કોંગ્રેસનો ચૂંટણી મેદાને હુંકાર, ઉમેદવારોએ ભર્યા ચૂંટણી ફોર્મ

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. ત્યારે અલગ અલગ બેઠકો પર બંને પક્ષોના નેતાઓએ શક્તિ પ્રદર્શન કરતા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.ત્યારે બીજી બાજુ કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ પણ શક્તિ પ્રદર્શ સાથે ઉમેદાવારી નોંધાવવા પહોંચ્યા.

નવસારી કોંગ્રેસ લોકસભા ઉમેદવાર નૈષધ દેસાઈએ પણ નવસારીથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ. નૈષધ દેસાઈ ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા ત્યારે ગાંધી વેશભૂષામાં જોવા મળ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના મોટી સંખ્યામાં ઉમેદવારો નવસારી કલેક્ટર કચેરી ઉમટ્યા હતા. નૈષધ દેસાઈએ કાર્યકરોના ઉત્સાહ અને જીતના વિશ્વાસ સાથે ઉમેદવારી નોંધાવી.

આ ઉપરાંત અમદાવાદ પૂર્વ બેઠક હિમતસિંહ પટેલે પોતાનું નામાંકન નોંધાવ્યું હતું. બીજી બાજું અમિત ચાવડાએ વિશાલ રેલી યોજી શક્તિ પ્રદર્શન કરી પોતાનું નામાંકન નોંધાવા પહોચ્યા હતા. મોટી સંખ્યામાં લોકોનાનું અભિવાદન જીલતા પગપાળ નામાંકન ભરવા પહોંચ્યા હતા. તો દાહોગ બેઠકના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ પણ ચૂંટણી ફોર્મ ભર્યું હતું.