Home Blog Page 2044

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે ગુજરાત સાયન્સ સિટી ખાતે સાયન્સ કાર્નિવલનું કરાશે ભવ્ય આયોજન

ભારત સતત વિકાસશીલ દેશ રહ્યો છે. વર્તમાન સમયમાં ભારત દેશ વિકાસની જે હરણફાળ ભરી રહ્યો તેમાં વિજ્ઞાનનો મહત્વનો ફાળો રહ્યો છે. વિજ્ઞાન આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ છે. આપણા હાથમાં રહેલા અવનવા ગેજેટ્સથી લઈને અવકાશ વિજ્ઞાન સુધીની સતત વિકસતી ટેક્નોલોજી એ વિજ્ઞાનની અને માનવ જીવનના સતત પ્રયત્નોની સમગ્ર માનવ સમુદાયને મળેલી ભેટ છે.

ફેબ્રુઆરી મહિનાની ૨૮મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં ઘણી મહત્વની ગણાય છે. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરમને (સર સી.વી. રમન) ‘રમન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં આ દિવસ ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિજ્ઞાનના વિકાસ માટે નવી ટેકનોલોજીનો અમલ કરવા, દેશમાં વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા નાગરિકોને મહત્તમ તક મળે, વધુમાં વધુ લોકો વિજ્ઞાન તરફ આકર્ષાય તે માટે પ્રોત્સાહન આપવા તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજીને લોકપ્રિય બનાવવા માટે દર વર્ષે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ઉજવવામાં આવે છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી (GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ‘સાયન્સ કાર્નિવલ -2024’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સાયન્સ સિટી અમદાવાદ ખાતે 28 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી દરરોજ સવારે ૧૦ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો જેવા કે, સાયન્ટિફિક એક્ઝિબિશન, સાયન્સ ડેમોન્સ્ટ્રેશન, પોપ્યુલર સાયન્સ લેક્ચર, સાયન્સ વર્કશોપ, સેન્ટર ફોર ક્રીએટિવ લર્નિંગ, નેચર ક્લબ એક્ટિવિટી, ઊર્જા લર્નિંગ લેબ, ક્લાઈમેટ ચેન્જ લર્નિંગ લેબ, સાયન્ટિફિક કોમ્પિટિશન, હોલ ઓફ મેથ્સ, થીમ પેવેલિયનની શૈક્ષણિક મુલાકાત, સાયન્ટિફિક ફિલ્મોનું સ્ક્રીનિંગ, સાયન્સ બુક ફેર, હોલ ઓફ ફેમ અને સેલ્ફી પોઈન્ટ, સાયન્ટિફિક ગેમ્સ, અવકાશ દર્શનનું આયોજન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેશે.

સંગીતકાર બંટી બેન્સ પર ઘાતક હુમલો, સિદ્ધુ મૂસેવાલા સાથે હતું કનેક્શન

પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સંગીતકાર અને નિર્માતા બંટી બેન્સ પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો છે. તેમના પર આ હુમલો પંજાબના મોહાલીમાં સેક્ટર-79માં થયો હતો. જોકે આ હુમલામાં તેમનો જીવ બચી ગયો હતો. બંટી બેન્સનું સિદ્ધુ મૂસેવાલા સાથે પણ ખાસ જોડાણ છે. બંટી બેન્સ પર આ હુમલો ત્યારે થયો જ્યારે તે પંજાબના મોહાલીમાં એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા. અજાણ્યા બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

ફોન પર આપી ધમકી, એક કરોડની માંગણી

બંટી બેન્સે જણાવ્યું કે ફાયરિંગની ઘટના બાદ તેમને એક ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં 1 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પૈસા ન ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. તેણે જણાવ્યું કે આ કોલ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર લકી પટિયાલના નામે કરવામાં આવ્યો હતો. લકી પટિયાલ કેનેડામાં રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લોરેન્સ બિશ્નોઈનો વિરોધી છે અને બંબીહા ગેંગનું નેતૃત્વ કરી રહ્યો છે.

બંટી બેન્સે જણાવ્યું કે તેમની ફરિયાદ પર પોલીસ હવે ફાયરિંગની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે બંટી બેન્સે સિદ્ધુ મૂસેવાલા સહિત ઘણા ગાયકોને ખ્યાતિની ઉંચાઈ પર લઈ ગયા છે.તેમણે સિદ્ધુ મૂસેવાલાના ઘણા ગીતો કમ્પોઝ કર્યા હતા અને પ્રોડ્યુસ કર્યા હતા. સિદ્ધુ મૂઝવાલાની પણ વર્ષ 2022માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંટી બેન્સની કંપની સિદ્ધુ મુસેવાલાનું કામ સંભાળતો હતો.

ED એ અરવિંદ કેજરીવાલને 8મું સમન્સ મોકલ્યું

ED એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી EDએ કેજરીવાલને 4 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા કેજરીવાલને 7 સમન્સ મોકલવામાં આવ્યા છે. પરંતુ તેણે તેમને ગેરકાયદેસર કહ્યા અને હાજર ન થયા. આવી સ્થિતિમાં હવે EDએ 8મીએ સમન્સ મોકલ્યું છે.

દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં ગોટાળાના આરોપો છે. આ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે. તે જ સમયે, ED આ કેસની તપાસ મની લોન્ડરિંગના એંગલથી કરી રહી છે. કેન્દ્રીય એજન્સીઓએ આ કેસમાં અત્યાર સુધીમાં AAPના બે મોટા નેતાઓ મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરી છે. EDએ કેજરીવાલને બોલાવવા માટે 7 સમન્સ મોકલ્યા છે. અગાઉ 22 ફેબ્રુઆરીએ EDએ કેજરીવાલને 7મું સમન્સ મોકલ્યું હતું અને 26 ફેબ્રુઆરીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ કેજરીવાલ દેખાયા ન હતા. આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને તેની સુનાવણી 16 માર્ચે છે. રોજ સમન્સ મોકલવાને બદલે EDએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.

શું છે દિલ્હીનું કથિત દારૂ કૌભાંડ?

દિલ્હી સરકારે 17 નવેમ્બર 2020 ના રોજ નવી દારૂ નીતિ લાગુ કરી હતી. 22 જુલાઈ, 2022ના રોજ, ગવર્નર વી.કે. સક્સેનાએ કથિત નિયમના ઉલ્લંઘન અને આબકારી નીતિમાં ખામીઓની ફરિયાદ પર સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. વાસ્તવમાં, દિલ્હીના મુખ્ય સચિવના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે દારૂના લાયસન્સધારકોને અનુચિત લાભ આપવા માટે દારૂ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

વિવાદ વધ્યા પછી, 28 જુલાઈ, 2022 ના રોજ, આબકારી મંત્રી મનીષ સિસોદિયાએ વિભાગને જૂની એક્સાઈઝ નીતિ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. ઓગસ્ટ 2022ના રોજ સીબીઆઈએ આ કેસમાં એફઆઈઆર નોંધી હતી. આ કેસમાં EDની એન્ટ્રી 22 ઓગસ્ટ 2022ના રોજ થઈ હતી. 26 ફેબ્રુઆરીએ CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. સંજય સિંહની 4 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી.

હિમાચલમાં કોંગ્રેસ સરકાર પર સંકટ ? રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ

હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની એક બેઠક પર યોજાઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અને તેનું સમર્થન કરી રહેલા અપક્ષ સહિત 9 ધારાસભ્યોએ ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનના પક્ષમાં મતદાન કર્યું છે, જેના કારણે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીની રમત બગડી ગઈ છે. ક્રોસ વોટિંગ કરનારાઓમાં 6 ધારાસભ્યો કોંગ્રેસના અને 3 અપક્ષ છે. હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કુલ 68 ધારાસભ્યો છે, જેમાં કોંગ્રેસના 40 અને ભાજપના 25 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસને પણ 3 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે વિધાનસભાના સમીકરણ પણ ડગમગતા જોવા મળી રહ્યા છે. બીજેપી નેતા અને હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સ્પષ્ટ કહ્યું છે કે સુખુ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.

રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન માટે બપોરે 3 વાગ્યા સુધીનો સમય છે. 9 ધારાસભ્યોના ક્રોસ વોટિંગને કારણે કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીનો ઉપલા ગૃહમાં પહોંચવાનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતિભા સિંહે કહ્યું છે કે ધારાસભ્યોની નારાજગી સ્વાભાવિક છે. જેના કારણે કોંગ્રેસ પાસે ધારાસભ્યોની સંખ્યા હોવા છતાં રમત બગડી હોવાનું સ્પષ્ટ થાય છે.

અભિષેક મનુ સિંઘવી અને હર્ષ મહાજન વચ્ચે સ્પર્ધા

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી અને ભાજપના હર્ષ મહાજન વચ્ચે સીધો મુકાબલો છે. 68 ધારાસભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ પાસે 40 વોટ છે જ્યારે ભાજપ પાસે 25 વોટ છે અને કોંગ્રેસ પણ ત્રણ અપક્ષ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહી છે. ભાજપ પાસે રાજ્યસભા જીતવા માટે યોગ્ય સંખ્યા ન હોવા છતાં, તેણે હર્ષ મહાજનને મેદાનમાં ઉતાર્યા અને ક્રોસ વોટિંગ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની લડાઈને રસપ્રદ બનાવી.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુથી નારાજ ધારાસભ્યોના જૂથ પાસેથી ભાજપને સમર્થનની અપેક્ષા છે. જેના કારણે ભાજપે ઓછા નંબર હોવા છતાં હર્ષ મહાજનને મેદાનમાં ઉતાર્યા હતા. જે રીતે મતદાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ વોટિંગના અહેવાલો છે, જો 9 ધારાસભ્યો ભાજપની તરફેણમાં મતદાન કરે છે, તો સિંઘવીની જીતની આશા ઠગારી નીવડી શકે છે. જો રાજ્યમાં સત્તામાં રહીને પણ કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી હારે છે તો સુખવિંદર સિંહ સુખુ સરકાર માટે રાજકીય સંકટ વધુ ઘેરી બની શકે છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં ભરતી મેળો જામ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કેસરીયો ખેસ ધારણ કરી રહ્યાં છે. ત્યારે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અહેમદ પટેલના ખાસ ગણાતા નારણ રાઠવા કોંગ્રેસમાં લાંબી સફર ખેડીને આજે પુત્ર સંગ્રામ રાઠવા સાથે ભાજપમાં જોડાઈ ગયાં છે. એપ્રીલ 2024માં તેઓની રાજ્યસભાની મુદત પૂરી થઈ રહી છે. તેમની જગ્યાએ નવા સાંસદોની ચૂંટણી પણ થઈ ગઈ છે અને ગુજરાતની ચારેય રાજ્યસભાની સીટ ભાજપ બિનહરીફ જીતી છે. ત્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે ટર્મ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં ભાજપમાં જોડાઈ ગયા છે. હવે છોટાઉદેપુર લોકસભાનાં સમીકરણો જ બદલાઈ ગયાં છે. લોકસભા ભાજપના ઉમેદવાર તરીકે નારણ રાઠવા પણ પ્રબળ દાવેદાર તરીકે ઊભરી આવ્યા છે.

કોણ છે નારણ રાઠવા?

આદિવાસી સમાજમાંથી આવતા કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવાએ પુત્ર સંગ્રામસિંહ સાથે કેસરિયા કર્યા છે. નારણ રાઠવા છોટાઉદેપુરથી પાંચ વખત લોકસભાના સાંસદ રહ્યા અને આદિવાસી સમાજનો મોટો ચહેરો છે. તેમણે કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરી અને વર્ષ 1989માં લોકસભા જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા. વર્ષ 1991, 1996, 1998 અને 2004માં સાંસદ બન્યા. 2004થી 2009 સુધી UPA-1માં રેલવે રાજ્યમંત્રી રહ્યા. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવા સામે હાર્યા. વર્ષ 2008માં કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ રહ્યા. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા અને નારણ રાઠવા વચ્ચે પુત્રની ટિકિટને લઈને ડખો થયો હતો. બંને આદિવાસી નેતાઓ પોતાના પુત્રને વિધાનસભા ચૂંટણી લડાવવા માંગતા હતા. તે સમયે નારણ રાઠવાની જીદના કારણે મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કર્યા હતા. હવે નારણ રાઠવા તેમના પુત્ર સાથે કોંગ્રેસને રામ રામ કર્યા છે.

ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે એ પહેલાં મોટો ઝટકો

આગામી 7 માર્ચથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે. મધ્યપ્રદેશથી નીકળી દાહોદના ઝાલોદમાં પ્રવેશ કરશે. જ્યાં આદિવાસી સમાજની મોટી વોટબેંક છે. આ ન્યાયયાત્રા દરમિયાન આદિવાસી વોટબેંકને પોતાની તરફ કરવા માટે જ દાહોદથી શરૂ થઈ રહી છે. 7, 8 અને 9 માર્ચના રોજ આ ન્યાયયાત્રા ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાંથી પસાર થશે. જેમાં સૌપ્રથમ ઝાલોદ, ત્યારબાદ 8 માર્ચે દાહોદ જિલ્લો અને 9 માર્ચે ગોધરા અને પંચમહાલમાં પસાર થવાની છે. ગુજરાતના જે વિસ્તારોને ન્યાયયાત્રા માટે પસંદગી કરાઈ છે તે તમામ આદિવાસી વોટબેંક ધરાવતા જિલ્લા છે અને આદિવાસી વોટબેંકને પોતાની તરફ ખેંચવા માટેનો પ્રયાસ આ દરમિયાન કરવામાં આવશે. જો કે નારણ રાઠવાના ભાજપમાં જોડાવાથી ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડશે.

બમ્બઇ સે આયા મેરા દોસ્ત…

સંગીતકાર બપ્પી લહેરી ગાયક તરીકે પણ લોકપ્રિય રહ્યા છે. બપ્પીદાએ ગાયક તરીકે પહેલું ગીત અમિત ખન્નાના સંગીતમાં ફિલ્મ ‘ચલતે ચલતે’ (૧૯૭૬) માં ‘જાના કહાં હૈ, પ્યાર યહાં હૈ’ ગાયું હતું. નવાઈની વાત એ છે કે ગાયક તરીકે એમણે પોતાના સંગીતમાં ગાયેલું પહેલું એકલ લોકપ્રિય ગીત ‘બમ્બઇ સે આયા મેરા દોસ્ત’ પહેલાં ફિલ્મમાં જ ન હતું. નિર્દેશક સુધેન્દુ રૉયની વિનોદ ખન્ના- રેખા અભિનિત ફિલ્મ ‘આપ કી ખાતિર’ (૧૯૭૭) માં બપ્પી લહેરી સંગીત આપી રહ્યા હતા.

ફિલ્મના સિચ્યુએશન મુજબના બધા જ ગીતોનું રેકોર્ડિંગ થઈ ગયું હતું. એમાં બપ્પીએ ‘પ્યારા એક બંગલા હો’ માં લતા મંગેશકર સાથે અને ‘ઓ શોલા, ઓ શોલા’ માં ઉષા મંગેશકર તથા શૈલેન્દ્ર સિંઘ સાથે સ્વર આપ્યો હતો. પરંતુ બધા જ પાંચ ગીતોની અવધિ એક કેસેટ માટે પૂરતી થતી ન હતી. એટલે બપ્પી લહેરીએ એકલા જ એક ગીત ‘બમ્બઇ સે આયા મેરા દોસ્ત’ ગાઈને એમાં ઉમેરી દીધું હતું. ગીતો જ્યારે એચ.એમ.વી. સંગીત કંપની પાસે પહોંચ્યા ત્યારે એમને ખબર પડી કે ‘બમ્બઇ સે આયા મેરા દોસ્ત’ સૌથી વધુ સારું લાગી રહ્યું છે અને એ ફિલ્મમાં જ નથી. તેથી વિનોદ ખન્નાને જણાવવામાં આવ્યું. વિનોદે આ ગીતને ફિલ્મમાં પોતાના પર ફિલ્માવવા કહ્યું. અને ફિલ્મમાં લોકોને એ એટલું પસંદ આવ્યું કે બપ્પી લહેરી સંગીતકાર સાથે ગાયક તરીકે પણ લોકપ્રિય થઈ ગયા હતા.

આ ગીત પછી નિર્માતા- નિર્દેશકો ફિલ્મમાં એમના સ્વરમાં એક ગીત રેકોર્ડ કરવા આગ્રહ કરવા લાગ્યા હતા. ફિલ્મ ‘નમક હલાલ’ (૧૯૮૨) માં કિશોરકુમાર અને આશા ભોંસલેના સ્વરમાં જ બધા ગીતો હતા. બપ્પીદાના સ્વરમાં એકપણ ગીત ન હતું. નિર્દેશક પ્રકાશ મહેરાએ ‘એક ગીત તો ગાવું જ પડશે’ એવો આગ્રહ કરીને ‘રાત બાકી, બાત બાકી’ આશા ભોંસલે સાથે તૈયાર કરાવ્યું હતું. જોકે, ‘શરાબી’ (૧૯૮૪) વખતે એમણે મહેરાની વાત માની ન હતી. ફિલ્મમાં પુરુષ સ્વરના બધા જ ગીતો કિશોરકુમાર પાસે ગવડાવ્યા હતા અને ‘જહાં ચાર યાર’ ગીતમાં અમિતાભ બચ્ચનનો અવાજ લીધો હતો. બપ્પીદા પોતે જે પણ ગીત ગાતા એ અચૂક હિટ થઈ જતું હતું. બપ્પીદાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તે એ સમયમાં એકદમ ઊંડાણના એક ગામમાં ગયા ત્યારે યુવાનોને ‘બમ્બઇ સે આયા મેરા દોસ્ત’ ગાતા જોઈને નવાઈ પામ્યા હતા. આ ગીત સાંભળીને કિશોરકુમાર પણ પ્રભાવિત થયા હતા. કિશોરકુમારે ફોન કરીને બપ્પીદાને મજાકમાં કહ્યું હતું કે તું મારુ સ્થાન લેવા માગે છે કે શું?! તે બહુ સરસ ગાયું છે!

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૪

૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૪

મહેનતનાં ફળ મીઠાં

     

              મહેનતનાં ફળ મીઠાં

 

એવું કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તમે પરસેવો પાડીને જે મેળવો છો તે સિદ્ધિ ગૌરવવંતી હોય છે. આમેય સફળતા મેળવવા માટે પરિશ્રમ કરવો પડે એવું સમજાવતી બીજી એક કહેવત ‘સિદ્ધિ તેને જઇ વરે, જે પરસેવે ન્હાય’ ખૂબ સરસ રીતે પરિશ્રમનું મહત્વ સમજાવે છે.

સખત કામ કર્યું હોય અને કકડીને ભૂખ લાગે ત્યારે લૂખો રોટલો અને ડુંગળીનું ડળું પણ પાંચ પકવાન કરતાં મીઠાં લાગે છે. અહીંયાં આ કહેવત એવું કહે છે કે મહેનત કરશો તો એનું પરિણામ મીઠું આવશે અને તમને એ આનંદિત કરશે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

રાશિ ભવિષ્ય 27/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.