Home Blog Page 2109

પ્રજાસત્તાક પરેડમાં ધોરડોના ટેબ્લોને મળ્યું પ્રથમ સ્થાન

અમદાવાદઃ 26મી જાન્યુઆરી, 2024ના પ્રજાસત્તાક પર્વે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ”કર્તવ્ય પથ” ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું, જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા. એમાં ગુજરાત દ્વારા પણ 26 જાન્યુઆરીએ  ટેબ્લો કરવામાં આવ્યો હતો. એમાં સૌથી વધુ મત ગુજરાતના ટેબ્લોને મળ્યા છે. આમ ગુજરાતના ટેબ્લોએ દેશમાં ગૌરવ વધાર્યુ છે.

ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે. આ ઓળખના પરિણામરૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરીને ‘વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ’નો એવોર્ડ 2023માં એનાયત કરવામાં આવ્યો છે.

આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશનાં રાજ્યો, કેન્‍દ્રશાસિત પ્રદેશ તથા મંત્રાલયો મળીને કુલ 25 ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.આ ટેબ્લોઝની ઝાંખીમાં ગુજરાતના ટેબ્લોને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ-જનતા જનાર્દનની પસંદગીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની પસંદગીમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ બીજો ક્રમ મેળવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતને સતત અગ્રેસર રાખવાની પરંપરાને વધુ ગતિ અપાવતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોને વધુ એક સફળતા આ ટેબ્લોના વિજેતા થવાથી મળી છે.

ગુજરાતના ટેબ્લોમાં કચ્છની ઓળખ સમા ‘ભૂંગા’, રણોત્સવ, ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણ, ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિને દર્શાવતાં નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. ટેબ્લોની સાથે UNESCOના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં તાજેતરમાં જ સામેલ કરવામાં આવેલા ગુજરાતના ભાતીગળ ગરબાની પ્રસ્તુતિએ ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ટેબ્લોની સાથે રજૂ થયેલા ગરબામાં કચ્છી ગાયિકા દિવાળીબહેન આહિરે ગાયું હતું. આ ટેબ્લો આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં જન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેનો પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે.

 

 

 

 

બજેટ સત્ર પહેલાં વિપક્ષના સાંસદોનું સસ્પેન્શન થયું રદ

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર બુધવારથી શરૂ થવાનું છે. બજેટ સત્રની ઠીક પહેલાં તમામ સસ્પેન્ડ થયેલા સાંસદોનું સસ્પેન્શન રદ કરી દેવામાં આવશે. શિયાળુ સત્ર દરમ્યાન લોકસભા અને રાજ્યસભાના 146 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર 146માંથી 132 સાંસદોને શિયાળુ સત્રમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 14 સાંસદોને વિશેષાધિકાર સમિતિઓ દ્વારા તેમના નિર્ણય સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ 14 સાંસદોમાં ત્રણ લોકસભા અને 11 રાજ્યસભાના સાંસદ હતા.

સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું હતું કે તમામ સસ્પેન્ડ સાંસદોનું સસ્પેન્શન રદ કરવામાં આવશે. મેં લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિ સાથે વાત કરી છે. મેં તેમના તરફથી વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે  આ અધ્યક્ષ અને સભાપતિના અધિકાર ક્ષેત્રમાં આવે છે. એટલા માટે અમે આ બંનેને વિનંતી કરી છે કે સંબંધિત વિશેષાધિકાર પ્રાપ્ત સમિતિઓ સાથે વાત કરે, સસ્પેન્શન રદ કરે અને તેમને સંસદમાં આવવાની તક આપે. બંને તેના પર સહમત થઈ ગયા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સસ્પેન્ડ થયેલા સાંસદો કાલથી સદનમાં આવી શકશે તો તેમણે હા પાડી હતી.

લોકસભા ચૂંટણીની ઠીક પહેલાં 31 જાન્યુઆરીથી પ્રારંભ થયેલા સંસદના બજેટ સત્રને ધ્યાન રાખતાં સરકારે મંગળવારે સર્વપક્ષી બેઠક બોલાવી હતી, જેમાં વિવિધ પાર્ટીના નેતા સામેલ થયા હતા. સંરક્ષણ મંત્રી અને સંસદના ઉપનેતા રાજનાથ સિંહ સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી અને સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે બેઠકમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

 

 

 

 

 

 

 

 

 

 

છત્તીસગઢમાં મોટો નક્સલી હુમલો, 3 જવાનો શહીદ, 14 ઘાયલ

છત્તીસગઢના બીજાપુરમાં ફરી નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા છે જ્યારે 14 જવાનો ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. મળતી માહિતી મુજબ આ હુમલો કોબ્રા-STF-DRG જવાનો પર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2001માં પણ નક્સલવાદીઓએ આ જ જગ્યાએ હુમલો કર્યો હતો.

આ પહેલા પણ નક્સલીઓ દ્વારા અનેક વખત ભારતીય સેના પર હુમલાઓ કરવામાં આવ્યા છે.

મહિલા કર્મચારીઓ માટે પેન્શનના નિયમોમાં ફેરફાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ફેમિલી પેન્શનના નિયમોમાં સુધારા કર્યા છે. સરકારે કેન્દ્રીય સિવિલ સેવા પેન્શન (CCS પેન્શન) નિયમ, 2021માં સંશોધન કર્યું છે, જેથી સરકારી મહિલા કર્મચારીઓને પતિની જગ્યાએ પોતાનાં યોગ્ય બાળકો અથવા બાળકોને પેન્શન માટે નોમિનેટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે DOPPWએ કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ, 2021માં એક સંશોધન કર્યું છે. એ સુધારો એ સ્થિતિઓમાં મદદ કરશે, જેમાં લગ્ન કલહ કે અન્ય કારણોસર છૂટાછેડાની કાર્યવાહી થાય છે અથવા ઘરેલુ હિંસાથી મહિલાઓની સુરક્ષા અધિનિયમ, દહેજ નિષેધ અધિનિયમ અથવા ભારતીય દંડ સંહિતા જેવા કાયદાઓ હેઠળ કેસ નોંધવામાં આવે છે.

નવા નિયમમાં ફેમિલી પેન્શન માટે જરૂરી શરતો

  • DOP એન્ડ PW ના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ મહિલા કર્મચારીના જીવિત રહેવા પર કોઈ સભ્ય નથી બચ્યા ચો ફેમિલી પેન્શન એના જીવિત પતિને અપાશે.
  • જો તેનો પતિ કોઈ સગીર બાળક કે માનસિક પીડિત બાળકનો પાલક છે, તો એને ફેમિલી પેન્શન ત્યાં સુધી મળશે, જ્યાં સુધી તે તે બાળકનો પાલક બની રહેશે.
  • ત્યાર બાદ એ બાળક વયસ્ક થઈ જાય અને ફેમિલી પેન્શન માટે પાત્ર હોય, તો એ પેન્શન સીધું એ બાળકને મળશે.
  • આવા કેસોમાં મહિલા સરકારી કર્મચારી અથવા પેન્શનરનુ મૃત્યુ થવા પર એ બાળક વયસ્ક છે તો ફેમિલી પેન્શન પતિને બદલે બાળક કે બાળકોને મળશે.
  • જોકે મહિલા કર્મચારીનું મૃત્યુ થવા પર બાળકને ફેમિલી પેન્શનના પાત્ર ના હોય તો, એના પતિને જીવંતપર્યંત પેન્શન મળશે અથવા એ બાજા લગ્ન ના કરી લે ત્યાં સુધી.

 

 

 

 

 

 

 

 

 

 

 

ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત, AAP-કોંગ્રેસને મોટો ફટકો

ચંદીગઢ મેયરની ચૂંટણીમાં AAP-કોંગ્રેસ ગઠબંધનને મોટો આંચકો લાગ્યો છે. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ કુમાર સોનકરે જીત મેળવી છે. લોકસભા ચૂંટણી પહેલા આવેલા આ પરિણામને ભારત ગઠબંધન માટે ફટકો માનવામાં આવી રહ્યો છે. મનોજ કુમારને 16 મત મળ્યા હતા. જ્યારે AAP ઉમેદવાર કુલદીપ કુમારને 12 મત મળ્યા. જ્યારે 8 મત રદ થયા હતા. AAPએ ભાજપ પર પરિણામોને લઈને હેરાફેરીનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસ-આપ ગઠબંધન

શરૂઆતમાં મેયર પદ માટે મતદાન થયું હતું અને હવે મતગણતરી બાદ સિનિયર મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી યોજાશે. મેયરની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. સમજૂતી હેઠળ, AAPએ મેયર પદ માટે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે ડેપ્યુટી મેયર અને સિનિયર મેયરના હોદ્દા માટે તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

ચંદીગઢ મેયરની ચૂંટણી માટે મતદાન 18 જાન્યુઆરીએ થવાનું હતું, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર બીમાર પડ્યા બાદ ચંદીગઢ પ્રશાસને તેને 6 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખ્યું હતું. આની સામે આમ આદમી પાર્ટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોંગ્રેસ અને AAPના કાઉન્સિલરોએ ચૂંટણી સ્થગિત કરવાના વહીવટીતંત્રના આદેશનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે કડક સુરક્ષા વચ્ચે 30 જાન્યુઆરીએ મતદાન કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

IND Vs ENG: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની મુશ્કેલી વધી

ઈંગ્લેન્ડ સામે 2 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા મોટી મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે. પહેલાથી જ વિરાટ કોહલી અને મોહમ્મદ શમીની ગેરહાજરીનો સામનો કરી રહેલી ટીમ ઈન્ડિયાને હવે રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ વિના મેદાનમાં ઉતરવું પડશે. ચાર મોટા મેચ વિનરની ગેરહાજરીમાં, રોહિત શર્મા માટે પ્લેઇંગ 11ની પસંદગી સરળ નથી. ટીમ ઈન્ડિયા શરૂઆતી મેચ હારી ચૂકી છે અને પાંચ મેચોની શ્રેણીમાં 0-1થી પાછળ છે.

ઈજાના કારણે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા બીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. મોહમ્મદ શમી પણ ઈજાના કારણે પ્રથમ બે મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. જ્યારે વિરાટ કોહલી અંગત કારણોસર શ્રેણીની પ્રથમ બે મેચ રમવા માટે ઉપલબ્ધ નથી. અનુભવી ખેલાડીઓની જગ્યાએ બે યુવા ખેલાડીઓને બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

સૌથી વધુ કેએલ રાહુલની ખોટ પડશે

ટીમ ઈન્ડિયા બેટિંગ ક્રમમાં સૌથી વધુ કેએલ રાહુલની ખોટ અનુભવશે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં કેએલ રાહુલે મિડલ ઓર્ડરની જવાબદારી સારી રીતે નિભાવી હતી. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સદી ફટકાર્યા બાદ કેએલ રાહુલે પોતાનું શાનદાર ફોર્મ જારી રાખ્યું હતું અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ દાવમાં 86 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રવીન્દ્ર જાડેજા બેટની સાથે સાથે બોલમાં પણ અજાયબી કરવામાં સફળ રહ્યો હતો. ભારત માટે જાડેજાએ મેચમાં સૌથી વધુ 87 રનની ઇનિંગ રમી હતી. એટલું જ નહીં રવિન્દ્ર જાડેજાએ પોતાની બોલિંગથી વિરોધી બેટ્સમેનોને પણ પરેશાન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 5-5 વિકેટ લીધી હતી.

વિરાટ કોહલીની ગેરહાજરી ટીમ ઈન્ડિયાને સૌથી વધુ નુકસાન પહોંચાડશે. વિરાટ કોહલી મેદાન પર હોય ત્યારે દર્શકોને ઉત્સાહથી ભરી રાખે છે. જેના કારણે ટીમ જ્યારે પાછળ રહે છે ત્યારે તેને સપોર્ટ મળે છે. આનો અભાવ હૈદરાબાદમાં સ્પષ્ટ દેખાતો હતો. મોહમ્મદ શમીનું ન રમવું પણ ટીમ ઈન્ડિયા માટે મોંઘુ સાબિત થયું કારણ કે તેની જગ્યાએ રમનાર સિરાજ એક પણ વિકેટ લઈ શક્યો ન હતો.

હ્યુસ્ટનનું આકાશ ભગવાન ‘જય શ્રીરામ’ના બેનરથી લહેરાયું

હ્યુસ્ટનઃ રવિવારે 28, જાન્યુઆરી, 2024એ બપોરે વિશ્વના પહેલા ડોમ સ્ટેડિયમ પર આકાશમાંથી એક ગગનભેદી નાદ સંભળાયો જય શ્રીરામ. એની સાથે એક એરિયલ બેનર જોવા મળ્યું હતું, જેમાં લખ્યું હતું કે જય શ્રીરામ. એ નાદ જાણે કે આખું બ્રહ્માંડ જય શ્રીરામનો જાપ કરતું હોય એવું લાગ્યું હતું.

રવિવારે આકાશ સ્વચ્છ હતું અને આકાશમાં એક કેનવાસનું બેનર જોવા મળ્યું હતું, જેથી ત્યાં રહેલા લોકો દિગ્મૂઢ થયા હતા અને ઊભા થઈ ગયા હતા. તેમની આંખો જે બની રહ્યું હતું એના પર હતી. પાઇલટ અને બેનરનું સ્વાગત જમીન પર ઊભેલા લોકોએ જય શ્રીરામના જયઘોષથી કર્યું હતું.

રેખા સિંહે હિલક્રોફ્ટથી જોયું હતું. અમે પરિવારની સાથે એક રેસ્ટોરાંમાં બપોરે ભોજન માટે આવ્યા હતા અને આકાશમાં જે કંઈ બની રહ્યું હતું, એનાથી રેસ્ટોરામાંથી અને ઉત્સુકતાથી ત્યાં ભીડ જમા થઈ ગઈ હતી. અમે ભાગ્યશાળી હતા કે અમે એ હવામાં લહેરાતા શ્રીરામના બેનરને જોયું હતું અને જય શ્રીરામના જયઘોષમાં સામેલ થઈ ગયા હતા. આ એક અદભુત અનુભવ હતો, જે કાયમ માટે યાદો છોડતો ગયો હતો, એમ તેણે કહ્યું હતું.

‘એમ્બ્રેસિંગ ધ સ્કાય, યુનિવર્સ ચેન્ટ્સ જય શ્રીરામ’ના શીર્ષકવાળા આ પ્રોજેક્ટની હ્યુસ્ટનવાસી ઉમંગ મહેતા અને એ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય હિન્દી એસોસિયેશન (IHA) અને કેટી બોમ્બે બજારના સમર્થનથી ડો. કુસુમ વ્યાસે સહાય કરી હતી. ટીમના અન્ય સભ્યો હતા અચલેશ અમર અને અનંત શ્રીવાસ્તવ.

અમે અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યા હતા અને અમારો ઉદ્દેશ હિન્દુ સમાજના લોકોને કાયમ માટે યાદ રહે એવી અવિસ્મરણીય પ્રકારથી આની શુભેચ્છાઓ આપવાનો હતો. શ્રીરામ હિન્દુ દેવાતાઓમાંના એક છે, જે વીરતા અને સાદગીનો અવતાર માનવામાં આવે છે, એમ મહેતાએ જણાવ્યું હતું.

ભગવાન શ્રીરામનો જયઘોષ કરનારો પ્રોજેક્ટ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી- એ નિમિત્તે હતો, કેમ કે રામ મંદિર 500 વર્ષના બલિદાન અને દ્રઢ સંકલ્પના લાંબા સંઘર્ષ પછી બન્યું હતું. અયોધ્યામાં આ મંદિર બનતાં પહેલાં અનેક કારસેવકોએ બલિદાન આપ્યાં હતા. હ્યુસ્ટનમાં નીરભ્ર આકાશ શ્રીરામના મંત્રો અને નામથી ઝગમગી ઊઠ્યું હતું. અમને આ દિવ્ય ક્ષણનો બહુ ગર્વ છે, જેણે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે સંસ્કૃતિ, ભાષા અને ભારતીય અસ્મિતાને ગૌરવાન્વિત કરી છે, એમ IHAના ટ્રસ્ટી સ્વપ્ન ધૈર્યવાને જણાવ્યું હતું.

જ્યારે મેં જય શ્રીરામના બેનર વિશે સાંભળ્યું, ત્યારે હું રોમ-રોમથી પુલકિત થઈ ગયો અને આ અનોખા પ્રોજેક્ટને સહાય કરવામાં હર્ષની લાગણી અનુભવી, જે લોકોના દિલોદિમાગમાં કાયમી યાદગીરી છોડશે. એને હ્યુસ્ટના વિવિધ ભાગોમાં આકાશમાં જોવા મળી હતી. આ પ્રોજેક્ટ ટીમને મારી અંતકરણથી શુભેચ્છાઓ, એમ સ્થાનિક બિઝનેસમેન અને સ્પોન્સરે કહ્યું હતું.

 

 

 

 

 

ઝારખંડના CM હેમંત સોરેન રાંચીમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા

ઝારખંડ સમાચાર: જમીન કૌભાંડ કેસમાં EDની ટીમ છેલ્લા બે દિવસથી સીએમ હેમંત સોરેનને દિલ્હી અને રાંચીમાં તેમના નિવાસસ્થાને શોધી રહી હતી, પરંતુ તેમના સ્થાન વિશે કંઈ જાણી શકાયું ન હતું. હવે, આજે (30 જાન્યુઆરી) બપોરે સીએમ હેમંત સોરેન રાંચીમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. અહીં મુખ્યમંત્રીએ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી હેમંત સોરેન સીએમ તેમના નિવાસસ્થાને પહોંચી ગયા છે. જો કે તે ક્યારે અને કેવી રીતે રાંચી પહોંચ્યો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. દરમિયાન, ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ વધતી જોઈને આજે રાંચીમાં ત્રણ સ્થળોએ કલમ 144 લાગુ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કલમ 144 મુખ્યમંત્રી આવાસ, ED ઓફિસ અને રાજભવનની 100 મીટરની ત્રિજ્યામાં લાગુ કરવામાં આવી છે.

આવતીકાલે હાજર થવાનો સમય આપવામાં આવ્યો

ઇડીએ ગયા અઠવાડિયે સોરેનને નવું સમન્સ જારી કર્યું હતું અને તેને પૂછ્યું હતું કે તે 29 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી વચ્ચે ક્યારે ઉપલબ્ધ થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સોરેને EDને સંદેશ મોકલ્યો હતો, પરંતુ પૂછપરછ માટે તારીખ અને સમય આપ્યો ન હતો. 27 જાન્યુઆરીએ સીએમ સોરેન રાંચીથી દિલ્હી જવા રવાના થયા હતા. આ પછી 27મી જાન્યુઆરીની બપોરથી મુખ્યમંત્રી આગળ આવ્યા ન હતા. દરમિયાન, ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી EDને એક મેઈલ મોકલવામાં આવ્યો છે, જેમાં તેને 31 જાન્યુઆરીએ તેની સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

ED ફરી પૂછપરછ કરવા માંગે છે

એજન્સીએ 20 જાન્યુઆરીએ આ કેસમાં પ્રથમ વખત સીએમ સોરેનનું નિવેદન નોંધ્યું હતું. ED અધિકારીઓએ લગભગ સાત કલાક દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નિવેદન નોંધ્યું હતું. એવું માનવામાં આવે છે કે તે દિવસે પૂછપરછ પૂરી થઈ ન હતી, તેથી નવું સમન્સ જારી કરવામાં આવ્યું છે. એજન્સીના જણાવ્યા અનુસાર આ જમીન કૌભાંડ સાથે જોડાયેલો મામલો છે. આ જમીનની માલિકી માફિયાઓ પાસે છે. EDએ આ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી છે, જેમાં 2011 બેચના IAS ઓફિસર છવી રંજનનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ PM ઇમરાન ખાનને 10 વર્ષની સજા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ PM ઇમરાન ખાન અને ભૂતપૂર્વ વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીને ખાનગી માહિતી લીક કરવાને મામલે દોષી ઠેરવવામાં આવ્યા છે આ મામલે ઇમરાન ખાન અને શાહ મહમૂદ કુરેશીને 10-10 વર્ષની જેલની સજા આપવામાં આવી છે. રાવલપિંડીમાં સ્પેશિયલ કોર્ટના જજે અદિયાલા જેલમાં એનું એલાન કર્યું હતું.

ઇમરાન અને કુરેશીની હાજરીમાં જજ અબુલ હસનત જુલ્કરનૈને આ ચુકાદો સંભળાવ્યો હતો. ગયા વર્ષે કેસ શરૂ થયા પછી એની સુનાવણી અદિયાલા જેલમાં ચાલી રહી હતી.


આ સુનાવણી દરમ્યાન જજ જુલ્કરનૈને PTI નેતાઓને કહ્યું હતું કે તેમના વકીલ કોર્ટમાં હાજર નહીં થયા અને તેમને સરકારી વકીલ આપવામાં આવ્યા હતા. કોર્ટે એ પણ કહ્યું હતું કે કુરેશી અને ઇમરાન ખાનને કલમ 342 હેઠળ સવાલ પૂછવામાં આવ્યા હતા. જોકે કુરેશીએ કહ્યું હતું કે તેમના વકીલ હાજર નહીં થતાં તેઓ પોતાનું નિવેદન નથી નોંધાવી શકતા.

શું છે સાયફર કેસ?

એપ્રિલ, 2022માં સરકાર પડ્યા પછી ઇમરાન ખાન તરફથી સતત દાવો કરવામાં આવતો હતો કે તેમની સરકારને પાડવા માટે અમેરિકા અને એ વખતના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ કાવતરું રચ્યું હતું. તેમની આરોપ છે કે એ વખતે અમેરિકામાં પાકિસ્તાની એમ્બેસેડર અસદ મજીદ ખાનને એક સિક્રેટ લેટર દ્વારા આ ષડયંત્રની માહિતી આપી હતી. ડિપ્લોમેટિક ટર્મમાં એ લેટરને સાઇફર કહેવામાં આવે છે.  આ સાયફર અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો.

ક્યાં છે હેમંત સોરેન?: 36 લાખ રોકડ, BMW જપ્ત

નવી દિલ્હીઃ ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓ વધતી જાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ જમીન છેતરપિંડી મામલામાં મની લોન્ડરિંગ તપાસ સંબંધે પૂછપરછ કરવા માટે મુખ્ય મંત્રી હેમંત સોરેન દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા.

EDની ટીમે એ દરમ્યાન તપાસ કરી હતી, જેમાં સોરેનની BMW કાર, રૂ. 36 લાખ રોકડ અને દસ્તાવેજ તપાસ એજન્સી સાથે લઈ ગઈ હતી. તેઓ ચાર્ટર્ડ પ્લેનથી રાંચીથી દિલ્હી આવ્યા હતા. એ અત્યાર સુધી દિલ્હી એરપોર્ટ પર ઊભેલું છે. તેઓ રવિવારે દિલ્હીના નિવાસસ્થાનેથી ચાલ્યા ગયા હતા.

સત્તાવાર સૂત્રોએ દાવો કર્યો હતો કે તેઓ છેલ્લા 24 કલાકથી લાપતા છે, જ્યારે તેમની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાએ કહ્યું હતું કે મુખ્ય મંત્રી સુરક્ષિત છે અને અમે તેમની સાથે સંપર્કમાં છીએ. EDએ દિલ્હી પોલીસને કહ્યું હતું કે હેમંત સોરેનને શોધીને હાજર કરે. સોરેન છેલ્લા 24 કલાકમાં ત્યાં છે, એની કોઈ માહિતી નથી.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જમીન કૌભાંડ મામલામાં 20 જાન્યુઆરીએ સોરેનથી રાંચીમાં તેમના નિવાસસ્થાને પૂછપરછ કરી હતી અને તેમને નવા સમન જારી કરતાં કહ્યું હતું કે તેઓ પૂછપરછ માટે 29 જાન્યુઆરી અથવા 31 જાન્યુઆરીએ- બેમાંથી એક દિવસ આવશે. EDએ કહ્યું હતું કે એ તપાસ માફિયા દ્વારા જમીન માલિકીમાં ગેરકાયદે પરિવર્તનથી જોડાયેલા એક મોટા રેકેટ સંબંધિત છે. એજન્સીએ અત્યાર સુધી 14 લોકોની ધરપકડ કરી છે.