Home Blog Page 1937

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા રોહન ગુપ્તા

અમદાવાદઃ હાલમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસે તેમને અમદાવાદ-પૂર્વ બેઠક પરથી લોકસભાની ટિકિટ પણ આપી હતી. જોકે પહેલાં તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા  સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

રોહન ગુપ્તા AICCના IT સેલના ચેરમેન રહી ચૂક્યા છે. ગુપ્તા પર કોંગ્રેસે અનેક આરોપ લગાવ્યા હતા. આ પહેલાં કોંગ્રસ નેતા હેમાંગ રાવલે રોહન ગુપ્તા પર પક્ષવિરોધી પ્રવૃતિનો આરોપ લગાવ્યો હતો આ ઉપરાંત રોહન ગુપ્તા પહેલાંથી ભાજપના સંપર્કમાં હોવાના આરોપ તેઓ લગાવી ચૂક્યા છે. ગુપ્તા હાલ દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યલયમાં પહોંચ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની હાજરીમાં રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા હતા. રોહન ગુપ્તા સાથે અન્ય ત્રણ નેતા પણ કેસરિયાં કરે એવી વકી છે. રોહન ગુપ્તાના પિતા પણ કોંગ્રેસના નેતા હતા અને બાદ તેમણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ કોંગ્રેસે અમદાવાદ-પૂર્વ બેઠક પર ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું હતું. જોકે બાદમાં રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. પોતાના પિતાની નાદુરસ્ત તબિયતને કારણે ચૂંટણીનું મેદાન છોડ્યું હોવાનું કારણ આગળ ધર્યુ હતુ. હવે આજે તેમણે દિલ્હીમાં ભાજપની એક પત્રકાર પરિષદ દરમિયાન ભાજપનો ખેસ પહેર્યો હતો.

ગુપ્તાએ કોંગ્રેસ પર અનેક આક્ષેપ લગાવ્યા હતા. રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે હું દેશ માટે કંઇક કરવાની ભાવના સાથે ભાજપમાં જોડાયો છું. વર્ષોથી જે પાર્ટીમાં રહ્યા હોય તે પાર્ટી કોઇ નેતા લાલચથી ન છોડે.તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ રાષ્ટ્રવાદ અને સનાતન ધર્મથી વિમુખ થઈ ગઈ છે.

 

 

 

 

 

VIDEO: PM નરેન્દ્ર મોદીએ ગેમર્સ સાથે કરી ખાસ મુલાકાત

ચૂંટણીની મોસમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ટોચના ખેલાડીઓને મળ્યા છે. આ સમય દરમિયાન તેણે સાત ગેમર્સ સાથે કેટલીક વીડિયો ગેમ્સ પણ રમી હતી અને તેમની સાથે હળવી મજાક પણ કરી હતી. PM મોદી અને આ ખેલાડીઓ વચ્ચેની મીટિંગ સંબંધિત એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. બે મિનિટ 37 સેકન્ડની આ ક્લિપમાં એક ક્ષણ એવી પણ જોવા મળી હતી જ્યારે તે રમૂજી સ્વરમાં રમનારાઓને કહેતો જોવા મળ્યો હતો – હું મારા વાળને કલર કરીને બ્લીચ કરું છું.

પીએમને મળ્યા બાદ આ ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા. એક ગેમરે નરેન્દ્ર મોદીને કહ્યું, “મારું હૃદય ધબકતું રહે છે!” પીએમએ હસીને જવાબ આપ્યો, “તે થવા દો.” વડાપ્રધાનને મળ્યા બાદ પોતાનો અનુભવ શેર કરતા પાયલ ધરેએ કહ્યું – અમને ખ્યાલ પણ નહોતો કે અમારી ઉંમરમાં આટલો મોટો તફાવત છે. અન્ય એક ગેમરે કહ્યું, “પીએમ સાહેબ સાથે વાત કર્યા પછી એવું લાગે છે કે આપણે પરિવારના કોઈ સભ્ય સાથે વાત કરી રહ્યા છીએ.”

વાતચીત દરમિયાન, ગેમર્સે એ પણ જણાવ્યું કે વર્ષ 2019માં ગેમિંગ ક્ષેત્રે વેગ પકડ્યો છે. આપણી પૌરાણિક કથાઓને લગતી ઘણી રમતો પણ બનાવવામાં આવી છે અને સરકાર ખેલાડીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપી રહી છે. આના પર પીએમએ પૂછ્યું, “સારું, મારા (સત્તામાં) આવ્યા પછી જ બધું થયું છે!” પીએમ મોદીના ગેમિંગના અનુભવ પર એક ગેમરે ANIને કહ્યું – નરેન્દ્ર મોદી સર ખૂબ જ ઝડપથી ગેમ પકડી રહ્યા હતા. જો હું પિતાજીને પણ શીખવતો હોત તો તેમને સમજવામાં થોડો સમય લાગતો હતો. તે પ્રથમ પ્રયાસમાં એટલું સારું રમી શક્યો નથી.

કયા ભારતીય ખેલાડીઓ પીએમને મળ્યા?

અનિમેષ અગ્રવાલ, નમન માથુર, મિથિલેશ પાટણકર, પાયલ ધરે, તીર્થ મહેતા, ગંગાધર અને અંશુ બિષ્ટ.

‘સિકંદર’: આગામી ઈદ પર ભાઈજાન કરશે ધમાકો

ઈદ પર સલમાન ખાન તેના ચાહકોને પોતાની ફિલ્મોની ભેટ આપી રહ્યો છે. પરંતુ આ વખતે તેની ફિલ્મ ઈદ પર રિલીઝ થઈ નથી. પરંતુ, તેણે એક ભેટ આપી છે અને તે ભેટ છે તેની આગામી ફિલ્મના નામની જાહેરાત. સલમાન ખાન આગામી ઈદ પર પોતાની ફિલ્મ ‘સિકંદર’ લઈને આવશે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. તેમજ ચાહકોને કહેવામાં આવ્યું છે કે આ વખતે ઈદ પર ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘મેદાન’ જોવી જ જોઈએ.

ખબર છે કે સલમાન ખાનની ફિલ્મની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી, જેને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે. તેને નિર્દેશિત કરવાની જવાબદારી ડિરેક્ટર એ આર મુરુગાદોસના ખભા પર છે. રમઝાનના પહેલા દિવસે આની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું અને આજે ઈદના અવસર પર ફિલ્મના નામની જાહેરાત પણ કરવામાં આવી છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે ફિલ્મના પોસ્ટરની સાથે નામની જાહેરાત કરી છે. આ સાથે સલમાન ખાને લખ્યું છે કે, ‘આ ઈદ ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘મેદાન’ જુઓ અને આગામી ઈદ પર સિકંદરને મળો. આપ સૌને ઈદ મુબારક!

સલમાન ખાનની આ પોસ્ટ સામે આવ્યા બાદ તેના ફેન્સની ખુશીની કોઈ સીમા નથી. જાણે લોકોને ઈડી મળી ગઈ હોય અને તેઓ અભિનેતાનો આભાર માનતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, ‘જુઓ, આગામી ઈદ પર આખું સિનેમા સિકંદરથી ડરી જશે.’

 

હાર્દિક પંડ્યાને કરોડોનો ચૂનો લગાડનાર વૈભવ કોણ છે?

મુંબઈ: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેના ભાઈ ક્રુણાલ પંડ્યા સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. હાર્દિકને ધંધામાં કરોડોનો ચૂનો ચોપડનાર બીજુ કોઈ નહીં પણ તેનો જ ભાઈ વૈભવ પંડ્યા છે. હાર્દિકની ફરિયાદના આધાર પર મુંબઈની ઈકોનોમિક ઓફેંસ વિંગ (EWO)એ આરોપી વૈભવની ધરપકડ કરી છે. વૈભવને પાંચ દિવસ માટે કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

મામલો વર્ષ 2021નો છે, જ્યારે પંડ્યા બ્રધર્સે વૈભવ પંડ્યા સાથે પોલિમર બિઝનેસની એક કંપની સ્થાપી હતી. આ કંપનીમાં હાર્દિક અને ક્રુણાલની 40-40 ટકા ભાગીદારી અને વૈભવ પંડ્યાની 20 ટકા ભાગીદારી હતી. ભાગીદારીની શરતોપ્રમાણે કપંનીમાં થતો નફો ત્રણેયને સરખા ભાગે વહેંચવાનો હતો. પરંતુ વૈભવ પંડ્યાએ નફાની રકમ પંડ્યા બ્રધર્સને આપવાને બદલે તે રકમ પોતાની અલગ કંપની ઉભી કરવામાં વાપરી લીધી હતી. જેના કારણે હાર્દિક અને ક્રુણાલને 4.3કરોડનું નુકસાન થયું હતું. છેતરપિંડી બદલ હાર્દિક પંડ્યાએ ફરિયાદ નોંધાવી હતી.

કોણ છે વૈભવ પંડ્યા?

વૈભવ પંડ્યા હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યાનો સાવકો ભાઈ છે. તે એક એન્ટપ્રેન્યોર છે. હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા અને વૈભવ પંડ્યા ત્રણેય હિમાંશુ પંડ્યાના પુત્રો છે.

આઈપીએલના માહોલ વચ્ચે હાર્દિક પંડ્યાના સાથે દગો કરનાર તેના સાવકા ભાઈ વૈભવને મુંબઈ પોલીસે બુધવારે પકડી પાડ્યો હતો. હાલમાં તેને પાંચ દિવસ કસ્ટડી માટે મોકલવામાં આવ્યો છે.

સરકાર બની તો PM સહિત બધા ભાજપ નેતા જેલમાં: મિસા ભારતી

પટનાઃ RJDના વડા લાલુ પ્રસાદ યાદવનાં પુત્રી અને પાટલીપુત્રની લોકસભા સીટથી ઉમેદવાર મિસા ભારતીએ કહ્યું હતું કે જો લોકોએ ઇન્ડિયા એલાયન્સને તક આપી તો વડા પ્રધાન મોદીથી માંડીને ભાજપના નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવશે.

વડા પ્રધાન મોદી ઇન્ડિયા એલાયન્સ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લાગવા સંબંધી સવાલનો જવાબ આપતાં મિસા ભારતીએ કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન છે, એ 30 લાખ રોજગારી આપી રહ્યું છે, એમાં પણ તેમને તુષ્ટિકરણ નજર આવી રહ્યું છે. તેમણે સવાલ કર્યો હતો કે અમે ખેડૂતોની આવક બે ગણી કરવાની વાત કરી રહ્યા છીએ. MSP લાગ કરવાની વાત કરી રહ્યા છે. શું એ બધું તુષ્ટિકરણ છે?  તેમણે કહ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ પર કોણ જવાબ આપશે?

RJD સુપ્રીમોની પુત્રીએ વધુમાં કહ્યું હતું કે વડા પ્રધાન જ્યારે પણ આવે છે, તેઓ અમારા પરિવાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે. મિસાએ કહ્યું હતું કે જો દેશની જનતાએ ઇન્ડિયા એલાયન્સને તક આપી તો વડા પ્રધાનથી માંડીને જેટલા પણ ભાજપના નેતા છે એ બધા જેલની અંદર હશે.આ પહેલાં મિસા ભારતીએ કહ્યું હતું કે અમે હિન્દુ છીએ, સનાતની છીએ. સમય કાઢીને પૂજા કરવા જઈશું. અયોધ્યાનું રામ મંદિર કોઈ મોદીજી કે ભાજપનું થોડી છે. બિહારમાં 40 સીટો પર સાત તબક્કામાં મતદાન થશે.

 

 

 

 

 

 

ઇદની શુભકામના સાથે મતદાન જાગૃતિ અભિયાન

રાજકોટ: જિલ્લા વહીવટી તંત્રએ ગત ચૂંટણીમાં જ્યાં ઓછું મતદાન થયું હોય ત્યાં મતદારોને જાગૃત કરવા એક ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત આજે જસદણ વિધાનસભા મત વિસ્તારમાં મુસ્લિમ મતદારોનું જાગૃતિ અભિયાનનું હાથ ધરાયું હતું.

જસદણ ઈદગાહ મસ્જિદ ખાતે ઈદ નિમિતે વહીવટી તંત્રએ સૌ મુસ્લિમ ભાઈઓને અચૂક મતદાનના શપથ ગ્રહણ કરાવ્યા હતા. એપ્રિલમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભારતભરમાં વિવિધ જગ્યાઓ પર મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત જસદણ વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે પત્રિકા વિતરણ કરાયું હતું. લોકોને લોકશાહીને મજબૂત બનાવવા મત જરૂર આપવા અપીલ કરાઈ હતી.મતદાન જાગૃતિ માટે ચૂંટણી તંત્ર અવનવા પ્રયોગો કરી રહ્યું છે. લોધિકા તાલુકાના એક ગામમાં મહિલાઓનું માત્ર 20 ટકા જ મતદાન ગત ચૂંટણીમાં થયું હતું. આ વિસ્તારમાં ટ્રાન્સજેન્ડર રાગિણીને સાથે રાખીને મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત શેરી નાટકો જેવા પ્રયોગો પણ મતદાન જાગૃતિ માટે થઈ રહ્યા છે.

દેવેન્દ્ર જાની ( રાજકોટ)

તમે તમારા કટ્ટર શત્રુને ઓળખો છો?

દુશ્મન… ત્રણ અક્ષરનો શબ્દ. આ શબ્દનું એક ચિત્ર માનવીના મનમાં કંઈ આવું હોય છેઃ હાકોટાપડકારા કરતો, હાથમાં અસ્ત્રશસ્ત્ર લઈને મારવા માટે તત્પર, આપણામાં ભય ઊભો કરનાર, વગેરે વગેરે. આ તો સર્જાયું બહારના દુશ્મન કે શત્રુનું ચિત્ર, પરંતુ આપણી અંદર પણ એક વિકરાળ શત્રુ છુપાયેલો છે એની તમને ખબર છે આ શત્રુ ભાગ્યે જ જિતાય છે. એ અજેય છે. આવા અકલ્પનીય એનિમીનું નામ છેઃ માન. માનવીની અંદર બેઠેલો માન રૂપી શત્રુ વ્યાવહારિક જીવનમાં પ્રગટ થઈને ડગલે ને પગલે તેનું અહિત કરતો આવ્યો છે.

આ શત્રુ કઈ હદે આપણું નુકસાન કરી શકે એ આ કથા વાંચીને ખ્યાલ આવેઃ કોઈ એક દેશમાં એક મહાન શિલ્પી વસે. એ એવાં શિલ્પ-પ્રતિમા કંડારતો, જાણે હમણાં બોલી ઊઠશે. દૂરસુદૂરથી લોકો એની પાસે શિલ્પ બનાવડાવવા આવતા. કાલાંતરે શિલ્પીના મૃત્યુનો સમય નજીક આવ્યો. એણે યમના દૂતોને છેતરવાનો નિર્ણય લીધો. એણે પોતાના જેવી સાત મૂર્તિ કંડારી. સાતેસાતને એક હરોળમાં સૂવડાવી. એમાં બે મૂર્તિની વચ્ચે પોતે સૂઈ ગયો. યમના દૂતો શિલ્પીના આત્માને લેવા આવ્યા ત્યારે એકને બદલે એકસરખાં આઠ શિલ્પી (સાત શિલ્પ અને એક એ પોતે) જોઈને મૂંઝવણમાં પડી ગયા. બહુ ઝીણવટથી નિરીક્ષણ કરવા છતાં સાચો શિલ્પી ઓળખાયો જ નહીં એટલે દૂતો યમરાજ પાસે પરત ગયા અને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. યમરાજાએ એમને એક યુક્તિ બતાવી. બધું સમજીને દૂત ફરી શિલ્પીના ઘરે આવ્યા. આઠેઆઠ શિલ્પીની આસપાસ ફરી ફરીને મુખ્ય દૂત જરા મોટેથી બોલ્યાઃ ‘આ શિલ્પીએ કારીગરી તો સરસ કરી છે, પણ એક મોટી ભૂલ રહી ગઈ છે.’

તરત શિલ્પી ઊભો થઈ ગયોઃ ‘સવાલ જ નથી. હું ભૂલ કરું? ક્યાં છે ભૂલ, બતાવો?’

ખરેખર તો શિલ્પી નહીં, એનું માન ઊભું થઈ ગયું.

દૂતોએ કહ્યું: ‘આ જ તારી ભૂલ.’ પછી એના આત્માને ખેંચીને લઈ ગયા.

એટલે જ કહ્યું છે: અહં, તું જ મૃત્યુ છે. અરે, મરીને નહીં, જીવતાં પણ માનને લીધે મનુષ્ય પાપની શૃંખલા સર્જે છે. સંત તુલસીદાસજી જણાવે છેઃ દયા ધરમ કો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છોડિયે જબ લગ ઘટ મેં પ્રાન…

ધર્મના મૂળમાં દયા છે તો એની સામેના છેડાનાં કર્મ-પાપનાં મૂળમાં અભિમાન છે… તુલસીદાસજીએ અભિમાનને સૌથી મોટો દુર્ગુણ બતાવ્યો છે. ક્રૂરતાને બદલે અભિમાનને દયાવિરોધી વૃત્તિ ગણાવીને એ સૂચવે છે કે અભિમાન તો ક્રૂરતાથી પણ ચડિયાતો દુર્ગુણ છે.

અહંકારથી સ્પર્ધા-હરીફાઈનો ભાવ જાગે છે ને એમાંથી વેરની ખતરનાક વૃત્તિ ઉદભવે છે. અભિમાન પર હુમલો થતાં માણસનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠે અને તરત જ કલહનો દાવાગ્નિ સળગી ઊઠે. અહંકારના કારણે લડાયેલાં યુદ્ધોન દાખલા ઈતિહાસમાં શોધવા જવા પડે એમ નથી.

મધ્યકાલીન ઈતિહાસમાં ભારતના રાજાઓના અહ્મ અને પતનના ઘણા દાખલા જોવા મળે છે. પૃથ્વીરાજ અને જયચંદ વચ્ચેનું વેર અભિમાનનું પરિણામ છે. પૃથ્વીરાજ શાહબુદ્દીન ઘોરીના હાથે પરાજય પામ્યો એનું કારણ પણ અભિમાન!

આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારીએ તો આત્મા અને પરમાત્માના જોડાણ વચ્ચે અભિમાનનો ખડક જ અંતરાય રૂપ થઈ પડે છે. અહંકારમાંથી રાગદ્વેષ ઉદ્ભવે છે, મારા-તારાનો ભેદ સર્જાય છે અને માયાનું સર્જન થાય છે. અહંકારના નાશ સાથે માયા નાશ પામે છે, પરિણામે આત્મા બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે, પરંતુ માણસ અજ્ઞાનતાને કારણે ‘હું ભાવ’ છોડતો નથી.

નરસિંહ મહેતા લખે છેઃ હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા… શકટનો ભાર જેમ શ્વાન તાણે.

જીવનમાંથી ‘હુંભાવ’ દૂર થાય ત્યારે જ બ્રહ્મનો પ્રકાશ રેલાય છે. અજ્ઞાન તિમિરને હરવા માટે આ એક દિવ્ય તેજપુંજની આવશ્યક્તા છે. હું કાંઈ નથી, બધા મારાથી મોટા છે. એવી ભાવનાનો સતત આલોચ જ માનરૂપી શત્રુને હણી શકે છે.

સને ૧૯૮૬માં સારંગપુરમાં ૫. પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ઈન્ટરવ્યુ લેવાતો હતો. સભામાં વિશાળ જનમેદની વચ્ચે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યોઃ સ્વામીજી, આપને શું થવું ગમે?” સ્વામીશ્રી તરત બોલ્યા, ‘અમને સેવક થવું ગમે.’

આમ, સેવા અને દાસત્વનો બોધ આપીને સ્વામીશ્રીએ માનરૂપી શત્રુથી પરાભવ ન પામવાનો શાશ્વત ઉપાય બતાવી દીધો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

હરિયાણાના નારનૌલમાં સ્કૂલ બસ પલટીઃ છ બાળકોનાં મોત, 12ને ઇજા

નારનૌલઃ હરિયાણાના નારનૌલમાં બાળકો ભરેલી સ્કૂલ બસ પલટવાથી મોટી દુર્ઘટના બની છએ. આ દુર્ઘટનામાં છ બાળકોનાં મોત થયાં છે, એમ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું હતું. એ સાથે 12 બાળકો ઇજા પામ્યા છે. આ ઘટના નારનૌલના કિનિના ઉનહાનિ ગામની પાસે બની હતી. મોટો સવાલ એ છે કે ઇદની સરકારી રજાના દિવસે પણ સ્કૂલ ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ બસનું ફિટનેસ સર્ટિફિકેટ પણ એક્સપાયર થઈ ચૂક્યું છે. ડ્રાઇવર દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો.  

આ બસ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માતનું કારણ ઓવરટેક હોવાનું કહેવાય છે.

એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલી સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂના નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. લોકોનું કહેવું છે કે બસ ખૂબ જ ઝડપે જઈ રહી હતી અને સંતુલન ગુમાવ્યા બાદ તે ઝાડ સાથે અથડાઈ હતી. જેને કારણે મોટો અકસ્માત સર્જાયો હતો અને અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.

પોલીસને મળેલી માહિતી મુજબ બસમાં કુલ 20-25 બાળકો હતાં. બસચાલક ઊંઘતો હતો કે નશો કર્યો હતો તેની તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજે ઈદ નિમિત્તે તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજાઓ છે. તો પછી પણ ખાનગી શાળાએ રજા જાહેર કરી ન હતી.પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ત્યાં બચાવ કાર્ય શરૂ કર્યું. છ બાળકોનાં મોત થયાં હતાં, જ્યારે એકની હાલત નાજુક હતી, જે હોસ્પિટલ પહોંચ્યા બાદ વેન્ટિલેટર પર હતો.

 

 

 

 

 

 

 

 

કોરાનાના 71 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,183 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,570 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,01,115 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 146 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 640 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,508 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 27 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

૧૧ એપ્રિલ, ૨૦૨૪

૧૧ એપ્રિલ, ૨૦૨૪