૨૩ માર્ચ, ૨૦૨૪
૨૩ માર્ચ, ૨૦૨૪
રાશિ ભવિષ્ય 23/03/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.
આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.
અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર ચુકાદો સુરક્ષિત રખાયો
નવી દિલ્હીઃ કોર્ટે ED અને કેજરીવાલ- બંને પક્ષોને સાંભળીને રિમાન્ડ પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ થોડી વારમાં કેજરીવાલના રિમાંડ પર ચુકાદો સંભળાવશે. EDએ કોર્ટમાં કહ્યું હતું કે એ વાતના પૂરતા પુરાવા છે કે કૌભાંડ અને છેતરપિંડી થઈ છે. ગોવા ચૂંટણી માટે ફંડ એકત્ર કરવા માટે આબકારી નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 
મુખ્ય મંત્રી કેજરીવાલની ધરપકડને લઈને તેમના પત્નીએ રિએક્શન આપ્યું છે. સોશિયલ મિડિયા પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું છે કે ત્રણ વાર ચૂંટાઈ આવેલા મુખ્ય મંત્રીની સત્તાના અહંકારમાં ધરપકડ કરાવવામાં આવી છે અને તેઓ બધાને કચડવામાં લાગ્યા છે. આ દિલ્હીની સાથે છેતરપિંડી છે. તમારા મુખ્ય મંત્રી હંમેશાં તમારી સાથે ઊભા છે. તેઓ અંદર રહે કે બહાર તેમનું જીવન દેશને સમર્પિત છે. જનતા બધુ જાણે છે, જયહિંદ.
आपके 3 बार चुने हुए मुख्यमंत्री को मोदीजी ने सत्ता के अहंकार में गिरफ़्तार करवाया।सबको crush करने में लगे हैं। यह दिल्ली के लोगो के साथ धोखा है।आपके मुख्यमंत्री हमेशा आपके साथ खड़े रहें हैं।अंदर रहें या बाहर, उनका जीवन देश को समर्पित है।जनता जनार्दन है सब जानती है।जय हिन्द🙏
— Sunita Kejriwal (@KejriwalSunita) March 22, 2024
રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 28 પાનાની દલીલ આપીને કેજરીવાલની ધરપકડનું કારણ જણાવ્યું હતું. ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટને જણાવ્યું હતું કે કેજરીવાલની ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કેજરીવાલ એક્સાઇઝ કેસમાં સીધી રીતે સંકળાયેલા છે. વિજય નાયર કેજરીવાલ અને કે કવિતા માટે વચેટિયા તરીકે કામ કરી રહ્યા હતા. વિજય મુખ્યમંત્રીના નિવાસસ્થાનની નજીક રહેતો હતો. તે મિડિયા પ્રભારી હતો. EDએ કહ્યું હતું કે કવિતાએ આમ આદમી પાર્ટીને 300 કરોડ રૂપિયા આપ્યા હતા.
યુટ્યુબર એલ્વિશ યાદવને કોર્ટે આપ્યા જામીન
નવી દિલ્હીઃયુટ્યુબર એલ્વિશ યાદવને ગ્રેટર નોએડા જિલ્લા કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે. સાપના ઝેર મામલે યાદવને જામીન મળી ગયા છે. યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિનર એલ્વિશ યાદવની સાપોના ઝેરના ખરીદ-વેચાણ મામલે ધરપકડ થઈ હતી. NDPSની લોઅર કોર્ટે તેની જામીન અરજી પર સુનાવણી કરી હતી. હવે ધરપકડના પાંચ દિવસ પછી યાદવ બક્સર જેલમાંતી બહાર આવશે.
એલ્વિશ યાદવ સાપોના ઝેરની તસ્કરી મામલે છેલ્લા પાંચ દિવસોમાં ગૌતમબુદ્ધ નગરની બક્સર જેલમાં બંધ હતો. 17 માર્ચે એલ્વિશને પાંચ અન્ય લોકોની સાથે પોલીસે ધરપકડ કર્યો હતો. આ મામલેક પોલીસે એક બેન્કવેટ હોલમાં દરોડો પાડીને ચાર સાપ મદારી સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી અને નવ સાપ અને એના ઝેર જપ્ત કરવામાં આવ્યાં હતાં.યાદવ પર આરોપ છે કે તે રેવ પાર્ટી માટે સાપોના ઝેરનું આયોજન કરતો હતો અને સાપોનો ઉપયોગ પોતાના વિડિયો શૂટ માટે પણ કરતો હતો.
એલ્વિશ યાદવના વકીલ પ્રશાંત રાઠીએ કહ્યું હતું કે કોર્ટે યાદવને રૂ. 50,000ની જારમીન રકમ પર જામીન આપ્યા છે. યાદવની સાથે સાપોના ઝેર મામલે જે મદારીઓને પકડવામાં આવ્યા હતા એ બધા દિલ્હીના મોલરબંધ ગામના રહેવાસી હતા. તેમનું કહેવું છે કે પહેલા તેઓ મદારી હતા, પણ હવે તે લગ્નોમાં ઢોલ વગાડે છે. તેમનું કહેવું હતું કે તેઓ યાદવને પણ નથી જાણતા.
બીજાને નીચા દેખાડવાની ભાવનાથી કરવામાં આવતું કર્મ વ્યર્થ છે
દેવતાઓની આત્મા અને શરીર બંને પાવન હોય છે. આ માટે તે ભ્રષ્ટાચાર કરવામાં, જૂઠું બોલવામાં, દગો કરવામાં જરા પણ સંકોચ નથી કરતો. મૂલ્યોની સાથે સાદગી ભર્યું જીવન જીવવામાં તેને શરમ આવે છે. એ વિચારે છે કે લોકો શું કહેશે? પરંતુ એ નથી વિચારતો કે ખોટું આચરણ કરવા પર તેની અંતરઆત્મા શું કહી રહી છે? તે એવા લોકો વિશે વિચારે છે કે જે તેને દિવસમાં બે-ચાર વાર મળે છે. 24 કલાક સાથે રહેવા વાળી અંતરઆત્માની વાત નથી સાંભળતો.

મહાભારતમાં યક્ષ-યુધિષ્ઠિર વચ્ચેના સંવાદમાં યક્ષે યુધિષ્ઠિરને પૂછ્યું કે મોટું આશ્ચર્ય કયું છે? તો યુધિષ્ઠિરે કહ્યું કે દરરોજ પ્રાણીઓને મોતના મુખમાં જતા જોઈને પણ મનુષ્ય એ જ વિચારે છે કે તે ક્યારેય નહીં મરે, આજ સૌથી મોટું આશ્ચર્ય છે. પરંતુ આજના સંદર્ભમાં દિવસે અને દિવસે આ ફેશનના કારણે છેડતી, અપહરણ વિકાર બળાત્કારની ઘટનાઓ વધી રહી છે મનુષ્ય પશ્ચિમનું અનુકરણ કરી રહેલ છે. સમાજમાં ન ઈચ્છતા બાળકો તથા ગુપ્ત રોગ ફેલાઈ રહેલ છે છતાં પણ વિવેકની આંખો ઉપર પટ્ટી બાંધી લોકો એમ વિચારે છે કે મારી ફેશન કરવાનો આ સમસ્યાઓ સાથે કોઈ સંબંધ નથી. સમસ્યાઓ તો બીજા લોકોના કારણે છે આજ સૌથી મોટું આશ્ચર્ય છે.

કોઈ એવું ન સમજી લે કે અમે સજાવટ, શણગાર, ઘરેણા વિગેરેના વિરોધી છીએ. ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે સાત્વિકતા, નૈતિકતા, શ્રેષ્ઠ ચારિત્ર્ય તથા માનવીય ગુણોને ત્યાગીને એકબીજાને નીચા દેખાડવા શરીર તરફ બધાનું ધ્યાન આકર્ષણ કરવાની ભાવના થી કરવામાં આવતું કર્મ વ્યર્થ છે, અધોગતિ તરફ લઈ જનાર છે. નહીં તો ભારતના દેવી દેવતાઓને 16 શણગાર દેખાડવામાં આવે છે છતાં પણ તેમને ફેશનેબલ નથી ગણતા. તેમના કપડા ખૂબ કિંમતી હોય છે છતાં પણ ભક્ત લોકો તેમની પૂજા કરે છે તથા તેમની મહિમામાં તેમના શણગારની તથા તેમના કમળ નયન, કમળ કાન વગેરે શબ્દથી મહિમા કરે છે. આનું કારણ એ છે કે દેવતાઓ પોતાના પૂર્વજન્મમાં યોગ યુક્ત થઈને યોગેશ્વર પરમાત્મા દ્વારા પ્રાપ્ત શક્તિઓથી ઇન્દ્રિયજીત તથા ઇચ્છા માત્રમ અવિદ્યા બન્યા.

આ વિજયના ઇનામના ભાગ રૂપે પ્રકૃતિએ દાસી બનીને દેવતાઓને સુંદર શરીર આપ્યું તથા શણગારના સાધન પણ આપ્યા. દેવતાઓની આત્મા અને શરીર બંને પાવન હોય છે. તેઓને સુંદર દેખાવા માટે કોઈ પ્રાકૃતિક સાધનોની જરૂરિયાત નથી પડતી. તેઓ સ્વાભાવિક રૂપ થી શરીરના પ્રત્યેક અંગની સુંદરતાની સાથે આ દુનિયામાં આવે છે તથા સમગ્ર દેવનગરી પરમ સુંદર શરીરોમાં બિરાજમાન પરમ સુંદર આત્માઓથી સજાયેલી રહે છે.
સત્યુગની દુનિયામાં પાંચ વિકારો રૂપી રાવણ પ્રવેશતા નથી. દેવતાઓને ખરાબ દ્રષ્ટિ એટલે શું તેનું જ્ઞાન પણ નથી હોતું. અહીં કળિયુગમાં તો લોકો શારીરિક રૂપથી રોગી તથા બનાવટી ચીજોના ઉપયોગ થી શરીરની આશક્તિમાં ડૂબેલા રહે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
કયા કેસમાં થઈ શકે CMની ધરપકડ, શું કહે છે કાયદો ? જાણો અત્યાર સુધી કોની થઈ છે ધરપકડ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી સમગ્ર દેશમાં આ મુદ્દાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સીએમની ધરપકડ વિશે સાંભળવું સામાન્ય લોકો માટે ખૂબ જ વિચિત્ર છે, કારણ કે આ અંગે લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ છે. તો ચાલો જાણીએ કે પોલીસ ડિપાર્ટમેન્ટ કે કોઈપણ તપાસ એજન્સી રાજ્યના મુખ્યમંત્રીની ધરપકડ કેવી રીતે કરી શકે છે અને આ માટેની કાયદાકીય પ્રક્રિયા શું છે.

કાયદા અનુસાર, મુખ્યમંત્રીને સિવિલ કેસમાં ધરપકડ અને અટકાયતથી મુક્તિ છે, પરંતુ ફોજદારી કેસોમાં મુખ્યમંત્રીની ધરપકડ થઈ શકે છે. ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એકમાત્ર એવા બંધારણીય હોદ્દેદારો છે જેમને એમના કાર્યકાળના અંત સુધી સિવિલ અને ફોજદારી કાર્યવાહીમાં ધરપકડથી મુક્તિ મળે છે.
બંધારણના અનુચ્છેદ 361 પ્રમાણે ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલો હોદ્દા પર હોય ત્યારે કરવામાં આવેલા કોઈપણ કાર્ય માટે કોઈપણ કોર્ટને જવાબ આપતા નથી. પરંતુ, આ મુક્તિ વડા પ્રધાનો, મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, લોકસભા અને રાજ્યસભાના સભ્યો માટે ઉપલબ્ધ નથી.
ધરપકડ પહેલા લેવી પડે છે મંજૂરી
સિવિલ પ્રોસિજર 135ની સંહિતા હેઠળ, મુખ્યમંત્રી અથવા વિધાન પરિષદના સભ્યને સિવિલ કેસમાં ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવે છે, પરંતુ ફોજદારી કેસોમાં નહીં. જો કે, ફોજદારી કેસોમાં ધરપકડ પહેલા ગૃહના અધ્યક્ષની મંજૂરી જરૂરી છે. જેનો સ્પષ્ટ અર્થ છે કે વિધાનસભા અધ્યક્ષની મંજૂરી બાદ જ મુખ્યમંત્રીની ધરપકડ કરી શકાશે.
કરી શકાય છે સસ્પેન્ડ
કાયદા અનુસાર, જ્યારે કોઈ સરકારી અધિકારીને જેલ જવાનો ખતરો હોય ત્યારે તેને સસ્પેન્ડ કરી શકાય છે, પરંતુ રાજકીય પક્ષોના નેતાઓ પર આવો કોઈ કાનૂની પ્રતિબંધ નથી. જોકે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો નથી. જો મુખ્યમંત્રી રાજીનામું નહીં આપે તો રાષ્ટ્રપતિ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. જયારે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 માં અમુક ગુનાઓ માટે અયોગ્યતાની જોગવાઈઓ છે, પરંતુ કોઈ પણ હોદ્દો ધરાવનાર વ્યક્તિ માટે સજા કરવી ફરજિયાત છે, તો જ તેને ગેરલાયક ઠેરવવામાં આવશે.
અત્યાર સુધી કોની થઈ છે ધરપકડ?

લાલુ પ્રસાદ યાદવનું નામ ઘાસચારા કૌભાંડમાં CBIની ચાર્જશીટમાં સામે આવ્યું હતું, ત્યારબાદ એમણે 1997માં પદ પરથી રાજીનામું આપ્યું અને રાબડી દેવી મુખ્યમંત્રી બન્યા. આ પછી જ લાલુ પ્રસાદ યાદવની ધરપકડ કરવામાં આવી હતી.

જયલલિતાને 2014માં અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને એમને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પછી, એ પોતે મુખ્યમંત્રી પદ માટે અયોગ્ય બની ગયા. ત્યારબાદ એમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, આ કેસની તપાસ ચાલુ રહી ત્યારે તેણીએ મુખ્યમંત્રી પદ સંભાળવાનું ચાલુ રાખ્યું. આ સમયગાળા દરમિયાન પન્નીરસેલ્વમ મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા હતા.

વર્ષ 2011માં કર્ણાટકના તત્કાલિન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ગેરકાયદે ખનન કેસ અંગે લોકાયુક્તનો અહેવાલ બહાર આવ્યા બાદ રાજીનામું આપવું પડ્યું હતું અને થોડા સમય બાદ એમની ફરી ધરપકડ કરવામાં આવી હતી.
દોષિત સાબિત ન થાય ત્યાં સુધી રહી શકે છે મુખ્યમંત્રી
કાયદા અનુસાર, જો કોઈ કેસમાં દોષિત ઠરે તો જ મુખ્યમંત્રીને ગેરલાયક ઠેરવી શકાય છે અથવા પદ પરથી હટાવી શકાય છે. અરવિંદ કેજરીવાલના કેસમાં એમને હજુ સુધી દોષિત ઠેરવવામાં આવ્યા નથી. તદુપરાંત, માત્ર ધરપકડથી એ મુખ્ય પ્રધાનપદ માટે અયોગ્ય નથી.
મુખ્યમંત્રીને બે સ્થિતિમાં જ પદ પરથી હટાવી શકાય છે. પ્રથમ તો વિધાનસભામાં બહુમતીનો ટેકો ગુમાવે અને બીજુ સત્તામાં રહેલી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવે.
કે. કવિતાને જામીન આપવાનો કોર્ટનો ‘સુપ્રીમ’ ઇનકાર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)નાં નેતા કે. કવિતાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, તેમની દિલ્હી આબકારી નીતિ કૌભાંડ મામલે EDએ ધરપકડ કરી છે. કોર્ટે કવિતાને જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવા નિર્દેશ આપ્યા હતા, કેમ કે ટોચની કોર્ટ બંધારણના આર્ટિકલ 32 હેઠળ રાહત અરજી સ્વીકાર નથી કરી શકતી. કવિતાની ગયા સપ્તાહે લિકર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીની પીઠે કવિતાને નીચલી કોર્ટમાં જવા કહ્યું હતું. પીઠે કહ્યું હતું કે આ એક પ્રક્રિયા છે, જેનું કોર્ટ પાલન કરી રહી છે અને એ પ્રોટોકોલને નજરઅંદાજ નથી કરી શકતી. પીઠે કહ્યું હતું કે જ્યાં સુધી PMLAની જોગવાઈને પડકાર આપતી કવિતાની અરજી છે. કોર્ટ EDને નોટિસ જારી કરી રહી છે અને છ સપ્તાહમાં એજન્સીને જવાબ આપવા કહી રહી છે.
કપિલ સિબ્બલે પીઠને કહ્યું હતું કે જોગવાઈઓને પડકારતી અરજી લંબિત કેસોમાં સાથે લેવામાં આવશે. કોર્ટને એક વિનંતી છે કે તેમને હાઇકોર્ટ જવાનું ના કહેવામાં આવે. આપણા દેશમાં થઈ રહ્યું છે. એક સરકારી સાક્ષીના નિવેદનને આધારે લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. વકીલ તરીકે તમારે ક્યારેય નિરાશ ના થવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમારું વલણ સ્પષ્ટ છે. અને અમે પ્રક્રિયાનું પાલન કરી રહ્યા છીએ.અમે સૈદ્ધાંતિક રૂપે એ વાતથી સહમત છીએ કે અમારે બંધારણીય ફોરમને નજરઅંદાજ નહીં કરવી જોઈએ.
દિલ્હી લિકર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ CM અરવિંદ કેજરીવાલઃ ED
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ મામલે PMLA કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. EDએ કોર્ટમાં કહ્યું હતું કે આપના મોટા નેતાઓને કવિતાએ લાંચ આપી હતી. કવિતાએ રૂ. 100 કરોડ આપ આદમી પાર્ટીને આપ્યા હતા. લાંચ રોકડમાં આપવામાં આવી હતી. કેજરીવાલને તેમની કરણી માટે જ નહીં, પણ તેમના સહયોગીઓએ જે કર્યું એના માટે પણ જવાબદાર ઠેરવાવા જોઈએ, એમ EDએ કહ્યું હતું.
રાઉઝ એવન્યુ કોર્ટમાં EDએ કેજરીવાલ વિશે અનેક દાવા કર્યા હતા, એજન્સીએ બે લોકોના ચેટનો હવાલો આપ્યો હતો. હવાલા દ્વારા રૂ. 45 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેમાં અલગ-અલગ લોકોને મોટી નાણાકીય રકમ આપવામાં આવી હતી. અમે આ લોકોની CDR ડિટેલ હાંસલ કરી છે. તેમના ફોન રેકોર્ડ પણ અમારી પાસે છે. વિજય નાયરની એક કંપની પાસેથી પણ પુરાવા મળ્યા છે. ચાર રૂટ મારફતે પૈસા ગોવામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

લિકર કેસમાં આરોપી કવિતાના નિવેદન પણ લેવામાં આવ્યાં હતાં. કેજરીવાલે કવિતા સાથે મુલાકાત પણ કરી હતી અને તેમને કહ્યું હતું કે દિલ્હી લિકર પોલિસી પર મળીને એકસાથે કામ કરવું જોઈએ. વિજય નાયર કેજરીવાલ માટે કામ કરી રહ્યો હતો. નાયર કેજરીવાલના ઘરની પાસે જ રહેતો હતો. તે વચેટિયાની જેમ કામ કરી રહ્યો હતો. કેજરીવાલે દક્ષિણ લોબી પાસે લાંચ માગી હતી. અમારી પાસે તેમની વિરુદ્ધ લાંચ માગવાના પૂરતા પુરાવા છે.
ACP જીતેન્દ્ર યાદવ અને સમીર અબ્બાસીની ટીમે જીત્યો કાસ્ય પદક
અમદાવાદ: ઈન્ડિયન માસ્ટર્સ (વેટરન) નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2024માં અમદાવાદ સાઈબર ક્રાઈમના ACP જીતેન્દ્ર યાદવ અને સમીર અબ્બાસીની ટીમે મેન્સ ડબલ્સમાં કાંસ્ય પદક જીત્યો છે.

હાલમાં જ પંચકુલા ખાતે “યોનેક્સ સન રાઈઝ 46th ઈન્ડિયન માસ્ટર્સ (વેટરન) નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2024 યોજાઈ હતી. જેમાં મેન્સ ડબલ્સ કેટેગરીમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર જીતેન્દ્ર યાદવ અને બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમીના હેડકોચ સમીર અબ્બાસીની ટીમે કાસ્ય પદક જીત્યો છે. તેમણે મહારાષ્ટ્રના પરાગ એકાંદે અને સચીન ભારતીની ટીમને ક્વાટર ફાઈનલ્સમાં 21-13 અને 21-07થી પરાજય આપ્યો હતો. બીજી તરફ સમીર અબ્બાસી અને પૂજા મહેતાની ટીમે મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


