Home Blog Page 1938

૧૧ એપ્રિલ, ૨૦૨૪

૧૧ એપ્રિલ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 11/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી  અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.

ગુજરાતે રાજસ્થાનને રોમાંચક મેચમાં 3 વિકેટે હરાવ્યું

ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે હરાવ્યું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 196 રન બનાવ્યા હતા. બીજી તરફ ટાર્ગેટનો પીછો કરતી વખતે ગુજરાતની શરૂઆત સારી રહી હતી, જ્યાં શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે 64 રનની ભાગીદારી નોંધાઈ હતી, પરંતુ તે પછી ટીમને સતત આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ અંતે મેચ રોમાંચક બની હતી. રાશિદ ખાને છેલ્લી ઓવરોમાં 11 બોલમાં 24 રનની શાનદાર ઇનિંગ રમીને ગુજરાતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી સુદર્શને 35 રન બનાવ્યા હતા. દરમિયાન કુલદીપ સેનની ઘાતક બોલિંગે ગુજરાતના મિડલ ઓર્ડરને હચમચાવી નાખ્યો હતો. તેણે 3 મહત્વની વિકેટ લઈને ગુજરાતને બેકફૂટ પર મોકલી દીધું હતું. ગિલે 44 બોલમાં 72 રનની ઈનિંગ રમી હતી, પરંતુ બીજા છેડેથી સહકાર ન મળવાને કારણે મેચ અટકી ગઈ હતી.

15 ઓવર પછી ગુજરાતનો સ્કોર 4 વિકેટે 124 રન હતો અને તેને જીતવા માટે હજુ 73 રનની જરૂર હતી. જ્યારે શુભમન ગિલ ગુજરાત માટે તારણહાર રહ્યો હતો, ત્યારે તેને 16મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે ચતુરાઈથી સ્ટમ્પ કરી દીધો હતો. ગિલ 72 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મેચ અટકી ગઈ હતી કારણ કે ગુજરાતને છેલ્લી 3 ઓવરમાં 42 રનની જરૂર હતી, રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાનના રૂપમાં બે તોફાની બેટ્સમેન ક્રિઝ પર હતા. શાહરૂખની 8 બોલમાં 14 રનની ઇનિંગે ગુજરાતની જીતની આશા જગાવી હતી, પરંતુ તે અવેશ ખાનના હાથે આઉટ થયો હતો. મેચમાં જીવન બાકી હતું કારણ કે ગુજરાતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 15 રનની જરૂર હતી. બીજી તરફ, રાશિદ ખાને છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને IPL 2024માં રાજસ્થાનના વિજયરથના 4 મેચના રનને રોકી દીધા છે.

રાજસ્થાન તરફથી ઘણી સારી બોલિંગ હતી. કુલદીપ સેને 2 ઓવરમાં 3 વિકેટ લઈને જીટીની બેટિંગની કમર તોડી નાખી હતી. તેના સિવાય યુઝવેન્દ્ર ચહલે 2 મહત્વની વિકેટ લીધી હતી અને અવેશ ખાન પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. પરંતુ અવેશ ખાન ઈનિંગની છેલ્લી ઓવરમાં 15 રનનો બચાવ કરી શક્યો ન હતો, જેના કારણે રાજસ્થાનને IPL 2024માં પહેલી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

એક જ મેચમાં 3 અડધી સદી

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આ મેચમાં એક નહીં, 2 નહીં પરંતુ 3 અર્ધસદી લેવામાં આવી હતી. પહેલા રમતા રાજસ્થાન તરફથી રિયાન પરાગે 48 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા હતા. જ્યારે RRના કેપ્ટન સંજુ સેમસને 38 બોલમાં 68 રન બનાવ્યા, જે દરમિયાન તેણે પોતાના બેટમાંથી 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે મેચની ત્રીજી ફિફ્ટી ફટકારી હતી. ગિલે પણ 44 બોલમાં 72 રનની ઈનિંગમાં 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

પંચાંગ 11/04/2024

રામનવમી પર શ્રી રામનું થશે સૂર્ય તિલક

હિન્દુ નવા વર્ષની ‘વિક્રમ સંવત 2081’ની શરૂઆત સાથે જ અયોધ્યા સ્થિત રામ મંદિરમાં રામનવમીના તહેવારને ઐતિહાસિક બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ વર્ષે એક તરફ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થયું છે, તો બીજી તરફ રામ નવમી પર રામ મંદિરમાં વિજ્ઞાનનો ચમત્કાર પણ જોવા મળશે, જેમાં કુદરતી સર્જન અને માનવ રચનાનો અનોખો સંગમ જોવા મળશે. ચૈત્ર નવરાત્રીના નવમા દિવસે રામનવમીનો મહા પર્વ ઉજવવામાં આવે છે, જેની ઉજવણી માટે આ વખતે રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની નવી મૂર્તિ પર સૂર્યના કિરણો સાથે તિલક લગાવવામાં આવશે. રામમંદિરની સ્થાપના અને ઉદ્ઘાટન બાદ આ પ્રથમ વખત બનશે. સૂર્ય તિલક માટે વિજ્ઞાનની મદદ લેવામાં આવી છે.

પ્રોજેક્ટ સૂર્ય તિલક શું છે

ટ્રસ્ટે તેના સૂર્ય તિલકના સંચાલન અને રચનાની જવાબદારી સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રૂરકીના વૈજ્ઞાનિકોને સોંપી છે. આ ઈવેન્ટને પ્રોજેક્ટ ‘સૂર્ય તિલક’ નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ એક પદ્ધતિ વિકસાવી જેમાં અરીસા, લેન્સ અને પિત્તળનો ઉપયોગ કરવામાં આવ્યો. તેની કામગીરી માટે તેને વીજળી અથવા બેટરીની જરૂર પડશે નહીં. દર વર્ષે રામનવમી પર રામલલાનું સૂર્ય તિલક થશે.

અઢીથી પાંચ મિનિટ સુધી અભિષેક ચાલશે

રામનવમીના દિવસે બપોરે 12 કલાકે અઢીથી પાંચ મિનિટ સુધી રામલલાને સૂર્યકિરણોથી અભિષેક કરવામાં આવશે. આ દરમિયાન સૂર્યના કિરણો સીધા રામલલાના કપાળ પર પડશે. કિરણોથી ચહેરો પણ પ્રકાશિત થશે. આ સમયે રામ જન્મોત્સવનો આનંદ પણ ઉમટી પડશે. સોમવારે તેનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. મંદિરની વ્યવસ્થા સાથે જોડાયેલા VHP નેતા ગોપાલે પરીક્ષણની સફળતા વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું કે રવિવારે પણ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તે સફળ રહ્યું હતું.

IPL2024માં આ ચાર ટીમો પ્લેઓફમાં પહોંચે આવી શક્યતા, જાણો…

નવી દિલ્હીઃ IPL-2024માં 24 મેચ થઈ ચૂકી છે, જેમાં રાજસ્થાનની ટીમ ટોચ પર છે. બીજા ક્રમાંકે KKR છે. ત્રીજા ક્રમાંકે LSG છે અને ચોથા ક્રમાંકે CSK છે. હૈદરાબાદ, પંજાબ, ગુજરાતની ટીમો વચ્ચે કાંટાની ટક્કર છે. આવામાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગેને ભવિષ્યવાણી કરી છે.

મોર્ગેને ચાર ટીમોમાં એક એવી ટીમનું નામ લીધું છે, જે આ સમયે પોઇન્ટસ ટેબલમાં આઠમા ક્રમાંકે છે. એ ટીમ છે MI. તેણે આ ચાર ટીમોમાં KKR, RR, CSK અને MIને પ્લેઓફમાં રાખી છે. હાલના સમયે આ બધી ટીમો સારો દેખાવ કરી રહી છે.

MIએ પાચં વખત IPL કપ જીત્યો છે, જ્યારે CSKએ પાંચ વાર કપ જીત્યો છે. RR, અત્યાર સુધી એક વખત IPL કપ જીત્યો છે. IPLમાં સૌથી વધારે સિક્સર ફટકારવાની વાત આવે તો સૌથી પહેલું નામ ક્રિસ ગેલનું આવે છે. વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલે 2009થી 2021 દરમિયાન IPLમાં રમતા 144 મેચમાં 357 સિક્સર ફટકારી છે.

સૌથી વધારે સિક્સર ફટકારવાના મામલે ભારતનો રોહિત શર્મા બીજા ક્રમે છે. રોહિત શર્માએ 247 મેચમાં 265 સિક્સરો ફટકારી છે. રોહિત હજુ IPLમાં રમી રહ્યો છે તેથી તે ક્રિસ ગેઇલના રેકોર્ડની નજીક જઇ શકે છે. રોહિતે 568 ફોર પણ ફટકારી છે.

આ મામલે ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકાનો પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સ છે. તે 2008થી 2021 દરમિયાન IPLમાં રમ્યો હતો. તેણે 184 મેચમાં 251 સિક્સર ફટકારી છે. ડી વિલિયર્સના નામે 413 ફોર છે. સ્ટ્રાઇક રેટની વાત કરવામાં આવે તો ડી વિલિયર્સની 151.68ની છે.

 

 

 

 

 

દૂધી રોસ્ટી

દૂધીનું નામ સાંભળતાં જ મોટાભાગના લોકોનું નાક ચઢી જાય છે! બચ્ચાંઓને પણ ન જ ભાવે વળી! પણ, થોડું મોર્ડન નામ આપીને આ જ દૂધીનો ટેસ્ટફુલ નાસ્તો બનાવી આપો. તો, કદાચ કામ બની જાય! કારણ કે, દૂધી ખાવામાં સ્વાસ્થ્યપ્રદ છે!

સામગ્રીઃ

  • રવો 1 કપ
  • દહીં 3/4 કપ
  • ગાજર 1
  • દૂધી 200 ગ્રામ
  • સિમલા મરચું 1 નાનું
  • કાંદો 1 (optional)
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • આદુ મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • ઈનો ફ્રુટ સોલ્ટ ½ ટી.સ્પૂન

રીતઃ એક બાઉલમાં દહીં તેમજ રવો મેળવી તેમાં થોડું થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરુ તૈયાર કરીને 10 મિનિટ માટે રાખી દો.

બીજા વાસણમાં દૂધી તેમજ ગાજર ખમણી લો. 10 મિનિટ બાદ રવા અને દહીંના મિશ્રણમાં ખમણેલાં ગાજર, દૂધી, ઝીણાં સમારેલાં કાંદા, સિમલા મરચું ઉમેરો. ત્યારબાદ આદુ-મરચાંની પેસ્ટ, મરી પાઉડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ ઉમેરીને  કોથમીર પણ મેળવી દો. ખીરું બહુ ઘટ્ટ પણ ના હોવું જોઈએ કે ઢીલું પણ ના હોય. દૂધી રોસ્ટી બનાવતી વખતે તેમાં ઈનો ઉમેરી દો.

એક ફ્રાઈ પેન અથવા કઢાઈમાં ½ ટી.સ્પૂન તેલ ઉમેરીને ગરમ થાય એટલે તલ ઉમેરીને 1-2 કળછી દૂધીનું ખીરું રેડીને પેન ઢાંકીને ગેસની ધીમી આંચે 2 મિનિટ થવા દો. ત્યારબાદ રોસ્ટી તવાથી ઉથલાવીને ઉપર ½ ટી.સ્પૂન જેટલું તેલ નાખીને ઢાંકણ ઢાંકીને ફરીથી 2 મિનિટ થવા દો.

આ જ રીતે બધી રોસ્ટી તૈયાર કરી લો અને ટોમેટો કેચ-અપ અથવા ચટણી સાથે ગરમાગરમ પીરસો.

પવન સિંહ બિહારની કરકટ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે

ભોજપુરી ગાયક પવન સિંહે જાહેરાત કરી છે કે તે બિહારના કરકટથી ચૂંટણી લડશે. પવન સિંહે ટ્વિટ કર્યું છે કે માતા ગુરુતરા ભૂમેરુ એટલે કે માતા આ ભૂમિ કરતાં ઘણી ભારે છે અને મેં મારી માતાને વચન આપ્યું હતું કે હું આ વખતે ચૂંટણી લડીશ. મેં નક્કી કર્યું છે કે હું 2024ની લોકસભા ચૂંટણી બિહારના કરકટથી લડીશ. નમસ્કાર માતા દેવી. તમને જણાવી દઈએ કે ભાજપે પવન સિંહને આસનસોલથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. રાષ્ટ્રીય લોક મોરચાએ ઉપેન્દ્ર કુશવાહાને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.

જો કે ભાજપની ટિકિટ નકારી કાઢ્યા બાદ, તેમણે પાછળથી ટ્વીટ કર્યું હતું કે તેઓ ચૂંટણી લડશે, પરંતુ તે સ્પષ્ટ નથી કર્યું કે તેઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે. હવે પવન સિંહે જાહેરાત કરી છે કે તેઓ પશ્ચિમ બંગાળની આસનસોલ સીટથી નહીં પરંતુ બિહારની કરકટ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. જો કે તે કઇ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે હજુ સ્પષ્ટ થયું નથી. દરમિયાન બીજેપીએ પવન સિંહની જગ્યાએ એસએસ અહલુવાલિયાને આસનસોલથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

કેજરીવાલ સરકારમાં મંત્રી રાજકુમાર આનંદે રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ દિલ્હીની કેજરીવાલ સરકારમાં મંત્રી રાજકુમાર આનંદે મંત્રીપદથી રાજીનામું આપી દીધું છે. તેમણે મિડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે ભ્રષ્ટાચારને લઈને આમ આદમી પાર્ટીના વલણ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમની પાસે સમાજ કલ્યાણની જવાબદારી હતી. પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ પાર્ટીમાં જોડાવાના નથી.

 મિડિયાથી વાતચીતમાં રાજકુમાર આનંદે કહ્યું હતું કે હું રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં મંત્રી છું. મારી પાસે સાત પોર્ટફોલિયો છે, પણ આજે હું બહુ વ્યથિત છું, એટલા માટે હું આજે તમને મારુ દુઃખ વહેંચવા આવ્યો છું. હું રાજકારણમાં ત્યારે આવ્યો હતો, જ્યારે કેજરીવાલજીએ કહ્યું હતું કે રાજકારણ બદલીશું, પણ આજે મારે અફસોસ સાથે કહ્યવું પડે છે કે રાજકારણ તો નથી બદલી શક્યો પણ રાજનેતાઓ બદલાઈ ગયા છે. આમ આદમી પાર્ટીનો જન્મ પણ ભ્રષ્ટાચારની વિરુદ્ધ આંદોલનથી થયો હતો, પરંતુ આજે પાર્ટી ખુદ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે.

મારા માટે મંત્રીપદ પર રહીને આ સરકારમાં રહીને કામ અસહજ થઈ ગયું હતું. હું આ પાર્ટીમાંથી અને સરકારમાંથી રાજીનામું આપી રહ્યો છું, કેમ કે ભ્રષ્ટ આચરણોથી હું મારું નામ નથી જોડવા ઇચ્છતો. હિં નથી સમજતો કે અમારી પાસે શાસન કરવાની કોઈ નૈતિક તાકાત બચી છે.

રાજકુમાર આનંદના રાજીનામા પછી આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે અને સૌરભ ભારદ્વાજે પત્રકાર પરિષદમાં ભાજપ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેજરીવાલને જેલ મોકલીને આ લોકો પાર્ટી તોડવા અને દિલ્હી અને પંજાબ સરકાર પાડવા પ્રયાસ કરી રહ્યા છે.

 

 

 

 

 

 

 

 

NSE: વાયરલ વીડિયો પર CEO આશિષ ચૌહાણની સ્પષ્ટતા

મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ (ચીફ એકિઝકયુટિવ ઓફિસર) આશિષકુમાર ચૌહાણ (Ashish Chauhan Fake Video)નો સ્ટોકની ભલામણ કરતો એક ઓડિયો વીડિયો સોશિયલ
મીડિયા પર ફરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વાયરલ થયેલા આ વીડિયોમાં આશિષ ચૌહાણને સ્પેશિફિક સ્ટોકની ભલામણ કરતા બતાવવામાં આવ્યા છે. ત્યારે આ વીડિયો મામલે NSEએ પોતાના રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપતી અખબારી યાદી બહાર પાડી છે અને વીડિયોને બનાવટી ગણાવ્યો છે. વાસ્તવિકતામાં NSEના CEO આશિષ ચૌહાણે કોઈ પણ પ્રકારના સ્પેશિફિક સ્ટોકની ભલામણ કરી નથી.

સ્પેશિફિક સ્ટોકની ભલામણ કરતા ફેક વીડિયો મામલે આશિષ ચૌહાણ (Ashish Chauhan)એ એક્સ (અગાઉ ટ્વિટર) પર સ્પષ્ટતા આપી છે. તેમણે એક્સ પર એક પત્ર પોસ્ટ કરી વીડિયોને ફેક ગણાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે
છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર સ્ટોકનો જે વીડિયો વાયરલ થયો છે તે બનાવટી છે. આ સાથે જ તેમણે રોકાણકારોને સાવચેત રહેવા ટકોર કરી છે.

MD આશિષ ચૌહાણ અને NSE

આશિષકુમાર ચૌહાણના અવાજ, ચહેરો અને ચહેરાના હાવભાવની નકલ ટેકનોલોજીની મદદથી કરી તૈયાર કરાયેલા વિડિયો અને ઓડિયો ક્લિપ્સમાં તેમને સ્ટોક્સની ભલામણ કરતા દેખાડવામાં આવ્યા છે. આ વીડિયો, ઓડિયો બનાવટી છે અને રોકાણકારોએ તેના આધારે રોકાણના નિર્ણયો લેવા નહિ, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જે બહાર પાડેલી એક અખબારી યાદીમાં જણાવ્યું છે. રોકાણકારોએ એક હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્ટોક એકસચેંજના કોઈપણ કર્મચારીઓને સ્ટોકસ કે માર્કેટની ભલામણ કરવાની સત્તા હોતી નથી.

એનએસઈએ આવા ગેરકાનુની, બનાવટી અને વાંધાજનક વિડિયો દૂર કરવા સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ્સને પણ અનુરોધ કર્યો છે. એનએસઈ કોઈ પણ સત્તાવાર માહિતી માત્ર તેની સત્તાવાર વેબસાઈટ www.nseindia.com
અને એક્સચેન્જના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ મારફત કરે છે. જેથી એકસચેંજે રોકાણકારોને સ્પષ્ટ કર્યુ છે કે એનએસઈ સંબંધિત કોઈ પણ પ્રાપ્ત માહિતીની સત્યતાની ચકાસણી એક્સચેન્જની વેબસાઈટ્સ અને તેનાં સત્તાવાર
સોશિયલ મીડિયા પર જ કરવી જોઈએ.

એકસ પર પોસ્ટ કરેલા પત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે CEO દ્વારા કોઈ પણ પ્રકારના ખાસ સ્ટોક વિશે વાત કરવામાં આવી નથી. વીડિયોમાં કહેવામાં આવેલી માહિતી તદ્દન પાયાવિહોણી અને ખોટી છે. સ્ટોક એક્સચેન્જે જણાવ્યું કે આશિષ ચૌહાણનો ચહેરો અને તેનો અવાજ તથા NSE લોગોનો ઉપયોગ કરી ફેક વીડિયો બનાવવામાં આવ્યો છે.