ચાંગા: ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડિકલ સાયન્સ (BDIPS)ના ઓપ્ટોમેટ્રી વિભાગે તાજેતરમાં ચેન્નઈમાં આયોજિત નેશનલ લેવલના સાયન્ટીફીક સેશનમાં ભાગ લઇ ઝળહળતો પ્રશંસનીય દેખાવ કરી કોલેજનું નામ રોશન કર્યું હતું.

ચેન્નઈના શંકરા નેત્રાલયમાં આયોજિત 22 માં ડો.ઈ.વૈથીલિંગમ મેમોરિયલ સાયન્ટીફીક સેશનમાં ભાગ લેનારા ડેલિગેટ્સમાં ઓપ્ટોમેટ્રી વિભાગના બે ફેકલ્ટી સભ્યો અને એક વિદ્યાર્થીનીનો સમાવેશ થતો હતો. ઓપ્ટોમેટ્રી વિભાગમાં આસીસ્ટન્ટ પ્રોફેસર દેવાંશી દલાલ, ઓપ્ટોમેટ્રીમાં ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટર નીતા મકવાણા અને ઓપ્ટોમેટ્રીના અંતિમ વર્ષની વિદ્યાર્થિની ખદીજા અસગરભાઈ દુધિયાવાલાએ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. દેવાંશી દલાલે તેમનું રીસર્ચ ‘Cyclodamia In Differential Diagnosis Of Binocular Vision Anomalies’ વિષય પર રજૂ કર્યું હતું. ખદીજા દુધિયાવાલાને પોસ્ટર પ્રેઝન્ટેશન માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ સેશનમાં વિદ્યાર્થીની ખદીજા દુધિયાવાલાએ પ્રશંસનીય પ્રદર્શન અને પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું હતું. જેનો વિષય ‘Beyond Braille: Exploring The Potential Of Virtual Reality In Education For Corneal Anaesthesia Syndrome – A Case Study’ હતો. પોસ્ટર પ્રેઝન્ટેશન ઇવેલ્યુએશનના આધારે ખદીજા દુધિયાવાલને એસિલોર ટ્રાવેલ ગ્રાન્ટ એવોર્ડ (Essilor Travel Grant Award) પ્રાપ્ત થયો હતો. તેમનું યોગદાન અને માન્યતા ઓપ્ટોમેટ્રીમાં તેમના જ્ઞાન અને શ્રેષ્ઠતાને આગળ વધારવાની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે તેમજ શૈક્ષણિક આદાનપ્રદાન અને વ્યવસાયિક વૃદ્ધિ માટેના પ્લેટફોર્મને પ્રોત્સાહન આપે છે.
આ સેશનમાં નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા વિવિધ લેક્ચર્સમાં માયોપિયાના વિકાસ, પ્રગતિ અને વ્યવસ્થાપન, ઓપ્ટોમેટ્રીના 100 વર્ષની ઉજવણી, વૃદ્ધાવસ્થાની સંભાળનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને પરંપરાગત ઓપ્ટોમેટ્રી પ્રેક્ટિસની બહાર જઈને ઓપ્ટોમેટ્રિસ્ટની ભજવવાની ભૂમિકાની શોધ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ સેશનમાં ઓપ્ટોમેટ્રી અને આંખની સંભાળના વિવિધ પાસાઓ વિશે નોંધપાત્ર માહિતી દર્શાવવામાં આવી હતી.








અભિનેતા કમલ હસને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચેન્નઈ MNM ચીફ અને અભિનેતા કમલ હાસને પોતાનો મત બારપેટા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આપવા પહોંચ્યા હતા.
અભિનેતા ધનુષ પણ મતદાન કરવા પહોંચી ગયા હતા. તેમણે ચેન્નાઇના અલવરપેટ ખાતેના મતદાન મથક પર મતદાન કર્યું.

સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના આજે પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠક પર આજે ચૂંટણી યોજાઈ.







આજે સવારે 11 વાગ્યે શહેરના બહુમાળી ભવન ચોકમાં ઇન્ડિયા ગઠબંધનની એક વિશાળ સભા યોજાઈ હતી. આ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપરાંત જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, જીગ્નેશ મેવાણી, પ્રતાપ દુધાત ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી આગેવાનો અને ક્ષત્રિય મહિલાઓ મોટી સંખ્યામાં સભામાં હાજર રહી હતી. નેતાઓએ પરેશભાઈને જીતાડી ભાજપનો અહંકાર ઓગાળવા લોકોને અપીલ કરી હતી.
સભામાં મંચ ઉપર ક્ષત્રિય સંમેલન યોજાયું. તેમાં કેસરી સાડીમાં મહિલાઓ હાજર હતી. તેનું મોટું બેનર સહુ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. સભામાં ક્ષત્રિય મહિલાઓએ પરેશ ધાનાણીને રાખડી બાંધી હતી અને ઓવારણાં લીધા હતા.
વિશાળ જનસભા એક તરફ ચાલુ જતીન પ્રદેશના નેતાઓ ભાષણ આપતા હતા. ત્યારે ચાલુ સભાએ પરેશ ધાનાણી રાજકોટ કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને કલેકટર કચેરીએ 12.30 કલાકે પહોંચી ગયા હતા. ફોર્મ ભરવામાં મોડું ન થાય એટલે આવી રણનીતિ અપનાવી હતી.
શક્તિસિંહ ગોહિલ રાજકોટની સભામાં હાજર હોવા છતાં તેમણે કે બીજા નેતાઓએ ધાનાણી ફોર્મ ભરે ત્યારે હાજર રહેવાનું ટાળી સમય અને વ્યવસ્થા સાચવી હતી. ચાલુ સભાએ ધાનાણીએ કલેકટર સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.