ગુલકંદ – ૨૦ એપ્રિલ, ૨૦૨૪
ગુલકંદ – ૨૦ એપ્રિલ, ૨૦૨૪
ક્ષત્રિય મહિલાઓએ રાજકોટ બેઠક ઉપર 400 ફોર્મ ભરવાની રણનીતિ કેમ બદલી ?
રાજકોટ: સમગ્ર ગુજરાતની નજર જેના ઉપર છે તે રાજકોટ લોકસભા બેઠક ઉપર એક સમયે ક્ષત્રિય મહિલાઓએ 400 જેટલા ઉમેદવારી ફોર્મ ભરીને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા અને ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની મુશ્કેલી વધારવા રણનીતિ ઘડી હતી. પરંતુ ફોર્મ ભરવાની મુદત પૂરી થઈ છે ત્યારે રાજકોટ બેઠક ઉપર માત્ર 16 જ ફોર્મ ભરાયા છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે ક્ષત્રિય મહિલાઓએ તેમની રણનીતિમાં બદલાવ કેમ કર્યો?
ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને વિવાદ થયા બાદ ક્ષત્રિય મહિલાઓએ રણનીતિના ભાગરૂપે ચૂંણીનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું ત્યારે પ્રથમ દિવસે જ રાજકોટ કલેકટર કચેરીમાં ઉમેદવારી ફોર્મ લેવા કતાર લગાવી હતી. પહેલે દિવસે જ 300 જેટલા ફોર્મ ઉપડ્યા હતા. એ સમયે ક્ષત્રિય મહિલાઓએ એવું કહ્યું હતું કે અમે રાજકોટ બેઠક ઉપર ઉમેદવારી નોંધાવીશું. 
જો કે ફોર્મ ભરવાની અંતિમ મુદત પૂરી થઈ છે ત્યારે સત્તાવાર માહિતી મુજબ કુલ 16 ઉમેદવારોએ 28 ફોર્મ રજૂ કર્યા છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી અને 10 અપક્ષ ઉમેદવારોના ફોર્મ ભરાયાં છે.
દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ફોર્મ ભરવા ગયા એ અગાઉ વિશાળ સ્વાભિમાન સભા યોજાઈ હતી. એ સમયે કેટલીક ક્ષત્રિય મહિલાઓએ પરેશ ધાનાણીને રાખડી બાંધી હતી અને એવું કહ્યું હતું કે અમે હવે ફોર્મ ભરવાના નથી.
કારણ કે બેલેટ પેપરથી મતદાન થાય તેમ નથી અને રૂપાલાની ટિકિટ રદ થાય તેવી શક્યતા નથી. એટલે અમારી પાસે હવે કોંગ્રેસને સમર્થન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જો કે ક્ષત્રિય મહિલાઓની રણનીતિ બદલવાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)
૨૦ એપ્રિલ, ૨૦૨૪
૨૦ એપ્રિલ, ૨૦૨૪
રાશિ ભવિષ્ય 20/04/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.
આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.
આ ગામમાં માત્ર ચાર લોકોએ જ કર્યુ મતદાન, જાણો કારણ
પટના: આજે લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કાનું મતદાન થયું. 16 રાજ્યમાં 102 બેઠક પર મતદાન યોજાયુ. પહેલા તબક્કામાં બિહાર રાજ્યમાં 46.32 ટકા મતદાન થયું છે.પરિવહનના સાધનોના અભાવે બિહારના ઔરંગાબાદ જિલ્લામાં લોકસભા ચૂંટણી 2024માં મતદાન પર અસર કરી હતી.જેના કારણે ઔરંગાબાદના મદનપુર બ્લોકમાં લંગુરાહી પહાડીઓના દુર્ગમ જંગલ વિસ્તારમાં આવેલા ધકપહારી ગામના માત્ર ચાર મતદારો જ મતદાન કરી શક્યા.આ ગામમાં કુલ 38 મતદારો છે અને તેમનું બૂથ તેમના ગામથી લગભગ 12 કિમી દૂર સરકારી માધ્યમિક શાળા છલીડોહર- સદિયાર ખાતે છે,જેનો બૂથ નંબર 367 છે.

CRPF કેમ્પ
આ અત્યંત નક્સલ પ્રભાવિત વિસ્તારમાં સીઆરપીએફ કેમ્પ છે અને કેમ્પ તરફ જતો રસ્તો પણ નક્સલ ઓપરેશન હાથ ધરવાના હેતુને પૂરો કરવા માટે બનાવવામાં આવ્યો છે. આ માર્ગ પર આવતા લંગુરાહી, પચારુખિયા, ધાકપહારી અને અન્ય ગામોના લોકો વાહનવ્યવહાર માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. પગપાળા મુસાફરી કરવી એ આ વિસ્તારના લોકોનું નસીબ છે કારણ કે રસ્તાઓ હોવા છતાં ટેમ્પો જેવા નાના વાહનો પણ દોડતા નથી. આ કારણોસર ગામના 38 મતદારોમાંથી માત્ર ચાર મતદારોએ આ માર્ગનો ઉપયોગ કરીને 18 કિમીનો પ્રવાસ કર્યો હતો. પગપાળા અંતર કાપ્યા બાદ તેઓ બૂથ પર આવ્યા અને લોકશાહી માટે મતદાનના મહાન ઉત્સવમાં પોતાની ભૂમિકા ભજવી.
નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પરિવહનના સાધનોનો અભાવ
એક સમય હતો જ્યારે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રસ્તાઓ નહોતા. જેના કારણે નક્સલવાદીઓને પણ પોતાની ગતિવિધિઓને અંજામ આપવામાં સરળતા મળી હતી. આટલું જ નહીં, પોતાની ગતિવિધિઓને સરળતાથી પાર પાડવા માટે નક્સલવાદીઓ બાંધેલા રસ્તાઓ પણ કાપીને રૂટ બ્લોક કરી દેતા હતા. નક્સલી વિસ્તારોમાં સીઆરપીએફ, કોબ્રા, એસએસબી અને સ્થાનિક પોલીસનું સંયુક્ત ઓપરેશન શરૂ થયું.આ વિસ્તારમાં સશસ્ત્ર દળોના કેમ્પની સ્થાપના કરવામાં આવી હતી. નક્સલી કાર્યવાહી કરવા માટે રસ્તાઓ પણ બનાવવામાં આવ્યા હતા. રસ્તાઓના નિર્માણથી વાહનવ્યવહાર માટે સરળ સુલભતા મળી હતી પરંતુ પરિવહનના સાધનોની અછત હતી. આજે પણ અછત છે. જેના કારણે માત્ર મતદાનના દિવસે જ નહીં જંગલ રોજિંદા દિવસોમાં પણ ડુંગરાળ વિસ્તારના લોકોને પગપાળા મુસાફરી કરવાની ફરજ પડે છે.
જો કે, રાજ્યમાં ગ્રામીણ બેરોજગાર યુવાનોને સ્વ-રોજગાર પ્રદાન કરવા માટે મુખ્યમંત્રી વાહન ગ્રાન્ટ કમ લોન યોજના છે. જો નક્સલ પ્રભાવિત વિસ્તારોના બેરોજગાર યુવાનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તો તેઓ આ યોજના હેઠળ ટેમ્પો જેવા નાના વાહનો ખરીદી શકે છે. જેના કારણે આવા વિસ્તારોમાં રોડ ટ્રાન્સપોર્ટના સરળ માધ્યમો ઉપલબ્ધ થઈ શકે અને લોકોને સુવિધા મળી શકે.
કોંગ્રેસનો ચૂંટણી મેદાને હુંકાર, ઉમેદવારોએ ભર્યા ચૂંટણી ફોર્મ
લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. ત્યારે અલગ અલગ બેઠકો પર બંને પક્ષોના નેતાઓએ શક્તિ પ્રદર્શન કરતા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.ત્યારે બીજી બાજુ કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ પણ શક્તિ પ્રદર્શ સાથે ઉમેદાવારી નોંધાવવા પહોંચ્યા.

નવસારી કોંગ્રેસ લોકસભા ઉમેદવાર નૈષધ દેસાઈએ પણ નવસારીથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ. નૈષધ દેસાઈ ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા ત્યારે ગાંધી વેશભૂષામાં જોવા મળ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના મોટી સંખ્યામાં ઉમેદવારો નવસારી કલેક્ટર કચેરી ઉમટ્યા હતા. નૈષધ દેસાઈએ કાર્યકરોના ઉત્સાહ અને જીતના વિશ્વાસ સાથે ઉમેદવારી નોંધાવી.
આ ઉપરાંત અમદાવાદ પૂર્વ બેઠક હિમતસિંહ પટેલે પોતાનું નામાંકન નોંધાવ્યું હતું. બીજી બાજું અમિત ચાવડાએ વિશાલ રેલી યોજી શક્તિ પ્રદર્શન કરી પોતાનું નામાંકન નોંધાવા પહોચ્યા હતા. મોટી સંખ્યામાં લોકોનાનું અભિવાદન જીલતા પગપાળ નામાંકન ભરવા પહોંચ્યા હતા. તો દાહોગ બેઠકના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ પણ ચૂંટણી ફોર્મ ભર્યું હતું.
લોકસભા ચૂંટણીઃ આશરે 60 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન સાંજે છ કલાકે પૂરું થયું હતું. આ પહેલા તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 સીટો પર મતો પડ્યા હતા. પહેલા તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા. આ તબક્કામાં નવ કેન્દ્રીય મંત્રી, બે ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ દાવ પર લાગેલું છે. પહેલા તબક્કામાં 102 સીટો પર 59.71 ટકા મતદાન થયું હતું.
લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન સવારે સાત કલાકે શરૂ થયું હતું અને સાંજે છ કલાક સુધી જારી રહ્યું હતું. આ સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની 92 વિધાનસભાની સીટો પર પણ મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પહેલા તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે, એમાં 8.4 કરોડ પુરુષ અને 8.23 કરોડ મહિલા મતદારો છે. એમાં 35.67 મતદારો યુવા છે, જેઓ સૌપ્રથમ વાર તેમના મતનો ઉપયોગ કરશે, જ્યારે 20થી 29 વયના મતદારોની સંખ્યા 3.51 કરૌડ છે. આ મતદારો માટે 1.87 લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા.

ચૂંટણી પંચે જારી કરેલા આંકડા અનુસાર સાંજે પાંચ કલાક સુધી બિહારમાં 46.32 ટકા, પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા, ત્રિપુરામાં 76.10 ટકા, આસામમાં 70.77 ટકા UPમાં 57.54 ટકા, ઉત્તરાખંડમાં 53.56 ટકા, તામિલનાડુમાં 62.08 ટકા, રાજસ્થાનમાં 50.27 ટકા, પુડુચેરીમાં 72.84 ટકા, મહારાષ્ટ્રમાં 54.85 ટકા, મધ્ય પ્રદેશમાં 63.25 ટકા, આંદામાન નિકોબારમાં 56.87 ટકા, અરુણાચલ પ્રદેશમાં 63.26 ટકા, લક્ષદ્વીપમાં 59.02 ટકા, મણિપુરમાં 67.46 ટકા, મેઘાલયમાં 69.91 ટકા, મિઝોરમમાં 52.62 ટકા, ઉત્તરાખંડમાં 53.56 ટકા, જમ્મુ કાશ્મીરમાં 65.08 ટકા અને છત્તીસગઢમાં 63.41 ટકા મતો પડ્યા હતા.
વિશ્વની સૌથી નાના કદની મહિલાએ નાગપુરમાં મતદાન બાદ કરી આવી અપીલ
મુંબઈ: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન આજે થયુ. આ દરમિયાન દેશના અલગ-અલગ ખૂણેથી મતદાન સંબંધિત સમાચારો આવી રહ્યા છે. વિશ્વની સૌથી નાના કદની મહિલા જ્યોતિ આમગેએ મહારાષ્ટ્રના નાગપુરમાં પોતાનો મત આપ્યો છે. તે પોતાના આખા પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચી હતી. મતદાન કર્યા બાદ તેમણે દેશના તમામ લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

મહારાષ્ટ્રની પાંચ સીટો પર આજે લોકોએ પૂરા ઉત્સાહ સાથે મતદાન કર્યુ.આ દરમિયાન વિશ્વની સૌથી નાના કદની મહિલાએ નાગપુર બેઠક પર મતાધિકારનો ઉપયોગ કર્યો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર,જ્યોતિ આમગેને વિશ્વની સૌથી નાના કદની જીવંત મહિલા તરીકે ઓળખવામાં આવે છે.
જ્યોતિ આમગેનું નિવેદન પણ સામે આવ્યું છે. નાગપુરમાં મતદાન કર્યા પછી તેમણે કહ્યું,“મેં આજે મારા સમગ્ર પરિવાર સાથે મતદાન કર્યું છે. હું દરેક મતદારને પોતાનો મત આપવા અપીલ કરવા માંગુ છું કારણ કે તે આપણી ફરજ છે.”
કોણ છે જ્યોતિ આમગે?

જ્યોતિ આમગેનો જન્મ 16 ડિસેમ્બર 1993 ના રોજ નાગપુર, મહારાષ્ટ્રમાં થયો હતો. વ્યવસાયે તે એક અભિનેત્રી છે જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર વિશ્વની સૌથી નાના કદની જીવંત મહિલા તરીકે જાણીતી છે. પ્રિમોર્ડિયલ બૌનાપન નામના આનુવંશિક વિકારને લીધે તેણી 62.8 સેન્ટિમીટર (2 ફૂટ 3/4 ઇંચ) ઉંચી છે.
2011 માં તેના 18મા જન્મદિવસ પછી જ્યોતિને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર રીતે વિશ્વની સૌથી ટૂંકી જીવતી મહિલા જાહેર કરવામાં આવી હતી. તેણે ઘણી ડોક્યુમેન્ટ્રીમાં અભિનય કર્યો છે. તે 2009 ની ડોક્યુમેન્ટ્રી “બોડી શોક: ટુ ફુટ ટોલ ટીન” જોવા મળી હતી. તેમજ 2014માં જ્યોતિ અ”અમેરિકન હોરર સ્ટોરી: ફ્રીક શો” માં પણ જોવા મળી હતી.
IT કંપનીઓની નોકરીઓમાં ઘટાડાનો ટ્રેન્ડઃ કુલ 64,000 ઘટ્યા
નવી દિલ્હીઃ દિગ્ગજ IT કંપનીઓમાં નોકરીઓ ઘટી રહી છે. વિપ્રોમાં કર્મચારીઓની સંખ્યા માર્ચ ત્રિમાસિકમાં 6180 ઘટી ગઈ છે. આ સતત છઠ્ઠો ત્રિમાસિક ગાળો છે. વાર્ષિક આધારે નાણાં વર્ષ 2024માં વિપ્રોના કર્મચારીઓની સંખ્યા 24,516 ઓછી થઈ છે. માર્ચ ત્રિમાસિકના અંતે કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 2,34,054 થઈ છે.
આ પહેલાં ઇન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) જેવી કંપનીઓ કર્મચારીઓના ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. TCSના કર્મચારીઓની સંખ્યા નાણાં વર્ષ 2024માં 13,249 ઘટી ગઈ હતી, જ્યારે ઇન્ફોસિસમાં કર્મચારીઓની સંખ્યા 25,994નો ઘટાડો થયો હતો. ત્રિમાસિક ધોરણે TCSમાં 1759 કર્મચારીઓ ઓછા થયા હતા. ઇન્ફોસિસે 5423 કર્મચારીઓ ગુમાવ્યા હતા.

IT કંપનીઓ માર્જિન વધારવા માટે કર્મચારીઓના યુટિલાઇઝેશનને સારું કરવા ભારે અને એટ્રિશન રેટને ઓછો કરવા પર ભાર આપી રહી છે. વિપ્રોનો એટ્રિશન રેટ 14.2 ટકા સપાટ રહ્યો હતો. કર્મચારીએ સ્વેચ્છાએ રાજીનામું આપવાના દરને એટ્રિશન રેટ કહે છે.
વિપ્રોએ નાણાં વર્ષ 2024માં કેટલાક બીજા પડકારોનો પણ સામનો કરવો પડ્યો છે. એ સાથે ટોચના મેનેજમેન્ટના 10 ટકાથી વધુ કર્મચારીઓએ માત્ર 2023માં કંપની છોડી દીધી હતી.
બીજી બાજુ, ઇન્ફોસિસે 2023-24માં 25,994 કર્મચારીઓ ઘટાડ્યા હતા. આ સાથે કંપનીના કર્મચારીઓની સંખ્યા ઘટીને ગયા વર્ષથી 7.5 ટકા ઘટીને 3,17,240 રહી છે. IT ક્ષેત્રમાં ત્રણ IT કંપનીઓએ કર્મચારીઓની સંખ્યામાં કુલ 63,759નો ઘટાડો કર્યો હતો.


