરીથી વાંચી શક્યા ન હતા. એ લખાણ ડ્રાઇવરને આપ્યું અને કહ્યું કે એમના સહાયકને આપી દેજે અને વ્યવસ્થિત કરી શુટિંગ કરાવી લેવું. ત્યારે સલીમ- જાવેદ લખાણ ફરીથી વ્યવસ્થિત લખવા સહાયક રાખતા હતા. જાવેદ અખ્તરે જે દ્રશ્ય સૌથી વધારે ઉતાવળમાં અને ટૂંકા સમયમાં લખ્યું હતું એ ધર્મેન્દ્રનું પાણીની ટાંકી પરનું દ્રશ્ય ફિલ્મની એક હાઇલાઇટ બની ગયું હતું.
અયોધ્યામાં અભિષેક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશવાસીઓ માટે મોટી જાહેરાત કરી છે અને આ જાહેરાતથી ગરીબ પરિવારોને ઘણી મદદ મળશે. પીએમ મોદીએ કહ્યું છે કે સરકાર ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ શરૂ કરશે. પીએમે કહ્યું, અયોધ્યાથી પરત ફર્યા બાદ મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી હતી. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે કે ભારતીયોની છત પર તેમની પોતાની સોલર રૂફ ટોપ સિસ્ટમ હોવી જોઈએ. વિશ્વના તમામ ભક્તોને સૂર્યવંશી ભગવાન શ્રી રામના પ્રકાશથી હંમેશા ઊર્જા મળે છે.
सूर्यवंशी भगवान श्री राम के आलोक से विश्व के सभी भक्तगण सदैव ऊर्जा प्राप्त करते हैं।
आज अयोध्या में प्राण-प्रतिष्ठा के शुभ अवसर पर मेरा ये संकल्प और प्रशस्त हुआ कि भारतवासियों के घर की छत पर उनका अपना सोलर रूफ टॉप सिस्टम हो।
આજે અયોધ્યામાં જીવનના અભિષેકના શુભ અવસર પર, મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે કે ભારતના લોકોના ઘરની છત પર તેમની પોતાની સોલર રૂફ ટોપ સિસ્ટમ હોવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, અયોધ્યાથી પરત ફર્યા બાદ મારો પહેલો નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ શરૂ કરશે. આ યોજના માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો કરશે નહીં, પરંતુ દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર પણ બનાવશે. વડા પ્રધાન મોદીએ મૂર્તિના અભિષેક સમારોહમાં હાજરી આપ્યા બાદ દિલ્હી પરત ફર્યા બાદ આ જાહેરાત કરી હતી.
अयोध्या धाम में आज राम लला अपने भव्य मंदिर में विराजमान हुए हैं। इस पुनीत अवसर पर सभी देशवासियों से मेरा आग्रह है कि रामज्योति प्रज्वलित कर अपने घरों में भी उनका स्वागत करें। जय सियाराम! #RamJyotipic.twitter.com/jllwCKNaym
આ પહેલા પીએમ મોદીએ અયોધ્યામાં રામલલાની મૂર્તિના અભિષેક બાદ સિયાવર રામચંદ્ર કી જય અને જય શ્રી રામના નારા સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે આ પ્રસંગને નવા યુગની શરૂઆત પણ ગણાવી હતી. તેમણે લોકોને આગામી 1000 વર્ષ સુધી મજબૂત, ભવ્ય અને દિવ્ય ભારતનો પાયો બાંધવા પણ આહ્વાન કર્યું હતું. અભિષેક સમારોહ પછી પીએમ મોદીએ કહ્યું કે આ માત્ર વિજયનો જ નહીં પરંતુ નમ્રતા બતાવવાનો પણ પ્રસંગ છે. આ નવું રામ મંદિર સમૃદ્ધ અને વિકસિત ભારતના ઉદયનું સાક્ષી બનશે.
ભગવાન શ્રી રામના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે. ત્યારે ગુજરાતે વડાપ્રધાનની આ અપીલનો ઉમંગ ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપતા દરેક ગામ, શહેરો, મહાનગરોમાં ઠેરઠેર દિપોત્સવનું આયોજન કર્યું છે.
CM નિવાસસ્થાને ઉજવણી કરાઈ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા. આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દીવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામ જ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી. અયોધ્યા ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતવર્ષના સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો
આ અવસરે મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાનના કરકમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણે પ્રાર્થના છે. ત્યાર બાદ તેમણે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.