IPL2024માં આ ચાર ટીમો પ્લેઓફમાં પહોંચે આવી શક્યતા, જાણો…

નવી દિલ્હીઃ IPL-2024માં 24 મેચ થઈ ચૂકી છે, જેમાં રાજસ્થાનની ટીમ ટોચ પર છે. બીજા ક્રમાંકે KKR છે. ત્રીજા ક્રમાંકે LSG છે અને ચોથા ક્રમાંકે CSK છે. હૈદરાબાદ, પંજાબ, ગુજરાતની ટીમો વચ્ચે કાંટાની ટક્કર છે. આવામાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગેને ભવિષ્યવાણી કરી છે.

મોર્ગેને ચાર ટીમોમાં એક એવી ટીમનું નામ લીધું છે, જે આ સમયે પોઇન્ટસ ટેબલમાં આઠમા ક્રમાંકે છે. એ ટીમ છે MI. તેણે આ ચાર ટીમોમાં KKR, RR, CSK અને MIને પ્લેઓફમાં રાખી છે. હાલના સમયે આ બધી ટીમો સારો દેખાવ કરી રહી છે.

MIએ પાચં વખત IPL કપ જીત્યો છે, જ્યારે CSKએ પાંચ વાર કપ જીત્યો છે. RR, અત્યાર સુધી એક વખત IPL કપ જીત્યો છે. IPLમાં સૌથી વધારે સિક્સર ફટકારવાની વાત આવે તો સૌથી પહેલું નામ ક્રિસ ગેલનું આવે છે. વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલે 2009થી 2021 દરમિયાન IPLમાં રમતા 144 મેચમાં 357 સિક્સર ફટકારી છે.

સૌથી વધારે સિક્સર ફટકારવાના મામલે ભારતનો રોહિત શર્મા બીજા ક્રમે છે. રોહિત શર્માએ 247 મેચમાં 265 સિક્સરો ફટકારી છે. રોહિત હજુ IPLમાં રમી રહ્યો છે તેથી તે ક્રિસ ગેઇલના રેકોર્ડની નજીક જઇ શકે છે. રોહિતે 568 ફોર પણ ફટકારી છે.

આ મામલે ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકાનો પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સ છે. તે 2008થી 2021 દરમિયાન IPLમાં રમ્યો હતો. તેણે 184 મેચમાં 251 સિક્સર ફટકારી છે. ડી વિલિયર્સના નામે 413 ફોર છે. સ્ટ્રાઇક રેટની વાત કરવામાં આવે તો ડી વિલિયર્સની 151.68ની છે.