Home Blog Page 2087

ઘાટકોપર ખાતે ભવ્ય પુસ્તકમેળાનું આયોજન, પુસ્તકપ્રેમીઓ માટે સોનેરી તક

કાંદિવલી અને વિલેપાર્લેના પુસ્તકમેળાને વાંચકોનો જોરદાર પ્રતિસાદ મળ્યા બાદ ‘મુંબઈ સમાચાર’ દ્વારા ઘાટકોપર (ઈસ્ટ) ખાતે વિરાટ પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઘાટકોપર (પૂર્વ) સ્થિત શ્રમણી વિદ્યાપીઠ, હિંગવાલા લેન, (એસવીડીડી સ્કૂલની સામે) ખાતે આ પુસ્તકમેળો યોજાઈ રહ્યો છે જેનું ઉદઘાટન મહારાષ્ટ્રના વિધાનસભ્ય પરાગ શાહ ૯મી ફેબ્રુઆરીએ સવારે ૧૧ વાગે કરશે. આ જ પુસ્તકમેળામાં ૧૦મી ફેબ્રુઆરીએ લોકપ્રિય ગાયિકા ફાલ્ગુની પાઠક પ્રખ્યાત હાસ્ય કલાકાર સુભાષ ઠાકરના બે પુસ્તકોનું લોકાર્પણ કરશે

રવિવાર, ૧૧મી ફેબ્રુઆરીએ ભાજપના લોકસભા સભ્ય મનોજ કોટક અતિથિવિશેષ તરીકે આવશે. કાંદિવલી અને પાર્લાના અગાઉના પુસ્તકમેળામાં પ્રખ્યાત કલાકારો અનંગ દેસાઈ, જે. ડી. મજીઠીયા, લોકપ્રિય સાહિત્યકારો દિનકર જોશી, ઈલા આરબ મહેતા, પત્રકાર આશુ પટેલ, પ્રફુલ્લ શાહ, અનિલ રાવળ, યોગેશ પટેલ, ચિત્રા દેસાઈ અને કલાકારો ઉદય મઝુમદાર, શ્રદ્ધા શ્રીધરાણીએ મુલાકાત લીધી હતી અને પ્રાસંગિક વક્તવ્ય આપી ગુજરાતી સાહિત્યના પ્રસાર માટે મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવે અને પ્રકાશકોને અભિનંદન આપ્યા હતા. ઘાટકોપરનો પુસ્તકમેળો ૧૧-૨-૨૪ સુધી રોજ સવારે ૧૧થી રાત્રે ૮-૩૦ સુધી ચાલુ રહેશે. વાંચકોને આ મેળામાં પુસ્તકો ઉપર ૨૫ ટકા વળતર પણ મળશે.

ભાજપે 10 વર્ષોમાં 411 વિધાનસભ્યો તોડ્યાઃ ખડગેએ જારી કર્યું બ્લેક પેપર

નવી દિલ્હીઃ કોંગ્રેસે મોદી સરકારની નિષ્ફળતાઓ જણાવવા માટે બ્લેક પેપર જારી કર્યું છે. આ બ્લેક પેપરમાં મોંઘવારી, બેરોજગારી, સામાજિક ન્યાય, ખેડૂત અને કેટલાય અન્ય વિષયો પર સરકારની નિષ્ફળતાનો ઉલ્લેખ કર્યો હતો. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે બ્લેક પેપર જારી કર્યું છે, એમાં પાર્ટીએ એને 10 વર્ષ, અન્યાય કાળ નામ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે આ બ્લેક પેપરમાં અમારો મુખ્ય મુદ્દો બેરોજગારીનો છે. જે દેશનો સૌથી મોટો મુખ્ય મુદ્દો છે અને ભાજપ આ વખતે કોઈ વાત નથી કરતી.

કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિંદબરમે કહ્યું હતું કે આવો પ્રામાણિક. સત્ય આધારિત યોગ્ય ડેટા સામે લાવે અને પછી અમારી પાસે એક જાણકારીપૂર્ણ વાદવિવાદ થશે.

વડા પ્રધાન મોદીએ બુધવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો, ત્યારે તેમણે કોંગ્રેસે બંગાળમાંથી 40ને પાર ન કરવાના પડકારનો સામનો કર્યો છે. હું પ્રાર્થના કરું છું કે તમે 40 બચાવી શકો, જ્યારે કોંગ્રેસ કેન્દ્ર સરકારના વ્હાઇટ પેપર સામે બ્લેક પેપર લાવી  છે.

આ દરમ્યાન સંસદનું વર્તમાન બજેટ સત્ર એક દિવસ વધારીને 10 ફેબ્રુઆરી સુધી કરવામાં આવી રહ્યું છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર 2014 પહેલાં અને પછીની ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિની તુલના કરતું ‘વ્હાઈટ પેપર’ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર યુપીએ સરકારનાં 10 વર્ષના આર્થિક ગેરવહીવટ પર ‘વ્હાઈટ પેપર’ લાવવા જઈ રહી છે, તેથી બજેટ સત્ર એક દિવસ લંબાવવામાં આવ્યું છે.

આ ‘વ્હાઈટ પેપર’ દ્વારા મોદી સરકાર પોતાની અને યુપીએ સરકાર દરમિયાન દેશની આર્થિક સ્થિતિનો તુલનાત્મક અભ્યાસ રજૂ કરી શકે છે. આર્થિક ગેરવહીવટ ઉપરાંત, શ્વેતપત્રમાં યુપીએ સરકારમાં લેવામાં આવેલા સકારાત્મક પગલાઓની અસર વિશે પણ વાત કરવામાં આવશે. આ સિવાય ભારતની આર્થિક કટોકટી અને અર્થતંત્ર પર તેની નકારાત્મક અસરો વિશે પણ પત્રમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ શ્વેતપત્ર નવ ફેબ્રુઆરી અથવા 10 ફેબ્રુઆરીએ ગૃહમાં રજૂ થઈ શકે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

RBIએ સતત છઠ્ઠી વાર રેપો રેટ યથાવત્ રાખ્યો

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ચાલુ નાણાકીય વર્ષ 202324ની છેલ્લી ધિરાણ નીતિની સમીક્ષા કરતાં રેપો રેટમાં કોઈ બદલાવ નથી કર્યો. RBI ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીમાં મોનિટરી પોલિસી કમિટી (MPC)ની સમીક્ષા બેઠક પછી એનું એલાન કર્યું હતું. રેપો રેટ 6.5 ટકા પર સ્થિર છે.

RBIની ધિરાણ નીતિઓની કમિટીમાં છમાંથી પાંચ સભ્યોએ રેપો રેટમાં બદલાવ નહીં કરવાના પક્ષમાં નિર્ણય કર્યો હતો. MSFમાં પણ કોઈ ફેરફાર નથી થયો અને એ 6.75 ટકા પર સ્થિર છે. મધ્યસ્થ બેન્કે સતત છઠ્ઠી વાર રેપો રેટમાં કોઈ વધારો નથી, કર્યો પણ બેન્કે છ વાર રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ ફેબ્રુઆરી, 2023માં રેપો રેટમાં વધારો કર્યો હતો અને ત્યાર બાદ છ વારની બેઠકોમાં વ્યાજદર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો હતો.શક્તિકાંત દાસે કહ્યું હતું કે RBI આ વર્ષે મોંઘવારીને ઘટાડવા માટે ધ્યાન કેન્દ્રિત કરવા પર રહેશે. આ નિર્ણય પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

હવે રેપો રેટ ફરી એક વાર 6.5 ટકા યથાવત્ છે. એ સાથે રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર છે. વ્યાજદરોમાં વ્યાજ યથાવત્ રહેતાં SDF રેટ 6.25 ટકા યથાવત્ છે. RBIએ વર્ષ 2024 માટે રિટેલ મોંઘવારી દરનો અંદાજ 5.4 ટકા રાખ્યો છે, જ્યારે વર્ષ 2025 માટે રિટેલ મોંઘવારી દર 4.5 ટકા અંદાજ્યો છે.

 

 

 

 

 

 

 

 

 

બાવળિયા કાંટા કમાણી કરાવી શકે?

વાત છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાનની. તે વખતે અંગ્રેજોએ ભારતથી ઘણું લોખંડ બ્રિટન મોકલી આપ્યું હતું, જેના પરિણામે ભારત દેશમાં લોખંડની એવી તંગી ઊભી થઈ કે, નાની ટાંચણી પણ મળે નહીં. આજે કલ્પના પણ કરી ન શકીએ, પણ તે સમયકાળમાં સામાન્ય ટાંચણીના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા.

હવે, આવી કપરી પરિસ્થિતિમાં પ્રજા તરીકે આપણે શું કરી શકીએ? પ્રજા તો નહીં, પણ રાજા શું કરી શકે એ જુઓઃ ગોંડલ રાજ્યના દીર્ઘદ્રષ્ટા રાજવી શ્રી ભગવતસિંહજી મહારાજની ચકોર આંખોએ એક દિવસ પોતાની ઑફિસમાં એક દશ્ય જોયું. સ્ટેટ પર આવતા પત્રો કે સ્ટેટ તરફથી લખાતા પત્રો કામ પૂરું થયા બાદ કચરાટોપલીમાં જાય છે, જે સાહજિક છે, પણ પત્ર સાથે ટાંચણી પણ કચરાપેટીમાં જાય છે. તેઓ વિચારમગ્ન થયા કે, ‘એક તો લોખંડની અછત અને તેમાં આ ટાંચણી કચરાપેટીમાં જાય છે. શું કરીએ તો તેની બચત થાય.’

-અને તેમના મનમાં એક વિચાર સ્ફુર્યો. બીજા દિવસે તેમણે ગોંડલ સ્ટેટના દાતણ વેચનારાના મુખીને બોલાવી ફરમાન જાહેર કરાવ્યું, ‘તમામ સેવકોએ બાવળનાં દાતણ કાપીને વધેલી શૂળ ફેંકવી નહીં. બલકે, સારી, મજબૂત અને કાગળમાં ભરાવવા કામ લાગે તેવી શૂળોનાં બંડલ બનાવી રોજ સાંજે સ્ટેટની ઑફિસમાં પહોંચાડવી. ત્યાર બાદ ઑફિસ-સ્ટાફ ટાંચણીને બદલે શૂળ વાપરવા માંડ્યા. બે વર્ષ બાદ ભગવતસિંહજીએ દીવાન પાસે આંકડો કઢાવ્યો ત્યારે આશ્ચર્ય, રાજયની તિજોરીને 1,22,000 રૂપિયાનો ફાયદો થયો હતો. એ સમયમાં…

અંગ્રેજીમાં એક ઉક્તિ છેઃ ધેર ઈઝ ઑન્લી વન ડિગ્રી ઑફ ડિફરન્સ બિટવીન હૉટ વૉટર ઍન્ડ સ્ટીમ…આપણી સફળતા અને નિષ્ફળતામાં, આપણને થયેલાં નફો અને નુકસાનમાં ક્યારેક આપણે જેની ગણતરી પણ ન કરી હોય તેવાં વિચાર, વસ્તુ કે વ્યક્તિ કારણભૂત હોય છે.

એક જહાજ એડન બંદરેથી મુંબઈ આવવા નીકળ્યું. જહાજના બાહોશ ખલાસીએ એક માણસને દિશા સૂચવતા હોકાયંત્ર પાસે બેસાડ્યો. સાથે સૂચના પણ આપી કે સોય આમથી તેમ થાય, તેની જગ્યા બદલે તો તરત જાણ કરવી. આગળ જતાં જહાજે સહેજ દિશા બદલી. હોકાયંત્રનો કાંટો એક ઈંચના વીસમા ભાગ જેટલો ખસ્યો. પેલા માણસને થયું, ‘હવે આટલામાં શું જાણ કરવી?’ એણે ખલાસીને કહેવાનું ટાળ્યું. એમ કરતાં-કરતાં જહાજે પંથ કાપી નાખ્યો. છેવટે ભારતનો કિનારો દેખાયો, પણ જહાજનું ધ્યેય-સ્થાન મુંબઈ પાંચસો માઈલ ઉત્તરે રહી ગયું હતું.

ક્યાં એક ઈંચના વીસમા ભાગના બે છેડા વચ્ચેનું અંતર અને ક્યાં પાંચસો માઈલનું અંતર અને ક્યાં બાવળની શૂળ અને ક્યાં લોખંડની ટાંચણી. સામાન્ય રીતે દેખાતી આ બે સૂક્ષ્મ વસ્તુએ પરિણામ ઉપર ઘણો મોટો તફાવત સર્જી દીધો. કહેવાનું એ કે આ જગતમાં મૂલ્યવિહીન કંઈ જ નથી. દરેક ચીજનું પોતીકું મૂલ્ય, મહત્વ છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન 1200 થી વધુ મંદિરોની રચના કરી. પરંતુ લંડનના નેઝડન ટેમ્પલ જેવા પથ્થરનાં કળા-કોતરણીવાળાં બેનમૂન મંદિરથી લઈને સુરતની બી.એ.પી.એસ મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલ જેવા ઘણા પ્રકલ્પ હરિભક્તોનાં સેવા-સમર્પણની સાથે કચરાપેટીમાં નાખવાલાયક ઠંડાં પીણાંનાં ટીન કે છાપાં-સામયિકની પસ્તી જેવી ચીજવસ્તુને એકઠી કરાવીને તેના પૈસામાંથી પાર પાડ્યા છે.

ઘણી વાર આપણાં મનમાં નાની વસ્તુ, માપ કે માનવનું કોઈ મૂલ્ય નથી હોતું, પરંતુ કોઈ પણ નાનામાં નાની વસ્તુનું કંઈક મૂલ્ય હોય છે, જે જીવનમાં કોઈ પણ ક્ષણે ઉપયોગમાં આવી શકે છે. જેમ એક નાની ચાવી મોટા મકાનમાં પ્રવેશવાનું દ્વાર ખોલે છે તેમ નાના વિચારોને જ ધ્યાનમાં રાખી જીવતા મહાન પુરુષોએ સિદ્ધિનાં શિખરો સર કર્યા છે. એવી જ રીતે આપણે પણ આપણી આજુબાજુથી પ્રાપ્ત થતા નાના, પરંતુ સારા વિચારોને અમલમાં મૂકી પ્રગતિના પંથે પ્રયાણ કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કોરાનાના 178 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 157 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે.  દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,26,542 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,88,141 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 204 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,91,817 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 167 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1674 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

 

 

 

 

 

 

 

સુવિચાર – ૦૮ ફેબ્રુઆરી, ૨૦૨૪

સુવિચાર – ૦૮ ફેબ્રુઆરી, ૨૦૨૪

૦૮ ફેબ્રુઆરી, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 08/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

પંચાંગ 08/02/2024

PM મોદીના રાજ્યસભાના ભાષણ પર રાહુલ ગાંધીએ કહ્યું- ‘ક્રોધ એ વિનાશની ગેરંટી’

રાજ્યસભામાં બોલતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ પર ઉગ્ર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે સાંસદ રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. હવે રાહુલ ગાંધી દરેક સવાલ પર પોસ્ટ કરે છે જે તેમને ગુસ્સે કરે છે. તેમણે કહ્યું, ક્રોધ એ વિનાશની ગેરંટી છે, વિકાસની નહીં. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ઓડિશામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, અમારા પોસ્ટર પર ભારત જોડો ન્યાય યાત્રા લખેલી છે. આ પોસ્ટરમાં ન્યાય શબ્દ ઉમેરવામાં આવ્યો છે કારણ કે હિંસા પાછળ અન્યાય છે, નફરત પાછળ છે.

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું

આ દરમિયાન તેમણે મણિપુરનો ઉલ્લેખ કરતા ભાજપ પર આરોપ લગાવ્યો કે, “ભાજપની વિચારધારાથી મણિપુર સળગ્યું છે. આજે પણ ત્યાં લોકોની હત્યા થઈ રહી છે, ઘરો સળગાવવામાં આવી રહ્યા છે, પરંતુ આજ સુધી ભારતના વડાપ્રધાને મણિપુરની મુલાકાત લીધી નથી. કદાચ. તે ત્યાં જઈ પણ શકતો નથી, કારણ કે મણિપુરના લોકો હવે તેમને નફરત કરવા લાગ્યા છે.”

ખડગેએ ભાજપ પર નિશાન સાધ્યું હતું

રાજ્યસભામાં પીએમ મોદીના ભાષણ પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપ જૂઠ ફેલાવવાની ખાતરી આપે છે. આ પહેલા રાજ્યસભામાં પીએમ મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, આ લોકોએ (કોંગ્રેસ) પોતાના ક્રાઉન પ્રિન્સને સ્ટાર્ટઅપ બનાવીને છોડી દીધા છે. હવે તે નોન-સ્ટાર્ટર છે. તેને ન તો ઉપાડવામાં આવી રહ્યો છે અને ન તો લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય પીએમ મોદીએ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર પણ ઝાટકણી કાઢી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપને 400 સીટો મળશે. તેના પર પીએમ મોદીએ કહ્યું, “ખડગે જીએ એનડીએને 400 સીટોના ​​આશીર્વાદ આપ્યા. તેમના આશીર્વાદ મારી આંખો પર છે.