લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં પક્ષ પલટાનું રાજકારણ ગરમાયું છે ત્યારે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ તેઓ કોંગ્રેસ છોડી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે એવી સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસનું મારા ઉપર ઋણ છે એ અદા કરવા મે થોડા દિવસો પહેલા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ની જવાબદારી સંભાળી છે.
લલિત વસોયા એ સોશિયલ મીડિયા માં એક વીડિયો પોસ્ટ કરી એવી પણ ચોખવટ કરી છે કે હાલ જ્યારે કોંગ્રેસ નો નબળો સમય ચાલી રહ્યો છે ત્યારે હું કોંગ્રેસ છોડુ તો મારી જનેતા નું ધાવણ લાજે. વડીલો એ એમને શીખવ્યું છે કે કોઈનું ઋણ માથે રાખવું નહી.
આ તકે તેમણે આ પ્રકારના અહેવાલો પ્રસિદ્ધ કરતા પહેલા માધ્યમો ખરાઈ કરે જેથી કોઈની ઈમેજ ને નુકશાન ન થાય અને કાર્યકરો શંકાની નજરે ન જોવે તેવી અપીલ કરી છે. પોરબંદર ના કોંગ્રેસ ના એક મોટા નેતા ભાજપ માં જઈ રહ્યા છે તેની સાથે ધોરાજી – ઉપલેટા ના પૂર્વ ધારાસભ્ય વસોયા નું નામ પણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં આવ્યું છે.
ભોપાલઃ મધ્ય પ્રદેશના ભોપાલમાં એક મહિલાએ પતિથી છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી છે. મહિલાનો દાવો છે કે પતિએ હનીમૂન માટે ગોવા લઈ જવાનું વચન આપ્યું હતું, પરંતુ તે અયોધ્યા લઈ ગયો હતો. મહિલાએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે. જોકે એ દરમ્યાન મહિલા અને તેના પતિની કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
રિલેશનશિપ કાઉન્સેલર શૈલ અવસ્થીના જણાવ્યા મુજબ આ દંપતીએ ગયા વર્ષે ઓગસ્ટમાં લગ્ન કર્યાં હતાં. યુવક IT એન્જિનિયર છે. તેની પત્નીએ તેને હનીમૂન માટે કોઈ અન્ય જગ્યાએ લઈ જવા માટે કહ્યું હતું. જેથી પતિએ કહ્યું હતું કે તેણે એક ધાર્મિક સ્થળે જવું જોઈએ, કેમ કે તેનાં માતાપિતા મંદિરમાં જવા ઇચ્છે છે. આ કશ્મકશમાં પતિ-પત્ની ગોવા જવા માટે રાજી થઈ ગયાં.મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ યાત્રાના એક દિવસ પહેલાં તેને જણાવ્યું હતું કે તેઓ તેની માતાની ઇચ્છા પર અયોધ્યા અને વારાણસી જઈ રહ્યા છે. જોકે દંપતી યાત્રા પર નીકળ્યા ખરાં, પણ પરત ફરવા સાથે તેમની વચ્ચે વાદવિવાદ થઈ ગયો. જે પછી મહિલાએ પતિથી તલાક માટે અરજી દાખલ કરી દીધી હતી.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે પતિ તેનો વિશ્વાસ તોડ્યો અને તેના કરતાં તેના પરિવારને વધુ પ્રાથમિકતા આપી. જોકે દંપતીનું કાઉન્સેલિંગ પણ હજી ચાલી રહ્યું છે. જેથી તેઓ ફરીથી એકસાથે રહી શકે.
અમદાવાદ : ભારત દેશના ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ‘કોમ્યુનિટી હાર્મની ‘.. રંગ છે એકતાનો.. મુસ્કાન માટે રક્તદાન.. થેલેસેમીયા મેજર બાળકો માટે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યુ હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુરના પોલીસ મીની હેડ કવાર્ટર માં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના સૌજન્યથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોમતીપુર, રખિયાલ સહિત શહેરના નાગરિકો, વેપારી સંગઠનો, પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
ગોમતીનુરના મીની પોલીસ હેડક્વાર્ટરમાં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ઈન્સાસ તેમજ અન્ય રાઈફલ્સ, પિસ્ટલ, ટીયર ગેસ સહિત શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. પોલીસ વિભાગ કેવા હથિયારો સાથે સજ્જ થઈ ગુનાહિત પ્રવૃત્તિ, રમખાણો, અસામાજિક પ્રવૃત્તિઓને ડામે છે એ નિદર્શન કરવા શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. પોલીસ વિભાગના અશ્વદળમાં સામેલ અશ્વ શો તેમજ શ્વાન દળની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યુ હતું. તાલીમ આપેલા અશ્વો અને ડોગ પણ પોલીસ વિભાગની કામગીરીમાં મદદરૂપ થાય છે.
શહેરીજનોમાં ટ્રાફિકની અવેરનેસ આવે એ માટે બેનર્સ, બેરિકેડ, હેલ્મેટ સહિત અનેક ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. નવા યુગમાં સાઈબર ક્રાઈમ સતત વધતો જાય છે. જેને ધ્યાનમાં રાખી સાઈબર ગઠીયાઓથી લોકોએ કેવી રીતે સાવધ રહેવુ એ બાબતોનું નિદર્શન પણ કરવામાં આવ્યુ હતું. ગંભીર સમજણ મનોરંજન દ્વારા લોકોને સમજાય એ માટે પપેટ શો પણ કરવામાં આવ્યો હતો. હેલ્પલાઈનોના તેમજ પોલીસની બોડીવોર્ન કેમેરા સાથેની કામગીરીના બેનર્સ મુકવામાં આવ્યા હતા. અમદાવાદ શહેર ઝોન 5 હેડ કવાર્ટરના આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમની બે દિવસીય ભારતની સરકારી મુલાકાતના ભાગરૂપે જયપુર પહોંચ્યા હતા. જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન સમયે વિદેશ મંત્રી એસ જયશંકર, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ તેમનું સ્વાગત કર્યું હતું. મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની પરેડમાં હાજરી આપશે. મેક્રોન જયપુરમાં પ્રખ્યાત આમેર કોર્ટ જોવા જશે. તેમના સન્માનમાં ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
VIDEO | French President Emmanuel Macron arrives in Jaipur. He was received by Rajasthan Governor Kalraj Mishra, External Affairs Minister S Jaishankar and CM Bhajan Lal Sharma. pic.twitter.com/xjx7m7WETT
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન રાજસ્થાનના જયપુરમાં આમેર કિલ્લા પર પહોંચી ગયા છે. તેમના સ્વાગત માટે ત્યાં એકત્ર થયેલા શાળાના વિદ્યાર્થીઓને મળ્યા. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારી પણ હાજર છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને જયપુરના આમેર ફોર્ટ ખાતે રાજસ્થાની પેઇન્ટિંગ આર્ટની પ્રશંસા કરી અને કલાકારો સાથે વાતચીત કરી.
VIDEO | French President Emmanuel Macron interacts with dignitaries during his visit to Amer Fort in Jaipur. pic.twitter.com/Q2ZHYW93WO
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન રામબાગ પેલેસમાં દ્વિપક્ષીય બેઠક કરશે
બાદમાં સાંજે તેઓ જંતર-મંતર અને હવા મહેલની મુલાકાત લેશે, ત્યારબાદ પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ તાજ રામબાગ પેલેસમાં દ્વિપક્ષીય બેઠક કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિને ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની આ મુલાકાત ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી પર આધારિત છે. સમગ્ર પિંક સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના પોસ્ટરોથી શણગારવામાં આવ્યું છે.
VIDEO | French President Emmanuel Macron greeted by students at Amer Fort in Jaipur. pic.twitter.com/Cp777ow2dW
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. તેમણે બુલંદશહેરને 19000 કરોડ રૂપિયાથી વધુની ભેટ આપી હતી. આ દરમિયાન તેમણે વિશાળ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે રામ દ્વારા રાષ્ટ્રના માર્ગને વધુ મજબૂત બનાવવો પડશે. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે રામ મંદિર બનાવીને અમે કલ્યાણ સિંહ અને તેમના જેવા નેતાઓનું સપનું પૂરું કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુરામના દર્શન થયા અને આજે જનતા જનાર્દનના દર્શન થયા. હું તમારા પ્રેમથી અભિભૂત છું. આ પ્રદેશે કલ્યાણ સિંહ જેવો પુત્ર આપ્યો, જેણે રામ કાજ અને રાષ્ટ્ર કાજને પોતાનું જીવન આપ્યું. આજે અયોધ્યા ધામ જોઈને કલ્યાણ સિંહ ખુશ થશે જ. અમે કલ્યાણ સિંહનું સપનું પૂરું કર્યું છે પરંતુ હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
अयोध्या में प्राण प्रतिष्ठा का कार्य संपन्न हुआ, अब राष्ट्र प्रतिष्ठा को नई ऊंचाई देने का समय है।
हमें देव से देश और राम से राष्ट्र के मार्ग को और प्रशस्त करना है।
हमारा लक्ष्य 2047 तक भारत को विकसित राष्ट्र बनाना है।
જીવન પ્રતિષ્ઠા પૂર્ણ અને હવે રાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો સમય છે
પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યામાં રામ લલ્લાની હાજરીમાં મેં કહ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠાનું કામ પૂર્ણ થઈ ગયું છે, હવે સમય આવી ગયો છે કે દેશની પ્રતિષ્ઠાને નવી ઊંચાઈઓ અપાવીએ. આપણે આગળ ભગવાનથી દેશ અને રામથી રાષ્ટ્ર તરફનો માર્ગ મોકળો કરવાનો છે. અમારો ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે.
आजादी के बाद के दशकों में लंबे समय तक भारत में विकास को सिर्फ कुछ ही क्षेत्रों में सीमित रखा गया।
देश का एक बहुत बड़ा हिस्सा विकास से वंचित रहा। इसमें भी उत्तर प्रदेश, जहां देश की सबसे बड़ी आबादी बसती थी, यहां ध्यान नहीं दिया गया।
ઉત્તર પ્રદેશના ઝડપી વિકાસ વિના વિકસિત ભારતનું નિર્માણ શક્ય નથી. આજે, હું બુલંદશહરમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કાર્યક્રમનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. પહેલા યુપીને મજબૂત બનાવવું પડશે. જેવર એરપોર્ટથી રાજ્યને તાકાત મળશે. યુપીના ઘણા મોટા શહેરોને મેટ્રો દ્વારા જોડવામાં આવી રહ્યા છે. અગાઉની સરકારોએ યુપી પર કોઈ ધ્યાન આપ્યું ન હતું.
हमारा प्रयास है कि कोई भी लाभार्थी सरकार की योजना से वंचित न रहे, इसके लिए मोदी की गारंटी वाली गाड़ी गांव-गांव आ रही है।
यूपी में भी लाखों लोग इस गारंटी वाली गाड़ी से जुड़े हैं। आज पूरा देश मोदी की गारंटी को गारंटी पूरा होने की गारंटी मानता है। क्योंकि हमारी सरकार जो कहती है, वो… pic.twitter.com/neSUS2bDj4
અમદાવાદઃ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં આઠ લોકોને હાર્ટ-એટેક આવ્યા છે, જેમાં રાજકોટ જિલ્લામાં જ હાર્ટ-એટેકથી સાતનાં મોત થયાં છે. અહેવાલો મુજબ જામનગરના કલેક્ટર બીજલ શાહને આજે હાર્ટ-એટેક આવ્યો હતો, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગર જિલ્લા કલેક્ટર બીજલ શાહને છાતીમાં દુખાવો થતાં જી.જી. હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને હાર્ટ અટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બીજલ શાહ 2009ની બેચના IAS ઓફિસર છે, અગાઉ તેઓ UGVCLના એમડી, બનાસકાંઠા,પાલનપુરના ડીડીઓ અને બોટાદના કલેકટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. જી.જી. હોસ્પિટલમાં તબીબો તેમની સારવાર કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી યુવાનોમાં હાર્ટ-એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગઈ કાલે હાર્ટ એટેકને કારણે બે યુવાનોનાં મોત થયા હતા, આ ઉપરાંત ત્રણ પ્રૌઢનાં હાર્ટ-એટેકથી મોત થયાં હતાં. આજે વધુ એક યુવાન અને મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા પ્રૌઢ કેદીનું હાર્ટ-એટેકથી મોત થયું હતું. રાજકોટમાં 22 વર્ષીય યુવાનનું હાર્ટ-એટેકથી મોત થયું હતું, બે દિવસ પછી શનિવારે તેનાં લગ્ન હતાં. લગ્નના બે દિવસ પૂર્વે વરરાજાનું મોત થતાં બંને પક્ષે શોકનો માહોલ છવાઈ ગયો છે.
રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદીનું પણ હાર્ટ એટેકથી મોત થયું હતું. અંજારના 55 વર્ષીય કેદી હરિ લોચાણીનું હાર્ટ-એટેકથી મોત થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ પ્રાથમિક તારણમાં હાર્ટ-એટેકથી મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટના લોહાનગરમાં ગઈ કાલે 43 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.
હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં આવ્યો છે. જેમાં 10 આરોપીઓ હજુ ફરાર છે. ત્યારે હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો છે. મોડી રાત્રે હાલોલ તરફથી આવતા પરેશ શાહ ઝડપાઇ ગયો છે. જેમાં 18 સામે ફરિયાદ બાદ પરેશ શાહનું નામ ઉમેરાયું હતું. વડોદરા પોલીસે તેને હાલોલ-વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે. વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને ઝડપી લીધો તેવો પોલીસે દાવો કર્યો છે. બીજી તરફ વડોદરાના એક સંતની મધ્યસ્થીથી પરેશ શાહ હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. પરેશ શાહ ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહનો સાઢુભાઈ થાય છે.
ઘટનામાં અત્યાર સુધી પોલીસે કુલ 9 આરોપીઓને ઝડપ્યા છે. તેમજ હરણી દુર્ઘટનાના 10 આરોપીઓ હજુ ફરાર છે. વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 14 ના મોત મામલે હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો છે. પરેશ શાહની ધરપકડ થતા સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાઈ શકે છે. બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો. આ ઘટનામાં પરેશ શાહે મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો.
વડોદરાની બોટ હોનારતમાં બે શિક્ષિકા અને 12 બાળકોના મોત થયા છે. તેમાં બાળક ગુમાવનાર પિતા દ્વારા એક પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તે અંગે પિટિશન દાખલ કરનાર વકીલે જણાવ્યું છે કે, પિટિશનમાં એવી માંગણી કરવામાં આવી છે કે, ઇન્વેસ્ટિગેશન સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવામાં આવવું જોઇએ. એક એવી એજન્સી કે જેનું મોનિટરિંગ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઇકોર્ટ કરે. જ્યાં સુધી બેદરકારીનો સવાલ છે. એક એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોન્ટ્રાક્ટરને માત્ર પેડલ બોટ ચલાવવા માટેની મંજૂરી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી. તેમ છતાંય એન્જિન બોટ કોની પરમિશનથી ચલાવવામાં આવતી હતી ? એન.ઓ.સી. વિવિધ સરકારી કચેરીઓ દ્વારા ઇશ્યૂ થઇ છે. જે સંદર્ભે તપાસ થઇ નથી. તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. જેથી, સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન સ્વતંત્ર એજન્સીને સોંપવામાં આવે અને કોર્ટે મોનિટરિંગ ઇન્વેસ્ટિગેશન થવું જોઇએ.
બરાબર એક વર્ષ પહેલાં ૨૫મી જાન્યુઆરી ૨૦૨૩એ હું બ્રેકફાસ્ટ ટેબલ ઉપર હતો, ત્યારે સમાચાર આવ્યા કે ન્યુ યોર્કમાં એક શોર્ટ સેલરે અદાણી જૂથ સામેના આક્ષેપોનું એક સંકલન ઓનલાઇન મૂક્યું છે. આ એ જ મૃતપાય આક્ષેપો હતા કે જે મારા વિરોધીઓ તેમના સાથીદારો મારફત તેને ’સંશોધન અહેવાલ’ તરીકે નિષ્ઠાવાન સ્વ-શૈલીમાં કોરડા મારીને માધ્યમોમાં સજીવન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બધું મળીને તે જાહેર કરેલી અને સાર્વજનિક ઉપલબ્ધ માહિતીમાંથી મેળવેલા પસંદગીનાં અર્ધ-સત્યોનો એક ચાલાકીપૂર્વક રચવામાં આવેલો સમૂહ હતો.
અમારી સામે જુઠ્ઠાણાં અને પાયાવિહોણા આક્ષેપો એ કોઈ નવી વાત નથી. તેથી વ્યાપક પ્રતિસાદ જારી કર્યા બાદ મેં તેના વિશે વધુ વિચાર્યું નહીં. જો કે સત્ય તેનાં પગરખાંની દોરી બાંધી રહ્યું હતું ત્યારે પણ એક અસત્ય વિશ્વને પાર કરી ગયું હતું! સત્યની શક્તિના મુખ્ય આહાર પર ઉછરેલો આ હુમલો મારા માટે અસત્યની તાકાત ઉપરનો પાઠ હતો. સામાન્ય રીતે શોર્ટ સેલિંગના આ હુમલાની અસર નાણાકીય બજારો સુધી મર્યાદિત હોય છે. જોકે આ એક અનોખો દ્વિ-પરિમાણીય હુમલો હતો – અલબત્ત, એક નાણાકીય અને તે પણ રાજકીય ફલક ઉપર ખેલાયો હતો – જે એકબીજાને પોષતો હતો. માધ્યમોમાં કેટલાક દ્વારા સહાયિત અને પ્રેરિત અમારી સામેના જુઠ્ઠાણાં અમારા પોર્ટફોલિયોની માર્કેટ કેપને નોંધપાત્ર રીતે ઘટાડી શકે તેટલા કાટ ખાયેલાં હતાં, કારણ કે મૂડીબજારો સામાન્ય રીતે તર્કસંગત કરતાં લાગણીશીલ વધુ હોય છે.
મને સૌથી વધુ દુ:ખ એ વાતનું થયું કે હજારો નાના રોકાણકારોએ તેમની બચત ગુમાવી દીધી. જો અમારા વિરોધીઓની યોજના સંપૂર્ણ રીતે સફળ થઈ હોત તો તેની ડોમિનો ઈફેક્ટરૂપે સીપોર્ટસ અને એરપોર્ટથી લઈ પાવર સપ્લાય ચેઈન સુધીની અનેક જટિલ માળખાકીય અસ્ક્યામતોને વિકલાંગ કરી શકી હોત જે કોઈ પણ દેશ માટે આપત્તિજનક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે. જોકે અમારી નક્કર અસ્કયામતો, અમારી તાકાતવાન કામગીરી અને ડિસ્ક્લોઝર્સની અમારી ઉચ્ચ ગુણવત્તાને કારણે ધિરાણકર્તાઓ અને રેટિંગ એજન્સીઓ સહિતના વધુ માહિતગાર નાણાકીય સમુદાયે જુઠાણાઓના ગપગોળાથી પ્રભાવિત થવાને નકારીને અને અમારી સાથે અડીખમ ઊભા રહ્યા.
આ પરિસ્થિતિને સંભાળવા માટે અમારી પાસે કોઈ પૂર્વગામી રસ્તો નહોતો. છેવટે તો મોટા ભાગે અમારા વ્યવસાયોની નક્કરતામાં ભરોસો અમારી વિરોધાભાસી વ્યૂહરચના નક્કી કરે છે. અમારા પહેલા નિર્ણયની પ્રાથમિકતા અમારા રોકાણકારોને બચાવવાની હતી. રૂ. 20,000 કરોડનો ફોલો ઓન પબ્લિક ઓફર(FPO) પૂર્ણ કર્યા બાદ અમે FPOની રકમ પરત કરવાનું નક્કી કર્યું. કોર્પોરેટ જગતની તવારીખમાં રોકાણકારોના કલ્યાણ અને વ્યવસાયની નૈતિક રસમો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરતું આ અભૂતપૂર્વ પગલું હતું.
આ યુદ્ધના ધુમ્મસમાં અમારું સૌથી મોટું શસ્ત્ર પૂરતી લિક્વિડિટી હતું. રૂ. ૩0,000 કરોડની અમારી મજબૂત રોકડ અનામતને વધારવા માટે અમારી ગ્રુપ કંપનીઓમાં નિષ્કલંક વૈશ્વિક સ્ટેન્ડિંગ ધરાવતા GQG પાર્ટનર્સ અને કતાર ઇન્ટરનેશનલ (QIA) જેવા રોકાણકારોને હિસ્સાના વેચાણ મારફત આગામી બે વર્ષ માટે દેવાંની ચુકવણી સમાન વધારાના રૂ.૪0,000 કરોડ એકત્ર કરીને અમારી નાણાકીય સ્થિતિને અમે વધુ મજબૂત બનાવી છે. તેનાથી રોકડ અનામતની વિસ્તરિત બાથ ભીડવાની તૈયારી કરવા, બજારોમાં પુનઃવિશ્વાસનો સંચાર કરવા અને ભારત માટે વિશ્વ-સ્તરીય માળખાકીય અસ્કયામતો બનાવવાના ઉદ્દેશો પૂરા થયા છે.
માર્જિન-લિંક્ડ ધિરાણના રૂ. ૧૭,૫00 કરોડની પૂર્વ ચુકવણી કરીને, અમે બજારની અસ્થિરતાથી અમારા પોર્ટફોલિયોને ઇન્સ્યુલેટેડ અને રિંગ-ફેન્સિંગ કર્યું છે. મેં મારી અગ્રણી ટીમને વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. આના પરિણામે વિત્ત વર્ષ-૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૪૭ ટકાની વિક્રમજનક EBITDA વૃદ્ધિને ઉત્પ્રેરિત કરવામાં આવી છે, જેમાં અદાણી પોર્ટફોલિયોએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અત્યાર સુધીનો તેનો સૌથી વધુ ત્રિમાસિક નફો કર્યો છે. અમારું બેટ આ વાત કરી રહ્યું છે. અમારા નાણાકીય અને બિન-નાણાકીય હિસ્સેદારો માટે વ્યાપક જોડાણના એક કાર્યક્રમનો અમે અમલ કર્યો છે. શરૂઆતના ૧૫૦ દિવસમાં એકલી ફક્ત નાણાકીય ટીમે વિશ્વમાં લગભગ ૩00 બેઠકો કરી હતી, જેમાં નવ રેટિંગ એજન્સીઓ દ્વારા ૧૦૪ સંસ્થાઓમાં રેટિંગની પુષ્ટિ કરવામાં આવી હતી. બેંકો, નિશ્ચિત આવકના રોકાણકારો, સાર્વભૌમ સંપત્તિ ભંડોળ, ઇક્વિટી રોકાણકારો, સંયુક્ત સાહસના ભાગીદારો અને રેટિંગ એજન્સીઓ હંમેશા અમારા મુખ્ય હિસ્સેદારો રહ્યા છે, કારણ કે તેઓ યોગ્ય ખંત, ચકાસણી અને સમીક્ષાઓ અને અમારા વ્યાપક અને પારદર્શક ડિસ્ક્લોઝર શાસનને આધારભૂત માને છે.
અમે પારદર્શક રીતે હકીકતોની રૂપરેખા આપવા અને અમારા પર હુમલો કરનારાઓના હેતુઓને ખુલ્લા પાડવા માટે અમારી બાજુની વાતોને રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના કારણે અમારા ઉદ્યોગ સમૂહ સામે નકારાત્મક ઝુંબેશનો પ્રભાવ ઘટી રહ્યો છે. સાર્વજનિક ધારણામાં બદલાવનું પ્રમાણપત્ર એ અમારા શેરહોલ્ડરના બેઝમાં થયેલ નોંધપાત્ર વૃદ્ધિ છે, જે ફોલો-ઓન પબ્લિક ઑફરિંગનું પ્રાથમિક લક્ષ્ય છે. આ પડકારજનક વર્ષમાં અમારા શેરધારકોનો આધાર ૪૩ ટકા વધીને લગભગ ૭૦ લાખ સુધી પહોંચ્યો છે.
વધુમાં, અમારી વૃદ્ધિની ગતિ જાળવી રાખવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અદાણી ગ્રુપે તેનું રોકાણ અવિરત ચાલુ રાખ્યું છે, જેનો પુરાવો અમારી એસેટ બેઝમાં રૂ. .૪.૫ લાખ કરોડની થયેલી વૃદ્ધિ છે. આ સમયગાળામાં ખાવડામાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી જનરેશન સાઇટ, નવી કોપર સ્મેલ્ટર, એક ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ અને જેની લાંબા સમયથી પ્રતિક્ષા હતી, એ ધારાવીના પુનઃવિકાસ સહિતના અનેક મુખ્ય પ્રોજેક્ટ્સની શરૂઆત કરવામાં આવી છે. અદ્રશ્ય દ્રષ્ટિએ આ કટોકટીએ એક મૂળભૂત નબળાઈનો પર્દાફાશ કર્યો છે જેને મેં વધવા દીધી હતી -અમે અમારી પહોંચના મિકેનિઝમ્સ પર પૂરતું ધ્યાન આપ્યું ન હતું. માળખાકીય ધિરાણ સમુદાયની બહારના માત્ર થોડા લોકો અદાણી જૂથે શું કર્યું છે અથવા કરી રહ્યું છે, તેના કદ, સ્કેલ અને ગુણવત્તા વિશે જાણતા હતા.
અમારી નાણાકીય સ્થિતિ મજબૂત હતી, અમારું શાસન દોષરહિત હતું, વિકાસ માટેનો અમારો રોડમેપ માપવામાં આવ્યો હતો અને ભારતના નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં અમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીએ છીએ એવું અમારા તમામ બિન-નાણાકીય હિસ્સેદારો અમને અને અમારા વિશેના સત્યને જાણે છે એવું અમે નિષ્કપટપણે માનતા હતા.
અમારા બિન-નાણાકીય હિસ્સેદારો સાથે અસરકારક રીતે સંલગ્ન થવાની આવશ્યકતા પર આ અનુભવે ભાર મૂક્યો છે. અમારા દેવાંના સ્તરના તોડીમરોડીને કરાયેલાં વર્ણનો અને રાજકીય પક્ષપાતના પાયાવિહોણા આરોપોનો સક્રિયપણે સામનો કરવામાં અમે વિફળ રહ્યા હતા, જેના પરિણામે વિકૃત ધારણાઓ ફેલાઈ હતી. હકીકત એ છે કે અમારી પરિવહન અને ઉપયોગિતા કંપનીઓની શ્રેણીનો અમારી પાસે સૌથી નીચો ડેટ-EBITDA રેશિયો છે. (સપ્ટે. ૨૦૨૩ના આખરી અર્ધવાર્ષિક ગાળા માટે આ 2.5x હતો.) વધુમાં, સમગ્ર સ્પેક્ટ્રમમાં વિવિધ રાજકીય પક્ષોના શાસન હેઠળનાં ૨૩ ભારતીય રાજ્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયમાં ફૂટપ્રિન્ટ સાથે અમે રાજકીય રીતે ખરેખર અજ્ઞેયવાદી છીએ. પાછલા વર્ષની કસોટીઓ અને વિપત્તિઓએ અમને મૂલ્યવાન પાઠ શીખવ્યા છે, અમને મજબૂત બનાવ્યા છે અને ભારતીય સંસ્થાઓમાં અમારી શ્રદ્ધાની પુનઃપુષ્ટિ કરી છે. અમારા પરનો આ કપટભર્યો હુમલો – અને તેની સામે અમારું મજબૂત પ્રતિકાત્મક પગલા નિઃશંકપણે જ્યારે એક કેસ સ્ટડી બનશે ત્યારે મને લાગે છે કે મારી આ શીખ વહેંચવાની ફરજ પડશે, કારણ કે આજે અમે હતા, આવતી કાલે તે કોઈ અન્ય હોઈ શકે છે. હું કોઈ ભ્રમમાં નથી કે આવા હુમલાઓનો આ અંત છે. હું માનું છું કે અમે આ અનુભવથી વધુ મજબૂત બનીને ઊભરી આવ્યા છીએ અને ભારતની વૃદ્ધિ ગાથામાં અમારું નમ્ર યોગદાન ચાલુ રાખવાના અમારા સંકલ્પમાં વધુ અડીખમ છીએ.
કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રસન્ના બી વરાલે ગુરુવારે (25 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા.આ પછી આ પહેલીવાર બનશે જ્યારે સુપ્રીમ કોર્ટમાં એકસાથે ત્રણ દલિત જજ હશે. ચાલો જાણીએ કોણ છે જસ્ટિસ પ્રસન્ના વરાલે, શપથ લેતાની સાથે જ સુપ્રીમ કોર્ટમાં સર્જાયો રેકોર્ડ.
કાયદા અને ન્યાય મંત્રાલયે બુધવારે (24 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ વરાલેની નિમણૂકની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 19 જાન્યુઆરીએ જસ્ટિસ વરાલેની બઢતીની ભલામણ કરી હતી. કોલેજિયમે કહ્યું કે 2008માં બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયેલા જસ્ટિસ વરાલે ઘણો અનુભવ ધરાવે છે. તેઓ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહી ચૂક્યા છે. એમના અનુભવના આધારે એમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા.
કળા અને કાયદાના અભ્યાસી
જસ્ટિસ વરાલેનો જન્મ વર્ષ 1962માં કર્ણાટકના નિપાનીમાં થયો હતો. આ જગ્યા મહારાષ્ટ્રની સરહદ પર છે. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠા યુનિવર્સિટીમાંથી કળા અને કાયદાનો અભ્યાસ કર્યો હતો. આ પછી, તેમણે 1985 માં કાયદામાં પ્રવેશ મેળવ્યો. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેઓ એડવોકેટ એસએન લોયાની ચેમ્બરમાં જોડાયા હતા. અહીં તેણે સિવિલ અને ફોજદારી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ 1990 અને 1992 વચ્ચે આંબેડકર લો કોલેજ, ઔરંગાબાદમાં લેક્ચરર પણ હતા. તેમણે ઔરંગાબાદ ખાતે બોમ્બે હાઈકોર્ટની બેંચમાં સહાયક સરકારી વકીલ અને વધારાના સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું. 18 જુલાઈ, 2008ના રોજ તેમની બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
અનુસૂચિત જાતિમાંથી એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ
જસ્ટિસ વરાલે બોમ્બે હાઈકોર્ટમાં 14 વર્ષ સુધી સેવા આપી, ત્યારબાદ ઓક્ટોબર 2022માં તેમને કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અત્રે નોંધનીય બાબત એ છે કે તે સમયે તેઓ દેશની તમામ હાઈકોર્ટમાં અનુસૂચિત જાતિમાંથી એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ હતા. જસ્ટિસ વરાલે તેમની કાનૂની યાત્રાનો શ્રેય તેમના પરિવારના ડૉ બીઆર આંબેડકર સાથેના જોડાણને આપે છે. તેમનું કહેવું છે કે તેમના પરિવાર પર આંબેડકરનો ઘણો પ્રભાવ રહ્યો છે.
સામાન્ય માણસોના હિતમાં કરે છે કામ
જસ્ટિસ પ્રસન્ના બી વરાલે ઑક્ટોબર 2022થી કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. અહીં તેઓ જાહેર હિતની ઘણી બાબતોમાં સુઓ મોટુ સંજ્ઞાન લેવા માટે જાણીતા છે. કર્ણાટક હાઈકોર્ટના વકીલો તેમને ડાઉન ટુ અર્થ અને સામાન્ય માણસના હિતમાં કામ કરતા ગણાવે છે. કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક પહેલા, ન્યાયમૂર્તિ પ્રસન્નાએ 14 વર્ષ સુધી બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે, તેમની આગેવાની હેઠળની બેંચોએ જાહેર હિતમાં સુઓ મોટુ કેસો શરૂ કર્યા. આમાં આંબેડકરના લખાણો અને ભાષણો પ્રકાશિત કરવાના અટકેલા પ્રોજેક્ટ પરની PILનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ વરાલેની આગેવાની હેઠળની બેન્ચે જાન્યુઆરી 2022માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ખીરખંડી ગામની છોકરીઓને એમની શાળામાં લઈ જવાની ફરજ પડી હતી એવા જોખમી બોટ રાઈડ અંગેના સમાચારને ધ્યાનમાં લઈને, જાન્યુઆરી 2022માં સુઓ મોટુ પીઆઈએલ શરૂ કરી હતી. બેન્ચે સરકારને રાજ્યમાં સમાન દુર્દશાનો સામનો કરી રહેલા શાળાના બાળકોને મદદ પૂરી પાડવા જણાવ્યું હતું.
મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચુકાદા
કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે, તેમણે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સૂચનાઓ અને ચુકાદાઓ આપ્યા. તેમણે એવા કિસ્સાઓ પણ સાંભળ્યા કે જેમાં સરકારના વર્તન પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને જે અધિકારીઓ યોગ્ય કામ નથી કરી રહ્યા હતા તેમના પર દંડ પણ લગાવ્યો હતો.
પહેલીવાર એવું બની રહ્યું છે કે..
જસ્ટિસ પ્રસન્ના બી વરાલે સુપ્રીમ કોર્ટના જજ બનતાની સાથે જ પહેલીવાર એવું બની રહ્યું છે કે અનુસૂચિત જાતિમાંથી આવતા ત્રણ જજ સુપ્રીમ કોર્ટમાં છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સીટી રવિકુમાર પણ અનુસૂચિત જાતિમાંથી આવે છે.
હૈદરાબાદઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ હૈદરાબાદમાં શરૂ થઈ છે. આ મેચમાં ટોસ જીતીને ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ઇંગ્લેન્ડની ટીમની 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટીમ ઇન્ડિયા વતી સ્પિનર ત્રિપુટી આર. અશ્વિન, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાએ રંગ રાખ્યો હતો. બંને સ્પિનરોએ ઇંગ્લેન્ડની ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી. આ સાથે અક્ષર પટેલે બે વિકેટ લીધી હતી. હૈદરાબાદમાં ઇતિહાસ રચતાં જાડેજા અને અશ્વિનની જોડીને નામે હવે કુલ 502 વિકેટ થઈ ચૂકી છે.
ઇંગ્લેન્ડ વતી સૌથી વધુ 70 રન સ્ટ્રોક્સે બનાવ્યા હતા, જે પછી ડકકેટે 35, રૂટે 29, બેરિસ્ટોએ 37 અને હાર્ટલેએ 23 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમ વતી જાડેજા અને અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે બે, અને અક્ષર પટેલે 6 વિકેટ લીધી હતી.
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટટ કોહલીએ અંગત કારણોસર શ્રેણીની પ્રથમ બે મેચમાંથી આરામ લીધો છે. કોહલીની ગેરહાજરીમાં શુભમન ગિલ, શ્રેયસ ઐય્યર અને કેએલ રાહુલ મિડલ ઓર્ડરને મજબૂત કરવાનો પ્રયાસ કરશે.