Home Blog Page 1914

બી. સુભાષે સ્મિતા પાટીલનું અહેસાન ચૂકવ્યું

નિર્દેશક બી. સુભાષે સ્મિતા પાટીલની ગ્લેમરસ રોલ કરવાની ઈચ્છા પૂરી કરી હતી. નિર્દેશક બી. સુભાષ મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મ ‘કસમ પૈદા કરને વાલે કી’ (૧૯૮૪) બનાવી રહ્યા હતા. એના ક્લાઇમેક્સ માટે મૈસૂરમાં શિડ્યુલનું આયોજન કર્યું હતું. ત્યારે ખબર પડી કે સ્મિતા પાટીલના પગમાં ફ્રેકચર થઈ ગયું છે. ફિલ્મમાં અમરિશ પુરી, સલમા આગા વગેરે બધા જ કલાકારો વ્યસ્ત હતા. ક્લાઇમેક્સનું શુટિંગ નિયત શિડ્યુલમાં પૂરું કરવાની જરૂર હતી.

બી. સુભાષ સ્મિતાને મળવા ગયા. પગમાં ફ્રેકચર જોઈ એમને કંઇ કહેવાનું જ ના રહ્યું. એ જવા લાગ્યા ત્યારે સ્મિતાએ પૂછ્યું કે મારા કારણે તમારું બહુ નુકસાન થઈ જશે નહીં? બી. સુભાષે કહ્યું કે પૈસાનું નુકસાન તો બહુ મહત્વનું નથી પણ બીજા કલાકારો સાથેનું આ શિડ્યુલ પૂરું ના થયું તો ફિલ્મ છ -આઠ મહિના મોડી પડશે. એમાં સલમા આગાનો ભરોસો નથી. એ પાકિસ્તાન કે લંડન જતી રહેશે તો એને બોલાવવાનું મુશ્કેલ બને એમ છે. સ્મિતાએ સહકાર આપવાની વાત કરીને શુટિંગ રદ ના કરવા કહ્યું. સ્મિતાએ થોડા સમય માટે પગના ફ્રેકચરનું પ્લાસ્ટર કઢાવી નાખ્યું. સ્મિતાએ શુટિંગમાં હાજરી આપવાનું શરૂ કર્યું.

બી. સુભાષે એક્શન દ્રશ્યો માટે સ્મિતાની ડુપ્લિકેટને સેટ પર હાજર રાખી હતી. પણ સ્મિતાને એના કામથી સંતોષ ના થયો. એમણે કહ્યું કે એ ખરેખર ડુપ્લિકેટ હોય એવું લાગે છે. અને જાતે શુટિંગ કર્યું. ફિલ્મનું શુટિંગ પૂરું થયા પછી બી. સુભાષે સ્મિતાનો આભાર માનીને કહ્યું કે મારા જીવનમાં બહુ ઓછા લોકોના અહેસાન છે. તમે શુટિંગ પૂરું કરીને બહુ મોટું અહેસાન કર્યું છે. એ હું ક્યારે અને કેવી રીતે ચૂકવી શકીશ એની ખબર નથી. ત્યારે સ્મિતાએ કહ્યું કે એક રીતે અહેસાન ચૂકવી શકો છો! મને અત્યાર સુધી ઝૂપડપટ્ટીની અને ગરીબ સ્ત્રીના જ રોલ મળ્યા છે. મારે તમારી ફિલ્મની હીરોઈન જેવો ગ્લેમરસ રોલ કરવો છે. અને એ રોલ તમે જ આપી શકો એમ છો.

બી. સુભાષે એવી ભૂમિકા આપવાની ખાતરી આપી દીધી. એ પછી ‘ટાર્ઝન’ (૧૯૮૫) બનાવી. પણ જ્યારે ‘ડાન્સ ડાન્સ’ (૧૯૮૭) નું આયોજન કર્યું ત્યારે સ્મિતા પાટીલનું અહેસાન ચૂકવવા મિથુનની બહેનની પણ ગાતી અને ડાન્સ કરતી છોકરી ‘રાધા’ ની ભૂમિકા આપી. કરૂણતા એવી રહી કે ફિલ્મનું ક્લાઇમેક્સનું શુટિંગ થાય એ પહેલાં જ ડિસેમ્બર, ૧૯૮૬ માં સ્મિતા પાટીલનું અવસાન થઈ ગયું. ફિલ્મ ‘ડાન્સ ડાન્સ’ માં ક્લાઇમેક્સ પહેલાં જ સ્મિતાને પતિ શક્તિ કપૂરના મારથી મૃત્યુ પામતી બતાવવામાં આવી છે.

સુરતમાં કોંગ્રેસનું પત્તુ કપાયું, ટેકનિકલ ખામીથી ઉમેરવારી થઈ રદ?

સુરત: દેશ સહિત રાજ્યમાં લોકસભા ચૂંટણીને લઈ ધમધમાટ ચાલી રહ્યો છે. તારીખ 19 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. આજે ઉમેદવારના ફોર્મ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વચ્ચે સુરતથી કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ટેકનિકલ કારણોસર સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ કરાયું છે.

કોંગ્રેસને મોટો ઝટકો

ગઈકાલે લોકસભા માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. આજે ઉમેદવારોના ફોર્મ ચેકિંગ થવાનું હતું. ત્યારે કોંગ્રેસ માટે ખરાબ સામાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર સુરત કોંગ્રેસના ઉમદેવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ચૂંટણી પંચ રદ કરી શકે છે. નોંધનીય છે કે ચંટણી પંચ દ્વારા સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ સાથે સત્તાવરા જાહેરાત બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ શકે છે

CIIની શૈક્ષણિક પેનલમાં ડો. ગીતા હેગડેની કો-કન્વીનર તરીકે નિમણૂક

અમદાવાદઃ કોન્ફેડેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII)ની ગુજરાત સ્ટેટ કાઉન્સિલે એજ્યુકેશન પેનલમાં વર્ષ 2024-25 માટે અમદાવાદના MICAનાં ડીન ડો. ગીતા હેગડેની કો-કન્વીનર તરીકે નિમણૂક કરી છે. ડો. હેગડે CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલની કામગીરીની સક્ષમ કરવા, સંચાલન વિકાસ અને સંશોધન કરવા અને નીતિઓની ભલામણ કરવામાં સહકાર પૂરો પાડશે.

તેમની નિમણૂક વિશે તેમણે જણાવ્યું હતું કે CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલની શૈક્ષણિક પેનલ પર કો-કન્વીનર તરીકે નિયુક્તિ થવી એ એ મારા માટે ગૌરવની વાત છે. આ નિમણૂકના માધ્યમથી હું શિક્ષણ, નીતિઓ અને રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રમાં સહયોગ કરવા માટે ઉત્સાહિત છું.  અમારું ધ્યાન વિવિધ સ્ટેકહોલ્ડરો સાથેના સમન્વય સાધવા માટે વિવિધ જાગરુકતા ફેલાવતા પ્રોગ્રામો પર અને ભવિષ્યના શિક્ષણ પર કેન્દ્રિત રહેશે.

 

 

 

 

 

 

 

‘મત એ જ શસ્ત્ર’ના નારા સાથે ક્ષત્રિય સમાજ અડગ

લોકસભા ચૂંટણી માટે ઉમેદાવારોએ નામાંકન નોંધાવી ચૂક્યા છે. તો બીજી બાજુ રાજોકટ બેઠક પર રૂપાલા વિવાદ યથાવત્ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી પરત ખેચવાની માગ પર અડગ છે. જ્યારે રૂપાલાએ રંગે ચંગે તારીખ 19 એપ્રિલના લોકસભા ચૂંટણી માટે પોતાની નામાંકન રાજકોટ બેઠક પર નોંધાવ્યું હતું. રૂપાલાના ફોર્મ ભર્યા બાદ ક્ષત્રિય સમાજ સંકલનની અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં એક બેઠક યોજાઈ હતી. અંદાજે બે કલાક સુધ આ બેઠક ચાલી હતી. બેઠકમાં રમજુબા, કરણસિંહ ચાવડા, તૃપ્તીબા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાએ ફોર્મ પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે.

અમદાવાદમાં બેઠક બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સમિતિએ આગામી રણનીતિ અને આંદોલન અંગે માહિતી આપી છે. સમિતિએ તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવાની અને પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. સમિતિએ કહ્યું કે, ‘રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે. રૂપાલાના વિરોધમાં પાંચ ઝોનમાં પાંચ ‘ધર્મ રથ’ કાઢવામાં આવશે. સંઘર્ષ લાંબો હોવાથી લીગલ ટીમ પણ બનાવવામાં આવશે’.

આ ઉપરાંત ક્ષત્રિય સમાજે બોયકોટ ભાજપ અને ‘મત એ જ શસ્ત્ર’નું નવું સૂત્ર અપનાવ્યું છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં પરિણામલક્ષી વિરોધની જાહેરાત કરવામાં આવી છે. લોકશાહીના ઢબે શાંતિથી વિરોધ કરાશે. નોંઘનીય છે કે ક્ષત્રિય સમાજે  પરશોત્તમ રૂપાલાને 100 ટકા હરાવવાનો દાવો કર્યો છે સાથે જ 5 લાખ મતથી જીત ભૂલી જવાની પણ વાત કરી હતી.

કોંગ્રેસમાં આંતરકલહઃ કન્હૈયાકુમાર, સંદીપ દીક્ષિત વચ્ચે ચડસાચડસી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. દિલ્હી કોંગ્રેસની અંદર આંતરકલહ વધતો જઈ રહ્યો છે. દિલ્હીમાં 26 એપ્રિલે મતદાન છે. અહીં લોકસભાની કુલ સાત સીટો છે. કોંગ્રેસનું આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન છે.

આ ગઠબંધન હેઠળ ચાર સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે અને ત્રણ સીટો પર કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડી રહી છે, પણ આપસી ખેંચતાણ અને વિરોધને કારણે પાર્ટીનો ચૂંટણીપ્રચાર ફિક્કો છે. પાર્ટીની અંદરના મતભેદ પણ ખૂલીને સામે આવી રહ્યા છે. એનાથી ભાજપથી મુકાબલો ઘણો કઠિન લાગી રહ્યો છે.

દિલ્હીની ઉત્તર-પૂર્વ સીટ પર કોંગ્રેસે કન્હૈયાકુમારને ટિકિટ આપી છે. તેમનો મુકાબલો ભાજપના મનોજ તિવારી સામે છે. હાલમાં પાર્ટીના દિલ્હી એકમે કન્હૈયાકુમારની ઉમેદવારીને લઈને ભૂતપૂર્વ વિધાનસભ્યો અને પદાધિકારીની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ખૂબ ચડસાચડસી થઈ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર અપશબ્દોનો પણ પ્રયોગ થયો હતો. એવી ચર્ચા છે કે કન્હૈયાકુમારની ઉમેદવારીથી જૂના નેતા અને કાર્યકર્તાઓ નારાજ છે. ચર્ચા એ પણ છે કે આમ આદમી પાર્ચટીની સાથે ગઠબંધનથી પણ તેઓ નારાજ છે.

દિલ્હીમાં શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત પણ પહોંચ્યા હતા, પણ તેઓ ભૂતપૂર્વ વિધાનસભ્યો અને પદાધિકારીઓની વચ્ચે જઈને બેઠા હતા. જ્યારે અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ તેમને મંચ પર બોલાવ્યા તો તેમણે ના પાડી દીધી. ખુદ કન્હૈયાકુમારે પણ તેમને મંચ પર આમંત્રણ આપ્યું હતું. ત્યારે તેઓ ગુસ્સે થયા હતા અને કન્હૈયાકુમારની ઉમેદવારી પર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કન્હૈયાકુમારની ઉમેદવારીથી કોંગ્રેસને ઉત્તર-પૂર્વની સાથે દિલ્હીની અન્ય સીટો પર પણ ઘણું નુકસાન થવાનું છે.

 

 

 

 

 

 

કાજોલની દીકરીને નથી બનવું હીરોઈન, આ ક્ષેત્રમાં બનાવવું છે કરિયર

મુંબઈ: અજય દેવગન અને કાજોલની દીકરી નીસા દેવગન (Nysa Devgn Birthday) પોતાનો 21મો જન્મદિવસ ઉજવી રહી છે. નીસા હજુ પણ ફિલ્મોથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા કોઈ સ્ટારથી ઓછી નથી.ઘણા સ્ટાર કિડ્સની જેમ નીસાનો હાલમાં ફિલ્મોમાં આવવાનો કોઈ ઈરાદો નથી. આ વાતનો ખુલાસો ખુદ તેના પિતા અજય દેવગણે કર્યો હતો.તેણે કહ્યું હતું કે તે ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સાહિત નથી.

 

21 વર્ષની નીસા સ્વિત્ઝરલેન્ડથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. આ પહેલા તેણે સિંગાપોરમાં 3 વર્ષ અભ્યાસ કર્યો હતો. નીસાને અભિનયની દુનિયા સાથે કોઈ ખાસ લગાવ નથી.

નીસા વિશ્વની શ્રેષ્ઠ શેફ બનવા માંગે છે. તેની માતા કાજોલે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે નીસાને રસોઈનો શોખ છે. અભ્યાસની સાથે નીસા સારી સ્વિમર પણ છે.

સ્ટાર કિડ હોવાના કારણે તે ઘણીવાર ટ્રોલનો શિકાર બને છે. એકવાર એવું બન્યું હતું કે તે રેસ્ટોરન્ટની બહાર આવતાની સાથે જ પાપારાઝી તેને તેનો ફોટો ક્લિક કરવાનું કહેતો રહ્યો પરંતુ તેણે બધાની અવગણના કરી અને કારનો દરવાજો બંધ કરી દીધો.આ વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો હતો અને લોકોએ તેની ટીકા કરી હતી.

અગાઉ, નીસા તેના કપડાના કારણે ટ્રોલ થઈ ચૂકી છે. ત્યારે અજય દેવગણે બચાવમાં ઉભા થઈને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. અજયે ઘણી વખત ટ્રોલિંગને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે એકવાર કહ્યું હતું કે ટ્રોલિંગ માત્ર નીસાને જ નહીં પરંતુ સમગ્ર પરિવારને અસર કરે છે.

બર્થડેને એક દિવસ પહેલા માતા કાજોલે દીકરી નીસા માટે એક ભાવુક સરપ્રાઈઝ પોસ્ટ શેર કરી હતી. બંનેની સાથે તસવીર શેર કરતાં કાજોલે કહ્યું હતું કે કાલે નીસાનો બર્થડે છે પરંતુ આજનો દિવસ પણ એનોો જ છે. (તસવીર સૌજન્ય: નીસા દેવગન ઈન્સ્ટાગ્રામ)

મનીષ સિસોદિયા પુરાવા સાથે ચેડાં કરી શકેઃ CBI

નવી દિલ્હીઃ દિલ્હી લિકર નીતિમાં કૌભાંડ મામલામાં રાઉઝ એવેન્યુ કોર્ટમાં ભૂતપૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. CBIના વકીલે આપ નેતાની જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે સિસોદિયા મુખ્ય આરોપી છે અને પુરાવા સાથે છેડછાડ કરે એવી શક્યતા છે. હાલ કોર્ટે મામલામાં ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને 30 એપ્રિલે ચુકાદો આપવામાં આવશે.

CBIએ તેમની જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો અને તેમને કૌભાંડના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા હતા. આ તરફ તપાસ એજન્સીની દલીલો સાંભળ્યા બાદ ટ્રાયલ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મનીષ સિસોદિયા દિલ્હીની રદ કરાયેલી એક્સાઇઝ પોલિસીના કેસમાં મહિનાઓથી જેલમાં છે. આ તરફ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને જામીન મળી ગયા છે જ્યારે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ટ્રાયલ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી દાખલ કરીને લોકસભા ચૂંટણીના પ્રચારમાં ભાગ લેવાની માગ કરી હતી. સિસોદિયાના વકીલે કહ્યું હતું કે  હવે કોર્ટે નિયમિત જામીન પર નિર્ણય અનામત રાખ્યો છે તેથી વચગાળાની જામીન અરજી પાછી ખેંચવામાં આવી રહી છે. બીજી તરફ CBIએ મનીષ સિસોદિયાની નિયમિત જામીન અરજીનો વિરોધ કર્યો હતો. CBIએ કહ્યું હતું કે તેમને જામીન ન આપવા જોઈએ. CBIએ તેસને દારૂ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ ગણાવ્યા હતા. મનીષ સિસોદિયા હાલ તિહાડ જેલમાં બંધ છે.

 

 

 

 

 

સદગુણ તથા મૂલ્ય એક એવી ઈશ્વરીય અમાનત

જો કોઈ બીજનો સંગ્રહ કરી લે પરંતુ વાવે નહીં તો બે નુકસાન દેખાય છે. એક તો બીજ નષ્ટ થઈ જશે, બીજું તે બીજ દ્વારા મળનાર પાક થી તે વ્યક્તિ વંચિત રહી જશે. મનુષ્યની પાસે તન મન-ધનની જે શક્તિઓ છે તે પણ બીજ છે. જેને ઈશ્વરીય સેવા કાર્યમાં લગાવીને તે બીજ દ્વારા અનેક ઘણું ભાગ્ય બનાવી શકે છે. નહીં તો આ માનવીય શક્તિઓ મનને ભ્રમિત કરી દેશે, સમય પર તે કામમાં નહીં આવે, તથા તેના દ્વારા પ્રાપ્ત થનાર અનેક ઘણી પ્રાપ્તિઓથી આપણે વંચિત રહી જઈશું. માટે સંગ્રહ ન કરો પરંતુ સફળ કરો. ફળની આશા રાખ્યા વગર કર્મ કરો. સફળ કરવું અર્થાત પ્રાપ્ત કરવું, સંગ્રહ કરવું અર્થાત ગુમાવવું.

આપણે જરૂરિયાત કરતા વધુ ભેગું કરીએ છીએ, ખુબ બેન્ક બેલેન્સ બનાવીએ છીએ ત્યારે તેના પ્રત્યે મમત્વ ઉત્પન્ન થાય છે. આ ભેગી કરેલ વસ્તુઓની યાદ આપણને સ્મૃતિ સ્વરૂપ બનવા નથી દેતી. જેવી રીતે કોઈ સીડીની કેપેસિટી 4 લાખ શબ્દોની હોય અને તેમાં 3 લાખ વ્યર્થ વાતો ભરેલી હોય તો કામની વાતો ફક્ત ચોથા ભાગની જ હશે. આપણી બુદ્ધિ પણ સીડી સમાન છે. તેનો પોણો ભાગ જો ભોગવિલાસની વસ્તુઓની યાદથી ભરેલો હશે તો બુદ્ધિમાં ઈશ્વરીય જ્ઞાનની વાતો, આધ્યાત્મિકતાની વાતો કેવી રીતે રહી શકશે? નાશવંત ચીજોમાં જો મોહ છે, મારૂમારુ છે તો ભગવાનને પોતાના કેવી રીતે માનીશું?

ભગવાનના સૂક્ષ્મ સ્વરૂપને પોતાનું કહેવાની મહેનત બુદ્ધિ શા માટે કરશે! વિનાશી સ્થૂળ વસ્તુઓ પ્રિય છે તો ખૂબ સૂક્ષ્મ અવિનાશી નિરાકાર ભગવાનને મારા કહેવાની મહેનત બુદ્ધિ શા માટે કરશે? માટે સમજદાર વ્યક્તિએ વિનાશી વસ્તુઓથી મોહ કાઢીને અવિનાશી પરમાત્મામાં મન લગાવવું જોઈએ. બુદ્ધિ રૂપી સીડી માંથી જેટલા પ્રમાણમાં વિનાશી વસ્તુઓ પ્રત્ય મમત્વ નીકળતું જશે તેટલા પ્રમાણમાં ભગવાન પ્રત્યે પ્રેમ વધતો જશે.

કહેવાય છે કે રાજાની પૂજા તેના દેશમાં થાય છે, જ્યારે વિદ્વાન-ગુણવાનની પૂજા તો દરેક જગ્યાએ થાય છે. તે ગુણોના બળ થી કોઈને પણ પોતાના બનાવી શકે છે. ધનને સંભાળવું પડે છે પરંતુ ગુણોનો કોઈ જ ભાર નથી હોતો. ગુણો આત્મામાં એ રીતે સમાયેલા હોય છે કે જેવી રીતે ફૂલોમાં સુગંધ. માટે જ હે માનવ સંગ્રહ કરવો હોય તો ગુણોનો, શક્તિઓનો, જ્ઞાનનો સંગ્રહ કર, જે તારી આ જીવનની યાત્રા પૂરી થવા સુધી તારી સાથે રહેશે.

ગુણોનો સંગ્રહ ભગવાનના દિલતખ્ત ઉપર જગા અપાવે છૅ. તે જીવન યાત્રામાં નિશ્ચિતતાનો રંગ ભરી દે છે. સંગ્રહ શબ્દનો ઉચ્ચારણ કરીએ છે ત્યારે તેનો એક અર્થ એ પણ નીકળે છે કે સંગ્રહ= સંગ- રહ અર્થાત હંમેશા સાથે રહેવા વાળી વસ્તુ. હંમેશા સાથે રહેવા વાળા તો મૂલ્યો જ છે. કારણ કે શરીર છૂટવાની સાથે જ આત્માનો હક પૈસા તથા ભૌતિક સાધનો થી સમાપ્ત થઈ જાય છે. સદગુણ તથા મૂલ્ય એક એવી ઈશ્વરીય અમાનત છે જે હંમેશા આત્માની સાથે રહે છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

કોરાનાના 95 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 95 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,967 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,580 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,01,890 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 62 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 610 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,720 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 27 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.